10-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  11.08.88    બાપદાદા મધુબન


સફળતા નું ચુંબક - મળવું અને મોલ્ડ થવું ( વળવું )
 


બધાંનો સ્નેહ, સ્નેહનાં સાગર માં સમાઈ ગયો. એમ જ સદા સ્નેહમાં સમાયેલાં બીજાઓ ને પણ સ્નેહ નો અનુભવ કરાવતાં ચાલો. બાપદાદા સર્વ બાળકોનાં વિચાર સમાન મળવાનું સંમેલન જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. ઉડતાં આવવા વાળા ને સદા ઉડતી કળા નું વરદાન સ્વતઃ પ્રાપ્ત થતું રહેશે. બાપદાદા બધાં આવેલાં બાળકો નાં ઉમંગ-ઉત્સાહ ને જોઈ બધાં બાળકો પર સ્નેહ નાં ફૂલો ની વર્ષા કરી રહ્યાં છે. સંકલ્પ સમાન મિલન અને આગળ સંસ્કાર બાપ સમાન મિલન - આ મિલન જ બાપ નું મિલન છે. આ જ બાપ સમાન બનવું છે. સંકલ્પ, મિલન, સંસ્કાર મિલન - મળવું જ નિર્માણ બની નિમિત્ત બનવું છે. સમીપ આવી રહ્યાં છો, આવી જ જશો. સેવા ની સફળતા ની નિશાની જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. સ્નેહ મિલન માં આવ્યાં છો સદા સ્નેહી બની સ્નેહ ની લહેર વિશ્વમાં ફેલાવવાનાં માટે. પરતું દરેક વાતમાં ચેરિટી બિગન્સ એટ હોમ (પોતાનાં થી શરુંઆત કરવી). પહેલાં સ્વ છે પોતાનું સૌથી પ્રિય ઘર. તો પહેલાં સ્વ થી, પછી બ્રાહ્મણ પરિવાર થી, પછી વિશ્વ થી. દરેક સંકલ્પ માં સ્નેહ, નિસ્વાર્થ સાચ્ચો સ્નેહ, દિલનો સ્નેહ, દરેક સંકલ્પ માં સહાનુભૂતિ, દરેક સંકલ્પ માં રહેમદિલ, દાતાપણાનો નેચરલ નેચર (કુદરતી સ્વભાવ) બની જાય - આ છે સ્નેહ મિલન, સંકલ્પ મિલન, વિચાર મિલન, સંસ્કાર મિલન. સર્વ નાં સહયોગ નાં કાર્ય નાં પહેલાં સદા સર્વ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓનો સહયોગ વિશ્વ નાં સહયોગી સહજ અને સ્વત: બનાવી જ લે છે એટલે સફળતા સમીપ આવી રહી છે. મળવું અને વળવું અર્થાત્ મોલ્ડ થવું - આ જ સફળતા નું ચુંબક છે. બહુજ સહજ આ ચુંબક નાં આગળ સર્વ આત્માઓ આકર્ષિત થઈ આવી કે આવી!

મીટિંગ નાં બાળકોને પણ બાપદાદા સ્નેહની મુબારક આપી રહ્યાં છે. સમીપ છે અને સદા સમીપ રહેશે. ન ફક્ત બાપનું પરંતુ પરસ્પર માં પણ સમીપતા નું વિઝન (દૃશ્ય) બાપદાદા એ બતાવ્યું. વિશ્વ ને વિઝન બતાવવાનાં પહેલાં બાપદાદાએ જોયું. આવવા વાળા આપ સર્વ બાળકોની એક્શન (કર્મ) ને જોઈ - શું કર્મ કરવાનું છે, થવાનું છે, તે સહજ જ સમજી જશે. તમારી એક્શન જ એક્શન-પ્લાન છે. અચ્છા!

