10-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  06.03.85    બાપદાદા મધુબનસંગમયુગ ઉત્સવ નો યુગ છે, બ્રાહ્મણ જીવન ઉત્સાહ નું જીવન છે
 


આજે હોલીએસ્ટ (સૌથી પવિત્ર), હાઈએસ્ટ (સૌથી ઊંચાં) બાપ પોતાનાં હોલી (પવિત્ર) અને હેપ્પી (સુખી) હંસો થી હોળી મનાવવા આવ્યા છે. ત્રિમૂર્તિ બાપ ત્રણ પ્રકારની હોળીનું દિવ્ય રહસ્ય સંભળાવવા આવ્યા છે. આમ તો સંગમયુગ હોલીયુગ (પવિત્રયુગ) છે. સંગમયુગ ઉત્સવનો યુગ છે. આપ શ્રેષ્ઠ આત્માઓનો દરેક દિવસ, દરેક સમય ઉત્સાહ ભરેલો ઉત્સવ છે. અજ્ઞાની આત્માઓ સ્વયંને ઉત્સાહમાં લાવવા માટે ઉત્સવ મનાવે છે. પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓ નાં માટે આ બ્રાહ્મણ જીવન ઉત્સાહનું જીવન છે. ઉમંગ, ખુશીથી ભરેલું જીવન છે એટલે સંગમયુગ જ ઉત્સવનો યુગ છે. ઈશ્વરીય જીવન સદા ઉમંગ-ઉત્સાહ વાળું જીવન છે. સદા જ ખુશીઓમાં નાચતાં, જ્ઞાનનું શક્તિશાળી અમૃત પીતા, સુખ નાં ગીત ગાતાં. દિલનાં સ્નેહનાં ગીત ગાતાં, સ્વયંનું શ્રેષ્ઠ જીવન વિતાવી રહ્યા છો. અજ્ઞાની આત્માઓ એક દિવસ મનાવે, અલ્પકાળ નાં ઉત્સાહમાં આવે પછી તેવા ને તેવા જ થઈ જાય છે. તમે ઉત્સવ મનાવતા હોલી (પવિત્ર) બની જાઓ છો અને બીજાઓને પણ હોલી બનાવો છો. તેઓ ફક્ત મનાવે છે તમે મનાવતા બની જાઓ છો. લોકો ત્રણ પ્રકારની હોળી મનાવે છે - એક બાળવાની હોળી, બીજી રંગ લગાડવાની હોળી. ત્રીજી મંગળ મિલન મનાવવાની હોળી. આ ત્રણેય હોળી છે રુહાની રહસ્યથી. પરંતુ તેઓ સ્થૂળ રુપમાં મનાવતા રહે છે. આ સંગમયુગ પર તમે મહાન આત્માઓ જ્યારે બાપનાં બનો છો અર્થાત હોલી બનો છો તો પહેલા શું કરો છો? પહેલા બધાં જૂનાં સ્વભાવ, સંસ્કાર યોગ અગ્નિથી ભસ્મ કરો છો અર્થાત બાળો છો. તેનાં પછી જ યાદ દ્વારા બાપનાં સંગનો રંગ લાગે છે. તમે પણ પહેલા બાળવા વાળી હોળી મનાવો છો પછી પ્રભુ સંગનાં રંગમાં રંગાઇ જાઓ છો અર્થાત બાપ સમાન બની જાઓ છો. બાપ જ્ઞાનસાગર તો બાળકો પણ સંગનાં રંગમાં જ્ઞાન સ્વરુપ બની જાય છે. જે બાપનાં ગુણ તે તમારા ગુણ થઈ જાય, જે બાપની શક્તિઓ તે તમારો ખજાનો બની જાય. તમારી પ્રોપર્ટી (સંપત્તિ) થઈ જાય. તો સંગનો રંગ એવો અવિનાશી લાગી જાય જે જન્મ-જન્માંતર નાં માટે આ રંગ અવિનાશી બની જાય છે. અને જ્યારે સંગનો રંગ લાગી જાય, આ રુહાની રંગની હોળી મનાવી લો છો તો આત્મા અને પરમાત્મા નાં, બાપ અને બાળકો નાં શ્રેષ્ઠ મિલન નો મેળો સદા જ થતો રહે છે. અજ્ઞાની આત્માઓએ તમારી આ રુહાની હોળી ને યાદગાર રુપમાં મનાવવાનું શરુ કર્યુ છે. તમારી પ્રેક્ટીકલ ઉત્સાહ ભરી જીવનની ભિન્ન-ભિન્ન રુપ માં યાદગાર મનાવીને અલ્પકાળ નાં માટે ખુશ થઇ જાય છે. દરેક કદમમાં, તમારા શ્રેષ્ઠ જીવનમાં જે વિશેષતાઓ પ્રાપ્ત થઈ તેને યાદ કરી થોડા સમય માટે તેઓ પણ મોજ મનાવતા રહે છે. આ યાદગાર જોઈ અથવા સાંભળી હર્ષિત થાઓ છો ને કે અમારી વિશેષતાઓનું યાદગાર છે! તમે માયા ને બાળી અને તેઓ હોળીકા ને બનાવીને બાળી દે છે. એટલી રમણીક વાર્તાઓ બનાવી છે જે સાંભળીને તમને હસવું આવશે કે અમારી વાતને કેવી બનાવી દીધી છે! હોળીનો ઉત્સવ તમારી ભિન્ન-ભિન્ન પ્રાપ્તિ નાં યાદ રુપમાં મનાવે છે. હમણાં તમે સદા ખુશ રહો છો. ખુશીની પ્રાપ્તિનું યાદગાર બહુ ખુશ થઈને હોળી મનાવે છે. આ સમયે બધાં દુઃખ ભુલી જાય છે. અને તમે સદાનાં માટે દુઃખ ભૂલી ગયા છો. તમારી ખુશીની પ્રાપ્તિનું યાદગાર મનાવે છે.

