10-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની પાસે તમે રિફ્રેશ થવા આવો છો , અહીં તમને દુનિયાનાં વાયબ્રેશન થી દૂર સત્ નો સાચ્ચો સંગ મળે છે”

પ્રશ્ન :-
બાબા બાળકોની ઉન્નતિ માટે સદા કઈ એક સલાહ આપે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો, ક્યારેય પણ પરસ્પર સંસારી ઝરમુઈ-ઝગમુઈ ની વાતો નહીં કરો. કોઈ સંભળાવે છે તો સાંભળ્યું-ન સાંભળ્યું કરી દો. સારા બાળકો પોતાની સર્વિસ ની ડ્યુટી પૂરી કરી બાબાની યાદ માં મસ્ત રહે છે. પરંતુ ઘણાં બાળકો ફાલતૂ વ્યર્થ વાતો ખૂબ ખુશી થી સાંભળે-સંભળાવે છે, એમાં ખૂબ સમય વ્યર્થ જાય છે, પછી ઉન્નતિ નથી થતી.

ઓમ શાંતિ!
ડબલ ઓમ્ શાંતિ કહે તો પણ સાચ્ચુ છે. બાળકો ને અર્થ તો સમજાવી દીધો છે. હું છું આત્મા શાંત સ્વરુપ. જ્યારે મારો ધર્મ છે જ શાંત તો પછી જંગલો વગેરે માં ભટકવાથી શાંતિ નથી મળી શકતી. બાપ કહે છે હું પણ શાંત સ્વરુપ છું. આ તો ખૂબ સહજ છે પરંતુ માયા ની લડાઈ હોવાનાં કારણે થોડી ડિફીકલ્ટી (મુશ્કેલી) થાય છે. આ બધાં બાળકો જાણે છે કે બેહદ નાં બાપ સિવાય આ જ્ઞાન કોઈ આપી ન શકે. જ્ઞાન-સાગર એક જ બાપ છે. દેહધારીઓ ને જ્ઞાન નાં સાગર ક્યારેય ન કહેવાઈ શકે. રચયિતા જ રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. એ આપ બાળકો ને મળી રહ્યાં છે. ઘણાં સારા અનન્ય બાળકો પણ ભૂલી જાય છે કારણ કે બાપ ની યાદ પારા જેવી છે. સ્કૂલ માં તો જરુર નંબરવાર હશે ને? નંબર હંમેશા સ્કૂલનાં ગણાય છે. સતયુગ નાં ક્યારેય નંબર નથી ગણાતાં. આ સ્કૂલ છે, આને સમજવામાં પણ સારી બુદ્ધિ જોઈએ. અડધોકલ્પ થાય છે ભક્તિ, ભક્તિ પછી જ્ઞાન-સાગર આવે છે જ્ઞાન આપવાં. ભક્તિ માર્ગ વાળા ક્યારેય જ્ઞાન આપી ન શકે કારણ કે બધાં દેહધારી છે. એવું નહીં કહેવાશે - શિવબાબા ભક્તિ કરે છે. તે કોની ભક્તિ કરશે? એક જ બાપ છે, જેમને દેહ નથી. તે કોઈની ભક્તિ નથી કરતાં. બાકી જે દેહધારી છે, તે બધાં ભક્તિ કરે છે કારણ કે રચના છે ને? રચયિતા છે એક બાપ. બાકી આ આંખો થી જે પણ દેખાય છે, ચિત્ર વગેરે, તે બધી છે રચના. આ વાતો વારંવાર ભૂલાઈ જાય છે.

બાપ સમજાવે છે તમને બેહદ નો વારસો બાપ વગર તો મળી ન શકે. વૈકુંઠની બાદશાહી તો તમને મળે છે. ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં આમનું રાજ્ય હતું. ૨૫૦૦ વર્ષ સૂર્યવંશી-ચંદ્રવંશીઓની રાજધાની ચાલી. તમે બાળકો જ જાણો છો આ તો કાલ ની વાત છે. બાપ સિવાય બીજું કોઈ બતાવી ન શકે. પતિત-પાવન એ બાપ જ છે. સમજાવવામાં પણ ખૂબ મહેનત લાગે છે. બાપ સ્વયં કહે છે કોટો માં કોઈ સમજશે. આ ચક્ર પણ સમજાવાયું છે. આ આખી દુનિયા માટે જ્ઞાન છે. સીડી પણ ખૂબ સારી છે, છતાં પણ કોઈ ગુર્ર-ગુર્ર કરે છે. બાબાએ સમજાવ્યું છે લગ્ન માટે હોલ બનાવે છે, એમને પણ સમજાવીને દૃષ્ટિ આપો. આગળ ચાલીને બધાને આ વાતો પસંદ આવશે. આપ બાળકોએ સમજાવવાનું છે. બાબા તો કોઈની પાસે નહીં જશે. ભગવાનુવાચ-જે પુજારી છે એમને ક્યારેય પૂજ્ય ન કહી શકાય. કળિયુગ માં કોઈ એક પણ પવિત્ર હોઈ ન શકે. પૂજ્ય દેવી-દેવતા ધર્મ ની સ્થાપના પણ સૌથી ઊંચા માં ઊંચા જે પૂજ્ય છે એ જ કરે છે. અડધોકલ્પ છે પૂજ્ય પછી અડધોકલ્પ પુજારી થાય છે. આ બાબાએ અનેક ગુરુ કર્યા, હમણાં સમજે છે ગુરુ કરવા તો ભક્તિ માર્ગ હતો. હવે સદ્દગુરુ મળ્યા છે, જે પૂજ્ય બનાવે છે. ફક્ત એક ને નહીં, બધાને બનાવે છે. બધાં આત્માઓ પૂજ્ય સતોપ્રધાન બની જાય છે. હમણાં તો તમોપ્રધાન, પુજારી છે. આ પોઈન્ટ્સ સમજવાનાં છે. બાબા કહે છે કળિયુગ માં એક પણ પવિત્ર પૂજ્ય ન હોઈ શકે. બધાં વિકાર થી જન્મ લે છે. રાવણ રાજ્ય છે. આ લક્ષ્મી-નારાયણ પણ પુનર્જન્મ લે છે પરંતુ એ છે પૂજ્ય કારણ કે ત્યાં રાવણ જ નથી. શબ્દ કહે છે પરંતુ રામરાજ્ય ક્યારે અને રાવણ રાજ્ય ક્યારે હોય છે? આ કંઈ પણ ખબર નથી. આ સમયે જુઓ કેટલી સભાઓ છે? ફલાણી સભા, ફલાણી સભા. ક્યાંક થી કંઈ મળ્યું તો એકને છોડી બીજા તરફ ચાલ્યા જાય છે. તમે આ સમયે પારસબુદ્ધિ બની રહ્યા છો. પછી એમાં પણ કોઈ ૨૦ ટકા બને છે, કોઈ ૫૦ ટકા બને છે. બાપે સમજાવ્યું છે આ રાજધાની સ્થાપન થઈ રહી છે. હમણાં ઉપર થી પણ બાકી રહેલા આત્માઓ આવી રહ્યા છે. સર્કસ માં કોઈ સારા-સારા એક્ટર્સ પણ હોય છે તો કોઈ હલ્કા (ઓછા સારા) પણ હોય છે. આ છે બેહદ ની વાત. બાળકોને કેટલું સારી રીતે સમજાવાય છે. અહીં તમે બાળકો આવો છો રિફ્રેશ થવા માટે, ન કે હવા ખાવા માટે. કોઈ પથ્થરબુદ્ધિ ને લઈ આવે છે, તો તે દુનિયાવી વાયબ્રેશન માં રહે છે. હમણાં આપ બાળકો બાપની શ્રીમત થી માયા પર વિજય પ્રાપ્ત કરો છો. માયા વારંવાર તમારી બુદ્ધિને ભગાવી દે છે. અહીં તો બાબા કશિશ કરે છે. બાબા ક્યારેય પણ કોઈ ઉલ્ટી વાત નહીં કરે. બાપ તો સત્ય છે ને? તમે અહીં સત્ નાં સંગ માં બેઠાં છો. બીજા બધાં અસત્ સંગ માં છે. એને સત્સંગ કહેવું પણ મોટી ભૂલ છે. તમે જાણો છો કે સત્ એક જ બાપ છે. મનુષ્ય સત્ પરમાત્મા ની પૂજા કરે છે પરંતુ આ ખબર નથી કે અમે કોની પૂજા કરીએ છીએ? તો એને કહેવાશે અંધશ્રદ્ધા. આગાખાં ને જુઓ કેટલાં ફોલોઅર્સ છે? તે જ્યારે ક્યાંય જાય છે તો એમને ખૂબ સૌગાતો મળે છે. હીરાઓમાં વજન કરે છે. નહીં તો હીરાઓમાં વજન ક્યારેય કરી નથી શકાતું. સતયુગ માં હીરા-ઝવેરાત તો તમારા માટે જાણે કે પથ્થર છે જે મકાનો માં લગાવે છે. અહીં કોઈ એવું નથી, જેમને હીરાઓનું દાન મળે. મનુષ્યની પાસે ખૂબ પૈસા છે એટલે દાન કરે છે. પરંતુ તે દાન પાપ આત્માઓને કરવાને કારણે આપવા વાળા પર પણ ચઢે છે. અજામિલ જેવા પાપ આત્માઓ બની પડે છે. આ ભગવાન સમજાવે છે, ન કે મનુષ્ય એટલે બાબાએ કહ્યું હતું તમારાં જે ચિત્ર છે એનાં પર હંમેશા લખેલું હોય-ભગવાનુવાચ. હંમેશા લખો ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. ફક્ત ભગવાન કહેવાથી પણ મનુષ્ય મુંઝાશે. ભગવાન તો છે નિરાકાર, એટલે ત્રિમૂર્તિ જરુર લખવાનું છે. એમાં ફક્ત શિવબાબા નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેય નામ છે. બ્રહ્મા દેવતાય નમઃ, પછી એમને ગુરુ પણ કહે છે. શિવ-શંકર એક કહી દે છે. હવે શંકર કેવી રીતે જ્ઞાન આપશે? અમરકથા પણ છે. તમે બધાં પાર્વતીઓ છો. બાપ તમને બધાં બાળકોને આત્મા સમજી જ્ઞાન આપે છે. ભક્તિ નું ફળ ભગવાન જ આપે છે. એક શિવબાબા છે, ઈશ્વર-ભગવાન વગેરે પણ નહીં. શિવબાબા શબ્દ ખૂબ મીઠો છે. બાપ સ્વયં કહે છે- મીઠાં બાળકો, તો બાબા થયાં ને?

