10-05-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે - તમને શ્રેષ્ઠ મત આપીને સદા નાં માટે સુખી , શાંત બનાવવાં , એમની મત પર
ચાલો , રુહાની ભણતર ભણો અને ભણાવો તો એવર હેલ્દી , વેલ્દી બની જશો ”
પ્રશ્ન :-
કયો ચાન્સ (કઈ તક) આખાં કલ્પ માં આ સમયે જ મળે છે, જેને મીસ નથી કરવાનો (ગુમાવવવા
નો નથી)?
ઉત્તર :-
રુહાની સેવા કરવાની તક, મનુષ્ય ને દેવતા બનાવવાની તક હમણાં જ મળે છે. આ તક ગુમાવવાની
નથી. રુહાની સેવા માં લાગી જવાનું છે. સેવાધારી બનવાનું છે. ખાસ કુમારીઓએ ઈશ્વરીય
ગવર્મેન્ટ (સરકાર) ની સેવા કરવાની છે. મમ્મા ને પૂરે-પૂરું ફોલો કરવાનું (અનુસરવાનું)
છે. જો કુમારીઓ બાપ ની બનીને શારીરિક સેવા જ કરતી રહે, કાંટા ને ફૂલ બનાવવાની સેવા
ન કરે તો આ પણ જેમ કે બાપ નું અપમાન છે.
ગીત :-
જાગ સજનીયાં જાગ…
ઓમ શાંતિ!
સજનીઓ ને કોણે
સમજાવ્યું? કહે છે સાજન આવ્યાં સજનીઓ માટે. કેટલી સજનીઓ છે? એક સાજન ને આટલી સજનીઓ…વન્ડર
(અદ્દભુત) છે ને! મનુષ્ય તો કહે છે કૃષ્ણ ને ૧૬૧૦૮ સજનીઓ હતી, પરંતુ ના. શિવબાબા કહે
છે મારે તો કરોડો સજનીઓ છે. બધી સજનીઓ ને હું મારી સાથે સ્વીટ હોમ (શાંતિધામ) માં
લઈ જઈશ. સજનીઓ પણ સમજે છે અમને ફરીથી બાબા લઈ જવાં માટે આવ્યાં છે. જીવ આત્મા સજની
થઈ. દિલ માં છે સાજન આવ્યાં છે આપણને શ્રીમત આપી શૃંગાર કરાવવા માટે. મત તો દરેકને
આપે છે. પુરુષ સ્ત્રી ને, બાપ બાળકો ને, સાધુ પોતાનાં શિષ્યોને, પરંતુ એમની મત તો
સૌથી ન્યારી છે, એટલે એને શ્રીમત કહેવાય છે, બીજી બધી છે મનુષ્ય મત. તે બધાં મત આપે
છે પોતાનાં શરીર નિર્વાહ માટે. સાધુ સંત વગેરે બધાંને તાત (તડપ) લાગેલી છે શરીર
નિર્વાહ ની. બધાં એક-બીજા ને ધનવાન બનવાની મત આપતાં રહે છે. સૌથી સારી મત સાધુઓ,
ગુરુઓની મનાય છે. પરંતુ તે પણ પોતાનાં પેટ માટે કેટલું ધન ભેગું કરે છે. મને તો
પોતાનું શરીર નથી. હું પોતાનાં પેટ માટે કાંઈ નથી કરતો. તમારે પણ પોતાનાં પેટ નું જ
કામ છે કે અમે મહારાજા મહારાણી બનીએ. બધાંને તડપ છે પેટ ની. પછી કોઈ જવાર ની રોટલી
ખાય તો કોઈ અશોકા હોટલ માં ખાય. સાધુ લોકો ધન ભેગું કરી મોટાં મંદિર વગેરે બનાવે
છે. શિવબાબા શરીર નિર્વાહ અર્થ તો કાંઈ કરતાં નથી. તમને બધુંજ આપે છે - સુખી બનાવવા
માટે. તમે સદા તંદુરસ્ત, સંપત્તિવાન બનશો. હું તો સદા સ્વસ્થ બનવાનો પુરુષાર્થ નથી
કરતો. હું છું જ અશરીરી. હું આવું જ છું આપ બાળકોને સદા સુખી બનાવવા માટે. શિવબાબા
તો છે નિરાકાર. બાકી બધાંને પેટની (તડપ) લાગેલી હોય છે. દ્વાપરમાં મોટાં-મોટાં
સંન્યાસી, તત્વ જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની હતાં. યાદ માં રહેતા હતાં તો ઘરે બેઠાં એમને
બધુંજ મળી જતું હતું. પેટ તો બધાંને છે, બધાંને ભોજન જોઈએ. પરંતુ યોગ માં રહે છે
એટલે એમને ધક્કા નથી ખાવા પડતાં. હવે એ બાપ બાળકોને યુક્તિ બતાવે છે કે તમે સદા સુખી
કેવી રીતે રહી શકો છો. બાબા પોતાની મત આપીને વિશ્વ નાં માલિક બનાવે છે. તમે ચિરંજીવી
રહો, અમર રહો. સૌથી સારી મત એમની છે. મનુષ્ય તો ઘણી મત આપે છે. કોઈ પરીક્ષા પાસ કરી
બૅરિસ્ટર (વકીલ) બની જાય, પરતું તે બધું છે અલ્પકાળ માટે. પુરુષાર્થ કરે છે પોતાનાં
અને બાળકો નાં પેટ માટે.
