11-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - સદા એક જ ફિકરમાં રહો કે અમારે સારી રીતે ભણી ને પોતાને રાજતિલક આપવાનું છે , ભણતર થી જ રાજાઈ મળે છે

પ્રશ્ન :-
બાળકોને કયા હુલ્લાસ માં રહેવાનું છે? દિલશિકસ્ત નથી થવાનું છે કેમ?

ઉત્તર :-
સદા એ જ હુલ્લાસ રહે કે અમારે આ લક્ષ્મી-નારાયણ જેવાં બનવાનું છે, એનો પુરુષાર્થ કરવાનો છે. દિલશિશક્ત ક્યારે નથી થવાનું કારણ કે આ ભણતર ખુબ સહજ છે, ઘરમાં રહેતા પણ ભણી શકો છો, આની કોઈ ફી નથી, પરંતુ હિમ્મત જરુર જોઈએ.

ગીત :-
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો ...

ઓમ શાંતિ!
બાળકો એ પોતાનાં બાપની મહિમા સાંભળી. મહિમા એકની જ છે બીજા કોઈની મહિમા ગવાઈ નથી શકતી. જ્યારે કે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની પણ કોઈ મહિમા નથી. બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે, શંકર દ્વારા વિનાશ કરાવે છે, વિષ્ણુ દ્વારા પાલના કરાવે છે. લક્ષ્મી-નારાયણ ને આવાં લાયક પણ શિવબાબા જ બનાવે છે, તેમની જ મહિમા છે, તેમનાં સિવાય પછી કોની મહિમા ગવાય. આમને એવાં બનાવવા વાળા શિક્ષક ન હોય તો આપણે એવાં ન બનીએ. પછી મહિમા છે સૂર્યવંશી કુળ ની, જે રાજ્ય કરે છે. બાપ સંગમ પર ન આવે તો તેમની રાજાઈ પણ મળી ન શકે. બીજા તો કોઈની મહિમા છે નહીં. ફોરેનર્સ (વિદેશી) વગેરે કોઈની પણ મહિમા કરવાની દરકાર નથી. મહિમા છે જ ફક્ત એક ની, બીજું ન કોઈ. ઊંચે થી ઊંચા શિવબાબા જ છે. એમનાં થી જ ઊંચ પદ મળે છે તો એમને સારી રીતે યાદ કરવાં જોઈએ ને. પોતાને રાજા બનાવવા માટે પોતે જ ભણવાનું છે. જેમ બેરિસ્ટરી ભણે છે તો પોતાને ભણતર થી બેરિસ્ટર બનાવે છે ને. આપ બાળકો જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. જે સારી રીતે ભણશે, એ જ ઊંચ પદ પામશે. નહીં ભણવાવાળા પદ પામી ન શકે. ભણવા માટે શ્રીમત મળે છે. મૂળ વાત છે પાવન બનવાની, જેનાં માટે આ ભણતર છે. તમે જાણો છો આ સમયે બધાં તમોપ્રધાન પતિત છે. સારા કે ખોટા મનુષ્ય તો હોય જ છે. પવિત્ર રહેવાવાળાને સારા કહેવાય છે. સારું ભણી ને મોટા માણસ બને છે તો મહિમા થાય છે પરંતુ છે તો બધાં પતિત. પતિત જ પતિત ની મહિમા કરે છે. સતયુગ માં છે પાવન. ત્યાં કોઈ કોઈની મહિમા નથી કરતાં. અહીંયા પવિત્ર સન્યાસી પણ છે, અપવિત્ર ગૃહસ્થી પણ છે, તો પવિત્ર ની મહિમા ગવાય છે. ત્યાં તો યથા રાજા-રાણી તથા પ્રજા હોય છે. બીજો કોઈ ધર્મ નથી જેનાં માટે પવિત્ર, અપવિત્ર કહે. અહીંયા તો કોઈ ગૃહસ્થીઓ ની પણ મહિમા ગાતા રહે છે. મુસલમાનો નાં પણ જઈને શિષ્ય બને છે, તેમનાં માટે જેમ તેજ ખુદા, અલ્લાહ છે. પરંતુ અલ્લાહને તો પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહેવાય છે. તે પછી બધાં કેવી રીતે હોઈ શકે! દુનિયામાં કેટલો ઘોર અંધકાર છે. હમણાં આપ બાળકો સમજો છો તો બાળકોને આ નશો રહેવો જોઈએ-અમારે ભણીને સ્વયંને રાજા બનાવવાનાં છે. જે સારી રીતે પુરુષાર્થ કરશે એજ રાજતિલક પામશે. બાળકોને હુલ્લાસ માં રહેવું જોઈએ-અમે પણ આ લક્ષ્મી-નારાયણ જેવાં બનીએ. આમાં મૂંઝાવાની દરકાર નથી. પુરુષાર્થ કરવો જોઈએ. દિલશિકસ્ત ન થવું જોઈએ. આ ભણતર એવું છે ખાટલા પર સૂતા પણ ભણી શકો છો. વિલાયત (વિદેશ) માં રહેતાં પણ ભણી શકો છો. ઘરમાં રહેતાં પણ ભણી શકો છો. એટલું સહજ ભણતર છે. મહેનત કરી પોતાનાં પાપો ને કાપવાનાં છે અને બીજાઓને પણ સમજાવવાનું છે. બીજા ધર્મ વાળા ને પણ તમે સમજાવી શકો છો. કોઈને પણ આ બતાવવાનું છે-તમે આત્મા છો. આત્માનો સ્વધર્મ એક જ છે, આમાં કોઈ ફરક નથી પડી શકતો. શરીર થી જ અનેક ધર્મ હોય છે. આત્મા તો એક જ છે. બધાં એક જ બાપ નાં બાળકો છે. આત્માઓને બાબા એ એડોપ્ટ કર્યા છે એટલે બ્રહ્મા મુખ વંશાવલી ગવાય છે.

