12-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બાપ ઉસ્તાદે તમને મનુષ્ય થી દેવતા બનવાની હુનર ( કળા ) શીખવાડી છે , તમે પછી શ્રીમત પર બીજાઓને પણ દેવતા બનાવવાની સેવા કરો

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો કયું શ્રેષ્ઠ કર્મ કરો છો જેનો રિવાજ ભક્તિમાં પણ ચાલ્યો આવે છે?

ઉત્તર :-
તમે હમણાં શ્રીમત પર પોતાનાં તન-મન-ધન ભારત તો શું વિશ્વ નાં કલ્યાણ અર્થ અર્પણ કરો છો એનો રિવાજ ભક્તિ માં મનુષ્ય ઈશ્વર અર્થ દાન કરે છે. એમને પછી એનાં બદલામાં બીજા જન્મમાં રાજાઈ ઘરમાં જન્મ મળે છે. અને આપ બાળકો સંગમ પર બાપનાં મદદગાર બનો છો તો મનુષ્ય થી દેવતા બની જાઓ છો.

ગીત :-
તુને રાત ગવાઈ..

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે, જ્યારે બાળકો સમજે છે ત્યાર પછી બીજાઓ ને સમજાવે છે. ન સમજે તો બીજાઓને સમજાવી ન શકે. જે પોતે સમજી બીજાઓને સમજાવી નથી શકતાં તો એટલે કાંઈ પણ નથી સમજતાં. કોઈ હુનર (કળા) શીખે છે તો તેને ફેલાવે છે. આ હુનર તો બાપ ઉસ્તાદ થી શીખવાડાય છે કે મનુષ્ય થી દેવતા કેવી રીતે બનાવાય. દેવતાઓ જેમનાં ચિત્ર પણ છે, મનુષ્ય ને દેવતા બનાવે છે તો ગોયા (એટલે) તે દેવતા હમણાં નથી. દેવતાઓનાં ગુણ ગવાય છે. સર્વગુણ સંપન્ન. અહીં કોઈ મનુષ્ય નાં તો એવાં ગુણ નથી ગવાતાં. મનુષ્ય મંદિરોમાં જઈને દેવતાઓનાં ગુણ ગાય છે. ભલે પવિત્ર તો સંન્યાસી પણ છે પરંતુ મનુષ્ય એમનાં એવાં ગુણ નથી ગાતા. તે સંન્યાસી તો શાસ્ત્ર વગેરે પણ સંભળાવે છે. દેવતાઓએ તો કાંઈ નથી સંભળાવ્યું. તેઓ તો પ્રાલબ્ધ ભોગવે છે. આગલા (પહેલાનાં) જન્મ માં પુરુષાર્થ કરી મનુષ્ય થી દેવતા બન્યાં હતાં. હમણાં કોઈનામાં પણ દેવતાઓ જેવાં ગુણ નથી, જ્યાં ગુણ નથી ત્યાં જરુર અવગુણ છે. સતયુગ માં આ જ ભારતમાં યથા રાજા-રાણી તથા પ્રજા સર્વગુણ સંપન્ન હતાં. એમનામાં સર્વ ગુણ હતાં. એ દેવતાઓનાં જ ગુણ ગવાય છે. આ સમયે બીજા ધર્મ હતાં નહીં. ગુણવાળા દેવતાઓ હતાં સતયુગ માં, અને અવગુણ વાળા મનુષ્ય છે કળિયુગ માં. હવે એવાં અવગુણ વાળા મનુષ્ય ને દેવતા કોણ બનાવે. ગવાયેલું પણ છે કે મનુષ્ય થી દેવતા આ મહિમા તો છે પરમપિતા પરમાત્મા ની. છે તો દેવતાઓ પણ મનુષ્ય, પરંતુ એમનામાં ગુણ છે, આમનામાં અવગુણ છે. ગુણ પ્રાપ્ત થાય છે બાપ પાસે થી, જેમને સતગુરુ પણ કહે છે. અવગુણ પ્રાપ્ત થાય છે માયા રાવણ થી. આટલાં ગુણવાન પછી અવગુણી કેવી રીતે બને છે. સર્વગુણ સંપન્ન અને પછી સર્વ અવગુણ સંપન્ન કોણ બનાવે છે! આ આપ બાળકો જાણો છો. ગાય પણ છે કે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નાહી. દેવતાઓનાં કેટલાં ગુણ ગાય છે. આ સમયે તો તે ગુણ કોઈનામાં નથી. ખાન-પાન વગેરે કેટલું ગંદુ છે. દેવતાઓ છે વૈષ્ણવ સંપ્રદાય અને આ સમય નાં મનુષ્ય છે રાવણ સંપ્રદાય. ખાન-પાન કેટલું બદલાઈ ગયું છે. ફક્ત ડ્રેસ ને નથી જોવાનો. જોવાય છે ખાન-પાન અને વિકારીપણા ને. બાપ સ્વયં કહે છે કે મારે ભારતમાં જ આવવું પડે છે. બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બ્રાહ્મણીઓ દ્વારા સ્થાપના કરાવું છું. આ બ્રાહ્મણોનો યજ્ઞ છે ને. તે વિકારી બ્રાહ્મણ કુખ વંશાવલી, આ છે મુખ વંશાવલી. ખૂબ ફરક છે. તે સાહૂકાર લોકો જે યજ્ઞ રચે છે એમાં શરીરધારી બ્રાહ્મણ હોય છે. આ છે બેહદ નાં બાપ સાહૂકારો થી સાહૂકાર, રાજાઓનાં રાજા. સાહૂકારો નાં સાહૂકાર કેમ કહેવાય છે? કારણ કે સાહૂકાર પણ કહે છે કે અમને ઈશ્વરે ધન આપ્યું છે, ઈશ્વર અર્થ દાન કરે છે તો બીજા જન્મમાં ધનવાન બને છે. આ સમયે તમે શિવબાબા ને સર્વસ્વ તન-મન-ધન અર્પણ કરો છો. તો કેટલું ઊંચ પદ મેળવો છો.

