10-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
યુનિવર્સિટી માં આવ્યા છો જૂની દુનિયા થી મરીને નવી દુનિયા માં જવાં , હમણાં તમારી
પ્રીત એક ભગવાન થી થઈ છે ”
પ્રશ્ન :-
કઈ વિધિ થી
બાપની યાદ તમને સાહૂકાર બનાવી દે છે?
ઉત્તર :-
બાપ છે બિંદુ. તમે બિંદુ બની બિંદુ ને યાદ કરો તો સાહૂકાર બની જશો. જેમ એક નાં સાથે
બિંદુ લગાવો તો ૧૦ પછી બિંદુ લગાવો તો ૧૦૦, પછી ૧૦૦૦ થઈ જાય. એમ બાપની યાદ થી બિંદુ
લાગતાં જાય છો. તમે ધનવાન બનતા જાઓ છો. યાદ માં જ સાચી કમાણી છે.
ગીત :-
મહેફિલ મે જલ ઉઠી શમા …
ઓમ શાંતિ!
આ ગીત નો અર્થ
કેટલો વિચિત્ર છે - પ્રીત બની છે કોના માટે? કોનાથી બની છે? ભગવાન થી કારણ કે આ
દુનિયા થી મરીને એમની પાસે જવાનું છે. આવી ક્યારેય કોઈની સાથે પ્રીત હોય છે શું? જે
આ ખ્યાલ માં આવે કે મરી જઈશું. પછી કોઈ પ્રીત રાખશે? ગીત નો અર્થ કેટલો વન્ડરફુલ
છે. શમા થી પરવાના પ્રીત રાખી ફેરી પહેરી-પહેરી બળી મરે છે. તમારે પણ બાપ ની પ્રીત
માં આ શરીર છોડવાનું છે અર્થાત્ બાપ ને યાદ કરતાં-કરતાં શરીર છોડવાનું છે. આ ગાયન
ફક્ત એક નાં માટે છે. એ બાપ જ્યારે આવે છે તો એમનાથી જે પ્રીત રાખે છે, એમને આ
દુનિયાથી મરવું પડે છે. ભગવાન થી પ્રીત રાખે છે તો મરીને ક્યાં જશે. જરુર ભગવાન નાં
પાસે જ જશે. મનુષ્ય દાન-પુણ્ય તીર્થ યાત્રા વગેરે કરે છે ભગવાન ની પાસે જવા માટે.
શરીર છોડવાનાં સમયે પણ મનુષ્ય ને કહે છે ભગવાન ને યાદ કરો. ભગવાન કેટલાં નામીગ્રામી
છે. એ આવે છે તો આખી દુનિયાને ખતમ કરી દે છે. તમે જાણો છો આપણે આ યુનિવર્સિટીમાં
આવીએ છે જૂની દુનિયાથી મરીને નવી દુનિયામાં જવા માટે. જૂની દુનિયાને પતિત દુનિયા,
નર્ક કહેવાય છે. બાપ નવી દુનિયામાં જવાનો રસ્તો બતાવે છે. ફક્ત મને યાદ કરો, હું
છું હેવનલી ગોડફાધર. એ ફાધર થી તમને ધન મળતું, મિલકત, મકાન વગેરે મળશે. બાળકીઓ ને
તો વારસો મળવાનો નથી. તેમને બીજા ઘરે મોકલી દે છે. એટલે તે વારિસ ન થઇ. આ ભગવાન તો
છે બધી આત્માઓનાં બાપ, એમની પાસે બધાએ આવવાનું છે. કોઈ સમયે જરુર બાપ આવે છે બધાને
ઘરે લઈ જાય છે કારણ કે નવી દુનિયામાં ખૂબ થોડાં મનુષ્ય હોય છે. જૂની દુનિયામાં તો
ઘણાં છે. નવી દુનિયામાં મનુષ્ય પણ થોડાં અને સુખ પણ ઘણું હોય છે. જૂની દુનિયામાં ઘણાં
મનુષ્ય છે તો દુઃખ પણ ઘણું છે, એટલે પોકારે છે. બાપુ ગાંધી પણ કહેતા હતાં હેં
પતિત-પાવન આવો. ફક્ત એમને જાણતાં નહોતાં. સમજે પણ છે પતિત-પાવન પરમપિતા પરમાત્મા
છે, એ જ વર્લ્ડનાં લિબરેટર (મુક્તિદાતા) છે. રામ-સીતા ને તો આખી દુનિયા નહીં માનશે.
આખી દુનિયા પરમપિતા પરમાત્મા ને લિબરેટર, ગાઈડ (માર્ગદર્શક) માને છે. લિબરેટ કરે છે
દુઃખ થી. અચ્છા દુઃખ આપવા વાળા કોણ? બાપ તો દુઃખ આપી ન શકે કારણ કે એ તો પતિત-પાવન
છે. પાવન દુનિયા સુખધામ માં લઈ જવા વાળા છે. તમે છો આ રુહાની બાપનાં રુહાની બાળકો.
જેવાં બાપ, તેવાં બાળકો. લૌકિક બાપનાં છે લૌકિક અર્થાત શરીરધારી બાળકો. હમણાં આપ
બાળકોએ આ સમજવાનું છે અમે આત્મા છીએ, પરમપિતા પરમાત્મા અમને વારસો આપવાં આવ્યાં છે.
આપણે એમનાં બાળકો બનીશું તો સ્વર્ગ નો વારસો જરુર મળશે. એ છે જ સ્વર્ગ સ્થાપન કરવા
વાળા. આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ, આ ભૂલવું ન જોઈએ. બાળકો ની બુદ્ધિ માં રહે
છે શિવબાબા મધુબન માં મુરલી વગાડે છે. તે (કાંઠ ની) મુરલી તો અહીંયા નથી. કૃષ્ણ નું
નૃત્ય કરવું, મુરલી વગાડવી - તે બધું ભક્તિમાર્ગ નું છે. બાકી જ્ઞાનની મુરલી તો
શિવબાબા જ વગાડે છે. તમારી પાસે સારા-સારા ગીત બનાવવા વાળા આવશે. ગીત ખાસ કરીને
પુરુષ જ બનાવે છે. તમારે જ્ઞાન નાં ગીત જ ગાવાં જોઈએ જેનાથી શિવબાબા ની યાદ આવે.
બાપ કહે છે મુજ અલ્ફ ને યાદ કરો. શિવ ને કહે છે બિંદુ. વ્યાપારી લોકો બિંદુ લખશે તો
કહેશે શિવ. એક નાં આગળ બિંદુ લખો તો ૧૦ થઇ જશે પછી બિંદુ લખો તો ૧૦૦ થઈ જાય. પછી
બિંદુ લખો તો ૧૦૦૦ થઈ જશે. તો તમારે પણ શિવને યાદ કરવાનાં છે. જેટલાં શિવને યાદ કરશો
બિંદી-બિંદી લાગતી જશે. તમે અડધાકલ્પ માટે સાહૂકાર બની જાઓ છો. ત્યાં ગરીબ હોતાં જ
નથી. બધાં સુખી રહે છે. દુઃખ નું નામ નથી. બાપની યાદ થી વિકર્મ વિનાશ થતાં જશે. તમે
ખૂબ ધનવાન બનશો. આને કહેવાય છે સાચાં બાપ દ્વારા સાચી કમાણી. આ જ સાથે ચાલશે.
મનુષ્ય બધાં ખાલી હાથે જાય છે. તમારે ભરતૂં હાથે જવાનું છે. બાપ ને યાદ કરવાનાં છે.
બાપે સમજાવ્યું છે પ્યોરિટી (પવિત્રતા) હશે તો પીસ (શાંતિ), પ્રાસપર્ટી (સમૃદ્ધિ)
મળશે. તમે આત્મા પહેલાં પ્યોર હતી પછી ઈમપ્યોર બની છો. સંન્યાસીઓને પણ સેમી પ્યોર
કહેશે. તમારો છે ફુલ સન્યાસ. તમે જાણો છો તેઓ કેટલું સુખ લે છે. થોડું સુખ છે પછી
તો દુઃખ જ છે. પહેલાં તે લોકો સર્વવ્યાપી નહોતાં કહેતાં. સર્વવ્યાપી કહેવાથી પડતા
જાય છે. દુનિયામાં અનેક પ્રકાર નાં મેળા લાગે છે કારણ કે આવક તો થાય જ છે ને. આ પણ
તેમનો ધંધો છે. કહે છે ધંધા બધામાં ધૂળ, વગર ધંધા નર થી નારાયણ બનવાનાં. આ ધંધો કોઈ
વિરલા કરે. બાપ નાં બનીને બધું દેહ સહિત બાપ ને આપી દેવાનું છે કારણ કે તમે ઈચ્છો
છો નવું શરીર મળે. બાપ કહે છે તમે કૃષ્ણપુરી માં જઈ શકો છો પરંતુ આત્મા જ્યારે
તમોપ્રધાન થી સતોપ્રધાન બને. કૃષ્ણપુરી માં એવું નહીં કહેશે - અમને પાવન બનાવો.
