11-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - સત્ય બાપ સચખંડ સ્થાપન કરે છે , તમે બાપ ની પાસે આવ્યાં છો નર થી નારાયણ બનવાનું સાચ્ચું - સાચ્ચું નોલેજ ( જ્ઞાન ) સાંભળવાં

પ્રશ્ન :-
આપ બાળકોએ પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં ખૂબ-ખૂબ સંભાળીને ચાલવાનું છે - કેમ?

ઉત્તર :-
કારણ કે તમારી ગત-મત સૌથી ન્યારી છે. તમારું ગુપ્ત જ્ઞાન છે એટલે વિશાળ બુદ્ધિ બની સૌથી તોડ (સંબંધ) નિભાવવાનો છે. અંદર માં સમજવાનું છે કે અમે બધાં ભાઈ-ભાઈ કે ભાઈ-બહેન છીએ. બાકી એવું નહીં સ્ત્રી પોતાનાં પતિને કહે તમે મારા ભાઈ છો. આનાથી સાંભળવા વાળા કહેશે આને શું થઈ ગયું. યુક્તિ થી ચાલવાનું છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ બેસી બાળકો ને સમજાવે છે. રુહાની અક્ષર ન કહી ફક્ત બાપ કહો તો પણ સમજાય છે આ રુહાની બાપ છે. બાપ બેસી બાળકો ને સમજાવે છે. બધાં પોતાને ભાઈ-ભાઈ તો કહે જ છે. તો બાપ બેસી સમજાવે છે બાળકો ને. બધાંને તો નહીં સમજાવતાં હશે. ગીતા માં પણ લખેલું છે ભગવાનુવાચ. કોનાં પ્રતિ? ભગવાન નાં છે બધાં બાળકો. એ ભગવાન બાપ છે તો ભગવાન નાં બાળકો બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે. ભગવાને જ સમજાવ્યું હશે. રાજયોગ શીખવાડયો હશે. હવે તમારી બુદ્ધિ નું તાળું ખુલેલું છે, તમારા સિવાય આવાં ખ્યાલ બીજા કોઈનાં ચાલી ન શકે. જેને-જેને સંદેશ મળતો જશે તે સ્કૂલ માં આવતાં જશે, ભણતાં જશે. સમજશે પ્રદર્શની તો જોઈ, હવે જઈને વધારે સાંભળીએ. પહેલી-પહેલી મુખ્ય વાત છે જ્ઞાન સાગર પતિત-પાવન, ગીતા જ્ઞાન દાતા શિવ ભગવાનુવાચ. તેમને આ ખબર પડે કે તમને શિખવાડવા વાળા, સમજાવવા વાળા કોણ છે. એ સુપ્રીમ સોલ (પરમ આત્મા), જ્ઞાન સાગર નિરાકાર છે. એ છે જ સત્ય. એ સત્ય જ બતાવશે, પછી એમાં કોઈ પ્રશ્ન ઉઠી જ ન શકે. તમે બધું છોડી દીધું, સત્ય ની ઉપર. તો પહેલાં-પહેલાં તો એનાં પર સમજાવવાનું છે કે અમને પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રાજ્યોગ શીખવાડે છે. આ રાજાઈ પદ છે, જેને નિશ્ચય થઈ જશે કે જે સર્વ નાં બાપ છે એ પારલૌકિક બાપ બેસી સમજાવે છે, એ જ સૌથી મોટી ઓથોરીટી (સર્વોચ્ચ સત્તા) છે. તો બીજો કોઈ પ્રશ્ન ઉઠી જ ન શકે. એ છે પતિત પાવન. એ જ્યારે અહિયાં આવે છે તો જરુર પોતાનાં સમય પર આવતાં હશે. તમે જુઓ પણ છો આ તે જ મહાભારત ની લડાઈ છે. વિનાશ નાં પછી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા થવાની છે. આ મનુષ્ય જાણતાં નથી કે ભારત જ વાઈસલેસ હતો. બુદ્ધિ ચાલતી નથી. ગોદરેજ નું તાળું લાગેલું છે. તેની ચાવી એક બાપ ની પાસે જ છે એટલે આ કોઈને ખબર નથી કે તમને ભણાવવા વાળા કોણ છે. દાદા સમજી લે છે, ત્યારે ટીકા કરે છે, કાંઈ બોલે છે એટલે પહેલાં-પહેલાં આ સમજાવો - આમાં લખ્યું છે શિવ ભગવાનુવાચ. એ તો છે જ સત્ય. બાપ છે જ નોલેજફુલ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. આ શિક્ષા હમણાં તમને એ બેહદ નાં બાપ થી મળે છે. એ જ સૃષ્ટિનાં રચયિતા છે, પતિત સૃષ્ટિ ને પાવન બનાવવા વાળા છે. તો પહેલાં-પહેલાં બાપનો જ પરિચય આપવાનો છે. એ પરમપિતા પરમાત્મા થી તમારો શું સંબંધ છે. એ નર થી નારાયણ બનવાનું સાચ્ચું નોલેજ આપે છે. બાળકો જાણે છે બાપ સત્ય છે, જે બાપ જ સચખંડ બનાવે છે. તમે અહીંયા આવ્યાં જ છો નર થી નારાયણ બનવાં. બેરિસ્ટર પાસે જશે તો સમજશે અમે બેરિસ્ટર બનવા આવ્યાં છીએ. હમણાં તમને નિશ્ચય છે અમને ભગવાન ભણાવે છે. કોઈ નિશ્ચય કરે પણ છે પછી સંશય બુદ્ધિ થઈ જાય છે, તો તેમને બધાં કહે છે તમે તો કહેતાં હતાં - અમને ભગવાન ભણાવે છે. પછી ભગવાન ને કેમ છોડી આવ્યાં છો? સંશય આવવાથી જ ભાગન્તી થઈ જાય છે. કોઈ ને કોઈ વિકર્મ કરે છે. ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે, તેનાં પર જીત પામવાથી જ જગતજીત બનશો. જે પાવન બનશે તે જ પાવન દુનિયામાં જશે. અહીંયા છે જ રાજયોગ ની વાત, તમે જઈને રાજાઈ કરશો. બાકી જે આત્માઓ છે તે પોતાનો હિસાબ ચૂકવી ને પાછી ચાલી જશે. આ કયામત (મોત) નો સમય છે. હવે આ બુદ્ધિ કહે છે - સતયુગ ની સ્થાપના જરુર થવાની છે. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. બાકી બધાં મુક્તિધામ માં ચાલ્યાં જશે. તેમને ફરી પોતાનો પાર્ટ રીપીટ કરવાનો છે. તમે પણ પોતાનો પુરુષાર્થ કરતાં રહો છો. પાવન બની અને પાવન દુનિયાનાં માલિક બનવાનાં માટે. માલિક તો પોતાને સમજશો ને. પ્રજા પણ માલિક છે. હમણાં પ્રજા પણ કહે છે ને - અમારું ભારત. તમે સમજો છો હમણાં બધાં નર્કવાસી છે. હવે આપણે સ્વર્ગવાસી બનવાનાં માટે રાજયોગ શીખી રહ્યાં છીએ. બધાં તો સ્વર્ગવાસી નહીં બનશે. બાપ કહે છે જ્યારે ભક્તિમાર્ગ પૂરો થશે ત્યારે જ હું આવીશ. મારે જ આવીને બધાં ભક્તોને ભક્તિ નું ફળ આપવાનું છે. મેજોરીટી (અધિકાંશ) તો ભક્તોની છે ને. બધાં પોકારતાં રહે છે ઓ ગોડફાધર. ભક્તો નાં મુખે થી ઓ ગોડ ફાધર, હેં ભગવાન - આ જરુર નીકળશે. હવે ભક્તિ અને જ્ઞાન માં ફરક છે. તમારા મુખ થી ક્યારેય હેં ઈશ્વર, હેં ભગવાન નહીં નીકળશે. મનુષ્યો ને તો આ અડધાકલ્પ ની પ્રેક્ટિસ (અભ્યાસ) પડેલી છે. તમે જાણો છો એ આપણા બાપ છે, તમારે હેં બાબા થોડી કહેવાનું છે. બાપ થી તમારે તો વારસો લેવાનો છે. પહેલાં તો આ નિશ્ચય થાય કે અમે બાપ થી વારસો લઈએ છીએ. બાપ બાળકોને વારસો લેવાનાં અધિકારી બનાવે છે. આ તો સાચાં બાપ છે ને. બાપ જાણે છે મેં જે બાળકોને જ્ઞાન અમૃત પીવડાવી, જ્ઞાન-ચિતા પર બેસાડી વિશ્વનાં માલિક દેવતા બનાવ્યાં હતાં તે જ કામ-ચિતા પર બેસી ભસ્મીભૂત થઈ ગયાં છે. હવે હું ફરી જ્ઞાન-ચિતા પર બેસાડી, ઘોર નીંદર થી જગાડી સ્વર્ગમાં લઈ જાઉં છું.