બીજી વાત મનાવવા નાં સમયે નાનાં-મોટા બહુ જ હલકા બની, હલકા રુપમાં મનાવે છે. તે દિવસ માટે બધાંનો મૂડ (મન ની સ્થિતિ) પણ હલકો રહે છે. તો આ તમારું ડબલ લાઈટ બનવાનું યાદગાર છે. જ્યારે પ્રભુ સંગનાં રંગમાં રંગાઈ જાઓ છો તો ડબલ લાઈટ બની જાઓ છો ને. તો આ વિશેષતા નું યાદગાર છે. બીજી વાત - આ દિવસે નાનાં-મોટા કોઈ પણ સંબંધવાળા સમાન સ્વભાવ માં રહે છે. ભલે નાનો પૌત્ર પણ હોય તો પણ દાદાને રંગી દેશે. બધાં સંબંધ નું, આયુ નું ભાન ભૂલી જાય છે. સમાન ભાવ માં આવી જાય છે. આ પણ તમારા વિશેષ સમાન ભાવ અર્થાત ભાઈ-ભાઈ ની સ્થિતિ અને કોઈ પણ દેહનાં સંબંધની દ્રષ્ટિ નહીં, આ ભાઈ-ભાઈની સમાન સ્થિતિનું યાદગાર છે. બીજી વાત - આ દિવસે ભિન્ન-ભિન્ન રંગો થી ખૂબ પિચકારીઓ ભરી એકબીજાને રંગે છે. આ પણ આ સમયની તમારી સેવાનું યાદગાર છે. કોઈપણ આત્માને તમે દ્રષ્ટિ ની પિચકારી દ્વારા પ્રેમ સ્વરુપ બનાવવાનો રંગ, આનંદ સ્વરુપ બનાવવાનો રંગ, સુખનો, શાંતિનો, શક્તિઓનો કેટલા રંગ લગાવો છો? એવો રંગ લગાવો છો જે સદા લાગેલો રહે. ભુસવો નથી પડતો. મહેનત નથી કરવી પડતી. વધારે જ દરેક આત્મા આ ઈચ્છે છે કે સદા આ રંગોમાં રંગાઈ ને રહું. તો બધાંની પાસે રુહાની રંગો ની દ્રષ્ટિ ની પિચકારી છે ને! હોળી રમો છો ને! આ રુહાની હોળી તમારા બધાંનાં જીવનનું યાદગાર છે. આવું બાપદાદા થી મંગળ મિલન મનાવ્યું છે, જે મિલન મનાવતા બાપ સમાન બની ગયા. એવું મંગળ મિલન મનાવ્યું છે. જે કમ્બાઈન્ડ (એક) બની ગયા છો. કોઈ અલગ કરી નથી શકતું.

