10-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે બાપ સમાન મોરલીધર જરુર બનવાનું છે , મોરલીધર બાળકો જ બાપ નાં મદદગાર છે , બાપ એમનાં પર જ રાજી થાય છે”

પ્રશ્ન :-
કયા બાળકોની બુદ્ધિ બહુજ-બહુજ નિર્માણ થઈ જાય છે?

ઉત્તર :-
જે અવિનાશી જ્ઞાન રત્નો નું દાન કરી સાચાં ફ્લિેંથ્રોફિસ્ટ (દાનવીર) બને છે, હોંશિયાર સેલ્સમેન બની જાય છે એમની બુદ્ધિ બહુજ-બહુજ નિર્માણ થઈ જાય છે. સેવા કરતા-કરતા બુદ્ધિ રિફાઈન થઈ જાય છે. દાન કરવામાં ક્યારેય પણ અભિમાન ન આવવું જોઈએ. હંમેશા બુદ્ધિ માં રહે કે શિવબાબા નું આપેલું આપી રહ્યા છીએ. શિવબાબા ની યાદ રહેવાથી કલ્યાણ થઈ જશે.

ગીત :-
તુમ્હીં હો માતા…

ઓમ શાંતિ!
ફક્ત માતા-પિતા વાળું ગીત સંભળાવવાથી નામ સિદ્ધ નથી થતું. પહેલાં શિવાય નમઃ નું ગીત સંભળાવીને પછી માતા-પિતા વાળું સંભળાવવાથી જ્ઞાન ની ખબર પડે છે. મનુષ્ય તો મંદિરોમાં જાય છે, લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જશે, કૃષ્ણનાં મંદિરમાં જશે, બધાની આગળ તુમ માતા-પિતા… કહી દે છે, વગર અર્થે. પહેલાં શિવાય નમઃ વાળું ગીત સંભળાવી, પછી માતા-પિતા વાળું સંભળાવવાથી મહિમા ની ખબર પડે છે. નવાં કોઈ પણ આવે તો આ ગીત સારું છે. સમજાવવામાં સહજ થાય છે. બાપનું નામ જ છે શિવ, એવું તો નહીં કહેશે કે શિવ સર્વવ્યાપી છે. પછી તો બધાની મહિમા એક થઈ જાય. એમનું નામ જ છે શિવ. બીજા કોઈ પોતાનાં પર શિવાય નમઃ નામ રાખી ન શકે. એમની મત અને ગત બધાં મનુષ્ય માત્ર થી ન્યારી છે. દેવતાઓ કરતાં પણ ન્યારી છે. આ જ્ઞાન શીખવાડવા વાળા માતા-પિતા જ છે. સંન્યાસીઓમાં તો માતા નથી એટલે તે રાજયોગ શીખવાડી ન શકે. શિવાય નમઃ તો કોઈને પણ કહી ન શકાય. દેહધારી ને શિવાય નમ: થોડી કહેવાશે? આ સમજાવવાનું છે. પરંતુ આપ બાળકોમાં પણ નંબરવાર છે. ક્યાંક સારા-સારા બાળકો પણ પોઈન્ટ્સ મિસ કરી દે છે. મિયામીઠ્ઠું તો પોતાને ખૂબ સમજે છે, એમાં દિલની સફાઈ જોઈએ. દરેક વાતમાં સાચ્ચુ બોલવાનું, સાચાં થઈને રહેવાનું છે-સમય લાગે છે. દેહ-અભિમાન માં આવવાથી પછી ફેમિલિયારટી (લૌકિકતા) વગેરે બધી વાતો આવી જાય છે. હમણાં એવું કોઈ કહી નથી શકતું કે અમે દેહી-અભિમાની છીએ, પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. નંબરવાર છે. કોઈ તો બહુજ કપૂત બાળકો છે. ખબર પડી જાય છે, કોણ બાબાની સર્વિસ કરે છે. જ્યારે શિવબાબા નાં દિલ પર ચઢે ત્યારે રુદ્ર માળા નાં નજીક આવે અને તખ્ત લાયક બને. લૌકિક બાપ નાં દિલ પર પણ સપૂત બાળકો જ ચઢે છે, જે બાપની સાથે મદદગાર બની જાય છે. આ પણ બેહદનાં બાપનાં અવિનાશી જ્ઞાન રત્નો નો ધંધો છે. તે ધંધા માં મદદ આપવા વાળા પર બાપ પણ રાજી રહેશે. અવિનાશી જ્ઞાન રત્ન ધારણ કરીને ધારણ કરાવવાનાં છે. કોઈ સમજે છે અમે ઈન્શ્યોર કર્યુ છે. એનું તો તમને મળી જશે. અહીં તો અનેકોને દાન કરવાનું છે, બાપની જેમ અવિનાશી જ્ઞાન રત્નો નાં ફ્લિેંન્થ્રોફિસ્ટ બનવાનું છે. બાપ આવે જ છે જ્ઞાન રત્નો થી ઝોલી ભરવાં, ધન ની વાત નથી. બાપ ને સપૂત બાળકો જ પસંદ હોય છે. વેપાર કરતા નથી જાણતાં તો તે મોરલીધર, સોદાગર નાં બાળકો કહેવાય કઈ રીતે શકે? શરમ આવવી જોઈએ, હું ધંધો તો કરતો નથી. સેલ્સમેન જ્યારે હોશિયાર દેખાય છે તો પછી એને ભાગીદાર બનાવાય છે. એમ જ થોડી ભાગીદારી મળી જાય છે? આ ધંધા માં લાગી જવાથી પછી ખૂબ નિર્માન બુદ્ધિ થઈ જાય છે. સેવા કરતા-કરતા બુદ્ધિ રિફાઈન થાય છે. બાબા-મમ્મા પોતાનો અનુભવ સંભળાવે છે. બાબા છે શીખવાડવા વાળા, આ તો જાણો છો આ બાબા સારી ધારણા કરી સારી મોરલી સંભળાવે છે. અચ્છા, સમજો આમનામાં શિવબાબા છે, તે તો છે જ મોરલીધર