11-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - યોગ અગ્નિ થી પાપો ને ભસ્મ કરી સંપૂર્ણ સતોપ્રધાન બનવાનું છે , કોઈ પણ પાપ કર્મ નથી કરવાના

પ્રશ્ન :-
સતયુગ માં ઊંચ પદ કયાં આધાર પર મળે છે? અહીંયા નો કયો કાયદો બધાંને સંભળાવો?

ઉત્તર :-
સતયુગ માં પવિત્રતા નાં આધાર પર ઊંચ પદ મળે છે. જે પવિત્રતા ની ઓછી ધારણા કરે છે તે સતયુગ માં પાછળ થી આવે છે અને પદ પણ ઓછું પામે છે. અહીંયા જ્યારે કોઈ આવે છે તો તેમને કાયદો સંભળાવો - દે દાન તો છૂટે ગ્રહણ. ૫ વિકારો નું દાન આપો તો તમે ૧૬ કળા સંપૂર્ણ બની જશો. આપ બાળકો પણ પોતાનાં દિલ થી પૂછો કે અમારામાં કોઈ વિકાર તો નથી?

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે કે મનુષ્યો ને કેવી રીતે સમજાવો કે હવે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. ૫ હજાર વર્ષ પહેલાંં પણ ભારત માં સ્વર્ગ હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. વિચાર કરવો જોઈએ, તે સમયે કેટલાં મનુષ્ય હતાં. સતયુગ આદિ માં વધારે કરીને ૯-૧૦ લાખ હશે. શરુઆત માં ઝાડ નાનું જ હોય છે. આ સમયે જ્યારે કે કળયુગ નો અંત છે તો કેટલું મોટું ઝાડ થઈ ગયું છે, હવે આનો વિનાશ પણ જરુર થવાનો છે. બાળકો સમજે છે આ તે જ મહાભારત લડાઈ છે. આ સમયે જ ગીતા નાં ભગવાને રાજયોગ શિખવાડ્યો અને દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી. સંગમ પર જ અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મની સ્થાપના થઈ હતી. બાળકો આ પણ જાણે છે કે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું બીજો કોઈ ધર્મ નહોતો. એવી નવી દુનિયા સ્થાપન કરવા બાપ સંગમ પર આવે છે. હમણાં તે સ્થાપના થઈ રહી છે. જૂની દુનિયા વિનાશ થઈ જશે. સતયુગ માં એક જ ભારત ખંડ હતો બીજો કોઈ ખંડ નહોતો. હમણાં તો કેટલાં ખંડ છે. ભારત ખંડ પણ છે પરંતુ આમાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે નહીં. તે પ્રાયઃલોપ થઈ ગયો છે. હવે ફરી પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી રહ્યાં છે. બાકી બધાં ધર્મ વિનાશ થઈ જાય છે. આ તો યાદ રાખવાનું છે કે સતયુગ ત્રેતા માં કોઈ બીજું રાજ્ય નહોતું બીજા બધાં ધર્મ હમણાં આવ્યાં છે. કેટલું દુઃખ અશાંતિ મારામારી છે. મહાભારે મહાભારત લડાઈ પણ આ જ છે. એક તરફ યુરોપવાસી યાદવ પણ છે. ૫ હજાર વર્ષ પહેલાંં પણ એમણે મૂસળ ઇન્વેન્શન (શોધ) કર્યાં હતાં. કૌરવ-પાંડવ પણ હતાં. પાંડવોની