11-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
બ્રાહ્મણ બનીને કોઈ એવી ચલન નહીં ચાલતાં જે બાપનું નામ બદનામ થાય , ધંધાધોરી કરતાં
ફક્ત શ્રીમત પર ચાલતાં રહો ”
પ્રશ્ન :-
ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) નાં મુખ થી કયાં શબ્દ ન નીકળવા જોઈએ?
ઉત્તર :-
અમને ભણતર ભણવાની ફુરસદ નથી, આ શબ્દ તમારા મુખ થી ન નીકળવા જોઈએ. બાપ કોઈ બાળક નાં
માથા પર આપદા (બોજ-સમસ્યા) નથી નાખતા ફક્ત કહે છે સવારે-સવારે ઉઠી એક ઘડી, અડધી ઘડી
મને યાદ કરો અને ભણતર ભણો.
પ્રશ્ન :-
મનુષ્ય નો
પ્લાન શું છે અને બાપ નો પ્લાન શું છે?
ઉત્તર :-
મનુષ્ય નો પ્લાન છે - બધાં મળીને એક થઈ જાય. નર ચાહત કુછ ઓર…. બાપ નો પ્લાન છે
જુઠખંડ ને સચખંડ બનાવવો. તો સચખંડ માં જવા માટે જરુર સાચાં બનવું પડે.
ગીત:-
આજ કે ઇન્સાન
કો…
ઓમ શાંતિ!
બાળકો પણ કહે
છે ઓમ્ શાંતિ. આત્માઓ કહી શકે છે આ શરીર દ્વારા ઓમ્ શાંતિ. અહમ્ (મુજ) આત્મા નો
સ્વધર્મ છે શાંત, આ ભૂલવાનું નથી. બાપ પણ આવીને કહે છે ઓમ્ શાંતિ. જ્યાં આપ બાળકો
પણ શાંત રહો છો, ત્યાં બાપ પણ રહે છે. એ છે આપણું શાંતિધામ અથવા ઘર. દુનિયામાં
કોઈપણ વિદ્વાન, આચાર્ય આ વાતો ને નથી જાણતાં. કહી દે છે આત્મા સો પરમાત્મા. આત્મા
નું પણ કોઈને જ્ઞાન નથી કે આત્મા શું છે. આટલી કરોડ આત્માઓ સ્ટાર (સિતારા) માફક છે.
દરેક આત્મા માં પોત-પોતાનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે, જે સમય પર ઈમર્જ (જાગૃત)
થાય છે. આ બાપ સમજાવે છે. બાપ પણ જીવ આત્મા બન્યા વગર જીવ આત્માઓને સમજાવી ન શકે.
મને પણ જરુર શરીર જોઈએ ને. શરીર ત્યારે લેવાનું હોય છે જ્યારે રચના રચવાની હોય છે.
પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના કરે છે, રચયિતા તો છે નિરાકાર શિવ. પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા બ્રહ્માકુમાર-કુમારીઓ ને સમજાવી રહ્યાં છે, શૂદ્રો ને નહીં. હવે આપણો છે
બ્રાહ્મણ વર્ણ. પહેલાં શૂદ્ર વર્ણ માં હતાં. એની આગળ વૈશ્ય વર્ણ, ક્ષત્રિય વર્ણ.
દુનિયા આ વાતો ને નથી જાણતી. બરાબર બ્રાહ્મણ સો દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર….
બ્રાહ્મણો ની ચોટી છે. આગળ બ્રાહ્મણો ગાય નાં ખુર જેટલી ચોટી રાખતા હતાં. તમે બાજોલી
રમો છો. હું તો નથી રમતો. આ વર્ણો નાં ચક્ર માં તમે આવો છો. કેટલી સહજ વાત છે. તમારું
નામ જ છે સ્વદર્શન ચક્રધારી. બાકી શાસ્ત્રોમાં તો કેવી-કેવી વાતો લખી દીધી છે. તમે
સમજો છો - આપણે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી બનીએ છીએ. પરંતુ આ અલંકારોની નિશાની
દેવતાઓને આપી છે કારણ કે તેઓ સંપૂર્ણ છે. એમને જ શોભે છે. આ જ્ઞાન ને ધારણ કરવાથી
તમે પછી ચક્રવર્તી રાજા બનો છો. હમણાં સન્મુખ બેઠાં છો. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ.