પ્લાન બધાં સારા બનાવ્યાં છે. બીજા પણ જેવી રીતે આ કાર્ય આરંભ થતાં બાપદાદાનો વિશેષ ઈશારો વર્ગીકરણ ને તૈયાર કરવાનો હતો અને હમણાં પણ છે. તો એવું લક્ષ જરુર રાખો કે આ મહાન કાર્ય માં કોઈ પણ વર્ગ રહી ન જાય. ભલે સમય પ્રમાણે વધારે ન કરી શકો પરતું પ્રયત્ન તથા લક્ષ્ય આ જરુર રાખો કે સેમ્પલ જરુર તૈયાર થાય. બાકી આગળ આ જ કાર્ય ને વધારે વધારતાં રહેશો. તો સમય પ્રમાણે કરતાં રહેજો. પરતું સમાપ્તિ ને સમીપ લાવવાનાં માટે સર્વ નો સહયોગ જોઈએ. પરતું આટલી આખી દુનિયાની આત્માઓને તો એક સમય પર સંપર્ક માં ન લાવી શકો એટલે તમે ફલક (ગર્વ) થી કહી શકો કે અમે સર્વ આત્માઓ ને સર્વ વર્ગ નાં આધાર થી સહયોગી બનાવી છે, તો આ લક્ષ સર્વ નાં કારણ ને પૂરું કરી દે છે. કોઈ પણ વર્ગ ની ફરિયાદ ન રહી જાય કે અમને તો ખબર જ નથી કે શું કરી રહ્યાં છો? બીજ નાખો. બાકી વૃદ્ધિ જેમ સમય મળે, જેમ કરી શકો તેમ કરો. એમાં ભારે નથી થવાનું કે કેવી રીતે કરીએ, કેટલું કરીએ? જેટલું થવાનું છે એટલું થઈ જ જશે. જેટલું કર્યું એટલાં જ સફળતા ની સમીપ આવ્યાં. સેમ્પલ તો તૈયાર કરી શકો છો ને?

બાકી જે ઈન્ડિયન ગવર્મેન્ટ (ભારત સરકાર) ને સમીપ લાવવાનો શ્રેષ્ઠ સંકલ્પ લાવ્યાં છે, તે સમય સર્વ ની બુદ્ધિઓ ને સમીપ લાવી રહ્યો છે એટલે સર્વ બ્રાહ્મણ આત્માઓ આ વિશેષ કાર્ય નાં અર્થ આરંભ થી અંત સુધી વિશેષ શુદ્ધ સંકલ્પ સફળતા થવાની જ છે - આ શુદ્ધ સંકલ્પ થી અને બાપ સમાન વાઈબ્રેશન (પ્રકંપન) બનાવવા મળાવાથી, વિજય નાં નિશ્ચય ની દૃઢતા થી આગળ વધતાં ચાલો. પરંતુ જ્યારે કોઈ મોટું કાર્ય કરાય છે તો પહેલાં, જેવી રીતે સ્થૂળ માં જોયું છે - કોઈ પણ બોજ ઉઠાવશે તો શું કરે છે? બધાં મળીને આંગળી આપે છે અને એક-બીજાને હિંમત-ઉલ્લાસ વધારવાનાં બોલ બોલે છે. જોયું છે ને! એમ જ નિમિત્ત કોઈ પણ બને છે પરંતુ સદા આ વિશેષ કાર્ય નાં માટે સર્વ નાં સ્નેહ, સર્વ નાં સહયોગ, સર્વની શક્તિનાં ઉમંગ-ઉત્સાહ નાં વાઈબ્રેશન કુંભકરણ ને નિંદર થી જગાડશે. આ અટેંશન (ધ્યાન) જરુરી છે આ વિશેષ કાર્ય નાં ઉપર. વિશેષ સ્વ, સર્વ બ્રાહ્મણ અને વિશ્વની આત્માઓનો સહયોગ લેવો જ સફળતા નું સાધન છે. આનાં વચ માં થોડું પણ જો અંતર પડે છે તો સફળતા નું અંતર લાવવામાં નિમિત્ત બની જાય છે એટલે બાપદાદા બધાં બાળકો નાં હિંમત નો અવાજ સાંભળી એ જ સમયે હર્ષિત થઈ રહ્યાં હતાં અને ખાસ સંગઠન નાં સ્નેહનાં કારણે સ્નેહ નું રિટર્ન (વળતર) આપવા માટે આવ્યાં છે. બહુજ સારા છો અને સારા માં સારા અનેકવાર બન્યાં છો અને બનેલાં છો! એટલે ડબલ વિદેશી બાળકો ને દૂર થી એવરરેડી બની ઉડવાનાં નિમિત્ત બાપદાદા વિશેષ બાળકોને હૃદય નો હાર બનાવી સમાવે છે.અચ્છા!

