12-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમને કમાણી નો ખૂબ શોખ હોવો જોઈએ , આ ભણતર માં જ કમાણી છે

પ્રશ્ન :-
જ્ઞાન વગર કઈ ખુશીની વાત પણ વિઘ્ન રુપ બની જાય છે?

ઉત્તર :-
સાક્ષાત્કાર થવો, આ છે ખુશીની વાત પરંતુ જો યથાર્થ રુપ થી જ્ઞાન નથી તો વધારે જ મૂંઝાઈ જાય છે. સમજો કોઈને બાપ નો સાક્ષાત્કાર થયો, બિંદુ જોયું તો શું સમજશે વધારે જ મુંઝાશે, એટલે જ્ઞાન વગર સાક્ષાત્કાર થી કોઈ પણ ફાયદો નથી. એમાં વધારે જ માયાનાં વિઘ્ન પડવાં લાગે છે. ઘણાને સાક્ષાત્કાર નો ઉલટો નશો પણ ચઢી જાય છે.

ગીત :-
તકદીર જગાકર આઈ હૂઁ

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. નવાંઓએ પણ સાંભળ્યું, જૂનાઓએ પણ સાંભળ્યું. કુમારોએ પણ સાંભળ્યું કે આ પાઠશાળા છે. પાઠશાળા માં કોઈ ને કોઈ તકદીર બનાવાય છે. ત્યાં તો અનેક પ્રકારની તકદીર છે. કોઈ સર્જન બનવાની, કોઈ બેરિસ્ટર બનવાની તકદીર બનાવે છે. તકદીર ને લક્ષ્ય-હેતુ કહેવાય છે. તકદીર બનાવવા વગર પાઠશાળામાં શું ભણશે. હવે અહીંયા બાળકો જાણે છે કે અમે પણ તકદીર બનાવીને આવ્યાં છીએ. નવી દુનિયા માટે પોતાનું રાજ્ય-ભાગ્ય લેવાં આવ્યાં છીએ. આ રાજયોગ છે જ નવી દુનિયાનાં માટે. તે છે જૂની દુનિયાનાં માટે. તેઓ જૂની દુનિયાનાં માટે બેરિસ્ટર, એન્જિનિયર, સર્જન વગેરે બને છે. તે બનતાં-બનતાં હવે જૂની દુનિયાનો સમય ખૂબ થોડો રહ્યો છે. તે તો ખતમ થઇ જશે. તે તકદીર છે આ મૃત્યુલોક નાં માટે એટલે આ જન્મનાં માટે. તમારું આ ભણતર છે નવી દુનિયાનાં માટે. તમે નવી દુનિયા માટે તકદીર બનાવીને આવ્યાં છો. નવી દુનિયામાં તમને રાજ્ય-ભાગ્ય મળશે. કોણ ભણાવે છે? બેહદનાં બાપ, જેમનાથી જ વારસો પામવાનો છે. જેમ ડોક્ટર થી ડોક્ટરી નો વારસો પામે છે, તે થઈ જાય છે આ જન્મનો વારસો. એક તો વારસો મળે છે બાપ થી, બીજો વારસો મળે છે પોતાનાં ભણતર નો. અચ્છા, પછી જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ગુરુ નાં પાસે જાય છે. શું ઈચ્છે છે? કહે છે અમને શાંતિધામ માં જવાની શિક્ષા આપો. અમને સદ્દગતિ આપો. અહીંયાથી નીકળી શાંતિધામ લઈ જાઓ. હવે બાપ થી વારસો મળે છે, શિક્ષક થી પણ વારસો મળે છે આ જન્મનાં માટે, બાકી ગુરુ થી કાંઈ પણ મળતું નથી. શિક્ષક થી ભણીને કાંઈ ને કાંઈ વારસો પામે છે. શિક્ષક બને, સિલાઈનાં શિક્ષક બને, કારણકે આજીવિકા તો