12-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ નો પ્રેમ તો બધાં બાળકો સાથે છે પરંતુ જે બાપની સલાહ તરત માની લે છે , એમની કશિશ થાય છે . ગુણવાન બાળકો પ્રેમ ખેંચે છે”

પ્રશ્ન :-
બાપે કયો કોન્ટ્રાક્ટ ઉઠાવ્યો છે?

ઉત્તર :-
બધાને ગુલગુલ (ફૂલ) બનાવીને પાછા લઈ જવાનો કોન્ટ્રાક્ટ (ઠેકો) એક બાપ નો છે. બાપ જેવા કોન્ટ્રાક્ટર દુનિયામાં બીજા કોઈ નથી. એ જ બધાની સદ્દગતિ કરવા આવે છે. બાપ સર્વિસ વગર રહી નથી શકતાં. તો બાળકોએ પણ સર્વિસ નું સબૂત આપવાનું છે. સાંભળ્યું-ન સાંભળ્યું નથી કરવાનું.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે-બાળકો, પોતાને આત્મા સમજીને બેસો. આ એક બાપ જ સમજાવે છે બીજા કોઈ મનુષ્ય કોઈને સમજાવી નથી શકતાં. પોતાને આત્મા સમજો - આ ૫ હજાર વર્ષ પછી બાપ જ આવીને શીખવાડે છે. આ પણ તમે બાળકો જ જાણો છો. કોઈને પણ ખબર નથી કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. આપ બાળકોને આ યાદ રહે કે આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ, એ પણ મનમનાભવ જ છે. બાપ કહે છે-મને યાદ કરો કારણ કે હવે પાછા જવાનું છે. ૮૪ જન્મ પૂરાં થયા છે, હવે સતોપ્રધાન બની પાછા જવાનું છે. કોઈ તો બિલકુલ યાદ જ નથી કરતાં. બાપ તો દરેક નાં પુરુષાર્થ ને સારી રીતે જાણે છે. એમાં પણ ખાસ અહીં છે અથવા બહાર છે. બાબા જાણે છે ભલે અહીં બેસીને જોઉં છું પરંતુ મીઠાં-મીઠાં જે સર્વિસેબલ બાળકો છે, યાદ એમને કરું છું. જોઉં પણ એમને છું, આ કયા પ્રકાર નાં ફૂલ છે, આમનામાં કયા-કયા ગુણ છે? કોઈ તો એવાં પણ છે જેમનામાં કોઈ ગુણ નથી. હવે એવાને બાબા જોઈને શું કરશે? બાપ તો ચુંબક પવિત્ર આત્મા છે, તો જરુર કશિશ કરશે. પરંતુ બાબા અંદર જાણે છે, બાપ પોતાનો બધો પોતામેલ બતાવે છે તો બાળકો પણ બતાવે. બાપ બતાવે છે હું તમને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યો છું. પછી જે જેવો પુરુષાર્થ કરે. પુરુષાર્થ જે પણ કરે છે, તે પણ ખબર હોવી જોઈએ. બાબા લખે છે-બધાનું ઓક્યુપેશન લખીને મોકલો અથવા એમની પાસેથી લખાવીને મોકલો. જે ચુસ્ત સમજદાર બ્રાહ્મણીઓ હોય છે, તે બધું લખાવી મોકલે છે-શું ધંધો કરે છે? કેટલી કમાણી છે? બાપ પોતાનું બધુંજ બતાવે છે અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. બધાની અવસ્થા ને જાણે છે. અલગ-અલગ વેરાઈટી ફૂલ છે ને? (એક-એક ફૂલ દેખાડીને) જુઓ, કેવા રોયલ ફૂલ છે? હમણાં આવી સુગંધ છે, પછી જ્યારે પૂરાં ખીલી જશે તો ફર્સ્ટ ક્લાસ શોભા થઈ જશે. તમે પણ આ લક્ષ્મી-નારાયણ જેવા લાયક બની જશો. તો બાપ જોતા રહે છે, એવું નથી કે બધાને સર્ચલાઈટ આપે છે. જે જેવા છે એવી કશિશ (એવા આકર્ષિત) કરે છે, જેમનામાં કોઈ ગુણ નથી તે શું કશિશ કરશે? એવી રીતે ત્યાં ચાલીને પાઈ-પૈસાનું પદ મેળવશે. બાબા દરેક નાં ગુણો ને જુએ છે અને પ્રેમ પણ કરે છે. પ્રેમ માં, આંખો ભીની થઈ જાય છે. આ સર્વિસેબલ કેટલી સર્વિસ કરે છે! એમને સર્વિસ વગર આરામ નથી આવતો. કોઈ તો સર્વિસ કરવાનું જાણતા જ નથી. યોગ માં બેસતા નથી. જ્ઞાન ની ધારણા નથી. બાબા સમજે છે આ શું પદ મેળવશે? કોઈ પણ છૂપાઈ નથી શકતાં. બાળકો જે સાલિમ (સારા) બુદ્ધિવાન છે, સેન્ટર સંભાળે છે, એમણે એક-એક નો પોતામેલ મોકલવો જોઈએ. તો બાબા સમજે કે ક્યાં સુધી પુરુષાર્થી છે? બાબા તો જ્ઞાન નાં સાગર છે. બાળકોને જ્ઞાન આપે છે. કોઈ કેટલું જ્ઞાન ઉઠાવે છે, ગુણવાન બને છે-તે ઝટ ખબર પડી જાય છે. બાબા નો પ્રેમ બધાં પર છે. આનાં પર એક ગીત છે-તેરે કાંટો સે ભી પ્યાર, તેરે ફૂલો સે ભી પ્યાર. નંબરવાર તો છે જ. તો બાપની સાથે પ્રેમ કેટલો સારો જોઈએ? બાબા જે કહે તે તરત કરી દેખાડે તો બાબા પણ સમજે કે બાબાની સાથે પ્રેમ છે. એમને કશિશ થશે. બાપ માં કશિશ એવી છે જે એકદમ ચીટકી જાય. પરંતુ જ્યાં સુધી કાટ નીકળ્યો નથી તો કશિશ પણ નહીં થશે. એક-એક ને જોઉં છું.

બાબાને સર્વિસેબલ બાળકો જોઈએ. બાપ તો સર્વિસ માટે જ આવે છે. પતિતો ને પાવન બનાવે છે. આ તમે જાણો છો, દુનિયા વાળા નથી જાણતા કારણ કે હમણાં તમે ખૂબ થોડા છો. જ્યાં સુધી યોગ નહીં હશે ત્યાં સુધી કશિશ નહીં થશે. તે મહેનત ખૂબ થોડા કરે છે. કોઈ ન કોઈ વાત માં લટકી પડે છે. આ તે સત્સંગ નથી, જે સાંભળ્યું તે સત્-સત્ કરે છે. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે એક ગીતા. ગીતા માં જ રાજયોગ છે. વિશ્વ નાં માલિક તો બાપ જ છે. બાળકોને કહેતો રહું છું, ગીતા થી જ પ્રભાવ નીકળશે. પરંતુ એટલી તાકાત પણ હોય ને? યોગ બળ ની તાકાત સારી જોઈએ, જેમાં ખૂબ કમજોર છે. હવે થોડો સમય છે. કહે છે મીઠરા ઘુરત ઘુરાય… મને પ્રેમ કરો તો હું પણ કરું. આ છે આત્માનો પ્રેમ. એક બાબા ની યાદમાં રહે, આ યાદ થી જ વિકર્મ વિનાશ થશે. કોઈ તો બિલકુલ યાદ નથી કરતાં. બાપ સમજાવે છે-અહીં ભક્તિ ની વાત નથી. આ બાબાનો રથ છે, એમના દ્વારા શિવબાબા ભણાવે છે. શિવબાબા નથી કહેતા કે મારા પગ ધોઈને પીયો. બાબા તો હાથ લગાવવા પણ નથી દેતાં. આ તો ભણતર છે. હાથ લગાવવાથી શું થશે? બાપ તો છે બધાની સદ્દગતિ કરવા વાળા. કોટોમાં કોઈ જ આ વાત સમજે છે. જે કલ્પ પહેલાં વાળા હશે, તે જ સમજશે. ભોળાનાથ બાપ આવીને ભોળી-ભોળી માતાઓને જ્ઞાન આપીને ઉઠાવે છે. બાબા બિલકુલ ચઢાવી દે છે - મુક્તિ અને જીવનમુક્તિ માં. બાપ ફક્ત કહે છે - વિકારો ને છોડો. એનાં પર જ હંગામા થાય છે. બાપ સમજાવે છે-પોતાને જુઓ, મારામાં શું-શું અવગુણ છે? વેપારી લોકો રોજ પોતાનો પોતામેલ ફાયદો-નુકસાન કાઢે છે. તમે પણ પોતામેલ રાખો કે કેટલો સમય અતિ પ્રિય બાબા, જે આપણને વિશ્વનાં માલિક બનાવે છે, એમને યાદ કર્યા? જોશો, ઓછા યાદ કર્યા તો પોતાને જ શરમ આવશે કે આ શું, આવાં બાબા ને અમે યાદ નથી કર્યા? આપણા બાબા સૌથી વન્ડરફુલ છે. સ્વર્ગ પણ છે આખી સૃષ્ટિ માં સૌથી વન્ડરફુલ. તે તો સ્વર્ગ ને લાખો વર્ષ કહી દે છે અને તમે કહેશો ૫ હજાર વર્ષ. કેટલું રાત અને દિવસ નું અંતર છે. જે ખૂબ જૂનાં ભક્ત છે એમનાં પર બાબા કુરબાન જાય છે. અતિ ભક્તિ કરી છે ને? બાબા આ જન્મ માં પણ ગીતા વાંચતા હતાં અને નારાયણ નું ચિત્ર પણ રાખતા હતાં. લક્ષ્મી ને દાસીપણા થી મુક્ત કરી દીધાં તો કેટલી ખુશી રહે છે. જેવી રીતે આપણે આ શરીર છોડી જઈને સતયુગ માં બીજું લઈશું. બાબાને પણ ખુશી રહે છે કે હું જઈને પ્રિન્સ ગોરો બનીશ. પુરુષાર્થ પણ કરાવતા રહે છે. મફત માં કેવી રીતે બનશો? તમે પણ સારી રીતે બાબા ને યાદ કરશો તો સ્વર્ગ નો વારસો મેળવશો. કોઈ તો ભણતા નથી, નથી દૈવીગુણ ધારણ કરતાં. પોતામેલ જ નથી રાખતાં. પોતામેલ સદૈવ તે જ રાખશે જે ઊંચ બનવા વાળા હશે. નહીં તો ફક્ત શો કરશે. ૧૫-૨૦ દિવસ પછી લખવાનું છોડી દે છે. અહીં તો પરીક્ષાઓ વગેરે છે બધું ગુપ્ત. દરેક ની ક્વોલિફીકેશન (યોગ્યતા) ને બાપ જાણે છે. બાબાનું કહેવું ઝટ થી માની લીધું તો કહેશે આજ્ઞાકારી, ફરમાનવરદાર છે. બાબા કહે છે હવે બાળકોએ ખૂબ કામ કરવાનું છે. કેટલાં સારા-સારા બાળકો પણ ફારકતિ આપીને ચાલ્યા જાય છે. આ ક્યારેય કોઈને ફારકતિ કે ડાઈવોર્સ નહીં આપશે. આ તો ડ્રામા અનુસાર આવ્યા જ છે મોટો કોન્ટ્રાક્ટ ઉઠાવવાં. હું સૌથી મોટો કોન્ટ્રાક્ટર છું. બધાને ગુલ-ગુલ બનાવીને પાછા લઈ જઈશ. આપ બાળકો જાણો છો પતિતો ને પાવન બનાવવા વાળા કોન્ટ્રાક્ટર એક જ છે. એ તમારી સામે બેઠાં છે. કોઈને કેટલો નિશ્ચય છે, કોઈને બિલકુલ નથી. આજે અહીં છે, કાલે ચાલ્યા જશે, ચલન એવી છે. અંદર જરુર ખાશે-અમે બાબા ની પાસે રહીને, બાબાનાં બનીને શું કરીએ છીએ? સર્વિસ કંઈ નથી કરતા તો મળશે શું? રોટલી બનાવવી, શાક બનાવવું આ તો પહેલાં પણ કરતા હતાં. નવી વાત શું કરી છે? સર્વિસ નું સબૂત આપવાનું છે. કેટલાને રસ્તો બતાવ્યો?

