10-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સદા આ જ નશા માં રહો કે જ્ઞાનસાગર બાપની જ્ઞાન વર્ષા અમારા ઉપર થઈ રહી છે , જેનાંથી અમે પાવન બની પોતાનાં મોટા ઘરમાં જઈશું

પ્રશ્ન :-
આપ બાળકોનો નિશ્ચય કયાં આધાર થી હજું પણ પાક્કો થતો જશે?

ઉત્તર :-
દુનિયામાં જેટલાં હંગામા (તોફાનો) વધશે, તમારા દૈવી ઝાડની વૃદ્ધિ થશે, એટલું જૂની દુનિયા થી દિલ (મન) હટતું જશે અને તમારો નિશ્ચય પાક્કો થતો જશે. વિહંગ માર્ગ ની સેવા થતી જશે, ધારણા પર અટેન્શન (ધ્યાન) આપતા જશો તો બુદ્ધિનો હોંસલો (ઉમંગ-ઉત્સાહ) વધતો જશે. અપાર ખુશી માં રહેશો.

ઓમ શાંતિ!
બાળકોને રોજ આ કહેવાની જરુર નથી રહેતી કે શિવબાબા ને યાદ કરો. બાળકો જાણે છે અમે શિવબાબા નાં સંતાન છીએ. કહેવાની જરુર નથી રહેતી. શિવબાબા અમને આમનાં (બ્રહ્મા) દ્વારા ભણાવે છે, આ છે જ્ઞાન સાગર નાં જ્ઞાન ની વર્ષા. બાળકોને બુદ્ધિમાં છે કે જ્ઞાન સાગર ની હમણાં અમારા ઉપર જ્ઞાન વર્ષા થઈ રહી છે. જે આવીને બ્રાહ્મણ બને છે એમનાં પર જ હું જ્ઞાન ની વર્ષા કરું છું, બાળકો નાં સન્મુખ આવું છું. હમણાં બાળકો સન્મુખ બેઠાં છે. બાબા ઘડી-ઘડી સન્મુખ હોવાનો નશો ચઢાવે છે. માયા પછી નશો ઉતારી દે છે. કોઈનો પૂરો ઉતારી દે, કોઈનો ઓછો. બાળકો જાણે છે - અમે આવ્યાં છીએ સાગર પાસે રિફ્રેશ થવા અર્થાત્ મોરલી નાં પોઈન્ટ (મુદ્દા) ધારણ કરી ડાયરેક્શન (માર્ગદર્શન) લેવાં. અમે એમની સામે બેઠાં છીએ. આ જ્ઞાન સાગર ની વર્ષા એક જ વાર થાય છે. બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં. મહિમા પણ એમ જ ગાય છે પતિત-પાવન. સતયુગ માં તો એવી રીતે નહીં પોકારશે. ત્યાં તો જ્ઞાન સાગર ની જ્ઞાન વર્ષા થી પાવન બનેલાં છે, જ્ઞાન ની સાથે પછી વૈરાગ્ય પણ છે. કઈ વસ્તુ નો? જૂની પતિત દુનિયાનો બુદ્ધિ થી વૈરાગ્ય આવે છે. બાળકો બુદ્ધિ થી જાણે છે કે હવે અમે નવી દુનિયામાં જઈએ છીએ. જૂની દુનિયા ને છોડવાની છે - એને વૈરાગ્ય અક્ષર કહી દીધો છે. જેવી રીતે બાબા નવું મકાન બનાવે છે તો જૂનાં થી બુદ્ધિયોગ હટીને નવાં થી લાગી જાય છે. સમજે છે જૂનું ખલાસ થાય તો અમે નવાં માં જઈએ. બાળકો પણ અંદર કહેતાં હશે જલ્દી-જલ્દી સ્વર્ગ ની સ્થાપના થઈ જાય, ત્યારે અમે પોતાનાં ઘરે જઈએ, સુખી થઈએ. પહેલાં-પહેલાં અમે સાજન ની સાથે ઘરે જઈશું. આ પિયર ઘર છે, આ નાનું, તે મોટાં બાબા નું ઘર મોટું ઘર છે. તમે જાણો છો તે તો સર્વ આત્માઓ નું ઘર છે. આ આપ બાળકો ની બુદ્ધિ માં છે બીજાં કોઈની બુદ્ધિ માં નથી. આગળ તો અંધારું હતું, હમણાં સોજરું (અજવાળું) છે. આ પણ સમજો છો કે જ્ઞાન તો બધાં નહીં લે. ઘરે તો બધાં જશે જરુર. આપ બાળકોની બુદ્ધિમાં છે કે હવે આપણે પોતાનાં ઘરે જઈ રહ્યાં છીએ. શ્રીમત પર લાયક બની રહ્યાં છીએ. સ્વર્ગ લાયક બનવાનું છે. એક