જોઈએ ને. બાપનો વારસો હોવા છતાં પણ ભણે છે કે અમે પણ પોતાની કમાણી કરીએ. ગુરુ થી તો કાંઈ પણ કમાણી થતી નથી. હાં કોઈ-કોઈ ગીતા વગેરે સારી રીતે ભણી ને પછી ગીતા પર ભાષણ વગેરે કરે છે. આ બધું છે અલ્પકાળ નાં સુખ માટે. હવે તો આ મૃત્યુલોક માં છે થોડો સમય. જૂની દુનિયા ખતમ થવાની છે. તમે જાણો છો આપણે નવી દુનિયાની તકદીર બનાવવાં આવ્યાં છીએ. આ જૂની દુનિયા ખતમ થવાની છે. બાપની કે પોતાની મિલકત પણ ભસ્મ થઈ જશે. હાથ પછી ખાલી થઈ જશે. હવે તો કમાણી જોઈએ - નવી દુનિયાનાં માટે. જૂની દુનિયાનાં મનુષ્ય તો તે કરાવી નહીં શકશે. નવી દુનિયા માટે કમાણી કરાવવા વાળા છે શિવબાબા. અહીંયા તમે નવી દુનિયાનાં માટે તકદીર બનાવવાં આવ્યાં છો. એ બાપ જ તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. અને એ આવે પણ છે સંગમ પર. ભવિષ્ય માટે કમાણી કરવાનું શીખવાડે છે. હવે આ જૂની દુનિયામાં થોડાક દિવસ છે. આ દુનિયાનાં મનુષ્ય નથી જાણતાં. કહેશે નવી દુનિયા પછી ક્યારે આવશે, આ ગપોડા મારવા વાળા છે. એવું સમજવા વાળા પણ ઘણાં છે. બાપ કહેશે નવી દુનિયા સ્થાપન થાય છે. બાળક કહેશે આ ગપોડા છે. આપ બાળકો સમજો છો નવી દુનિયાનાં માટે આ અમારા બાપ, શિક્ષક, સતગુરુ છે. બાપ આવે જ છે શાંતિધામ, સુખધામ માં લઈ જવાં. કોઈ તકદીર નથી બનાવતાં અર્થાત્ કાંઈ પણ સમજતાં નથી. એક જ ઘર માં સ્ત્રી ભણે છે, પુરુષ નહીં ભણશે; બાળકો ભણશે, મા-બાપ નહીં ભણશે. એવું થતું રહે છે. શરું માં કુટુંબ નાં કુટુંબ આવ્યાં પરંતુ માયાનાં તોફાન લાગવાથી આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, બાપ ને છોડી ચાલ્યાં ગયાં. ગવાયું પણ છે આશ્ચર્યવત્ સુનન્તી, બાપનાં બનશે, ભણતર ભણશે છતાં પણ... હાય કુદરત ડ્રામા ની. બાપ પોતે કહે છે હાય ડ્રામા, હાય માયા. ડ્રામા ની જ વાત થઈ ને. સ્ત્રી-પુરુષ એક-બીજા ને ડાયવોર્સ (છૂટાછેડા) આપે છે. બાળકો બાપ ને ફારકતી (દગો) આપે છે અહીંયા તો તેવું નથી. અહીંયા તો ડાઇવોર્સ આપી ન શકે. બાપ તો આવ્યાં જ છે બાળકોને સાચી કમાણી કરાવવાં. બાપ થોડી કોઈને ખાડામાં નાખશે. બાપ તો છે જ પતિત-પાવન, રહેમદિલ. બાપ આવીને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરે છે અને ગાઈડ (માર્ગદર્શક) બની સાથે લઈ જવાં વાળા છે. આવું કોઈ લૌકિક ગુરુ કહેશે નહીં કે હું તમને સાથે લઈ જઈશ. આવાં