તરફ સ્વયં પરમપિતા પરમાત્મા હતાં. બધાંને આ જ કહ્યું કે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં મને યાદ કરવાથી તમારા પાપ વધશે નહીં અને પાસ્ટ (ભૂતકાળ) નાં વિકર્મ વિનાશ થશે. હમણાં પણ બાપ સમજાવે છે, તમે જ ભારતવાસી સતયુગ માં સતોપ્રધાન હતાં, તે આ સમયે ૮૪ જન્મ લેતાં-લેતાં હવે તમારી આત્મા તમોપ્રધાન બની ગઈ છે. હવે સતોપ્રધાન કેવી રીતે બને. સતોપ્રધાન ત્યારે બનશો જ્યારે મુજ પતિત-પાવન બાપ ને યાદ કરશો. આ યોગ અગ્નિ થી જ પાપ ભસ્મ થશે અને આત્મા સતોપ્રધાન બની જશે. અને પછી સ્વર્ગ માં ૨૧ જન્મો નાં માટે વારસો પામશે. બાકી આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. ભારત સતયુગ માં શ્રેષ્ઠાચારી હતું અને સૃષ્ટિ નાં આદિ માં ખૂબ થોડાં મનુષ્ય હતાં. ભારત સ્વર્ગ હતું, બીજા કોઈ ખંડ નહોતાં. હવે બીજા ધર્મ વધતાં-વધતાં ઝાડ કેટલું મોટું થઈ ગયું છે અને તમોપ્રધાન જડજડીભૂત થઈ ગયું છે. હવે આ તમોપ્રધાન ઝાડ નો વિનાશ અને નવાં દેવી-દેવતા ધર્મ નાં ઝાડ ની સ્થાપના જરુર જોઈએ. સંગમ પર જ થશે. હમણાં તમે છો સંગમ પર. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની હમણાં કલમ લાગી રહી છે. પતિત મનુષ્યો ને બાપ પાવન બનાવી રહ્યાં છે, તે પછી દેવતા બનશે. જે પહેલાં નંબર માં હતાં જેમણે ૮૪ જન્મ લીધાં છે. તે જ ફરી પહેલાં નંબર માં આવશે. સૌથી પહેલાં-પહેલાં દેવી-દેવતાઓનો પાર્ટ હતો. તે જ પહેલાં અલગ થયાં છે. પછી તેમનો જ પાર્ટ હોવો જોઈએ ને. સતયુગ માં છે જ સર્વગુણ સંપન્ન.હમણાં છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા), રાત-દિવસ નો ફરક છે. હવે વિશશ વર્લ્ડ ને વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) કોણ બનાવે. પોકારે પણ છે હેં પાવન બનાવવા વાળા આવો. હમણાં એ આવ્યાં છે. બાપ કહે છે - હું તમને વાઈસલેસ બનાવી રહ્યો છું. આ વિશશ દુનિયાનાં વિનાશ નાં માટે લડાઈ લાગવાની છે. હવે તેઓ કહે છે એક મત કેવી રીતે થાય કારણ કે હમણાં અનેક મત છે ને. અનેક આટલાં મત-મતાંતર ની અંદર એક ધર્મ ની મત કોણ સ્થાપન કરે. બાપ સમજાવે છે હમણાં એક મત ની સ્થાપના થઈ રહી છે. બાકી બધું વિનાશ થઈ જશે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જે પાવન હતાં, તે જ ફરી ૮૪ જન્મ ભોગવી હવે પતિત બન્યાં છે. પછી બાપ આવીને ભારતવાસીઓને ફરીથી સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે અર્થાત્ અસુર થી દેવતા બનાવી રહ્યાં