તો મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય, બીજું ચક્ર ને ફરાવો. સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે, એની આયુ કેટલી છે. કોણ ક્યારે આવે છે, આ બધું બાપ બેસી સમજાવે છે. આ જે કહે છે મનુષ્ય ૮૪ લાખ જન્મ લે છે તો શું બધાં લે છે? હવે તમે જાણો છો ૮૪ જન્મ હોય છે, એનો પણ હિસાબ છે. બધાં તો ૮૪ જન્મ પણ નહીં લે. શરું થી લઈને પુનર્જન્મ માં આવતાં રહે છે. અંત માં કોઈનાં એક-બે જન્મ પણ હોય છે. પહેલાં-પહેલાં જે આવશે તે ૮૪ જન્મ લેશે. જેમ દૃષ્ટાંત આ લક્ષ્મી-નારાયણ છે, મનુષ્ય ભલે એમનાં મંદિરો માં જાય છે પરંતુ કાંઈ પણ ખબર નથી. બસ કહેશે ભગવાન ભગવતી નાં દર્શન કરવા જઈએ છીએ. પરંતુ એમની આ રાજધાની કેવી રીતે સ્થાપન થઈ, આ કાંઈ પણ નથી જાણતાં. જેની પૂજા કરે છે એમનાં કર્તવ્ય ને નથી જાણતાં તો તે પૂજા શું કામ ની! એટલે એને કહેવાય છે અંધશ્રદ્ધા. જપ, તપ, તીર્થ વગેરે કરે છે, સમજે છે એનાંથી ભગવાન ને મેળવવાનો રસ્તો મળે છે. પરતું એનાંથી કોઈને ભગવાન મળી નથી શકતાં. સમજો અહીં પણ કોઈ-કોઈ આવે છે, જગતઅંબા નાં મંદિરો માં આવે છે દર્શન કરવાં. બાબા સમજશે આમની બુદ્ધિ માં કાંઈ બેઠું નથી. તમારી તો બધી મનોકામનાઓ પૂરી થઈ રહી છે ને. જગતઅંબા નો પાર્ટ એક્યુરેટ (બરાબર) ચાલી રહ્યો છે. બરાબર જગતઅંબા નો પાર્ટ ઊંચો છે. પહેલાં લક્ષ્મી પછી નારાયણ. તમારો આ અંતિમ જન્મ છે. હિસાબ-કિતાબ અહીંથી ચૂક્તું થાય છે. કર્મ નો ભોગ ભોગવીને છૂટવાનું છે અને બાપ ની યાદ માં રહેવાનું છે. હકીકત માં બાળકોએ યાદ કરવાનાં એક બાપ ને જ છે. દેહધારી ને યાદ કર્યા તો તે સમય વેસ્ટ (વ્યર્થ) થઈ જશે. એવું તો થઈ નથી શકતું કે કોઈ નિરંતર યાદ કરે. એવી કોઈ વસ્તુ નથી જેનાંથી નિરંતર યાદ કરાય. સ્રી પતિ ને પણ નિરંતર યાદ કરી ન શકે. જરુર ખાવાનું બનાવશે, બાળકોની સંભાળ કરશે તો પતિ થોડી યાદ આવશે. અહીં તો તમારે નિરંતર યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. તેથી અંત માં એવી અવસ્થા બને કે એકની જ યાદ રહે, ખુબ ભારે પરીક્ષા છે. ૮ રતનો ની પણ મોટી મહિમા છે. કોઈને ગ્રહચારી બેસે છે તો ૮ રતનો ની વીંટી પહેરે છે. અંત નાં સમયે એક બાપ ની જ યાદ રહે, તે પણ બુદ્ધિ ની લાઈન એકદમ ક્લિયર (સ્વરછ) હોય કે બીજાં કોઈની પણ યાદ ન આવે - ત્યારે માળા નાં દાણા બની શકશો. ૯ રતનો ની મહિમા ખુબ ભારે છે. તો હવે નિરંતર યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. હમણાં તો બે-ત્રણ કલાક કોઈ મુશ્કેલ યાદ કરે છે. જેટલાં દુનિયામાં તોફાનો વધતાં જશે એટલો તમને નિશ્ચય થતો જશે, જૂની દુનિયા થી દિલ તૂટતું જશે. મરશે તો ખૂબજ, બુધ્ધિ પણ કહે છે માયા બહુ જૂની દુશ્મન છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં દુશ્મન ન હોય.