ગુરુ ક્યારેય જોયા, ક્યારેય સાંભળ્યું? ગુરુ લોકો ને તમે પૂછો - આટલાં તમારા જે ફોલોઅર્સ (અનુયાયી) છે, તમે શરીર છોડી જશો પછી શું આ ફોલોઅર્સ ને પણ સાથે લઈ જશો? એવું તો ક્યારેક કોઈ નહીં કહેશે કે હું ફોલોઅર્સ ને સાથે લઈ જઈશ. આ તો થઇ ન શકે. ક્યારેય કોઈ કહી ન શકે કે હું તમને બધાને નિર્વાણધામ કે મુક્તિધામ માં લઈ જઈશ. એવો પ્રશ્ન કોઈ પૂછી પણ ન શકે કે અમને આપ સાથે લઈ જશો? શાસ્ત્રોમાં છે ભગવાનુવાચ, હું તમને લઈ જઈશ. મચ્છરો સદૃશ્ય બધાં જાય છે. સતયુગ માં તો મનુષ્ય થોડાં હોય છે. કળયુગ માં તો અનેક મનુષ્ય છે. શરીર છોડી બાકી આત્માઓ હિસાબ-કિતાબ ચૂકતું કરી ચાલી જશે. ભાગવાનું જરુર છે, આટલાં મનુષ્ય રહી ન શકે. આપ બાળકો સારી રીતે જાણો છો - હમણાં આપણે જવાનું છે ઘરે. આ શરીર તો છોડવાનું છે. આપ મુયે મર ગઈ દુનિયા. પોતાને ફક્ત આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. આ જુનું વસ્ત્ર તો છોડવાનું છે. આ દુનિયા પણ જૂની છે. જેમ જૂનાં ઘર માં બેઠાં નવું ઘર સામે તૈયાર થતું રહે તો સમજશો અમારે માટે બની રહ્યું છે. બુદ્ધિ ચાલી જશે નવાં ઘર તરફ. આમાં આ બનાવો, આ કરો. મમત્વ બધું જૂનાં થી મટીને નવા માં જોડાઈ જાય છે. તે થઈ હદ ની વાત. આ છે બેહદ ની દુનિયાની વાત. જૂની દુનિયા થી મમત્વ મિટાવવાનું છે અને નવી દુનિયામાં લગાવવાનું છે. જાણે છે આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. નવી દુનિયા છે સ્વર્ગ. એમાં આપણે રાજાઈ પદ પામીએ છીએ. જેટલું યોગ માં રહેશો, જ્ઞાનની ધારણા કરશો, બીજાઓ ને સમજાવશો, એટલો ખુશીનો પારો ચઢશે. ખુબ ભારે પરીક્ષા છે. આપણે સ્વર્ગ નાં ૨૧ જન્મ માટે વારસો પામી રહ્યાં છીએ. સાહૂકાર બનવું તો સારું છે ને. મોટી આયુ મળી તો સારું છે ને. સૃષ્ટિ ચક્ર ને યાદ કરશે, જેટલાં જે આપસમાન બનાવશે એટલો ફાયદો છે. રાજા બનવું છે તો પ્રજા પણ બનાવવાની છે. પ્રદર્શનીમાં અનેકોઅનેક આવે છે. તે બધી પ્રજા બનતી જશે કારણ કે આ અવિનાશી જ્ઞાન નો વિનાશ તો થતો નથી. બુદ્ધિ માં આવી જશે - પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે. પુરુષાર્થ વધારે કરશે તો પ્રજામાં ઉંચ પદ પામશે. નહીં તો ઓછા પદ વાળી પ્રજા બનશે. નંબરવાર તો હોય છે ને. રામ રાજ્ય ની સ્થાપના થઈ રહી છે. રાવણ રાજ્ય નો વિનાશ થઇ જશે. સતયુગ માં તો હશે જ દેવતાઓ.

