11-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે જ લાંબાકાળ થી વિખુટા પડેલાં છો , તમે જ પૂરાં ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો , હવે તમારે દુઃખ નાં બંધન થી સુખ નાં સંબંધ માં જવાનું છે , તો અપાર ખુશી માં રહો

પ્રશ્ન :-
અપાર ખુશી કયાં બાળકોને સદા રહી શકે છે?

ઉત્તર :-
જેમને નિશ્ચય છે કે ૧- બાબા અમને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યાં છે. ૨- અમારા સાચાં બાબા એ જ ગીતા નું સાચું-સાચું જ્ઞાન સંભળાવવા આવ્યાં છે. ૩- અમે આત્મા હવે ઈશ્વર ની ગોદ (નાં ખોળા) માં બેઠાં છીએ. હું આત્મા આ શરીર સહિત બાપ નો બન્યો છું. ૪- બાબા અમને ભક્તિનું ફળ (સદ્દગતિ) આપવા આવ્યાં છે. ૫- બાબાએ અમને ત્રિકાળદર્શી બનાવ્યાં છે. ૬- ભગવાને અમને મા બનીને એડોપ્ટ કર્યા (અપનાવ્યા) છે. અમે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ. જે આ સ્મૃતિ અથવા નિશ્ચય માં રહે એમને અપાર ખુશી રહે છે.