કોઈને પણ સમજાવી શકો છો-આત્માનાં બાપ કોણ છે? ફોર્મ જે તમે ભરાવો છો તેમાં મોટો અર્થ છે. બાપ તો જરુર છે ને, જેમને યાદ પણ કરીએ છીએ, આત્મા પોતાનાં બાપને યાદ કરે છે. આજકાલ તો ભારતમાં કોઈને પણ ફાધર (પિતા) કહી દે છે. મેયર ને પણ ફાધર કહેશે. પરંતુ આત્માનાં બાપ કોણ છે, તેને જાણતાં નથી. ગાયન પણ છે તુમ માત-પિતા.પરંતુ એ કોણ છે, કેવાં છે, કાંઈ પણ ખબર નથી. ભારતમાં જ તમે માત-પિતા કહી બોલાવો છો. બાપ જ અહીંયા આવીને મુખ વંશાવલી રચે છે. ભારતને જ મધર કન્ટ્રી (માતૃભૂમિ) કહેવાય છે કારણ કે અહીંયા જ શિવબાબા માત-પિતાનાં રુપમાં પાર્ટ ભજવે છે. અહીંયા જ ભગવાનને માત-પિતાનાં રુપમાં યાદ કરે છે. વિદેશો માં ફક્ત ગોડફાધર કહી બોલાવે છે, પરંતુ માતા પણ જોઈએ ને જેનાંથી બાળકોને એડોપ્ટ કરે. પુરુષ પણ સ્ત્રીને એડોપ્ટ કરે છે પછી બાળકો પેદા થાય છે. રચના રચાય છે. અહીંયા પણ આમનામાં પરમપિતા પરમાત્મા બાપ પ્રવેશ કરી એડોપ્ટ કરે છે. બાળકો પેદા થાય છે એટલે તેમને માત-પિતા કહેવાય છે. એ છે આત્માઓનાં બાપ પછી અહીંયા આવીને ઉત્પત્તિ કરે છે. અહીંયા તમે બાળકો બનો છો તો ફાધર (પિતા) અને મધર (માતા) કહેવાય છે. તે તો છે સ્વીટ હોમ, જ્યાં બધી આત્માઓ રહે છે. ત્યાં પણ બાપનાં વગર કોઈ લઈ જઈ ન શકે. કોઈ પણ મળે તો બોલો તમે સ્વીટ હોમ જવા ઈચ્છો છો? પછી પાવન જરુર બનવું પડે. હમણાં તમે પતિત છો, આ છે જ આયરન એજડ (કળયુગ) તમોપ્રધાન દુનિયા. હવે તમારે જવાનું છે પાછાં ઘરે. આઈરન એજડ (કળયુગી) આત્માઓ તો પાછી ઘરે જઈ ન શકે. આત્માઓ સ્વીટ હોમ માં પવિત્ર જ રહે છે તો હવે બાપ સમજાવે છે, બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. બાપને જેટલું યાદ કરશો એટલાં પાવન બનશો અને પછી ઊંચ પદ પામશો નંબરવાર. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર કોઈ ને પણ સમજાવવું સહજ છે. ભારતમાં આમનું રાજ્ય હતું. આ જ્યારે રાજ્ય કરતાં હતાં તો વિશ્વમાં શાંતિ હતી. વિશ્વમાં શાંતિ બાપ જ કરી શકે છે બીજા કોઈની તાકાત નથી. હમણાં બાપ આપણને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે, નવી દુનિયાનાં માટે રાજાઓનાં રાજા કેવી રીતે બની શકાય છે તે બતાવે છે. બાપ જ નોલેજફુલ છે. પરંતુ એમનામાં કયું નોલેજ છે, આ કોઈ નથી જાણતું. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતની હિસ્ટ્રી-જોગ્રોફી બેહદનાં બાપ જ સંભળાવે છે. મનુષ્ય તો ક્યારેક કહેશે સર્વવ્યાપી છે અથવા કહેશે બધાનાં અંદરને જાણવા વાળા છે. પછી પોતાને તો કહી ન શકાય. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. સારી રીતે ધારણ કરી અને હર્ષિત થવાનું છે. આ લક્ષ્મી-નારાયણનાં ચિત્ર હંમેશા હર્ષિતમુખ વાળા જ બનાવે છે. સ્કૂલમાં ઉચ્ચ દરજ્જામાં ભણવાવાળા કેટલા હર્ષિત હશે. બીજા પણ સમજશે આ તો ખુબ ઊંચી પરીક્ષા પાસ કરે છે. આ તો ખુબ ઊંચું ભણતર છે. ફી વગેરે ની કોઈ વાત નથી ફક્ત હિમ્મત ની વાત છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, જેમાં જ માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે પવિત્ર બનો. બાપ થી પ્રતિજ્ઞા કરી પછી કાળું મોઢું કરી દે છે, ખુબ જબરજસ્ત માયા છે, ફેલ (નપાસ) થઈ જાય છે તો પછી તેમનું નામ નથી ગવાય શકતું. ફલાણા-ફલાણા શરું થી લઈને ખુબ સરસ ચાલી રહ્યાં છે. મહિમા ગવાય છે. બાપ કહે છે પોતાનાં માટે પોતે જ પુરુષાર્થ કરી રાજધાની પ્રાપ્ત કરવાની છે. ભણતર થી ઊંચ પદ પામવાનું છે. આ છે જ રાજયોગ. પ્રજા યોગ નથી. પરંતુ પ્રજા પણ તો બનશે ને. શકલ અને સર્વિસ (સેવા) થી ખબર પડી જાય છે કે આ શું બનવા લાયક છે. ઘરમાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની ચાલ-ચલન થી સમજી જાય છે, આ ફર્સ્ટ નંબર માં, આ થર્ડ નંબર માં આવશે. અહીંયા પણ એવું છે. જ્યારે અંતમાં પરીક્ષા પૂરી થશે ત્યારે તમને બધાં સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર થવામાં કોઈ વાર નથી લાગતી પછી શરમ આવશે, અમે નપાસ થઈ ગયાં. નપાસ થવા વાળા ને પ્રેમ કોણ કરશે?

