12-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમને ખેવૈયા મળ્યાં છે આ પાર થી પેલી પાર લઈ જવા માટે , તમારા પગ હવે આ જૂની દુનિયા પર નથી , તમારું લંગર ઉઠી ચૂક્યું છે

પ્રશ્ન :-
જાદુગર બાપની વન્ડરફુલ જાદુગરી કઈ છે જે બીજું કોઈ નથી કરી શકતું?

ઉત્તર :-
કોડી તુલ્ય આત્મા ને હીરા તુલ્ય બનાવી દેવી, બાગવાન બનીને કાંટાને ફૂલ બનાવી દેવાં - આ ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) જાદુગરી છે જે એક જાદુગર બાપ જ કરે છે, બીજું કોઈ નહીં. મનુષ્ય પૈસા કમાવવા માટે ફક્ત જાદુગર કહેવાય છે, પરંતુ બાપ જેવા જાદુ નથી કરી શકતાં.

ઓમ શાંતિ!
આખાં સૃષ્ટિ ચક્ર કે ડ્રામામાં બાપ એક જ વખત આવે છે. બીજા કોઈ સતસંગ વગેરેમાં આવું નહીં સમજતાં હશે. ન તે કથા કરવાવાળા બાપ છે, ન તે બાળકો છે. તેઓ તો હકીકતમાં ફોલોઅર્સ (અનુયાયી) પણ નથી. અહીંયા તો તમે બાળકો પણ છો, વિદ્યાર્થી પણ છો અને ફોલોઅર્સ પણ છો. બાપ બાળકો ને સાથે લઈ જશે. બાબા જશે તો પછી બાળકો પણ આ છી-છી દુનિયા થી પોતાની ગુલ-ગુલ દુનિયામાં જઈ ને રાજ્ય કરશે. આ આપ બાળકોની બુદ્ધિ માં આવવું જોઈએ. આ શરીરની અંદર જે રહેવાવાળી આત્મા છે તે ખૂબ ખુશ થાય છે. તમારી આત્મા ખુબ ખુશ હોવી જોઈએ. બેહદનાં બાપ આવેલાં છે જે બધાનાં બાપ છે, આ પણ ફક્ત આપ બાળકોને સમજ છે. બાકી આખી દુનિયામાં તો બધાં બેસમજ જ છે. બાપ બેસી સમજાવે છે રાવણે તમને કેટલાં બેસમજ બનાવી દીધાં છે. બાપ આવીને સમજદાર બનાવે છે. આખાં વિશ્વ પર રાજ્ય કરવા લાયક, એટલાં સમજદાર બનાવે છે. આ સ્ટૂડન્ટ લાઇફ (વિદ્યાર્થી જીવન) પણ એક જ વખત હોય છે, જ્યારે કે ભગવાન આવીને ભણાવે છે. તમારી બુદ્ધિ માં આ છે, બાકી જે પોતાનાં ધંધા-દોરી વગેરેમાં ફસાયેલાં ખૂબ રહે છે, એમને ક્યારેય આ બુદ્ધિ માં આવી ન શકે કે ભગવાન ભણાવે છે. એમને તો પોતાનો ધંધો વગેરે જ યાદ રહે છે. તો આપ બાળકો જ્યારે કે જાણો છો ભગવાન આપણને ભણાવે છે તો કેટલું હર્ષિત રહેવું જોઈએ બીજા તો બધાં છે પાઈ-પૈસા વાળાનાં બાળકો, તમે તો ભગવાનનાં બાળકો બન્યાં છો, તો આપ બાળકોને અથાહ ખુશી રહેવી જોઈએ. કોઈ તો ખૂબ હર્ષિત રહે છે. કોઈ કહે છે બાબા અમારી મુરલી નથી ચાલતી, આ થાય. અરે, મુરલી કોઈ મુશ્કિલ થોડી છે. જેમ ભક્તિમાર્ગમાં સાધુ-સંત વગેરેથી કોઈ પૂછે છે-અમે ઈશ્વર ને કેવી રીતે મળીએ? પરંતુ તેઓ જાણતાં નથી. ફક્ત આંગળી થી ઈશારો કરશે કે ભગવાનને યાદ કરો. બસ, ખુશ થઇ જાય છે. તે કોણ છે-દુનિયામાં કોઈ પણ નથી જાણતું. પોતાનાં બાપને કોઈ પણ નથી જાણતું. આ ડ્રામા જ એવો બનેલો છે, છતાં પણ ભૂલી જશે. એવું નથી કે તમારામાં બધાં બાપ અને રચનાને જાણે છે. ક્યાંક-ક્યાંક તો ચલન એવી ચાલે છે, વાત નહીં પૂછો. તે નશો જ ઊડી જાય છે. હમણાં આપ બાળકોનાં પગ જૂની દુનિયા પર જેમ કે છે જ નહીં. તમે જાણો છો કળયુગી દુનિયા થી હવે પગ ઉઠી ગયો છે, બોટ (નાવ) નું લંગર ઉઠાવેલું છે. હવે આપણે જઈ રહ્યાં છીએ, બાપ આપણને ક્યાં લઈ જશે આ બુદ્ધિમાં છે કારણ કે બાપ ખેવૈયા પણ છે તો બાગવાન પણ છે. કાંટાને ફૂલ બનાવે છે. એમનાં જેવો બાગવાન કોઈ છે નહીં જે કાંટા ને ફૂલ બનાવી દે. આ જાદુગરી કોઈ ઓછી થોડી જ છે. કોડી તુલ્ય આત્માને હીરા તુલ્ય બનાવે છે. આજકાલ જાદુગર ખૂબ નીકળ્યાં છે, આ છે ઠગીઓની દુનિયા. બાપ છે સદ્દગુરુ. કહે પણ છે સદ્દગુરુ અકાળ. ખૂબ ધૂન થી કહે છે. હવે જ્યારે કે પોતે કહે છે સદ્દગુરુ એક છે, સર્વનાં સદ્દગતિ દાતા એક છે, પછી પોતાને ગુરુ કેમ કહેવડાવું જોઈએ? ન તે સમજે છે, ન લોકો કાંઈ સમજે છે. આ જૂની દુનિયામાં રાખ્યું જ શું છે. બાળકોને જ્યારે ખબર હોય છે, બાબા નવું ઘર બનાવી રહ્યાં છે તો એવું કોણ હશે જે નવાં ઘર થી નફરત, જૂનાં ઘર થી પ્રીત રાખશે. બુદ્ધિ માં નવું ઘર જ યાદ રહે છે. તમે બેહદ બાપ નાં બાળકો બન્યાં છો તો તમને સ્મૃતિ રહેવી જોઈએ કે બાપ અમારા માટે નવું વિશ્વ બનાવી રહ્યાં છે. આપણે તે નવાં વર્લ્ડ માં જઈએ છીએ. તે નવાં વર્લ્ડ નાં અનેક નામ છે. સતયુગ, હેવન, પેરેડાઇઝ, વૈકુંઠ વગેરે. તમારી બુદ્ધિ હવે જૂની દુનિયા થી ઉઠી ગઈ છે કારણ કે જૂની દુનિયામાં દુઃખ જ દુઃખ છે. આનું નામ જ છે હેલ, કાંટા નું જંગલ, રૌરવ નર્ક, કંસપુરી. આનો અર્થ પણ કોઈ નથી જાણતું. પથ્થર બુદ્ધિ છે ને. ભારતની જુઓ શું હાલત છે. બાપ કહે છે આ સમયે બધાં પથ્થર બુદ્ધિ છે. સતયુગમાં બધાં છે પારસ બુદ્ધિ, યથા રાજા રાણી તથા પ્રજા. અહીંયા તો છે જ પ્રજા નું પ્રજા પર રાજ્ય એટલે બધાનાં સ્ટેમ્પ બનાવતાં રહે છે.

આપ બાળકોની બુદ્ધિ માં આ યાદ રહેવું જોઈએ. ઊંચેથી ઊંચા છે બાપ. પછી સેકન્ડ નંબર માં ઊંચુ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની તો કોઈ ઊંચાઈ નથી. શંકરની તો પહેરવેશ વગેરે જ કેવી બનાવી દીધી છે. કહી દે છે તે ભાંગ પીતાં, ધતુરો ખાતાં... આ તો ઈન્સલ્ટ (અપમાન) છે ને. આ વાતો હોતી નથી. આ પોતાનાં ધર્મને જ ભૂલેલાં છે. પોતાનાં દેવતાઓનાં માટે શું-શું કહેતા રહે છે, કેટલી બેઇજ્જતી કરે છે! ત્યારે બાપ કહે છે મારી પણ બેઇજ્જતી, શંકર ની, બ્રહ્મા ની પણ બેઇજ્જતી. વિષ્ણુની બેઇજ્જતી નથી થતી. હકીકતમાં ગુપ્ત તેમની પણ કરે છે, કારણ કે વિષ્ણુ જ રાધે-કૃષ્ણ છે. હવે કૃષ્ણ નાનું બાળક તો મહાત્મા થી પણ ઊંચ ગવાય છે. આ (બ્રહ્મા) તો પછી સન્યાસ કરે છે, તે તો નાનો બાળક છે જ પવિત્ર. પાપ વગેરેને જાણતો નથી. તો ઊંચેથી ઊંચા છે શિવબાબા, તો પણ બિચારાઓને ખબર નથી કે પ્રજાપિતા બ્રહ્મા ક્યાં હોવાં જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા ને દેખાડે પણ શરીરધારી છે. અજમેર માં એમનું મંદિર છે. દાઢી મૂંછ આપે છે બ્રહ્માને, શંકર કે વિષ્ણુને નથી આપતાં. તો આ સમજણ ની વાત છે. પ્રજાપિતા બ્રહ્મા સૂક્ષ્મવતન માં કેવી રીતે હશે! એ તો અહીંયા હોવા જોઈએ. આ સમયે બ્રહ્માની કેટલી સંતાન છે? લખેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ આટલાં અસંખ્ય છે તો જરુર પ્રજાપિતા બ્રહ્મા હશે. ચૈતન્ય છે તો જરુર કાંઈ કરતાં હશે. શું પ્રજાપિતા બ્રહ્મા ફક્ત બાળકો જ પેદા કરે છે કે બીજું પણ કાંઈ કરે છે. ભલે આદિ દેવ બ્રહ્મા, આદિ દેવી સરસ્વતી કહે છે પરંતુ તેમનો પાર્ટ શું છે, આ કોઈને પણ ખબર નથી. રચતા છે તો જરુર અહીંયા થઇને ગયા હશે. જરુર બ્રાહ્મણોને શિવબાબાએ એડોપ્ટ કર્યા હશે. નહીં તો બ્રહ્મા ક્યાંથી આવે? આ નવી વાતો છે ને. જ્યાં સુધી બાપ નથી આવ્યાં ત્યાં સુધી કોઈ જાણી નથી શકતું. જેમનો જે પાર્ટ છે તે જ ભજવે છે. બુદ્ધ એ શું પાર્ટ ભજવ્યો, ક્યારે આવ્યાં, શું આવીને કર્યું-કોઈ નથી જાણતું. તમે હવે જાણો છો શું તે ગુરુ છે, શિક્ષક છે, બાપ છે? ના. સદ્દગતિ તો આપી ન શકે. તે તો ફક્ત પોતાનાં ધર્મનાં રચતા થયાં, ગુરુ નહીં. બાપ બાળકોને રચે છે. પછી ભણાવે છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેવ છે. બીજા કોઈને થોડી કહેશો કે તમે ભણાવો. બીજા કોઈની પાસે આ નોલેજ છે જ નહીં. બેહદ નાં બાપ જ જ્ઞાનનાં સાગર છે. તો જરુર જ્ઞાન સંભળાવશે. બાપે જ સ્વર્ગનું રાજ્ય-ભાગ્ય આપ્યું હતું. હમણાં ફરીથી આપી રહ્યાં છે. બાપ કહે છે તમે ફરી થી ૫ હજાર વર્ષ પછી આવીને મળ્યાં છો. બાળકોને અંદર માં ખુશી છે જેમને આખી દુનિયા શોધી રહી છે, એ અમને મળી ગયાં. બાબા કહે છે બાળકો તમે ૫ હજાર વર્ષ નાં પછી ફરીથી આવી ને મળ્યાં છો. બાળકો કહે-હાં બાબા, અમે તમને અનેક વાર મળ્યાં છીએ. ભલે કેટલું પણ કોઈ તમને મારે-પીટે અંદરમાં તો તે ખુશી છે ને. શિવબાબા નાં મળવાની યાદ તો છે ને. યાદ થી જ કેટલાં પાપ કપાય છે. અબળાઓ, બાંધેલીઓનાં તો ખૂબ જ વધારે કપાય છે કારણ કે તે વધારે શિવબાબા ને યાદ કરે છે. અત્યાચાર થાય છે તો બુદ્ધિ શિવબાબા ની તરફ ચાલી જાય છે. શિવબાબા રક્ષા કરો. તો યાદ કરવું સારું છે ને. ભલે રોજ માર ખાઓ, શિવબાબા ને યાદ કરશો, આ તો ભલાઈ છે ને. એવાં માર પર તો બલિહાર જવું જોઈએ. માર પડે છે તો યાદ કરે છે. કહે છે ગંગાજળ મુખમાં હોય, ગંગાનો તટ હોય, ત્યારે પ્રાણ તન થી નીકળે. તમને જ્યારે માર મળે છે, બુદ્ધિમાં અલ્ફ અને બે યાદ હોય. બસ. બાબા કહેવાથી વારસો જરુર યાદ આવશે. એવું કોઈ પણ નહીં હશે, જેમને બાબા કહેવાથી વારસો યાદ ન આવે. બાપની સાથે મિલકત જરુર યાદ આવશે. તમને પણ શિવબાબા ની સાથે વારસો જરુર યાદ આવશે. તે તો તમને વિષ માટે (વિકારનાં માટે) માર આપીને શિવબાબા ની યાદ અપાવે છે. તમે બાપથી વારસો પામો છો, પાપ કપાઈ જાય છે. આ પણ ડ્રામા માં તમારાં માટે ગુપ્ત કલ્યાણ છે. જેમ કહેવાય છે લડાઈ કલ્યાણકારી છે તો આ માર પણ સારો થયો ને.

