11-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પૂર્વ - નિર્ધારિત નાટક છે , આ નાટક થી એક પણ આત્મા છૂટી નથી શકતો , મોક્ષ કોઈને મળી નથી શકતો”

પ્રશ્ન :-
ઊંચા માં ઊંચા પતિત-પાવન બાપ ભોળાનાથ કેવી રીતે છે?

ઉત્તર :-
આપ બાળકો એમને ચોખા મુઠ્ઠી આપી મહેલ લઈ લો છો, એટલે જ બાપ ને ભોળાનાથ કહેવાય છે. તમે કહો છો શિવબાબા અમારો દીકરો છે, એ દીકરો એવો છે જે ક્યારેય કંઈ લેતો નથી, સદા આપે છે. ભક્તિમાં કહે છે જે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે. પરંતુ ભક્તિ માં તો અલ્પકાળ નું મળે છે. જ્ઞાન માં સમજ થી કરે એટલે સદાકાળનું મળે છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો સાથે રુહાની બાપ રુહરિહાન કરી રહ્યા છે અથવા એમ કહેવાશે રુહાની બાપ બાળકોને રાજયોગ શીખવાડી રહ્યા છે. તમે આવ્યા છો બેહદનાં બાપ પાસેથી રાજયોગ શીખવા એટલે બુદ્ધિ ચાલી જવી જોઈએ બાપ તરફ. આ છે પરમાત્મ-જ્ઞાન આત્માઓ પ્રત્યે. ભગવાનુવાચ સાલિગ્રામો પ્રત્યે. આત્માઓને જ સાંભળવાનું છે એટલે આત્મ-અભિમાની બનવાનું છે. પહેલાં તમે દેહ-અભિમાની હતાં. આ પુરુષોત્તમ સંગમયુગ પર જ બાપ આવીને આપ બાળકોને આત્મ-અભિમાની બનાવે છે. આત્મ-અભિમાની અને દેહ-અભિમાની નો ફરક તમે સમજી ગયા છો. બાપે સમજાવ્યું છે, આત્મા શરીર દ્વારા પાર્ટ ભજવે છે. ભણે આત્મા છે, શરીર નહીં. પરંતુ દેહ-અભિમાન હોવાના કારણે સમજે છે ફલાણા ભણાવે છે. આપ બાળકોને જે ભણાવવા વાળા છે એ છે નિરાકાર. એમનું નામ છે શિવ. શિવબાબા ને પોતાનું શરીર નથી હોતું. બીજા બધાં કહેશે મારું શરીર. આ કોણે કહ્યું? આત્માએ કહ્યું-આ મારું શરીર છે. બાકી તે બધું છે શારીરિક ભણતર. અનેક પ્રકારનાં એમાં વિષયો હોય છે. બી.એ. વગેરે કેટલાં નામ છે? આમાં એક જ નામ છે, ભણતર પણ એક જ ભણાવે છે. એક જ બાપ આવીને ભણાવે છે, તો બાપ ને જ યાદ કરવા પડે. આપણને બેહદનાં બાપ ભણાવે છે, એમનું નામ શું છે? એમનું નામ છે શિવ. એવું નથી કે નામ-રુપ થી ન્યારા છે. મનુષ્યો નું નામ શરીર પર પડે છે. કહેશે ફલાણાનું આ શરીર છે. એવી રીતે શિવબાબા નું નામ નથી. મનુષ્યો નાં નામ શરીર પર છે, એક જ નિરાકાર બાપ છે જેમનું નામ છે શિવ. જ્યારે ભણાવવા આવે છે તો પણ નામ શિવ જ છે. આ શરીર તો એમનું નથી. ભગવાન એક જ હોય છે, ૧૦-૧૨ નથી. એ છે જ એક પછી મનુષ્ય એમને ૨૪ અવતાર કહે છે. બાપ કહે છે મને ખૂબ ભટકાવ્યો છે. પરમાત્મા ને ઠીક્કર-ભીત્તર બધામાં કહી દીધાં છે. જેવી રીતે ભક્તિમાર્ગ માં પોતે ભટકે છે તેવી રીતે મને પણ ભટકાવ્યો છે. ડ્રામા અનુસાર એમનો વાત કરવાનો ઢંગ કેટલો શીતળ છે. સમજાવે છે મારા ઉપર બધાએ કેટલો અપકાર કર્યો છે? મારી કેટલી ગ્લાનિ કરી છે? મનુષ્ય કહે છે અમે નિષ્કામ સેવા કરીએ છીએ, બાપ કહે છે મારા સિવાય કોઈ નિષ્કામ સેવા કરી નથી શકતાં. જે કરે છે એમને ફળ જરુર મળે છે. હમણાં તમને ફળ મળી રહ્યું છે. ગાયન છે કે ભક્તિનું ફળ ભગવાન આપશે કારણકે ભગવાન છે જ્ઞાન નાં સાગર. ભક્તિમાં અડધોકલ્પ તમે કર્મકાંડ કરતાં આવ્યા છો. હવે આ જ્ઞાન છે ભણતર. ભણતર મળે છે એકવાર અને એક જ બાપ પાસેથી. બાપ પુરુષોત્તમ સંગમયુગ પર એક જ વાર આવીને તમને પુરુષોત્તમ બનાવીને જાય છે. આ છે જ્ઞાન અને તે છે ભક્તિ. અડધોકલ્પ તમે ભક્તિ કરતા હતાં, હવે જે ભક્તિ નથી કરતા, એમને વહેમ આવે છે કે ખબર નહીં, ભક્તિ નથી કરી ત્યારે ફલાણા મરી ગયા, બીમાર થઈ ગયાં. પરંતુ એવું નથી.