મનુષ્ય બાઈસ્કોપ (ટી.વી.) જોવામાં ખુશીનો અનુભવ કરે છે પરંતુ બાપ કહે છે નંબરવન ખરાબ બનાવવા વાળું છે બાઈસ્કોપ (ટી.વી.). તેમાં જવાવાળા ખાસ કરીને ફેલ (નપાસ) થઈ નીચે પડે છે. કોઈ-કોઈ ફિમેલ (સ્ત્રી) પણ એવી છે જે બાઈસ્કોપ જોયા વગર ઊંઘ ન આવે. બાઈસ્કોપ જોવા વાળા અપવિત્ર બનવાનો પુરુષાર્થ જરુર કરશે. અહીંયા જે કંઈ થઈ રહ્યું છે, જેમાં મનુષ્ય ખુશી સમજે છે તે બધું દુઃખ માટે છે. આ છે વિનાશી ખુશીઓ. અવિનાશી ખુશી, અવિનાશી બાપ થી જ મળે છે. તમે સમજો છો બાબા આપણને આ લક્ષ્મી-નારાયણ જેવાં બનાવે છે. આમ પહેલાંં તો ૨૧ જન્મનાં માટે લખતાં હતાં. હવે બાબા લખે છે ૫૦-૬૦ જન્મ, કારણ કે દ્વાપર માં પણ પહેલાં તો ખુબ ધનવાન સુખી રહો છો ને. ભલે પતિત બનો છો તો પણ ધન ખુબ રહે છે. આ તો બિલકુલ જ્યારે તમોપ્રધાન બને છે ત્યારે દુઃખ શરું થાય છે. પહેલાં તો સુખી રહો છો. જ્યારે ખુબ દુઃખી થાઓ છો ત્યારે બાપ આવે છે. મહા અજામિલ જેવાં પાપીઓનો પણ ઉદ્ધાર કરે છે. બાપ કહે છે હું બધાંને લઈ જઈશ મુક્તિધામ. પછી સતયુગની રાજાઈ પણ તમને આપું છું. બધાનું કલ્યાણ તો થાય છે ને. બધાંને પોતાનાં ઠેકાણા પર પહોંચાડી દે છે-શાંતિમાં અથવા સુખમાં. સતયુગમાં બધાં ને સુખ રહે છે. શાંતિધામ માં પણ સુખી રહે છે. કહે છે વિશ્વમાં શાંતિ થાય. બોલો, આ લક્ષ્મી-નારાયણ નું જ્યારે રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી ને. દુઃખની વાત હોઈ નથી શકતી. ન દુઃખ, ન અશાંતિ. અહીંયા તો ઘર-ઘરમાં અશાંતિ છે. દેશ-દેશમાં અશાંતિ છે. આખાં વિશ્વમાં જ અશાંતિ છે. કેટલાં ટુકડા-ટુકડા થઈ ગયાં છે. કેટલા ફ્રેક્શન (ભાગલાં) છે. ૧૦૦ માઈલ પર ભાષા અલગ. હવે કહે છે ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત છે. હવે આદિ સનાતન ધર્મની જ કોઈને ખબર નથી તો પછી કેવી રીતે કહેવાય કે આ પ્રાચીન ભાષા છે. તમે બતાવી શકો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ક્યારે હતો? તમારા માં પણ નંબરવાર છે. કોઈ તો ડલહેડ (બુદ્ધુ) પણ હોય છે. જોવામાં પણ આવે છે આ જેમ પથ્થર બુદ્ધિ છે. અજ્ઞાનકાળ માં પણ કહે છે ને - હેં ભગવાન આમની બુદ્ધિનું તાળું ખોલો.