બાબા એ સમજાવ્યું છે - યાદ ની યાત્રા થી તમે સતોપ્રધાન દુનિયાનાં માલિક બનશો. માલિક તો રાજા પ્રજા બધાં હોય છે. પ્રજા પણ કહેશે ભારત અમારો સૌથી ઉંચો છે. બરાબર ભારત બહુજ ઉંચો હતો. હમણાં થોડી છે, હતો જરુર. હમણાં તો બિલકુલ જ ગરીબ થઇ ગયો છે. પ્રાચીન ભારત સૌથી સાહૂકાર હતો. તમે જાણો છો - બરાબર આપણે ભારતવાસી સૌથી ઉંચ દેવી-દેવતા કુળ નાં હતાં. બીજા કોઈ ને દેવતા નથી કહેવાતું. હવે તમે બાળકીઓ આ ભણો છો પછી બીજાઓને સમજાવવાનું છે. મનુષ્યો ને સમજાવવાનું તો છે ને. તમારી પાસે ચિત્ર પણ છે, તમે સિદ્ધ કરી બતાવી શકો છો - આમણે આ પદ કેવી રીતે પામ્યું? અંગે અક્ષરે (તિથિ-તારીખ સહિત) તમે સિદ્ધ કરી શકો છો. હવે ફરીથી આ પદ પામી રહ્યાં છીએ શિવબાબા થી. એમનું ચિત્ર પણ છે. શિવ છે પરમપિતા પરમાત્મા. બાપ કહે છે બ્રહ્મા દ્વારા તમને યોગબળ થી ૨૧ જન્મ નો વારસો મળે છે. સૂર્યવંશી દેવી-દેવતા વિષ્ણુપુરી નાં તમે માલિક બની શકો છો. શિવબાબા દાદા બ્રહ્મા દ્વારા આ વારસો આપી રહ્યાં છે. પહેલાં તેમની આત્મા સાંભળે છે, આત્મા જ ધારણ કરે છે. મૂળ વાત તો છે જ આ. ચિત્ર તો શિવ નાં દેખાડે છે. આ ચિત્ર પરમપિતા પરમાત્મા શિવનાં છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે સૂક્ષ્મવતન નાં દેવતાઓ. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીંયા જોઈએ. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ અનેક છે. જ્યાં સુધી બ્રહ્માનાં બાળકો ન બને, તો બ્રાહ્મણ ન બને, તો શિવબાબા થી વારસો કેવી રીતે લેશે. કુખ થી જન્મ તો થઈ ન શકે. ગવાય પણ છે મુખ વંશાવલી. તમે કહેશો અમે પ્રજાપિતા બ્રહ્માની મુખ વંશાવલી છીએ. તે ગુરુઓનાં ફોલોઅર્સ હોય છે. અહીંયા તમે એક ને જ બાપ-શિક્ષક-સદ્દગુરુ કહો છો. તે પણ આમને નથી કહેતાં. નિરાકાર શિવબાબા પણ છે. જ્ઞાન નાં સાગર છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. શિક્ષક પણ એ નિરાકાર છે જે સાકાર દ્વારા જ્ઞાન સંભળાવે છે. આત્મા જ બોલે છે. આત્મા કહે છે મારા શરીર ને હેરાન નહીં કરો. આત્મા દુ:ખી થાય છે તો સમજણ અપાય છે જ્યારે કે વિનાશ સામે ઉભો છે, પારલૌકિક બાપ આવે જ છે અંતમાં બધાને પાછાં લઈ જવાં. બાકી જે પણ કાંઈ છે, આ બધું વિનાશ થવાનું છે. આને કહેવાય છે મૃત્યુલોક. સ્વર્ગ તો અહીંયા પૃથ્વી પર હોય છે, દેલવાડા મંદિર બનેલું છે. નીચે તપસ્યા કરી રહ્યાં છે, ઉપર માં છે સ્વર્ગ. નહીં તો