કુમારીઓ તો છે જ કનૈયા ની. બસ એક શબ્દ યાદ રાખજો - બધામાં એક, એકમત, એકરસ, એક બાપ. ભારત નાં બાળકોને પણ બાપદાદા દિલ થી મુબારક આપી રહ્યાં છે. જેવું લક્ષ રાખ્યું તેવાં લક્ષણ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવ્યાં. સમજ્યાં? કોને કહે, કોને ન કહે - બધાંને કહે છે! (દાદી ને) જે નિમિત્ત બને છે, એમને ખ્યાલ તો રહે જ છે. આ જ સહાનુભૂતિ ની નિશાની છે. અચ્છા!

મિટિંગ માં આવેલાં બધાં ભાઈ - બહેનો ને બાપદાદાએ સ્ટેજ પર બોલાવ્યાં
બધાએ બુદ્ધિ સારી ચલાવી છે. બાપદાદા દરેક બાળકનાં સેવા નાં સ્નેહ ને જાણે છે. સેવા માં આગળ વધવાથી ક્યાં સુધી ચારેય તરફની સફળતા છે, આને ફક્ત થોડું વિચારજો અને જોજો. બાકી સેવાની લગન સારી છે. દિવસ-રાત એક કરીને સેવા નાં માટે ભાગો છો. બાપદાદા તો મહેનત ને પણ મહોબ્બત નાં રુપ માં જુએ છે. મહેનત નથી કરી, મોહબ્બત દેખાડી. સારું! સારા ઉમંગ-ઉત્સાહ નાં સાથી મળ્યાં છે. વિશાળ કાર્ય છે અને વિશાળ દિલ છે, એટલે જ્યાં વિશાળતા છે ત્યાં સફળતા છે જ. બાપદાદા બધાં બાળકોની સેવા ની લગન ને જોઈ રોજ ખુશી નાં ગીત ગાએ છે. અનેકવાર ગીત સંભળાવ્યું છે - વાહ બાળકો વાહ! અચ્છા! આવવામાં કેટલું રહસ્ય હતું, રહસ્ય ને સમજવા વાળા છો ને! રહસ્ય જાણે, બાપ જાણે. (દાદીએ બાપદાદા ને ભોગ સ્વીકાર કરાવવા ઈચ્છયું) આજે દૃષ્ટિ થી જ સ્વીકાર કરશે. અચ્છા!

બધાંની બુદ્ધિ બહુજ સારી ચાલી રહી છે અને એકબીજા નાં સમીપ આવી રહ્યાં છો ને! એટલે સફળતા અતિ સમીપ છે. સમીપતા સફળતા ને સમીપ લાવશે. થાકી તો નથી ગયાં? બહુજ કામ મળી ગયું છે? પરંતુ અડધું કામ તો બાપ કરે છે. બધાંનો ઉમંગ સારો છે. દૃઢતા પણ છે ને! સમીપતા કેટલી સમીપ છે? ચુંબક રાખી દો તો સમીપતા બધાંના ગળામાં માળા નાખી દેશે, એવો અનુભવ થાય છે? સારું! બધાં સારા માં સારા છે.

