11-10-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.03.86    બાપદાદા મધુબન


સર્વશક્તિ - સંપન્ન બનવાનું તથા વરદાન પામવાનું વર્ષ
 


આજે સર્વ ખજાનાઓનાં માલિક, પોતાનાં માસ્ટર બાળકોને જોઈ રહ્યાં છે. બાળક સો માલિક, ક્યાં સુધી બન્યાં છે, આ જોઈ રહ્યાં છે. આ સમયે જે શ્રેષ્ઠ આત્માઓ સર્વ શક્તિઓની સર્વ ખજાનાઓની માલિક બને છે તે માલિકપણા નાં સંસ્કાર ભવિષ્યમાં પણ વિશ્વનાં માલિક બનાવે છે. તો શું જોયું? બાળક તો બધાં છે, બાબા અને હું આ લગન બધાં બાળકોમાં સારી લાગી ગઈ છે. બાળકપણા નો નશો તો બધામાં છે પરંતુ બાળક સો માલિક અર્થાત્ બાપ સમાન સંપન્ન. તો બાળકપણા ની સ્થિતિ અને માલિકપણા ની સ્થિતિ, આમાં અંતર જોયું. માલિકપણું અર્થાત્ દરેક પગલું સ્વતઃ જ સંપન્ન સ્થિતિમાં સ્વયં નું જ હશે અને સર્વ પ્રતિ પણ હશે. આને કહેવાય છે માસ્ટર અર્થાત્ બાળક સો માલિક. માલિકપણા ની વિશેષતા - જેટલો માલિકપણા નો નશો એટલાં જ વિશ્વ સેવાધારીનાં સંસ્કાર સદા ઇમર્જ (જાગૃત) રુપમાં છે. જેટલો માલિકપણા નો નશો એટલો જ સાથે-સાથે વિશ્વ સેવાધારીનો નશો. બંનેવ ની સમાનતા હોય. આ છે બાપ સમાન માલિક બનવું. તો આ રિઝલ્ટ (પરિણામ) જોઈ રહ્યાં હતાં કે બાળક અને માલિક બંને સ્વરુપ સદા પ્રત્યક્ષ કર્મ માં આવે છે કે ફક્ત નોલેજ સુધી છે! પરંતુ નોલેજ અને પ્રત્યક્ષ કર્મ માં અંતર છે. ઘણાં બાળકો આ સમાનતા માં બાપ સમાન પ્રત્યક્ષ કર્મ રુપમાં સારા જોયાં. ઘણાં બાળકો હજું પણ બાળકપણામાં રહે છે પરંતુ માલિકપણાનાં તે રુહાની નશા માં બાપ સમાન બનવાની શક્તિશાળી સ્થિતિમાં ક્યારેક સ્થિત થાય છે અને ક્યારેક સ્થિત થવાનાં પ્રયત્નમાં સમય ચાલ્યો જાય છે.

લક્ષ્ય બધાં બાળકોનું આ જ શ્રેષ્ઠ છે કે બાપ સમાન બનવું જ છે. લક્ષ્ય શક્તિશાળી છે. હવે લક્ષ્ય ને બોલ, કર્મ, સંબંધ-સંપર્ક માં લાવવાનું છે. આમાં અંતર પડી જાય છે. કોઈ બાળકો સંકલ્પ સુધી સમાન સ્થિતિ માં સ્થિત રહે છે. કોઇ સંકલ્પ ની સાથે વાણી સુધી પણ આવી જાય છે. ક્યારેક-ક્યારેક કર્મ માં પણ આવી જાય છે. પરંતુ જ્યારે સંબંધ-સંપર્કમાં આવે, સેવાનાં સંબંધમાં આવે, પરિવારનાં સંબંધમાં આવે, આ સંબંધ અને સંપર્કમાં આવવાથી ટકાવારી ક્યારેક ઓછી થઈ જાય છે. બાપ સમાન બનવું અર્થાત્ એક જ સમય, સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ બધામાં બાપ સમાન સ્થિતિ માં રહેવું. કોઈ બે માં રહે, કોઈ ત્રણ માં રહે. પરંતુ ચારેવ સ્થિતિ જે બતાવી તેમાં ક્યારેક કેવાં, ક્યારેક કેવાં થઈ જાય છે. તો બાપદાદા બાળકોનાં પ્રતિ સદા અતિ સ્નેહી પણ છે. સ્નેહ નું સ્વરુપ ફક્ત અવ્યક્ત નું વ્યક્ત રુપમાં મળવાનું નથી. પરંતુ સ્નેહનું સ્વરુપ છે સમાન બનવું. ઘણાં બાળકો એવું વિચારે છે કે બાપદાદા નિર્મોહી બની રહ્યાં છે. પરંતુ આ નિર્મોહી બનવું નથી. આ વિશેષ સ્નેહ નું સ્વરુપ છે.