હવે બાબા તમને શ્રીમત
આપે છે હે બાળકો શ્રીમત પર ચાલી આ રુહાની ભણતર ભણો જે મનુષ્ય વિશ્વ નાં માલિક બની
જાય. બધાંને બાપ નો પરિચય આપો કે બાપ ની યાદ માં રહેવાથી સદા તંદુરસ્ત, સંપત્તિવાન
બની જશો. એ છે અવિનાશી સર્જન. તમે બાપ નાં બાળકો પણ રુહાની સર્જન છો, એમાં કોઈ
તકલીફ નથી. ફક્ત મુખ થી આત્માઓને શ્રીમત અપાય છે. સર્વોત્તમ સેવા આપ બાળકોએ કરવાની
છે. એવી મત તમને કોઈ આપી ન શકે. હમણાં આપણે બાપ નાં બાળકો બન્યાં છીએ તો બાપ નો ધંધો
કરીએ કે શારીરિક ધંધો કરીએ. બાબા થી આપણે અવિનાશી જ્ઞાન રતનો ની ઝોલી ભરીએ છીએ. શિવ
આગળ કહે છે ભર દો ઝોલી. તેઓ સમજે છે - ૧૦-૨૦ હજાર મળી જશે. જો મળી ગયાં તો બસ એમનાં
પર બલિહાર જશે, બહુજ ખાતરી કરશે. તે બધો છે ભક્તિમાર્ગ. હવે બધાંને બાપનો પરિચય આપો
અને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવો. બહુ સરળ છે. હદ ની હિસ્ટ્રી-જોગ્રોફી માં
તો ખૂબજ વાતો છે. આ બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી છે કે બેહદ નાં બાપ ક્યાં રહે છે,
કેવી રીતે આવે છે! આપણી આત્માઓમાં કેવી રીતે ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. બસ વધારે
કાંઈ નહીં સમજાવો ફક્ત અલ્ફ ને બે. અહમ્ (હું) આત્મા બાપ ને યાદ કરીને વિશ્વ નો
માલિક બની જઈશ. હમણાં ભણવાનું અને ભણાવવાનું છે. અલ્ફ એટલે અલ્લાહ, બે એટલે બાદશાહી.
હવે વિચારો આ ધંધો કરીએ કે શારીરિક ધંધો કરી ૨-૪ સો કમાઈએ.