બાપ સમજાવે છે-આત્માઓમાં જ સંસ્કાર ભરાય છે. આત્મા નિર્લેપ નથી. નિર્લેપ હોય તો પતિત કેમ બને? જરુર લેપ-છેપ લાગે છે ત્યારે તો પતિત બને છે. કહે પણ છે ભ્રષ્ટાચારી. દેવતાઓ છે શ્રેષ્ઠાચારી. એમની મહિમા ગાય છે તમે સર્વગુણ સંપન્ન છો, અમે નીચ, પાપી છીએ એટલે પોતાને દેવતા કહી નથી શકતાં. હવે બાપ મનુષ્યો ને દેવતા બનાવે છે. ગુરુનાનક નાં પણ ગ્રંથ માં મહિમા છે. સિક્ખ લોકો કહે છે સત્ શ્રી અકાલ. જે અકાલ મૂર્ત છે, એ જ સાચ્ચા સદ્દગુરુ છે. તો એ એક ને જ માનવા જોઈએ. કહે એક છે, કરે પછી બીજું છે. અર્થ કંઈ પણ જાણતા નથી. હવે બાપ જે સદ્દગુરુ છે, અકાલ છે, એ સ્વયં બેસી સમજાવે છે. તમારામાં પણ નંબરવાર છે. સન્મુખ બેઠાં છે તો પણ કંઈ નથી સમજતાં. ઘણાં અહીંથી નીકળ્યા અને ખલાસ! બાબા મનાઈ કરે છે - બાળકો, ક્યારેય પણ સંસારી ઝરમુઈ-ઝંગમુઈ ની વાતો નહીં સાંભળો. ઘણાં તો ખૂબ ખુશી થી એવી વાતો સાંભળે અને સંભળાવે છે. બાપ નાં મહાવાક્ય ભૂલી જાય છે. હકીકત માં જે સારા બાળકો છે, તે પોતાની સર્વિસ ની ડ્યુટી બજાવીને પછી પોતાની મસ્તી માં રહે છે. બાબાએ સમજાવ્યું છે શ્રીકૃષ્ણ અને ક્રિશ્ચન નો ખૂબ સારો સંબંધ છે. શ્રીકૃષ્ણની રાજાઈ હોય છે ને? લક્ષ્મી-નારાયણ પછી નામ પડે છે. વૈકુંઠ કહેવાથી ઝટ શ્રીકૃષ્ણ યાદ આવશે. લક્ષ્મી-નારાયણ પણ યાદ નથી આવતા કારણ કે નાનું બાળક શ્રીકૃષ્ણ છે. નાનું બાળક પવિત્ર હોય છે. તમે આ પણ સાક્ષાત્કાર કર્યાં છે - બાળકો કેવી રીતે જન્મ લે છે, નર્સ ઉભી રહે છે, ઝટ ઊઠાવ્યું, સંભાળ્યું. બાળપણ, યુવા, વૃદ્ધ, અલગ-અલગ પાર્ટ ભજવે છે, જે થયું તે ડ્રામા. એમાં કંઈ પણ સંકલ્પ નથી ચાલતાં. આ તો ડ્રામા બનેલો છે ને? આપણો પણ પાર્ટ ભજવાઈ રહ્યો છે ડ્રામા પ્લાન અનુસાર. માયા ની પણ પ્રવેશતા થાય છે અને બાપ ની પણ પ્રવેશતા થાય છે. કોઈ બાપ ની મત પર ચાલે છે, કોઈ રાવણ ની મત પર. રાવણ શું વસ્તુ છે? ક્યારેય જોયો છે શું? ફક્ત ચિત્ર જુઓ છો. શિવબાબા નું તો પછી આ રુપ છે. રાવણનું શું રુપ છે? ૫ વિકાર રુપી ભૂત જ્યારે આવીને પ્રવેશ કરે છે ત્યારે રાવણ કહેવાય છે. આ છે ભૂતો ની દુનિયા, અસુરો ની દુનિયા. તમે જાણો છો આપણો આત્મા હમણાં સુધરી રહ્યો છે. અહીં તો શરીર પણ આસુરી છે. આત્મા સુધરતા-સુધરતા પાવન થઈ જશે. આ શરીર ઉતારી દેશે. પછી તમને સતોપ્રધાન શરીર મળી જશે. કંચન કાયા મળશે. તે ત્યારે જ્યારે આત્મા પણ કંચન હોય. સોનું કંચન હોય તો ઘરેણાં પણ કંચન બનશે. સોનામાં ખાદ પણ નાખે છે. હમણાં આપ બાળકોની બુદ્ધિમાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન ચક્કર લગાવતું રહે છે. મનુષ્ય કંઈ પણ નથી જાણતાં. કહે છે ઋષિ-મુનિ બધાં નેતિ-નેતિ કરી ચાલ્યા ગયાં. આપણે કહીએ છીએ આ લક્ષ્મી-નારાયણ ને પૂછો તો આ પણ નેતિ-નેતિ કરશે. પરંતુ એમને પુછાતું જ નથી. પૂછશે કોણ? પુછાય છે ગુરુ લોકો ને. તમે એમને આ પ્રશ્ન પૂછી શકો છો. તમે સમજાવવા માટે કેટલું માથું મારો છો. ગળું ખરાબ થઈ જાય છે. બાપ તો બાળકો ને જ સંભળાવશે ને, જેમણે સમજ્યું છે. બાકી બીજાઓની સાથે ફાલતુ થોડી માથું મારશે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ ની ડ્યુટી પૂરી કરી પછી પોતાની મસ્તી માં રહેવાનું છે. વ્યર્થ વાતો સાંભળવી તથા સંભળાવવાની નથી. એક બાપ નાં મહાવાક્ય જ સ્મૃતિ માં રાખવાનાં છે. એને ભૂલવાના નથી.