બાપદાદા પહેલાં થી જ કહી ચૂક્યાં છે કે લાંબાકાળની પ્રાપ્તિનાં હિસાબ નો સમય હમણાં ખુબ ઓછો છે એટલે બાપદાદા બાળકોને સદા લાંબાકાળનાં માટે વિશેષ દૃઢતાની તપસ્યા દ્વારા સ્વયંને તપાવવું અર્થાત્ મજબૂત કરવા, પરિપકવ કરવા આનાં માટે આ વિશેષ સમય આપી રહ્યાં છે. આમ તો ગોલ્ડન જુબલી માં પણ બધાએ સંકલ્પ કર્યો કે સમાન બનશું, વિઘ્ન-વિનાશક બનશું, સમાધાન સ્વરુપ બનશું. આ બધાં વાયદા બાપ ની પાસે ચિત્રગુપ્ત નાં રુપમાં હિસાબનાં ખાતામાં નોંધાયેલાં છે. આજે પણ ઘણાં બાળકોએ દૃઢ સંકલ્પ કર્યો. સમર્પણ થવું અર્થાત્ સ્વયંને સર્વ પ્રાપ્તિઓમાં પરિપકવ બનાવવાં. સમર્પણતા નો અર્થ જ છે સંકલ્પ, બોલ, કર્મ અને સંબંધ આ ચારેવ માં બાપ સમાન બનવું. પત્ર જે લખીને આપ્યો તે પત્ર કે સંકલ્પ સૂક્ષ્મવતન માં બાપદાદાની પાસે સદાનાં માટે રેકોર્ડમાં રહી ગયો. બધાની ફાઈલ્સ ત્યાં વતન માં છે. દરેકનો આ સંકલ્પ અવિનાશી થઈ ગયો.