બાપ આપ સર્વ બાળકોને જ્ઞાનની રોશની આપે છે તેનાથી તાળું ખુલતું જાય છે. છતાં પણ કોઈ-કોઈની બુદ્ધિ ખુલતી નથી. કહે છે બાબા તમે બુદ્ધિવાનો ની બુદ્ધિ છો. અમારા પતિની બુદ્ધિ નું તાળું ખોલો. બાપ કહે છે એટલે હું થોડી આવ્યો છું, જે એક-એકની બુદ્ધિનું તાળું બેસી ખોલું. પછી તો બધાની બુદ્ધિ ખુલી જાય, બધાં મહારાજા-મહારાણી બની જાય. હું કેવી રીતે બધાનું તાળું ખોલીશ. તેમને સતયુગમાં આવવાનું જ નહીં હશે તો હું તાળું કેવી રીતે ખોલીશ! ડ્રામા અનુસાર સમય પર જ તેમની બુદ્ધિ ખુલશે. હું કેવી રીતે ખોલીશ! ડ્રામા ની ઉપર પણ છે ને. બધાં ફુલ પાસ થોડી થાય છે. સ્કૂલમાં પણ નંબરવાર હોય છે. આ પણ ભણતર છે. પ્રજા પણ બનવાની છે. બધાનું તાળું ખુલી જાય તો પ્રજા ક્યાંથી આવશે. આ તો કાયદો નથી. આપ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે. દરેકનાં પુરુષાર્થ થી જાણી શકાય છે, જે સારી રીતે ભણે છે, તેમને જ્યાં-ત્યાં બોલાવાય છે. બાબા જાણે છે કોણ-કોણ સારી રીતે સર્વિસ (સેવા) કરી રહ્યાં છે. બાળકોએ સારી રીતે ભણવાનું છે. સારી રીતે ભણશે તો ઘરે લઈ જઈશ પછી સ્વર્ગમાં મોકલી દઈશ. નહીં તો સજાઓ ખુબ આકરી છે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) એ શિક્ષક નું નામ કરવું જોઈએ. ગોલ્ડન એજ (સતયુગ) માં પારસ બુદ્ધિ હતાં, હમણાં છે આયરન એજ (કળયુગ) તો અહીંયા ગોલ્ડન એજ બુદ્ધિ હોય કેવી રીતે શકે. વિશ્વમાં શાંતિ હતી જ્યારે કે એક રાજ્ય, એક જ ધર્મ હતો. સમાચાર પત્રમાં પણ તમે નાખી શકો છો ભારત માં જ્યારે આમનું રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી. છેવટે સમજશે જરુર. આપ બાળકોનું નામ પ્રખ્યાત થવાનું છે. તે ભણતરમાં કેટલી પુસ્તકો વગેરે વાંચે છે. અહીંયા તો કાંઈ નથી. ભણતર બિલકુલ સહજ છે. બાકી યાદમાં સારા-સારા મહારથી પણ ફેલ છે. યાદનું જોહર (બળ) નહીં હોય તો જ્ઞાન તલવાર ચાલશે નહીં. ખુબ જ યાદ કરે ત્યારે જોહર (બળ) આવે. ભલે બંધન માં પણ છે તો પણ યાદ કરતાંં રહે તો ખુબ જ ફાયદો છે. ક્યારેય બાબા ને જોયા પણ નથી, યાદ માં જ પ્રાણ છોડી દે છે તો પણ ખુબ સારું પદ પામી શકે છે, કારણ કે યાદ ખુબ કરે છે. બાપ ની યાદ માં પ્રેમ નાં આંસુ વહાવે છે, તે આંસુ મોતી બની જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં માટે સ્વયં જ પુરુષાર્થ કરી ઉંચ પદ પામવાનું છે. ભણતર થી સ્વયં ને રાજતિલક આપવાનું છે. જ્ઞાન ને સારી રીતે ધારણ કરી સદા હર્ષિત રહેવાનું છે.

