11-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
પ્રાણેશ્વર બાપ આવ્યાં છે આપ બાળકો ને પ્રાણદાન આપવાં , પ્રાણદાન મળવું અર્થાત્
તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું ”
પ્રશ્ન :-
ડ્રામા નાં
દરેક રહસ્ય ને જાણવાનાં કારણે કયું દૃશ્ય તમારા માટે નવું નથી?
ઉત્તર :-
આ સમયે જે આખી દુનિયામાં હંગામા છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બની પોતાનાં જ કુળ
નું ખૂન કરવાનાં માટે અનેક સાધન બનાવતાં જાય છે. આ કોઇ નવી વાત નથી કારણ કે તમે જાણો
છો આ દુનિયા તો બદલવાની જ છે. મહાભારત લડાઈ નાં પછી જ આપણી નવી દુનિયા આવશે.
ગીત :-
યહ કૌન આજ આયા …
ઓમ શાંતિ!
સવારે-સવારે આ
કોણ આવીને મુરલી વગાડે છે? દુનિયા તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે હમણાં મુરલી
સાંભળી રહ્યાં છો. જ્ઞાન સાગર, પતિત-પાવન પ્રાણેશ્વર બાપ થી. એ છે પ્રાણ બચાવવા વાળા
ઈશ્વર. કહે છે ને - હેં ઈશ્વર આ દુઃખ થી બચાવો. તેઓ હદ ની મદદ માંગે છે. હમણાં આપ
બાળકોને મળે છે બેહદની મદદ કારણ કે બેહદનાં બાપ છે ને. તમે જાણો છો - આત્મા પણ
ગુપ્ત છે. બાળકો નું શરીર પ્રત્યક્ષ છે. તો બાપ ની શ્રીમત છે બાળકો પ્રતિ. સર્વ
શાસ્ત્રમઈ શિરોમણી ગીતા પ્રસિદ્ધ છે. ફક્ત એમાં નામ નાખી દીધું છે શ્રીકૃષ્ણનું. હવે
તમે જાણો છો શ્રીમત ભગવાનુવાચ છે. આ પણ સમજી ગયાં કે ભ્રષ્ટાચારી ને શ્રેષ્ઠાચારી
બનાવવા વાળા એક જ બાપ છે. એ જ નર થી નારાયણ બનાવે છે. કથા પણ છે સત્ય નારાયણ ની.
ગવાય છે અમરકથા. અમરપુરી નાં માલિક બનાવવાની અથવા નર થી નારાયણ બનાવવાની વાત એક જ
છે. આ છે મૃત્યુલોક. ભારત જ અમરપુરી હતું. આ કોઈને પણ ખબર નથી. અહીંયા જ અમર બાબાએ
પાર્વતિયો ને સંભળાવ્યું છે. એક પાર્વતી કે એક દ્રોપદી નહોતી. આ તો અનેક બાળકો
સાંભળી રહ્યાં છે. શિવબાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે હું બ્રહ્મા
દ્વારા મીઠા-મીઠા બાળકોને સમજાવું છું.
બાપે સમજાવ્યું છે બાળકોએ આત્મ-અભિમાની જરુર બનવાનું છે. બાપ જ બનાવી શકે છે. દુનિયા
માં એક પણ મનુષ્ય માત્ર નથી જેને આત્મા નું જ્ઞાન હોય. આત્માનું જ જ્ઞાન નથી તો
પરમાત્માનું જ્ઞાન કેવી રીતે હોઈ શકે છે. કહી દે છે અમે આત્મા સો પરમાત્મા. કેટલી
ભારી ભૂલ માં આખી દુનિયા ફસાયેલી છે. બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. વિલાયત વાળા પણ
પથ્થર બુદ્ધિ ઓછા નથી, આ બુદ્ધિમાં નથી આવતું કે અમે આ જે બોમ્બસ વગેરે બનાવી રહ્યાં
છીએ, આ તો પોતાનું પણ ખૂન, આખી દુનિયાનું પણ ખૂન કરવાનાં માટે બનાવી રહ્યાં છીએ. તો
આ સમયે બુદ્ધિ કોઈ કામની નથી રહી. પોતાનાં જ વિનાશ ને માટે બધી તૈયારી કરી રહ્યાં
છે. આપ બાળકોનાં માટે આ કોઈ નવી વાત નથી. જાણો છો ડ્રામા અનુસાર તેમનો પણ પાર્ટ છે.