આ વર્ષે બાળકોની દૃઢતાની તપસ્યા થી દરેક સંકલ્પ ને અમર, અવિનાશી બનાવવા માટે સ્વયં થી વારંવાર દૃઢતા નાં અભ્યાસ થી રુહ-રુહાન કરવા માટે, રિયલાઈજેશન (અનુભૂતિ) કરવા માટે અને રીઈનકારનેટ (અવતાર) સ્વરુપ બની પછી કર્મ માં આવવા માટે, આ સ્થિતિ ને સદાકાળ નાં માટે વધારે મજબૂત કરવાનાં માટે, બાપદાદા આ સમય આપી રહ્યાં છે. સાથે-સાથે વિશેષ રુપમાં શુદ્ધ સંકલ્પની શક્તિ થી જમાનું ખાતુ હજું વધારવાનું છે. શુદ્ધ સંકલ્પની શક્તિનો વિશેષ અનુભવ હજું વધારે અંતરમુખી બની કરવાની આવશ્યકતા છે. શુદ્ધ સંકલ્પોની શક્તિ સહજ વ્યર્થ સંકલ્પો ને સમાપ્ત કરી બીજાઓનાં પ્રતિ પણ શુભભાવના, શુભકામના નાં સ્વરુપ થી પરિવર્તન કરી શકાય છે. હવે આ શુદ્ધ સંકલ્પની શક્તિનો વિશેષ અનુભવ સહજ જ વ્યર્થ સંકલ્પોને સમાપ્ત કરી દે છે. ન ફક્ત પોતાનાં વ્યર્થ સંકલ્પ પરંતુ તમારા શુદ્ધ સંકલ્પ, બીજાઓનાં પ્રતિ પણ શુભભાવના, શુભકામના નાં સ્વરુપ થી પરિવર્તન કરી શકે છે. હવે આ શુદ્ધ સંકલ્પ ની શક્તિ નો સ્ટોક સ્વયં નાં પ્રતિ પણ જમા કરવાની ખુબ આવશ્યકતા છે. મુરલી સાંભળવી આ લગન તો ખુબ સારી છે. મુરલી અર્થાત્ ખજાનો. મુરલીનાં દરેક પોઇન્ટને શક્તિનાં રુપમાં જમા કરવો - આ છે શુદ્ધ સંકલ્પની શક્તિને વધારવી. શક્તિનાં રુપમાં દર સમયે કાર્યમાં લગાડવી. હવે આ વિશેષતા નું વિશેષ અટેન્શન (ધ્યાન) રાખવાનું છે. શુદ્ધ સંકલ્પોની શક્તિનાં મહત્વ ને હમણાં જેટલો અનુભવ કરતાં જશો એટલું મન્સા સેવા નાં પણ સહજ અનુભવી બનતાં જશો. પહેલાં તો સ્વયં નાં પ્રતિ શુદ્ધ સંકલ્પોની શક્તિ જમા જોઈએ અને પછી સાથે-સાથે તમે બધાં બાપની સાથે વિશ્વ કલ્યાણકારી આત્માઓ વિશ્વ પરિવર્તક આત્માઓ છો. તો વિશ્વનાં પ્રતિ પણ આ શુદ્ધ સંકલ્પોની શક્તિ દ્વારા પરિવર્તન કરવાનું કાર્ય હજું ખુબ રહેલું છે. જેમ વર્તમાન સમયે બ્રહ્મા બાપ અવ્યક્ત રુપધારી બની શુદ્ધ સંકલ્પની શક્તિ થી તમારા બધાની પાલના કરી રહ્યાં છે. સેવા ની વૃદ્ધિ નાં સહયોગી બની આગળ વધારી રહ્યાં છે. આ વિશેષ સેવા શુદ્ધ સંકલ્પોની શક્તિ ની ચાલી રહી છે. તો બ્રહ્મા બાપ સમાન હવે આ વિશેષતા ને પોતાનામાં વધારવાની તપસ્યા નાં રુપમાં અભ્યાસ કરવાનો છે. તપસ્યા અર્થાત દૃઢતા સંપન્ન અભ્યાસ. સાધારણ ને તપસ્યા નહીં કહેશું તો હમણાં તપસ્યાનાં માટે સમય આપી રહ્યાં છે. હમણાં જ કેમ આપી રહ્યાં છે? કારણ કે આ સમય તમારા લાંબાકાળ માં જમા થઈ જશે. બાપદાદા બધાને લાંબાકાળ ની પ્રાપ્તિ કરાવવાનાં નિમિત્ત છે. બાપદાદા બધાં બાળકોને લાંબાકાળનાં રાજ્ય ભાગ્ય અધિકારી બનાવવા ઈચ્છે છે. તો લાંબાકાળ નો સમય ખુબ થોડો છે એટલે દરેક વાત નાં અભ્યાસ ને તપસ્યાનાં રુપમાં કરવાનાં માટે આ વિશેષ સમય આપી રહ્યાં છે કારણ કે સમય એવો આવશે - જેમાં આપ સર્વે દાતા અને વરદાતા બની થોડાં સમયમાં અનેકોને આપવું પડશે. તો સર્વ ખજાનોઓનું જમાનું ખાતુ સંપન્ન બનાવવા માટે સમય આપી રહ્યાં છે.