તમે શ્રીમત પર એટલાં ઊંચા કર્મ શીખો છો તો તમને જરુર ફળ મળવું જોઈએ. તન-મન- ધન અર્પણ કરો છો. તેઓ પણ ઈશ્વર અર્થ કરે છે, કોઈનાં દ્વારા. આ રિવાજ ભારત માં જ છે. તો બાપ તમને બહુજ સારા કર્મ શીખવાડે છે. તમે આ કર્તવ્ય ફક્ત ભારત તો શું, પરંતુ આખી દુનિયાનાં કલ્યાણ અર્થ કરો છો તો એનું ફળ મળે છે - મનુષ્ય થી દેવતા બનવાનું. જે શ્રીમત પર જેવું કર્મ કરે છે, એવું ફળ મળે છે. હું સાક્ષી થઈને જોતો રહું છું. કોણ શ્રીમત પર ચાલી મનુષ્ય ને દેવતા બનાવવાની સેવા કરે છે. કેટલું જીવન પરિવર્તન થઈ જાય છે. શ્રીમત પર ચાલવા વાળા બ્રાહ્મણ થયાં. બાપ કહે છે બ્રાહ્મણો દ્વારા શૂદ્રો ને બેસી રાજયોગ શીખવાડું છું-૫ હજાર વર્ષની વાત છે. ભારતમાં જ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. ચિત્ર દેખાડવા જોઈએ. ચિત્રો વગર સમજશે ખબર નહીં આ કયો નવો ધર્મ છે, જે કદાચ વિલાયત થી આવ્યો છે. ચિત્ર દેખાડવાથી સમજશે આ દેવતાઓને માને છે. તો સમજાવવાનું છે કે શ્રી નારાયણ નાં અંતિમ ૮૪ માં જન્મમાં પરમપિતા પરમાત્માએ પ્રવેશ કર્યો છે અને રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ એમનાં ૮૪ માં જન્મ નો પણ અંત છે. જે સૂર્યવંશી દેવતા હતાં એ બધાએ આવીને ફરીથી રાજયોગ શીખવાનો છે. ડ્રામા અનુસાર પુરુષાર્થ પણ જરુર કરશે. આપ બાળકો હમણાં સન્મુખ સાંભળી રહ્યાં છો બીજા બાળકો પછી એ ટેપ દ્વારા સાંભળશે તો સમજશે કે અમે પણ માતા-પિતાની સાથે ફરીથી દેવતા બની રહ્યાં છીએ આ સમયે ૮૪ માં જન્મમાં પૂરાં બેગર (કંગાળ) જરુર બનવાનું છે. આત્મા બાપ ને બધુંજ સરેન્ડર (સમર્પણ) કરે છે. આ શરીર જ અશ્વ છે, જે સ્વાહા થાય છે. આત્મા પોતે બોલે છે કે હું બાપનો બન્યો છું. બીજું ન કોઈ. હું આત્મા આ જીવ દ્વારા પરમપિતા પરમાત્મા નાં ડાયરેક્શન (માર્ગદર્શન) અનુસાર સેવા કરી રહ્યો છું.