ઓમ શાંતિ!
બાળકોને નિશ્ચય છે કે અમે આત્મા છીએ. બાબા ભગવાન અમને ભણાવી રહ્યાં છે. તો બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. સન્મુખ આવવાથી આત્મા સમજે છે કે બાબા આવેલાં છે - સર્વ ની સદ્દગતિ કરવાં. સર્વ નાં સદ્દગતિ દાતા જીવનમુક્તિ દાતા એ જ છે. બાળકો જાણે છે - માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. પરંતુ એ તો સમજો છો ને - અમે બાબા નાં સન્મુખ બેઠાં છીએ. નિરાકાર બાબા આ રથ પર સવાર છે. જેવી રીતે મુસલમાન લોકો પટકો ઘોડા પર રાખે છે. કહેશે આ ઘોડા પર મોહમ્મદ ની સવારી હતી. નિશાની રાખી દે છે. અહીં તો છે નિરાકાર બાબા ની પ્રવેશતા. બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. સ્વર્ગ નાં માલિક બનાવવા વાળા બાબા અથવા વિશ્વ નાં માલિક બનાવવા વાળા બાબા આવી ગયાં છે. બાબા છે ગીતા નાં સાચાં-સાચાં ભગવાન. આત્મા ની બુદ્ધિ બાપ તરફ ચાલી જાય છે. આ છે આત્માઓ નો પ્રેમ બાપ સાથે. આ ખુશી કોને ચઢે છે? જે બહુજકાળ (લાંબાકાળ) થી અલગ થયેલાં છે. બાબા સ્વયં પણ કહે છે મેં તમને સુખ નાં સંબંધમાં મોકલ્યાં હતાં, હવે દુઃખ નાં બંધન માં છો. તમે હવે સમજો છો બધાં તો ૮૪ જન્મ નથી લેતાં. ૮૪ લાખનું ચક્ર તો કોઈની બુદ્ધિમાં બેસી ન શકે. બાબાએ ૮૪ નું ચક્ર બિલકુલ ઠીક બતાવ્યું છે. બાબા નાં બાળકો ૮૪ જન્મ લેતાં રહે છે. હમણાં તો તમે જાણો છો અમે આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા સાંભળીએ છીએ. બાબા આ મુખ દ્વારા સંભળાવી રહ્યાં છે. સ્વયં કહે છે મારે આ ઓર્ગન્સ નો આધાર લેવો પડે છે, એમનું નામ બ્રહ્મા રાખવું પડે. પ્રજાપિતા બ્રહ્મા તો મનુષ્ય જોઈએ ને. સૂક્ષ્મવતન માં થોડી કહેશે પ્રજાપિતા બ્રહ્મા. સ્થૂળવતન માં આવીને કહે છે હું આ બ્રહ્મા તન માં પ્રવેશ કરી તમને એડોપ્ટ કરું છું. તમે જાણો છો આપણે આત્માઓ ઈશ્વર ની ગોદ માં જઈએ છીએ. શરીર વગર તો ગોદ હોઈ ન શકે. આત્મા કહે છે હું શરીર દ્વારા એમનો બનું છું. આ શરીર એમણે લોન લીધું છે. આ જીવ (શરીર) એમનો નથી. પરમાત્માએ આમાં પ્રવેશ કર્યો છે. આપ આત્મા પણ શરીરમાં પ્રવેશ થયાં છો ને! આ બાબા પણ કહે છે - હું પણ આમાં છું, ક્યારેક બાળક બની જાઉં છું, ક્યારેક મા પણ બની જાઉં છું. જાદુગર છે ને. કોઈ પછી આ ખેલપાલ ને જાદુગરી સમજે છે. દુનિયામાં ખોટી રિદ્ધિ સિદ્ધિ નું કામ ખૂબ ચાલે છે. કૃષ્ણ પણ બની જાય છે, જેમનો ભાવ કૃષ્ણ માં હશે તો એમને ઝટ કૃષ્ણ દેખાશે. એમને માની લેશે પછી એમનાં ફોલોઅર્સ (અનુયાયીઓ) પણ બની જશે. અહીં તો બધી જ્ઞાનની વાત છે. પહેલાં એ પાક્કો નિશ્ચય જોઈએ કે હું આત્મા છું અને બાબા તો કહે છે હું તમારો બાપ છું, આપ બાળકોને ત્રિકાળદર્શી બનાવું છું. આવું જ્ઞાન કોઈ આપી ન શકે. ભક્તિમાર્ગ નો જ્યારે અંત થાય છે ત્યારે બાપ ને આવવું પડે છે. ભલે ઘણાં ને શિવલિંગ નો, અખંડ જ્યોતિ સ્વરુપ નો સાક્ષાત્કાર થાય છે. જેવી જેની ભાવના હોય છે તો તે હું પૂરી કરું છું. પરંતુ મારા થી (મને) કોઈ મળતું જ નથી. મને તો ઓળખતાં જ નથી. હમણાં તો તમે સમજો છો બાબા પણ બિંદુ છે, અમે પણ બિંદુ છીએ. મારી આત્મા માં આ જ્ઞાન છે, તમારી આત્મા માં પણ જ્ઞાન છે. આ કોઈને ખબર નથી કે આપણે આત્મા પરમધામ માં રહેવા વાળા છીએ. જ્યારે તમે બાબા ની સામે આવીને બેસી જાઓ છો તો રોમાંચ ઉભાં થઈ જાય છે. ઓહો! શિવબાબા જે જ્ઞાન નાં સાગર છે એ આમનામાં બેસી અમને ભણાવે છે. બાકી કૃષ્ણ અથવા ગોપીઓની તો વાત જ નથી. ન અહીંયા, ન સતયુગ માં હશે. ત્યાં તો દરેક પ્રિન્સ (રાજકુમાર) પોતાનાં મહેલો માં રહે છે. આ બધી વાતો ને તેઓ જ સમજશે જે આવીને બાપ થી વારસો લેશે. તો આ ખુશી પણ અંદર રહેવી જોઈએ. કહે પણ છે તમે માતા-પિતા.પરંતુ આનો પણ અર્થ નથી સમજતાં. પિતા તો ઠીક છે પછી માતા કોને કહેવાય છે. માતા તો જરુર જોઈએ. આ માતાની કોઈ માતા હોઈ ન શકે. આ રહસ્ય ખૂબ સમજવાનું છે અને બાપને યાદ કરવાનાં છે. બાપ કહે છે તમારામાં પણ કોઈ અવગુણ ન હોવો જોઈએ. ગાય પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. હવે બાળકોએ ગુણવાન બનવું પડે. કોઈ કામ (કામના) નહીં, કોઈ ક્રોધ નહીં. દેહ નો અહંકાર પણ ન જોઈએ.