બીજી વાત - વિઘ્ન-વિનાશક કે સમાધાન સ્વરુપ બનવાનો જે વાયદો કર્યો છે તો વિઘ્ન-વિનાશક સ્વયં નાં પ્રતિ પણ અને સર્વ નાં પ્રતિ પણ બનવાનો વિશેષ દૃઢ સંકલ્પ અને દૃઢ સ્વરુપ બંનેવ હોય. ફક્ત સંકલ્પ નહીં પરંતુ સ્વરુપ પણ હોય. તો આ વર્ષે બાપદાદા એક્સ્ટ્રા ચાંસ આપી રહ્યાં છે. જેમને પણ આ વિધ્ન વિનાશક બનવાનું વિશેષ ભાગ્ય લેવું છે તે આ વર્ષ માં લઈ શકે છે. આ વર્ષ ને વિશેષ વરદાન છે. પરંતુ વરદાન લેવાનાં માટે વિશેષ બે વાત નું અટેન્શન (ધ્યાન) આપવું પડશે. એક તો સદા બાપ સમાન આપવાવાળું બનવાનું છે, લેવાની ભાવના નથી રાખવાની. આદર મળે, સ્નેહ મળે ત્યારે સ્નેહી બનીએ, અથવા આદર મળે ત્યારે આદર આપીએ, ના. દાતા નાં બાળક બની મારે આપવાનું છે. લેવાની ભાવના નહીં રાખતાં. શ્રેષ્ઠ કર્મ કરતાં બીજી તરફ થી મળવું જોઈએ આ ભાવના નહીં રાખતાં. શ્રેષ્ઠ કર્મનું ફળ શ્રેષ્ઠ હોય જ છે. આ નોલેજ તમે જાણો છો પરંતુ કરતાં સમયે આ સંકલ્પ નથી રાખવાનો. એક તો વરદાન લેવાનાં પાત્ર બનવાનાં માટે સદા દાતા બનીને રહેજો અને બીજું વિઘ્નવિનાશક બનવાનું છે, તો સમાવવાની શક્તિ સદા વિશેષ રુપમાં અટેન્શન માં રાખજો. સ્વયં પ્રતિ પણ સમાવવાની શક્તિ આવશ્યક છે. સાગર નાં બાળકો છો, સાગરની વિશેષતા છે જ સમાવવું. જેમાં સમાવવાની શક્તિ હશે તે જ શુભ ભાવના, કલ્યાણ ની કામના કરી શકશે એટલે દાતા બનજો, સમાવવાની શક્તિ સ્વરુપ સાગર બનજો. આ બે વિશેષતાઓ સદા કર્મ સુધી લાવજો. ઘણીવાર ઘણાં બાળકો કહે છે વિચાર્યુ તો હતું કે આ જ કરીશું પરંતુ કરવામાં બદલાઈ ગયું. તો આ વર્ષે ચારેય વાતોમાં એક જ સમયે સમાનતા નો વિશેષ અભ્યાસ કરવાનો છે. સમજ્યાં. તો એક વાત ખજાનાઓને જમા કરવાનાં અને દાતા બની આપવાનાં સંસ્કાર નેચરલ (સ્વભાવિક) રુપમાં ધારણ થઈ જાય તેનાં માટે સમય આપી રહ્યાં છે. તો વિઘ્ન-વિનાશક બનવું અને બનાવવું, આમાં સદાનાં માટે પોતાનો નંબર નિશ્ચિત કરવાનો ચાન્સ આપી રહ્યાં છે. કાંઈ પણ થાય સ્વયં તપસ્યા કરો અને કોઈનું વિઘ્ન સમાપ્ત કરવામાં સહયોગી બનો. સ્વયંએ કેટલું પણ ઝુકવું પડે પરંતુ આ ઝુકવું સદાનાં માટે ઝૂલામાં ઝૂલવું છે. જેવી રીતે શ્રીકૃષ્ણને કેટલાં પ્રેમ થી ઝુલાવતાં રહે છે. એવી રીતે હમણાં બાપ આપ બાળકોને પોતાનાં ખોળાનાં ઝૂલામાં ઝુલાવશે અને ભવિષ્ય માં રત્નજડિત ઝૂલામાં ઝૂલશો અને ભક્તિ માં પૂજ્ય બની ઝુલામાં ઝૂલશો. તો ઝુકવું, મરવું આ મહાનતા છે. હું કેમ ઝુકું, આ ઝુકે, આમાં પોતાને નીચા નહીં સમજો. આ ઝૂકવું મહાનતા છે. આ મરવું, મરવું નથી, અવિનાશી પ્રાપ્તિઓમાં જીવવું છે એટલે સદા વિઘ્ન-વિનાશક બનવાનું અને બનાવવાનાં છે. આમાં ફસ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં આવવાનો જેમને ચાન્સ (તક) લેવો હોય તે લઈ શકે છે. આ વિશેષ ચાન્સ લેવાનાં સમય નું બાપદાદા મહત્વ સંભળાવી રહ્યાં છે. તો સમયનાં મહત્વ ને જાણી તપસ્યા કરજો.

