10-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - સૌને આ ખુશ ખબરી સંભળાવો કે ભારત હવે ફરીથી સ્વર્ગ બની રહ્યું છે , હેવનલી ગોડફાધર આવેલાં છે

પ્રશ્ન :-
જે બાળકોને સ્વર્ગનાં માલિક બનવાની ખુશી છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તેમની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આવી શકતું. તેમને નશો રહેશે કે અમે તો બહુજ મોટા માણસ છીએ, અમને બેહદનાં બાપ આવાં (લક્ષ્મી-નારાયણ) બનાવે છે. તેમની ચલન બહુજ રોયલ હશે. તેઓ બીજાને ખુશખબરી સંભળાવ્યાં વગર રહી નથી શકતાં.

ઓમ શાંતિ !
બાપ સમજાવે છે અને બાળકો જાણે છે કે ભારત ખાસ અને બાકી દુનિયાને આ સંદેશ પહોંચાડવાનો છે. તમે બધાં સંદેશી છો, બહુજ ખુશીનો સંદેશ બધાને આપવાનો છે કે ભારત હવે ફરીથી સ્વર્ગ બની રહ્યું છે અથવા સ્વર્ગની સ્થાપના થઇ રહી છે. ભારતમાં બાપ જેમને હેવનલી ગોડફાધર કહે છે, એજ સ્થાપના કરવા આવ્યાં છે. આપ બાળકોને ડાયરેક્શન (માર્ગદર્શન) છે કે આ ખુશખબરી સૌને સારી રીતે સંભળાવો. દરેકને પોતાનાં ધર્મની તાત રહે છે. તમને પણ તાત છે, તમે ખુશખબરી સંભળાવો છો, ભારતનાં સૂર્યવંશી દેવી-દેવતા ધર્મની સ્થાપના થઇ રહી છે અર્થાત્ ભારત ફરીથી સ્વર્ગ બની રહ્યું છે. આ ખુશી અંદરમાં રહેવી જોઈએ-આપણે હમણાં સ્વર્ગનાં માલિક બની રહ્યાં છીએ. જેમને આ ખુશી અંદરમાં છે તેમને દુઃખ તો કોઈ પણ જાતનું થઇ નથી શકતું. આ તો બાળકો જાણે છે નવી દુનિયા સ્થાપન થવામાં તકલીફ પણ થાય છે. અબળાઓ ઉપર કેટલાં અત્યાચાર થાય છે. બાળકોને આ સદેવ સ્મૃતિમાં રહેવું જોઈએ-અમે ભારતને બેહદની ખુશખબરી સંભળાવીએ છીએ. જેમ બાબાએ પરચા છપાવ્યાં છે - બહેનો-ભાઈઓ આવીને આ ખુશખબરી સાંભળો. આખો દિવસ વિચાર ચાલે છે કેવી રીતે સૌને આ સંદેશ સંભળાવીએ. બેહદનાં બાપ બેહદનો વારસો આપવા આવ્યાં છે. આ લક્ષ્મી-નારાયણનાં ચિત્રને જોઈને તો આખો દિવસ હર્ષિત રહેવું જોઈએ. તમે તો બહુજ મોટા માણસ છો એટલે તમારી કોઈ પણ જંગલી ચલન નહીં હોવી જોઈએ. તમે જાણો છો આપણે વાંદરા થી પણ બદતર હતાં. હવે બાબા આપણને આવાં (દેવી- દેવતા) બનાવે છે. તો કેટલી ખુશી હોવી જોઈએ. પરંતુ વન્ડર છે બાળકોને એવી ખુશી રહેતી નથી. ન એ ઉમંગ-ઉત્સાહથી બધાને ખુશખબરી સંભળાવે છે. બાપએ તમને મેસેન્જર (સંદેશવાહક) બનાવ્યાં છે. સૌનાં કાનમાં આ મેસેજ આપતાં રહો. ભારતવાસીઓને આ ખબર જ નથી કે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ક્યારે રચાયો હતો? પછી ક્યાં ગયો? હમણાં તો ફક્ત ચિત્ર છે. બીજા બધાં ધર્મ છે, ફક્ત આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે નહીં. ભારતમાં જ ચિત્ર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. તો