ક્યાં દેખાડે. ઉપર માં દેવતાઓનાં ચિત્ર દેખાડયાં છે. તે પણ હશે તો અહીંયા ને. સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. મંદિરમાં જઈને સમજાવવું જોઈએ - આ શિવબાબા નું યાદગાર છે, જે શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે. શિવ છે હકીકતમાં બિંદી, પરંતુ બિંદી ની પૂજા કેવી રીતે કરાય, ફળ ફૂલ કેવી રીતે ચઢાવાય એટલે મોટું રુપ બનાવ્યું છે. એટલું કોઈ હોતું નથી. ગવાય પણ છે ભ્રકુટી નાં વચ્ચે ચમકે છે અજબ તારો. છે પણ અતિ સૂક્ષ્મ, બિંદી છે. મોટી વસ્તુ હોય તો સાયન્સ (વિજ્ઞાન) વગેરે વાળા ઝટ એને પકડી લે. ન આટલાં હજાર સૂર્ય થી તેજ વાળા છે, કાંઈ પણ નથી. કોઈ-કોઈ ભગત લોકો પણ આવે છે ને. કહે છે બસ અમને આ ચહેરો જોવામાં આવે છે. બાબા સમજાવે છે, આમને પરમપિતા પરમાત્મા નો પૂરો પરિચય મળ્યો નથી. હમણાં તકદીર જ ખુલી નથી. જ્યાં સુધી બાપને ન જાણે, આ ન સમજે કે મારી આત્મા બિંદી સમાન છે, શિવબાબા પણ બિંદી છે, એમને યાદ કરવાનાં છે. એવું સમજી જ્યારે યાદ કરે ત્યારે વિકર્મ વિનાશ થાય. બાકી આ જોવામાં આવે છે, આવું દેખાય, તેવું દેખાય... આને પછી માયાનાં વિઘ્ન કહેવાય છે. હમણાં તો ખુશી માં છે, અમને બાપ મળ્યાં છે. બાપ કહે છે કૃષ્ણનો સાક્ષાત્કાર કરી ખુબ ખુશીમાં ડાન્સ વગેરે કરે છે પરંતુ એનાથી કોઈ સદ્દગતિ થતી નથી. આ સાક્ષાત્કાર તો અનાયાસ જ થઈ જાય છે. જો સારી રીતે ભણશે નહીં તો પ્રજામાં ચાલ્યાં જશે. સાક્ષાત્કાર નો પણ ફાયદો તો મળે છે ને. ભક્તિમાર્ગ માં ખૂબ મહેનત કરે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે. અહીંયા થોડી પણ મહેનત કરે છે તો સાક્ષાત્કાર થાય છે પરંતુ ફાયદો કાંઈ નથી. કૃષ્ણપુરી માં સાધારણ પ્રજા વગેરે જઈને બનશે. હમણાં આપ બાળકો જાણો છો શિવબાબા આપણને આ નોલેજ સંભળાવી રહ્યાં છે. બાપ નું ફરમાન (આદેશ) છે પવિત્ર જરુર બનવાનું છે. પરંતુ કોઈ-કોઈ પવિત્ર પણ રહી નથી શકતાં, કયારેક પતિત પણ અહીયાં છુપાઇ ને આવી જાય છે. તે પોતાનું જ નુકસાન કરે છે. પોતાને ઠગે છે. બાપ ને ઠગવાની વાત જ નથી. બાપ થી ઠગી કરીને કોઈ પૈસા લેવાનાં છે શું? શિવબાબા ની શ્રીમત પર કાયદેસર નથી ચાલતાં તો શું હાલ થશે. સમજાશે તકદીર માં નથી. ભણતાં નથી વધારે જ બીજા ને દુઃખ આપતાં રહેશે, તો એક તો ખૂબ સજાઓ ખાવી પડશે અને બીજું પછી પદ પણ ભ્રષ્ટ થઈ જશે. કોઈ પણ કાયદા નાં વિરુદ્ધ કામ ન કરવું જોઈએ. બાપ તો સમજાવશે ને કે