બાપે સમજાવ્યું છે - આપ આત્માઓ ત્યાં શાંતિધામ અને સુખધામ માં રહો છો. સુખધામ ને કહેવાય છે વાઈસલેસ વર્લ્ડ, સંપૂર્ણ નિર્વિકારી. ત્યાં દેવતાઓ રહે છે અને તે છે સ્વીટ હોમ આત્માઓનું ઘર. બધાં એક્ટર્સ તે શાંતિધામ થી આવે છે, અહીંયા પાર્ટ ભજવવાં. આપણે આત્માઓ અહીંયાની રહેવાસી નથી. તે એક્ટર્સ અહીંયા નાં રહેવાસી હોય છે. ફક્ત ઘરે થી આવીને ડ્રેસ બદલીને પાર્ટ ભજવે છે. તમે તો સમજો છો આપણું ઘર શાંતિધામ છે, જ્યાં આપણે ફરી પાછા જઈએ છીએ. જ્યારે બધાં એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે ત્યારે બાપ આવીને બધાંને લઈ જશે, એટલે એમને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પણ કહેવાય છે. દુઃખહર્તા, સુખકર્તા છે તો આટલાં બધાં મનુષ્ય ક્યાં જશે. વિચાર તો કરો - પતિત-પાવન ને બોલાવે છે શેનાં માટે? પોતાનાં મોત નાં માટે. દુઃખની દુનિયામાં રહેવા નથી ઈચ્છતાં, એટલે કહે છે ઘરે લઈ ચાલો (જાઓ). આ બધાં મુક્તિ ને જ માનવા વાળા છે. ભારત નો પ્રાચીન યોગ પણ કેટલો પ્રસિદ્ધ છે, વિદેશ માં પણ જાય છે પ્રાચીન રાજયોગ શીખવાડવાં. ક્રિશ્ચન માં બહુજ છે જે સંન્યાસીઓનું માન રાખે છે. ગેરુ કફની નો જે પહેરવેશ છે - તે છે હઠયોગ નો. તમારે તો ઘરબાર છોડવાનું નથી. ન કોઈ સફેદ કપડા નું બંધન છે. પરંતુ સફેદ સારા છે. તમે ભઠ્ઠી માં રહ્યાં છો તો ડ્રેસ પણ આ થઈ ગયો છે. આજકાલ સફેદ પસંદ કરે છે. મનુષ્ય મરે છે તો સફેદ ચાદર નાંખે છે. તો પહેલાં કોઈને પણ બાપ નો પરિચય આપવાનો છે. બે બાપ છે, આ વાત સમજવામાં સમય લે છે. પ્રદર્શની માં એટલું સમજાવી નહીં શકો. સતયુગ માં એક બાપ, આ સમયે છે તમને ત્રણ બાપ, કારણ કે ભગવાન આવે છે પ્રજાપિતા બ્રહ્માનાં તન માં. તે પણ તો બાપ છે બધાનાં. સારું હવે ત્રણેય બાપ માં ઊંચો વારસો કોનો? નિરાકાર બાપ વારસો કેવી રીતે આપે? એ પછી આપે છે બ્રહ્મા દ્વારા. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે અને બ્રહ્મા દ્વારા વારસો પણ આપે છે. આ ચિત્ર પર તમે ખૂબ સારી રીતે સમજાવી શકો છો. શિવબાબા છે, પછી આ પ્રજાપિતા બ્રહ્મા આદિ દેવ, આદિ દેવી. આ છે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બાપ કહે છે મુજ શિવ ને ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર નહીં કહેશે. હું બધાંનો બાપ છું. આ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે થઈ ગયાં ભાઈ-બહેન, પરસ્પર ક્રિમિનલ એસોલ્ટ (વિકારી વૃત્તિ)) કરી ન શકો. જો બંનેની પરસ્પર વિકાર ની દૃષ્ટિ ખેંચાય છે તો પછી નીચે પડે છે, બાપ ને ભૂલી જાય છે. બાપ કહે છે - તમે મારા બાળકો બની કાળું મોઢું કરો છો. બેહદ નાં બાપ બાળકો ને સમજાવે છે. તમને આ નશો ચઢેલો છે. જાણો છો ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. લૌકિક