તમે સૌને આ ખુશખબરી સંભળાવો તો તમને પણ અંદરમાં ખુશી રહેશે. પ્રદર્શનીમાં તમે આ ખુશખબરી સંભળાવો છો ને. બેહદનાં બાપથી આવીને સ્વર્ગનો વારસો લો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક છે ને. પછી તેઓ ક્યાં ગયાં? આ કોઈ પણ સમજતાં નથી એટલે કહેવાય છે-શકલ મનુષ્યની, સિરત વાંદરા જેવી છે. હમણાં તમારી શકલ મનુષ્યની છે, સિરત દેવતાઓ જેવી બની રહી છે. તમે જાણો છો આપણે ફરીથી સર્વગુણ સંપન્ન બનીએ છીએ. પછી બીજાઓને પણ આ પુરુષાર્થ કરાવવાનો છે. પ્રદર્શની ની સર્વિસ (સેવા) ખુબ સરસ છે. જેમને ગૃહસ્થ વ્યવહારનું બંધન નથી, વાનપ્રસ્થી છે અથવા વિધવાઓ છે, કુમારીઓ છે તેમને તો સર્વિસનો બહુજ ચાન્સ (તક) છે. સર્વિસમાં લાગી જવું જોઈએ. આ સમયે લગ્ન કરવાં બરબાદી કરવાં જેવું છે, લગ્ન ન કરવાં આબાદી છે. બાપ કહે છે આ મૃત્યુલોક પતિત દુનિયા વિનાશ થઇ રહી છે. તમારે પાવન દુનિયામાં ચાલવું છે તો આ સર્વિસમાં લાગી જવું જોઈએ. પ્રદર્શની પછી પ્રદર્શની કરવી જોઈએ. સર્વિસેબુલ (સેવાધારી) બાળકો જે છે, તેમને સર્વિસનો શોખ સારો છે. બાબાથી કોઈ-કોઈ પૂછે છે અમે સર્વિસ છોડીએ? બાબા જુએ છે-લાયક છે તો રજા આપે છે, ભલે સર્વિસ કરો. આવી ખુશખબરી સૌને સંભળાવવાની છે. બાપ કહે છે પોતાનું રાજ્ય-ભાગ્ય આવીને લો. તમે ૫ હજાર વર્ષ પહેલાં રાજ્ય-ભાગ્ય લીધું હતું, હવે ફરીથી લો. ફક્ત મારી મત પર ચાલો.

જોવું જોઈએ-અમારામાં કયા અવગુણ છે? તમે આ બેજ પર તો ખુબ સર્વિસ કરી શકો છો, આ ફર્સ્ટ ક્લાસ ચીજ છે. ભલે પાઈ પૈસાની ચીજ છે પરંતુ આનાથી કેટલું ઊંચું પદ પામી શકાય છે. મનુષ્ય ભણવાનાં માટે પુસ્તકો વગેરે પર કેટલો ખર્ચો કરે છે. અહીંયા પુસ્તક વગેરેની તો વાત જ નથી. ફક્ત સૌનાં કાનમાં સંદેશ આપવાનો છે, આ છે બાપનો સાચો મંત્ર. બાકી તો બધાં જુઠ્ઠા મંત્ર આપતા રહે છે. જુઠ્ઠી ચીજની વેલ્યુ (મુલ્ય) થોડી હોય છે. વેલ્યુ હીરાની હોય છે, નહિ કે પથ્થરોની. આ જે ગાયન છે એક-એક વરશન્સ લાખોની મિલ્કત છે, તે આ જ્ઞાનનાં માટે કહેવાય છે. બાપ કહે છે શાસ્ત્રો તો અસંખ્ય છે. તમે તો અડધો કલ્પ વાંચતાં આવ્યાં છો, તેનાથી તો કાંઇ મળ્યું નહીં. હમણાં તમને જ્ઞાન રત્ન આપે છે. તેઓ છે શાસ્ત્રોની ઓથોરિટી (સત્તા). બાપ તો જ્ઞાનનાં સાગર છે. એમનાં એક-એક વરશન્સ લાખો-કરોડો રુપિયાનાં છે. તમે વિશ્વનાં માલિક બનો છો. પદમપતિ જઈને બનો છો. આ જ્ઞાનની જ મહિમા છે. તે શાસ્ત્ર વગેરે વાંચતા તો કંગાળ બની ગયાં છે. તો હવે આ જ્ઞાન રત્નોનું દાન પણ કરવાનું છે. બાપ બહુજ સહજ યુક્તિઓ સમજાવે છે. બોલો, પોતાનાં ધર્મને ભૂલી તમે બહાર ભટકતાં રહો છો. આપ ભારતવાસીઓનો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, તે