આજકાલ બાળકોનું પ્રદર્શની મેળાની સર્વિસ પર જોર છે. નવ નિર્માણ પ્રદર્શની ની સાથે-સાથે લખી દો ગેટ વે ટૂ હેવન. બંને અક્ષર હોવાં જોઈએ. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે, એનું એક્ઝિબિશન (પ્રદર્શની) છે તો મનુષ્યને સાંભળીને ખુશી થશે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે, એનાં માટે આ ચિત્ર બનાવ્યાં છે. આવીને જુવો. ગેટ વે ટૂ ન્યુ વર્લ્ડ, આ અક્ષર પણ ઠીક છે. આ જે લડાઇ છે એનાં દ્વારા ગેટસ ખુલે છે. ગીતામાં પણ છે ભગવાન આવ્યાં હતાં, આવીને રાજયોગ શીખવાડ્યો હતો. મનુષ્ય થી દેવતા બનાવ્યા તો જરુર નવી દુનિયા સ્થાપન થઇ હશે. મનુષ્ય કેટલી કોશિશ કરે છે મૂન (ચંદ્ર) માં જવાની. જુએ છે ધરતી જ ધરતી છે. મનુષ્ય કાંઈ પણ જોવામાં નથી આવતાં. એટલું સંભળાવે છે. તેનાથી ફાયદો જ શું! હમણાં તમે રીયલ સાઈલેન્સ (સાચી શાંતિ) માં જાઓ છો ને. અશરીરી બનો છો. એ છે સાઈલેન્સ વર્લ્ડ (શાંતિધામ). તમે મોત ઈચ્છો છો, શરીર છોડી જવા ઈચ્છો છો. બાપને પણ મોત માટે જ બોલાવો છો કે આવીને પોતાની સાથે મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જાઓ. પરંતુ સમજે થોડી છે, પતિત-પાવન આવશે તો જેમ અમે કાળોનાં કાળ ને બોલાવીએ છીએ. હમણાં તમે સમજો છો, બાબા આવેલાં છે, કહે છે ચાલો ઘરે અને આપણે ઘરે જઈએ છીએ. બુદ્ધિ કામ કરે છે ને. અહીંયા ઘણાં બાળક હશે જેમની બુદ્ધિ ધંધા વગેરે તરફ દોડતી હશે. ફલાણા બીમાર છે, શું થયું હશે. અનેક પ્રકારનાં સંકલ્પ આવી જાય છે. બાપ કહે છે તમે અહીંયા બેઠાં છો, આત્માની બુદ્ધિ બાપ અને વારસા તરફ રહે. આત્મા જ યાદ કરે છે ને. સમજો કોઈનો બાળક લન્ડનમાં છે, સમાચાર આવ્યાં બીમાર છે. બસ, બુદ્ધિ ચાલી જશે. પછી જ્ઞાન બુદ્ધિમાં બેસી ન શકે. અહીંયા બેસીને બુદ્ધિમાં તેમની યાદ આવતી રહેશે. કોઇનો પતિ બીમાર થઈ ગયો તો સ્ત્રીનાં અંદર ઉથલ-પાથલ થશે. બુદ્ધિ જાય તો છે ને. તો તમે પણ અહીંયા બેઠાં બધુંજ કરતાં શિવબાબા ને યાદ કરતાં રહો. તો પણ અહો સૌભાગ્ય. જેમ તેઓ પતિને અથવા ગુરુને યાદ કરે છે, તમે બાપ ને યાદ કરો. તમારે પોતાની એક મિનિટ પણ ખોટી ન કરવી જોઈએ. બાપને જેટલું યાદ કરશો તો સર્વિસ કરવામાં પણ બાપ જ યાદ આવશે. બાબાએ કહ્યું છે મારા ભક્તો ને સમજાવો. આ કોણે કહ્યું? શિવબાબાએ. કૃષ્ણનાં ભક્તો ને શું સમજાવશો? તેમને કહો કૃષ્ણ નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. માનશે? ક્રિયેટર (રચયિતા) તો ગોડફાધર (પરમપિતા) છે, કૃષ્ણ થોડી છે. પરમપિતા પરમાત્મા જ જૂની દુનિયાને નવી બનાવી રહ્યાં છે, આ માનશે પણ. નવી થી જૂની, જૂની થી પછી નવી થાય છે. ફક્ત સમય ખૂબ આપી દેવા થી મનુષ્ય ઘોર અંધકાર માં છે. તમારા માટે તો હવે હથેળી પર બહિશ્ત (સ્વર્ગ) છે. બાપ કહે છે હું તમને તે સ્વર્ગનાં માલિક બનાવવાં આવ્યો છું. બનશો? વાહ, કેમ નહીં બનશું! અચ્છા, મને યાદ કરો, પવિત્ર બનો. યાદ થી જ પાપ ભસ્મ થઈ જશે. આપ બાળકો જાણો છો વિકર્મો નો બોજ આત્મા પર છે, ન કે શરીર પર. જો શરીર પર બોજ હોત તો જ્યારે શરીરને બાળે છે તો તેની સાથે પાપ પણ બળી જાય. આત્મા તો છે જ અવિનાશી, તેમાં ફક્ત ખાદ પડે છે. જેને નીકાળવા માટે બાપ એક જ યુક્તિ બતાવે છે કે યાદ કરો. પતિત થી પાવન બનવાની યુક્તિ કેવી સરસ છે. મંદિર બનાવવા વાળા, શિવની પૂજા કરવાવાળા પણ ભક્ત છે ને. પૂજારીને ક્યારેય પૂજ્ય કહી ન શકાય. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેને આખી દુનિયા શોધી રહી છે, એ બાબા આપણને મળી ગયાં - એ જ ખુશી માં રહેવાનું છે. યાદ થી જ પાપ કપાય છે એટલે કોઈ પણ પરિસ્થિતિ માં બાપ અને વારસાને યાદ કરવાનો છે. એક મિનિટ પણ પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો.