આપ બાળકો હમણાં મલેચ્છ (મેલાં) થી સ્વચ્છ બની રહ્યાં છો. તમને જ્ઞાન છે - મલેચ્છ નાં હાથ નું આપણે ખાઈ ન શકીએ. ગવાયેલું પણ છે જેવું અન્ન તેવું મન.જે ખરાબ વસ્તુ ખરીદે છે, જે બનાવે છે, જે ખાય છે - એ બધાનાં ઉપર પાપ પડી જાય છે. બાપ તો બધી વાતો સારી રીતે સમજાવે છે. આપ બાળકો અહીં થી રીફ્રેશ થઈ જાઓ છો. આખો દિવસ બુધ્ધિ માં સૃષ્ટિ ચક્ર ફરતું રહે અને પોતાનું ઘર યાદ રહે. અહીંથી તમે પોતાનાં લૌકિક ઘર માં જાઓ છો તો અવસ્થા માં ફર્ક પડી જાય છે કારણ કે સંગ એવો થઈ જાય છે. અહીં બેસીને પણ કોઈ-કોઈ નો બુદ્ધિયોગ બહાર ચાલ્યો જાય છે, એટલે પૂરી ધારણા નથી કરી શકતાં. આપ આત્માઓને બેહદનાં બાપ સમજાવે છે. તમે આત્મા છો, તમે આ શરીર દ્વારા કાર્ય કરી રહ્યાં છો. તમે જાણો છો આપણે બાબા થી શ્રીમત લઈ પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છીએ. કેટલી ખુશી થવી જોઈએ. ગાયન પણ છે અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભ નાં બાળકો ને પૂછો. જેટલી વધારે અવસ્થા બનશે અને વૃદ્ધિ પામશે તો ખુશી નો પારો પણ ચઢતો રહેશે અને નિશ્ચય પણ પાક્કો થતો જશે. ધારણા પર ધ્યાન આપતા જશો તો તમારી બુદ્ધિ નો હોંસલો વધતો જશે. આગળ ચાલીને તમારી વિહંગ માર્ગ ની સર્વિસ (સેવા) થતી જશે. યુક્તિ કાઢવાની હોય છે, જેનાંથી કોઈને સારી રીતે તીર લાગે. મુખ્ય તો છે જ બાપ નો પરિચય આપવો. બેહદ નાં બાપ થી બેહદ નો વારસો મળે છે. જ્ઞાન સાગર પણ એ છે. જ્ઞાન થી જ મનુષ્ય પાવન થાય છે. પતિત-પાવન એ જ બાપ છે. તમે એક જ પોઈન્ટ ઉપાડો કે સર્વવ્યાપી ની વાત થી ભક્તિ પણ ચાલી ન શકે. આ વાત સારી રીતે સમજાવવાની છે. તે લોકો કહે છે કે આમનાં જ્ઞાન થી વિનાશ થશે. તમે પણ કહો છો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી વિનાશ જ્વાળા નીકળે છે. તે પણ સાચ્ચું કહે છે. કોઈ વાત નહીં માને તો વિનાશ જ થશે બીજું શું! આ તો કલ્પ પહેલાં પણ વિનાશ થયો હતો. ભગવાનુવાચ રુદ્ર જ્ઞાન યજ્ઞ માં આ બધું સ્વાહા થશે. તે લોકો સમજે છે આમનું જ્ઞાન આવું છે, તેથી સામનો કરે છે. સમજે છે કે ખુબ ભક્તિ કરવાથી ભગવાન મળે છે. આપણે પણ કહીએ છીએ જેમણે ભક્તિ ખૂબ કરી છે, એમને જ ભગવાન મળ્યાં છે. પરતું આ વાતો ને સમજવામાં મનુષ્યો ને ખૂબ મહેનત લાગે છે. કલ્પ પહેલાં પણ આપ બાળકોએ બાપ ની મદદ થી નર્ક ને સ્વર્ગ બનાવ્યું હતું. તો જરુર નર્ક નો વિનાશ પણ થયો હશે. જ્યારે નર્ક નો વિનાશ થાય ત્યારે સ્વર્ગ ની સ્થાપના થાય. આ પણ તમે સમજાવી શકો છો ભારત બરાબર પાવન હતું. આ તો કોઈ પણ ધર્મ વાળા કહેશે - બરાબર સ્વર્ગ હતું. પ્રાચીન એટલે સૌથી જૂનું. તે તો સ્વર્ગ જ હશે ને, જે જૂનું થઈ ગયું છે તે ફરી નવું થવાનું છે. આ આપ બાળકોની બુદ્ધિ માં છે. બરાબર આ દેવી-દેવતાઓ નું રાજ્ય હતું, હમણાં નથી. ફરી થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરાવી રહ્યાં છે. કોની મદદ થી? જે સર્વ નાં નિરાકાર બાપુજી છે. સર્વ આત્માઓનાં બાપ. આ વાતો ને તમે જાણો છો. તમે કેટલાં સાધારણ છો. બાપ કહે છે હું પણ ગરીબ નિવાઝ છું, તમે ગરીબ છો ને. તમારી પાસે શું છે. તમે બધુંજ ભારત ઉપર સ્વાહા કર્યુ છે, તમારી કેટલી મોટી રાવણ થી લડાઈ છે. શક્તિ સેના છે ને. વંદે માતરમ્ ગવાય છે. અપવિત્ર, પવિત્ર ની વંદના કરે છે. કઈ માતા? તેઓ ધરતી માતા સમજી લે છે. પરંતુ આ તો ધરતી પર રહેવા વાળા ની વાત છે. જગતઅંબા છે તો બાળકો પણ છે. આ દિલવાળા મંદિર યાદગાર બનેલું છે. કુમારીઓ, અધરકુમારીઓ પણ છે. એમને માતા પણ કહી દે છે. તમે કહો છો બાબા અમે તો બી. કે. છીએ. અમને માતા નહીં કહી બેટી કહો, અમે કુમારી છીએ. કેટલી ગુહ્ય સમજવાની વાત છે. પરંતુ ઉઠાવી નથી શકતાં. જૂનું જન્મ જન્માંતર નું ભાન બેઠેલું છે, તે તૂટતું જ નથી. તમારી બુદ્ધિ માં છે કે બાબા અમારી સામે બેઠાં છે. આત્માઓ સાથે વાતો કરી રહ્યાં છે. બાપની આ શરીર માં પ્રવેશતા છે. બાબા આવીને અલૌકિક દિવ્ય કર્તવ્ય કરે છે. પતિત ને પાવન બનાવવા માટે ભણાવે છે. પૂરી યાદ રહેવી જોઈએ. આપણને પતિત-પાવન શિવબાબા ભણાવે છે. પતિત પાવન સૌથી ઊંચા થયાં, પછી બાપ શિક્ષક પણ છે. પહેલો-પહેલો અક્ષર જ આવવો જોઈએ પતિત-પાવન. એમને યાદ કરીએ છીએ ઓ ગોડફાધર આવો. આવીને ફરી થી અમને રાજયોગ શિખવાડો. બાપ પણ કહે છે ફરીથી આપ બાળકોને સહજ જ્ઞાન, યોગ શિખવાડી રહ્યો છું, એમાં પુસ્તક વગેરે ની કોઈ વાત નથી. આ તો એમણે નામ રાખી દીધું છે. હમણાં તો બાપ તમને લાયક બનવાની શિક્ષા આપી રહ્યાં છે. નિત્ય નવાં પોઈન્ટ મળે છે. બીજાં ગીતાઓ, ગ્રંથ જે બનાવે છે એમાં કોઈ એડિશન (ઉમેરો) કે કાપકુપ નથી કરતાં, તે જ સંભળાવે છે. અહીં એડિશન કરાય છે, કાપકુપ પણ કરાય છે. રોજ નવાં-નવાં પોઈન્ટસ મળે છે. જ્ઞાન ખુબ વન્ડરફુલ (અદ્દભુત) છે જે બીજાં કોઈ શાસ્ત્રો માં નથી. કામ મહાશત્રુ છે, ભગવાનુવાચ દેહ સહિત બધાંને ભૂલી જાઓ, એક ને યાદ કરો. હું તમને સર્વ આત્માઓને પાછાં લઈ જઈશ. હું અકાળમૂર્ત, કાળો નો કાળ છું. હું બધાં બાળકોને લેવાં આવ્યો છું, તો તમને ખુશી થવી જોઈએ ને.