પરંતુ આ બાબા પણ તો જાણે છે ને? નહીં તો આટલું પદ કેવી રીતે મેળવે? બાબાએ સમજાવ્યું છે કે હંમેશા સમજો શિવબાબા સંભળાવે છે. શિવબાબા ની યાદ રહેવાથી તમારું પણ કલ્યાણ થઈ જશે. આમનામાં તો શિવબાબા આવે છે. તે મમ્મા અલગ બોલે છે, મમ્મા ની હેસિયત માં (પોતાનાં પ્રમાણે). એમનું નામ બાલા (પ્રસિદ્ધ) કરવાનું છે કારણ કે ફીમેલ ને લિફ્ટ અપાય (નારી ને આગળ કરાય) છે. કહે છે ને જેવી છે, તેવી છે, મારી છે, સંભાળવાની જ છે. પુરુષ લોકો જ આમ કહે છે. સ્ત્રી એવું નથી કહેતી, જેવા છે, તેવા છે… બાપ પણ કહે છે બાળકો જેવા છો, તેવા છો, સંભાળવાનાં જ છે. નામ પણ બાલા/પ્રસિદ્ધ બાપ નું જ થાય છે. અહીં બાપનું નામ તો બાલા છે જ. પછી શક્તિઓનું નામ બાલા થાય છે. એમને સર્વિસ નો સારો ચાન્સ મળે છે. દિવસે-દિવસે સર્વિસ ખૂબ સહજ થઈ જવાની છે. જ્ઞાન અને ભક્તિ, દિવસ અને રાત, સતયુગ-ત્રેતા દિવસ, ત્યાં છે સુખ, દ્વાપર-કળિયુગ છે રાત, દુઃખ. સતયુગ માં ભક્તિ હોતી નથી. કેટલું સહજ છે! પરંતુ તકદીર માં નથી તો ધારણા નથી કરી શકતાં. પોઈન્ટ્સ તો બહુજ સહજ મળે છે. મિત્ર-સંબંધીઓની પાસે જઈને સમજાવો, પોતાનાં ઘર ને ઉઠાવો (ઘરનાં સભ્યોને સમજાવો). તમે તો ગૃહસ્થ વ્યવહાર માં રહેવા વાળા છો, તો બહુજ સહજ રીતે કોઈને પણ સમજાવી શકો છો. સદ્દગતિ દાતા તો એક જ પારલૌકિક બાપ છે. એ જ શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બાકી બધાં બરોબર દુર્ગતિ કરતા આવ્યા છે, દ્વાપર થી લઈને. ભ્રષ્ટાચારી, પાપ આત્માઓ કળિયુગ માં છે. સતયુગ માં પાપ આત્માનું નામ નથી, અહીં જ અજામિલ, ગણિકાઓ, અહલ્યાઓ પાપ આત્માઓ છે. અડધોકલ્પ સ્વર્ગ કહેવાય છે. પછી ભક્તિ શરુ થાય છે તો ઉતરવાનું શરુ થઈ જાય છે. ઉતારવાનું પણ છે જરુર. સૂર્યવંશી ઉતરીને ચંદ્રવંશી બને છે. પછી ઉતરતા જ આવશે. દ્વાપર થી બધાં ઉતારવા વાળા જ મળતા આવ્યા છે. આ પણ તમે હમણાં જાણો છો. દિવસે-દિવસે તમારામાં તાકાત આવતી જશે. સાધુઓ વગેરેને સમજાવવા માટે પણ યુક્તિઓ કાઢતાં રહે છે. અંત માં સમજશે જરુર કે બરોબર પરમપિતા પરમાત્મા સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? સમજાવવા માટે પોઈન્ટ્સ ખૂબ છે. ભક્તિ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી બને છે. કળાઓ ઓછી થાય છે. હમણાં કોઈ કળા નથી રહી. ઝાડ તથા ગોળા માં પણ દેખાડ્યું છે કે કળાઓ કેવી રીતે ઓછી થાય છે? સૌથી સરળ છે સમજાવવાનું, પરંતુ તકદીર માં નથી તો સમજાવી નથી શકતાં. દેહી-અભિમાની બનતાં નથી. જૂનાં દેહ માં અટકી રહે છે. બાપ કહે છે-આ જૂની દુનિયા માંથી મમત્વ તોડી પોતાને આત્મા સમજો. દેહી-અભિમાની નહીં બનો તો પદ પણ ઊંચ મેળવી નહીં શકો. સ્ટુડન્ટ એવું થોડી ઈચ્છશે કે છેલ્લે બેસી રહીએ. મિત્ર-સંબંધી, ટીચર, સ્ટુડન્ટ વગેરે બધાં સમજી જશે, આમનું ભણવામાં ધ્યાન નથી. અહીં પણ સમજે છે શ્રીમત પર નથી ચાલતાં તો પછી આ જ હાલ થશે. કોણ પ્રજા બનશે, કોણ દાસ-દાસી, બધાં સમજી જાય છે. બાપ સમજાવે છે પોતાનાં મિત્ર-સંબંધીઓનું કલ્યાણ કરો. આ કાયદો હોય છે. ઘર માં મોટાભાઈ હોય છે તો નાના ભાઈ ને મદદ આપવી એમની ફરજ છે - આને કહેવાય છે ચેરિટી બિગેન્સ એટ હોમ (સ્વયં થી શરુઆત કરો). બાપ કહે છે ધન આપવાથી ધન ન ખૂટે… ધન આપશો નહીં તો મળશે પણ નહીં, પદ મેળવી નહીં શકો. ચાન્સ ખૂબ સારો મળે છે. રહેમદિલ બનવાનું છે. તમે સંન્યાસીઓ, સાધુઓ પર પણ રહેમદિલ બનો છો. કહો છો આવીને સમજો. તમે પોતાનાં પારલૌકિક બાપ ને નથી જાણતાં, જે બાપ ભારત ને દરેક કલ્પ સદા સુખનો વારસો આપે છે. કોઈ પણ જાણતું નથી. કહે છે ઓફિસર્સ પણ ભ્રષ્ટાચારી છે, તો પછી શ્રેષ્ઠાચારી કોણ બનાવશે?