અહીંયા બધાં મનુષ્ય માત્ર પોકારે છે હેં લિબરેટર આવો. આપ પાપ આત્માઓની દુનિયા થી
અમને લિબરેટ કરો.
હમણાં તમે જાણો છો બાપ આવ્યાં છે આપણને પોતાની સાથે લઈ જવાં. ત્યાં જવું તો સારું
છે ને. મનુષ્ય શાંતિ ઈચ્છે છે. હવે શાંતિ કોને કહે છે? કર્મ વગર તો કોઈ રહી ન શકે.
શાંતિ તો છે જ શાંતિધામ માં. છતાં પણ શરીર લઈને કર્મ તો કરવાનું જ છે. સતયુગ માં
કર્મ કરવાં છતાં પણ શાંતિ રહે છે. અશાંતિ માં મનુષ્ય ને દુઃખ થાય છે એટલે કહે છે
શાંતિ કેવી રીતે મળે. હમણાં આપ બાળકો જાણો છો શાંતિધામ તો આપણું ઘર છે. સતયુગ માં
શાંતિ પણ છે, સુખ પણ છે. બધું જ છે. હવે તે જોઈએ કે ફક્ત શાંતિ જોઈએ. અહીંયા તો
દુઃખ છે એટલે પતિત-પાવન બાપ ને પણ અહીંયા પોકારે છે. ભક્તિ કરે જ છે ભગવાન ને મળવાં.
ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી થાય છે. વ્યભિચારી ભક્તિ માં જુઓ શું-શું
કરે છે. સીડી માં કેટલું સારું દેખાડેલું છે પરંતુ પહેલાં-પહેલાં તો સિદ્ધ કરવું
જોઈએ - ભગવાન કોણ છે? શ્રીકૃષ્ણને આવાં કોણે બનાવ્યાં? આગલાં જન્મમાં કોણ હતાં?
સમજાવવાની બહુ જ યુક્તિ જોઈએ. જે સારી સર્વિસ (સેવા) કરે છે એમનું દિલ પણ ગવાહી આપે
છે. યુનિવર્સિટી માં જે સારી રીતે ભણશે તે જરુર આગળ જશે. નંબરવાર તો હોય જ છે. કોઈ
ડલહેડ (મંદ બુદ્ધિ) પણ હોય છે. શિવબાબા ને આત્મા કહે છે - મારી બુદ્ધિ નું તાળું
ખોલો. બાપ કહે છે બુદ્ધિ નું તાળું ખોલવા માટે જ તો આવ્યો છું. પરંતુ તમારાં કર્મ
એવા છે જે તાળું ખુલતું જ નથી. પછી બાબા શું કરશે? ખૂબ પાપ કરેલાં છે. હવે બાબા એમને
શું કરશે? શિક્ષક ને જો વિદ્યાર્થી કહે કે અમે ઓછું ભણીએ છીએ તો શિક્ષક શું કરશે?
શિક્ષક કોઈ કૃપા તો નહીં કરશે! કરીને એનાં માટે એક્સ્ટ્રા સમય રાખશે. તે તો તમને
મનાઈ નથી. પ્રદર્શની ખુલ્લી પડી છે બેસીને પ્રેક્ટિસ કરો. ભક્તિમાર્ગ માં તો કોઈ
કહેશે માળા ફેરવો, કોઈ કહેશે આ મંત્ર યાદ કરો. અહીંયા તો બાપ પોતાનો પરિચય આપે છે.
બાપ ને યાદ કરવાનાં છે, જેનાથી વારસો મળી જાય છે. તો સારી રીતે બાપ થી પૂરો વારસો
લેવો જોઈએ ને. એમાં પણ બાપ કહે છે વિકાર માં ક્યારેય નહીં જતાં. થોડો પણ વિકાર નો
રસ પડ્યો તો પછી વૃદ્ધિ થઈ જશે. સિગરેટ વગેરે નો એક વખત પણ ટેસ્ટ કરે છે તો સંગનો
રંગ ઝટ લાગી જાય છે. પછી આદત છોડવી પણ મુશ્કેલ થઈ જાય. બહાના કેટલાં કરે છે.આદત કોઈ
ન પડવી જોઈએ. છી-છી આદતો મિટાવવાની છે. બાપ કહે છે જીવતે જીવ શરીરનું ભાન છોડી મને
યાદ કરો. દેવતાઓ ને ભોગ હંમેશા પવિત્ર જ લગાવાય છે, તો તમે પણ પવિત્ર ભોજન ખાઓ.