આ સમયે તમે અહીંયા બેઠાં છો, જાણો છો અમે અહીંયા છીએ પછી મુરજાઈસ વગેરે કેમ આવવી જોઈએ (નિરાશાપણું કેમ આવવું જોઈએ). પરંતુ આ પરિપકવ અવસ્થા અંત માં જ થશે. ગવાયેલું પણ છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓ ને પૂછો. આ અંત માં થશે, એવું કોઈ કહી ન શકે કે અમે ૭૫ પ્રતિશત અતીન્દ્રિય સુખ માં રહીએ છીએ. આ સમયે પાપોનો બોજો ખૂબ છે. ગુરુકૃપા થી તથા ગંગા સ્નાન થી પાપ નથી કપાઈ શકતાં. બાપ અંતમાં જ આવીને જ્ઞાન આપે છે. દેખાડે છે કન્યા દ્વારા બાણ મરાવ્યાં અને મરી ગયાં. પછી મરવાનાં સમયે ગંગાજળ પીવડાવ્યું. તમે અહીંયા જ્યારે બેભાન થઈ જાઓ છો તો તમને બાબા ની યાદ અપાવાય છે. મામેકમ્, આ બાળકોને આદત પડી જવી જોઈએ. એવું નહીં, કોઈ યાદ કરાવે. શરીર છોડતાં સમયે જાતેજ યાદ આવે, કોઈની મદદ વગર બાપ ને યાદ કરવાનાં છે. તે લોકો તો મંત્ર આપે છે. તે તો સામાન્ય વાત છે. એ સમયે ખૂબ મારામારી વગેરે થાય છે. તમે અલગ-અલગ સ્થાન પર રહો છો. તે સમયે એવું નહીં કહે શિવ-શિવ કહો. એ સમયે પૂરી યાદ જોઈએ, પ્રેમ જોઈએ, ત્યારે જ નંબરવન પદ પ્રાપ્ત કરી શકશો. આપ બાળકો જાણો છો હું તમારો બાપ છું, કલ્પ પહેલાં પણ આપ બાળકોને ગુલ-ગુલ (ફૂલ) બનાવ્યાં હતાં. સતયુગ માં યોગબળ થી ફૂલ જેવાં બાળકો જનમશે. દુઃખ આપવા વાળી વસ્તુ કોઈ ત્યાં હોતી નથી. નામ જ છે સ્વર્ગ. પરંતુ ત્યાં કોણ નિવાસ કરે છે - આ ભારતવાસી જાણતાં જ નથી. શાસ્ત્રોમાં એવી ઘણી વાતો લખી દીધી છે કે ત્યાં પણ હિરણ્યકશ્યપ વગેરે હતાં - આ બધી છે ભક્તિ ની સામગ્રી. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન હોય છે, પછી ધીરે-ધીરે તમોપ્રધાન થતી જાય છે.

બાપ કહે છે હું તમને આકાશ પર ચઢાવું છું. તમે ધીરે-ધીરે નીચે આવી જાઓ છો. મનુષ્ય કોઈની મહિમા છે જ નહીં. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. બાકી ગુરુ લોકો અનેક પ્રકારની તીર્થ યાત્રા વગેરે શિખવાડે છે, છતાં પણ નીચે ઉતરતાં રહે છે. ભક્તિમાર્ગ માં મીરા ને ભલે સાક્ષાત્કાર થયો. પરંતુ તે કોઈ વિશ્વની માલિક થોડી બની. તમને તો બાબા કહે છે જિન્ન બનો. તમને કામ આપું છું ફક્ત અલ્ફ, બે ને યાદ કરતા રહો. જો થાકી જશો યાદ નહીં કરો તો માયા કાચ્ચા ખાઈ જશે. એક કહાની (વાર્તા) પણ છે જિન્ન ખાઈ ગયો. બાબા પણ કહે છે તમે યાદ નહીં કરો તો માયા કાચ્ચા ખાઈ જશે. યાદ માં બેસવાથી ખુશી ચઢે છે. બાબા આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. બાબા સામે બેઠાં છે. આપ આત્માઓ સાંભળો છો. મીઠાં લાડલા બાળકો હું તમને મુક્તિધામ માં લઈ જવાં આવ્યો છું. ભલે પાછાં જવાની કોશિશ ઘણી કરે છે, પરંતુ કોઈ જઈ નથી શકતું. કળિયુગ પછી સતયુગ, રાત પછી દિવસ આવવાનો જ છે. તમે જાણો છો સતયુગ માં આપણે જ હોઈશું. બાબા ફરીથી આપણને રાજ્ય ભાગ્ય આપે છે. ખુશી નો પારો ચઢશે અંતમાં. જ્યારે ફાઈનલ (પાક્કા) થશો, વિનાશ થઈ જશે. તમે સાક્ષી થઈને જોતાં રહેશો. ખૂને નાહક ખેલ છે ને. શું ગુનો કર્યો છે, જે મારવા માટે બોમ્બસ વગેરે બનાવ્યાં છે. મરશે તો ખરા. તે પણ સમજે છે અમને કોઈ પ્રેરી (પ્રેરણા આપી) રહ્યું છે. જે ન ઈચ્છવા છતાં પણ અમે આ બોમ્બસ વગેરે બનાવીએ છીએ. ખર્ચો તો ખૂબ થાય છે. ડ્રામા માં નોંધ છે, એનાંથી વિનાશ થવાનો જ છે. અનેક ધર્મ વચ્ચે એક ધર્મ રાજ્ય કરી ન શકે. હવે અનેક ધર્મો નો વિનાશ થઈ એક ધર્મની સ્થાપના થવાની છે.