તમે જાણો છો હવે આપણે ઘરે જઈએ છીએ. જલ્દી હોશિયાર થઈ જઈએ, બાબા થી વારસો તો લઈ લઈએ. જ્યાં સુધી લડાઈ ન લાગે. બાબા કહેશે હું થોડી કાંઈ કરી શકું છું. પહેલાં રિહર્સલ થશે. હજી તો રાજાઓ વગેરે પણ નથી આવ્યાં, રાજસ્થાન પર પણ સમજાવી શકો છો. બોલો તમને ખબર છે કે રાજસ્થાન નું નામ કેમ પડ્યું છે? ભારત માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. ફરીથી તે રાજસ્થાન થવું જોઈએ, તે હમણાં ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ પરંતુ બુદ્ધિ માં જ્યારે બેસે ત્યારે ખુશી નો પારો ચઢે. ભક્તિમાર્ગ માં આ દેવતાઓનાં મંદિર બનાવે છે. ભારત માં કેટલું ધન હતું. અમે ફરીથી એને દૈવી રાજસ્થાન બનાવીએ છીએ. આ વાતો ને આવીને સમજો. સમજાવવાનો પણ ઉમંગ હોવો જોઈએ. આ પણ સેમીનાર (શિબિર) છે ને. કેવી રીતે સર્વિસ કરવી જોઈએ. બાબાએ સમજાવ્યું છે કુમારીઓ, માતાઓ, ગોપ બધાં સાથે સાંભળે છે. ઊંચા માં ઊંચા એક ભગવાન છે, કૃષ્ણ નહીં. તો રાજસ્થાન પર તમે સમજાવી શકો છો. બરોબર રાજસ્થાન હતું જેનાં મંદિર બનેલાં છે ફરીથી અમે બનાવી રહ્યાં છીએ. બાપ અમને રાજયોગ શિખવાડી રહ્યાં છે. તમે પણ ટ્રાય (કોશિશ) કરો - અડધાકલ્પ માટે. પછી ક્યારેય રડવું નહીં પડે. અમે રામ ની શ્રીમત થી રાવણ પર જીત મેળવી રહ્યાં છીએ. અક્ષર સાંભળશે તો અંદર (જચશે) ગમશે. જેમને તીર લાગશે તે સમજવા માટે આવી જશે. આ બેહદ નો સેમિનાર રોજ બાબા કરે છે. આ છે આત્માઓ નો પરમાત્મા સાથે સેમિનાર. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મભોગ થી છૂટવા માટે એક બાપ ની યાદમાં રહેવાનું છે. દેહધારી ની યાદ થી સમય વેસ્ટ નથી કરવાનો. બુદ્ધિ ની લાઈન ખુબ ક્લિયર રાખવાની છે.