બીજી વાત - આ દિવસ બધી વિતેલી વાતોને ભૂલવા નો દિવસ છે. ૬૩ જન્મોની વિતેલી વાતોને ભુલાવી દો છો ને. વીતી ને બિંદી લગાવી દો છો એટલે હોળી ને વીતી સો વીતી નો અર્થ પણ કહે છે. કેટલી પણ મોટી દુશ્મની ને ભૂલી મિલન મનાવવાનો દિવસ માનવામાં આવે છે. તમે પણ આત્માનાં દુશ્મન આસુરી સંસ્કાર, આસુરી સ્વભાવ ભૂલીને પ્રભુ મિલન મનાવ્યું ને! સંકલ્પ માત્ર પણ જૂનાં સંસ્કાર સ્મૃતિમાં ન આવે. આ પણ તમારી આ ભૂલવાની વિશેષતા નું યાદગાર મનાવી રહ્યા છે. તો સાંભળ્યું તમારી વિશેષતાઓ કેટલી છે? તમારા દરેક ગુણ નાં, દરેક વિશેષતા નાં, કર્મ નાં અલગ-અલગ યાદગાર બનાવી દીધા છે. જેમનાં દરેક કર્મ નાં યાદગાર બની જાય, જેને યાદ કરી ખુશીમાં આવી જાય તે સ્વયં કેટલા મહાન છે? સમજ્યા - સ્વયં પોતાને કે તમે કોણ છો? હોલી તો છો પરંતુ કેટલાં વિશેષ છો!

ડબલ વિદેશી ભલે આ પોતાની શ્રેષ્ઠતા નાં યાદગારને ન પણ જાણતા હોય પરંતુ તમારી યાદ નું મહત્વ દુનિયા વાળા યાદ કરી યાદગાર મનાવી રહ્યા છે. સમજ્યા હોળી શું હોય છે? તમે બધાં તો રંગમાં રંગાયેલા છો. એવાં પ્રેમનાં રંગમાં રંગાઈ ગયા જે સિવાય બાપ નાં બીજું કંઈ દેખાતું નથી. સ્નેહ માં જ ખાતા-પીતા, ચાલતાં, ગાતા, નાચતા રહો છો. પાક્કો રંગ લાગી ગયો છે ને કે કાચો છે? કયો રંગ લાગ્યો છે કાચો કે પાક્કો? વીતી સો વીતી કરી લીધી? ભૂલથી પણ જૂની વાત યાદ ન આવે. કહો છો ને શું કરીએ આવી ગઈ. આ ભૂલથી આવી જાય છે. નવો જન્મ, નવી વાતો, નવા સંસ્કાર, નવી દુનિયા, બ્રાહ્મણો નો સંસાર પણ નવો સંસાર છે. બ્રાહ્મણો ની ભાષા પણ નવી છે! આત્માની ભાષા નવી છે ને! તેઓ શું કહે અને તમે શું કહો છો! પરમાત્મા નાં પ્રતિ પણ નવી વાતો છે. તો ભાષા પણ નવી, રીત-રિવાજ પણ નવાં, સંબંધ-સંપર્ક પણ નવાં, બધું નવું થઈ ગયું. જૂનું સમાપ્ત થયું. નવું શરુ થયું, નવાં ગીત ગાઓ છો. જૂનાં નહીં. શું, કેમ નાં જૂનાં ગીત. અહા, વાહ, ઓહો આ! આ છે નવા ગીત. તો કયા ગીત ગાઓ છો? હાય હાય નાં ગીત તો નથી ગાતા ને! હાય હાય કરવાવાળા દુનિયામાં ઘણા જ છે તમે નથી. તો અવિનાશી હોળી મનાવી અર્થાત વીતી સો વીતી કરી સંપૂર્ણ પવિત્ર બની ગયા. બાપનાં સંગનાં રંગમાં રંગાઈ ગયા છો. તો હોળી મનાવી લીધી ને!