બાબા કહે છે જો કોઈ
હોંશિયાર બાળકી હોય તો હું એનાં મિત્ર સંબંધીઓને પણ આપી શકું છું, જેનાંથી એમનો પણ
શરીર નિર્વાહ ચાલતો રહે. પરંતુ બાળકી સારી હોય, સર્વિસેબલ (સેવાધારી) હોય,
અંદર-બાહર સાફ હોય, બોલ (વાણી) ની બહુ મીઠી હોય. હકીકત માં કુમારીની કમાઈ મા-બાપ
ખાઈ ન શકે. બાબા નાં બનીને પછી પણ એ જ શારીરિક સેવામાં ધ્યાન બહુજ આપવું - આ તો
ડીસરિગાર્ડ (અનાદર) થઈ ગયો. બાપ કહે છે મનુષ્ય માત્ર ને હેવન (સ્વર્ગ) નાં માલિક
બનાવો. બાળકો પછી શારીરિક સેવા માં માથું મારે! શાળા ખોલવી તો ગવર્મેન્ટ (સરકાર)
નું કામ છે. હમણાં બાળકીઓએ બુદ્ધિ થી કામ લેવાનું છે. કઈ સેવા કરીએ - ઈશ્વરીય
ગવર્મેન્ટ ની કે તે ગવર્મેન્ટ ની? જેવી રીતે બાબા ઝવેરાત નો ધંધો કરતા હતાં પછી મોટાં
બાબાએ કહ્યું, આ અવિનાશી જ્ઞાન રતનો નો ધંધો કરવાનો છે, એનાંથી તમે આ બનશો.
ચતુર્ભુજ નો પણ સાક્ષાત્કાર કરાવી દીધો. હવે તે વિશ્વની બાદશાહી લઉં કે આ (ધંધો) કરું.
સૌથી સારો ધંધો આ છે. ભલે કમાણી સારી હતી પરંતુ બાબાએ એમાં પ્રવેશ થઈને મત આપી કે
અલ્ફ અને બે ને યાદ કરો. કેટલું સહજ છે. નાનાં બાળકો પણ ભણી શકે છે. શિવબાબા તો
દરેક બાળકો ને સમજી શકે છે. આ પણ શિખી શકે છે. આ છે બહારયામી, શિવબાબા છે અંતર્યામી.
આ બાબા પણ દરેક નાં ચેહરા થી, બોલ થી, કર્મ થી બધુંજ સમજી શકે છે. બાળકીઓને રુહાની
સેવા નો ચાન્સ એક જ વાર મળે છે. હવે દિલ માં આવવું જોઈએ કે અમે મનુષ્ય ને દેવતા
બનાવીએ કે કાંટાઓ ને કાંટા બનાવીએ? વિચારો શું કરવું જોઈએ? નિરાકાર ભગવાનુવાચ - દેહ
સાહિત દેહ નાં બધાં સંબંધ તોડો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરતાં રહો. બ્રહ્માનાં
તન થી બાપ બ્રાહ્મણો થી જ વાત કરે છે. તે બ્રાહ્મણ લોકો પણ કહે છે - બ્રાહ્મણ
દેવી-દેવતાય નમઃ, તેઓ કુખ વંશાવલી, તમે છો મુખ વંશાવલી. બાબા ને જરુર બ્રહ્મા (જેવાં)
બાળક જોઈએ. કુમારકા બતાવો કે બાબા ને કેટલાં બાળકો છે? કોઈ કહે છે - ૬૦૦ કરોડ, કોઈ
કહે છે એક બ્રહ્મા… ભલે તમે ત્રિમૂર્તિ કહો છો પરંતુ ઓક્યુપેશન (કર્તવ્ય) તો
અલગ-અલગ છે ને. વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. બ્રહ્મા ની નાભિ થી વિષ્ણુ, તો
એક થઈ ગયાં. વિષ્ણુ ૮૪ જન્મ લે છે કે બ્રહ્મા - વાત તો એક જ છે. બાકી રહ્યાં શંકર.
એવું તો નથી શંકર સો શિવ હોય છે. ના, ત્રિમૂર્તિ કહેવાય છે. પરંતુ રાઈટીયસ (સાચાં)
બાળકો બે થયાં. આ બધી જ્ઞાન ની વાતો છે.
તો બાળકીઓ માટે આ સેવા
કરવી સારી છે કે મેટ્રિક વગેરે ભણવું સારું છે? ત્યાં તો અલ્પકાળ નું સુખ મળશે. થોડો
પગાર મળશે. અહીં તો તમે ભવિષ્ય ૨૧ જન્મો માટે માલામાલ થઈ શકો છો. તો શું કરવું જોઈએ?