બાપ કહે છે યોગ પણ શીખવાડો અને સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે પણ સમજાવો. જેમણે આખું ચક્ર પાસ કર્યુ હશે - તે આ વાતોને જલ્દી સમજશે. જે આ ચક્રમાં આવવાના નહીં હોય તે રહેશે નહીં. એવું નથી આખી સૃષ્ટિ આવશે! એમાં પણ પ્રજા અનેક આવશે. રાજા-રાણી તો એક હોય છે ને. જેવી રીતે લક્ષ્મી-નારાયણ એક ગવાય છે, રામ-સીતા એક ગવાય છે. રાજકુમાર-રાજકુમારીઓ તો વધારે પણ હશે. મુખ્ય તો એક હશે ને. તો એવાં રાજા-રાણી બનવા માટે બહુજ મહેનત કરવાની છે. સાક્ષી થઈને જોવાથી ખબર પડે છે-આ સાહૂકાર રાજાઈ કુળનાં છે કે ગરીબ કુળનાં છે. કોઈ માયા થી કેવી રીતે હારે છે, જે ભાગન્તી પણ થઈ જાય છે. માયા એકદમ કાચ્ચા ખાઈ જાય છે તેથી બાબા પૂછે છે, રાજી-ખુશી માં છો? માયા નાં થપ્પડ થી બેહોશ અથવા બીમાર તો નથી પડતાં ને! આમ કોઈ બીમાર થઈ પડે છે પછી બાળકો એમની પાસે જાય છે જ્ઞાન-યોગ ની સંજીવની બુટ્ટી દઈને સુરજીત કરી દે છે. જ્ઞાન અને યોગમાં ન રહેવાનાં કારણે માયા એકદમ કલા-કાયા ચટ કરી દે છે. શ્રીમત છોડી મન મત પર ચાલી પડે છે. માયા એકદમ બેહોશ કરી દે છે. હકીકતમાં સંજીવની બુટ્ટી આ જ્ઞાન ની છે, એનાંથી માયાની બેહોશી ઉતરી જાય છે. આ વાતો બધી આ સમયની છે. સીતાઓ પણ તમે છો. રામ આવીને માયા રાવણ થી તમને છોડાવે છે. જેવી રીતે બાળકો ને સિંધમાં છોડાવ્યાં. રાવણ લોકો પછી ચોરીને લઈ જતા હતાં. હવે તમારે પછી માયા ના પંજા માંથી બધાંને છોડાવવાનાં છે. બાબાને તો તરસ પડે (રહેમ આવે) છે, જુએ છે કે કેવી રીતે માયા થપ્પડ લગાવી બાળકો ની બુદ્ધિ એકદમ ફેરવી દે છે. રામ થી બુદ્ધિ ફેરવી રાવણની તરફ કરી દે છે. એક રમકડું હોય છે. એક તરફ રામ, એક તરફ રાવણ. આને કહેવાય છે આશ્ચર્યવત બાપ નાં બનન્તી, પછી રાવણ નાં બનન્તી. માયા બહુજ દુસ્તર (ખરાબ) છે. ઉંદર ની જેમ કાપી ખાતુ ખરાબ કરી દે છે, એટલે શ્રીમત ક્યારેય છોડવાની નથી. અઘરું ચઢાણ છે ને. પોતાની મત અર્થાત્ રાવણની મત. એનાં પર ચાલ્યાં તો ખૂબજ ઘુટકા ખાશો (નુકસાન થશે). ખુબ બદનામી કરાવે છે. એવાં દરેક સેન્ટર (સેવાકેન્દ્ર) પર છે. નુકસાન તો પણ પોતાનું કરે છે. સર્વિસ (સેવા) કરવા વાળા રુપ-વસંત છુપાયેલા નથી રહેતાં. દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે, એમાં બધાં પોત-પોતાનો પાર્ટ જરુર ભજવશે. દોડ લગાવશે તો પોતાનું કલ્યાણ કરશે. કલ્યાણ પણ એકદમ સ્વર્ગનાં માલિક. જેમ મા-બાપ તખ્તનશીન થાય છે તો બાળકોએ પણ થવાનું છે. બાપને ફોલો કરવાનાં (અનુસરવાના) છે. નહીં તો પોતાનું પદ ઓછું કરી દેશો. બાબાએ આ ચિત્ર કોઈ રાખવા માટે નથી બનાવ્યાં. એનાંથી ખૂબ સર્વિસ કરવાની છે. મોટાં-મોટાં સાહૂકાર લોકો લક્ષ્મી-નારાયણનું મંદિર બનાવે છે પરંતુ આ કોઈને ખબર નથી કે એ ક્યારે આવ્યાં, એમણે ભારતને કેવી રીતે સુખી બનાવ્યું, જે બધાં એમને યાદ કરે છે.