આજકાલ તો સાધુ સમાજ નું ખૂબ માન છે. તમે લખો છો-બાપ આ બધાં પર પણ રહેમ કરે છે, તો તે વન્ડર ખાશે! આગળ ચાલી તમારું નામ પ્રસિદ્ધ થશે. તમારી પાસે ખૂબ આવતા રહેશે. પ્રદર્શનો પણ થતા રહેશે. અંત માં કોઈ જાગશે જરુર. સંન્યાસી લોકો પણ જાગશે. જશે ક્યાં, એક જ હટ્ટી છે. ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થતું (વૃદ્ધિ થતી) રહેશે. સારા-સારા ચિત્ર નીકળશે સમજાવવા માટે, જે કોઈ પણ આવીને વાંચે. જ્યારે ભંભોર ને આગ લાગશે ત્યારે મનુષ્ય જાગશે, પરંતુ ટુ લેટ. બાળકો માટે પણ એવું છે. અંતમાં કેટલું દોડી શકશે? રેસ માં પણ કોઈ પહેલાં ધીરે-ધીરે દોડે છે. વિન (જીતવાની) પ્રાઈઝ થોડા ને જ મળે છે. આ તમારી પણ ઘોડાદોડ છે. રુહાની યાત્રા માં દોડવા માટે પણ જ્ઞાની તૂ આત્મા જોઈએ. બાપ ને યાદ કરો, આ પણ જ્ઞાન છે ને? આ જ્ઞાન બીજા કોઈને નથી. જ્ઞાન થી મનુષ્ય હીરા જેવા બને છે. અજ્ઞાન થી કોડી જેવા બને છે. બાપ આવીને સતોપ્રધાન પ્રારબ્ધ બનાવે છે. પછી તે થોડું-થોડું થઈને ઓછું થતું જાય છે. આ બધાં પોઈન્ટ્સ ધારણ કરી એક્ટ માં (કર્મમાં) આવવાનું છે. આપ બાળકોએ મહાદાની બનવાનું છે. ભારતને મહાદાની કહે છે કારણ કે અહીં જ તમે બાપની આગળ તન-મન-ધન બધું અર્પણ કરો છો. તો બાપ પણ પછી બધું જ અર્પણ કરી દે છે. ભારતમાં ખૂબજ મહાદાની છે. બાકી મનુષ્ય બધાં અંધશ્રદ્ધા માં ફસાયેલા રહે છે. અહીં તો તમે ઈશ્વરની શરણાગતિ માં આવ્યા છો. રાવણ થી દુઃખી થઈ આવીને રામની શરણ લીધી છે. તમે બધાં શોક વાટિકા માં હતાં. હવે પછી અશોક વાટિકા માં અર્થાત્ સ્વર્ગમાં જવાનું છે. સ્વર્ગ સ્થાપન કરવા વાળા બાપની શરણાગતિ લીધી છે. કોઈ તો નાનપણ માં જ જબરજસ્તી આવી ગયા છે, તો એમને અહીં શરણાગતિ માં સુખ નથી આવતું. તકદીર માં નથી, એમને માયા રાવણ ની શરણ જોઈએ. ઈશ્વરની શરણાગતિ થી નીકળીને માયા ની શરણમાં જવા ઈચ્છે છે. આશ્ચર્યની વાત છે ને?