ધર્મ ક્યાં ગયો? ૮૪ લાખ યોનિઓ કહેવાથી કોઈ પણ વાત બુદ્ધિમાં બેસતી નથી. હમણાં બાપ સમજાવે છે તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં પછી ૮૪ જન્મ લીધાં છે. આ લક્ષ્મી-નારાયણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા છે ને. હમણાં ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયાં છે. બીજા બધાં ધર્મ છે, આ આદિ સનાતન ધર્મ છે નહીં. જ્યારે આ ધર્મ હતો તો બીજા ધર્મ નહોતાં. કેટલું સહજ છે. આ બાપ, આ દાદા. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર બી.કે. અસંખ્ય હશે ને. બાપ આવીને રાવણ ની જેલથી, શોક વાટિકા થી છોડાવે છે. શોક વાટિકા નો અર્થ પણ કોઈ સમજતું નથી. બાપ કહે છે આ શોકની, દુઃખની દુનિયા છે. તે છે સુખની દુનિયા. તમે પોતાની શાંતિની દુનિયા અને સુખની દુનિયાને યાદ કરતાં રહો. ઇનકારપોરીયલ (નિરાકારી) વર્લ્ડ (દુનિયા) કહે છે ને. અંગ્રેજી અક્ષર બહુજ સારા છે. અંગ્રેજી તો ચાલતું જ આવે છે. હમણાં તો અનેક ભાષાઓ થઈ ગઈ છે. મનુષ્ય કાંઈ પણ સમજતાં નથી-હવે કહે છે નિર્ગુણ બાળ સંસ્થા.. નિર્ગુણ અર્થાત્ કોઈ ગુણ નહીં. એમ જ સંસ્થા બનાવી દીધી છે. નિર્ગુણનો પણ અર્થ નથી સમજતાં. વગર અર્થ નામ રાખી દે છે. અથાહ સંસ્થાઓ છે. ભારતમાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સંસ્થા હતી, બીજા કોઈ ધર્મ નહોતાં. પરંતુ મનુષ્યો એ ૫૦૦૦ વર્ષનાં બદલે કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે. તો તમારે બધાંને આ અજ્ઞાન અંધકાર થી નીકાળવાનાં છે. સર્વિસ કરવાની છે. ભલે આ ડ્રામા તો બન્યો-બનાવેલ છે પરંતુ શિવબાબાનાં યજ્ઞથી ખાશે, પીશે અને સર્વિસ કાંઈ પણ નહીં કરશે તો ધર્મરાજ જે રાઇટ હેન્ડ છે, તે જરુર સજા આપશે એટલે સાવધાની અપાય છે. સર્વિસ કરવી તો ખુબ સહજ છે. પ્રેમથી કોઈને પણ સમજાવતાં રહો. બાપની પાસે કોઈ-કોઈનાં સમાચાર આવે છે કે અમે મંદિરમાં ગયાં, ગંગાઘાટ પર ગયાં. સવારે ઊઠીને મંદિરમાં જાય છે, રિલિજસ માઈન્ડેડ (ધાર્મિક વૃત્તિવાળા) ને સમજાવવું સહજ થશે. સૌથી સારું છે લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં સર્વિસ કરવી. અચ્છા, પછી તેમને આવાં બનાવવાવાળા શિવબાબા છે, ત્યાં જઈને સમજાવો. જંગલને આગ લાગી જશે, આ બધું ખતમ થઇ જશે પછી તમારો પણ પાર્ટ પૂરો થાય છે. તમે જઈને રાજાઈ કુળમાં જન્મ લો છો. રાજાઈ કેવી રીતે મળવાની છે, જે આગળ ચાલીને ખબર પડશે. ડ્રામામાં પહેલાથી જ થોડી સંભળાવી દેશે. તમે જાણી લેશો અમે શું પદ પામશું. વધારે દાન-પુણ્ય કરવા વાળા રાજાઈમાં આવે છે ને. રાજાઓની પાસે ધન ખુબ રહે છે. હવે તમે અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરો છો.

ભારતવાસીઓનાં માટે જ આ જ્ઞાન છે. બોલો, આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઇ રહી છે, પતિત થી પાવન બનાવવા વાળા બાપ આવ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો, કેટલું સહજ છે. પરંતુ એટલી તમોપ્રધાન બુદ્ધિ છે જે કાંઈ પણ ધારણા થતી નથી. વિકારોની પ્રવેશતા છે. જાનવર પણ જાત-જાતનાં હોય છે, કોઈમાં ક્રોધ બહુજ હોય છે, દરેક જાનવરનો સ્વભાવ અલગ હોય છે. જુદાં-જુદાં સ્વભાવ હોય છે દુઃખ આપવાનાં. સૌથી પહેલો દુઃખ આપવાનો વિકાર છે કામ કટારી ચલાવવી. રાવણ રાજ્યમાં છે જ આ વિકારોનું રાજ્ય. બાપ તો રોજ સમજાવતાં રહે છે, કેટલી સારી-સારી બાળકીઓ છે, બિચારી કેદમાં છે, જેમને બાંધેલી કહેવાય છે. હકીકતમાં તેમનામાં જો જ્ઞાનની પરાકાષ્ઠા થઈ જાય તો પછી કોઈ પણ તેમને પકડી ન શકે. પરંતુ મોહની રગ બહુજ છે. સંન્યાસીઓને પણ ઘરબાર યાદ આવે છે, બહું મુશ્કેલ થી તે રગ તૂટે છે. હવે તમારે તો મિત્ર-સંબંધીઓ વગેરે બધાંને ભૂલવાનું જ છે કારણ કે આ જૂની દુનિયા જ ખતમ થવાની છે. આ શરીરને પણ ભૂલી જવાનું છે. સ્વયંને આત્મા સમજી બાબાને યાદ કરવાનાં છે. પવિત્ર બનવાનું છે. ૮૪ જન્મોનો પાર્ટ તો ભજવવાનો જ છે. વચમાં તો કોઈ પાછાં જઈ નથી શકતાં. હવે નાટક પૂરું થાય છે. આપ બાળકોને ખુશી બહુજ હોવી જોઈએ. હમણાં આપણે જવાનું છે પોતાનાં ઘરે. પાર્ટ પૂરો થયો, ઉત્કંઠા હોવી જોઈએ-બાબાને બહુજ યાદ કરીએ. યાદ થી વિકર્મ વિનાશ થશે. ઘરે જઈ પછી સુખધામમાં આવશું. ઘણાં સમજે છે જલ્દી આ દુનિયાથી છૂટીએ. પરંતુ જશે ક્યાં? પહેલાં તો ઉચ્ચ પદ પામવાનાં માટે મહેનત કરવી જોઈએ ને. પહેલા પોતાની નાળી જોવાની છે-અમે ક્યાં સુધી લાયક બન્યાં છીએ? સ્વર્ગમાં જઈ શું કરશું? પહેલાં તો લાયક બનવું પડે ને. બાપનાં સપૂત બાળક બનવું પડે. આ લક્ષ્મી-નારાયણ સપૂત લાયક છે ને. બાળકોને જોઈને ભગવાન પણ કહે છે આ બહુજ સારા છે, લાયક છે સર્વિસ કરવામાં. કોઈનાં માટે તો કહેશે આ લાયક નથી. મફત પોતાનું પદ જ ભ્રષ્ટ કરી લે છે. બાપ તો સાચું કહે છે ને. પોકારે પણ છે હેં પતિત-પાવન આવો, આવીને સુખધામનાં માલિક બનાવો. સુખ ઘનેરા માંગે છે ને. તો બાપ કહે છે કંઈક તો સર્વિસ કરવાનાં લાયક બનો. જે મારાં ભક્ત છે, એમને આ ખુશખબરી સંભળાવો કે હમણાં શિવબાબા