કન્યા તો નિર્બંધન છે. અધર કન્યા થી કુમારી કન્યા તીખી (આગળ) જઈ શકે છે કારણ કે
પવિત્ર છે. મમ્મા પણ કુમારી હતી ને. પૈસાની તો વાત જ નથી. કેટલી આગળ ગઈ તો ફોલો કરવું
(અનુસરવું) જોઈએ ખાસ કન્યાઓએ. કાંટા ને ફૂલ બનાવીએ. ઈશ્વરીય ભણતર ની તક લેવી કે એ
ભણતર ની? કન્યાઓનું સેમિનાર (ચર્ચાસત્ર) કરવું જોઈએ. માતાઓ ને તો પતિ વગેરે યાદ આવે
છે. સંન્યાસીઓ ને પણ યાદ ખૂબજ આવતાં રહે છે. કન્યાઓએ તો સીડી ચઢવી ન જોઈએ. સંગ નો
રંગ ખૂબ લાગી જાય છે. કોઈ મોટાં વ્યક્તિનાં બાળક ને જોયો દિલ (મન) લાગી ગયું, લગ્ન
થઈ ગયાં. ખેલ ખતમ. સેંટર (સેવાકેન્દ્ર) થી સાંભળીને બહાર જાય છે તો ખેલ ખતમ થઈ જાય
છે. આ છે મધુબન. અહીં એવાં પણ ઘણાં આવે છે, કહે છે અમે જઈને સેન્ટર ખોલીશું. બહાર
જઈને ગુમ થઈ જાય છે. અહીં જ્ઞાન નું ગર્ભ ધારણ કરે છે, બહાર જવાથી નશો ગુમ થઈ જાય
છે. માયા ઓપોજીશન (વિરોધ) ખૂબજ કરે છે. માયા પણ કહે છે વાહ! આમણે બાબાને પણ ઓળખ્યાં
છે તો પણ બાબા ને યાદ નથી કરતાં તો હું (માયા) પણ ઘૂસ્સો (થપ્પડ) મારીશ. એવું નહીં
કહો કે બાબા તમે માયા ને કહો કે અમને ઘૂસ્સો ન મારે. યુદ્ધ નું મેદાન છે ને. એક તરફ
છે રાવણ ની સેના, બીજી તરફ છે રામ ની સેના. બહાદુર બની રામ ની તરફ જવું જોઈએ. આસુરી
સંપ્રદાય ને જ દૈવી સંપ્રદાય બનાવવાનો ધંધો કરવાનો છે. શારીરિક વિદ્યા તમે જેમને
ભણાવશો, જ્યાં સુધી તે ભણીને મોટાં થાય ત્યાં સુધી વિનાશ પણ સામે આવી જશે. આસાર (દૃશ્યો)
પણ તમે જોઈ રહ્યાં છો. બાબા એ સમજાવ્યું છે બંને ક્રિશ્ચન ભાઈ-ભાઈ પરસ્પર મળી જાય
તો લડાઈ થઈ ન શકે. પરંતુ ભાવિ એવું નથી. એમને સમજાતું નથી. હવે આપ બાળકો યોગબળ થી
રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. આ છે શિવ શક્તિ સેના. જે શિવબાબા થી ભારત નું
પ્રાચીન જ્ઞાન અને યોગ શિખી ને ભારત ને હીરા જેવો બનાવે છે. બાપ કલ્પ પછી જ આવીને
પતિતો ને પાવન બનાવે છે. તમે બધાં રાવણ ની જેલમાં છો. શોકવાટિકા માં છો, બધાં દુઃખી
છો. પછી રામ આવીને બધાંને છોડાવી અશોક વાટિકા સ્વર્ગ માં લઈ જાય છે. શ્રીમત કહે છે
- કાંટા ને ફૂલ, મનુષ્ય ને દેવતા બનાવો. તમે માસ્ટર દુઃખહર્તા સુખકર્તા છો. આ જ ધંધો
કરવો જોઈએ. શ્રીમત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનશો, બાપ તો સલાહ આપે છે. હમણાં બાપ
કહે છે અરજી મારી મરજી તમારી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસેબલ
બનવા માટે અંદર-બહાર સાફ બનવાનું છે. મુખ થી બહુજ મીઠાં બોલ બોલવાનાં છે. દેહ સહિત
દેહ નાં બધાં સંબંધો થી બુદ્ધિયોગ હટાવવાનો છે. સંગ થી પોતાની સંભાળ કરવાની છે.
2. બાપ સમાન માસ્ટર
દુઃખહર્તા સુખકર્તા બનવાનું છે. રુહાની સેવા કરી સાચ્ચી કમાણી કરવાની છે. રુહાની
બાપની મત પર રુહાની સોશિયલ વર્કર (સમાજસેવક) બનવાનું છે.