યજ્ઞ માં બ્રાહ્મણ જરુર જોઈએ. શૂદ્ર યજ્ઞ રચી નથી શકતાં. રુદ્ર શિવબાબાએ યજ્ઞ રચ્યો
છે તો બ્રાહ્મણ જરુર જોઈએ. બાપ કહે છે હું બ્રાહ્મણ બાળકો થી જ વાત કરું છું. કેટલો
મોટો યજ્ઞ છે જ્યાર થી બાપ આવ્યાં છે, આવતાં જ યજ્ઞ રચ્યો છે. આને કહેવાય છે
અશ્વમેધ અર્થાત્ સ્વરાજ્ય સ્થાપન કરવા અર્થ. ક્યાં? ભારત માં. સતયુગી સ્વરાજ્ય રચે
છે. આ શિવ જ્ઞાન યજ્ઞ કહો કે રુદ્ર જ્ઞાન યજ્ઞ કહો, સોમનાથ મંદિર પણ એમનું જ છે. એક
નાં અનેક નામ છે. આને યજ્ઞ કહેવાય છે, પાઠશાળા નથી કહેવાતું. બાપે રુદ્ર જ્ઞાન યજ્ઞ
રચ્યો છે. યજ્ઞ ને પાઠશાળા નહીં કહીશું. બ્રાહ્મણો દ્વારા યજ્ઞ રચાય છે. બ્રાહ્મણો
ને દક્ષિણા આપવા વાળા દાતા ભોળાનાથ છે. એમને કહે જ છે શિવ ભોળાનાથ ભંડારી. હવે તમે
સન્મુખ બેઠાં છો. બાપદાદાએ બાળકોને એડોપ્ટ કર્યા (દત્તક લીધાં) છે. આ છે મોટી મમ્મા.
પછી માતાઓની સંભાળ માટે મમ્મા ને નિશ્ચિત કરાય છે, તે સૌથી તીખી (આગળ) જાય છે. એનો
પાર્ટ છે મુખ્ય. એ છે જ્ઞાન જ્ઞાનેશ્વરી જગત અંબા. મહાલક્ષ્મી ને જ્ઞાન જ્ઞાનેશ્વરી
નહીં કહે. લક્ષ્મી એટલે ધન દેવી. કહે છે ને - આનાં ઘરે લક્ષ્મી છે અર્થાત્ સંપત્તિ
ખૂબ છે. લક્ષ્મી થી સંપત્તિ જ માંગે છે. ૧૨ માસ પૂરાં થયાં તો આહવાન કરશે. જગત અંબા
બધાંની મનોકામનાઓ પૂરી કરે છે. બાળકો જાણે છે જગત અંબા છે - પ્રજાપિતા બ્રહ્માની
બાળકી, આનું નામ છે સરસ્વતી. એક જ નામ બસ છે. મમ્મા છે તો બાળકો પણ છે. તમે શિવબાબા
દ્વારા જ્ઞાન સાંભળી રહ્યાં છો. આમને બાપે આવીને એડોપ્ટ કર્યા છે, નામ રાખ્યું છે
બ્રહ્મા. કહે પણ છે હું પતિત શરીર માં આવું છું. શાસ્ત્રો માં પણ આ કોઈ વાતો નથી.
તમે જાણો છો નવી દુનિયા માટે આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. કાંટા થી ફૂલ બની રહ્યાં
છીએ. શૂદ્ર હતાં તો કાંટા હતાં. હમણાં બ્રાહ્મણ ફૂલ બન્યાં છો. બ્રાહ્મણો ને ફૂલ
બનાવે છે બાપ. એ છે બાગવાન. તમે નંબરવાર માળી છો. જે સારા-સારા માળી છે તે બીજાઓને
પણ આપ સમાન બનાવે છે. કલમ લગાવતાં રહે છે. નંબરવાર છે, આને કહેવાય છે આધ્યાત્મિક
જ્ઞાન. ઈશ્વર છે જ્ઞાન આપવા વાળા. શાસ્ત્ર વગેરે તો બધાં મનુષ્ય સંભળાવે છે. આ
રુહાની જ્ઞાન જે સુપ્રીમ (પરમ) રુહ, રુહો ને આપે છે બીજાં કોઈને રચયિતા અને રચના
નું જ્ઞાન મળતું જ નથી. એમ જ ગપોડા મારતા રહે છે. આ છે જ ખોટી દુનિયા. બધું ખોટું જ
ખોટું છે. અસલ માં પહેલાં ખોટા ઘરેણા હતાં નહીં. હમણાં તો ખોટા કેટલાં થઈ ગયાં છે.