ડ્રામાનાં બંધન માં બંધાયેલાં છે. પથ્થરબુદ્ધિ ન હોત તો એવું કામ કરી શકે છે શું?
આખાં કુળ નો વિનાશ કરી રહ્યાં છે. વન્ડર (આશ્ચર્ય) છે ને - શું કરી રહ્યાં છે.
બેઠા-બેઠા આજે ઠીક ચાલી રહ્યું છે, કાલે મિલેટ્રી બગડી તો પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ)
ને પણ મારી દે. એવાં-એવાં સંયોગ થતાં રહે છે. કોઈને પણ સહન નથી કરતાં. પાવરફુલ (શક્તિશાળી)
છે ને. આજકાલની દુનિયા માં હંગામા ખુબ છે, પથ્થરબુદ્ધિ પણ અથાહ છે. હમણાં આપ બાળકો
જાણો છો વિનાશ કાળે જે બાપ થી વિપરીત બુદ્ધિ છે, તેમનાં માટે વિનશન્તી ગવાયેલું છે.
હવે આ દુનિયા ને બદલવાની છે. આ પણ જાણો છો બરાબર મહાભારત લડાઈ લાગી હતી. બાપે
રાજયોગ શીખવાડ્યો હતો. શાસ્ત્રોમાં તો ટોટલ વિનાશ દેખાડી દીધો છે. પરંતુ ટોટલ વિનાશ
તો થતો નથી પછી તો પ્રલય થઈ જાય. મનુષ્ય કોઈ પણ ન રહે, ફક્ત ૫ તત્વ રહી જાય. એવું
તો થઈ નથી શકતું. પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય ક્યાંથી આવે. દેખાડે છે શ્રીકૃષ્ણ
અંગૂઠો ચૂસતાં પીપળનાં પત્તા પર સાગર માં આવ્યાં. બાળક આમ કેવી રીતે આવી શકે?
શાસ્ત્રોમાં એવી-એવી વાતો લખી દીધી છે જે વાત નહીં પૂછો. હમણાં આપ કુમારીઓ દ્વારા આ
વિદ્વાનો, ભીષ્મ પિતામહ વગેરે ને પણ જ્ઞાન બાણ લાગે છે. તે પણ આગળ ચાલીને આવશે.
જેટલું-જેટલું તમે સર્વિસ (સેવા) માં જોર ભરશો, બાપ નો પરિચય બધાને આપતાં રહેશો એટલો
તમારો પ્રભાવ વધશે. હાં વિઘ્ન પણ પડશે. આ પણ ગવાયેલું છે આસુરી સંપ્રદાયનાં આ જ્ઞાન
યજ્ઞ માં ખુબ વિઘ્ન પડે છે. બિચારા પથ્થરબુદ્ધિ મનુષ્ય જાણતાં નથી કે આ શું છે? કહે
છે આમનું તો જ્ઞાન જ ન્યારું છે. આ પણ તમે સમજો છો નવી દુનિયાનાં માટે નવી વાત છે.
બાપ કહે છે આ રાજયોગ તમને બીજું કોઈ શીખવાડી નહીં શકશે. જ્ઞાન અને યોગ બાપ જ શીખવાડી
રહ્યાં છે. સદ્દગતિ દાતા એક જ બાપ છે, એ જ પતિત-પાવન છે તો જરુર પતિતો ને જ જ્ઞાન
આપશે ને. આપ બાળકો સમજો છો-અમે પથ્થર બુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યોએ મંદિર
કેટલાં અનેક બનાવ્યાં છે, પરંતુ એ કોણ છે, શું કરીને ગયાં છે, અર્થ કાંઈ પણ નથી
સમજતાં. પારસનાથ નું પણ મંદિર છે, પરંતુ કોઈને પણ ખબર નથી. ભારત પારસપુરી હતું, સોના
હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. કાલની વાત છે. તે તો લાખો વર્ષ કહી દે છે ફક્ત એક
સતયુગ ને. અને બાપ કહે છે આખો ડ્રામા જ ૫ હજાર વર્ષનો છે એટલે કહેવાય છે - આજ નું
ભારત શું છે! કાલ નું ભારત શું હતું! લાખો વર્ષની તો કોઈને સ્મૃતિ રહી ન શકે. આપ
બાળકો ને હવે સ્મૃતિ મળી છે. જાણો છો બાબા દર ૫ હજાર વર્ષ પછી આવીને આપણ ને સ્મૃતિ
અપાવે છે. આપ બાળકો સ્વર્ગનાં માલિક હતાં. ૫ હજાર વર્ષની વાત છે. કોઈથી પણ પૂછાય, આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? કેટલાં વર્ષ થયાં? તો લાખો વર્ષ કહી દેશે.
તમે સમજાવી શકો છો આ તો ૫ હજાર વર્ષની વાત છે. કહે પણ છે ક્રાઈસ્ટ થી આટલાં સમય
પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. બાપ આવે જ છે ભારત માં. આ પણ બાળકોને સમજાવ્યું છે
- બાબાની જયંતી મનાવે છે તો જરુર કંઈક કરવાં આવ્યાં હશે. પતિત-પાવન છે તો જરુર આવીને
પાવન બનાવતાં હશે. જ્ઞાન સાગર છે તો જરુર જ્ઞાન આપશે ને. યોગ માં બેસો, પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરો, આ જ્ઞાન થયું ને. તે તો છે હઠયોગી. પગ-પગ પર ચઢાવીને બેસે છે.
શું-શું કરે છે. આપ માતાઓ તો એવું કરી ન શકો. બેસી પણ ન શકો. બાપ કહે છે મીઠા બાળકો,
આ કાંઈ કરવાની તમને દરકાર નથી. સ્કૂલ માં વિદ્યાર્થી કાયદેસર તો બેસે છે ને. બાપ તો
તે પણ નથી કહેતાં. જેમ ઈચ્છો તેમ બેસો. બેસીને થાકી જાઓ તો સારું સુઈ જાઓ. બાબા કોઈ
વાતમાં મનાઈ નથી કરતાં. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે, આમાં કોઈ તકલીફ ની વાત નથી.
ભલે કેટલાં પણ બીમાર હોવ. ખબર નહીં સાંભળતા-સાંભળતા શિવબાબા ની યાદ માં રહેતા-રહેતા
અને પ્રાણ તન થી નીકળી જાય. ગવાય છે ને - ગંગા નો તટ હોય, ગંગા જળ મુખ માં હોય
ત્યારે પ્રાણ તન થી નીકળે. તે તો બધી છે ભક્તિમાર્ગ ની વાતો. હકીકત માં છે આ જ્ઞાન
અમૃત ની વાત. તમે જાણો છો - સાચે જ એવી રીતે જ પ્રાણ નીકળવાનાં છે. આપ બાળકો આવો છો
પરમધામ થી. મને છોડીને જાઓ છો. બાપ કહે છે હું તો આપ બાળકો ને સાથે લઈ જઈશ. હું
આવ્યો છું આપ બાળકો ને ઘરે લઈ જવા માટે. તમને ન પોતાનાં ઘરની ખબર છે, ન આત્માની ખબર
છે. માયાએ બિલકુલ જ પાંખો કાપી દીધી છે, એટલે આત્મા ઉડી નથી શકતી કારણ કે તમોપ્રધાન
છે. જ્યાં સુધી સતોપ્રધાન બને ત્યાં સુધી શાંતિધામ માં જઈ કેવી રીતે શકશે. આ પણ જાણો
છે - ડ્રામા પ્લાન અનુસાર બધાએ તમોપ્રધાન બનવાનું જ છે. આ સમયે આખું ઝાડ બિલકુલ
તમોપ્રધાન જડ-જડીભૂત થઈ ગયું છે. બાળકો જાણે છે બધી આત્માઓ તમોપ્રધાન છે. નવી દુનિયા
માં હોય છે સતોપ્રધાન. અહીંયા કોઈની સતોપ્રધાન અવસ્થા હોઈ ન શકે. અહીંયા આત્મા
પવિત્ર બની જાય તો પછી અહીંયા રહશે નહીં, એકદમ ભાગી જાય. બધાં ભક્તિ કરે જ છે મુક્તિ
માટે અથવા શાંતિધામ માં જવા માટે. પરંતુ કોઈ પણ પાછાં જઈ નથી શકતાં. કાયદો નથી કહેતો.