આ ડ્રામા ખૂબ વન્ડરફુલ બનેલો છે. જે કંઈ થાય છે તમે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો. શાસ્ત્રો માં તો શ્રીકૃષ્ણનાં ચરિત્ર લખી દીધાં છે, પરંતુ ચરિત્ર છે એક બાપ નાં. એ જ બધાની સદ્દગતિ કરે છે. એમના જેવું ચરિત્ર કોઈનું હોઈ ન શકે. કોઈ ચરિત્ર તો સારું હોવું જોઈએ. બાકી ભગાવવાં, કરવું-આ કોઈ ચરિત્ર નથી. સર્વની સદ્દગતિ કરવા વાળા એક બાપ જ છે. એ કલ્પ-કલ્પ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. લાખો વર્ષ ની કોઈ વાત જ નથી.

તો બાળકોએ છી-છી આદતો છોડવી જોઈએ. નહીં તો શું પદ મળશે? માશૂક પણ ગુણ જોઈને આશિક થશે ને? આશિક એમનાં પર થશે જે એમની સર્વિસ કરતા હશે. જે સર્વિસ નથી કરતાં એ શું કામ નાં? આ વાતો ખૂબ સમજવાની છે. બાપ સમજાવે છે તમે મહાન ભાગ્યશાળી છો, તમારા જેવા ભાગ્યશાળી કોઈ નથી. ભલે સ્વર્ગમાં તમે જશો, પરંતુ પ્રારબ્ધ ઊંચી બનાવવી જોઈએ. કલ્પ-કલ્પાંતર ની વાત છે. પોઝિશન ઓછી થઈ જાય છે. ખુશ ન થવું જોઈએ કે જે મળ્યું તે સારું. પુરુષાર્થ ખૂબ સારો કરવાનો છે સર્વિસ નું સબૂત જોઈએ-કેટલાને આપ સમાન બનાવ્યા છે? તમારી પ્રજા ક્યાં છે? બાપ-ટીચર બધાને તદબીર (પુરુષાર્થ) કરાવે છે. પરંતુ કોઈની તકદીર માં પણ હોય ને! સૌથી વધારે આશીર્વાદ તો એ છે જે બાપ પોતાનું શાંતિધામ છોડીને પતિત દુનિયા અને પતિત શરીર માં આવે છે. નહીં તો તમને રચયિતા અને રચના નું જ્ઞાન સંભળાવે કોણ? આ પણ કોઈ ની બુદ્ધિમાં નથી બેસતું કે સતયુગ માં રામ રાજ્ય અને કળિયુગ માં રાવણ રાજ્ય છે. રામ રાજ્ય માં એક જ રાજ્ય હતું, રાવણ રાજ્ય માં અનેક રાજ્ય છે એટલે તમે પૂછો છો નર્કવાસી છો કે સ્વર્ગવાસી છો? પરંતુ મનુષ્ય આ નથી સમજતા કે અમે ક્યાં છીએ? આ છે કાંટોઓનું જંગલ, તે છે ફૂલોનો બગીચો. તો હવે ફોલો ફાધર મધર અને અનન્ય બાળકોને કરવાનાં છે, ત્યારે જ ઊંચ બનશો. બાપ સમજાવે તો ખૂબ છે. પરંતુ કોઈ સમજવા વાળા સમજે. કોઈ તો સાંભળીને સારી રીતે વિચાર સાગર મંથન કરે છે. કોઈ તો સાંભળ્યું-ન સાંભળ્યું કરી દે છે. જ્યાં ત્યાં લખવું પડે છે-શિવબાબા યાદ છે? તો