વારસો આપી રહ્યાં છે. એ કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. આ જૂની દુનિયાને આગ લાગી રહી છે. સામે લક્ષ-હેતુ જોવાથી બહુજ ખુશી રહે છે - અમારે આ બનવું છે. આખો દિવસ બુદ્ધિમાં એજ યાદ રહે તો ક્યારેય પણ કોઇ શૈતાની કામ ન થાય. આપણે આ બની રહ્યાં છીએ પછી આવું ઉલટું કામ કેવી રીતે કરી શકાય છે? પરંતુ કોઈની તકદીરમાં નથી તો આવી-આવી યુક્તિઓ પણ રચતાં નથી, પોતાની કમાણી નથી કરતાં. કમાણી કેટલી સારી છે. ઘરે બેઠાં બધાએ પોતાની કમાણી કરવાની છે અને પછી બીજાને કરાવવાની છે. ઘરે બેઠાં આ સ્વદર્શન ચક્ર ફરાવો, બીજાને પણ સ્વદર્શન ચક્રધારી બનાવવાનાં છે. જેટલાં અનેકોને બનાવશો એટલું તમારું પદ ઊંચું થશે. આ લક્ષ્મી-નારાયણ જેવાં બની શકો, લક્ષ-હેતુ જ આ છે. હાથ પણ બધાં સૂર્યવંશી બનવામાં જ ઉઠાવે છે. આ ચિત્ર પણ પ્રદર્શનીમાં બહુજ કામ આવી શકે છે. આનાં પર સમજાવવાનું છે. અમને ઊંચેથી ઊંચા બાપ જે સંભળાવે છે, તેજ અમે સાંભળીએ છીએ. ભક્તિમાર્ગની વાતો સાંભળવી અમે પસંદ નથી કરતાં. આ ચિત્ર બહુજ સારી ચીજ છે. આનાં પર તમે સર્વિસ ઘણી કરી શકો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની નાળી જોવાની છે કે અમે ક્યાં સુધી લાયક બન્યાં છીએ? લાયક બની સર્વિસનું સબૂત આપવાનું છે. જ્ઞાનની પરાકાષ્ઠા થી બંધનમુક્ત બનવાનું છે.

2. એક બાપની મત પર ચાલી અવગુણોને અંદરથી નીકાળવાનાં છે. દુઃખદાઈ સ્વભાવને છોડી સુખદાઈ બનવાનું છે. જ્ઞાન રત્નોનું દાન કરવાનું છે.

વરદાન :-
અટલ ભાવીને જાણતા હોવા છતાં પણ શ્રેષ્ઠ કાર્યને પ્રત્યક્ષ રુપ આપવા વાળા સદા સમર્થ ભવ

નવાં શ્રેષ્ઠ વિશ્વ બનવાની ભાવી અટલ હોવા છતાં પણ સમર્થ ભવ નાં વરદાની બાળકો ફક્ત કર્મ અને ફળનાં, પુરુષાર્થ અને પ્રાલબ્ધનાં, નિમિત્ત અને નિર્માણનાં કર્મ ફિલોસોફી (સિદ્ધાંત) અનુસાર નિમિત્ત બની કાર્ય કરે છે. દુનિયાવાળા ઓને ઉમ્મીદ નથી દેખાતી. અને તમે કહો છો આ કાર્ય અનેકવાર થયું છે, હમણાં પણ થયેલું જ છે કારણ કે સ્વ પરિવર્તનનાં પ્રત્યક્ષ પ્રમાણ આગળ બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા જ નથી. સાથે-સાથે પરમાત્મ કાર્ય સદા સફળ છે જ.

સ્લોગન :-
કહેવું ઓછું, કરવું વધારે - આ શ્રેષ્ઠ લક્ષ્ય મહાન બનાવી દેશે.