દાદીઓ નાં પ્રતિ ઉચ્ચારેલાં અવ્યક્ત મહાવાક્ય :- ( ૩૧ - ૩ - ૮૮ )

બાપ બાળકોને આભાર આપે, બાળકો બાપ ને. એક-બીજા ને આભાર આપતાં-આપતાં આગળ વધ્યાં છો, આ જ વિધિ છે આગળ વધવાની. આ જ વિધિ થી તમારા લોકો નું સંગઠન સારું છે. એક-બીજા ને હાં જી કહ્યું, શુક્રિયા કહ્યું અને આગળ વધ્યાં, આ જ વિધિ ને બધાં ફોલો (અનુસરણ) કરે તો ફરિશ્તા બની જશે. બાપદાદા નાની માળા ને જોઈને ખુશ થાય છે. હમણાં કંગન બન્યાં છે, ગળા ની માળા તૈયાર થઈ રહી છે. ગળા ની માળા તૈયાર કરવામાં લાગેલાં છો. હવે અટેન્શન (ધ્યાન) જોઈએ. વધારે સેવામાં ચાલ્યા જાઓ છો તો પોતાનાં ઉપર અટેન્શન ક્યાંક-ક્યાંક ઓછું થઈ જાય છે. વિસ્તાર માં સાર ક્યારેક મર્જ (વિસ્મૃત) થઈ જાય છે, ઈમર્જ (પ્રત્યક્ષ) રુપ માં નથી રહેતો. તમે લોકો જ કહો છો કે હવે આ થવાનું છે. ક્યારેક એવો પણ દિવસ આવશે જે કહેશો - જે થવું જોઈએ, તે જ થઈ રહ્યું છે. પહેલાં દિપકો ની માળા તો અહીંયા જ તૈયાર થશે. બાપદાદા તમને લોકોને દરેક નો ઉમંગ-ઉત્સાહ વધારવાનાં એક્ઝામ્પલ (દૃષ્ટાંત) સમજે છે. તમારા લોકો ની યુનિટી (એકતા) જ યજ્ઞ નો કિલ્લો છે. ભલે ૧૦ હોય, ભલે ૧૨ હોય પરંતુ કિલ્લા ની દીવાલ છો. તો બાપદાદા કેટલાં ખુશ થશે! બાપદાદા તો છે જ, તો પણ નિમિત્ત તો તમે છો. એવું જ સંગઠન બીજું, ત્રીજું ગ્રુપ બની જાય તો કમાલ થઈ જાય. હવે એવું ગ્રુપ તૈયાર કરો. જેમ પહેલાં ગ્રુપ નાં માટે બધાં કહે છે કે આમનો પરસ્પર સ્નેહ છે. સ્વભાવ ભિન્ન-ભિન્ન છે, તે તો રહેશે જ પરતું રિગાર્ડ (માન) છે, પ્રેમ છે, હાં જી છે, સમય પર સ્વયં પોતાને મોલ્ડ કરી લે છે, એટલે આ કિલ્લાની દીવાલ મજબૂત છે, એટલે જ આગળ વધી રહ્યાં છે. ફાઉન્ડેશન (પાયા) ને જોઈને ખુશી થાય છે ને. જેવી રીતે આ પહેલું પૂર દેખાય છે, એવું શક્તિશાળી ગ્રુપ બની જાય તો સેવા પાછળ-પાછળ આવશે. ડ્રામા માં વિજય માળા ની નોંધ છે. તો જરુર એક-બીજા નાં નજીક આવશો, ત્યારે તો માળા બનશે. એક દાણો એક તરફ હોય, બીજો દાણો એક થી દૂર હોય તો માળા નહીં બનશે. દાણા મળતાં જશે, સમીપ આવતાં જશે ત્યારે માળા તૈયાર થશે. તો એક્ઝામ્પલ (દૃષ્ટાંત) સારા છો. અચ્છા!