આ શિવાય નમ: વાળું ગીત સારું છે. તમે વગાડી શકો છો. મનુષ્ય તો આનો અર્થ સમજી ન શકે. તમે કહેશો અમે શ્રીમત પર યથાર્થ અર્થ સમજાવી શકીએ છીએ. તે તો ગુડ્ડીઓનો ખેલ કરે છે. ડ્રામા અનુસાર આ ગીતોની પણ મદદ મળે છે. બાપનાં બનીને પછી સર્વિસેબલ ન બન્યા તો દિલ પર કેવી રીતે ચઢી શકે છે? ઘણાં બાળકો કપૂત બની પડે છે તો કેટલું દુઃખ આપે છે? અહીં તો અમ્મા મરે તો હલવો ખાઓ, પત્ની મરે તો પણ હલવો ખાઓ, રડશે, પીટશે નહીં. ડ્રામા પર મજબૂત રહેવું જોઈએ. મમ્મા-બાબા પણ જશે, અનન્ય બાળકો પણ એડવાન્સ માં જશે. પાર્ટ તો ભજવવાનો જ છે. એમાં ચિંતાની શું વાત છે? સાક્ષી થઈને આપણે ખેલ જોઈએ છીએ. અવસ્થા સદૈવ હર્ષિત રહેવી જોઈએ. બાબાને પણ ખ્યાલાત આવે છે, લો (કાયદો) કહે છે આવશે જરુર. એવું નથી કે મમ્મા-બાબા કોઈ પરિપૂર્ણ થઈ ગયા છે. પરિપૂર્ણ અવસ્થા અંત માં થશે. આ સમયે કોઈ પણ પોતાને પરિપૂર્ણ કહી ન શકે. આ નુકસાન થયું, કોઈ ખીટપીટ થઈ, સમાચાર માં બી.કે. માટે હાહાકાર થયો, આ બધું પણ કલ્પ પહેલાં થયું હતું. ચિંતા ની શું વાત? ૧૦૦ ટકા અવસ્થા અંત માં થવાની છે. બાપ નાં દિલ પર ત્યારે ચઢશે જ્યારે રહેમદિલ બનશે, આપ સમાન બનાવશે. ઈન્શ્યોર કર્યુ તે વાત અલગ છે. તે તો પોતાનાં માટે જ કરે છે. આ તો જ્ઞાન રત્નો નું દાન બીજાઓને આપવાનું છે. બાપ ને પૂરાં યાદ નહીં કરશો તો વિકર્મો નો બોજો જે માથા પર છે, તે ખુલી જશે. પ્રદર્શન માં પણ સમજાવવા વાળા લાયક જોઈએ. હોશિયાર બનવું જોઈએ. મજા આવે છે રાત્રે યાદ કરવામાં. આ રુહાની સાજન ને પછી પ્રભાત માં યાદ કરવાનાં છે. બાબા તમે કેટલાં મીઠાં છો! શું થી શું બનાવી રહ્યા છો! અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દિલ થી સદા સાચાં રહેવાનું છે. સાચ્ચુ બોલવાનું છે, સાચાં થઈને ચાલવાનું છે. દેહ-અભિમાન નાં વશ સ્વયં ને મિયામીઠ્ઠું નથી સમજવાનું. અહંકાર માં નથી આવવાનું.

