11-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જેટલું તમે બાપ ને યાદ કરશો એટલું તમારી બુદ્ધિ નું તાળું ખુલશે , જેમને ઘડી - ઘડી બાપ ની યાદ ભૂલાઈ જાય છે , તે છે અનલક્કી ( દુર્ભાગ્ય શાળી ) બાળકો”

પ્રશ્ન :-
ખાતું જમા કરવાનો આધાર શું છે? સૌથી વધારે કમાણી શેમાં છે?

ઉત્તર :-
ખાતું જમા થાય છે દાન કરવાથી. જેટલો તમે બીજાઓને બાપનો પરિચય આપશો એટલી કમાણીમાં વૃદ્ધિ થતી જશે. મોરલી થી તમારી ખૂબ વધારે કમાણી થાય છે. આ મોરલી સાવરા (શ્યામ) થી ગોરા બનાવવા વાળી છે. મોરલી માં જ ખુદાઈ જાદુ છે. મોરલી થી જ તમે માલામાલ બનો છો.

ગીત :-
હમેં ઉન રાહોં પર ચલના હૈ…

ઓમ શાંતિ!
રુહાની બાપ સમજાવી રહ્યા છે બાળકો ને કે બાળકો નીચે પડવાનું અને સંભાળવાનું છે. ઘડી-ઘડી બાપ ને ભૂલો છો અર્થાત્ પડી જાઓ છો. યાદ કરો છો તો સંભાળો છો. માયા બાપ ની યાદ ભૂલાવી દે છે કારણ કે નવી વાત છે ને? આમ તો કોઈ બાપ ને ક્યારેય ભૂલતા નથી. સ્ત્રી ક્યારેય પોતાનાં પતિ ને ભૂલતી નથી. સગાઈ થઈ અને બુદ્ધિયોગ લટક્યો. ભૂલવાની વાત નથી હોતી. પતિ, પતિ છે. બાપ, બાપ છે. હવે આ તો છે નિરાકાર બાપ, જેમને સાજન પણ કહે છે. સજની કહેવાય છે ભક્તો ને. આ સમયે બધાં છે ભક્ત. ભગવાન એક છે. ભક્તો ને સજનીઓ, ભગવાન ને સાજન અથવા ભક્તો ને બાળક, ભગવાન ને બાપ કહેવાય છે. હવે પતિઓનાં પતિ અથવા પિતાઓનાં પિતા એ એક છે. દરેક આત્માનાં બાપ પરમાત્મા તો છે જ. એ લૌકિક બાપ દરેકનાં અલગ-અલગ છે. આ પારલૌકિક પરમપિતા સર્વ આત્માઓનાં બાપ એક જ ગોડફાધર છે, એમનું નામ છે શિવબાબા. ફક્ત ગોડફાધર, માઉન્ટ આબુ લખવાથી બતાવો ચિઠ્ઠી પહોંચશે? નામ તો લખવું પડે ને? આ તો બેહદનાં બાપ છે. એમનું નામ છે શિવ. શિવકાશી કહે છે ને? ત્યાં શિવ નું મંદિર છે. જરુર ત્યાં પણ ગયા હશે. દેખાડે છે ને રામ અહીં ગયા, ત્યાં ગયા, ગાંધી અહીં ગયાં… તો બરોબર શિવબાબા નું પણ ચિત્ર છે. પરંતુ એ તો છે નિરાકાર. એમને ફાધર કહેવાય છે, બીજા કોઈને સર્વ નાં ફાધર કહી ન શકાય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ આ ફાધર છે. એમનું નામ છે શિવ. કાશી માં પણ મંદિર છે, ઉજ્જૈન માં પણ શિવનું મંદિર છે, આટલાં મંદિર કેમ બન્યા છે? કોઈ પણ નથી જાણતું. જેમ લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે, કહે છે એ સ્વર્ગ નાં માલિક હતાં પરંતુ સ્વર્ગ ક્યારે હતું? એ માલિક કેવી રીતે બન્યા? એ કોઈ નથી જાણતું. પુજારી જેમની પૂજા કરે એમનાં જ ઓક્યુપેશન (કર્તવ્ય) ને ન જાણે તો એને અંધશ્રદ્ધા કહેવાશે ને? અહીં પણ બાબા કહે છે પરંતુ પૂરો પરિચય નથી. માતા-પિતા ને જાણતાં નથી. લક્ષ્મી-નારાયણ નાં પુજારી પૂજા કરે છે, શિવ નાં મંદિરમાં જઈને મહિમા કરે છે, ગાય છે તુમ માત-પિતા… પરંતુ એ કેવી રીતે માતા-પિતા છે, ક્યારે બન્યા હતાં? કંઈ પણ નથી જાણતાં. ભારતવાસી જ બિલકુલ નથી જાણતાં. ક્રિશ્ચન, બૌદ્ધિ વગેરે પોતાનાં ક્રાઈસ્ટ ને, બુદ્ધને યાદ કરે છે. ઝટ એમની બાયોગ્રાફી બતાવશે - ક્રાઈસ્ટ ફલાણા સમય પર ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરવા આવ્યા હતાં. ભારતવાસી કોઈને પણ પૂજે છે, એમને ખબર નથી કે આ કોણ છે? નથી શિવ ને, નથી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને, નથી જગત અંબા ને, જગતપિતા ને કે નથી લક્ષ્મી-નારાયણ ને જાણતાં, ફક્ત પૂજા કરતા રહે છે. એમની બાયોગ્રાફી શું છે, કંઈ પણ નથી જાણતાં. બાપ આત્માઓને સમજાવે છે - તમે જ્યારે સ્વર્ગ માં હતાં તો તમારા આત્મા અને શરીર બંને પવિત્ર હતાં, તમે રાજ્ય કરતા હતાં. તમે જાણો છો બરોબર આપણે રાજ્ય કરતા હતાં, આપણે પુનર્જન્મ લીધાં, ૮૪ જન્મ ભોગવતા-ભોગવતા બાદશાહી ગુમાવી દીધી. ગોરા થી કાળા બની ગયા છીએ. સુંદર હતાં, હવે શ્યામ બની ગયા છીએ. આજકાલ નારાયણ ને પણ શ્યામ દેખાડે છે તો સિદ્ધ થાય છે એ જ શ્રીકૃષ્ણ, શ્રી નારાયણ હતાં. પરંતુ આ વાતો ને બિલકુલ સમજતા નથી.