હવે તો મળવાનો કોટા (સમય) પૂરો કરવાનો છે. સંભળાવ્યું ને - રથને પણ એક્સ્ટ્રા (વધારે) સકાશ થી ચલાવી રહ્યાં છે. નહીં તો સાધારણ વાત નથી. જોવું તો બધું પડે છે ને. તો પણ બધી શક્તિઓની એનર્જી (શક્તિ) જમા છે, એટલે રથ પણ એટલો સહયોગ આપી રહ્યો છે. શક્તિઓ જમા ન હોત તો આટલી સેવા મુશ્કેલ થઈ જાત. આ પણ ડ્રામા માં દરેક આત્માનો પાર્ટ છે. જે શ્રેષ્ઠ કર્મની પુંજી જમા થાય છે તો સમય પર તે કામમાં આવે છે. કેટલી આત્માઓની દુવાઓ પણ મળી જાય છે, તે પણ જમા થાય છે. કોઈ ને કોઈ વિશેષ પુણ્ય ની પુંજી જમા હોવાનાં કારણે વિશેષ પાર્ટ છે. નિર્વિઘ્ન રથ ચાલે - આ પણ ડ્રામા નો પાર્ટ છે. ૬ મહિના કાંઈ ઓછું નથી. અચ્છા! બધાંને રાજી કરશે.

અવ્યક્ત મુરલી થી વીણેલા થોડાં અણમોલ મહાવાક્ય ( પ્રશ્ન - ઉત્તર )

પ્રશ્ન :-
કયાં એક શબ્દ નાં અર્થ સ્વરુપ માં સ્થિત થવાથી જ સર્વ કમજોરીઓ સમાપ્ત થઈ જશે ?

ઉત્તર :-
ફક્ત પુરુષાર્થી શબ્દ નાં અર્થ સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. પુરુષ અર્થાત્ આ રથ નો રથી, પ્રકૃતિ નો માલિક. આ જ એક શબ્દ નાં અર્થ સ્વરુપ માં સ્થિત થવાથી સર્વ કમજોરીઓ સમાપ્ત થઈ જશે. પુરુષ પ્રકૃતિ નાં અધિકારી છે ન કે અધીન. રથી રથ ને ચલાવવા વાળા છે ન કે રથ નાં અધીન થવા વાળા.

પ્રશ્ન : -
આદિકાળ નાં રાજ્ય અધિકારી બનવાનાં માટે કયાં સંસ્કાર હમણાં થી ધારણ કરો ?

ઉત્તર :-
પોતાનાં આદિ અવિનાશી સંસ્કાર હમણાંથી ધારણ કરો. જો લાંબોકાળ યોધ્ધાપણા નાં સંસ્કાર રહ્યાં અર્થાત્ યુદ્ધ કરતાં-કરતાં સમય વીતાવ્યો, આજે જીત કાલે હાર. હમણાં-હમણાં જીત, હમણાં-હમણાં હાર, સદા નાં વિજયીપણાનાં સંસ્કાર નથી બન્યાં તો ક્ષત્રિય કહેવાશે ન કે બ્રાહ્મણ. બ્રાહ્મણ તો દેવતા બને છે, ક્ષત્રિય, ક્ષત્રિય માં ચાલ્યાં જાય છે.

પ્રશ્ન :-
વિશ્વ પરિવર્તક બનવાનાં પહેલાં કયું પરિવર્તન કરવાની શક્તિ જોઈએ?

ઉત્તર :-
વિશ્વ પરિવર્તક બનવાનાં પહેલાં પોતાનાં સંસ્કારો ને પરિવર્તન કરવાની શક્તિ જોઈએ. દૃષ્ટિ અને વૃત્તિ નું પરિવર્તન જોઈએ. તમે દૃષ્ટા આ દૃષ્ટિ દ્વારા જોવા વાળા છો. દિવ્ય નેત્ર થી જુઓ ન કે ચામડી (શરીર) નાં નેત્રો થી. દિવ્ય નેત્ર થી જોશો તો સ્વતઃ દિવ્ય રુપ જ દેખાશે. ચામડી ની આંખો ચામડી ને જુએ, ચામડી નાં માટે વિચારે - આ કામ ફરિશ્તા તથા બ્રાહ્મણો નું નથી.

