10-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આત્માને સતોપ્રધાન બનાવવાની ફુરના ( ફિક્ર ) રાખો , કોઈ પણ ખામી રહી ન જાય , માયા ગફલત ન કરાવી દે

પ્રશ્ન :-
આપ બાળકોનાં મુખથી કયા શુભ બોલ સદા નીકળવાં જોઈએ?

ઉત્તર :-
સદા મુખ થી આજ શુભ બોલ બોલો કે અમે નર થી નારાયણ બનીશું, ઓછું નહીં. અમે જ વિશ્વનાં માલિક હતાં ફરીથી બનીશું. પરંતુ આ મંઝિલ ઉંચી છે, એટલે ખુબ-ખુબ ખબરદાર રહેવાનું છે. પોતાનો પોતામેલ જોવાનો છે. લક્ષ-હેતુ ને સામે રાખી પુરુષાર્થ કરતાં રહેવાનું છે, હાર્ટ ફેલ (હતાશ) નથી થવાનું.

ઓમ શાંતિ!
બાપ બેસી રુહાની બાળકો ને સમજાવે છે - અહીંયા જ્યારે યાદ ની યાત્રા માં બેસો છો તો ભાઈ-બહેનો ને કહો કે તમે આત્મ-અભિમાની થઈ બેસો અને બાપ ને યાદ કરો. આ સ્મૃતિ અપાવવી જોઇએ. તમને હવે આ સ્મૃતિ મળી રહી છે. આપણે આત્મા છીએ, આપણાં બાપ આપણને ભણાવવાં આવે છે. આપણે પણ કર્મેન્દ્રિયો દ્વારા ભણીએ છીએ. બાપ પણ કર્મેન્દ્રિયો નો આધાર લઈને આમનાં દ્વારા પહેલાં-પહેલાં કહે છે - બાપ ને યાદ કરો. બાળકોને સમજાવાયું છે કે આ છે જ્ઞાન માર્ગ. ભક્તિમાર્ગ નહિં કહેશું. જ્ઞાન ફક્ત એક જ જ્ઞાન સાગર પતિત-પાવન આપે છે. તમને પહેલાં નંબર નો પાઠ આ જ મળે છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ ખુબ જરુરી છે. બીજા કોઈ પણ સતસંગ માં કોઈને કહેતાં આવડશે નહીં. ભલે આજકાલ આર્ટિફિશિયલ (બનાવટી) સંસ્થાઓ ખુબ નીકળી છે. તમારાથી સાંભળીને કોઈ કહે પણ પરંતુ અર્થ સમજી ન શકે. સમજાવવાની અક્કલ નહીં આવશે. આ તમને જ બાપ કહે છે કે બેહદનાં બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. વિવેક પણ કહે છે આ જૂની દુનિયા છે. નવી દુનિયા અને જૂની દુનિયામાં ખુબ ફરક છે. તે છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. બોલાવે પણ છે હેં પતિત-પાવન આવો, આવીને પાવન બનાવો. ગીતામાં પણ અક્ષર છે મામેકમ્ યાદ કરો. દેહનાં સર્વ સંબંધો ત્યાગી પોતાને આત્મા સમજો. આ દેહ નાં સંબંધ પહેલાં નહોતાં. તમે આત્મા અહીં આવો છો પાર્ટ ભજવવાં. ગાયન પણ છે એકલા આવ્યાં એકલા જવાનું છે. આનો અર્થ મનુષ્ય નથી સમજતાં. હવે તમે પ્રેક્ટિકલમાં જાણો છો. આપણે હમણાં પાવન બની રહ્યાં છીએ યાદની યાત્રાથી કે યાદના બળ થી. આ છે જ રાજયોગ બળ. તે છે હઠયોગ જેનાથી મનુષ્ય થોડાં સમયનાં માટે તંદુરસ્ત રહે છે. સતયુગમાં તમે કેટલાં તંદુરસ્ત રહો છો. હઠયોગ ની દરકાર નથી. આ બધું અહીંયા આ છી-છી દુનિયામાં કરે છે. આ છે જ જૂની દુનિયા. સતયુગ નવી દુનિયા જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગઈ છે, તેમાં આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. આ કોઈને પણ ખબર નથી. ત્યાં દરેક ચીજ નવી છે. ગીત પણ છે ને જાગ સજનિયા જાગ.. નવયુગ છે સતયુગ. જૂનો યુગ છે કળયુગ. હમણાં આને