યાદવ છે મૂસળ ઇન્વેન્ટ (શોધ) કરવાવાળા અને કૌરવ-પાંડવ ભાઈ-ભાઈ હતાં. તે આસુરી ભાઈ અને આ દૈવી ભાઈ હતાં. આ પણ આસુરી હતાં, એમને બાપે ઊંચ બનાવી દૈવી ભાઈ બનાવ્યા છે. બંને ભાઈઓનું શું થયું? બરોબર પાંડવોની જીત થઈ, કૌરવ વિનાશ થઈ ગયાં. અહીં બેસેલા પણ ભલે મમ્મા-બાબા કહે છે પરંતુ જાણતાં નથી. બાપ ની શ્રીમત પર નથી ચાલતાં. જાણતાં નથી કે બરોબર આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે. નિશ્ચય નથી રહેતો. દેહ-અભિમાની હોવાનાં કારણે દેહ નાં મિત્ર-સંબંધીઓ વગેરેને યાદ કરે છે. અહીં તો દેહી બાપ ને યાદ કરવાનાં છે. આ નવી વાત થઈ ગઈ. મનુષ્ય કોઈ સમજાવી ન શકે. અહીં માતા-પિતાની પાસે બેસેલા પણ એમને જાણતાં નથી. આ વન્ડર છે ને? જન્મ જ અહીં થયો. છતાં પણ જાણતાં નથી કારણ કે નિરાકાર છે. એમને સારી રીતે સમજી નથી શકતાં. એમની મત પર નથી ચાલતાં તો પછી આશ્ચર્યવત્ ભાગન્તી થઈ જાય છે. જેમની પાસેથી સ્વર્ગનો ૨૧ જન્મો નો વારસો મળે છે, એમને ન જાણવાથી ભાગી જાય છે. જે બાપ ને જાણે છે એમને બખ્તાવર (તકદીરવાન) કહેવાય છે. દુઃખ થી લિબ્રેટ કરવાવાળા તો એક જ બાપ છે. દુનિયામાં દુઃખ તો ખૂબ છે ને? આ છે જ ભ્રષ્ટાચારી રાજ્ય. ડ્રામા અનુસાર છતાં પણ ૫ હજાર વર્ષ પછી આવી રીતે જ ભ્રષ્ટાચારી સૃષ્ટિ થશે, ફરી બાપ આવીને સતયુગી શ્રેષ્ઠાચારી સ્વરાજ્ય સ્થાપન કરશે. તમે મનુષ્ય થી દેવતા બનવા આવ્યા છો. આ છે મનુષ્યો ની દુનિયા. દેવતાઓની દુનિયા સતયુગ માં હોય છે. અહીં છે પતિત મનુષ્ય, પાવન દેવતાઓ સતયુગ માં હોય છે. આ તમને જ સમજાવાય છે જે તમે બ્રાહ્મણ બનો છો. જે બ્રાહ્મણ બનતા જશે એમને સમજાવતા જશે. બધાં તો બ્રાહ્મણ નહીં બને. જે બ્રાહ્મણ બને છે તે જ પછી દેવતા બનશે. બ્રાહ્મણ ન બન્યા તો દેવતા બની ન શકે. બાબા-મમ્મા કહ્યું તો બ્રાહ્મણ કુળ માં આવ્યાં. પછી છે પૂરો ભણતર નાં પુરુષાર્થ પર આધાર. આ રાજધાની સ્થાપન થઈ રહી છે અને ઈબ્રાહમ, બુદ્ધ વગેરે કોઈ રાજધાની સ્થાપન નથી કરતાં. ક્રાઈસ્ટ એકલા આવ્યાં. કોઈનામાં પ્રવેશ કરી ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો પછી જે ક્રિશ્ચન ધર્મ નાં આત્માઓ ઉપર છે, એ આવતા રહે છે. હમણાં બધાં ક્રિશ્ચન્સ નાં આત્માઓ અહીં છે. હવે અંતમાં બધાને પાછા જવાનું છે. બાપ બધાનાં ગાઈડ બની બધાને દુઃખ થી લિબ્રેટ કરે છે. બાપ જ છે આખી હ્યુમિનટી (માનવજાતિ) નાં લિબ્રેટર અને ગાઈડ. સર્વ આત્માઓને પાછા લઈ જશે. આત્મા પતિત હોવાનાં કારણે પાછા જઈ નથી શકતાં. નિરાકારી દુનિયા તો પાવન છે ને? હમણાં આ સાકારી સૃષ્ટિ પતિત છે. હવે આ બધાને પાવન કોણ બનાવે, જે નિરાકારી દુનિયામાં જઈ શકે? એટલે બોલાવે છે ઓ ગોડફાધર આવો. ગોડફાધર આવીને બતાવે છે કે હું એક જ વાર આવું છું, જ્યારે આખી દુનિયા ભ્રષ્ટાચારી બની જાય છે. કેટલી ગોળીઓ, બારુદ વગેરે બનાવતા રહે છે - એક-બીજા ને મારવા માટે. એક તો બોમ્બ્સ બનાવી રહ્યા છે બીજું પછી કુદરતી આપદાઓ, ફ્લડ્સ (પુર), અર્થકવેક (ધરતીકંપ) વગેરે થશે, વીજળી ચમકશે, બીમાર પડી જશે કારણ કે ખાતર તો બનવાનું છે ને? ગંદકી જ ખાતર બને છે ને? તો આ આખી સૃષ્ટિ ને ખાતર જોઈએ જે પછી ફર્સ્ટક્લાસ ઉત્પત્તિ થાય. સતયુગ માં ફક્ત ભારત જ હતું. હવે આટલાં બધાનો વિનાશ થવાનો છે. બાપ કહે છે હું આવીને દૈવી રાજધાની સ્થાપન કરું છું બીજું બધું ખતમ થઈ જશે, બાકી તમે સ્વર્ગ માં જશો. સ્વર્ગ ને તો બધાં યાદ કરે છે ને? પરંતુ સ્વર્ગ કોને કહેવાય છે - એ કોઈને ખબર નથી. કોઈ પણ મરશે કહેશે સ્વર્ગવાસી થયાં. અરે, કળિયુગ માં જે મરશે તો જરુર પુનર્જન્મ કળિયુગ માં જ લેશે ને? એટલી પણ અક્કલ કોઈનામાં નથી. ડોક્ટર ઓફ ફિલોસોફી વગેરે નામ રાખે છે, સમજતા કંઈ નથી. મનુષ્ય મંદિર માં રહેવાવાળા હતાં. તે છે ક્ષીરસાગર, આ છે વિષય સાગર. આ બધી વાતો બાપ જ સમજાવે છે. ભણાવશે તો મનુષ્યો ને, જાનવરને તો નહીં ભણાવશે.

