10-05-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  08.01.86    બાપદાદા મધુબન


ધરતીનાં હોલી ( પવિત્ર ) તારાઓ
 


આજે જ્ઞાન સૂર્ય બાપ પોતાનાં અનેક પ્રકારનાં વિશેષતાઓથી સંપન્ન વિશેષ તારાઓને જોઈ રહ્યાં છે. દરેક તારા ની વિશેષતા વિશ્વને પરિવર્તન કરવાનો પ્રકાશ આપવાવાળી છે. આજકાલ તારાઓની શોધ વિશ્વમાં વિશેષ કરે છે કારણ કે તારાઓનો પ્રભાવ પૃથ્વી પર પડે છે. સાયન્સ (વિજ્ઞાન) વાળા આકાશનાં તારાઓની શોધ કરે, બાપદાદા પોતાનાં હોલી સ્ટાર્સ (તારાઓ) ની વિશેષતાઓને જોઈ રહ્યાં છે. જ્યારે આકાશનાં તારાઓ એટલાં દૂર થી પોતાનો પ્રભાવ સારો અથવા ખરાબ નાખી શકે છે તો તમે હોલી સ્ટાર્સ આ વિશ્વને પરિવર્તન કરવાનો, પવિત્રતા-સુખ-શાંતિમય સંસાર બનાવવાનો પ્રભાવ કેટલો સહજ નાખી શકો છો. તમે ધરતીનાં તારાઓ, તે આકાશનાં તારાઓ. ધરતીનાં તારાઓ આ વિશ્વને હલચલ થી બચાવી સુખી સંસાર, સુવર્ણ સંસાર બનાવવા વાળા છો. આ સમયે પ્રકૃતિ અને વ્યક્તિ બંનેવ હલચલ મચાવવાનાં નિમિત્ત છે પરંતુ તમે પુરુષોત્તમ આત્માઓ વિશ્વને સુખનો શ્વાંસ, શાંતિનો શ્વાંસ આપવાનાં નિમિત્ત છો. તમે ધરતીનાં તારાઓ સર્વ આત્માઓની સર્વ આશાઓ પૂર્ણ કરવાવાળા પ્રાપ્તિ સ્વરુપ તારાઓ, સર્વની નાઉમ્મીદો ને ઉમ્મીદોમાં બદલવા વાળા શ્રેષ્ઠ ઉમ્મીદો નાં તારાઓ છો. તો પોતાનાં શ્રેષ્ઠ પ્રભાવને ચેક (તપાસ) કરો કે મુજ શાંતિનાં તારા, પવિત્રનાં તારાની, સુખ સ્વરુપ તારાની, સદા સફળતાનાં તારાની, સર્વ આશાઓ પૂર્ણ કરવાવાળા તારાની, સંતુષ્ટતાનાં પ્રભાવશાળી તારાની પ્રભાવ પાડવાની ચમક અને ઝલક કેટલી છે? ક્યાં સુધી પ્રભાવ પાડી રહ્યાં છો? પ્રભાવ ની સ્પીડ (ગતિ) કેટલી છે? જેમ તે તારાઓની સ્પીડ ચેક કરે છે, તેમ પોતાનાં પ્રભાવની સ્પીડ સ્વયં ચેક કરો કારણ કે વિશ્વમાં આ સમયે આવશ્યકતા આપ પવિત્ર તારાઓની છે. તો બાપદાદા બધાં વેરાયટી (વિવિધ) તારાઓને જોઈ રહ્યા હતાં.