ત્રીજી વાત - સમય પ્રમાણે જેટલું વાયુમંડળ અશાંતિ અને હલચલ નું વધતું જઈ રહ્યું છે તે જ પ્રમાણે બુદ્ધિની લાઈન ખુબજ ક્લિયર (સ્પષ્ટ) હોવી જોઈએ કારણ કે સમય પ્રમાણે ટચિંગ અને કેચિંગ આ બે શક્તિઓની આવશ્યકતા છે. એક તો બાપદાદાનાં ડાયરેક્શન (માર્ગદર્શન) ને બુદ્ધિ દ્વારા કેચ કરી શકો. જો લાઈન ક્લિયર નહીં હશે તો બાપનાં ડાયરેક્શન ની સાથે મનમત પણ મિક્સ થઈ જાય છે. અને મિક્સ થવાનાં કારણે સમય પર દગો ખાઈ શકો છો. જેટલી બુદ્ધિ સ્પષ્ટ હશે એટલું બાપનાં ડાયરેક્શન ને સ્પષ્ટ કેચ કરી શકશો. અને જેટલી બુદ્ધિની લાઈન ક્લિયર હશે, એટલી સ્વયંની ઉન્નતિ પ્રતિ, સેવાની વૃદ્ધિ પ્રતિ અને સર્વ આત્માઓનાં દાતા બની આપવાની શક્તિઓ સહજ વધતી જશે અને ટચિંગ થશે આ સમયે આ આત્માનાં પ્રતિ સહજ સેવાનું સાધન અથવા સ્વ-ઉન્નતીનું સાધન આ જ યથાર્થ છે. તો વર્તમાન સમય પ્રમાણે આ બંને શક્તિઓની ખુબ આવશ્યકતા છે. તેમને વધારવા માટે એકનામી અને ઈકોનોમી (કરકસર) વાળા બનજો. એક બાપ બીજું ન કોઇ. બીજાનો લગાવ બીજી વસ્તુ છે. લગાવ તો ખોટો છે જ પરંતુ બીજાનાં સ્વભાવનો પ્રભાવ પોતાની અવસ્થા ને હલચલ માં લાવે છે. બીજાનાં સંસ્કાર બુદ્ધિ ને ટક્કર માં લાવે છે. તે સમયે બુદ્ધિમાં બાપ છે કે સંસ્કાર છે? ભલે લગાવ નાં રુપમાં બુદ્ધિને પ્રભાવિત કરે, ભલે ટકરાવ નાં રુપમાં બુદ્ધિને પ્રભાવિત કરે પરંતુ બુદ્ધિની લાઈન સદા ક્લિયર હોય. એક બાપ બીજું ન કોઇ આને કહેવાય છે એકનામી, અને ઈકોનોમી શું છે? ફક્ત સ્થૂળ ધનની બચત ને ઈકોનોમી નથી કહેતાં. તે પણ જરુરી છે પરંતુ સમય પણ ધન છે, સંકલ્પ પણ ધન છે, શક્તિઓ પણ ધન છે, આ બધાની ઈકોનોમી. વ્યર્થ નહીં ગુમાવો. ઈકોનોમી કરવી અર્થાત્ જમાનું ખાતું વધારવું. એકનામી અને ઈકોનામી નાં સંસ્કાર વાળા આ બંને શક્તિઓનો (ટચિંગ અને કેચિંગ) અનુભવ કરી શકશે. અને આ અનુભવ વિનાશનાં સમયે નહીં કરી શકાય, આ હમણાં થી અભ્યાસ જોઈએ. ત્યારે સમય પર આ અભ્યાસનાં કારણે અંતમાં શ્રેષ્ઠ મત અને ગતિ ને પામી શકશો. તમે સમજો કે હજું વિનાશ નો સમય કંઈક તો બાકી છે. ચલો ૧૦ વર્ષ જ ખરા. પરંતુ ૧૦ વર્ષ નાં પછી આ પુરુષાર્થ નહીં કરી શકો. કેટલી પણ મહેનત કરો, નહીં કરી શકશો. કમજોર થઈ જશો. પછી અંત યુદ્ધ માં જશે. સફળતા માં નહીં. ત્રેતાયુગી તો નથી બનવું ને. મહેનત અર્થાત્ તીર કમાન (ધનુષબાણ). અને સદા મહોબ્બત માં રહેવું, ખુશીમાં રહેવું અર્થાત્ મુરલીધર બનવું, સૂર્યવંશી બનવું. મુરલી નચાવે છે અને તીર કમાન નિશાનો લગાડવા માટે મહેનત કરાવે છે. તો કમાનધારી નહીં મુરલીવાળા બનવાનું છે એટલે પાછળ થી કોઈ ફરિયાદ નહીં કરતાં કે થોડોક ફરી થી વધારે સમય આપી દો. ચાન્સ આપી દો કે કૃપા કરી દો. આ નહીં ચાલશે એટલે પહેલાં થી કહી રહ્યાં છે. ભલે પાછળ થી આવ્યાં છે કે આગળ થી પરંતુ સમયનાં પ્રમાણે તો બધાને લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા) પર પહોંચવાનો સમય છે. તો એવી ફાસ્ટ (તીવ્ર) ગતિ થી ચાલવું પડે. સમજ્યાં. અચ્છા.