2. સદા ખુશી માં રહેવા માટે રચયિતા અને રચના નું જ્ઞાન બુદ્ધિમાં ચક્કર લગાવતું રહે અર્થાત્ એનું જ સિમરણ થતું રહે. કોઈ પણ વાત માં સંકલ્પ ન ચાલે, એનાં માટે ડ્રામા ને સારી રીતે સમજીને પાર્ટ ભજવવાનો છે.

વરદાન :-
હું પણા ને “બાબા” માં સમાવી દેવા વાળા નિરંતર યોગી , સહજયોગી ભવ

જે બાળકોનો બાપ સાથે હર શ્વાસ માં પ્રેમ છે, હર શ્વાસ માં બાબા-બાબા છે. એમને યોગ ની મહેનત નથી કરવી પડતી. યાદ નું પ્રુફ છે-ક્યારેય મુખ થી “હું” શબ્દ નથી નીકળી શકતો. બાબા-બાબા જ નીકળશે. “હું પણું” બાબા માં સમાઈ જાય. બાબા બેકબોન છે, બાબાએ કરાવ્યું, બાબા સદા સાથે છે, તમારી સાથે રહેવું, ખાવું, ચાલવું, ફરવું… આ ઈમર્જ રુપમાં સ્મૃતિ રહે ત્યારે કહેવાશે સહજયોગી.

સ્લોગન :-
હું-હું કરવું એટલે માયારુપી બિલાડી નું આહવાન કરવું, બાબા-બાબા કહો તો માયા ભાગી જશે.