2. જ્ઞાન તલવાર માં યાદનું જોહર (બળ) ભરવાનું છે. યાદ થી જ બંધન કાપવાનાં છે. ક્યારેય પણ ગંદા બાઈસ્કોપ (ટી.વી.) જોઈ પોતાનાં સંકલ્પોને અપવિત્ર નથી બનાવવાનાં.

વરદાન :-
સદા એકાંત અને સિમરણ માં વ્યસ્ત રહેવાવાળા બેહદ નાં વાનપ્રસ્થી ભવ

વર્તમાન સમયનાં પ્રમાણે તમે બધાં વાનપ્રસ્થ અવસ્થા નાં સમીપ છો. વાનપ્રસ્થી ક્યારેય ગુડીયોની રમત નથી કરતાં. તે સદા એકાંત અને સિમરણ માં રહે છે. આપ સર્વ બેહદ નાં વાનપ્રસ્થી સદા એક નાં અંત માં અર્થાત્ નિરંતર એકાંતમાં રહો સાથે-સાથે એક નું સિમરણ કરતાં સ્મૃતિ સ્વરુપ બનો. બધાં બાળકો પ્રતિ બાપદાદાની આ જ શુભ આશ છે કે હવે બાપ અને બાળકો સમાન થઈ જાય. સદા યાદ માં સમાયેલા રહે. સમાન બનવું જ સમાવવું છે-આ જ વાન્પ્રસ્થ સ્થિતિ ની નિશાની છે.

સ્લોગન :-
તમે હિમ્મત નું એક પગલું વધારો તો બાપ મદદ નાં હજાર કદમ (પગલા) વધારશે.