આ રુહાની તારાઓનું સંગઠન કેટલું શ્રેષ્ઠ છે અને કેટલું સુખદાયી છે. એવાં પોતાને ચમકતા તારા સમજો છો? જેમ તે તારાઓને જોવાનાં માટે કેટલાં ઇચ્છુક છે. હવે સમય એવો આવી રહ્યો છે જે આપ પવિત્ર તારાઓ ને જોવાં માટે બધાં ઇચ્છુક થશે. શોધશે આપ તારાઓને કે આ શાંતિ નો પ્રભાવ, સુખ નો પ્રભાવ, અચળ બનાવવાનો પ્રભાવ ક્યાંથી આવી રહ્યો છે. આ પણ રિસર્ચ (સંશોધન) કરશે. હમણાં તો પ્રકૃતિની શોધ તરફ લાગેલાં છે, જ્યારે પ્રકૃતિની શોધ થી થાકી જશે તો આ રુહાની રિસર્ચ કરવાનો સંકલ્પ આવશે. તેનાં પહેલાં તમે પવિત્ર તારાઓ સ્વયંને સંપન્ન બનાવી લો. કોઈ ને કોઈ ગુણની, ભલે શાંતિની, ભલે શક્તિની વિશેષતા પોતાનામાં ભરવાની વિશેષ તીવ્રગતિ ની તૈયારી કરો. તમે પણ રિસર્ચ કરો. બધાં ગુણ તો છે જ પરંતુ છતાં પણ ઓછા માં ઓછા એક ગુણની વિશેષતા થી સ્વયંને વિશેષ એમાં સંપન્ન બનાવો. જેમ ડોક્ટર્સ હોય છે-જનરલ બીમારીઓનું નોલેજ તો રાખે જ છે પરંતુ સાથે-સાથે કોઈ એકમાં વિશેષ નોલેજ હોય છે. એ વિશેષતાનાં કારણે નામીગ્રામી થઈ જાય છે. તો સર્વગુણ સંપન્ન બનવાનું જ છે. તો પણ એક વિશેષતાને વિશેષ રુપથી અનુભવમાં લાવી, સેવામાં લાવી આગળ વધતાં ચાલો. જેમ ભક્તિમાં પણ દરેક દેવીની મહિમા માં, દરેક ની વિશેષતા અલગ-અલગ ગવાય છે. અને પૂજન પણ તે વિશેષતા પ્રમાણે થાય છે જેમ સરસ્વતી ને વિશેષ વિદ્યાની દેવી કહીને માને છે અને પૂજે છે. છે શક્તિ સ્વરુપ પરંતુ વિશેષતા વિદ્યાની દેવી કહીને પૂજે છે. લક્ષ્મીને ધનની દેવી કહીને પૂજે છે. એમ પોતાનામાં સર્વગુણ, સર્વશક્તિઓ હોવા છતાં પણ એક વિશેષતામાં વિશેષ રિસર્ચ કરી સ્વયંને પ્રભાવશાળી બનાવો. આ વર્ષમાં દરેક ગુણની, દરેક શક્તિની રિસર્ચ કરો. દરેક ગુણની મહીનતા માં જાઓ. મહીનતા થી એની મહાનતાનો અનુભવ કરી શકશો. યાદ ની સ્ટેજીસ (તબક્કાઓ) ની, પુરુષાર્થ ની સ્ટેજીસ (તબક્કાઓ) ની મહીનતા થી રિસર્ચ કરો, ગુહ્યતા માં જાઓ, ગહન અનુભૂતિઓ કરો. અનુભવનાં સાગરનાં તળિયા માં જાઓ. ફક્ત ઉપર-ઉપર ની લહેરો માં લહેરાવાના અનુભવી બનવું, આ જ સંપૂર્ણ અનુભવ નથી. હજું અંતર્મુખી બની ગુહ્ય અનુભવો નાં રત્નો થી બુદ્ધિ ને ભરપુર બનાવો કારણ કે પ્રત્યક્ષતા નો સમય સમીપ આવી રહ્યો છે. સંપન્ન બનો, સંપૂર્ણ બનો તો સર્વ આત્માઓની આગળ અજ્ઞાન નો પડદો હટી જાય. તમારા સંપૂર્ણતાનાં પ્રકાશ થી આ પડદો સ્વતઃ જ ખુલી જશે એટલે રિસર્ચ કરો. સર્ચ લાઇટ (મશાલ) બનો, ત્યારે જ કહેશે ગોલ્ડન જુબલી મનાવી.

