12-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - આ સમયે વૃદ્ધો , બાળકો , જુવાન બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે , કારણ કે બધાએ વાણી થી પરે મુક્તિધામ જવાનું છે , તમે એમને ઘર નો રસ્તો બતાવો

પ્રશ્ન :-
બાપની શ્રીમત દરેક બાળકો પ્રતિ અલગ-અલગ છે, એક જેવી નથી-કેમ?

ઉત્તર :-
કારણ કે બાપ દરેક બાળકની નસ જોઈ, સંજોગો જોઈ શ્રીમત આપે છે. સમજો કોઈ નિર્બંધન છે. વૃદ્ધ છે કે કુમારી છે, સર્વિસ (સેવા) નાં લાયક છે તો બાબા સલાહ આપશે આ સેવા માં પૂરાં લાગી જાઓ. બાકી બધાં ને તો અહીં નહીં બેસાડી દે. જેનાં પ્રતિ બાપની જે શ્રીમત મળે છે એમાં કલ્યાણ છે. જેમ મમ્મા-બાબા, શિવબાબા થી વારસો લે છે એમ ફોલો કરી (અનુસરીને) એમનાં જેવી સર્વિસ કરી વારસો લેવાનો છે.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા..

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. શિવ ને ભોળાનાથ કહેવાય છે. અને આ જે ડમરું વગાડે છે એમને શંકર કહી દે છે. અહીં કેટલાં આશ્રમ છે, જ્યાં વેદ, શાસ્ત્ર, ઉપનિષદ વગેરે સંભળાવે છે, એ પણ જેમકે ડમરું વગાડે છે. કેટલાં આશ્રમ છે જ્યાં મનુષ્ય જઈને રહે પણ છે. પરંતુ મુખ્ય લક્ષ કાંઈ પણ છે નહીં. સમજે છે ગુરુ લોકો અમને વાણી થી પરે શાંતિધામ લઈ જશે. એ વિચાર થી જઈને રહે છે કે અહીં જ પ્રાણ ત્યાગીએ, પરતું પાછું તો કોઈ પણ જઈ નથી શકતું. તે લોકો તો પોત-પોતાની ભક્તિ વગેરે શિખવાડે છે. અહીં તો બાળકો જાણે છે સાચ્ચો-સાચ્ચો આ વાનપ્રસ્થ છે. બાળકો, વૃદ્ધ, જુવાન બધાં વાનપ્રસ્થી છે. બાકી મુક્તિધામ માં જવાં માટે પુરુષાર્થ કરાવી રહ્યાં છે. એવું બીજું કોઈ નહીં હોય જે સદ્દગતિ અથવા વાણી થી પરે જવાનો રસ્તો બતાવે. ગતિ સદ્દગતિ દાતા એક જ છે. બાપ એવું નથી કહેતાં કે ગૃહસ્થ વ્યવહાર ને છોડીને અહીં બેસી જાઓ. હા, જે સર્વિસ લાયક છે એમને રાખી શકે છે. બીજાઓને પણ વાનપ્રસ્થ નો રસ્તો બતાવવાનો છે કારણ કે હમણાં બધાંનો વાણીથી પરે જવાનો સમય છે. વાનપ્રસ્થ અથવા મુક્તિધામ માં લઈ જવાવાળા એક જ બાપ છે. એ બાપ ની પાસે તમે બેઠાં છો. તે લોકો ભલે વાનપ્રસ્થ લે છે પરંતુ પાછા તો કોઈ પણ જઈ નથી શકતાં. વાનપ્રસ્થ માં લઈ જવાવાળા એક બાપ છે તે જ સારી મત આપશે. કોઈ કહે બાબા અમે ઘરબાર લઈ અહીંયા આવીને બેસીએ (રહીએ). ના, જોવાનું હોય છે આ સર્વિસ લાયક છે કે નહીં. કોઈ બંધન મુક્ત છે, વૃધ્ધ છે, સેવાધારી છે તો એમને શ્રીમત અપાય છે. જેમ બાળકો કહે છે સેમિનાર (ચર્ચાસત્ર) કરો તો સર્વિસ ની યુક્તિઓ શિખીએ. કન્યાઓ ની સાથે-સાથે માતાઓ, પુરુષ પણ શિખતા જશે. સેમિનાર તો આ છે ને. બાબા રોજ શિક્ષા આપતાં રહે છે, કેવી રીતે કોઈને સમજાવવાનું છે. સલાહ આપતાં રહે છે, પહેલાં તો એક જ વાત સમજાવો. પરમપિતા પરમાત્મા જેને યાદ કરો છો તે તમારા શું લાગે છે. જો બાપ છે તો બાપ થી તો વારસો મળવો જોઈએ. તમે તો બાપ ને જાણતાં નથી. કહી દો છો બધામાં ભગવાન છે. કણ-કણ માં ભગવાન છે પછી તમારો શું હાલ થશે! હમણાં આપ બાળકો જાણો છો અમે બાબા ની સમ્મુખ બેઠાં છીએ. બાબા અમને લાયક બનાવીને, કાંટા થી ફૂલ બનાવીને સાથે લઈ જશે બીજા તો બધાં જંગલ નો જ રસ્તો બતાવે છે. બાપ તો કેટલો સહજ રસ્તો બતાવે છે. સેકન્ડમાં જીવનમુક્તિ ગવાયેલી છે. તે કોઈ ખોટું થોડી છે. બાબા કહ્યું એટલે તમે જીવનમુક્ત થઈ ગયાં. બાબા પહેલાં-પહેલાં પોતાનાં ઘરે લઈ જાય છે. તમે બધાં પોતાનાં ઘર ને ભૂલેલાં છો ને. કહે છે ગોડફાધર (પરમપિતા પરમાત્મા) બધાં મેસેન્જર્સ (સંદેશવાહક) ને મોકલી દે છે - ધર્મ સ્થાપન કરવા, પછી સર્વવ્યાપી કેમ કહે છે? ઉપર થી મોકલી દે છે ને. બોલે એક છે પછી માનતાં નથી. બાપ ધર્મ સ્થાપન અર્થ મોકલી દે છે તો એમની સંસ્થા પણ એમનાં પાછળ આવવા લાગશે. પહેલાં-પહેલાં છે દેવી-દેવતાઓની સંસ્થા. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા લક્ષ્મી-નારાયણ આવશે પોતાની પ્રજા સહિત, બીજાં કોઈ પ્રજા સહિત નથી આવતાં. તે એક આવશે, પછી બીજો, ત્રીજો આવશે. અહીંયા તમે બધાં તૈયાર થઈ રહ્યાં છો બાપ થી વારસો લેવાં. આ સ્કૂલ છે. ઘર માં રહેતાં એક ઘડી, અડધી ધડીઅડધા ની પણ અડધી. એક સેકન્ડમાં તમને ફક્ત બતાવીએ છીએ - પરમપિતા પરમાત્મા થી તમારો શું સંબંધ છે. મુખ થી કહે પણ છે પરમપિતા એ તો બધાનાં બાપ, ક્રિયેટર (રચયિતા) છે તો પણ બાપ ન સમજે તો શું કહેશે! બાપ સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર સ્વર્ગ ની બાદશાહી આપશે. ભારત ને (વારસો) આપેલો છે ને. નર થી નારાયણ બનાવવા વાળો રાજ્યોગ પ્રસિધ્ધ છે. આ સત્ય-નારાયણ ની કથા પણ છે. અમરકથા પણ છે, તીજરી ની અર્થાત્ ત્રીજું નેત્ર મળવાની કથા પણ છે. આપ બાળકો જાણો છો બાબા આપણને વારસો આપી રહ્યાં છે. બાપ શ્રીમત આપે છે. એમની મત થી જરુર કલ્યાણ જ થશે. બાબા દરેકની નસ જુએ છે. એમને કોઈ બંધન નથી. સર્વિસ પણ કરી શકે છે. બાપ લાયક જોઈને પછી ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે. સંજોગો જોઈને કહેવાય છે - તમે અહીં રહી શકો છો, સર્વિસ પણ કરતાં રહો. જ્યાં-જ્યાં જરુર પડશે, પ્રદર્શની માં તો ઘણાંની જરુર પડે છે. વૃધ્ધ પણ જોઈએ, કન્યાઓ પણ જોઈએ. બધાંને શિક્ષા મળતી રહે છે. આ છે ભણતર. ભગવાનુવાચ, ભગવાન કહેવાય છે નિરાકાર ને. આપ આત્માઓ એમનાં બાળકો છો. કહો છો ઓ ગોડફાધર તો એમને પછી સર્વવ્યાપી થોડી કહેશો. લૌકિક બાપ સર્વવ્યાપી છે શું! નહીં, તમે ફાધર કહો છો અને ગાઓ પણ છો પતિત-પાવન બાપ છે તો જરુર અહીં આવીને પાવન બનાવશે. આપ બાળકો જાણો છો પતિત થી પાવન બની રહ્યાં છો.

બાપ કહે છે મારા ૫ હજાર વર્ષ પછી ફરીથી આવીને મળેલાં બાળકો. તમે ફરીથી વારસો લેવા આવ્યાં છો. જાણો છો રાજધાની સ્થાપન થઈ રહી છે. જેમ મમ્મા-બાબા શિવબાબા થી વારસો લે છે, અમે પણ એમનાંથી લઈએ છીએ, ફોલો કરો. મમ્મા બાબા જેવી સર્વિસ પણ કરો. મમ્મા-બાબા નર થી નારાયણ બનાવવાની કથા સંભળાવે છે. અમે પછી ઓછું કેમ સાંભળીએ. જાણો છો તે જ સૂર્યવંશી પછી ચંદ્રવંશી પણ બનશે. પહેલાં તો સૂર્યવંશી માં જવું પડશે ને. સમજણ તો છે ને. વગર સમજણ સ્કૂલમાં કોઈ બેસી ન શકે. બાબા શ્રીમત આપે છે. આપણે જાણીએ છીએ કે આમનામાં તો બાબાની પ્રવેશતા છે. નહીં તો પ્રજાપિતા ક્યાંથી આવ્યાં. બ્રહ્મા તો સૂક્ષ્મ વતનવાસી છે. પ્રજાપિતા તો અહીં જોઈએ ને. બાપ કહે છે બ્રહ્મા દ્વારા હું સ્થાપના કરું છું. કોની? બ્રાહ્મણો ની. આ બ્રહમા માં પ્રવેશ કરું છું. આપ આત્માઓ પણ શરીરમાં પ્રવેશ કરો છો ને. મને કહે છે જ્ઞાન નાં સાગર. તો હું નિરાકાર જ્ઞાન કેવી રીતે સંભળાવું. કૃષ્ણ ને તો જ્ઞાન નાં સાગર ન કહેવાય. કૃષ્ણની આત્મા અનેક જન્મો નાં અંતમાં જ્ઞાન લઈને પછી કૃષ્ણ બની છે, હમણાં નથી. તમે જાણો છો ભગવાન દ્વારા રાજયોગ શિખી દેવી-દેવતા સ્વર્ગ નાં માલિક બન્યાં છે. બાપ કહે છે કલ્પ-કલ્પ તમને રાજયોગ શિખવાડું છું. ભણતર થી રાજાઈ મળે છે. તમે રાજાઓનાં રાજા બનશો. તમારું મુખ્ય લક્ષ જ આ છે. તમે આવ્યાં છો ફરીથી સૂર્યવંશી દેવી-દેવતા બનવાં. એક દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. હમણાં તો અનેકાનેક ધર્મ છે. અનેક ગુરુ છે. તે બધાં ખલાસ થઈ જશે. આ બધાં ગુરુઓનાં ગુરુ સદ્દગતિ દાતા એક બાપ છે. સાધુ લોકોની પણ સદ્દગતિ કરવા આવ્યો છું. આગળ ચાલી તે પણ તમારા આગળ નમશે, કલ્પ પહેલાં માફક.

આપ બાળકોની બુદ્ધિ માં ડ્રામા નું પૂરું રહસ્ય છે. જાણો છો સૂક્ષ્મ વતન માં છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ પછી છે પ્રજાપિતા. કહે છે બ્રહ્મા નાં વૃદ્ધ તન માં પ્રવેશ કરું છું. એમને પણ કહે છે હે બાળકો, તમે બધાં બ્રાહ્મણ છો તમારા પર કળશ રાખું છું. તમે આટલાં જન્મ લીધાં છે. આ સમયે છે જ રૌરવ નર્ક, બાકી તો કોઈ નદી નથી જેને નર્ક કહેવાય. ગરુડ પુરાણ માં તો ઘણી વાતો લખી દીધી છે. હમણાં બાબા બાળકોને બેસી સમજાવે છે. આ પણ તો ભણેલાં છે ને. તો હમણાં ભોળાનાથ બાપ તમને ભોળા બાળકોને સમજાવે છે. ગરીબ ભોળા બાળકોને પછી ઊંચા માં ઊંચા સાહૂકાર બનાવે છે. તમે જાણો છો સૂર્યવંશી માલિક બને છે. પછી ધીરે-ધીરે ઉતરતાં-ઉતરતાં શું થઈ ગયાં છે. કેવો વન્ડરફુલ (અદ્દભુત) ખેલ છે. સ્વર્ગ માં કેટલાં માલામાલ હતાં. હમણાં પણ રાજાઓનાં ખૂબજ મોટાં-મોટાં મહેલ છે. જયપુર માં પણ છે. હમણાં જ એવાં-એવાં મહેલ છે તો આગળ વાળા ખબર નહીં કેવાં હશે. ગવર્મેન્ટ હાઉસ એવાં નથી બનતાં. રાજાઓનાં મહેલ બનાવવાનો ભપકો જ અલગ છે. અચ્છા, પછી સ્વર્ગ નું મોડલ જોવું હોય તો જાઓ અજમેર માં. એક મોડલ બનાવવામાં પણ મહેનત સારી કરી છે. જોવાથી તમને કેટલી ખુશી થશે. અહીં તો બાબા ઝટ સાક્ષાત્કાર કરાવી દે છે. જે દિવ્ય દૃષ્ટિ થી જુએ છે તે પછી તમારે પ્રેક્ટિકલ (હકીકત) માં જોવાનું છે. ભક્તિમાર્ગ માં ભક્તો ને ભલે સાક્ષાત્કાર થાય છે પરતું તેઓ કોઈ વૈકુંઠ નાં માલિક થોડી બન્યાં. તમે તો ખરેખર માલિક બનો છો. હમણાં તો છે જ નર્ક. એક બે ને કાપતાં, લડતાં રહે છે. બાળકો બાપ નું, ભાઈ નું પણ ખૂન કરવામાં વાર નથી કરતાં. સતયુગ માં લડાઈ વગેરેની તો કાંઈ વાત જ નથી. હમણાંની કમાણી થી તમે ૨૧ જન્મો માટે પદ મેળવો છો. તો કેટલી ખુશી થવી જોઈએ. પહેલી વાત છે જો બાપ નો પરિચય અને બાપ ની બાયોગ્રાફી (જીવનકહાની) ને ન જાણે તો બાકી બાબા કહેવાથી ફાયદો જ શું, આટલાં દાન-પુણ્ય કરવાથી તો ભારત નો આ હાલ થઈ ગયો છે. પરતું આ સમજતું કોઈ નથી. કહે છે ભક્તિ પછી ભગવાન મળશે. પરતું ક્યારે અને કોને મળશે! ભક્તિ તો બધાં કરે છે પરંતુ બધાંને રાજાઈ તો નહીં મળે. કેટલી ગુંજાઈશ (જરુર) છે સમજવાની. તમે કોઈને પણ કહી શકો છો, આ શાસ્ત્ર વગેરે બધું ભૂલો, જીવતે જીવ મરો. બ્રહ્મ તત્વ છે. એનાંથી વારસો તો નથી મળી શકતો. વારસો તો બાપ થી જ મળે છે. કલ્પ-કલ્પ આપણે લઈએ છીએ. કોઈ નવી વાત નથી. હમણાં નાટક પૂરું થવાનું છે. આપણે શરીર છોડી પાછાં ઘરે જવાનું છે. જેટલું યાદ કરશો તો અંત મતિ સો ગતિ થશે. આને કયામત નો (અંતિમ હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનો) સમય કહેવાય છે. પાપ આત્માઓ નો હિસાબ-કિતાબ ચૂક્તું થવાનો છે. હવે પુણ્ય આત્મા બનવાનું છે યોગબળ થી. ભંભોર ને આગ લાગશે. આત્માઓ ચાલ્યાં જશે પાછાં. એક ધર્મની સ્થાપના થાય છે તો અનેક ધર્મ જરુર પાછાં ચાલ્યાં જશે. શરીર થોડી સાથે લઈ જશે.

કોઈ કહે મોક્ષ મળે. પરંતુ આ થઈ કેવી રીતે શકે, જ્યારે બન્યો-બનેલો ડ્રામા (પૂર્વ નિર્ધારિત ખેલ) છે, જે સદૈવ ચાલતો જ રહે છે. એનો અંત ક્યારેય થતો નથી. અનાદિ ચક્ર કેવી રીતે ફરે છે તે હમણાં બાપ રહસ્ય સમજાવે છે. આ બધી વાતો સમજવી પડે. જ્યારે વધારે સમજવા લાગશો પછી વૃદ્ધિ થવા લાગશે. આ તમારો ખૂબજ ઊંચો ધર્મ છે, આને ચકલીઓ ખાઈ જાય છે બીજાં ધર્મો ને ચકલી નથી ખાતી. આપ બાળકોએ આ દુનિયામાં કોઈ શોખ ન રાખવો જોઈએ - આ કબ્રિસ્તાન છે. જૂની દુનિયાથી શું લગાવ રાખવાનો છે. અમેરિકામાં જે સેન્સિબલ (સમજદાર) છે તેઓ સમજે છે કે કોઈ પ્રેરક છે. મોત સામે છે. વિનાશ તો થવાનો જ છે. બધાનું દિલ તો ખાતું જ રહે છે. ડ્રામા નું ભાવિ આવું બનેલું છે. શિવબાબા તો દાતા છે, એમને કોઈ આસક્તિ નથી. નિરાકાર છે. આ બધુંજ બાળકોનું છે. નવી દુનિયા પણ બાળકોની છે. વિશ્વ ની બાદશાહી આપણે સ્થાપન કરી રહ્યાં છીએ, આપણે જ રાજ્ય કરીશું. બાબા કેટલાં નિષ્કામી છે. તમે બાબા ને યાદ કરશો ત્યારે તમારી બુદ્ધિ નું તાળું ખુલશે. તમે ડબલ ફેલેન્થ્રોફિસ્ટ (મહાદાની) છો. તન-મન-ધન આપો છો, અવિનાશી જ્ઞાન રતન પણ આપો છો. શિવબાબા ને તમે શું આપો છો? કરણીઘોર ને આપે છે ને. ઈશ્વર સમર્પણમ્, ઈશ્વર ભૂખ્યાં છે શું? અથવા કૃષ્ણ અર્પણમ્ કરે છે. બંને ને ભિખારી બનાવી દીધાં છે. એ તો દાતા છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જૂની દુનિયાની કોઈ પણ વસ્તુ માં લગાવ નથી રાખવાનો. આ દુનિયામાં કોઈ પણ વાત નો શોખ નથી રાખવાનો કારણ કે આ કબ્રિસ્તાન થવાની છે.

2. હવે નાટક પૂરું થાય છે, હિસાબ-કિતાબ ચૂક્તું કરી ઘરે જવાનું છે એટલે યોગબળ દ્વારા પાપો થી મુક્ત થઈ પુણ્ય આત્મા બનવાનું છે. ડબલ દાની બનવાનું છે.

વરદાન :-
ખુશી નાં ખોરાક દ્વારા મન અને બુદ્ધિ ને શક્તિશાળી બનાવવા વાળા અચળ - અડોલ ભવ

વાહ બાબા વાહ અને વાહ મારું ભાગ્ય વાહ સદા આ જ ખુશી નાં ગીત ગાતાં રહો. ખુશી સૌથી મોટો ખોરાક છે, ખુશી જેવો બીજો કોઈ ખોરાક નથી. જે રોજ ખુશી નો ખોરાક ખાય છે તે સદા તંદુરસ્ત રહે છે. ક્યારેય કમજોર નથી થતાં, એટલે ખુશી નાં ખોરાક દ્વારા મન અને બુદ્ધિ ને શક્તિશાળી બનાવો તો સ્થિતિ શક્તિશાળી રહેશે. એવી શક્તિશાળી સ્થિતિવાળા સદા અચળ-અડોળ રહેશે.

સ્લોગન :-
મન અને બુદ્ધિ ને અનુભવ ની સીટ (સ્થિતિ) પર સેટ (સ્થિત) કરી દો તો ક્યારેય અપસેટ (નિરાશ) નહીં થાઓ.