તમે જાણો છો આપણે બાબાની શ્રીમત પર રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. તેઓ તો ચાલ્યાં જાય છે મેદાન પર ડ્રિલ વગેરે શિખવા માટે. સમજે છે મરવાનું અને મારવાનાં છે. અહીં તો તે વાત નથી. ખૂબ ખુશી રહેવી જોઈએ કે બાબા આવ્યાં છે. એ પ્રાચીન ભારત નો રાજયોગ નિરાકાર ભગવાને જ શિખવાડ્યો હતો. નામ બદલીને કૃષ્ણ રાખી દીધું છે. સંન્યાસી લોકો સમજે છે અમારો જ પ્રાચીન યોગ છે. તમને કેટલું સારી રીતે સમજાવે છે. બાળકો મને ઓળખો છો - હું તમારો બાપ છું. મને જ પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહો છો. કૃષ્ણ તો પતિત દુનિયામાં આવી ન શકે. કૃષ્ણ ને પછી દ્વાપર માં લઈ ગયાં છે. કેટલી ગલતફેમી (ગેરસમજ) છે, બિલકુલ તમોપ્રધાન બની ગયાં છે. હું આવું જ ત્યારે છું - જ્યારે બધાંને મુક્તિધામ માં લઈ જવાનાં છે.

તમે જાણો છો આપણે ભણી રહ્યાં છીએ. આપણે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ. આ સિમરણ (યાદ) કરતાં રહો તો રોમાંચ ઉભાં થઈ જશે. બાબા આપ બાળકો ને જ્ઞાન નું ગર્ભ ધારણ કરાવી રહ્યાં છે. પછી તમે આ ભૂલી કેમ જાઓ છો. બાળકો જનમ્યાં અને બાબા કહેવા લાગી પડયાં. સમજી જાય છે અમે વારીસ છીએ. તો નિરંતર દાદા ને યાદ કરો. બાબા મત આપે છે બાળકો કામ મહાશત્રુ છે, એણે તમને આદિ-મધ્ય-અંત ખૂબ દુઃખ આપ્યું છે. આ છે મૃત્યુલોક, વેશ્યાલય. રામ શિવાલય બનાવે છે, જેમાં દેવી-દેવતા ધર્મ નું રાજ્ય હોય છે. પરંતુ તેમણે કેવી રીતે રાજ્ય લીધું, ક્યારે લીધું, આ તમે હવે જાણી ગયાં છો. તેઓ સમજે છે ગોડ-ગોડેઝ (દેવી-દેવતા) ક્યારેય પુનર્જન્મ નથી લેતાં. કોઈ એક મોટાં ને સમજાઈ જાય તો અવાજ ફેલાઈ જશે. ગરીબ ની તો કોઈ વાત નથી સાંભળતું. તમારામાં પણ નંબરવાર ધારણા વાળા છે. સ્કૂલ એક જ છે. શિક્ષક એક જ છે. બાકી ભણવા વાળા બધાં નંબરવાર છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં વાર થી બચવા માટે જિન્ન બની અલ્ફ અને બે ને યાદ કરતાં રહેવાનું છે. માથા પર જે પાપો નો બોજો છે એને યોગબળ થી ઉતારવાનો છે. અતીન્દ્રિય સુખ માં રહેવાનું છે.