કોઈ પણ સતયુગ તો નહીં કહેશે. હમણાં કળયુગ છે, તમે સતયુગનાં માટે ભણો છો. આવું ભણાવવા વાળા તો કોઈ પણ નહીં હશે જે કહે કે આ ભણતર થી તમને નવી દુનિયામાં રાજ્ય પદ મળશે. બાપનાં સિવાય બીજું કોઈ બોલી ન શકે. આપ બાળકોને દરેક વાતની સ્મૃતિ અપાવાય છે. ગફલત નથી કરવાની. બાબા બધાને સમજાવતાં રહે છે. ક્યાંય પણ બેસો, ધંધો વગેરે કરો, પોતાને આત્મા સમજી કરો. ધંધાધોરી માં જરા મુશ્કેલાત હોય છે તો જેટલું થઈ શકે - સમય નીકાળી યાદમાં બેસો ત્યારે જ આત્મા પવિત્ર થશે. બીજો કોઈ ઉપાય નથી. તમે રાજ્યોગ શીખી રહ્યાં છો નવી દુનિયાનાં માટે. ત્યાં આઇરન એજ (કળયુગી) આત્મા જઈ ન શકે. માયાએ આત્માની પાંખો તોડી નાખી છે. આત્મા ઉડે છે ને. એક શરીર છોડી બીજું લે છે. આત્મા છે સૌથી તેજ રોકેટ. આપ બાળકોને આ નવી-નવી વાતો સાંભળીને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. આત્મા કેટલું નાનું રોકેટ છે. તેમાં ૮૪ જન્મોનો પાર્ટ નોંધાયેલો છે. આવી વાતો દિલમાં યાદ રાખવાથી ઉમંગ આવશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની બુદ્ધિમાં વિદ્યા યાદ રહે છે ને. તમારી બુદ્ધિમાં હવે શું છે? બુદ્ધિ કોઈ શરીરમાં નથી. આત્મામાં જ મન-બુદ્ધિ છે. આત્મા જ ભણે છે. નોકરી વગેરે બધું આત્મા જ કરે છે. શિવબાબા પણ આત્મા છે. પરંતુ એમને પરમ કહે છે. એ જ્ઞાનનાં સાગર છે. એ ખુબ નાની બિંદી છે. આ પણ કોઈને ખબર નથી, જે એ બાપ માં સંસ્કાર છે તે જ આપ બાળકોમાં ભરાય છે. હવે તમે યોગબળ થી પાવન બની રહ્યાં છો. તેનાં માટે પુરુષાર્થ કરવો પડે. ભણતર માં ફૂરના (ફિકર) તો રહે છે કે ક્યાંય અમે ફેલ ન થઈ જઈએ. આમાં પહેલા નંબર નો વિષય જ આ છે કે આપણે આત્મા સતોપ્રધાન બનીએ. કંઈ ખામી ન રહી જાય. નહીં તો નાપાસ થઈ જશું. માયા તમને દરેક વાતમાં ભુલાવે છે. આત્મા ઈચ્છે પણ છે ચાર્ટ રાખીએ. આખાં દિવસમાં કોઇ આસુરી કામ ન કરીએ. પરંતુ માયા ચાર્ટ રાખવા નથી દેતી. તમે માયાનાં ચંબા માં આવી જાઓ છો. દિલ કહે પણ છે - પોતામેલ રાખીએ. વ્યાપારી લોકો હંમેશા ફાયદા નુકસાન નો પોતામેલ રાખે છે. તમારો તો આ ખુબ મોટો પોતામેલ છે. ૨૧ જન્મોની કમાણી છે, આમાં ગફલત ન કરવી જોઈએ. બાળકો ખુબ ગફલત કરે છે. આ બાબા ને તો આપ બાળકો સૂક્ષ્મવતન માં, સ્વર્ગ માં પણ જુઓ છો. બાબા પણ ખુબ પુરુષાર્થ કરે છે. વન્ડર (આશ્ચર્ય) પણ ખાતા રહે છે. બાબાની યાદ માં સ્નાન કરું છું, ભોજન ખાઉં છું, છતાં પણ ભૂલી જાઉં છું ફરી યાદ કરવા લાગું છું. ઉંચો વિષય છે આ. આ વાતમાં કોઈ પણ મતભેદ આવી ન શકે. ગીતામાં પણ છે દેહ સહિત દેહનાં બધાં ધર્મ છોડો. બાકી રહી આત્મા. દેહ ને ભૂલી પોતાને આત્મા સમજો. આત્મા જ પતિત તમોપ્રધાન બની છે. મનુષ્ય પછી કહી દે આત્મા નિર્લેપ છે. આત્મા સો પરમાત્મા, સો આત્મા છે એટલે સમજે છે આત્મામાં કોઈ લેપ-છેપ નથી લાગતો. તમોગુણી મનુષ્ય