10-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે રુહાની બાપ થી નવી - નવી રુહાની વાતો સાંભળી રહ્યાં છો , તમે જાણો છો જેવી રીતે આપણે આત્માઓ પોતાનું રુપ બદલીને આવ્યાં છીએ , તેવી રીતે બાપ પણ આવ્યાં છે

પ્રશ્ન :-
નાનાં-નાનાં બાળકો બાપ ની સમજણ પર સારી રીતે ધ્યાન આપે, તો કયું ટાઈટલ (શિર્ષક) લઈ શકે છે?

ઉત્તર :-
સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) લીડર નું. નાના બાળકો જો કોઈ હિંમતનું કામ કરીને દેખાડે, બાપ થી જે સાંભળે છે એનાં પર ધ્યાન આપે અને બીજાને સમજાવે તો એમને બધાં બહુજ પ્રેમ કરશે. બાપ નું નામ પણ પ્રખ્યાત થઈ જશે.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન

ઓમ શાંતિ!
બાળકોએ બોલાવ્યાં, બાપે રિસ્પોન્ડ (પ્રતિ ઉત્તર) કર્યો - પ્રેક્ટિકલ માં બાળકો શું કહે છે કે બાબા તમે ફરીથી રાવણ રાજ્ય માં આવી જાઓ. અક્ષર પણ છે ને - ફરી થી માયા નો પડછાયો પડયો છે. માયા કહેવાય છે રાવણ ને. તો પોકારે છે - રાવણ રાજ્ય આવી ગયું છે એટલે હવે ફરી થી આવી જાઓ. રાવણ નાં રાજ્યમાં અહીંયા બહુ દુઃખ છે. આપણે ખૂબ દુઃખી, પાપ-આત્મા બની ગયાં છીએ. હમણાં બાપ પ્રેક્ટિકલ માં છે. બાળકો જાણે છે ફરીથી તે જ મહાભારત લડાઈ પણ છે. બાપ જ્ઞાન અને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. બોલાવે પણ છે હેં નિરાકાર પરમપિતા પરમાત્મા, નિરાકાર થી આવીને સાકારી રુપ લો, રુપ બદલો. બાપ સમજાવે છે તમે પણ ત્યાનાં રહેવા વાળા છો - બ્રહ્મ મહત્વ અથવા નિરાકારી દુનિયા માં. તમે પણ રુપ બદલ્યું છે. આ કોઈ નથી જાણતું. જે આત્મા નિરાકાર છે, તે જ આવીને સાકાર શરીર ધારણ કરે છે. તે છે નિરાકારી દુનિયા. આ છે સાકારી દુનિયા અને તે છે સટલ વર્લ્ડ (આકારી દુનિયા). તે અલગ છે. તમારી બુદ્ધિ માં છે અમે શાંતિધામ કે નિર્વાણધામ થી આવીએ છીએ. બાપ ને જ્યારે પહેલાં-પહેલાં નવી રચના રચવાની હોય છે તો સૂક્ષ્મવતન ને જ રચશે. સૂક્ષ્મવતન માં હમણાં તમે જઈ શકો છો પછી ક્યારેય જવાનું નથી થતું. પહેલાં-પહેલાં તમે વાયા સૂક્ષ્મવતન થી નથી આવતાં. સીધાં આવો છો. હમણાં તમે સૂક્ષ્મવતન માં આવ-જાવ કરી શકો છો. પગપાળા વગેરે જવાની વાત નથી. આ સાક્ષાત્કાર થાય છે, આપ બાળકો ને. મૂળવતન નો પણ સાક્ષાત્કાર થઈ શકે છે, પરતું જઈ નથી શકતાં. વૈકુંઠ નો પણ સાક્ષાત્કાર થઈ શકે છે, જઈ નથી શકતાં. જ્યાં સુધી સંપૂર્ણ પવિત્ર નથી બન્યાં. તમે એવું ન કહી શકો કે અમે સૂક્ષ્મવતન માં જઈ શકીએ છીએ. તમે સાક્ષાત્કાર કરી શકો છો. શિવબાબા અને દાદા અને આપ બાળકો છો. આપ બાળકો કેવી રીતે નવી-નવી રુહાની વાતો સાંભળો છો. આ વાતો દુનિયામાં કોઈ નથી જાણતું. ભલે કહે છે ઇનકોરપોરિયલ (નિરાકારી) વર્લ્ડ (દુનિયા) પરંતુ એ ખબર નથી કે તે કેવી હોય છે. પહેલાં તો આત્માને જ નથી જાણતાં તો નિરાકારી દુનિયાને પછી શું જાણશે! બાપ પહેલાં-પહેલાં આવીને આત્મા ને રીયલાઇઝેશન (અનુભૂતી) કરાવે છે. તમે આત્મા છો પછી રુપ બદલ્યું છે અર્થાત્ નિરાકાર થી સાકારમાં આવ્યાં છો.