બાપ સમજાવે છે આ ડ્રામા બનેલો છે. જેવાં સાહૂકાર મનુષ્ય તેવું ફર્નિચર હશે. ગરીબની પાસે ઠીક્કર-ઠોબર હશે, સાહુકાર ની પાસે તો એટલો વૈભવ હશે. તમે સતયુગ માં સાહૂકાર બનો છો તો તમારા હીરા-ઝવેરાતો નાં મહેલ હોય છે. ત્યાં કોઈ ગંદગી વગેરે નથી હોતી, વાસ (દુર્ગંધ) નથી હોતી. અહીં તો વાસ હોય છે એટલે અગરબત્તી વગેરે કરાય છે. ત્યાં તો ફૂલો વગેરે માં નેચરલ સુગંધ રહે છે. અગરબત્તી કરવાની જરુર નથી રહેતી, એને હેવન (સ્વર્ગ) કહેવાય છે. બાપ હેવન નાં માલિક બનાવવા માટે ભણાવે છે. જુઓ, કેવા સાધારણ છે? એવા બાપને યાદ કરવાનું પણ ભૂલી જાય છે. નિશ્ચય પૂરો નથી તો ભૂલી જાય છે. જેમની પાસેથી સ્વર્ગનો વારસો મળે છે, એવાં માતા-પિતા ને ભૂલી જવા કેવી બદકિસ્મતી છે? બાપ આવીને ઊંચામાં ઊંચા બનાવે છે. એવા માતા-પિતાની મત પર ન ચાલ્યા તો ૧૦૦ ટકા મોસ્ટ અનલક્કી કહેવાશે. નંબરવાર તો હશે ને? ક્યાં ભણતર થી વિશ્વનાં માલિક બનવાનું, ક્યાં નોકર ચાકર બનવાનું! તમે સમજી શકો છો આપણે ક્યાં સુધી ભણીએ છીએ? ત્યાં ફક્ત ધર્મ પિતાઓ આવે છે ધર્મ સ્થાપન કરવાં, અહીં માતા-પિતા છે કારણ કે પ્રવૃત્તિ માર્ગ છે ને? પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. હમણાં છે અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ. લક્ષ્મી-નારાયણ પવિત્ર હતાં તો એમનાં સંતાન પણ પવિત્ર હતાં. તમે જાણો છો આપણે શું બનીશું? માતા-પિતા કેટલાં ઊંચા બનાવે છે તો ફોલો કરવાં જોઈએ ને? ભારત ને જ મધર-ફાધર કન્ટ્રી કહેવાય છે. સતયુગ માં બધાં પવિત્ર હતાં, અહીં પતિત છે. કેટલું સારી રીતે સમજાવાય છે પરંતુ બાપ ને યાદ નથી કરતા તો બુદ્ધિનું તાળું બંધ થઈ જાય છે. સાંભળતા-સાંભળતા ભણતર છોડી દે છે તો તાળું એકદમ બંધ થઈ જાય છે. સ્કૂલમાં પણ નંબરવાર છે. પથ્થરબુદ્ધિ અને પારસબુદ્ધિ કહેવાય છે. પથ્થરબુદ્ધિ કંઈ પણ સમજતા નથી, આખાં દિવસ માં પ મિનિટ પણ બાપ ને યાદ નથી કરતાં. પ મિનિટ યાદ કરશે તો એટલું જ તાળું ખુલશે. વધારે યાદ કરશે તો સારી રીતે તાળું ખુલતું જશે. બધો આધાર યાદ પર છે. કોઈ-કોઈ બાળકો બાબા ને પત્ર લખે છે - પ્રિય બાબા અથવા પ્રિય દાદા. હવે ફક્ત પ્રિય દાદા પોસ્ટ માં ચિઠ્ઠી નાખો તો મળશે? નામ તો જોઈએ ને? દાદા-દાદીઓ તો દુનિયામાં ખૂબ છે. અચ્છા!