2. સાક્ષી થઈને ખેલ જોવાનો છે. ડ્રામા પર મજબૂત રહેવાનું છે. કોઈ પણ વાત ની ચિંતા નથી કરવાની. અવસ્થા સદા હર્ષિત રાખવાની છે.

વરદાન :-
સ્વરાજ્ય ની સત્તા દ્વારા વિશ્વ રાજ્ય ની સત્તા પ્રાપ્ત કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન્ ભવ

જે આ સમયે સ્વરાજ્ય સત્તાધારી અર્થાત્ કર્મેન્દ્રિય-જીત છે તે જ વિશ્વની રાજ્ય સત્તા પ્રાપ્ત કરે છે. સ્વરાજ્ય અધિકારી જ વિશ્વ રાજ્ય અધિકારી બને છે. તો ચેક કરો મન-બુદ્ધિ અને સંસ્કાર જે આત્માની શક્તિઓ છે, આત્મા આ ત્રણેય નો માલિક છે? મન તમને ચલાવે છે કે તમે મનને ચલાવો છો? ક્યારેક સંસ્કાર પોતાની તરફ ખેંચી તો નથી લેતાં? સ્વરાજ્ય અધિકારી ની સ્થિતિ સદા માસ્ટર સર્વશક્તિવાન્ છે, જેમાં કોઈ પણ શક્તિની કમી નથી.

સ્લોગન :-
સર્વ ખજાનાઓની ચાવી - “મારા બાબા” સાથે હોય તો કોઈ પણ આકર્ષણ આકર્ષિત કરી નથી શકતું.