શિક્ષા પણ તમોગુણી આપે છે. સતોગુણી બનાવી ન શકે. ભક્તિમાર્ગમાં તમોપ્રધાન બનવાનું છે. દરેક ચીજ પહેલાં સતોપ્રધાન પછી રજો તમો માં આવે છે. કન્સ્ટ્રકશન અને ડિસ્ટ્રકશન થાય છે. બાપ નવી દુનિયાનું કન્સ્ટ્રકશન કરાવે પછી આ જૂની દુનિયાનું ડિસ્ટ્રકશન થઈ જાય છે. ભગવાન તો નવી દુનિયા રચવા વાળા છે. આ જૂની દુનિયા બદલાઈ નવી થશે. નવી દુનિયાનાં ચિન્હ તો આ લક્ષ્મી-નારાયણ છે ને. આ નવી દુનિયાનાં માલિક છે. ત્રેતા ને પણ નવી દુનિયા નહીં કહેશું. કળયુગ ને જૂની, સતયુગ ને નવું કહેવાય છે. કળયુગ અંત અને સતયુગ આદિનો આ છે સંગમયુગ. કોઈ એમ એમ.બી.એ. ભણે છે તો ઉંચ બની જાય છે ને. તમે આ ભણતર થી કેટલાં ઉંચ બનો છો. દુનિયા આ વાતને નથી જાણતી કે આમને આટલાં ઉંચા કોણે બનાવ્યાં. તમે હવે આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. બધાની જીવન કહાની ને તમે જાણો છો. આ છે જ્ઞાન . ભક્તિમાં જ્ઞાન નથી ફક્ત કર્મકાંડ શીખવાડે છે. ભક્તિ અથાહ છે. કેટલું વર્ણન કરે છે. ખુબ સુંદર દેખાય છે. બીજ માં શું સુંદરતા છે, આટલું નાનું બીજ કેટલું મોટું થઈ જાય છે. ભક્તિનું આ ઝાડ છે, અથાહ કર્મકાંડ છે. જ્ઞાનનો મંત્ર એક જ છે મનમનાભવ. બાપ કહે છે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનાં માટે મને યાદ કરો. તમે કહો પણ છો હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. રાવણરાજ્ય માં બધાં પતિત દુઃખી છે. રામરાજ્ય માં બધાં છે પાવન સુખી. રામરાજ્ય, રાવણરાજ્ય નામ તો છે. રામરાજ્ય ની કોઈને ખબર નથી સિવાય આપ બાળકોનાં. તમે હવે પુરુષાર્થ કરી રહ્યાં છો. ૮૪ જન્મોનાં રહસ્ય ને પણ તમારા સિવાય કોઈ નથી જાણતું. ભલે કરીને કહે છે ભગવાનુવાચ - મનમનાભવ. તો શું આવી રીતે થોડી કોઈ સમજાવશે કે તમે ૮૪ જન્મ કેવી રીતે પૂરા લીધાં. હવે ચક્ર પૂરું થાય છે. ગીતા સંભળાવવા વાળાનું જઈને સાંભળો-ગીતા પર શું બોલે છે. તમારી બુદ્ધિમાં તો હવે બધું જ્ઞાન ટપકતું રહે છે. બાબા પૂછે છે - આગળ ક્યારેય મળ્યાં છો? કહો છો હાં બાબા કલ્પ પહેલાં મળ્યાં હતાં. બાબા પૂછે છે અને તમે ઉત્તર આપો છો અર્થ સહિત. એવું નહીં કે પોપટ માફક કહી દેશો. પછી બાબા પૂછે છે - કેમ મળ્યાં હતાં, શું પામ્યું હતું? તો તમે કહી શકો છો - અમે વિશ્વનું રાજ્ય પામ્યું હતું, તેમાં બધું આવી જાય છે. ભલે તમે કહો છો નર થી નારાયણ બન્યાં હતાં પરંતુ વિશ્વનાં માલિક બનવું, તેમાં રાજા-રાણી અને દૈવી રાજધાની બધું છે. તેનાં માલિક રાજા, રાણી, પ્રજા બધાં બનશે. આને કહેવાય છે શુભ બોલવું. આપણે તો નર થી નારાયણ બનશું, ઓછું નહીં. બાપ કહેશે - હાં બાળકો, પૂરો પુરુષાર્થ કરો. પોતાનો પોતામેલ પણ જોવાનો છે-આ હાલતમાં અમે ઉંચ પદ પામી શકશું કે નહીં? કેટલા ને રસ્તો બતાવ્યો છે? કેટલા આંધળાની લાઠી બન્યો છું? જો સર્વિસ (સેવા) નથી કરતાં