છે. તમે કોઈને પણ સમજાવી શકો છો કે બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. હવે તમે જ્ઞાન ચિતા પર બેસો. ચિતા પર બેસવાથી તમે પાવન બની જાઓ છો. પછી દ્વાપર માં રાવણ રાજ્ય હોવાનાં કારણે કામ ચિતા પર બેસતાં-બેસતાં ભ્રષ્ટાચારી દુનિયા બની ગઈ છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં દેવી-દેવતા હતાં. થોડાં મનુષ્ય હતાં. હમણાં તો કેટલાં આસુરી બની પડ્યાં છે. બીજા ધર્મ પણ એડ થઈ (ઉમેરાઈ ને) ઝાડ મોટું થઈ ગયું છે. બાપ સમજાવે છે ઝાડ જડજડીભૂત થઈ ગયું છે. હવે ફરી મારે એક મત નું રાજય સ્થાપન કરવાનું છે. ભારતવાસી કહે પણ છે એક ધર્મ માં એક મત હોય. આ ભારતવાસી ભૂલી ગયાં છે કે સતયુગ માં એક જ ધર્મ હતો. અહીંયા તો અનેક ધર્મ છે. હવે બાપ આવીને ફરીથી એક ધર્મ સ્થાપન કરી રહ્યાં છે. આપ બાળકો રાજયોગ શિખી રહ્યાં છો. જરુર ભગવાન જ રાજ્યોગ શિખવાડશે. આ કોઈને ખબર નથી. પ્રદર્શની નું ઉદ્દઘાટન જ્યારે કોઈ કરવા આવે છે તો તેમને પણ સમજાવવું જોઈએ - તમે કોનું ઉદ્દઘાટન કરો છો. બાપ આ ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છે. બાકી નર્કવાસી બધાં વિનાશ થઈ જશે. વિનાશ નાં પહેલાં જેમણે બાપ થી વારસો લેવો છે તો આવીને સમજે. આ બી.કે નાં જે આશ્રમ છે આ છે ક્વોરનટાઈન ક્લાસ, અહીંયા ૭ રોજ ક્લાસ કરવાનાં છે જેથી ૫ વિકાર નીકળી જાય. દેવતાઓમાં આ ૫ વિકાર હોતાં નથી. હવે અહીંયા ૫ વિકારો નું દાન દેવાનું છે, ત્યારે ગ્રહણ છૂટશે. દે દાન તો છૂટે ગ્રહણ. પછી તમે ૧૬ કળા સંપૂર્ણ બની જશો. ભારત સતયુગ માં ૧૬ કળા સંપૂર્ણ હતો, હમણાં તો કોઈ કળા નથી રહી. બધાં કંગાળ બની પડ્યાં છે. કોઈ ઓપનિંગ (ઉદ્દઘાટન) કરવા આવે છે, બોલો, અહીંયાનો કાયદો છે, બાપ કહે છે દો ૫ વિકારોનું દાન તો છૂટે ગ્રહણ. તમે ૧૬ કળા સંપૂર્ણ દેવતા બની જશો. પવિત્રતા અનુસાર પદ પામશો. બાકી જો કાંઈ ને કાંઈ કળા ઓછી રહી ગઈ તો જન્મ પણ મોડે થી લેશે. વિકારો નું દાન દેવું તો સારું છે ને. ચંદ્રમા ને ગ્રહણ લાગે છે તો પહેલાં બ્રાહ્મણ લોકો દાન લેતાં હતાં. હવે તો બ્રાહ્મણ મોટાં વ્યક્તિઓ થઈ ગયાં છે. ગરીબ લોકો તો બિચારા ભીખ માંગતા રહે છે, જૂનાં કપડા વગેરે પણ લેતાં રહે છે. હકીકત માં બ્રાહ્મણ જૂનાં કપડા નથી લેતાં, તેમને નવાં અપાય છે. તો હવે તમે સમજાવો છો ભારત ૧૬ કળા સંપૂર્ણ હતો. હવે આયરન એજેડ (કળયુગ) થઈ ગયો છે. ૫ વિકારો નું ગ્રહણ લાગેલું છે. હમણાં તમે જે ૫ વિકારોનું દાન દઈ આ અંતિમ જન્મ પવિત્ર રહેશો તો નવી દુનિયાનાં માલિક બનશો. સ્વર્ગ માં ખૂબ થોડાં હતાં. પાછળ વૃદ્ધિ ને પામ્યાં છે. હવે તો વિનાશ પણ સામે છે. બાપ કહે છે - ૫ વિકારો નું દાન દો તો ગ્રહણ છૂટી જાય. હવે તમને શ્રેષ્ઠાચારી બની સ્વર્ગ નું સૂર્યવંશી રાજ્ય લેવાનું છે, તો ભ્રષ્ટાચાર ને છોડવો પડશે. ૫ વિકારો નું દાન દો. પોતાનાં દિલ થી પૂછો અમે સર્વગુણ સમ્પન્ન, સંપૂર્ણ નિર્વિકારી બન્યાં છીએ? નારદ નું દૃષ્ટાંત છે ને. એક પણ વિકાર હશે તો લક્ષ્મીને વરી કેવી રીતે શકશો. કોશિશ કરતાં રહો, ખાદ ને આગ લગાવતાં રહો. સોનું જ્યારે ઓગાળે છે, ઓગળતા-ઓગળતા જો આગ ઠંડી થઈ જાય છે તો ખાદ નીકળતી નથી, એટલે પૂરી આગ માં ઓગાળે છે. પછી જ્યારે જુએ છે કચરો અલગ થઈ ગયો છે ત્યારે કાર્બ માં નાખે છે. હવે બાપ સ્વયં કહે છે કોઈપણ વિકાર માં ન જાઓ. તીવ્ર વેગ થી પુરુષાર્થ કરો. પહેલાં તો પવિત્રતા ની પ્રતિજ્ઞા કરો. બાબા તમે પાવન બનાવવા આવ્યાં છો, અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું. દેહી-અભિમાની બનવાનું છે. બાપ આપણને આત્માઓને સમજાવે છે. એ સુપ્રીમ આત્મા છે. તમે જાણો છો આપણે પતિત છીએ. આત્મામાં જ સંસ્કાર રહે છે. હું તમારો બાપ આપ આત્માઓની સાથે વાત કરું છું. એવું કોઈ ન કહી શકે - હું તમારો બાપ પરમાત્મા છું. હું આવ્યો છું પાવન બનાવવાં. તમે પહેલાં-પહેલાં સતોપ્રધાન હતાં પછી સતો, રજો, તમો માં આવ્યાં. તમોપ્રધાન બન્યાં છો. આ સમયે ૫ તત્વ પણ તમોપ્રધાન છે એટલે દુઃખ આપે છે. દરેક વસ્તુ દુઃખ આપે છે. આ જ તત્વ જ્યારે સતોપ્રધાન હોય છે - ત્યારે સુખ આપે છે. તેનું નામ જ છે - સુખધામ. આ છે દુઃખધામ. સુખધામ છે બેહદ નાં બાપ નો વારસો. દુઃખધામ છે રાવણ નો વારસો, હવે જેટલાં શ્રીમત પર ચાલશો, એટલાં ઊંચ બનશો. પછી પ્રસિદ્ધ થઈ જશો કે કલ્પ-કલ્પ આ આવો જ પુરુષાર્થ કરવા વાળા છે. આ કલ્પ-કલ્પ ની બાજી છે. જે વધારે પુરુષાર્થ કરી રહ્યાં છે તે પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છે. ઠીક પુરુષાર્થ નહીં કર્યો હશે તો થર્ડ ગ્રેડ (ત્રીજા વિભાગ) માં ચાલ્યાં જશે. પ્રજા માં પણ ખબર નહીં શું જઈને બનશે. લૌકિક બાપ પણ કહે છે તમે મારું નામ બદનામ કરો છો, નીકળો ઘર થી બહાર. બેહદ નાં બાપ પણ કહે છે તમને માયા ની થપ્પડ (ચમાટ) એવી લાગશે જે સૂર્યવંશી ચંદ્રવંશી માં આવશો જ નહીં. પોતે પોતાને ચમાટ મારી દેશો. બાપ તો કહે છે વારિસ બનો. રાજતિલક લેવા ઈચ્છો છો તો મને યાદ કરો