સદા બાપ અને હું, સાથે-સાથે છે. અને સંગમયુગ સદા સાથે રહીશું. અલગ થઈ જ ન શકે. આવો ઉમંગ-ઉત્સાહ દિલમાં છે ને કે હું અને મારા બાબા! કે પડદાની પાછળ ત્રીજું પણ કોઈ છે? ક્યારેક ઉંદર, ક્યારેક બિલાડી નિકળી આવે, એવું તો નથી! બધાં સમાપ્ત થઈ ગયા ને! જ્યારે બાપ મળ્યા તો બધું જ મળ્યું. બીજું કંઇ રહેતું જ નથી. ન સબંધી રહી ગયા, ખજાનાં રહી ગયા, ન શક્તિ, ન ગુણ રહી ગયા, ન જ્ઞાન રહી ગયું, ન કોઈ પ્રાપ્તિ રહી ગઈ. તો બાકી બીજું શું જોઈએ, આને કહેવાય છે હોળી મનાવવી. સમજ્યા!

તમે લોકો કેટલા મોજમાં રહો છો. બેફિકર બાદશાહ, વગર કોડી બાદશાહ, બેગમપુરનાં બાદશાહ. આવી મોજ માં કોઈ રહી ન શકે. દુનિયા નાં સાહૂકાર થી સાહૂકાર હોય અથવા દુનિયા માં નામીગ્રામી કોઈ વ્યક્તિ હોય, બહુ જ શાસ્ત્રવાદી હોય, વેદોનાં પાઠ વાંચવા વાળા હોય, નૌધા ભક્ત હોય, નંબરવન વૈજ્ઞાનિક હોય, કોઈ પણ ઓક્યુપેશન (ધંધાવાળા) હોય પરંતુ આવી મોજની જીવન ન હોઈ શકે, જેમાં મહેનત નહી મહોબ્બત જ મહોબ્બત છે. ચિંતા નથી પરંતુ શુભચિંતક છે, શુભ ચિંતન છે. આવી મોજનું જીવન આખા વિશ્વમાં ચક્કર લગાવો, જો કોઈ મળે તો લઇ આવો. એટલે ગીત ગાઓ છો ને - મધુબન માં, બાપ નાં સંસારમાં મોજ જ મોજ છે. ખાઓ તો પણ મોજ, સુવો તો પણ મોજ. ગોળી લઇને સુવાની જરુરત નથી. બાપની સાથે સૂઇ જાઓ તો ગોળી નહીં લેવી પડશે. એકલા સૂવો તો કહો છો હાઈ બ્લડ પ્રેશર છે, પીડા છે, ત્યારે ગોળી લેવી પડે. બાપ સાથે હોય, બસ બાબા તમારી સાથે સૂઈ રહ્યા છીએ, આ છે ગોળી. આવો પણ ફરી સમય આવશે જેમ આદિ માં દવાઓ નહોતી ચાલતી. યાદ છે ને. શરુમાં કેટલો સમય દવાઓ નહોતી. હા, થોડું મલાઈ માખણ ખાઈ લીધું. દવાઓ નહોતા ખાતા. તો જેમ આદિમાં પ્રેક્ટિસ (અભ્યાસ) કરાવી છે ને. હતાં તો જૂનાં શરીર. અંતમાં ફરી તે આદિ વાળા દિવસ રિપીટ થશે. સાક્ષાત્કાર પણ બધાં બહુ જ વિચિત્ર કરતાં રહેશે. અનેકોની ઇચ્છા છે ને - એકવાર સાક્ષાત્કાર થઈ જાય. લાસ્ટ (છેલ્લે) સુધી જે પાક્કા હશે તેમને સાક્ષાત્કાર થશે પછી તે સંગઠન ની ભઠ્ઠી થશે. સેવા પૂરી થઈ જશે. હમણાં સેવાનાં કારણે જ્યાં-ત્યાં છૂટા પડી ગયા છો! પછી નદીઓ બધી સાગરમાં સમાઈ જશે. પરંતુ સમય નાજુક હશે. સાધન હોવા છતાં પણ કામ નહીં કરશે એટલે બુદ્ધિની લાઈન બહુ જ ક્લિયર (સ્પષ્ટ) જોઈએ. જે ટચ (આભાસ) થઈ જાય કે હવે શું કરવાનું છે. એક સેકન્ડ પણ વાર કરી તો ગયા. જેમકે તેઓ પણ જો બટન દબાવવામાં એક સેકન્ડ પણ વાર કરી તો શું રીઝલ્ટ (પરિણામ) થશે? આ પણ જો એક સેકન્ડ ટચિંગ થવામાં વાર લાગી તો પછી પહોંચવું મુશ્કેલ થશે. તે લોકો પણ કેટલાં અટેન્શન થી બેઠા રહે છે. તો આ બુદ્ધિની ટચિંગ. જેમ શરુ માં ઘરે બેઠા અવાજ આવ્યો, બુલાવો આવ્યો કે આવો, પહોંચો, હમણાં નીકળો. અને તરત જ નીકળી પડ્યા. એવી રીતે અંતમાં પણ બાપનો અવાજ પહોંચશે. જેમ સાકારમાં બધાં બાળકોને બોલાવ્યા. એમ આકાર રુપમાં બધાં બાળકોને આવો આવો નું આહવાન કરશે. બસ આવવાનું અને સાથે જવાનું. આવી રીતે સદા પોતાની બુદ્ધિ ક્લિયર હોય અને ક્યાંય અટેન્શન (ધ્યાન) ગયું તો બાપ નો અવાજ, બાપ નું આહવાન મિસ (છૂટી) થઇ જશે. આ બધું થવાનું જ છે.