તો સમજવું જોઈએ - અમે પ્રજામાં ચાલ્યાં જઈશું. પોતાનાં દિલથી પૂછવાનું છે જો હમણાં મારું શરીર છૂટી જાય તો શું પદ પામશું? ખુબ ઉંચી મંઝિલ છે તો ખબરદાર રહેવું જોઈએ. ઘણાં બાળકો સમજે છે બરાબર અમે તો યાદ જ નથી કરતાં તો પછી પોતામેલ રાખીને શું કરશું. તેમને પછી હાર્ટફેલ (હતાશા) કહેવાય છે. તે ભણે પણ એવું જ છે. ધ્યાન નથી આપતાં. મિયા મીઠ્ઠું બની બેસી નથી જવાનું જે અંતમાં ફેલ (નપાસ) થઈ જાઓ. પોતાનું કલ્યાણ કરવાનું છે. લક્ષ્ય-હેતુ તો સામે છે. આપણે ભણીને આ બનવાનું છે. આ પણ વન્ડર છે ને. કળયુગ માં તો રાજાઈ છે નહીં. સતયુગ માં પછી આમની રાજાઈ ક્યાંથી આવી. આખો આધાર ભણતર પર છે. એવું નથી કે દેવતાઓ અને અસુરો ની લડાઈ લાગી, દેવતાઓએ જીતી ને રાજ્ય પામ્યું. હવે અસુરો અને દેવતાઓની લડાઈ લાગી કેવી રીતે શકે. ન કૌરવો અને પાંડવોની લડાઈ છે. લડાઈની વાત જ નિષેધ થઈ જાય છે. પહેલાં તો આ બતાવો કે બાપ કહે છે - દેહનાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજો. તમે આત્મા અશરીરી આવ્યાં હતાં, હવે ફરી પાછું જવાનું છે. પવિત્ર આત્માઓ જ પાછી જઈ શકશે. તમોપ્રધાન આત્માઓ તો જઈ ન શકે. આત્માની પાંખો તૂટેલી છે. માયાએ પતિત બનાવ્યાં છે. તમોપ્રધાન હોવાનાં કારણે આટલી દૂર હોલી (પવિત્ર) જગ્યાએ જઈ નથી શકતાં. હવે તમારી આત્મા કહેશે કે અમે અસલ પરમધામ માં રહેવા વાળા છીએ. અહીંયા આ ૫ તત્વો નું પૂતળું લીધું છે - પાર્ટ ભજવવા માટે. મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. કોણ? ત્યાં શરીર ગયું કે આત્મા ગઈ? શરીર તો બળી ગયું. બાકી રહી આત્મા. તે સ્વર્ગ માં તો જઈ નથી શકતી. મનુષ્યોને તો જેમણે જે સંભળાવ્યું તે કહેતાં રહે છે. ભક્તિમાર્ગ વાળાઓએ ભક્તિ જ શીખવાડી છે, ઓક્યૂપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર નથી. શિવની પૂજા સૌથી ઊંચ કહે છે. ઊંચે થી ઊંચા શિવ છે, એમને જ યાદ કરો, સિમરણ કરો. માળા પણ આપે છે. શિવ-શિવ કહેતાં માળા ફેરવતા રહો. વગર અર્થ માળા ઉઠાવી શિવ-શિવ કહેતાં રહેશે. અનેક પ્રકારની શિક્ષાઓ ગુરુ લોકો આપે છે. અહીં તો એક જ વાત છે - બાપ સ્વયં કહે છે મને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. શિવ-શિવ મુખ થી કહેવાનું નથી. બાપનું નામ બાળક થોડી જ સિમરણ કરે છે. આ છે બધું ગુપ્ત. કોઈને પણ ખબર નથી કે તમે શું કરી રહ્યાં છો. જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે તે જ સમજશે. નવાં-નવાં બાળકો આવતાં રહે છે, વૃદ્ધિ ને પામતાં રહે છે. આગળ ચાલી ડ્રામા શું દેખાડે છે તે સાક્ષી થઈને જોવાનું છે. પહેલા થી બાબા સાક્ષાત્કાર નહીં કરાવશે કે આ-આ થશે. પછી તો આર્ટિફિશિયલ (બનાવટી) થઈ જાય. આ ખુબ સમજવાની વાતો છે. તમને સમજ મળે છે, ભક્તિમાર્ગ માં બેસમજ હતાં. જાણો છો ડ્રામામાં ભક્તિની પણ નોંધ છે.