તમે જાણો છો કે મંદિર હોવું જોઈએ એક દિલ વાળા નું. આ એક જ પર્યાપ્ત છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર થી પણ શું થશે! તેઓ કોઈ કલ્યાણકારી નથી. શિવનું મંદિર બનાવે છે, તે પણ અર્થ રહિત. એમનું ઓક્યુપેશન (કર્તવ્ય) તો જાણતાં જ નથી. મંદિર બનાવે, કર્તવ્ય ને ન જાણે તો શું કહેવાશે? જ્યારે સ્વર્ગમાં દેવતાઓ છે તો મંદિર હોતાં નથી. જે મંદિર બનાવે છે, એમને પૂછવું જોઈએ લક્ષ્મી-નારાયણ ક્યારે આવ્યાં હતાં? એમણે શું સુખ આપ્યું હતું? કાંઈ સમજાવી ન શકે. એનાંથી સિધ્ધ થાય છે કે જેમનામાં અવગુણ છે તે ગુણવાન નાં મંદિર બનાવે છે. તો બાળકો ને બહુજ સર્વિસ નો શોખ હોવો જોઈએ. બાબાને સર્વિસ નો ખૂબ શોખ છે. ત્યારે તો આવાં-આવાં ચિત્ર બનાવડાવે છે. ભલે ચિત્ર શિવબાબા બનાવડાવે છે પરંતુ બુદ્ધિ બંનેની ચાલે છે. અચ્છા-

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ - ૨૮ - ૬ - ૬૮

અહીં બધાં બેઠા છે સમજે છે કે અમે આત્માઓ છીએ, બાપ બેઠાં છે. આત્મ અભિમાની થઈ બેસવું આને કહેવાય છે. બધાં એમ નથી બેઠા કે અમે આત્મા છીએ બાબાની સામે બેઠા છીએ. હવે બાબાએ યાદ અપાવ્યું છે તો સ્મૃતિ આવશે અટેન્શન (ધ્યાન) આપશે. એવાં ઘણાં ઘણાં છે જેમની બુદ્ધિ બહાર ભાગે છે. અહીં બેઠા પણ જેમકે કાન બંધ છે. બુદ્ધિ બહાર ક્યાંને ક્યાંય દોડતી રહે છે. બાળકો જે બાપની યાદ માં બેઠા છે તે કમાણી કરી રહ્યાં છે. ઘણાઓનો બુદ્ધિ યોગ બહાર રહે છે, તેઓ જેમકે યાત્રામાં નથી. સમય વેસ્ટ (વ્યર્થ) થાય છે. બાપને જોવાથી પણ બાબા યાદ આવશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છે જ. કોઈ કોઈ ને તો પાક્કી આદત પડી જાય છે. અમે આત્મા છીએ, શરીર નથી. બાપ નોલેજફુલ (જ્ઞાન સાગર) છે તો બાળકોમાં પણ નોલેજ આવી જાય છે. હવે પાછા જવાનું છે. ચક્ર પૂરું થાય છે હવે પુરુષાર્થ કરવાનો છે. બહુત ગઈ થોડી રહી. પરીક્ષા નાં દિવસોમાં પછી ખૂબજ પુરુષાર્થ કરવા લાગી પડશે. સમજશે જો અમે પુરુષાર્થ નહીં કરીએ તો નાપાસ થઈ જઈશું. પદ પણ બહુજ ઓછું થઈ જશે. બાળકો નો પુરુષાર્થ તો ચાલતો જ રહે છે. દેહ અભિમાનનાં કારણે વિકર્મ થશે. આનો સો ગણો દંડ થઈ જશે કારણ કે મારી નિંદા કરાવે છે. એવાં કર્મ ન કરવાં જોઈએ જે બાપનું નામ બદનામ થાય તેથી ગાય છે સદ્દગુરુ નાં નીંદક ઠોર ન મેળવે. ઠોર એટલે બાદશાહી. ભણાવવા વાળા પણ બાપ છે. બીજે ક્યાંય પણ સત્સંગ માં મુખ્ય લક્ષ નથી. આ છે આપણો રાજયોગ. બીજું કોઈ આમ મુખ થી કહી ન શકે કે હું રાજયોગ શીખવાડું છું. તેઓ તો સમજે છે શાંતિ માં જ સુખ છે? ત્યાં તો ન દુઃખ, ન સુખ ની વાત છે. શાંતિ જ શાંતિ છે. પછી સમજાય છે કે એમની તકદીર માં ઓછું છે. સૌથી તકદીર ઊંચી એમની છે જે પહેલાંથી પાર્ટ ભજવે છે. ત્યાં એમને આ જ્ઞાન નથી રહેતું. ત્યાં સંકલ્પ જ નહીં ચાલે. બાળકો જાણે છે અમે બધાં અવતાર લઈએ છીએ. ભિન્ન-ભિન્ન નામ રુપ માં આવીએ છીએ. આ ડ્રામા છે ને. આપણે આત્માઓ શરીર ધારણ કરી આમાં પાર્ટ ભજવીએ છીએ. તે બધું રહસ્ય બાપ બેસી સમજાવે છે. આપ બાળકોને અંદર અતિન્દ્રિય સુખ રહે છે. અંદર ખુશી રહે છે. કહેશે આ દેહી-અભિમાની છે. બાપ સમજાવે પણ છે તમે વિદ્યાર્થી છો. જાણો છો આપણે દેવતા સ્વર્ગનાં માલિક બનવા વાળા છીએ. ફક્ત દેવતા પણ નહીં. આપણે વિશ્વનાં માલિક બનવા વાળા છીએ. આ અવસ્થા સ્થાઈ ત્યારે રહેશે જ્યારે કર્માતીત અવસ્થા થશે. ડ્રામા પ્લાન અનુસાર થવાની છે જરુર. તમે સમજો છો અમે ઈશ્વરીય પરિવાર માં છીએ. સ્વર્ગની બાદશાહી મળવાની છે જરુર. જે વધારે સર્વિસ કરે છે, અનેકોનું કલ્યાણ કરે છે તો જરુર ઊંચ પદ મળશે. બાબાએ સમજાવ્યું છે કે આ યોગની બેઠક અહીં થઈ શકે છે. બહાર સેન્ટર પર એવું નથી થઈ શકતું. ચાર વાગે આવવું, નેષ્ઠા માં બેસવું, ત્યાં કેવી રીતે થઈ શકે છે. ના. સેન્ટરમાં રહેવા વાળા ભલે બેસે. બહાર વાળાને ભૂલે ચૂકે પણ કહેવાનું નથી. સમય એવો નથી. આ અહીં ઠીક છે. ઘરમાં જ બેઠા છે. ત્યાં તો બહાર થી આવવું પડે છે. આ ફક્ત અહીંના માટે છે. બુદ્ધિમાં જ્ઞાન ધારણ થવું જોઈએ. અમે આત્મા છીએ. એનું આ અકાળતખ્ત છે. ટેવ (આદત) પડી જવી જોઈએ. અમે ભાઈ-ભાઈ છીએ, ભાઈ સાથે અમે વાત કરીએ છીએ. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. અચ્છા!