હવે તમે સમજો છો આપણી આત્મા ૮૪ જન્મ કેવી રીતે ભોગવે છે. તે બધો પાર્ટ આત્મા માં રેકોર્ડ માફક ભરેલો છે. પહેલાં આ વાતો સંભળાવતાં હતાં. બાપ કહે છે - હમણાં તમને ગુહ્ય રમણીક વાતો સંભળાવું છું. જે તમે આગળ નહોતાં જાણતાં, તે હમણાં જાણો છો. નવી-નવી પોઇન્ટસ (વાતો) બુદ્ધિ માં આવતી જાય છે એટલે બીજાને પણ ઝટ સમજાવી શકો છો. દિવસે-પ્રતિદિવસે આ બ્રાહ્મણો નું ઝાડ વધતું જાય છે. આ જ પછી દૈવી ઝાડ બનવાનું છે, બ્રાહ્મણ જ વૃદ્ધિ ને પામશે. જોવામાં કેટલું નાનું દેખાય છે. જેમ દુનિયાનાં નક્શા માં ઈન્ડિયા (ભારત) જુએ છે તો કેટલું નાનું દેખાય છે. હકીકત માં ઈન્ડિયા છે કેટલું મોટું. તેમ જ જ્ઞાન માટે કહેવાય છે - મનમનાભવ અર્થાત્ અલ્ફ ને યાદ કરો. બીજ કેટલું નાનું હોય છે. ઝાડ કેટલું મોટું નીકળે છે. તો આ બ્રાહ્મણ કુળ પણ નાનો છે, વૃદ્ધિને પામતો જાય છે. તમારી બુદ્ધિમાં છે અમે આ સમયે બ્રાહ્મણ છીએ પછી દેવતા બનીશું. ૮૪ જન્મો ની સીડી તો બહુજ સારી છે. બાળકો સમજાવી શકે છે, જે ૮૪ જન્મ લે છે તે જ આવીને સમજે છે પછી કોઈ ૮૪, કોઈ ૮૦ પણ લેતાં હશે. આ તો સમજે છે આપણે આ દૈવી કુળ નાં છીએ. આપણે સૂર્યવંશી વંશજ નાં બનીશું. જો નપાસ થઈશું તો પછી પાછળ થી આવશું. બધાં એકસાથે તો નહીં આવશે. ભલે ઘણાં જ્ઞાન લેતાં રહે છે પરંતુ સાથે તો નહીં આવશે ને. જશે સાથે, આવશે થોડાં-થોડાં આ તો સમજવાની વાત છે ને. બધાં કેવી રીતે સાથે ૮૪ જન્મ લેશે. બાપ ને બોલાવે જ છે, બાબા ફરી થી આવીને ગીતાનું જ્ઞાન સંભળાવો. તો સિદ્ધ થાય છે, જ્યારે મહાભારત લડાઈ થાય છે, એ સમયે જ આવીને ગીતાનું જ્ઞાન સંભળાવે છે. એને જ રાજ્યોગ કહેવાય છે. હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો. કલ્પ-કલ્પ, ૫ હજાર વર્ષ પછી બાબા આપણને આવીને જ્ઞાન આપે છે. સત્ય-નારાયણ ની કથા સાંભળો છો ને. આ ક્યાંથી આવ્યાં, પછી ક્યાં ગયાં! જાણતાં નથી. બાપ સમજાવે છે બાળકો આ રાવણ નો પડછાયો જે પડ્યો છે, હવે ડ્રામા અનુસાર રાવણ રાજ્ય ખતમ થવાનું છે. સતયુગ માં છે રામરાજ્ય અને આ સમયે છે રાવણરાજ્ય. હમણાં તમે સમજો છો આપણા માં જે જ્ઞાન આવ્યું છે તે આ દુનિયામાં કોઈને નથી. આપણું આ નવું ભણતર છે, નવી દુનિયાનાં માટે. ગીતા માં કૃષ્ણનું નામ લખ્યું છે, તે તો જૂની વાત થઈ ને. તમે હમણાં નવી વાતો સાંભળી રહ્યાં છો. કહેશે આ તો ક્યારેય નથી સાંભળ્યું, શિવ ભગવાનુવાચ અમે તો કૃષ્ણ ભગવાનુવાચ સાંભળતાં આવ્યાં હતાં. તમે નવી દુનિયાનાં માટે એવરીથીંગ ન્યુ (બધું નવું) સાંભળો છો. આ બધાં જાણે છે કે ભારત પ્રાચીન છે. પરંતુ ક્યારે હતું, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય કેવી રીતે ચાલ્યું, એમણે કેવી રીતે રાજ્ય મેળવ્યું પછી ક્યાં ચાલ્યું ગયું, આ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું. શું થયું જે એમનું રાજ્ય ખતમ થઈ ગયું. કોણે જીત પામી, કાંઈ પણ સમજતાં નથી તે લોકો તો સતયુગ ને લાખો વર્ષ આપી દે છે, આ હોઈ ન શકે કે લક્ષ્મી-નારાયણે લાખો વર્ષ રાજ્ય કર્યું હશે. પછી તો સૂર્યવંશી રાજાઓ અનેક હોય. કોઈનું પણ તો નામ છે નહીં. ૧૨૫૦ વર્ષ ની કોઈને ખબર નથી પછી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યાં સુધી ચાલ્યું, આ પણ કોઈને ખબર નથી તો પછી લાખો વર્ષ ની ખબર કોઈને કેવી રીતે પડી શકે. કોઈની પણ બુદ્ધિ કામ નથી કરતી. હમણાં તમે નાનાં-નાનાં ઝટ સમજાવી શકો છો. આ છે ખુબ સહજ. ભારત ની કહાની (વાર્તા) છે, બધી સ્ટોરી (વાર્તા) છે. સતયુગ ત્રેતા માં પણ ભારતવાસી રાજાઓ હતાં. અલગ-અલગ ચિત્ર પણ છે. અહીંયા તો હજારો વર્ષ કહી દે છે, બાપ કહે છે - આ છે જ ૫ હજાર વર્ષ ની કહાની. આજ થી ૫ હજાર પહેલાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, ડિનાયસ્ટી (કુળ) હતી પછી પુનર્જન્મ લેવો પડે. નાની-નાની બાળકીઓ આટલું થોડું પણ બેસી સમજાવે તો સમજશે આ તો બહુજ સારું જ્ઞાન ભણેલી છે. આ સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) જ્ઞાન સિવાય સ્પ્રિચ્યુઅલ ફાધર બીજા કોઈની પાસે છે નહીં. તમે કહેશો અમને પણ સ્પ્રિચ્યુઅલ ફાધરે આવીને બતાવ્યું છે. આત્મા શરીર દ્વારા સાંભળે છે. આત્મા જ કહેશે કે અમે ફલાણા બનીએ છીએ. સેલ્ફ ને (પોતાને) મનુષ્ય રિયલાઈઝ (અનુભવ) નથી કરતાં. આપણને બાપે રિયલાઈઝ કરાવ્યું છે. આપણે આત્મા ૮૪ જન્મ પૂરાં લઈએ છીએ. એવી-એવી વાતો બેસી સમજાવે તો કહેશે આમને તો બહુજ સારું નોલેજ છે. ભગવાન નોલેજફુલ છે ને. ગાએ પણ છે ગોડ ઈઝ નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), બ્લિસફૂલ (આનંદ નાં સાગર), લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પરંતુ ક્યાં લઈ જવા વાળા છે, આ કોઈ નથી જાણતું. આ બાળકો સમજાવી શકે છે. સ્પ્રિચ્યુઅલ ફાધર નોલેજફુલ છે, એમને બ્લીઝફુલ કહેવાય છે. લિબરેટ (મુક્ત) ત્યારે આવીને કરે છે જ્યારે મનુષ્ય બહુજ દુઃખી હોય છે. એક રાવણ નું રાજ્ય હોય છે. હેવનલી ગોડફાધર કહેવાય છે. હેલ ને રાવણ રાજ્ય કહેવાય છે. આ નોલેજ કોઈને બેસીને સંભળાવો, ઝટ કહેશે આ બધાને જઈને સંભળાવો. પરંતુ ધારણા બહુજ સારી જોઈએ. પ્રદર્શની નાં ચિત્રો નું મેગેઝીન પણ છે વધારે સમજશે તો આનાં પર બહુજ સેવા કરી શકે છે.

આ બાળકી પણ (જયંતી બેન) લન્ડન માં ત્યાં પોતાનાં ટીચર ને સમજાવી શકે છે. ત્યાં લંડન માં આ સર્વિસ (સેવા) કરી શકે છે. દુનિયામાં ઠગી બહુજ છે ને. રાવણે એકદમ બધાને ઠગી બનાવી દીધાં છે. બાળકો આખી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવી શકે છે. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય કેટલાં સમય ચાલ્યું પછી ફલાણા સવંત થી ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન આવે છે. વૃદ્ધિ થતાં-થતાં વેરાયટી (વિભિન્ન) ધર્મો નું ઝાડ કેટલું મોટું થઈ જાય છે. અડધાકલ્પ પછી બીજા ધર્મ આવે છે. એવી-એવી વાતો આ બેસી સંભળાવે તો સાંભળવા વાળા એમને કહેશે આ તો સ્પ્રીચ્યુઅલ લીડર છે, આનામાં સ્પ્રીચ્યુઅલ જ્ઞાન છે. આ પછી કહેશે - આ નોલેજ તો ઈન્ડિયા માં મળી રહ્યું છે. સ્પ્રીચ્યુઅલ ગોડ ફાધર આપી રહ્યાં છે. એ છે બીજરુપ. આ ઉલ્ટું ઝાડ છે. બીજ છે નોલેજફુલ. બીજ ને ઝાડ નું જ્ઞાન હશે ને. આ વેરાઈટી ધર્મ નું ઝાડ છે. ભારત નો દેવી ધર્મ આને કહેવાય છે. પહેલાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય, પછી હોય છે રામ-સીતા નું રાજ્ય. અડધોકલ્પ આ ચાલે છે ત્યાર પછી આવે છે ઈસ્લામી. ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. આમ જઈને આ બાળકી ભાષણ કરે અને સમજાવે કે આ વૃક્ષ કેવી રીતે ઈમર્જ (જાગૃત) થાય છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, હું સમજાવી શકું છું. વિલાયત માં તો બીજું કોઈ છે નહીં. આ બાળકી જઈને સમજાવે કે હવે આઈરન એજ (કળયુગ) નો અંત છે, ગોલડન એજ (સતયુગ) આવવાની છે તે લોકો બહુજ ખુશ થશે. બાબા યુક્તિ બતાવતાં રહે છે, આનાં પર ધ્યાન આપવું જોઈએ. નાનાં બાળકો ને માન બહુ મળે. નાનું કોઈ હિંમતનું કામ કરે છે તો એમને બહુજ પ્રેમ કરે છે. બાપને એ થાય છે કે આવાં-આવાં બાળકો આમાં ધ્યાન આપે તો સ્પ્રીચ્યુઅલ લીડર બની જાય. સ્પ્રીચ્યુઅલ ગોડ ફાધર જ બેસી નોલેજ આપે છે. કૃષ્ણ ને ગોડફાધર કહેવું ભૂલ છે. ગોડ તો છે નિરાકાર. આપણે બધી આત્માઓ ભાઈઓ છીએ, એ બાપ છે. બધાં આઈરન એજ માં જ્યારે દુઃખી હોય છે ત્યારે બાપ આવે છે. જ્યારે પછી આઈરન એજ હોય છે તો બાપને ગોલ્ડન એજ સ્થાપન કરવા આવવાનું હોય છે. ભારત પ્રાચીન સુખધામ હતું, હેવન (સ્વર્ગ) હતું. બહુજ થોડાં મનુષ્ય હતાં. બાકી આટલી બધી આત્માઓ ક્યાં હતી. શાંતિધામ માં હતી ને. તો આમ સમજાવવું જોઈએ. એમાં ડરવાની વાત નથી, આ તો કહાની છે. કહાની ખુશી થી બતાવાય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે રીપીટ થાય છે, એને કહાની પણ કહી શકો છો. નોલેજ પણ કહી શકો છો. તમને તો આ પાક્કું યાદ હોવું જોઈએ. બાપ કહે છે - મારી આત્મા માં આખાં ઝાડ નું જ્ઞાન છે જે હું રીપીટ કરું છું. નોલેજફુલ બાપ બાળકોને નોલેજ આપી રહ્યાં છે. આ જઈને નોલેજ આપશે તો કહેશે આપ બીજાઓને પણ બોલાવો. બોલો હાં, બોલાવી શકો છો કારણ કે તે લોકો જાણવા ઈચ્છે છે કે ભારતનો પ્રાચીન રાજ્યોગ શું હતો! જેનાથી ભારત સ્વર્ગ બન્યો - તે કોઈ સમજાવે. હવે સંન્યાસી શું સંભળાવશે? સ્પ્રીચ્યુઅલ જ્ઞાન ફક્ત ગીતા માં છે. તો તે જઈને ગીતા જ સંભળાવે છે. ગીતા કેટલી વાંચે છે, મોઢે કરતાં રહે છે. શું આ સ્પ્રીચ્યુઅલ નોલેજ છે? આ તો બનાવી છે મનુષ્ય નાં નામ પર. સ્પ્રીચ્યુઅલ નોલેજ તો મનુષ્ય આપી ન શકે. તમે હમણાં ફરક સમજો છો - એ ગીતા માં અને જે બાબા સંભળાવે છે એમાં રાત-દિવસ નો ફરક છે. આપ્યું ફાધરે (પિતાએ) અને નામ નાખી દીધું છે કૃષ્ણ નું. સતયુગ માં કૃષ્ણ ને આ નોલેજ છે નહીં. નોલેજફુલ છે જ ફાધર. કેટલી અટપટી વાતો છે. કૃષ્ણ ની આત્મા જ્યારે સતયુગમાં હતી ત્યારે તો નોલેજ છે નહીં. કેટલું સૂત (વાતો) મૂંઝાયેલું છે. આ બધાં વિલાયત માં જઈને નામ નીકાળી શકે છે. ભાષણ કરી શકે છે. બોલો, દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી નું નોલેજ અમે તમને આપી શકીએ છીએ. ભગવાન સ્વર્ગ સ્થાપન કેવી રીતે કરે છે, તે સ્વર્ગ થી પછી નર્ક કેવી રીતે બને છે, તે અમે તમને સમજાવીએ છીએ. આ બેસી લખો પછી જુઓ અમે કોઈ પોઇન્ટ ભૂલ્યાં તો નથી. ફરી યાદ કરીને લખો. એમ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાથી બહુજ સારું લખશો, બહુજ સારું સમજાવશો તો નામ પ્રખ્યાત થઈ જશે. અહીંયા થી પણ બાબા કોઈને બહાર મોકલી શકે છે. આ જઈને સમજાવો તો પણ બહુજ સારું છે. ૭ દિવસ માં પણ બહુજ હોંશિયાર થઈ શકો છો. બુદ્ધિ માં ધારણ કરવાનું છે, બીજ અને ઝાડ, વિસ્તાર સમજાવવાનું છે. ચિત્રો પર બહુજ સારી રીતે સમજાવી શકો છો. સર્વિસ નો શોખ હોવો જોઈએ. બહુજ ઊંચુ પદ થઈ જશે. નોલેજ ખુબ સહજ છે. આ છે જૂની છી-છી દુનિયા. સ્વર્ગ નાં આગળ આ જૂની દુનિયા જેમ ગોબર (છાણ) માફક છે, એનાથી દુર્ગંધ આવે છે. તે છે સોના ની દુનિયા, આ છે ગોબર ની દુનિયા. આપ બાળકો જાણો છો હમણાં આપણે આ શરીર છોડી જઈને પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનીશું. એવી સ્કૂલમાં ભણવા જઈશું. ત્યાં એવાં વિમાન હશે, ફુલપ્રૂફ (સુરક્ષિત) હશે. આ ખુશી બાળકોને અંદર રહે તો ક્યારેય પણ કોઈ વાત માં રડવું ન આવે. તમે સમજો છો ને કે અમે પ્રિન્સ-પ્રિન્સેઝ બનીશું. તો તમને કેમ નહીં અંદર માં ખુશી થવી જોઈએ. ભવિષ્ય માં એવી સ્કૂલમાં જઈશું, આ-આ કરીશું. બાળકો ને ખબર નહીં કેમ ભૂલાઈ જાય છે. બહુજ નશો ચઢવો જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની છી-છી ગોબર જેવી દુનિયાને બુદ્ધિ થી ભૂલી સતયુગી દુનિયાને યાદ કરી અપાર ખુશી અથવા નશા માં રહેવાનું છે. ક્યારેય પણ રડવાનું નથી.

2. બાપ જે ગુહ્ય રમણીક વાતો સંભળાવે છે એને ધારણ કરી બધાંને સમજાવાની છે. સ્પ્રીચ્યુઅલ લીડર નું ટાઈટલ (શીર્ષક) લેવાનું છે.

વરદાન :-
કર્મ કરવા છતાં કર્મ નાં બંધન થી મુક્ત રહેવા વાળા સહજયોગી સ્વતઃ યોગી ભવ

જે મહાવીર બાળકો છે એમને સાકારી દુનિયાનું કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરી શકે. તે સ્વયં ને એક સેકન્ડ માં ન્યારા અને બાપ નાં પ્યારા બનાવી શકે છે. ડાયરેક્શન મળતાં જ શરીર થી પરે અશરીરી, આત્મ-અભિમાની, બંધન-મુક્ત, યોગ-યુક્ત સ્થિતિ નો અનુભવ કરવા વાળા જ સહજયોગી, સ્વતઃ યોગી, સદા યોગી, કર્મયોગી અને શ્રેષ્ઠ યોગી છે. તે જ્યારે ઈચ્છે, જેટલો સમય ઈચ્છે પોતાનાં સંકલ્પ, શ્વાસ ને એક પ્રાણેશ્વર બાપ ની યાદ માં સ્થિત કરી શકે છે.

સ્લોગન :-
એકરસ સ્થિતિ નાં શ્રેષ્ઠ આસન પર વિરાજમાન રહેવું - આ જ તપસ્વી આત્મા ની નિશાની છે.