હમણાં આપ બાળકો સમજો છો - આપણે આ જૂની દુનિયામાં રહેવાવાળા નથી. વિદ્યાર્થી ને આ ભણતર બુદ્ધિમાં રહે છે. તમારે પણ મુખ્ય-મુખ્ય પોઇન્ટ (વાત) બુદ્ધિમાં ધારણ કરવાની છે. નંબરવન વાત અલ્ફ પાક્કું કરો ત્યારે આગળ ચાલો. નહીં તો ફાલતૂ પૂછતાં રહેશે. બાળકીઓ લખે છે ફલાણાએ લખીને આપ્યું છે કે ગીતાનાં ભગવાન શિવ છે, આ તો બિલકુલ ઠીક છે. ભલે એવું કહે છે પરંતુ બુદ્ધિમાં કાંઈ બેસે થોડી છે. જો સમજી જાય કે બાપ આવ્યાં છે તો કહે આવાં બાપ થી અમે જઈને મળીએ. વારસો લઈએ. એક ને પણ નિશ્ચય નથી બેસતો. ફટ થી એકની પણ ચિઠ્ઠી નથી આવતી. ભલે લખે પણ છે કે જ્ઞાન ખુબ સારું છે, પરંતુ એટલી હિંમત નથી હોતી જે સમજે વાહ આવાં બાબા, જેમનાથી અમે આટલો સમય દૂર રહ્યાં, ભક્તિમાર્ગ માં ધક્કા ખાધાં, હવે એ બાપ વિશ્વનાં માલિક બનાવવાં આવ્યાં છે. તો ભાગીને આવે. આગળ ચાલીને નીકળશે. જો બાપ ને ઓળખ્યાં છે, ઊંચે થી ઊંચા ભગવાન છે તો એમનાં બનો ને. સમજણ એવી આપવી જોઈએ જે કપાટ જ ખુલી જાય. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ધંધો વગેરે કરતાં આત્માને પાવન બનાવવા માટે સમય નીકાળી યાદની મહેનત કરવાની છે. કોઈ પણ આસુરી કામ ક્યારેય નથી કરવાનું.

2. પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. ભણતર ભણવાનું અને ભણાવવાનું છે, મિયા મીઠ્ઠું નથી બનવાનું. યાદનું બળ જમા કરવાનું છે.

વરદાન :-
સાકાર બાપ ને ફોલો કરી નંબરવન લેવાવાળા સંપૂર્ણ ફરિશ્તા ભવ

નંબરવન આવવાનું સહજ સાધન છે - જે નંબરવન બ્રહ્મા બાપ છે, એ જ વન ને જુઓ. અનેકોને જોવાનાં બદલે એક ને જુઓ અને એક ને ફોલો કરો. હમ સો ફરિશ્તા નો મંત્ર પાક્કો કરી લો તો અંતર મટી જશે પછી સાયન્સ (વિજ્ઞાન) નું યંત્ર પોતાનું કામ શરું કરશે અને આપ સંપૂર્ણ ફરિશ્તા દેવતા બની નવી દુનિયામાં અવતરિત થશો. તો સંપૂર્ણ ફરિશ્તા બનવું અર્થાત્ સાકાર બાપ ને ફોલો (અનુસરણ) કરવું.

સ્લોગન :-
મનન કરવાથી જે ખુશી રુપી માખણ નીકળે છે - એ જ જીવનને શક્તિશાળી બનાવે છે.