સંબંધીઓ ને પણ મોઢું આપવાનું (સંબંધ નિભાવવાનો) છે. લૌકિક બાપ ને તમે બાપ કહેશો ને. તેમને તો તમે ભાઈ ન કહી શકો. દુનિયાનાં સંબંધ માં બાપ ને બાપ જ કહેશો. બુદ્ધિમાં છે કે આ અમારા લૌકિક બાપ છે. જ્ઞાન તો છે ને. આ જ્ઞાન ખૂબ વિચિત્ર છે. આજકાલ કરીને નામ પણ લઈ લે છે પરંતુ કોઈ વિઝીટર (પર્યટક) વગેરે બહારનાં વ્યક્તિ ની સામે ભાઈ કહી દો તો તે સમજશે આમનું માથું ખરાબ થયું છે. આમાં ખૂબ યુક્તિ જોઈએ. તમારું ગુપ્ત જ્ઞાન, ગુપ્ત સંબંધ છે. ખાસ કરીને સ્ત્રીઓ પતિ નું નામ નથી લેતી. પતિ સ્ત્રી નું નામ લઈ શકે છે. આમાં ખૂબ યુક્તિ થી ચાલવાનું છે. લૌકિક થી પણ તોડ નિભાવવાનો છે. બુદ્ધિ ચાલી જવી જોઈએ ઉપર. આપણે બાપ થી વારસો લઈ રહ્યાં છીએ. બાકી કાકા ને કાકા, બાપ ને બાપ કહેવું પડશે ને. જે બ્રહ્માકુમાર-કુમારી નથી બન્યાં તે ભાઈ-બહેન નહીં સમજશે. જે બી.કે. બન્યાં છે, તે જ આ વાતો ને સમજશે. બહાર વાળા તો પહેલાં જ ચમકશે. આમાં સમજવાની બુદ્ધિ સારી જોઈએ. બાપ તો બાળકોને વિશાળ બુદ્ધિ બનાવે છે. તમે પહેલાં હદ ની બુદ્ધિ માં હતાં. હવે બુદ્ધિ ચાલી જાય છે બેહદ માં. એ આપણા બેહદ નાં બાપ છે. આ બધાં આપણા ભાઈ-બહેન છે. પરંતુ ઘર માં સાસુ ને સાસુ જ કહેશો, બહેન થોડી જ કહેશો. ઘર માં રહેતાં ખૂબ યુક્તિ થી ચાલવાનું છે, નહીં તો લોકો કહેશે આ તો પતિ ને ભાઈ, સાસુ ને બહેન કહી દે છે, આ શું છે? આ જ્ઞાન ની વાતો તમે જ જાણો બીજું ન જાણે કોઈ. કહે છે ને - પ્રભુ તેરી ગત મત તુમ હી જાનો. હવે તમે એમનાં બાળકો બનો છો તો તમારી ગત તમે જ જાણો. ખૂબ સંભાળથી ચાલવું પડે છે. ક્યાંય કોઈ મુંઝાય નહીં. તો પ્રદર્શની માં આપ બાળકોએ પહેલાં-પહેલાં આ સમજાવવાનું છે કે અમને ભણાવવા વાળા ભગવાન છે. હવે તમે બતાવો ભગવાન કોણ? નિરાકાર શિવ કે દેહધારી શ્રીકૃષ્ણ. જે ગીતામાં ભગવાનુવાચ છે એ શિવ પરમાત્માએ મહાવાક્ય ઉચ્ચાર્યા છે કે શ્રીકૃષ્ણએ? કૃષ્ણ છે સ્વર્ગ નાં પહેલાં પ્રિન્સ. એવું તો કહી ન શકે કે કૃષ્ણ જયંતી સો શિવ જયંતી. શિવ જયંતી નાં પછી આવે કૃષ્ણ જયંતી. શિવ જયંતી થી સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર) શ્રી કૃષ્ણ કેવી રીતે બન્યાં, આ છે સમજવાની વાતો. શિવ જયંતી પછી ગીતા જયંતી પછી ફટ થી છે કૃષ્ણ જયંતી કારણ કે બાપ રાજ્યોગ શીખવાડે છે ને. બાળકોની બુદ્ધિમાં આવ્યું છે ને. જ્યાં સુધી શિવ પરમાત્મા ન આવે ત્યાં સુધી શિવ જયંતી મનાવી ન શકે. જ્યાં સુધી શિવ આવીને કૃષ્ણપુરી સ્થાપન ન કરે તો કૃષ્ણ જયંતી પણ કેવી રીતે મનાવાય. કૃષ્ણનો જન્મ તો મનાવે છે પરંતુ સમજે થોડી જ છે. કૃષ્ણ પ્રિન્સ હતાં તો જરુર સતયુગ માં હશે ને. દેવી-દેવતાઓની રાજધાની હશે જરુર. ફક્ત એક કૃષ્ણ ને બાદશાહી તો નહીં મળશે ને. જરુર