પ્રશ્ન :-
પરસ્પર બહેન-ભાઈ નાં સંબંધમાં હોવા છતાં પણ કયાં દિવ્ય નેત્ર થી જુઓ તો દૃષ્ટિ કે વૃત્તિ ક્યારેય ચંચળ ન થઈ શકે?

ઉત્તર :-
દરેક નારી શરીરધારી આત્મા ને શક્તિ રુપ, જગત માતા નું રુપ, દેવી નું રુપ જુઓ - આ જ દિવ્ય નેત્ર થી જોજો. શક્તિ નાં આગળ કોઈ આસુરી વૃત્તિ થી આવે છે તો ભસ્મ થઈ જાય છે એટલે અમારી બહેન કે ટીચર નહીં પરંતુ શિવશક્તિ છે. માતાઓ બહેનો પણ સદા પોતાનાં શિવશક્તિ સ્વરુપ માં સ્થિત રહે. મારો વિશેષ ભાઈ, વિશેષ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નહીં, તે મહાવીર છે અને તે શિવ શક્તિ છે.

પ્રશ્ન :-
મહાવીર ની વિશેષતા શું બતાવે છે?

ઉત્તર :-
એમનાં દિલમાં સદા એક રામ રહે છે. મહાવીર રામ નાં છે તો શક્તિ પણ શિવ ની છે. કોઈ પણ શરીરધારી ને જોતાં મસ્તક ની તરફ આત્માને જુઓ. વાત આત્મા થી કરવાની છે ન કે શરીર થી. નજર જ મસ્તક મણી પર જવી જોઈએ.

પ્રશ્ન :-
કયાં શબ્દ ને અલબેલા રુપ માં ઉપયોગ ન કરતાં ફક્ત એક સાવધાની રાખો, તે કઈ?

ઉત્તર :-
પુરુષાર્થી શબ્દ ને અલબેલા રુપ માં ઉપયોગ ન કરતાં ફક્ત એ જ સાવધાની રાખો કે દરેક વાત માં દૃઢ સંકલ્પ વાળા બનવાનું છે. જે પણ કરવાનું છે તે શ્રેષ્ઠ કર્મ જ કરવાનું છે. શ્રેષ્ઠ જ બનવાનું છે. ઓમ્ શાંતિ.

વરદાન :-
વિકારો નાં વંશ નાં અંશ ને પણ સમાપ્ત કરવા વાળા સર્વ સમર્પણ અથવા ટ્રસ્ટી ભવ

જે આઈવેલ નાં માટે જૂના સંસ્કારો ની પ્રોપર્ટી (મિલકત) કિનારે કરી રાખી લે છે. તો માયા કોઈ ને કોઈ રીતે થી પકડી લે છે. જૂનાં રજીસ્ટર ની નાની એવી ટુકડી થી પણ પકડાઈ જશો, માયા ખૂબ તેજ છે, એની કેચિંગ પાવર (પકડવાની શક્તિ) કોઈ ઓછી નથી એટલે વિકારોનાં વંશ નાં અંશ ને પણ સમાપ્ત કરો. જરા પણ કોઈ ખૂણામાં જૂનાં ખજાના ની નિશાની ન હોય - આને કહેવાય છે સર્વ સમર્પણ, ટ્રસ્ટી અથવા યજ્ઞ નાં સ્નેહી સહયોગી.

સ્લોગન :-
કોઈ પણ વિશેષતાનાં કારણે એનાથી વિશેષ સ્નેહ થઈ જવો - આ પણ લગાવ છે.