તમારી ચલન ઠીક નથી. બાપ તો કમણી કરવાનો રસ્તો બતાવે છે પછી કોઈ કરે ન કરે, એમની તકદીર. સજાઓ ખાઈને પાછું શાંતિધામ તો જવાનું જ છે. પદ ભ્રષ્ટ થઈ જશે. કાંઈ પણ મળશે નહીં. આવે તો ઘણાં છે પરંતુ અહીંયા તો બાપ થી વારસો લેવાની વાત છે. બાળકો કહે છે બાબા અમે તો સ્વર્ગનું સૂર્યવંશી રાજાઈ પદ પામીશું. રાજયોગ છે ને. વિદ્યાર્થી સ્કોલરશીપ પણ લે છે ને. પાસ થવા વાળા ને સ્કોલરશિપ મળે છે. આ માળા એમની બનેલી છે જેમણે સ્કોલરશીપ લીધી છે. જેટલાં-જેટલાં જેવાં પાસ થશે એવી-એવી સ્કોલરશીપ મળશે. આ માળા બનેલી છે. સ્કોલરશીપ વાળાની વૃદ્ધિ થતાં-થતાં હજારો બની જાય છે. રાજાઈ પદ છે સ્કોલરશીપ. જે સારી રીતે ભણતર ભણે છે તે ગુપ્ત નથી રહી શકતાં. ખૂબ નવાં-નવાં પણ જૂનાં થી આગળ નીકળી પડશે. જેમ જુઓ ઘણી બાળકીઓ આવે છે, કહે છે અમને આ ભણતર તો ખૂબ સારું લાગે છે, અમે પ્રણ કરીએ છીએ આ શારીરિક ભણતર નો કોર્સ પૂરો કરી પછી આ ભણતર માં લાગી જઈશું. પોતાનું હીરા જેવું જીવન બનાવશું. અમે પોતાની સાચી કમાણી કરી ૨૧ જન્મો નાં માટે વારસો પામીશું. કેટલી ખુશી થાય છે. જાણે છે આ વારસો હમણાં નહીં લીધો તો પછી ક્યારેય લઈ શકશું નહીં. ભણતર નો શોખ હોય છે ને. કોઈને તો જરા પણ શોખ નથી સમજવાનો. જુનાઓને પણ એટલો શોખ નથી, જેટલો નવાંઓ ને છે. વન્ડર (આશ્ચર્ય) છે ને. કહેશે ડ્રામા અનુસાર તકદીર માં નથી તો ભગવાન પણ શું કરે. શિક્ષક તો ભણાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ખામીઓ ને છુપાવવી પણ સ્વયં ને ઠગવું છે - એટલે ક્યારેય પણ પોતાનાથી ઠગી નથી કરવાની.

2. પોતાની ઉંચ તકદીર બનાવવા માટે કોઈ પણ કામ કાયદા નાં વિરુદ્ધ નથી કરવાનું. ભણતર નો શોખ રાખવાનો છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
દરેક કદમ ફરમાન પર ચાલીને માયા ને કુરબાન કરાવવા વાળા સહજયોગી ભાવ

જે બાળકો દરેક કદમ ફરમાન પર ચાલે છે એમનાં આગળ આખું વિશ્વ કુરબાન થાય છે, સાથે-સાથે માયા પણ પોતાનાં વંશ સહિત કુરબાન થઈ જાય છે. પહેલાં તમે બાપ પર કુરબાન થઇ જાઓ તો માયા તમારા પર કુરબાન થઇ જશે અને પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન માં રહેતાં દરેક ફરમાન પર ચાલતાં રહો તો જન્મ-જન્માંતર ની મુશ્કિલ થી છૂટી જશો. હમણાં સહજયોગી અને ભવિષ્ય માં સહજ જીવન થશે. તો એવું સહજ જીવન બનાવો.

સ્લોગન :-
સ્વયં નાં પરિવર્તન થી અન્ય આત્માઓનું પરિવર્તન કરવું જ જીવદાન આપવું છે.