કૃષ્ણપુરી હશે ને! કહે પણ છે કૃષ્ણપુરી.. અને પછી આ છે કંસપુરી. કૃષ્ણપુરી નવી દુનિયા, કંસપુરી છે જૂની દુનિયા. કહે છે દેવતાઓ અને અસુરો ની લડાઈ લાગી. દેવતાઓએ જીત્યું. પરંતુ એવું તો છે નહીં. કંસપુરી ખતમ થઈ પછી કૃષ્ણપુરી સ્થાપન થઈ ને. કંસપુરી જૂની દુનિયામાં હશે. નવી દુનિયામાં થોડી આ કંસ દૈત્ય વગેરે હશે. અહીંયા તો જુઓ કેટલાં મનુષ્ય છે. સતયુગ માં ખૂબ થોડાં છે. આ પણ તમે સમજી શકો છો, હમણાં તમારી બુદ્ધિ ચાલે છે. દેવતાઓએ તો કોઈ લડાઈ કરી નથી. દૈવી સંપ્રદાય સતયુગ માં જ હોય છે. આસુરી સંપ્રદાય અહીંયા છે. બાકી ન દેવતાઓ અને અસુરો ની લડાઈ થઈ, ન કૌરવો અને પાંડવોની થઈ છે. તમે રાવણ પર જીત પામો છો. બાપ કહે છે - આ વિકારો પર જીત પામવાની છે તો જગતજીત બની જશો. આમાં કાંઈ લડવાનું નથી. લડવાનું નામ લે તો વાયોલેન્સ (હિંસા) થઇ જાય. રાવણ પર જીત પામવાની છે પરંતુ નોનવાયલેન્સ (અહિંસા). ફક્ત બાપ ને યાદ કરવાથી આપણા વિકર્મ વિનાશ થાય છે. ભારત નો પ્રાચીન રાજ્યોગ પ્રસિદ્ધ છે.

બાપ કહે છે - મારી સાથે બુદ્ધિનો યોગ લગાવો તો તમારા પાપ ભસ્મ થશે. બાપ પતિત-પાવન છે તો બુદ્ધિયોગ એ બાપ થી જ લગાવવાનો છે, તો તમે પતિત થી પાવન બની જશો. હમણાં તમે પ્રેક્ટિકલ માં એમનાથી યોગ લગાવી રહ્યાં છો, આમાં લડાઈની કોઈ વાત જ નથી. જે સારી રીતે ભણશે, બાપ ની સાથે યોગ લગાવશે, તે જ બાપ થી વારસો પામશે - કલ્પ પહેલાં માફક. આ જૂની દુનિયાનો વિનાશ પણ થશે. બધો હિસાબ-કિતાબ ચૂકવીને જશે. પછી ક્લાસ ટ્રાન્સફર (બદલી) થઈ નંબરવાર જઈને બેસે છે ને. તમે પણ નંબરવાર જઈને ત્યાં રાજ્ય કરશો. કેટલી સમજણ ની વાતો છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ કયામત નાં સમયે જ્યારે કે સતયુગ ની સ્થાપના થઈ રહી છે તો પાવન જરુર બનવાનું છે. બાપ અને બાપ નાં કાર્યમાં ક્યારેય સંશય નથી ઉઠાવવાનો.

2. જ્ઞાન અને સંબંધ ગુપ્ત છે, એટલે લૌકિક માં ખૂબ યુક્તિ થી વિશાળ બુદ્ધિ બનીને ચાલવાનું છે. કોઈ એવાં શબ્દ નથી બોલવાનાં જે સાંભળવા વાળા મૂંઝાઈ જાય.

વરદાન :-
મનમત , પરમત ને સમાપ્ત કરી શ્રીમત પર પદમો ની કમાણી જમા કરવા વાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ

શ્રીમત પર ચાલવા વાળા એક સંકલ્પ પણ મનમત કે પરમત પર ન કરી શકે. સ્થિતિ ની સ્પીડ (ગતિ) જો તેજ નથી હોતી તો જરુર કાંઈ ને કાંઈ શ્રીમત માં મનમત કે પરમત મિક્સ છે. મનમત અર્થાત્ અલ્પજ્ઞ આત્માનાં સંસ્કાર અનુસાર જે સંકલ્પ ઉત્પન્ન થાય છે તે સ્થિતિ ને ડગમગ કરે છે એટલે ચેક કરો અને કરાવો, એક કદમ પણ શ્રીમત નાં વગર ન હોય ત્યારે પદમો ની કમાણી જમા કરી પદમાપદમ ભાગ્યશાળી બની શકશો.

સ્લોગન :-
મન માં સર્વ નાં કલ્યાણની ભાવના બનેલી રહે - આ જ વિશ્વ કલ્યાણકારી આત્માનું કર્તવ્ય છે.