ટીચર્સ વિચારી રહ્યા છે અમે તો પહોંચી જઈશું. એ પણ થઈ શકે છે કે તમને ત્યાં જ બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે. ત્યાં કોઈ વિશેષ કાર્ય હોય. ત્યાં કોઈ બીજા ને શક્તિ આપવાની હોય. સાથે લઈ જવાનું હોય. આ પણ થશે પરંતુ બાપ નાં ડાયરેક્શન પ્રમાણ રહે. મનમત થી નહીં. લગાવ થી નહીં. હાય મારું સેવાકેન્દ્ર, આ યાદ ન આવે. ફલાણું જિજ્ઞાસુ પણ સાથે લઈ જાઉં, આ અનન્ય છે, મદદગાર છે. આવું પણ નહીં. કોઈનાં માટે પણ જો રોકાયા તો રહી જશો. આવા તૈયાર છો ને. આને કહેવાય છે એવરરેડી (સદાતૈયાર). સદા જ બધું જ સમેટેલું હોય. તે સમયે સમેટવાનો સંકલ્પ ન આવે. આ કરી લઉં, આ કરી લઉં. સાકાર માં યાદ છે ને જે સર્વિસએબુલ (સેવાધારી) બાળકો હતા તેમનાં સ્થૂળ બેગ-બેગેજ (બીસ્ત્રો) સદા તૈયાર રહેતા હતા. ટ્રેનમાં પહોંચવામાં ૫ મિનિટ છે અને ડાયરેક્શન મળતું હતું કે જાઓ. તો બેગ-બેગેજ તૈયાર રહેતા હતા. એક સ્ટેશન પહેલા ટ્રેન પહોંચી ગઈ છે - અને તેઓ જઈ રહ્યા છે. આવો પણ અનુભવ કર્યો ને. આ પણ મનની સ્થિતિ માં બેગ-બેગેજ તૈયાર હોય. બાપએ બોલાવ્યા અને બાળકો જી હાજીર થઈ જાય. આને કહેવાય અવરરેડી. અચ્છા.

આવા સદા સંગનાં રંગમાં રંગાયેલા, સદા વીતી ને વીતી કરી વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ બનાવવા વાળા, સદા પરમાત્મ મિલન મનાવવા વાળા, સદા દરેક કર્મ યાદમાં રહીને કરવા વાળા અર્થાત્ દરેક કર્મ નું યાદગાર બનાવવા વાળા, સદા ખુશીમાં નાચતા-ગાતા સંગમયુગ ની મોજ મનાવવા વાળા, આવા બાપ સમાન બાપનાં દરેક સંકલ્પ ને કેચ કરવા વાળા, સદા બુદ્ધિ શ્રેષ્ઠ અને સ્પષ્ટ રાખવાવાળા, આવા હોલી હેપ્પી હંસો ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે!