સાચાં રાખવા નથી દેતાં. જુઠખંડ માં છે રાવણ રાજ્ય, સચખંડ માં છે રામ નું સ્થાપન
કરેલું રાજ્ય. આ છે શિવબાબા નો સ્થાપન કરેલો યજ્ઞ. પાઠશાળા પણ છે, યજ્ઞ પણ છે, ઘર
પણ છે. તમે જાણો છો આપણે પારલૌકિક બાપ અને પછી પ્રજાપિતા બ્રહ્મા નાં સન્મુખ બેઠાં
છીએ. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને તો વારસો કેવી રીતે મળી શકે. યજ્ઞ ને સંભાળવા વાળા
સાચાં બ્રાહ્મણ જોઈએ. વિકારો માં જવા વાળા ને બ્રાહ્મણ ન કહેવાય. એક પગ રાવણ ની બોટ
(નાવ) માં, બીજો પગ રામ ની બોટ માં છે તો પરિણામ શું થાય છે? ચીરાઈ જશો. એવી ચલન થી
પછી નામ બદનામ કરી દે છે. કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન અને કર્તવ્ય શૂદ્રો
નાં. બાપ કહે છે ધંધાધોરી તો ભલે કરો પરંતુ શ્રીમત પર ચાલવાથી પછી જવાબદારી એમનાં
પર થઈ જાય છે.
તમે અહીં આવ્યાં જ છો
ઈશ્વરીય મત લેવા માટે. તે છે આસુરી મત. તમે શ્રીમત લો છો શ્રેષ્ઠ બનવા માટે. ઊંચા
માં ઊંચા બાપ ઊંચી મત આપે છે. તમે જાણો છો આપણને ઊંચી મત મળે છે મનુષ્ય થી દેવતા
બનવાની. કહે પણ છે અમે તો સૂર્યવંશી રાજા બનીશું. આ છે જ રાજસ્વ, પ્રજાસ્વ નથી. તમે
રાજા-રાણી બનો છો તો પ્રજા પણ જરુર બનવાની છે. જેમ આ મમ્મા-બાબા પુરુષાર્થ થી બને
છે તો બાળકોએ પણ બનવાનું છે. આપ બાળકોને પણ ખુશી થવી જોઈએ. અમે
બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા નાં પોત્રા-પોત્રીઓ છીએ. શિવ ને પ્રજાપિતા નહીં કહે.
એ છે રચયિતા. સ્વર્ગ માં રહેવા વાળા છે દેવી-દેવતાઓ. બાપ જ મનુષ્ય ને દેવતા બનાવે
છે. તમારી કાયા કલ્પવૃક્ષ સમાન બને છે, રિજ્યુવનેટ (કાયા કલ્પ) થાય છે. તમારી આત્મા
જે કાળી થઈ ગઈ છે, એને પ્યોર (પવિત્ર) ગોરી બનાવે છે. જ્યારે સંપૂર્ણ પવિત્ર બની
જાઓ છો તો પછી શરીર નથી રહેતું એટલે જ ભંભોર ને આગ લાગે છે, જેમાં બધાંનો વિનાશ થઈ
જશે. આ છે બેહદ ની વાતો. આ બેહદ નો આઇલેન્ડ છે, તે છે હદ નાં. જેટલી ભાષાઓ એટલાં
નામ રાખી દીધાં છે. અનેક ટાપુ છે. પરંતુ આ આખી સૃષ્ટિ જ ટાપુ છે. આખી સૃષ્ટિ માં
રાવણ નું રાજ્ય છે. ગીતામાં પણ સંભળાવ્યું ને કે શું હાલત થઈ ગઈ છે. ત્યાં એક-બીજા
ને મારતાં નથી. ત્યાં તો રામ રાજા, રામ પ્રજા….કહે છે દુઃખની વાત જ નથી. કોઈને દુઃખ
આપવું પણ પાપ છે. ત્યાં પછી આ રાવણ હનુમાન વગેરે ક્યાંથી આવ્યાં? તમે કહી શકો છો
પહેલી મુખ્ય વાત - ગોડ ફાધર (પરમપિતા પરમાત્મા) કહો છો તો એ સર્વવ્યાપી કેવી રીતે
હોઈ શકે છે? પછી તો ફાધરહુડ થઈ જાય છે. બધાં ફાધર જ ફાધર તો હોઈ ન શકે.