2. આ જૂની દુનિયાથી બુદ્ધિનું લંગર ઉઠાવી દેવાનું છે. બાબા આપણાં માટે નવું ઘર બનાવી રહ્યાં છે, આ છે રૌરવ નર્ક, કંસપુરી, આપણે જઈએ છીએ વૈકુંઠપુરી માં. સદા આ સ્મૃતિમાં રહેવાનું છે.

વરદાન :-
હરતાં - ફરતાં ફરિશ્તા સ્વરુપનો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કારમૂર્ત ભવ

જેમ શરુ માં હરતાં-ફરતાં બ્રહ્મા લોપ થઈને શ્રી કૃષ્ણ દેખાતાં હતાં. એ જ સાક્ષાત્કારે બધુંજ છોડાવી દીધું. એવાં સાક્ષાત્કાર દ્વારા હમણાં પણ સેવા થાય. જ્યારે સાક્ષાત્કાર થી પ્રાપ્તિ થશે તો બન્યાં વગર રહી નહી શકશે એટલે હરતાં-ફરતાં ફરિશ્તા સ્વરુપનો સાક્ષાત્કાર કરાવો. ભાષણ વાળા ઘણાં છે પરંતુ તમે ભાસના આપવાવાળા બનો - ત્યારે સમજશે આ અલ્લાહ લોકો છે.

સ્લોગન :-
સદા રુહાની મોજ નો અનુભવ કરતાં રહો તો ક્યારેય પણ મૂંઝાશો નહીં.