ગોલ્ડન જુબલી ની વિશેષતા, દરેક દ્વારા બધાને એજ અનુભવ થાય, દૃષ્ટિ થી પણ સોનેરી શક્તિઓની અનુભૂતિ થાય. જેમ લાઈટની કિરણો આત્માઓ ને ગોલ્ડન બનાવવાની શક્તિ આપી રહી છે. તો દરેક સંકલ્પ, દરેક કર્મ ગોલ્ડ હોય. ગોલ્ડ બનાવવાનાં નિમિત્ત છો. આ ગોલ્ડન જુબલીનું વર્ષ પોતાને પારસનાથ નાં બાળકો માસ્ટર પારસનાથ સમજો. કેવી પણ લોહ સમાન આત્મા હોય પરંતુ પારસનાં સંગ થી લોહ પણ પારસ બની જાય. આ લોહ છે, એ નહીં વિચારતાં. હું પારસ છું આ સમજજો. પારસ નું કામ જ છે લોહ ને પણ પારસ બનાવવું. આ જ લક્ષ અને આ જ લક્ષણ સદા સ્મૃતિમાં રાખવાં, ત્યારે પવિત્ર તારાઓનો પ્રભાવ વિશ્વની નજરો માં આવશે. હમણાં તો બિચારા ગભરાઇ રહ્યાં છે, ફલાણા તારા આવી રહ્યાં છે. પછી ખુશ થશે કે પવિત્ર તારાઓ આવી રહ્યાં છે. ચારે બાજુ વિશ્વમાં પવિત્ર તારાઓની રીમઝીમ અનુભવ થશે. બધાનાં મુખ થી આ જ અવાજ નીકળશે કે ભાગ્યશાળી તારાઓ, સફળતાનાં તારાઓ આવી ગયાં. સુખ શાંતિનાં તારાઓ આવી ગયાં. હમણાં તો દુરબીનો લઈને જુએ છે ને. પછી ત્રીજા નેત્ર, દિવ્ય નેત્ર થી જોશે. પરંતુ આ વર્ષ તૈયારી નું છે. સારી રીતે તૈયાર કરજો. અચ્છા-પ્રોગ્રામમાં શું કરશો? બાપદાદાએ પણ વતનમાં દૃશ્ય ઈમર્જ કર્યું, દૃશ્ય શું હતું?