બાપ આ બધાં રહસ્ય બેસી સમજાવે છે ધારણ કરવાનાં માટે, છતાં પણ મુખ્ય વાત છે બાપ ને
યાદ કરવાં, સ્વદર્શન ચક્રધારી બનવું. બીજ ને યાદ કરવાથી આખું ઝાડ બુદ્ધિમાં આવી જશે.
ઝાડ પહેલાં નાનું હોય છે પછી મોટું થતું જાય છે. અનેક ધર્મ છે ને. તમે એક સેકન્ડ
માં જાણી લો છો. દુનિયા માં કોઈને પણ ખબર નથી. મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ બધાનાં એક
બાપ છે. બાપ ક્યારેય સર્વવ્યાપી થોડી હોઈ શકે. મોટામાં મોટી ભૂલ છે આ. તમે સમજાવો
પણ છો મનુષ્ય ને ક્યારેય ભગવાન નથી કહેવાતું. બાપ બાળકો ને બધી વાતો સહજ કરી ને
સમજાવે છે પછી જેમની તકદીર માં છે, નિશ્ચય છે તો તે જરુર બાપ થી વારસો લેશે. નિશ્ચય
નહીં હશે તો ક્યારેય પણ નહીં સમજશે. તકદીર જ નથી તો પછી તદબીર પણ શું કરશે. તકદીર
માં નથી તો તે બેસે જ એવી રીતે છે જે કાંઈ પણ સમજતાં નથી. એટલો પણ નિશ્ચય નથી કે
બાપ આવે છે બેહદનો વારસો આપવાં. જેમ કોઈ નવો વ્યક્તિ મેડિકલ કોલેજ માં જઈને બેસે તો
શું સમજશે? કાંઈ પણ નહીં. અહીંયા પણ એવી રીતે આવીને બેસે છે. આ અવિનાશી જ્ઞાન નો
વિનાશ નથી થતો. આ પણ બાપે સમજાવ્યું છે - રાજધાની સ્થાપન થાય છે ને. તો નોકર ચાકર
પ્રજા, પ્રજા નાં પણ નોકર ચાકર બધાં જોઈએ ને. તો એવાં પણ આવે છે. કોઈને તો ખુબ સારી
રીતે સમજ માં આવી જશે. ઓપિનિયન (અભિપ્રાય) પણ લખે છે ને. આગળ ચાલી કંઈક ચઢવાની
કોશિશ કરશે. પરંતુ તે સમયે છે મુશ્કેલ કારણ કે તે સમયે તો ખુબ હંગામા થશે.
દિવસ-પ્રતિદિવસ તોફાન વધતાં જાય છે. આટલાં સેવાકેન્દ્રો છે. સારી રીતે સમજશે પણ. આ
પણ લખેલું છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ પણ સામે જુએ છે. વિનાશ તો થવાનો જ
છે. સરકાર કહે છે જન્મ ઓછાં થાય, પરંતુ આમાં કરી જ શું શકશે? ઝાડની વૃદ્ધિ તો થવાની
જ છે. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી બધાં ધર્મોની આત્માઓએ અહીંયા રહેવાનું જ છે.
