11-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બુદ્ધિનો યોગ બાપ સાથે લગાવતા રહો તો લાંબી મુસાફરી ને સહજ જ પાર કરી લેશો

પ્રશ્ન :-
બાપ પર કુરબાન થવા માટે કઈ વાત નો ત્યાગ જરુરી છે?

ઉત્તર :-
દેહ-અભિમાનનો. દેહ-અભિમાન આવ્યું તો મર્યા, વ્યભિચારી થયાં એટલે કુરબાન થવામાં બાળકો નું હૃદય વિદીરણ થાય છે. જ્યારે કુરબાન થઈ ગયાં તો એ એક ની જ યાદ રહે. એનાં પર જ બલિહાર જવાનું છે, એમની જ શ્રીમત પર ચાલવાનું છે.

ગીત :-
રાત કે રાહી.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ - ભગવાન પોતાનાં બાળકોને રાજયોગ અને જ્ઞાન શીખવાડી રહ્યાં છે. આ કોઈ મનુષ્ય નથી. ગીતામાં લખેલું છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. હવે શ્રીકૃષ્ણ આખી દુનિયાને માયા થી છોડાવે, આ તો સંભવ નથી. બાપ જ આવીને બાળકો પ્રતિ સમજાવે છે. જેમણે બાપને પોતાનાં બનાવ્યાં છે અને બાપ ની સન્મુખ બેઠા છે. શ્રીકૃષ્ણ ને બાપ ન કહી શકાય. બાપને કહેવાય છે પરમપિતા, પરમધામ માં રહેવાવાળા. આત્મા આ શરીર દ્વારા ભગવાન ને યાદ કરે છે. બાપ બેસી સમજાવે છે કે હું તમારો બાપ પરમધામ માં રહેવા વાળો છું. હું સર્વ આત્માઓનો બાપ છું. મેં જ કલ્પ પહેલાં પણ બાળકોને આવીને શીખવાડ્યું હતું કે બુદ્ધિ નો યોગ મુજ પરમપિતા સાથે લગાવો. આત્માઓ સાથે વાત કરાય છે. આત્મા જ્યાં સુધી શરીરમાં ન આવે તો આંખો દ્વારા જોઈ ન શકે. કાનો દ્વારા સાંભળી ન શકે. આત્મા વગર શરીર જડ થઈ જાય છે. આત્મા ચૈતન્ય છે, ગર્ભ માં બાળક છે, પરંતુ જ્યાં સુધી એમાં આત્માએ પ્રવેશ નથી કર્યો ત્યાં સુધી હલન-ચલન નથી થતી. તો એવાં ચૈતન્ય આત્માઓ સાથે બાપ વાત કરે છે. કહે છે મેં આ શરીર લોન પર લીધું છે. હું આવીને સર્વ આત્માઓને પાછા લઈ જાઉં છું. પછી જે આત્માઓ સન્મુખ હોય છે એમને રાજયોગ શીખવાડું છું. રાજયોગ આખી દુનિયા નહીં શીખશે. કલ્પ પહેલાં વાળા જ રાજયોગ શીખી રહ્યાં છે.

હવે બાબા સમજાવે છે બુદ્ધિનો યોગ બાપની સાથે અંત સુધી લગાવતા રહેવાનું છે, આમાં અટકવાનું નથી. સ્ત્રી-પુરુષ હોય છે તો પહેલાં એક-બીજાને જાણતાં પણ નથી. પછી જ્યારે બંનેની સગાઈ થાય છે પછી કોઈ ૬૦-૭૦ વર્ષ પણ સાથે રહે છે, તો આખું જીવન શરીર, શરીર ને યાદ કરતા રહે છે. એ કહેશે આ મારો પતિ છે, તે કહેશે આ મારી પત્ની છે. હવે તમારી સગાઈ થઈ છે નિરાકાર સાથે. નિરાકાર બાપે જ આવીને સગાઈ કરાવી છે. કહે છે કલ્પ પહેલાં માફક આપ બાળકોની મારી સાથે સગાઈ કરાવું છું. હું નિરાકાર આ મનુષ્ય સૃષ્ટિ નું બીજરુપ છું. બધાં કહેશે આ મનુષ્ય સૃષ્ટિ ગોડ ફાધરે (પરમપિતા પરમાત્માએ) રચી છે. તો તમારા બાપ સદૈવ પરમધામ માં રહે છે. હવે કહે છે મને યાદ કરો. મુસાફરી લાંબી હોવાનાં કારણે ઘણાં બાળકો થાકી જાય છે. બુદ્ધિનો યોગ પૂરો લગાવી નથી શકતાં. માયાની ખૂબ ઠોકરો ખાવાથી થાકી જાય છે, મરી પણ જાય છે. પછી હાથ છોડી દે છે. કલ્પ પહેલાં પણ આવું જ થયું હતું. અહીં તો જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી યાદ કરવાનાં છે. સ્ત્રી નો પતિ મરી જાય છે તો પણ યાદ કરતી રહે છે. આ બાપ અથવા પતિ એમ છોડીને જવા વાળા તો નથી. કહે છે હું તમને સજનીઓને સાથે લઈ જઈશ. પરંતુ આમાં સમય લાગે છે, થાકવાનું નથી. પાપો નો બોજો માથા પર ખૂબ છે, તે યોગમાં રહેવાથી જ ઉતરશે. યોગ એવો હોય છે અંત માં બાપ અથવા સાજન સિવાય બીજું કોઈ યાદ ન આવે. જો બીજું કાંઈ યાદ આવ્યું તો વ્યભિચારી થઈ ગયાં, પછી પાપો નો દંડ ભોગવવો પડે એટલે બાપ કહે છે પરમધામ નાં રાહી થાકી નહીં જતાં.

તમે જાણો છો હું બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યો છું અને શંકર દ્વારા બધાં ધર્મનો વિનાશ કરાવું છું. હમણાં કોન્ફરન્સ કરતા રહે છે કે બધાં ધર્મ મળીને એક કેવી રીતે થઈ જાય, બધાં શાંત કેવી રીતે રહે, એનો રસ્તો કાઢીએ. હવે અનેક ધર્મો ની એક મત તો હોઈ ન શકે. એક મત થી તો એક ધર્મની સ્થાપના થાય છે. તે બધાં ધર્મ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી હોય ત્યારે પરસ્પર ક્ષીરખંડ થઈ શકે છે. રામરાજ્ય માં બધાં ક્ષીરખંડ હતાં. જાનવર પણ લડતાં નહોતાં. અહીં તો ઘર-ઘર માં ઝઘડા છે. લડે ત્યારે છે જ્યારે એમનો કોઈ ધણી-ધોણી નથી. પોતાનાં માતા-પિતા ને નથી જાણતાં. ગાય પણ છે તુમ માત-પિતા હમ બાલક તેરે.. તુમ્હારી કૃપા સે સુખ ઘનેરે. સુખ ઘનેરા તો હમણાં નથી. તો કહેશે માતા-પિતા ની કૃપા નથી. બાપને જાણતાં જ નથી, તો બાપ કૃપા કેવી રીતે કરે? પછી શિક્ષક નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલે ત્યારે કૃપા થાય. તેઓ તો કહી દે છે સર્વવ્યાપી છે, તો કોણ કૃપા કરે અને કોનાં પર કરે? કૃપા લેવાવાળા અને કરવાવાળા બંને જોઈએ. વિદ્યાર્થી પહેલાં તો આવીને શિક્ષક ની પાસે ભણે. આ કૃપા પોતાનાં પર કરે. પછી શિક્ષક નાં ડાયરેક્શન પર ચાલે. પુરુષાર્થ કરાવવા વાળા પણ જોઈએ. એ બાપ પણ છે, શિક્ષક પણ છે તો સતગુરુ પણ છે, એમને પરમપિતા, પરમશિક્ષક, પરમ સતગુરુ પણ કહેવાય છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આ સ્થાપના નું કાર્ય કરાવું છું. પતિત દુનિયાને પાવન દુનિયા બનાવું છું. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (સર્વ શક્તિમાન સત્તા) છે ને. તો વર્લ્ડ ઓથોરિટી નું રાજ્ય કાયમ કરે છે. આખી સૃષ્ટિ પર એક જ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. એમની ઓલમાઈટી ઓથોરિટી હતી. ત્યાં કોઈ લડાઈ ઝઘડો કરી ન શકે. ત્યાં માયા છે જ નહીં. છે જ ગોલ્ડન એજ (સતયુગ), સિલ્વર એજ (ત્રેતાયુગ). સતયુગ, ત્રેતા બંનેને સ્વર્ગ અથવા વૈકુંઠ કહેવાશે. બધાં ગાય પણ છે ચલો વૃંદાવન ભજો રાધે ગોવિંદ. જતા તો કોઈ નથી. ફક્ત યાદ જરુર કરે છે. હમણાં તો માયા નું રાજ્ય છે. એ બધાં રાવણની મત પર છે. જોવામાં તો મોટાં-મોટાં મનુષ્ય સારા આવે છે. મોટાં-મોટાં ટાઇટલ (શિર્ષક) મળે છે. થોડી શારીરિક હિંમત દેખાડે છે તથા સારું કર્મ કરે છે તો ટાઇટલ મળે છે. કોઈને ડોક્ટર ઓફ ફિલોસોફી, કોઈને શું એવાં-એવાં ટાઇટલ આપતાં રહે છે. હવે તમે તો છો બ્રાહ્મણ. બરાબર ભારત ની સર્વિસમાં (સેવામાં) છો. તમે દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. જ્યારે સ્થાપના થઈ જશે ત્યારે તમને ટાઇટલ્સ મળશે. સૂર્યવંશી રાજા રાણી, ચંદ્રવંશી રાજા રાણી. પછી તમારું રાજ્ય ચાલશે. ત્યાં કોઈને ટાઇટલ નથી મળતું. ત્યાં દુઃખની કોઈ વાત જ નથી, જે કોઈનું દુઃખ દૂર કરે કે બહાદુરી દેખાડે જે ટાઇટલ મળે. જે રીત-રિવાજ અહીં હોય છે તે ત્યાં નથી હોતાં. નથી લક્ષ્મી-નારાયણ આ પતિત દુનિયામાં આવી શકતાં, આ સમયે કોઈપણ પાવન દેવતા નથી. આ છે જ પતિત આસુરી દુનિયા. અનેક મત-મતાંતર માં મૂંઝાઈ ગયાં છે. અહીં તો એક જ શ્રીમત છે, જેનાંથી રાજધાની સ્થાપન થઈ રહી છે. હા ચાલતાં-ચાલતાં કોઈને માયાનો કાંટો લાગી જાય છે તો લંગડાતા રહે છે એટલે બાપ કહે છે કે સદૈવ શ્રીમત પર ચાલો. પોતાની મનમત પર ચાલવાથી દગો ખાશો. સાચ્ચી કમાણી થાય છે સાચ્ચા બાપની મત પર ચાલવાથી. પોતાની મત થી બેડો ગર્ક થઈ (ડૂબી) જશે. કેટલાં મહાવીર શ્રીમત પર ન ચાલવાનાં કારણે અધોગતિ ને પહોંચી ગયાં.

હવે આપ બાળકોએ સદ્દગતિ મેળવવાની છે. શ્રીમત પર ન ચાલ્યાં અને દુર્ગતિ થઈ તો પછી ખૂબજ પશ્ચાતાપ કરવો પડશે. પછી ધર્મરાજપુરી માં શિવબાબા આ તન માં બેસી સમજાવશે કે મેં તમને આ બ્રહ્મા તન દ્વારા આટલું સમજાવ્યું, ભણાવ્યાં, કેટલી મહેનત કરી, તમે નિશ્ચય પત્ર લખ્યાં કે શ્રીમત પર ચાલીશું, પરંતુ નહીં ચાલ્યાં. શ્રીમત ને ક્યારેય ન છોડવી જોઈએ. કાંઈ પણ થાય, બાપને બતાવવાથી સાવધાની મળતી રહેશે. કાંટો લાગે જ ત્યારે છે જ્યારે બાપ ને ભૂલો છો. બાળકો સદ્દગતિ કરવાવાળા બાપ થી પણ ૩ કોસ દૂર ભાગે છે. ગાય પણ છે વારી જાઉં, કુરબાન જાઉં. પરંતુ કોનાં પર? એવું તો નથી લખ્યું - સંન્યાસી પર વારી જાઉં! કે બ્રહ્મા, વિષ્ણુ, શંકર પર વારી જાઉં! અથવા શ્રીકૃષ્ણ પર વારી જાઉં! કુરબાન જવાનું છે પરમપિતા પરમાત્મા પર. કોઈ મનુષ્ય પર નહીં. વારસો મળે છે બાપ પાસે થી. બાપ બાળકો પર કુરબાન થાય (જાય) છે. આ બેહદ નાં બાપ પણ કહે છે, હું કુરબાન થવા આવ્યો છું. પરંતુ બાપ પર કુરબાન થવામાં બાળકોનું હૃદય કેટલું વિદીરણ થાય છે. દેહ-અભિમાન માં આવ્યાં તો મર્યા, વ્યભિચારી થયાં. યાદ એ એક ની રહેવી જોઈએ. એમનાં પર બલિહાર જવું જોઈએ. હવે નાટક પૂરું થાય છે. હવે આપણે પાછાં જવાનું છે. બાકી મિત્ર-સંબંધી વગેરે તો બધાં કબ્રદાખિલ થવાના છે. એમને શું યાદ કરીશું, આમાં અભ્યાસ ખૂબ જોઈએ. ગવાયેલું પણ છે ચઢે તો ચાખે અમૃતરસ,.... જોર થી પડે છે તો પદ ગુમાવી દે છે. એવું નથી સ્વર્ગ માં નહીં આવે. પરંતુ રાજા રાણી બનવામાં અને પ્રજા બનવામાં ફરક તો છે ને. અહીંયાનાં ભીલ પણ જુઓ, મિનિસ્ટર (મંત્રી) પણ જુઓ. ફરક છે ને એટલે પુરુષાર્થ પૂરો કરવાનો છે. કોઈ નીચે પડે (વિકાર માં જાય) છે તો એકદમ પતિત બની જાય છે. શ્રીમત પર ચાલી નથી શકતાં તો માયા નાક થી પકડી એકદમ ગટર માં નાખી દે છે. બાપદાદા નાં બનીને પછી ટ્રેટર (દગાબાજ) બનવું, એટલે એમનો સામનો કરવો એટલે બાપ કહે છે કદમ-કદમ સંભાળીને ચાલો. હવે માયાનો અંત થવાનો છે, તો માયા ઘણાઓને પાડે છે, એટલે બાળકોએ ખબરદાર રહેવાનું છે. રસ્તો જરા (થોડો) લાંબો છે, પદ પણ ખૂબ ભારે છે. જો ટ્રેટર બન્યાં તો સજા પણ ભારે છે. જ્યારે ધર્મરાજ બાબા સજા દે છે તો ખૂબ રાડો પાડે (ચિલ્લાવે) છે. જે કલ્પ-કલ્પ માટે કાયમ થઈ જાય છે. માયા ખૂબ પ્રબળ છે. થોડો પણ બાપનો ડિસરીગાર્ડ (અનાદર) કર્યો તો મર્યા. ગવાયેલું છે સતગુરુ નાં નિંદક ઠોર ન મેળવે. કામ વશ, ક્રોધ વશ ઉલ્ટા કામ કરે છે. એટલે બાપની નિંદા કરાવે છે અને દંડ નાં નિમિત્ત બની જાય છે. જો કદમ-કદમ પર પદમો ની કમાણી છે તો પદમો નું નુકસાન પણ છે. જો સર્વિસ માં જમા થાય છે તો ઉલ્ટા વિકર્મ થી ના (નુકસાન) પણ થાય છે. બાબાની પાસે પૂરો હિસાબ રહે છે. હમણાં સન્મુખ ભણાવી રહ્યાં છે તો પૂરો હિસાબ જેમકે એમની હથેળી પર છે. બાપ તો કહેશે શલ કોઈ બાળક શિવબાબા નો ડિસરીગાર્ડ ન કરે, ખૂબ વિકર્મ બને છે. યજ્ઞ સેવામાં હાડકા-હાડકા આપવાં (અથક સેવા કરવી) પડે છે. દધીચિ ઋષિ નું દૃષ્ટાંત છે ને! એમનું પણ પદ બને છે. નહીં તો પ્રજામાં પણ ભિન્ન-ભિન્ન પદ છે. પ્રજામાં પણ નોકર, ચાકર બધાં જોઈએ. ભલે ત્યાં દુઃખ નહીં હોય પરંતુ નંબરવાર પદ તો છે જ. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદની યાત્રા માં થાકવાનું નથી. એવી સાચ્ચી યાદ નો અભ્યાસ કરવાનો છે જે અંત સમય માં બાપ સિવાય કોઈ પણ યાદ ન આવે.

2. સાચ્ચા બાપની મત પર સાચ્ચી કમાણી કરવાની છે. પોતાની મનમત પર નથી ચાલવાનું. સદ્દગુરુ ની નિંદા ક્યારેય પણ નથી કરાવવાની. કામ, ક્રોધ ને વશ કોઈ ઉલ્ટું કામ નથી કરવાનું.

વરદાન :-
સંકલ્પ શક્તિ દ્વારા દરેક કાર્ય માં સફળ થવાની સિધ્ધિ પ્રાપ્ત કરવા વાળા સફળતા મૂર્ત ભવ

સંકલ્પ શક્તિ દ્વારા ઘણાં બધાં કાર્ય સહજ સફળ થવાની સિધ્ધિ નો અનુભવ થાય છે. જેમ સ્થૂળ આકાશ માં ભિન્ન-ભિન્ન સિતારા જુઓ છો એવી રીતે વિશ્વ નાં વાયુમંડળ નાં આકાશ માં ચારેય તરફ સફળતા નાં ચમકતા સિતારા ત્યારે દેખાશે જ્યારે તમારા સંકલ્પ શ્રેષ્ઠ અને શક્તિશાળી હશે, સદા એક બાપ નાં અંત માં ખોવાયેલા રહેશો, તમારા આ રુહાની નયન, રુહાની મૂર્ત દિવ્ય દર્પણ બનશે. એવાં દિવ્ય દર્પણ જ અનેક આત્માઓને આત્મિક સ્વરુપ નો અનુભવ કરાવવા વાળા સફળતામૂર્ત થાય (બને) છે.

સ્લોગન :-
નિરંતર ઈશ્વરીય સુખો નો અનુભવ કરવાવાળા જ બેફિકર બાદશાહ છે.