કોન્ફરન્સ (સંમેલન) ની સ્ટેજ પર તો સ્પીકર્સ (વક્તા) જ બેસાડો છો ને. કોન્ફરન્સ ની સ્ટેજ અર્થાત્ સ્પીકર્સ નું સ્ટેજ. આ રુપરેખા બનાવો છો ને. ટોપીક (વિષય) પર ભાષણ તો સદા જ કરો છો- અને સારું કરો છો પરંતુ આ ગોલ્ડન જુબલી માં ભાષણ નો સમય ઓછો હોય અને પ્રભાવ વધારે હોય. એજ સમયે ભિન્ન-ભિન્ન સ્પીકર્સ પોતાનું પ્રભાવશાળી ભાષણ કરી શકે, એની તે રુપરેખા શું હોય. એક દિવસ વિશેષ અડધો કલાક માટે આ પ્રોગ્રામ રાખો અને જેમ બહારવાળા કે વિશેષ ભાષણ વાળા ભાષણ કરે છે તે ભલે ચાલે પરંતુ અડધો કલાક માટે એક દિવસ સ્ટેજ નાં પણ આગળ ભિન્ન-ભિન્ન આયુ વાળા અર્થાત્ એક નાનો બાળક, એક કુમારી, એક પવિત્ર યુગલ હોય. એક પ્રવૃત્તિમાં રહેવાવાળા યુગલ હોય. એક વૃદ્ધ હોય. તે ભિન્ન-ભિન્ન ચંદ્રમા ની જેમ સ્ટેજ પર બેઠેલા હોય અને સ્ટેજ ની લાઈટ (પ્રકાશ) અતિશય ન હોય. સાધારણ હોય. અને એક-એક ત્રણ-ત્રણ મિનિટમાં પોતાનાં વિશેષ ગોલ્ડન વર્શન્સ (સંસ્કરણ) સંભળાવે કે આ શ્રેષ્ઠ જીવન બનવાનું ગોલ્ડન વર્શન્સ શું મળ્યું, જેનાથી જીવન બનાવી લીધું. નાનકડો કુમાર અર્થાત્ બાળક અથવા બાળકી સંભળાવે, બાળકો માટે શું ગોલ્ડન વર્શન્સ મળ્યું. કુમારી જીવન માટે ગોલ્ડન વર્શન્સ શું મળ્યું, બાળ બ્રહ્મચારી યુગલોને ગોલ્ડન વર્શન્સ શું મળ્યું. અને પ્રવૃત્તિમાં રહેવાવાળા ટ્રસ્ટી આત્માઓને ગોલ્ડન વર્શન્સ શું મળ્યું. વૃદ્ધોને ગોલ્ડન વર્શન્સ શું મળ્યું. તે ત્રણ-ત્રણ મિનિટ બોલે. પરંતુ છેલ્લે ગોલ્ડન વર્શન્સ સુવિચારનાં રુપમાં આખી સભામાં પુનરાવર્તન કરે. અને જેનો વારો હોય બોલવાનો તેનાં પર વિશેષ લાઈટ હોય. તો સ્વત: જ બધાનું અટેન્શન એની તરફ જશે. સાઇલેન્સ (શાંતિ) નો પ્રભાવ હોય. જેમ કોઈ ડ્રામા કરો છો, એવો જ સીન (દૃશ્ય) હોય. ભાષણ હોય પરંતુ દૃશ્યનાં રુપમાં હોય. અને થોડું બોલે. ૩ મિનિટ થી વધારે ન બોલે. પહેલે થી જ તૈયારી હોય. અને બીજા દિવસે પછી એજ રુપરેખા થી ભિન્ન-ભિન્ન વર્ગ માટે હોય. જેમ કોઈ ડોક્ટર હોય, કોઈ બિઝનેસમૅન હોય, ઓફીસર હોય.એમ ભિન્ન-ભિન્ન વર્ગવાળા ત્રણ-ત્રણ મિનિટમાં બોલે કે ઓફિસર ની ફરજ બજાવતા પણ કઈ એવી મુખ્ય ગોલ્ડન ધારણા થી કાર્યમાં સફળ રહે છે. તે સફળતાનો મુખ્ય પોઇન્ટ ગોલ્ડન વર્શન્સ નાં રુપમાં સંભળાવે. હશે ભાષણ જ પરંતુ રુપરેખા થોડી ભિન્ન પ્રકાર ની હોવાથી આ ઈશ્વરીય જ્ઞાન કેટલું વિશાળ છે અને દરેક વર્ગનાં માટે વિશેષતા શું છે, તે ત્રણ-ત્રણ મિનિટ માં અનુભવ, અનુભવ ની રીતથી નહીં સંભળાવવાનું, પરંતુ અનેક અનુભવ કરી લે. વાતાવરણ એવું શાંતિનું હોય જે સાંભળવા વાળા ને પણ બોલવાની હલચલ ની હિંમત ન થાય. દરેક બ્રાહ્મણ આ લક્ષ રાખે કે જેટલો સમય પ્રોગ્રામ ચાલે છે એટલો સમય જેમ ટ્રાફિક બ્રેક નો રેકોર્ડ વાગે છે તો બધાં એક જ સાઈલેન્સ નું વાયુમંડળ બનાવે છે-એમ આ વખતે આ વાયુમંડળ ને પાવરફુલ બનાવવા માટે મુખ થી ભાષણ નહીં પરંતુ શાંતિ નું ભાષણ કરવાનું છે. હું પણ એક સ્પીકર છું, બંધાયેલો છું. શાંતિની ભાષા પણ ઓછી નથી. આ બ્રાહ્મણોનું વાતાવરણ બીજાઓને પણ એ જ અનુભૂતિમાં લાવે છે. જ્યાં સુધી થઈ શકે બીજા કારોબાર સમાપ્ત કરી સભાનાં સમયે બધાં બ્રાહ્મણોએ વાયુમંડળ બનાવવાનો સહયોગ આપવાનો જ છે. જો કોઈની એવી ડ્યુટી પણ છે તો તે આગળ ન બેસવા જોઈએ. આગળ હલચલ ન થવી જોઈએ. સમજો ત્રણ કલાકની ભટ્ઠી છે ત્યારે ભાષણ સારું નહીં કહેશે પરંતુ કહેશે ભાસનાં સારી આવી. ભાષણ ની સાથે ભાસના પણ તો આવે ને. જે પણ બ્રાહ્મણ આવે છે તે આ સમજી ને આવે કે અમારે ભઠ્ઠીમાં જવાનું છે. કોન્ફરન્સ જોવા નથી આવવાનું પરંતુ સહયોગી બની આવવાનું છે. તો એજ પ્રકારે વાયુમંડળ એવું શક્તિશાળી બનાવો જે કેવી પણ હલચલ વાળી આત્માઓ થોડા સમયની પણ શાંતિ અને શક્તિની અનુભૂતિ કરી ને જાય. એવું લાગે આ ત્રણ હજાર નથી પરંતુ ફરિશ્તાઓની સભા છે. કલ્ચરલ (સાંસ્કૃતિક) પ્રોગ્રામનાં સમયે ભલે હસવું મળવું પરંતુ કોન્ફરન્સનાં સમયે શક્તિશાળી વાતાવરણ હોય. તો બીજા આવવાવાળા પણ તે પ્રકાર થી બોલશે. જેવું વાયુમંડળ હોય છે તેમ બીજા બોલવા વાળા પણ તે વાયુમંડળમાં આવી જાય છે. તો થોડાં સમયમાં અનેક ખજાના આપવાનો પ્રોગ્રામ બનાવો. શોર્ટ અને સ્વીટ (ટૂંકો અને મીઠો). જો આપણા બ્રાહ્મણ ધીરે થી બોલશે તો બીજા બહારવાળા પણ ધીરે થી બોલશે. અચ્છા - હવે શું કરશો? પોતાને વિશેષ તારાઓ પ્રત્યક્ષ કરશો ને. તો આ ગોલ્ડન જુબલી નું વર્ષ વિશેષ પોતાને સંપન્ન અને સંપૂર્ણ બનાવવાનું વર્ષ મનાવો. ન હલચલ માં આવો, ન હલચલમાં લાવો. હલચલ મચાવવા વાળી તો પ્રકૃતિ જ પર્યાપ્ત છે. આ પ્રકૃતિ પોતાનું કામ કરી રહી છે. તમે તમારું કામ કરો. અચ્છા!