જ્યારે જવાનો સમય થશે ત્યારે આત્માઓનું આવવાનું બંધ થશે. હમણાં તો બધાએ આવવાનું જ
છે. પરંતુ આ વાતો કોઈ સમજતાં નથી. બાપુજી પણ કહેતાં હતાં રાવણ રાજ્ય છે, અમને
રામરાજ્ય જોઈએ. કહે છે ફલાણા સ્વર્ગવાસી થયાં તો તેનો મતલબ આ નર્ક છે ને. મનુષ્ય
આટલું પણ સમજતાં નથી. સ્વર્ગવાસી થયાં તો સારું છે ને. જરુર નર્કવાસી હતાં. બાબા
સમજાવે છે મનુષ્યોની સૂરત (ચહેરો) મનુષ્યની, સીરત (ચરિત્ર) વાંદરાની છે. બધાં ગાતાં
રહે છે પતિત-પાવન સીતારામ. અમે પતિત છીએ, પાવન બનાવવા વાળા છે બાપ. તે બધી છે
ભક્તિમાર્ગ ની સીતાઓ, બાપ છે રામ. કોઈને સીધું કહો તો માનતાં નથી. રામ ને બોલાવે
છે. હમણાં આપ બાળકો ને બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. તમે જેમકે અલગ દુનિયાનાં થઈ
ગયાં છો. જૂની દુનિયામાં શું-શું કરતાં રહે છે. હમણાં તમે સમજો છો. આપ બાળકો બેસમજ
થી સમજદાર બનો છો. રાવણે તમને કેટલાં બેસમજ બનાવી દીધાં છે. બાપ સમજાવે છે આ સમયે
બધાં મનુષ્ય તમોપ્રધાન બની ગયાં છે, ત્યારે તો બાપ આવીને સતોપ્રધાન બનાવે છે. બાપ
કહે છે ભલે આપ બાળકો પોતાની સર્વિસ પણ કરતાં રહો ફક્ત એક વાત યાદ રાખો - બાપ ને યાદ
કરો. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનો રસ્તો બીજું કોઈ બતાવી નથી શકતું. સર્વનાં
રુહાની સર્જન એક જ છે. એ જ આવીને આત્માઓને ઇન્જેક્શન લગાવે છે કારણ કે આત્મા જ
તમોપ્રધાન બની છે. બાપ ને અવિનાશી સર્જન કહેવાય છે. હમણાં આત્મા સતોપ્રધાન થી
તમોપ્રધાન બની છે, તેને ઇન્જેક્શન જોઈએ. બાપ કહે છે - બાળકો, સ્વયં ને આત્મા નિશ્ચય
કરો અને પોતાનાં બાપ ને યાદ કરો. બુદ્ધિયોગ ઉપર લગાવો. જીવતે જીવ ફાંસી પર લટકી જાઓ
અર્થાત્ બુદ્ધિયોગ સ્વીટ હોમ માં લગાવો. આપણે સ્વીટ સાઇલેન્સ હોમમાં જવાનું છે.
નિર્વાણધામ ને સ્વીટ હોમ કહેવાય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયા વિનાશ થયેલી છે એટલે આનાથી પોતે પોતાને અલગ સમજવાનું છે. ઝાડની વૃદ્ધિની
સાથે-સાથે જે વિઘ્નો રુપી તોફાન આવે છે, એનાથી ડરવાનું નથી, પાર થવાનું છે.
2. આત્મા ને સતોપ્રધાન બનાવવા માટે પોતાને જ્ઞાન-યોગનું ઇન્જેક્શન આપવાનું છે.
પોતાનો બુદ્ધિયોગ સ્વીટ હોમ માં લગાવવાનો છે,
વરદાન :-
પોતાનાં ભાગ્ય
અને ભાગ્ય વિધાતા ની સ્મૃતિ દ્વારા સર્વ મૂંઝવણો થી મુક્ત રહેવાવાળા માસ્ટર રચયિતા
ભવ
સદા વાહ મારું ભાગ્ય
અને વાહ ભાગ્ય વિધાતા! આ મન નાં સૂક્ષ્મ અવાજ ને સાંભળતાં રહો ખુશી માં નાચતાં રહો.
જાણવાનું હતું તે જાણી લીધું, પામવાનું હતું તે પામી લીધું - આ જ અનુભવો માં રહો તો
સર્વ મૂંઝવણો થી મુક્ત થઈ જશો. હવે મુંઝાયેલી આત્માઓને નીકાળવાનો સમય છે એટલે
માસ્ટર સર્વશક્તિમાન છું, માસ્ટર રચયિતા છું - આ સ્મૃતિ થી બાળપણની નાની-નાની વાતોમાં
સમય નહીં ગુમાવો.
સ્લોગન :-
કમળ આસનધારી જ
માયા ની આકર્ષણ થી ન્યારા, બાપનાં સ્નેહ માં પ્યારા શ્રેષ્ઠ કર્મયોગી છે.