આજકાલ તો સાચું ઘી મળતું નથી, તેલ ખાય છે. ત્યાં તેલ વગેરે હોતું નથી. અહીંયા તો
ડેરીમાં જુઓ પ્યોર (શુદ્ધ) ઘી રાખ્યું છે, અશુદ્ધ પણ રાખે છે. બંને પર લખેલું છે -
પ્યોર ઘી, કિંમત માં ફરક પડી જાય છે. હવે આપ બાળકોએ ફૂલ માફક ખીલેલાં હર્ષિત રહેવું
જોઈએ. સ્વર્ગમાં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) રહે છે. ત્યાં પ્રકૃતિ પણ
સતોપ્રધાન થઇ જાય છે. લક્ષ્મી-નારાયણ જેવી નેચરલ બ્યુટી અહિયાં કોઈ બનાવી ન શકે.
એમને આ આંખોથી કોઈ જોઈ થોડી શકે છે. હા, સાક્ષાત્કાર થાય છે પરંતુ સાક્ષાત્કાર થવાથી
કોઈ હૂબહૂ ચિત્ર બનાવી થોડી શકશે. હા, કોઈ આર્ટિસ્ટ (ચિત્રકાર) ને સાક્ષાત્કાર થતો
જાય અને એ સમય બેસી બનાવે….. પરંતુ છે ખૂબ મુશ્કેલ. તો આપ બાળકો ને ખૂબ નશો રહેવો
જોઈએ. હમણાં આપણ ને બાબા લેવાં માટે આવ્યાં છે. બાપ થી આપણ ને સ્વર્ગનો વારસો મળવાનો
છે. હમણાં આપણા ૮૪ જન્મ પુરા થયાં. આવાં-આવાં વિચાર બુદ્ધિ માં રહેવાથી ખુશી થશે.
વિકાર નો જરા પણ ખ્યાલ ન આવવો જોઈએ. બાપ કહે છે કામ મહાશત્રુ છે. દ્રોપદીએ પણ એટલે
પોકાર્યા છે ને. તેને કોઈ ૫ પતિ નહોતાં. તે તો પોકારતી હતી કે અમને આ દુશાસન નંગન
કરે છે, આનાંથી બચાવો. પછી ૫ પતિ કેવી રીતે હોઈ શકે છે. એવી વાત હોઈ ન શકે. ઘડી-ઘડી
આપ બાળકો ને નવી-નવી પોઇન્ટ્સ મળતી રહે છે તો ચેન્જ (પરિવર્તન) કરવું પડે. કાંઈ ને
કાંઈ ચેન્જ કરી અક્ષર નાખી દેવાં જોઈએ.
તમે લખો છો થોડાં સમયનાં અંદર અમે આ ભારત ને પરિસ્તાન બનાવીશું. તમે ચેલેન્જ (પડકાર)
કરો છો. બાપ કહેશે બાળકો થી, સન શોઝ ફાધર (બાળક પિતા ને પ્રત્યક્ષ કરે છે), ફાધર
શોઝ સન (પિતા બાળક ને પ્રત્યક્ષ કરે છે). ફાધર કયા? શિવ અને સાલિગ્રામ, ગાયન આમનું
છે. શિવબાબા જે સમજાવે છે એનાં પર ફોલો (અનુસરણ) કરો. ફોલો ફાધર પણ ગાયન એમનું છે.