મીઠાં મીઠાં રુહાની બાળકોને રુહાની બાપદાદા નાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે .

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન-યોગ ની સંજીવની બુટ્ટી થી સ્વયં ને માયાની બેહોશી થી બચાવતા રહેવાનું છે. મન મત પર ક્યારેય નથી ચાલવાનું.

2. રુપ-વસંત બની સર્વિસ કરવાની છે. માતા-પિતા ને ફોલો કરી તખ્તનશીન બનવાનું છે.

વરદાન :-
પોતાની શક્તિશાળી સ્થિતિ દ્વારા દાન અને પુણ્ય કરવા વાળા પૂજનીય અને ગાયન યોગ્ય ભવ

અંતિમ સમય માં જ્યારે કમજોર આત્માઓ આપ સંપૂર્ણ આત્માઓ દ્વારા પ્રાપ્તિ નો થોડો પણ અનુભવ કરશે તો આ જ અંતિમ અનુભવ નાં સંસ્કાર લઈને અડધાકલ્પ માટે પોતાનાં ઘરમાં વિશ્રામી થશે અને પછી દ્વાપર માં ભક્ત બની તમારું પૂજન અને ગાયન કરશે એટલે અંત નાં કમજોર આત્માઓનાં પ્રતિ મહાદાની, વરદાની બની અનુભવ નું દાન અને પુણ્ય કરો. આ સેકન્ડની શક્તિશાળી સ્થિતિ દ્વારા કરેલું દાન અને પુણ્ય અડધાકલ્પ માટે પૂજનીય અને ગાયન યોગ્ય બનાવી દેશે.

સ્લોગન :-
પરિસ્થિતિઓમાં ગભરાવવા ની બદલે સાક્ષી થઈ જાઓ તો વિજયી બની જશો.