2. મુખ થી ફક્ત શિવ-શિવ નથી કરવાનું. બાપ થી સાચ્ચો પ્રેમ રાખવાનો છે. કાંટા થી ફૂલ બનાવવાની સેવામાં તત્પર રહેવાનું છે.

વરદાન :-
નિશ્ચિંત સ્થિતિ દ્વારા યથાર્થ જજમેન્ટ ( નિર્ણય ) આપવા વાળા નિશ્ચયબુદ્ધિ વિજયી - રતન ભવ

સદા વિજયી બનવાનું સહજ સાધન છે - એક બળ, એક ભરોસો. એક માં ભરોસો છે તો બળ મળે છે. નિશ્ચિય સદા નિશ્ચિંત બનાવે છે અને જેની સ્થિતિ નિશ્ચિંત છે, તે દરેક કાર્ય માં સફળ થાય છે કારણ કે નિશ્ચિંત રહેવાથી બુદ્ધિ જજમેન્ટ યથાર્થ કરે છે. તો યથાર્થ નિર્ણય નો આધાર છે - નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિંત. વિચારવાની પણ આવશ્યકતા નથી કારણ કે ફોલો ફાધર કરવાનું છે, કદમ પર કદમ રાખવાનાં છે, જે શ્રીમત મળે છે એ જ પ્રમાણે ચાલવાનું છે. ફક્ત શ્રીમત નાં કદમ પર કદમ રાખતા ચાલો તો વિજયી રતન બની જશો.

સ્લોગન :-
મન માં સર્વ નાં પ્રતિ કલ્યાણ ની ભાવના રાખવી જ વિશ્વ કલ્યાણકારી બનવું છે.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

આ સંગમ સમય પર ઈશ્વરીય જ્ઞાન જે આપણને મળી રહ્યું છે શું એ જ જ્ઞાન ફરીથી સતયુગ માં મળશે? હવે આનાં પર સમજાવાય છે કે સતયુગ માં તો આપણે સ્વયં જ્ઞાન સ્વરુપ છીએ. દેવતાયી પ્રાલબ્ધ ભોગવી રહ્યાં છીએ, ત્યાં જ્ઞાન ની લેણ-દેણ નથી ચાલતી, જ્ઞાન ની જરુર છે અજ્ઞાનીઓ ને. સતયુગ માં તો બધાં જ્ઞાન સ્વરુપ છે, ત્યાં કોઈ અજ્ઞાની રહેતાં જ નથી, જે જ્ઞાન આપવાની જરુર રહે. આ સમયે આપણે આખાં વિરાટ ડ્રામા નાં આદિ મધ્ય અંત ને જાણીએ છીએ. આદિ માં આપણે કોણ હતાં, ક્યાંથી આવ્યાં અને મધ્ય માં કર્મબંધન માં ફસાયા પછી કેવી રીતે નીચે ઉતર્યા, અંત માં આપણે કર્મબંધન થી અતિત થઈ કર્માતીત દેવતા બનવાનું છે. હમણાં જે પુરુષાર્થ ચાલી રહ્યો છે, એનાંથી આપણે ભવિષ્ય પ્રાલબ્ધ સતયુગી દેવતા બનીએ છીએ. જો ત્યાં આપણને આ ખબર હોત કે આપણે દેવતાઓ નીચે ઉતરીશું તો આ ખ્યાલ આવવાથી ખુશી ગાયબ થઈ જાય, તેથી ત્યાં નીચે ઉતરવાનું જ્ઞાન નથી. આ ખ્યાલાત ત્યાં નથી રહેતાં, આપણને આ જ્ઞાન દ્વારા હમણાં ખબર પડી છે કે આપણે ચઢવાનું છે અને સુખી જીવન બનાવવાનું છે. અડધોકલ્પ પોતાની પ્રાલબ્ધ ભોગવી પછી પોતે પોતાને વિસ્મૃત કરી માયા નાં વશ થઈને ઉતરીએ છીએ. આ ચઢવું અને ઉતરવું અનાદિ બન્યો-બનેલ (પૂર્વ નિર્ધારિત) ખેલ છે. આ બધું જ્ઞાન હમણાં બુદ્ધિમાં છે, આ સતયુગ માં નથી રહેતું. અચ્છા - ઓમ્ શાંતિ.