હવે આપ બાળકોએ આ
સમજાવવાનું છે - અડધોકલ્પ તમે ખોટી કમાણી કરી છે. હવે સચખંડ માટે સાચ્ચી કમાણી
કરવાની છે. એ પણ શાસ્ત્ર વગેરે જે સંભળાવે છે કમાણી નાં માટે. શિવબાબા તો આ શાસ્ત્ર
વગેરે કાંઈ પણ ભણેલાં નથી. એ છે જ નોલેજફુલ, જ્ઞાન નાં સાગર. એ સત છે, ચૈતન્ય છે.
હમણાં આપ બાળકો જાણો છો બાબા થી આપણે સાચ્ચી કમાણી સચખંડ માટે કરી રહ્યાં છીએ.
જુઠખંડ વિનાશ થાય છે. દેહ સહિત આ બધું વિનાશ થવાનું છે. તમે બધાં જોશો કે કેવી રીતે
લડાઈ લાગે છે. તેઓ સમજે છે બધાં મળી જાય, પરંતુ ફૂટ પડતી જાય છે. નર ચાહત કુછ ઓર….
એમનાં પ્લાન છે બધું વિનાશ નાં માટે. ઈશ્વર નો પ્લાન શું છે? તે હવે તમે જાણો છો.
બાપ આવ્યાં જ છે જુઠખંડ ને સચખંડ બનાવવા માટે, મનુષ્ય ને દેવતા બનાવવાં. સત્ય બાપ
દ્વારા તમે સાચાં બનો છો અને રાવણ દ્વારા ખોટાં બનો છો. બાપ જ સત્ય જ્ઞાન આપે છે.
આપ બ્રાહ્મણો નાં હાથ ભરતૂ (ભરપૂર) હશે. બાકી શૂદ્રો નાં હાથ ખાલી રહેશે.
તમે જાણો છો આપણે જ
દેવી-દેવતા બનીશું. હવે બાપ ફક્ત કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનો
અને મને યાદ કરો. યાદ કેમ ભૂલવી જોઈએ! જે બાપ સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમને તમે
ભૂલી જાઓ છો… આ છે નવી વાત, આમાં આત્મા-અભિમાની બનવું પડે. આત્મા તો અવિનાશી છે, એક
શરીર છોડીને બીજું લે છે. બાપ કહે છે - દેહી-અભિમાની બનો કારણ કે પાછા જવાનું છે.
દેહનું ભાન છોડો. આ ૮૪ જન્મો ની સડેલી જુત્તી (જૂનું શરીર) છે. કપડાં પહેરતાં-પહેરતાં
સડી જાય છે ને. તમારે પણ આ જૂનું શરીર છોડવાનું છે. હવે કામ ચિતા થી ઉતરી જ્ઞાન ચિતા
પર બેસો. ઘણાં છે જે વિકારો વગર રહી નથી શકતાં. બાપ કહે છે - દ્વાપર થી લઈને તમે આ
વિકારો નાં કારણે જ મહાન રોગી બની પડ્યાં છો. હવે આ વિકારો ને જીતો. કામ વિકાર માં
નહીં જાઓ. આ શરીર તો અપવિત્ર, પતિત છે ને. પાવન બનો. અહીં બધાં વિકાર થી પેદા થાય
છે. સતયુગ-ત્રેતા માં આ વિકાર હોતાં નથી. ત્યાં પણ હોય તો બાકી એને સ્વર્ગ, આને
નર્ક કેમ કહેવાય! બાપ કહે છે શાસ્ત્રોમાં તો લક્ષ-હેતુ જ નથી. અહીંયા તો લક્ષ-હેતુ
છે. આપણે હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. બાપ કહે છે તમે જે કાંઈ પણ વાંચ્યું
છે એને ભૂલો. એમાં કોઈ સાર નથી. તમારી ચઢતી કળા એક જ વાર થાય છે. પછી છે ઉતરતી કળા.
કેટલું પણ માથું મારો, નીચે ઉતરવાનું જ છે. પતિત બનવાનું જ છે. આ છી-છી દુનિયા છે.
આપ બાળકો જાણો છો આપણું ભારત સ્વર્ગ હતું. હમણાં નર્ક છે. પહેલાં આદિ સનાતન એક જ
ધર્મ હતો, જે હમણાં નથી. ફરી એ ધર્મ ની સ્થાપના થાય છે. બાબા ફરીથી બ્રહ્મા દ્વારા
આવીને સ્થાપના કરે છે. તમે પણ કહેશો અમે ફરીથી રાજ્ય લઈએ છીએ. રાજ્ય લીધાં પછી ફરી
આ જ્ઞાન ગુમ થઈ જશે. આ જ્ઞાન પતિતો ને જ મળે છે - પાવન થવા માટે, પછી પાવન દુનિયાનું
જ્ઞાન કેમ રહેશે? લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ને કેટલાં વર્ષ થયાં, આ પણ તમે જાણો છો.