સદા પવિત્ર તારાઓ બની વિશ્વને સુખ શાંતિમય બનાવવા વાળા, માસ્ટર પારસનાથ બની પારસ દુનિયા બનાવવા વાળા, સર્વને પારસ બનાવવા વાળા, સદા અનુભવોનાં સાગર નાં તળિયા માં અનુભવોનાં રત્ન સ્વયં માં જમા કરવાવાળા, સર્ચ લાઈટ બની અજ્ઞાન નો પડદો હટાવવા વાળા - એવાં બાપને પ્રત્યક્ષ કરવાવાળા વિશેષ તારાઓ ને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.

ટીચર્સ થી :-  નવી દુનિયા બનાવવાનો ઠેકો ઉઠાવ્યો છે ને! તો સદા નવી દુનિયા બનાવવા માટે નવો ઉમંગ, નવો ઉત્સાહ સદા રહે છે કે વિશેષ પ્રસંગ પર ઉમંગ આવે છે? ક્યારેક-ક્યારેક નાં ઉમંગ-ઉત્સાહ થી નવી દુનિયા નથી સ્થાપન થતી. સદા ઉમંગ-ઉત્સાહવાળા જ નવી દુનિયા બનાવવાનાં નિમિત્ત બને છે. જેટલાં નવી દુનિયા નાં નજીક આવતાં જશો એટલો જ નવી દુનિયાની વિશેષ વસ્તુઓનો વિસ્તાર થતો રહેશે. નવી દુનિયામાં આવવાવાળા પણ તમે છો તો બનાવવા વાળા પણ તમે છો. તો બનાવવામાં શક્તિયો પણ લાગે છે, સમય પણ લાગે છે પરંતુ જે શક્તિશાળી આત્માઓ છે તે સદા વિઘ્નોને સમાપ્ત કરી આગળ વધતાં રહે છે. તો એવી દુનિયાનાં ફાઉન્ડેશન છો. જો ફાઉન્ડેશન કાચું હશે તો બિલ્ડીંગ નું શું થશે! તો નવી દુનિયા બનાવવાની ડ્યુટી વાળા જે છે એમણે મહેનત કરી ફાઉન્ડેશન પાકકું બનાવવાનું છે. એવું પાક્કું બનાવો જે ૨૧ જન્મ સુધી બિલ્ડીંગ સદા ચાલતી રહે. તો પોતાની ૨૧ જન્મોની બિલ્ડીંગ તૈયાર કરી છે ને! અચ્છા!