અને બીજાઓને પણ યાદ અપાવો તો તમે રાજા બનશો. નંબરવાર તો હોય છે ને. કોઈ બેરિસ્ટર એક-એક કેસ નાં લાખ રુપિયા કમાય છે અને કોઈ-કોઈ તો જુઓ પહેરવાનાં માટે કોટ પણ નથી હોતો. પુરુષાર્થ પર આધાર છે ને. તમે પણ પુરુષાર્થ કરશો તો ઊંચ પદ પામશો. મનુષ્ય થી દેવતા બનવાનું છે. ભલે માલિક બનો, ભલે પ્રજા બનો. પ્રજામાં પણ નોકર-ચાકર બનશો. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની ચલન થી ટીચર સમજી જાય છે. વન્ડર (આશ્ચર્ય) આ છે જે પહેલા વાળા થી પાછળ વાળા આગળ ચાલ્યાં જાય છે કારણ કે હમણાં દિવસે-પ્રતિદિવસે રિફાઈન પોઈન્ટ્સ મળતી રહે છે. કલમ લગાવતાં જાય છે. પહેલા વાળા તો કોઈ ભાગન્તી થઈ ગયાં. નવાં એડ થતાં (ઉમેરાતા) જાય છે. નવી-નવી પોઈન્ટ્સ મળતી જાય છે. ખૂબ યુક્તિ થી સમજાવાય છે. બાબા કહે છે ખૂબ ગુહ્ય-ગુહ્ય રમણીક વાતો સંભળાવે છે, જેનાથી તમે ઝટ નિશ્ચય બુદ્ધિ થઈ જાઓ. જ્યાં સુધી મારો પાર્ટ છે, તમને ભણાવતો રહીશ. આ પણ ડ્રામા માં નોંધ છે. જ્યારે કર્માતીત અવસ્થા ને પામશો ત્યારે ભણતર પૂરું થશે. બાળકો પણ સમજી જશે. અંત માં પરીક્ષા નું રિઝલ્ટ (પરિણામ) ખબર પડે છે ને. આ ભણતરમાં નંબરવન સબ્જેક્ટ (વિષય) છે - પવિત્રતા નો. જ્યાં સુધી બાબાની યાદ નથી રહેતી, બાપ ની સર્વિસ (સેવા) નથી કરતાં, ત્યાં સુધી આરામ ન આવવો જોઈએ. તમારી લડાઈ છે જ માયાની સાથે. રાવણ ને ભલે બાળે છે પરંતુ જાણતાં નથી કે આ છે કોણ. દશેરા ઘણાં મનાવે છે. હવે તમને વન્ડર લાગે છે - રામ ભગવાન ની ભગવતી સીતા ચોરાઈ ગઈ. પછી વાનરો નું લશ્કર લીધું. એવું ક્યારેય થઈ શકે છે શું? કાંઈ પણ સમજતાં નથી. તો જ્યારે પ્રદર્શની માં આવે છે પહેલાં-પહેલાં બતાવવું જોઈએ - ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ત્યારે કેટલાં મનુષ્ય હશે. ૫ હજાર વર્ષની વાત છે. હમણાં કળયુગ છે, તે જ મહાભારે મહાભારત લડાઈ પણ છે, બાપ આવીને રાજયોગ શિખવાડે છે. વિનાશ પણ થશે. અહીંયા એક ધર્મ એક મત અથવા પીસ (શાંતિ) કેવી રીતે થઈ શકે છે. જેટલું માથું મારે છે એક મત થવાનાં માટે એટલાં જ લડે છે. બાપ કહે છે - હવે હું આ બધાંને પરસ્પર માં લડાવી માખણ તમને આપી દઉં છું. બાપ સમજાવે છે જે કરશે તે પામશે. કોઈ-કોઈ બાળકો બાપ થી પણ ઊંચ બની શકે છે. તમે મારા થી પણ સાહૂકાર વિશ્વનાં માલિક બનશો. હું નહીં બનું. હું આપ બાળકોની નિષ્કામ સેવા કરું છું. હું દાતા છું. એવું કોઈ ન સમજે અમે શિવબાબા ને ૫ રુપિયા આપીએ છીએ. પરંતુ શિવબાબા થી ૫ પદમ સ્વર્ગ માં લઈએ છીએ. તો શું આ આપવાનું થયું. જો સમજે છે કે અમે આપીએ છીએ, આ તો શિવબાબા નું ખૂબ ઇન્સલટ (અપમાન) કરે છે. બાપ તમને કેટલાં ઊંચ બનાવે છે. તમે ૫ રુપિયા શિવબાબા નાં ખજાના માં આપો છો. બાબા તમને ૫ કરોડ આપે છે. કોડી થી હીરા જેવાં બનાવી દે છે. એવો ક્યારેય સંશય નથી લાવવાનો કે અમે શિવબાબા ને આપ્યું. આ કેટલાં ભોળાનાથ છે. આ ક્યારેય ખ્યાલ ન આવવો જોઈએ - અમે બાબાને આપીએ છીએ. નહીં, શિવબાબા થી આપણે ૨૧ જન્મો નાં માટે વારસો લઈએ છીએ. શુદ્ધ વિચાર થી નથી આપ્યું તો સ્વીકાર કેવી રીતે થશે. બધી વાતોની સમજ બુદ્ધિમાં રાખવી જોઈએ. ઈશ્વર અર્થ દાન કરે છે, એ કઈ ભૂખ્યાં છે શું? ના, સમજે છે અમને બીજા જન્મ માં મળશે. હવે તમને બાપ, કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ બેસી સમજાવે છે. અહીંયા જે કર્મ કરશે તે વિકર્મ જ થશે કારણ કે રાવણ રાજય છે. સતયુગ માં કર્મ અકર્મ થઈ જાય છે. હું તમને હવે આ દુનિયા માં ટ્રાન્સફર (પરિવર્તન) કરું છું, જ્યાં તમારાથી વિકર્મ થશે જ નહીં. બહુજ બાળકો થઈ જશે પછી તમારા પૈસા પણ શું કરશે. હું કાચ્ચો શ્રોફ નથી, જે લે અને કામ માં ન આવે, પછી ભરીને આપવું પડે. હું પાક્કો શરાફ છું. કહી દેશે જરુરત નથી. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તીવ્ર વેગ થી પુરુષાર્થ કરી વિકારોની ખાદ ને યોગ ની અગ્નિ માં ઓગાળી દેવાની છે. પવિત્રતા ની પૂરી પ્રતિજ્ઞા કરવાની છે.

2. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિને બુદ્ધિ માં રાખીને પોતાનું બધું નવી દુનિયાનાં માટે ટ્રાન્સફર કરી દેવાનું છે.

વરદાન :-
પોતાનાં બુદ્ધિ રુપી નેત્ર ને ક્લિયર ( સ્પષ્ટ ) અને કેયરફુલ ( સંભાળ પૂર્વક ) રાખવાવાળા માસ્ટર નોલેજફુલ ( જ્ઞાનસાગર ), પાવરફુલ ( શક્તિ શાળી ) ભવ

જેવી રીતે જ્યોતિષ પોતાનાં જ્યોતિષી નાં નોલેજ થી, ગ્રહોનાં નોલેજ થી આવવાવાળી આપદાઓ ને જાણી લે છે, એવી રીતે આપ બાળકો ઈન એડવાન્સ (પહેલાં જ) માયા દ્વારા આવવા વાળા પેપર ને પારખીને પાસ વિથ ઓનર બનવાનાં માટે પોતાનાં બુદ્ધિ રુપી નેત્ર ને ક્લિયર બનાવો અને કેયરફુલ રહો. દિવસે-પ્રતિદિવસે યાદની અથવા સાઈલેન્સ (શાંતિ) ની શક્તિને વધારો તો પહેલે થી જ ખબર પડશે કે આજે કાંઈક થવાનું છે. માસ્ટર નોલેજફુલ, પાવરફુલ બનો તો ક્યારેય હાર ન થઈ શકે.

સ્લોગન :-
પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાન નું ફાઉન્ડેશન (પાયો) છે.