કહો છો બાબા અમે ૫ હજાર વર્ષ પછી ફરીથી આવ્યાં છીએ રાજ્ય લેવાં. આપણે આત્મા બાપ નાં
બાળકો છીએ. ઉદાહરણ આપે છે એક વ્યક્તિ કહેવા લાગ્યો હું ભેંસ છું… તો તે નિશ્ચય બેસી
ગયો. કહેવા લાગ્યો આ બારી માંથી કેવી રીતે નીકળું…. આ વાત છે તમારા માટે. તમે
નિશ્ચય કરો છો અમે બાબા નાં બાળકો છીએ, એવું તો નહીં હું ચતુર્ભુજ છું, આ કહેવાથી
બની જશો. બનાવવા વાળા જરુર જોઈએ. આ છે નર થી નારાયણ બનાવવાનું જ્ઞાન, જે સારી રીતે
ધારણ કરી અને કરાવશે તે જ ઊંચ પદ મેળવશે. સ્ટુડન્ટ્સ એવું કહી ન શકે કે અમને ફૂરસદ
નથી ભણવાની. પછી તો જઈને ઘરે બેસો. ભણતર વગર વારસો મળી ન શકે. ગોડ ફાધરલી
સ્ટુડન્ટ્સ પછી કહે છે - ફુરસદ નથી. બાપ નાં બનીને પછી ફારકતી આપી (છોડી) દે છે તો
બાપ કહે છે તમે તો મહાન મૂર્ખ છો. એક ઘડી અડધી ઘડી…. તમને ફુરસદ નથી, સારું,
સવારે-સવારે બેસી બાબા ને યાદ કરો. કોઈ આપદા માથા પર નથી નાખતાં. ફક્ત સવારે ઉઠી
બાપ ને યાદ કરો અને સ્વદર્શન ચક્ર ફેરવો. બીજાઓનું નહીં તો પોતાનું કલ્યાણ કરો.
રહેમદિલ બની જેટલું બીજાઓનું કલ્યાણ કરશો તો ઊંચ પદ મેળવશો. ખૂબજ જબરજસ્ત કમાણી છે.
જેમની પાસે ખુબ ધન છે તેઓ કહે છે ફુરસદ નથી. સાહૂકારોએ ત્યાં ગરીબ બનવાનું છે અને
ગરીબોને સાહૂકાર બનવાનું છે. સૌથી વધારે માતાઓ રડે છે, એમને હસાવવા વાળા બનવાનું
છે. નિરંતર યાદ ની યાત્રા પર રહેવાનું છે. મધુબન માં શાંતિ છે તો ખૂબ કમાણી કરી શકો
છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સચખંડ માટે
સાચ્ચી કમાણી કરવાની છે. આત્મ-અભિમાની થઈ રહેવાનું છે. આ સડેલી જુત્તી (શરીર) નું
અભિમાન છોડી દેવાનું છે.
2. રહેમદિલ બની પોતાનું
અને બીજાનું કલ્યાણ કરવાનું છે. સવારે-સવારે ઉઠી બાપ ને યાદ કરતાં, સ્વદર્શન ચક્ર
ફરાવવાનું છે.
વરદાન :-
શુભ ભાવના થી
વ્યર્થ ને સમર્થ માં પરિવર્તન કરવા વાળા હોલીહંસ ભવ
હોલીહંસ એને કહેવાય -
જે નેગેટિવ (વ્યર્થ) ને છોડી પોઝિટિવ (સમર્થ) ને ધારણ કરે. જોતાં, સાંભળતાં ન જુએ ન
સાંભળે. નેગેટિવ અર્થાત્ વ્યર્થ વાતો, વ્યર્થ કર્મ ન સાંભળે, ન કરે અને ન બોલે.
વ્યર્થ ને સમર્થ માં પરિવર્તન કરી દે. એનાં માટે દરેક આત્મા નાં પ્રતિ શુભભાવના
જોઈએ. શુભ ભાવના થી ઉલ્ટી વાત પણ સુલ્ટી થઈ જાય છે એટલે કોઈ કેવું પણ હોય તમે
શુભભાવના આપો. શુભભાવના પથ્થર ને પણ પાણી કરી દેશે. વ્યર્થ સમર્થ માં બદલાઈ જશે.
સ્લોગન :-
અતીન્દ્રિય
સુખ ની અનુભૂતિ કરવી છે તો શાંત સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહો.