11-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમને અપાર ખુશી થવી જોઈએ કે આપણે હમણાં જૂનાં કપડાં છોડી ઘરે જઈશું પછી નવાં કપડાં નવી દુનિયામાં લઈશું

પ્રશ્ન :-
ડ્રામાનું કયું રહસ્ય અતિસૂક્ષ્મ સમજવાનું છે?

ઉત્તર :-
આ ડ્રામા જું ની જેમ ચાલતો રહે છે, ટિક-ટિક થતી રહે છે. જેની જે એક્ટ (પાત્ર) ચાલી તે ફરી હૂબહૂ ૫ હજાર વર્ષનાં પછી રિપીટ (પુનરાવર્તન) થશે, આ રહસ્ય બહુજ સૂક્ષ્મ સમજવાનું છે. જે બાળકો આ રહસ્યને યથાર્થ નથી સમજતા તો કહી દે છે ડ્રામામાં હશે તો પુરુષાર્થ કરી લઈશું, તે ઊંચ પદ નથી પામી શકતાં.

ઓમ શાંતિ!
બાળકોને બાપની ઓળખ મળી પછી બાપથી વારસો લેવાનો છે અને પાવન બનવાનું છે. કહે પણ છે-હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો કારણ કે સમજે છે અમે પતિત બુદ્ધિ છીએ. બુદ્ધિ પણ કહે છે આ પતિત આયરન એજડ (કળયુગી) દુનિયા છે. નવી દુનિયાને સતોપ્રધાન, જૂની દુનિયાને તમોપ્રધાન કહેવાય છે. આપ બાળકોને હમણાં બાપ મળ્યાં છે, ભક્તોને ભગવાન મળ્યાં છે, કહે પણ છે ભક્તિનાં પછી ભગવાન આવીને ભક્તિનું ફળ આપે છે કારણ કે મહેનત કરે છે તો ફળ પણ માંગે છે. ભક્ત શું મહેનત કરે છે તે તો તમે જાણો છો. તમે અડધોકલ્પ ભક્તિમાર્ગમાં ધક્કા ખાઇને થાકી ગયાં છો. ભક્તિમાં બહુજ મહેનત કરી છે. આ પણ ડ્રામામાં નોંધ છે. મહેનત કરાય છે ફાયદા માટે. સમજે છે ભગવાન આવીને ભક્તિનું ફળ આપે, તો ફળ આપવા વાળા તો પણ ભગવાન જ થયાં. ભક્ત ભગવાનને યાદ કરે છે કારણકે ભક્તિમાં દુઃખ છે, તો કહે છે આવીને અમારાં દુઃખ હરો, પાવન બનાવો.

કોઈ પણ નથી જાણતું કે હમણાં રાવણ રાજ્ય છે. રાવણે જ પતિત બનાવ્યાં છે. કહે પણ છે રામ રાજ્ય જોઈએ પરંતુ તે ક્યારે, કેવી રીતે થવાનું છે-કોઈને પણ આ ખબર નથી. આત્મા અંદર સમજે છે કે હમણાં રાવણ રાજ્ય છે. આ છે જ ભક્તિમાર્ગ. ભક્ત ખુબ નાચ-તમાશો કરે છે. ખુશી પણ થાય છે, પછી રડે પણ છે. ભગવાનનાં પ્રેમમાં આંસુ આવી જાય છે પરંતુ ભગવાનને જાણતાં નથી. જેનાં પ્રેમમાં આંસુ આવે છે, એમને જાણવાં જોઈએ ને. ચિત્રોથી તો કાંઈ મળી નથી શકતું. હાં, બહુજ ભક્તિ કરે છે તો સાક્ષાત્કાર થાય છે. બસ તેજ તેમનાં માટે ખુશી ની વાત છે. ભગવાન સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું. હું જે છું, જેવો છું, દુનિયામાં કોઈ નથી જાણતું. તમારામાં જે બાબા કહે છે તેમાં પણ કોઈ પાક્કા છે, કોઈ કાચ્ચા છે. દેહ-અભિમાન તૂટવામાં જ મહેનત લાગે છે. દેહી-અભિમાની બનવું પડે. બાપ કહે છે તમે આત્માઓ છો, તમે ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન બન્યાં છો. હમણાં આત્મા ને ત્રીજું નેત્ર મળ્યું છે. આત્મા સમજી રહી છે. આપ બાળકોને આખાં સૃષ્ટિ ચક્રનું નોલેજ બાપ આપે છે. બાપ નોલેજફુલ છે તો બાળકોને પણ નોલેજ આપે છે. કોઈ પૂછે ફક્ત તમે જ ૮૪ જન્મ લો છો? બોલો-હાં, અમારામાં કોઈ ૮૪, કોઈ ૮૨ જન્મ લે છે. વધુમાં વધું ૮૪ જન્મ જ લે છે. ૮૪ જન્મ તેમનાં છે જે શરુમાં આવે છે. જો સારી રીતે ભણી ને ઉચ્ચ પદ પામે છે, તે જલ્દી આવશે. માળામાં નજીક પરોવાશે. જેમ નવું ઘર બનતું રહે છે તો દિલમાં આવે જલ્દી બની જાય તો અમે જઈને બેસીએ. આપ બાળકોને પણ ખુશી હોવી જોઈએ-હવે આપણે આ જૂનાં કપડા છોડી નવાં લેવાનાં છે. નાટકમાં એક્ટર્સ (અભિનેતા) અડધો કલાક પહેલાથી જ ઘડિયાળને જોતાં રહે છે, સમય પૂરો થાય તો ઘરે જઈએ. તે સમય આવી જાય છે. આપ બાળકોનાં માટે બેહદની ઘડિયાળ છે. તમે જાણો છો જ્યારે કર્માતીત અવસ્થાને પામશું તો પછી અહીંયા રહેશું નહીં. કર્માતીત બનવાનાં માટે પણ યાદ માં રહેવું પડે, બહુજ મહેનત છે. નવી દુનિયામાં તમે જાઓ છો પછી એક-એક જન્મમાં કળા ઓછી થતી જાય છે. નવાં મકાનમાં ૬ મહિના બેસો તો કંઈક ને કંઈક ડાઘ વગેરે પડી જાય છે ને. થોડો ફરક પડી જાય છે. તો ત્યાં નવી દુનિયામાં પણ કોઈ તો પહેલાં આવશે, કોઈ થોડીવાર થી આવશે. પહેલાં જે આવશે તેમને કહેશું સતોપ્રધાન પછી ધીમે-ધીમે કળા ઓછી થતી જાય છે. આ ડ્રામાનું ચક્ર જું ની જેમ ચાલતું રહે છે. ટિક-ટિક થતી રહે છે. તમે જાણો છો આખી દુનિયામાં જેમનું જે પણ એક્ટ ચાલે છે, આ ચક્ર ફરતું રહે છે. આ બહુજ સૂક્ષ્મ વાતો છે સમજવાની. બાપ અનુભવ થી સંભળાવે છે.

તમે જાણો છો આ ભણતર ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. આ બન્યો-બનાવેલ ખેલ છે. આ ચક્રની કોઈને ખબર નથી. આનો ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર કોણ છે-કાંઈ પણ નથી જાણતા. હવે આપ બાળકોને ખબર છે - આપણે ૮૪ જન્મ ભોગવી હવે પાછાં જઈએ છીએ. આપણે આત્મા છીએ. દેહી-અભિમાની બનો ત્યારે ખુશીનો પારો ચઢે. તે છે હદનું નાટક, આ છે બેહદનું. બાબા આપણને આત્માઓને ભણાવી રહ્યાં છે, એ નહિ બતાવશે કે ફલાણા સમયે આ થશે. બાબાથી કોઈ પણ વાત પૂછે તો કહે છે ડ્રામામાં જે કાંઈ બતાવવાનું છે તે બતાવી દે છે, ડ્રામા અનુસાર જે જવાબ મળવાનો હતો તે મળી ગયો, બસ તેનાં પર ચાલી પડવાનું છે. ડ્રામા વગર બાપ કાંઈ પણ ન કરી શકે. ઘણાં બાળકો કહે છે ડ્રામામાં હશે તો પુરુષાર્થ કરી લઈશું, તેઓ ક્યારેય ઊંચું પદ પામી ન શકે. બાપ કહે છે પુરુષાર્થ તમારે કરવાનો છે. ડ્રામા તમને પુરુષાર્થ કરાવે છે કલ્પ પહેલાં માફક. કોઈ ડ્રામા પર ઉભા રહી જાય છે કે જે ડ્રામામાં હશે, તો સમજાઈ જાય છે તેમની તકદીરમાં નથી. હવે તમને સ્મૃતિ આવી છે-આપણે આત્મા છીએ, આપણે આ પાર્ટ ભજવવા આવ્યાં છીએ. આત્મા પણ અવિનાશી છે, પાર્ટ પણ અવિનાશી છે. ૮૪ જન્મોનો પાર્ટ આત્મામાં નોંધાયેલો છે ફરી તેજ પાર્ટ ભજવશે. આને કહેવાય છે કુદરત. કુદરતનો બીજો શું વિસ્તાર કરશું. હવે મુખ્ય વાત છે-પાવન જરુર બનવાનું છે. આજ ફિકર છે. કર્મ કરતાં બાપની યાદ માં રહેવાનું છે. તમે એક માશૂક નાં આશિક છો ને. એક માશૂક ને બધાં આશિક યાદ કરે છે. એ માશૂક કહે છે હવે મને યાદ કરો. હું તમને પાવન બનાવવાં આવ્યો છું. તમે મને જ પતિત-પાવન કહો છો પછી મને ભૂલી ગંગાને કેમ પતિત-પાવની કહો છો? હવે તમે સમજ્યું છે તો તે બધું છોડી દીધું છે. તમે સમજો છો બાપ જ પતિત-પાવન છે. હવે પતિત-પાવન કૃષ્ણને સમજી ક્યારેય યાદ નહીં કરશો. પરંતુ ભગવાન કેવી રીતે આવે છે-આ કોઈ નથી જાણતું. કૃષ્ણની આત્મા જે સતયુગમાં હતી તે અનેક રુપ ધારણ કરતાં-કરતાં હવે તમોપ્રધાન બની છે ફરી સતોપ્રધાન બને છે. શાસ્ત્રોમાં આ ભૂલ કરી દીધી છે. આ પણ ભૂલ જ્યારે થાય ત્યારે તો હું આવીને અભૂલ બનાવું ને. આ ભૂલો પણ ડ્રામામાં છે, ફરી પણ થશે. હવે તમને સમજાવ્યું છે, શિવ ભગવાનુવાચ. ભગવાન કહે પણ છે શિવને. ભગવાન તો એક જ હોય છે. બધાં ભક્તોને ફળ આપવા વાળા એક ભગવાન. એમને કોઈ પણ જાણી નથી શકતું. આત્મા કહે છે ઓ ગોડફાધર (પરમપિતા). તે લૌકિક ફાધર તો અહીંયા છે છતાં પણ એ બાપને યાદ કરે છે, તો આત્માનાં બે ફાધર થઈ જાય છે. ભક્તિમાર્ગમાં એ ફાધરને યાદ કરતાં રહે છે. આત્મા તો છે જ. આટલી બધી આત્માઓને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. એક શરીર છોડી ફરી બીજું લઈ પાર્ટ ભજવવાનો હોય છે. આ બધી વાતો બાપ જ સમજાવે છે. કહે પણ છે અમે અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છીએ. આ એક માંડવો છે. આમાં આ ચંદ્ર-તારાઓ વગેરે બધી બત્તીઓ છે. આ સૂર્ય, ચંદ્ર, તારાઓ ને મનુષ્ય દેવતા કહી દે છે કારણકે આ બહુજ સારું કામ કરે છે, રીમઝીમ કરે છે, કોઈને તકલીફ નથી આપતાં, બધાંને સુખ આપે છે. બહુજ કામ કરે છે એટલે તેમને દેવતા કહી દે છે. સારા કામ કરવા વાળા ને કહે છે ને-આ તો જાણે દેવતા છે. હવે હકીકતમાં દેવતાઓ તો સતયુગમાં હતાં. બધાં સુખ આપવા વાળા હતાં. બધાં ની પ્રીત હતી એટલે દેવતાઓથી તેમની ભેંટ કરી છે. દેવતાઓનાં ગુણ પણ ગવાય છે. તેમનાં આગળ જઈને ગાએ છે - હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી , આપ હી તરસ પરોઈ..તમને તો તરસ પડતી હશે. બાપ કહે છે તરસ પડી છે ત્યારે તો ફરીથી આવ્યો છું, તમને ગુણવાન બનાવવાં. તમે પૂજ્ય હતાં, હવે પૂજારી બન્યાં છો ફરી પૂજ્ય બનો. હમ સો નો અર્થ પણ તમને સમજાવ્યો છે. મનુષ્ય તો કહી દે છે-આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. બાપ કહે છે આ ખોટું છે. તમે આત્મા નિરાકાર હતી ફરી સો દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની. હવે સો બ્રાહ્મણ વર્ણ માં આવી છો. આત્મા પહેલાં સતોપ્રધાન, સતો, રજો, તમો માં આવે છે. હવે આપ બાળકો સમજો છો આ નોલેજ બાબા કલ્પ-કલ્પ સંગમયુગ પર આપણને આવીને આપે છે. બરાબર ભારત સ્વર્ગ હતું, ત્યાં કેટલાં થોડાં મનુષ્ય હશે. હમણાં કળયુગ છે. બધાં ધર્મ આવી ગયાં છે. સતયુગમાં થોડી કોઈ ધર્મ હતો. ત્યાં હોય જ છે એક ધર્મ. બાકી બધી આત્માઓ ચાલી જાય છે. તમે જાણો છો હવે જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે. કોઈ પણ આવે બોલો આ બેહદની ઘડિયાળ છે. બાપ એ દિવ્ય દૃષ્ટિ આપી આ ઘડિયાળ બનાવડાવી છે. જેમ તે ઘડિયાળ તમે ઘડી-ઘડી જોવો છો, હવે આ બેહદની ઘડિયાળ યાદ આવે છે. બાપ બ્રહ્મા દ્વારા એક ધર્મની સ્થાપના, શંકર દ્વારા આસુરી દુનિયાનો વિનાશ કરાવે છે. બુદ્ધિ પણ કહે છે-ચક્ર ફરવાનું જરુર છે. કળયુગનાં પછી સતયુગ આવશે. હમણાં મનુષ્ય પણ અસંખ્ય છે, ઉપદ્રવ પણ બહુજ થતો રહે છે. મૂસળ પણ તેજ છે. શાસ્ત્રોમાં તો કેટલી કથાઓ બનાવી દીધી છે. બાપ આવીને વેદો-શાસ્ત્રો નો સાર સમજાવે છે. મુખ્ય ધર્મ પણ ૪ છે. આ બ્રાહ્મણ ધર્મ છે પાંચમો. સૌથી ઊંચેથી ઊંચો આ છે નાનો ધર્મ. યજ્ઞ ની સંભાળ કરવાવાળા બ્રાહ્મણ છે. આ જ્ઞાન યજ્ઞ છે. ઉપદ્રવને મટાડવાં માટે યજ્ઞ રચે છે, તેઓ સમજે છે - આ લડાઈ વગેરે ન થાય. અરે લડાઈ નહીં થશે તો સતયુગ કેવી રીતે આવશે, આટલાં બધાં મનુષ્ય ક્યાં જશે! હું બધી આત્માઓને લઈ જાઉં છું તો જરુર શરીર અહીંયા છોડવું પડે. તમે પોકારો પણ છો-હેં બાબા, આવીને અમને પતિત થી પાવન બનાવો.