બાપ દાદાએ બધાં બાળકોને પત્રનો જવાબ દેતા હોળીની મુબારક આપી
ચારે તરફનાં દેશ-વિદેશનાં બધાં બાળકોનાં સ્નેહ ભર્યા, ઉમંગ-ઉત્સાહ ભર્યા અને ક્યાંક-ક્યાંક પોતાનાં પુરુષાર્થનાં પ્રતિજ્ઞા ભર્યા બધાંનાં પત્ર અને સંદેશ બાપદાદા ને પ્રાપ્ત થયા. બાપદાદા બધાં હોલી હંસો ને સદા "જેવા બાપ એવા અમે" આ સ્મૃતિનું વિશેષ સ્લોગન વરદાન નાં રુપમાં યાદ અપાવી રહ્યા છે. કોઈ પણ કર્મ કરતાં, સંકલ્પ કરતાં પહેલા ચેક (તપાસ) કરો જે બાપનો સંકલ્પ એ આ સંકલ્પ છે. જે બાપનું કર્મ એ મારું કર્મ છે. સેકન્ડમાં તપાસ કરો અને પછી સાકાર માં લાવો. તો સદા જ બાપ સમાન શક્તિશાળી આત્મા બની સફળતાનો અનુભવ કરશો. સફળતા જન્મસિદ્ધ અધિકાર છે, આવો સહજ પ્રાપ્તિનો અનુભવ કરશો. સફળતા નો તારો હું સ્વયં છું તો સફળતા મારાથી અલગ થઈ નથી શકતી. સફળતાની માળા સદા ગળા માં પરોવેલી છે અર્થાત્ દરેક કર્મમાં અનુભવ કરતા રહેશો. બાપદાદા આજ નાં આ હોળીનાં સંગઠનમાં આપ સર્વ હોલી હંસો ને સમ્મુખ જોઈ રહ્યા છે, મનાવી રહ્યા છે. સ્નેહ થી બધાંને જોઈ રહ્યા છે - બધાં ની વિશેષતા ની વેરાયટી (વિવિધ) સુગંધ લઈ રહ્યા છે. કેટલી મીઠી સુગંધ છે દરેકની વિશેષતાની. બાપ દરેક વિશેષ આત્માને વિશેષતાઓથી જોતા એ જ ગીત ગાય છે વાહ મારા સહજયોગી બાળક! વાહ મારા પદ્માપદમ ભાગ્યશાળી બાળક! તો બધાં પોત-પોતાની વિશેષતા અને નામ સહિત સમ્મુખ પોતાને અનુભવ કરતાં યાદ પ્યાર સ્વીકાર કરજો અને સદા બાપ ની છત્રછાયામાં રહી માયાથી ગભરાતા નહીં. નાની વાત છે, મોટી વાત નથી. નાની ને મોટી નહીં કરતાં. મોટી ને નાની કરજો. ઊંચા રહેશો તો મોટું નાનું થઇ જશે. નીચે રહેશો તો નાનું પણ મોટું થઈ જશે એટલે બાપદાદા નો સાથ છે, હાથ છે તો ગભરાવો નહીં ખૂબ ઉડો, ઉડતી કળાથી સેકન્ડમાં બધાંને પાર કરો. બાપ નો સાથ સદા જ સેફ (સલામત) રાખે છે. અને રાખશે. અચ્છા - બધાંને સિકીલધા, લાડકા કહી બાપદાદા હોળીની મુબારક આપી રહ્યા છે. (પછી તો બાપદાદા થી બધાં બાળકો એ હોળી મનાવી તથા પિકનિક કરી)

વરદાન :-
ઉંચા બાપ , ઉંચા આપણે અને ઉંચા કાર્ય આ સ્મૃતિથી શક્તિશાળી બનવા વાળા બાપ સમાન ભવ :

જેમ આજકાલની દુનિયામાં કોઈ વી.આઈ.પી. નું બાળક હશે તો તે સ્વયં ને પણ વી.આઈ.પી. સમજશે. પરંતુ બાપ થી ઉંચા તો કોઈ નથી. આપણે આવા ઉંચેથી ઉંચા બાપની સંતાન ઉંચી આત્માઓ છીયે - આ સ્મૃતિ શક્તિશાળી બનાવે છે. ઉંચાં બાપ, ઉંચાં આપણે અને ઊંચાં કાર્ય - આવી સ્મૃતિમાં રહેવાવાળા સદા સમાન બની જાય છે. આખા વિશ્વની આગળ શ્રેષ્ઠ અને ઉંચી આત્માઓ તમારા સિવાય કોઈ નથી એટલે તમારું જ ગાયન અને પૂજન થાય છે.

સ્લોગન :-
સંપૂર્ણતા નાં દર્પણમાં સૂક્ષ્મ લગાવ (મોહ) ને તપાસ કરો અને મુક્ત બનો.