2. ભોજન બહુ શુદ્ધ ખાવાનું છે. જેવું અન્ન તેવું મન તેથી કોઈ પણ મલેચ્છ નાં હાથ નું ભોજન નથી ખાવાનું. બુદ્ધિ ને સ્વચ્છ બનાવવાની છે.

વરદાન :-
રુહાની સિમ્પથી ( સહાનુભૂતિ ) દ્વારા સર્વ ને સંતુષ્ટ કરવા વાળા સદા સંપત્તિ વાન ભવ

આજનાં વિશ્વમાં સંપત્તિ વાળા તો ઘણાં છે પરંતુ સૌથી મોટા માં મોટી આવશ્યક સંપત્તિ છે સિમ્પથી. ભલે ગરીબ હોય, કે ધનવાન હોય પરંતુ આજે સિમ્પથી નથી. તમારી પાસે સિમ્પથી ની સંપત્તિ છે એટલે કોઈને બીજું ભલે કાંઈ પણ ન આપો સિમ્પથી થી બધાંને સંતુષ્ટ કરી શકો છો. તમારી સિમ્પથી ઈશ્વરીય પરિવાર નાં સંબંધ થી છે, આ રુહાની સિમ્પથી થી તન, મન અને ધન ની પૂર્તિ કરી શકો છો.

સ્લોગન :-
દરેક કાર્ય માં સાહસ ને સાથી બનાવી લો તો સફળતા અવશ્ય મળશે.