બાબા કહે છે મારે જરુર જૂની દુનિયાનો વિનાશ કરાવો પડશે. પાવન દુનિયા છે જ સતયુગ, બધાંને મુક્તિધામ લઈ જાઉં છું. બધાં કાળ ને તો બોલાવે છે ને. એ નથી સમજતા કે અમે તો કાળો નાં કાળ ને બોલાવીએ છીએ. બાપ કહે છે આ પણ ડ્રામામાં નોંધ છે. આત્માઓને છી-છી દુનિયાથી નીકાળી શાંતિધામ લઈ જાઉં છું. આ તો સારી વાત છે ને. તમારે મુક્તિમાં જઈને પછી જીવનમુક્તિમાં આવવાનું છે પછી જીવનબંધમાં. આટલાં બધાં સતયુગમાં તો નહીં આવશે પછી નંબરવાર આવશે એટલે હવે શાંતિધામ અને સુખધામને યાદ કરો. અંતમાં જે આવે છે તેમનો તો પાર્ટ જ થોડો છે. પહેલાં જરુર તે સુખ પામશે. તમારો પાર્ટ સૌથી ઊંચો છે. તમે ખુબ સુખ પામો છો. ધર્મ સ્થાપક તો ફક્ત ધર્મની સ્થાપના કરે છે, કોઈને લિબરેટ (મુક્ત) નથી કરતાં. બાપ તો ભારતમાં આવીને બધાંને જ્ઞાન આપે છે. એજ સર્વનાં પતિત-પાવન છે, સર્વને લિબરેટ કરે છે. બીજા ધર્મ સ્થાપક કોઈ સદ્દગતિ કરવા નથી આવતાં, તેઓ આવે છે ધર્મ સ્થાપન કરવાં. તેઓ કોઈ શાંતિધામ-સુખધામ માં નથી લઇ જતાં, સર્વને શાંતિધામ, સુખધામમાં બાપ જ લઈ જાય છે. જે દુઃખથી છોડાવી સુખ આપે છે, તેમનાં જ તીર્થ હોય છે. મનુષ્ય સમજતાં નથી, હકીકતમાં સાચું તીર્થ તો એક બાબાનું જ છે. મહિમા પણ એકની જ છે. બધાં તેમને પોકારે છે-હેં લિબરેટર (મુક્તિદાતા) આવો. ભારત જ સાચું તીર્થ છે, જ્યાં બાપ આવીને સર્વને મુક્તિ-જીવનમુક્તિ આપે છે. તો તમે પછી ભક્તિમાર્ગમાં એમનાં મોટાં-મોટાં મંદિર બનાવો છો. હીરા-ઝવેરાતનાં મંદિર બનાવો છો. સોમનાથનું મંદિર કેટલુ સુંદર બનાવે છે અને હમણાં જુઓ બાબા ક્યાં બેઠા છે, પતિત શરીરમાં, પતિત દુનિયામાં. તમે જ ઓળખો છો. તમે બાબાનાં મદદગાર બનો છો. બીજાઓને રસ્તો બતાવવામાં જે મદદ કરશે તેમને ઊંચ પદ મળશે. આ તો કાયદો છે. બાપ કહે છે મહેનત કરો. અનેકોને રસ્તો બતાવો કે બાપ અને વારસાને યાદ કરો. ૮૪નું ચક્ર તો સામે છે, આ છે જેમ આંધળાઓની આગળ અરીસો. આ ડ્રામા હૂબહૂ રિપીટ થાય છે તો પણ મને કોઈ નહી જાણશે. એવું નથી કે મારું મંદિર લૂટે છે તો હું કાંઈ કરું. ડ્રામામાં લૂંટવાનું જ છે, ફરી પણ લૂંટી લઈ જશે. મને બોલાવે જ છે પતિત થી પાવન બનાવો તો હું આવીને આપ બાળકોને ભણાવું છું. ડ્રામામાં વિનાશ ની પણ નોંધ છે, સો ફરી પણ થશે. હું કાંઈ ફૂંક નથી મારતો કે વિનાશ થઈ જાય. આ મૂસળ વગેરે બન્યાં છે - આ પણ ડ્રામામાં નોંધ છે. હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો છું. મારો પાર્ટ સૌથી મોટો છે-સૃષ્ટિને બદલવી, પતિત થી પાવન બનાવવી. હવે સમર્થ કોણ? હું કે ડ્રામા? રાવણને પણ ડ્રામા અનુસાર આવવાનું છે. જે નોલેજ મારામાં છે, તે આવીને આપું છું. તમે શિવબાબાની સેના છો. રાવણ પર જીત પામો છો. બાપ કહે છે સેન્ટર ખોલતાં રહો. હું આવું છું ભણાવવાં. હું કાંઈ લેતો નથી. પૈસા જે કાંઈ છે તે આમાં સફળ કરો. એવું પણ નહિ બધું ખલાસ કરી ભૂખે મરો. ભૂખે કોઇ મરી ન સકે. બાબાએ (બ્રહ્મા) બધુંજ આપ્યું પછી ભૂખે મર્યા શું? તમે ભૂખે મરો છો શું? શિવબાબા નો ભંડારો છે. આજકાલ તો દુનિયામાં જુઓ કેટલાં મનુષ્ય ભૂખે મરતા રહે છે. હવે આપ બાળકોએ તો બાપ થી પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે. આ છે રુહાની નેચર ક્યોર (નૈસર્ગિક ચિકિત્સા). બિલકુલ સરળ વાત ફક્ત મુખથી કહે છે મનમનાભવ. આત્માને ક્યોર (ઈલાજ) કરે છે એટલે બાપને અવિનાશી સર્જન પણ કહે છે. કેવું સારું ઓપરેશન શીખવાડે છે. મને યાદ કરો તો તમારાં બધાં દુઃખ દૂર થઈ જશે. ચક્રવર્તી રાજા બની જશો. આ કાંટાનાં જંગલમાં રહેતાં એવું સમજો કે આપણે ફૂલોનાં બગીચામાં જઈ રહ્યાં છીએ. ઘરે જઈ રહ્યાં છીએ. એક-બીજાને યાદ અપાવતાં રહો. અલ્લાહ ને યાદ કરો તો બે બાદશાહી મળી જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ પામવાનાં માટે બાપનાં પુરા-પુરા મદદગાર બનવાનું છે. આંધળાઓને રસ્તો દેખાડવાનો છે. બેહદની ઘડિયાળને સદા યાદ રાખવાની છે.

2. યજ્ઞ ની સંભાળ કરવાનાં માટે સાચાં-સાચાં બ્રાહ્મણ બનવાનું છે. પૈસા વગેરે જે છે તેને સફળ કરી બાપ થી પૂરે-પૂરો વારસો લેવાનો છે.

વરદાન :-
સ્વ - ઉન્નતિ દ્વારા સેવામાં ઉન્નતિ કરવા વાળા સાચાં સેવાધારી ભવ

સ્વ-ઉન્નતી સેવાની ઉન્નતિનો વિશેષ આધાર છે. સ્વ-ઉન્નતી ઓછી છે તો સેવા પણ ઓછી છે. ફક્ત કોઈને મુખ થી પરિચય આપવો જ સેવા નથી પરંતુ દરેક કર્મ દ્વારા શ્રેષ્ઠ કર્મની પ્રેરણા આપવી આ પણ સેવા છે. જે મન્સા-વાચા-કર્મણા સદા સેવામાં તત્પર રહે છે તેમને સેવા દ્વારા શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ થાય છે. જેટલી સેવા કરે તેટલાં સ્વયં પણ આગળ વધે છે. પોતાનાં શ્રેષ્ઠ કર્મ દ્વારા સેવા કરવાવાળા સદા પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરતાં રહે છે.

સ્લોગન :-
સમીપ આવવાં માટે વિચારવું-બોલવું અને કરવું સમાન બનાવો.