આજે દિવાળી છે. દિવાળી પર નવું ખાતું રાખે છે. તમે સાચાં-સાચાં બ્રાહ્મણ છો. તે બ્રાહ્મણ લોકો વેપારીઓ પાસે નવું ખાતું રાખે છે. તમારે પણ પોતાનું નવું ખાતું રાખવાનું છે. પરંતુ આ છે નવી દુનિયા માટે. ભક્તિમાર્ગ નું ખાતું છે બેહદ નુકસાન નું. તમે બેહદનો વારસો મેળવો છો, બેહદની સુખ-શાંતિ મેળવો છો. આ બેહદની વાતો બેહદનાં બાપ સમજાવે છે અને બેહદનું સુખ મેળવવા વાળા બાળકો જ આ બધું સમજી શકે છે. બાપની પાસે કોટો માં કોઈ જ આવે છે. ચાલતાં-ચાલતાં કમાણી માં નુકસાન થાય છે તો જે જમા કર્યુ છે એ પણ શૂન્ય થઈ જાય છે. તમારા ખાતાની વૃદ્ધિ ત્યારે થાય છે જ્યારે કોઈને દાન આપો છો. દાન નથી આપતા તો કમાણી (આવક) ની વૃદ્ધિ નથી થતી. તમે પુરુષાર્થ કરો છો કમાણી ની વૃદ્ધિ થાય. તે ત્યારે થશે જ્યારે કોઈને દાન કરશો, ફાયદો પ્રાપ્ત કરાવશો. કોઈને બાપનો પરિચય આપ્યો, એટલે જમા થયું. પરિચય નથી આપતા તો જમા પણ નથી થતું. તમારી કમાણી ખૂબ-ખૂબ વધારે છે. મોરલી થી તમારી સાચ્ચી કમાણી થાય છે, ફક્ત આ ખબર પડી જાય કે મોરલી કોની છે? આ પણ આપ બાળકો જાણો છો જે શ્યામ બની ગયા છે એમણે જે ગોરા બનવા માટે મોરલી સાંભળવાની છે. મુરલી તેરી મેં હૈં જાદુ ભરા. ખુદાઈ જાદુ કહે છે ને? તો આ મોરલી માં ખુદાઈ જાદુ છે. આ જ્ઞાન પણ તમને હમણાં છે. દેવતાઓમાં આ જ્ઞાન નહોતું. જ્યારે એમનામાં જ જ્ઞાન નહોતું તો અંત વાળાઓમાં જ્ઞાન કેવી રીતે હોઈ શકે? શાસ્ત્ર વગેરેમાં પણ જે પછીથી બને છે તે બધાં ખતમ થઈ જશે. તમારી આ સાચ્ચી ગીતાઓ તો ખૂબ થોડી છે. દુનિયામાં તો એ ગીતાઓ લાખો નાં અંદાજમાં હશે. હકીકત માં આ ચિત્ર જ સાચ્ચી ગીતા છે. તે ગીતા થી એટલું નથી સમજી શકતાં જેટલું આ ચિત્રો થી સમજી શકશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સારી રીતે ભણતર ભણીને સ્વયંને બખ્તાવર (તકદીરવાન) બનાવવાનાં છે. દેવતા બનવા માટે પાક્કા બ્રાહ્મણ બનવાનું છે.