૨) બાપનાં દિલતખ્તનશીન આત્માઓ છો, એવો અનુભવ કરો છો? આ સમયે દિલતખ્તનશીન છે પછી વિશ્વ નાં રાજ્યનાં તખ્તનશીન. દિલતખ્તનશીન એ જ બને છે જેમનાં દિલમાં એક બાપની યાદ સમાયેલી રહે છે. જેમ બાપ નાં દિલમાં સદા બાળકો સમાયેલાં છે એમ બાળકો નાં દિલમાં બાપ ની યાદ સદા અને સ્વતઃ રહે. બાપ નાં સિવાય બીજુ છે જ શું. તો તખ્તનશીન છો એ જ નશા અને ખુશી માં રહો. અચ્છા!

વિદાયનાં સમયે - સવારે ૬ વાગે ગુરુવાર :- ચારો તરફનાં સ્નેહી સહયોગી બાળકો પર સદા વૃક્ષપતિની બ્રહસ્પતિ ની દશા તો છે જ. અને આ જ બૃહસ્પતિની દશા થી શ્રેષ્ઠ બનાવવાની સેવામાં આગળ વધતા જઈ રહ્યાં છો. સેવા અને યાદ બંનેમાં વિશેષ સફળતાને પ્રાપ્ત કરી રહ્યાં છો અને કરતાં રહેશો. બાળકોનાં માટે સંગમયુગ જ બૃહસ્પતિની વેળા છે. દર ઘડી સંગમયુગ ની બ્રહસ્પતિ અર્થાત્ ભાગ્યવાન છે એટલે ભાગ્યવાન છો, ભગવાનનાં છો, ભાગ્ય બનાવવા વાળા છો. ભાગ્યવાન દુનિયા નાં અધિકારી છો. એવાં સદા ભાગ્યવાન બાળકો ને યાદપ્યાર અને ગુડમોર્નિંગ!

વરદાન :-
ઈશ્વરીય મર્યાદાઓનાં આધાર પર વિશ્વની આગળ એક્ઝામ્પલ ( ઉદાહરણ ) બનવાવાળા સહજયોગી ભવ

વિશ્વની આગળ એક્ઝામ્પલ બનવા માટે અમૃતવેલા થી રાત સુધી જે ઈશ્વરીય મર્યાદાઓ છે તે પ્રમાણે ચાલતાં રહો. વિશેષ અમૃતવેલાનાં મહત્વ ને જાણીને એ સમયે પાવરફુલ સ્ટેજ બનાવો તો આખાં દિવસનું જીવન મહાન બની જશે. જ્યારે અમૃતવેલાએ વિશેષ બાપથી શક્તિ ભરી લેશો તો શક્તિ સ્વરુપ થઈ ચાલવાથી કોઈ પણ કાર્યમાં મુશ્કેલીનો અનુભવ નહીં થાય અને મર્યાદા પૂર્વક જીવન વિતાવવાથી સહજયોગી ની સ્ટેજ પણ સ્વતઃ બની જશે પછી વિશ્વ તમારા જીવનને જોઈને પોતાનું જીવન બનાવશે.

સ્લોગન :-
પોતાની ચલન અને ચહેરા થી પવિત્રતા ની શ્રેષ્ઠતાનો અનુભવ કરાવો.