બાપ કહે છે-બાળકો, તમે પોકારતા આવ્યા છો કે આપ આવીને પતિતો ને પાવન બનાવી બધાની સદ્દગતિ કરો. તો હવે હું આવ્યો છું. ભક્તિ અલગ છે, જ્ઞાન અલગ છે. ભક્તિ થી અડધોકલ્પ થાય છે રાત, જ્ઞાન થી અડધાકલ્પ માટે થાય છે દિવસ. રામરાજ્ય અને રાવણરાજ્ય બંને બેહદ છે. બંને નો સમય બરાબર છે. આ સમયે ભોગી હોવાના કારણે દુનિયાની વૃદ્ધિ વધારે થાય છે, આયુષ્ય પણ ઓછું થાય છે. વૃદ્ધિ વધારે ન થાય એના માટે પછી પ્રબંધ રચે છે. આપ બાળકો જાણો છો આટલી મોટી દુનિયાને ઓછી કરવાનું તો બાપનું જ કામ છે. બાપ આવે જ છે ઓછી કરવાં. પોકારે પણ છે બાબા આવીને અધર્મ વિનાશ કરો અર્થાત્ સૃષ્ટિને ઓછી કરો. દુનિયા તો જાણતી નથી કે બાપ કેટલી ઓછી કરી દે છે? થોડા મનુષ્ય રહી જાય છે. બાકી બધાં આત્માઓ પોતાનાં ઘરે ચાલ્યા જાય છે પછી નંબરવાર પાર્ટ ભજવવા આવે છે. નાટક માં જેટલો પાર્ટ મોડે થી હોય છે, તે ઘરે થી પણ મોડે થી આવે છે. પોતાનો ધંધો વગેરે પૂરો કરી પછી આવે છે. નાટક વાળા પણ પોતાનો ધંધો કરે છે, પછી સમય પર નાટક માં આવી જાય છે પાર્ટ ભજવવાં. તમારું પણ એવું જ છે, અંત માં જેમનો પાર્ટ છે તે અંત માં આવે છે. જે પહેલાં-પહેલાં શરુ નાં પાર્ટધારી છે તે સતયુગ આદિ માં આવે છે. અંત વાળા જુઓ તો હમણાં આવતા જ રહે છે. ડાળીઓ અંત સુધી આવતી રહે છે.

આ સમયે આપ બાળકોને જ્ઞાન ની વાતો સમજાવાય છે અને સવારે યાદ માં બેસો છો, તે છે ડ્રિલ. આત્માએ પોતાનાં બાપને યાદ કરવાના છે. યોગ શબ્દ છોડી દો. આમાં મૂંઝાય છે. કહે છે અમારો યોગ નથી લાગતો. બાપ કહે છે-અરે, બાપ ને તમે યાદ નથી કરી શકતાં? શું આ સારી વાત છે? યાદ નહીં કરશો તો પાવન કેવી રીતે બનશો? બાપ છે જ પતિત-પાવન. બાપ આવીને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. આ વેરાઈટી ધર્મ અને વેરાઈટી મનુષ્યો નું વૃક્ષ છે. આખી સૃષ્ટિનાં જે પણ મનુષ્ય માત્ર છે બધાં પાર્ટધારી છે. કેટલાં અસંખ્ય મનુષ્ય છે, હિસાબ કાઢે છે-એક વર્ષ માં આટલાં કરોડ પેદા થઈ જશે. પછી એટલી જગ્યા જ ક્યાં છે? ત્યારે બાપ કહે છે હું આવ્યો છું લિમિટેડ નંબર કરવાં. જ્યારે બધાં આત્મા ઉપરથી આવી જાય છે, મારું ઘર ખાલી થઈ જાય છે. બાકી છે પણ જે બચે છે તે પણ આવી જાય છે. ઝાડ ક્યારેય સૂકાતું નથી, ચાલ્યું આવે છે. અંત માં જ્યારે ત્યાં કોઈ રહેતું નથી, પછી બધાં જશે. નવી દુનિયામાં કેટલાં થોડા હતાં? હમણાં કેટલાં અસંખ્ય છે. શરીર તો બધાનાં બદલાતા જાય છે. તે પણ જન્મ તે જ લેશે જે કલ્પ-કલ્પ લે છે. આ વર્લ્ડ ડ્રામા કેવી રીતે ચાલે છે? બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. બેહદનું નાટક કેટલું મોટું છે? કેટલી સમજવાની વાતો છે? બેહદ નાં બાપ તો જ્ઞાન નાં સાગર છે. બાકી તો બધાં લિમિટેડ છે. વેદ-શાસ્ત્ર વગેરે કંઈક બનાવે છે, વધારે તો કંઈ બનશે નહીં. તમે લખતા જાઓ શરુ થી લઈને તો કેટલી લાંબી ગીતા બની જાય. બધું છપાતું જાય તો મકાન થી પણ મોટી ગીતા બની જાય એટલે મોટાઈ આપી છે સાગર ને સ્યાહી બનાવી દો… પછી આ પણ કહી દે છે કે ચકલીએ સાગર ને હપ કર્યો. તમે ચકલીઓ છો, આખા જ્ઞાન-સાગર ને હપ કરી રહી છો. તમે હમણાં બ્રાહ્મણ બન્યા છો. તમને હમણાં જ્ઞાન મળ્યું છે. જ્ઞાન થી તમે બધુંજ જાણી ગયા છો. કલ્પ-કલ્પ તમે અહીં ભણતર ભણો છો, એમાં કંઈ ઓછું-વધારે નથી થવાનું. જેટલો જે પુરુષાર્થ કરે છે, એમની એટલી પ્રારબ્ધ બને છે. દરેક સમજી શકે છે કે અમે કેટલો પુરુષાર્થ કરી, કેટલું પદ મેળવવા લાયક બની રહ્યા છીએ? સ્કૂલમાં પણ નંબરવાર પરીક્ષા પાસ કરે છે. સૂર્યવંશી-ચંદ્રવંશી બંને બને છે. જે નાપાસ થાય છે તે ચંદ્રવંશી બને છે. કોઈ જાણતું નથી કે રામ ને બાણ કેમ દીધાં છે? મારામારી ની હિસ્ટ્રી બનાવી દીધી છે. આ સમયે છે જ મારામારી. તમે જાણો છો જે જેવું કર્મ કરે છે એમને એવું ફળ મળે છે. જેવી રીતે કોઈ હોસ્પિટલ બનાવે છે તો બીજા જન્મ માં એમનું આયુષ્ય લાંબુ અને તંદુરસ્ત હશે. કોઈ ધર્મશાળા, સ્કૂલ બનાવે છે તો એમને અડધાકલ્પ નું સુખ મળે છે. અહીં બાળકો જ્યારે આવે છે તો બાબા પૂછે છે તમને કેટલાં બાળકો છે? તો કહે છે ૩ લૌકિક અને એક શિવબાબા કારણ કે એ વારસો આપે પણ છે તો લે પણ છે. હિસાબ છે. એમને લેવાનું કંઈ નથી, એ તો દાતા છે. ચોખા મુઠ્ઠી આપીને તમે મહેલ લઈ લો છો, એટલે ભોળાનાથ છે. પતિત-પાવન જ્ઞાન-સાગર છે. હવે બાપ કહે છે આ ભક્તિનાં જે શાસ્ત્ર છે એનો સાર સમજાવું છું. ભક્તિનું ફળ હોય છે અડધાકલ્પ નું. સંન્યાસી કહે છે આ સુખ કાગ વિષ્ટા સમાન છે, એટલે ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે. કહે છે અમને સ્વર્ગનાં સુખ નથી જોઈતા, જે ફરી નર્ક માં આવવું પડે. અમને મોક્ષ જોઈએ. પરંતુ એ યાદ રાખો કે આ બેહદનું નાટક છે. આ નાટક થી એક પણ આત્મા છૂટી નથી શકતો, પૂર્વ-નિર્ધારિત છે. ત્યારે ગાય છે બની બનાઈ બન રહી… પરંતુ ભક્તિમાર્ગ માં ચિંતા કરવી પડે છે. જે કંઈ પસાર કર્યુ છે તે ફરી થશે. ૮૪ નું ચક્ર તમે લગાવો છો. આ ક્યારેય બંધ નથી થતું, પૂર્વ-નિર્ધારિત છે. આમાં તમે પોતાનાં પુરુષાર્થ ને ઊડાવી કેવી રીતે શકો છો? તમારા કહેવાથી તમે નીકળી નથી શકતાં. મોક્ષ ને મેળવવો, જ્યોતિ જ્યોત સમાવું, બ્રહ્મ માં લીન થવું-આ એક જ છે. અનેક મત છે, અનેક ધર્મ છે. પછી કહી દે છે તમારી ગત-મત તમે જ જાણો. તમારી શ્રીમત થી સદ્દગતિ મળે છે. તે તમે જ જાણો છો. તમે જ્યારે આવો ત્યારે અમે પણ જાણીએ અને અમે પણ પાવન બનીએ. ભણતર ભણીએ અને અમારી સદ્દગતિ થાય. જ્યારે સદ્દગતિ થઈ જાય છે તો પછી કોઈ બોલાવતા જ નથી. આ સમયે બધાની ઉપર દુઃખો નાં પહાડ પડવાના છે. ખૂને નાહક ખેલ દેખાડે છે અને ગોવર્ધન પહાડ પણ દેખાડે છે. આંગળી થી પહાડ ઉઠાવ્યો. તમે આનો અર્થ જાણો છો. તમે થોડાક બાળકો આ દુઃખો નાં પહાડ ને હટાવો છો. દુઃખ પણ સહન કરો છો.

તમારે વશીકરણ મંત્ર બધાને આપવાનો છે. કહે છે તુલસીદાસ ચંદન ઘિસે… તિલક રાજાઈ નું તમને મળે છે. પોત-પોતાની મહેનત થી. તમે રાજાઈ માટે ભણી રહ્યા છો. રાજયોગ જેનાથી રાજાઈ મળે છે તે ભણાવવા વાળા એક જ બાપ છે. હમણાં તમે ઘરે બેઠાં છો, આ દરબાર નથી. દરબાર એને કહેવાય છે જ્યાં રાજાઓ-મહારાજાઓ મળે છે. આ પાઠશાળા છે. સમજાવાય છે કોઈ બ્રાહ્મણી વિકારી ને નથી લાવી શકતી. પતિત વાયુમંડળ ને ખરાબ કરશે, એટલે પરવાનગી નથી આપતાં. જ્યારે પવિત્ર બને, ત્યારે પરવાનગી અપાય. હમણાં કોઈ-કોઈને પરવાનગી આપવી પડે છે. જો અહીંથી જઈને પતિત બન્યા તો ધારણા નહીં થશે. આ થયું પોતે-પોતાને શ્રાપિત કરવાં. વિકાર છે જ રાવણની મત. રામ ની મત છોડી રાવણ ની મત થી વિકારી બની પથ્થર બની ગયા છે. આવી ગરુડ પુરાણમાં ખૂબ રોચક વાતો લખી દીધી છે. બાપ કહે છે મનુષ્ય, મનુષ્ય જ બને છે, જાનવર વગેરે નથી બનતાં. ભણતરમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી હોતી. તમારું આ ભણતર છે. સ્ટુડન્ટ પણ પાસ થઈને કમાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વશીકરણ મંત્ર બધાને આપવાનો છે. ભણતર ની મહેનત થી રાજાઈ નું તિલક લેવાનું છે. આ દુઃખો નાં પહાડ ને હટાવવામાં પોતાની આંગળી આપવાની છે.

2. સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બાપ ને યાદ કરવાની ડ્રિલ કરવાની છે. બાકી યોગ-યોગ કહી મૂંઝાવાનું નથી.

વરદાન :-
સેવા માં વિઘ્નો ને ઉન્નતિ ની સીડી સમજી આગળ વધવા વાળા નિર્વિઘ્ન , સાચાં સેવાધારી ભવ

સેવા બ્રાહ્મણ જીવન ને સદા નિર્વિઘ્ન બનાવવાનું સાધન પણ છે અને પછી સેવા માં જ વિઘ્નો નાં પેપર પણ વધારે આવે છે. નિર્વિઘ્ન સેવાધારી ને સાચાં સેવાધારી કહેવાય છે. વિઘ્ન આવવા આ પણ ડ્રામા માં નોંધ છે. આવવાના જ છે અને આવતા જ રહેશે કારણ કે આ વિઘ્ન અથવા પેપર અનુભવી બનાવે છે. આને વિઘ્ન ન સમજી, અનુભવ ની ઉન્નતિ થઈ રહી છે-આ ભાવ થી જુઓ તો ઉન્નતિ ની સીડી અનુભવ થશે અને આગળ વધતા રહેશો.

સ્લોગન :-
વિઘ્ન રુપ નહીં, વિઘ્ન-વિનાશક બનો.