2. દેહી બાપ ને યાદ કરવા માટે દેહી-અભિમાની બનવાનું છે. દેહ ને પણ ભૂલવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
સદા પોતાને સારથી અને સાક્ષી સમજી દેહ - ભાન થી ન્યારા રહેવાવાળા યોગયુક્ત ભવ

યોગયુક્ત રહેવાની સરળ વિધિ છે - સદા પોતાને સારથી અને સાક્ષી સમજીને ચાલવું. આ રથ ને ચલાવવા વાળો હું આત્મા સારથી છું, આ સ્મૃતિ સ્વતઃ આ રથ અથવા દેહ થી તથા કોઈપણ પ્રકારનાં દેહ-ભાન થી ન્યારા બનાવી દે છે. દેહ-ભાન થી તો સહજ યોગયુક્ત બની જાઓ અને દરેક કર્મ પણ યુક્તિયુક્ત થાય છે. સ્વયં ને સારથી સમજવાથી સર્વ કર્મેન્દ્રિયો પોતાનાં કંટ્રોલ માં રહે છે. તે કોઈ પણ કર્મેન્દ્રિય નાં વશ નથી થઈ શકતાં.

સ્લોગન :-
વિજયી આત્મા બનવું છે તો અટેન્શન અને અભ્યાસ - એને નિજી (મૂળ) સંસ્કાર બનાવી લો.