વરદાન :-
“હું અને મારા
બાબા” આ વિધિ દ્વારા જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરવા વાળા સહજયોગી ભવ
બ્રાહ્મણ બનવું
અર્થાત્ દેહ, સંબંધ અને સાધનો નાં બંધન થી મુક્ત થવું. દેહ નાં સંબંધીઓનાં દેહ નાં
સંબંધ થી સંબંધ નહીં પરંતુ આત્મિક સંબંધ છે. જો કોઈ કોઈનાં વશ, પરવશ થઈ જાય છે તો
બંધન છે, પરંતુ બ્રાહ્મણ અર્થાત્ જીવનમુક્ત. જ્યાં સુધી કર્મેન્દ્રિયો નો આધાર છે
ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે પરંતુ કર્મબંધન નહીં, કર્મ-સંબંધ છે. એવી રીતે જે
મુક્ત છે તે સદા સફળતા મૂર્ત છે. આનું સહજ સાધન છે - હું અને મારા બાબા. આ જ યાદ
સહજયોગી, સફળતામૂર્ત અને બંધનમુક્ત બનાવી દે છે.
સ્લોગન :-
હું અને
મારાપણા ની એલોય (ખાધ) ને સમાપ્ત કરવી જ રીયલ ગોલ્ડ (સાચ્ચું સોનું) બનવું છે.
માતેશ્વરજી નાં અણમોલ
મહાવાક્ય
આ જે મનુષ્ય ગીત ગાય
છે ઓ ગીતા નાં ભગવાન પોતાનું વચન નિભાવવા આવી જાઓ. હવે તે સ્વયં ગીતાનાં ભગવાન
પોતાનાં કલ્પ પહેલાં વાળું વચન પાલન કરવા માટે આવ્યાં છે અને કહે છે હે બાળકો,
જ્યારે ભારત પર અતિ ધર્મ ગ્લાનિ (નિંદા) થાય છે ત્યારે હું આ જ સમયે પોતાનો અંજામ
પાલન કરવા (વાયદો નિભાવવા) માટે અવશ્ય આવું છું. હમણાં મારા આવવાનો આ મતલબ નથી કે
હું કોઈ યુગે-યુગે આવું છું. બધાં યુગોમાં તો કોઈ ધર્મ માં ગ્લાનિ નથી થતી, ધર્મ
ગ્લાનિ થાય છે જ કળિયુગ માં, તો પરમાત્મા કળિયુગ નાં અંત સમયમાં આવે છે. અને કળિયુગ
ફરી કલ્પ-કલ્પ આવે છે, તો જરુર એ કલ્પ-કલ્પ આવે છે. કલ્પ માં પછી ચાર યુગ છે, એને જ
પછી કલ્પ કહેવાય છે. અડધો કલ્પ સતયુગ ત્રેતા માં સતોગુણ સતોપ્રધાન છે, ત્યાં
પરમાત્મા નાં આવવાની કોઈ જરુરીયાત નથી અને દ્વાપરયુગ થી તો પછી બીજા ધર્મો ની શરુઆત
થાય છે, એ સમયે પણ અતિ ધર્મ ગ્લાનિ નથી, એનાંથી સિદ્ધ છે કે પરમાત્મા ત્રણેય યુગોમાં
તો આવતાં જ નથી, બાકી રહ્યો કળિયુગ, એનાં અંતમાં અતિ ગ્લાનિ થાય છે. એ સમયે પરમાત્મા
આવી અધર્મ વિનાશ કરી સતધર્મ ની સ્થાપના કરે છે. જો દ્વાપર માં આવ્યાં હોત તો પછી
દ્વાપર પછી સતયુગ હોવો જોઈએ પછી કળિયુગ કેમ? એવું તો નહીં કહેશે કે પરમાત્માએ ઘોર
કળિયુગ ની સ્થાપના કરી, હવે આ તો વાત નથી હોઈ શકતી એટલે પરમાત્મા કહે છે હું એક છું
અને એક જ વાર આવી અધર્મ અથવા કળિયુગ નો વિનાશ કરી સતયુગ ની સ્થાપના કરું છું તો મારો
આવવાનો સમય સંગમયુગ છે. અચ્છા - ઓમ્ શાંતિ.