વારસો પણ જરુર યાદ આવશે. દૈવીગુણ હશે તો દેવતા બનશો. જો ક્રોધ હશે, આસુરી અવગુણ હશે તો ઊંચ પદ મેળવી નહીં શકો. ત્યાં કોઈ ભૂત હોતાં નથી. રાવણ જ નથી તો રાવણ નાં ભૂત ક્યાંથી આવે? દેહ-અભિમાન, કામ, ક્રોધ… આ છે મોટા ભૂત. એને કાઢવાનો એક જ ઉપાય છે-બાબા ની યાદ. બાબાની યાદ થી જ બધાં ભૂત ભાગી જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ :-
ઘણાં બાળકો ને મન થાય છે કે અમે પણ બીજાઓને આપ સમાન બનાવવાની સર્વિસ કરીએ. પોતાની પ્રજા બનાવીએ. જેવી રીતે બીજા અમારા ભાઈ સર્વિસ કરે છે અમે પણ કરીએ. માતાઓ વધારે છે. કળશ પણ માતાઓ ઉપર રખાયો છે. બાકી આ તો છે પ્રવૃત્તિમાર્ગ. બંને જોઈએ ને? બાબા પૂછે છે કેટલાં બાળકો છે? જુએ છે ઠીક જવાબ આપે છે? ૫ તો પોતાનાં છે એક છે શિવબાબા. ઘણાં તો કહેવા માત્ર જ કહે છે. ઘણાં સાચ્ચે બનાવે છે. જે વારિસ બનાવે છે તે વિજય માળા માં પરોવાઈ જશે. જે સાચાં-સાચાં વારિસ બનાવે છે એ પોતે પણ વારિસ બને છે. સાચાં દિલ પર સાહેબ રાજી… બાકી તો બધાં કહેવા માત્ર જ કહે છે. આ સમયે પારલૌકિક બાપ જ છે જે બધાને વારસો આપે છે એટલે યાદ પણ એમને કરવાના છે જેમનાંથી ૨૧ જન્મો નો વારસો મળે છે. બુદ્ધિમાં જ્ઞાન છે કે આ તો બધું રહેવાનું નથી. બાપ દરેકની અવસ્થા જુએ છે સાચ્ચે-સાચ્ચે વારિસ બનાવ્યા છે કે બનાવવાનો વિચાર કરે છે? વારિસ બનાવવાનો અર્થ સમજે છે? ઘણાં છે જે સમજવા છતાં પણ બનાવી નથી શકતાં કારણ કે માયા ને વશ છે. આ સમયે કાં તો ઈશ્વર ને વશ અથવા માયા ને વશ. ઈશ્વર ને વશ જે હશે, તે વારિસ બનાવી લેશે. માળા ૮ ની પણ હોય છે, ૧૦૮ ની પણ હોય છે. ૮ તો જરુર કમાલ કરતા હશે. સાચ્ચે જ વારિસ બનાવીને જ છોડતા હશે. ભલે વારિસ પણ બનાવે છે વારસો તો લે જ છે. પછી પણ એવાં ઊંચ વારિસ બનાવવા વાળા નાં કર્મ પણ એવા ઊંચ હશે. કોઈ વિકર્મ ન થાય. વિકાર જે પણ છે બધાં વિકર્મ છે ને? બાપ ને છોડી બીજા કોઈને યાદ કરવા-આ પણ વિકર્મ છે. બાપ એટલે બાપ. બાપ મુખ થી કહે છે મામેકમ્ યાદ કરો. ડાયરેક્શન મળ્યું ને? તો એકદમ યાદ કરવાં-એમાં છે ખૂબ મહેનત. એક બાપ ને યાદ કરે તો માયા એટલી તંગ ન કરે. બાકી માયા પણ ખૂબ જબરજસ્ત છે. સમજ માં આવે છે, માયા ખૂબ વિકર્મ કરાવે છે. મોટા-મોટા મહારથીઓને પટ માં પાડી દે છે. દિવસે-દિવસે સેન્ટર્સ ની વૃદ્ધિ થતી રહેશે. ગીતા પાઠશાળા અથવા મ્યુઝિયમ ખુલતાં રહેશે. આખી દુનિયાનાં મનુષ્ય બાપ નું પણ માનશે. બ્રહ્માનું પણ માનશે. બ્રહ્માને જ પ્રજાપિતા કહેવાય છે. આત્માઓને તો પ્રજા નહીં કહેવાશે. મનુષ્ય સૃષ્ટિ કોણ રચે છે? પ્રજાપિતા બ્રહ્માનું નામ આવે છે તો તે સાકાર, એ નિરાકાર થઈ ગયાં. એ તો અનાદિ છે. આ પણ અનાદિ કહેવાશે. બંનેનું નામ હાઈએસ્ટ છે. એ રુહાની બાપ, આ પ્રજાપિતા. બંને તમને ભણાવે છે. કેટલાં હાઈએસ્ટ થયાં! બાળકોને કેટલો નશો ચઢવો જોઈએ? ખુશી કેટલી થવી જોઈએ? પરંતુ માયા ખુશી અથવા નશા માં રહેવા નથી દેતી. એવાં સ્ટુડન્ટ જો વિચાર સાગર મંથન કરતા રહે તો સર્વિસ પણ કરી શકે છે. ખુશી પણ રહી શકે છે, પરંતુ કદાચ હજી સમય છે. જ્યારે કર્માતીત અવસ્થા થાય ત્યારે ખુશી માં રહી શકે. અચ્છા - રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રોજ રાત્રે પોતામેલ જોવાનો છે કે અતિ મીઠાં બાબા ને આખાં દિવસ માં કેટલાં યાદ કર્યા? પોતાનો શો કરવા માટે પોતામેલ નથી રાખવાનો, ગુપ્ત પુરુષાર્થ કરવાનો છે.

2. બાપ જે સંભળાવે છે, એનાં પર વિચાર સાગર મંથન કરવાનું છે, સર્વિસ નું સબૂત આપવાનું છે. સાંભળ્યું-ન સાંભળ્યું નથી કરવાનું. અંદર કોઈ પણ આસુરી અવગુણ છે તો એને ચેક કરીને કાઢવાના છે.

વરદાન :-
વૈરાગ વૃત્તિ દ્વારા આ અસાર સંસાર થી લગાવ મુક્ત રહેવા વાળા સાચાં રાજઋષિ ભવ

રાજઋષિ અર્થાત્ રાજ્ય હોવા છતાં પણ બેહદનાં વૈરાગી, દેહ અને દેહની જૂની દુનિયામાં જરા પણ લગાવ નહીં કારણ કે જાણે છે આ જૂની દુનિયા છે જ અસાર સંસાર, એમાં કોઈ સાર નથી. અસાર સંસાર માં બ્રાહ્મણો નો શ્રેષ્ઠ સંસાર મળી ગયો એટલે એ સંસાર થી બેહદ નો વૈરાગ અર્થાત્ કોઈ પણ લગાવ નથી. જ્યારે કોઈ માં પણ લગાવ અથવા ઝુકાવ ન હોય ત્યારે કહેવાશે રાજઋષિ અથવા તપસ્વી.

સ્લોગન :-
યુક્તિયુક્ત બોલ તે છે જે મધુર અને શુભ ભાવના સંપન્ન હોય.