લૌકિક ફાધર ને ફોલો કરવાથી તો તમે પતિત બની જાઓ છો. આ તો ફોલો કરાવે છે પાવન બનાવવા
માટે. ફરક છે ને. બાપ કહે છે - મીઠા બાળકો, ફોલો કરી પવિત્ર બનો. ફોલો કરવાથી જ
સ્વર્ગનાં માલિક બનશો. લૌકિક બાપ ને ફોલો કરવાથી ૬૩ જન્મ તમે સીઢી નીચે ઉતરો છો. હવે
બાપ ને ફોલો કરી ઉપર ચઢવાનું છે. બાપ ની સાથે જવાનું છે. બાપ કહે છે આ એક-એક રત્ન
લાખો રુપિયાનાં છે. તમે બાપને જાણીને બાપ થી વારસો પામો છો. તે તો કહે બ્રહ્મમાં
લીન થઇ જઈશું. લીન તો થવાનાં નથી, ફરી આવશે. બાપ રોજ સમજાવતાં રહે છે - મીઠા- મીઠા
બાળકો, પહેલાં-પહેલાં બધાને બાપ નો પરિચય આપવાનો છે. પારલૌકિક બાપ વારસો આપે છે
પાવન બનાવવાનો, એટલે બેહદનાં બાપ ને કહે પણ છે પાવન બનાવો. તે છે પતિત-પાવન. લૌકિક
બાપ ને પતિત-પાવન નહીં કહેશે. તેઓ જાતે જ પોકારતાં રહે છે હેં પતિત-પાવન આવો. તો બે
બાપ નો પરિચય બધાને આપવાનો છે. લૌકિક બાપ કહેશે લગ્ન કરી પતિત બનો, પારલૌકિક બાપ કહે
છે પાવન બનો. મને યાદ કરવાથી તમે પાવન બની જશો. એક બાપ બધાને પાવન બનાવવા વાળા છે.
આ પોઇન્ટ્સ ખૂબ સારી છે સમજાવવાની. ભિન્ન-ભિન્ન પ્રકારની ની પોઇન્ટ્સ વિચાર સાગર
મંથન કરી સમજાવતાં રહો. આ તમારો જ ધંધો થયો. તમે છો જ પતિતો ને પાવન બનાવવા વાળા.
પારલૌકિક બાપ હમણાં કહે છે પાવન બનો જ્યારે વિનાશ સામે ઉભો છે. હવે શું કરવું જોઈએ?
જરુર પારલૌકિક બાપ ની મત પર ચાલવું જોઈએ ને. આ પણ પ્રતિજ્ઞા લખવી જોઈએ પ્રદર્શની
માં. પારલૌકિક ફાધર ને ફોલો કરશું. પતિત બનવાનું છોડશું. લખો બાપ થી ગેરંટી લઈએ છીએ.
બધી વાત છે પ્યોરિટી (પવિત્રતા) ની. આપ બાળકો ને દિવસ-રાત ખુશી હોવી જોઈએ - બાપ અમને
સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે. અલ્ફ અને બે, બાદશાહી. હમણાં તમે સમજો છો શિવજયંતી
એટલે જ ભારતનાં સ્વર્ગ ની જયંતી. ગીતા જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે. ગીતા માતા.
વારસો તો બાપ થી જ મળશે. ગીતાનાં રચયિતા છે જ શિવબાબા. પારલૌકિક બાપ થી પાવન બનવાનો
વારસો મળે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે ગોડલી
સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ, આ સદૈવ સ્મૃતિમાં રાખવાનું છે. કોઈ પણ છી-છી
આદત નથી પાડવાની. એને મિટાવવાની છે. વિકાર નો જરા પણ ખ્યાલ ન આવવો જોઈએ.
2. જીવતે જીવ શરીરનું ભાન ભૂલીને બાપ ને યાદ કરવાનાં છે. ભિન્ન-ભિન્ન પોઈન્ટ્સ
વિચાર સાગર મંથન કરી પતિતો ને પાવન બનાવવાનો ધંધો કરવાનો છે.
વરદાન :-
બર્થ રાઈટ (
જન્મસિદ્ધ અધિકાર ) નાં નશા દ્વારા લક્ષ્ય અને લક્ષણ ને સમાન બનાવવા વાળા શ્રેષ્ઠ
તકદીરવાન ભવ
જેમ લૌકિક જન્મ માં
સ્થૂળ સંપતિ બર્થ રાઈટ હોય છે, તેમ બ્રાહ્મણ જન્મ માં દિવ્યગુણ રુપી સંપત્તિ,
ઈશ્વરીય સુખ અને શક્તિ બર્થ રાઈટ છે. બર્થ રાઈટ નો નશો નેચરલ રુપ માં રહે તો મહેનત
કરવાની આવશ્યકતા નથી. આ નશામાં રહેવાથી લક્ષ્ય અને લક્ષણ સમાન થઈ જશે. સ્વયં ને જે
છું, જેવો છું, જે શ્રેષ્ઠ બાપ અને પરિવાર નો છું તેવો જાણતાં અને માનતાં શ્રેષ્ઠ
તકદીરવાન બનો.
સ્લોગન :-
દરેક કર્મ સ્વ
સ્થિતિ માં સ્થિત થઈને કરો તો સહજ જ સફળતા નાં તારાઓ બની જશો.