ચારેય તરફ નાં સર્વ સ્નેહી બાળકોને, સદા દિલતખ્ત નશીન બાળકોને, સદા સંતુષ્ટતાની ઝલક દેખાડવા વાળા બાળકોને, સદા પ્રસન્નતાની પર્સનાલિટી માં રહેવાવાળા બાળકોને, સદા બેહદ વિશાળ દિલ, બેહદની વિશાળ બુદ્ધિ ધારણ કરવાવાળી, વિશાળ આત્માઓને બાપદાદાનાં સ્નેહ સંપન્ન યાદપ્યાર અને નમસ્તે.

વરદાન :-
પાંચ વિકાર રુપી દુશ્મન ને પરિવર્તિત કરી સહયોગી બનાવવા વાળા માયાજીત જગતજીત ભવ

વિજયી, દુશ્મનનું રુપ પરિવર્તન જરુર કરે છે. તો તમે વિકારો રુપી દુશ્મનને પરિવર્તન કરી સહયોગી સ્વરુપ બનાવી દો જેનાથી તે સદા તમને સલામ કરતા રહેશે. કામ વિકાર ને શુભકામના નાં રુપમાં, ક્રોધ ને રુહાની ખુમારી નાં રુપમાં, લોભ ને અનાસક્ત વૃત્તિ નાં રુપમાં, મોહ ને સ્નેહ નાં રુપમાં અને દેહ-અભિમાન ને સ્વાભિમાન નાં રુપમાં પરિવર્તન કરી દો તો માયાજીત જગતજીત બની જશો.

સ્લોગન :-
સાચાં સોના માં મારાંપણું જ મિલાવટ છે, જે મુલ્ય ને ઓછું કરી દે છે એટલે મારાપણા ને સમાપ્ત કરો.