12-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  03.04.91    બાપદાદા મધુબન


સર્વ હદો થી નીકળી બેહદ નાં વૈરાગી બનો
 


આજે કલ્પ પછી ફરીથી મિલન મનાવવા બધાં બાળકો પોતાનાં સાકારી સ્વીટ હોમ (ઘર) મધુબન માં પહોંચી ગયાં છે. સાકારી વતન નું સ્વીટ હોમ મધુબન જ છે. જ્યાં બાપ અને બાળકો નો રુહાની મેળો લાગે છે. મિલન મેળો થાય છે. તો બધાં બાળકો મિલન મેળા માં આવેલાં છો. આ બાપ અને બાળકો નો મિલન મેળો ફક્ત આ સંગમયુગ પર અને મધુબન માં જ થાય છે એટલે બધાં ભાગીને મધુબન માં પહોંચ્યા છો. મધુબન બાપદાદા નું સાકાર રુપ માં પણ મિલન કરાવે અને સાથે-સાથે સહજ યાદ દ્વારા અવ્યક્ત મિલન પણ કરાવે છે, કારણ કે મધુબન ધરણી (ધરતી) ને રુહાની મિલન ની, સાકાર રુપ માં મિલન ની અનુભૂતિ નું વરદાન મળેલું છે. વરદાની ધરણી હોવાનાં કારણે મિલન નો અનુભવ સહજ કરો છો. બીજાં કોઈ પણ સ્થાન પર જ્ઞાન સાગર અને જ્ઞાન નદીઓ નો મિલન મેળો નથી થતો. સાગર અને નદીઓનાં મિલન મેળા નું આ એક જ સ્થાન છે. એવી મહાન વરદાની ધરણી પર આવ્યાં છો - એવું સમજો છો?

તપસ્યા વર્ષ માં વિશેષ આ કલ્પ માં પહેલીવાર મળવાવાળા બાળકો ને સોનેરી તક મળી છે. કેટલાં લકી (ભાગ્યવાન) છો! તપસ્યા નાં આદિ માં જ નવાં બાળકો ને એક્સ્ટ્રા (વધારે) બળ મળ્યું છે. તો આદિ માં જ આ એક્સ્ટ્રા બળ આગળ નાં માટે, આગળ વધવા માટે સહયોગી બનશે એટલે નવાં બાળકો ને ડ્રામાએ પણ આગળ વધવાનો સહયોગ આપ્યો તેથી આ ઠપકો નહીં આપી શકે કે અમે તો પછીથી આવ્યાં છીએ. ના, તપસ્યા વર્ષ ને પણ વરદાન મળેલું છે. તપસ્યા વર્ષમાં વરદાની ભૂમિ પર આવવાનો અધિકાર મળ્યો છે, તક મળી છે. આ એક્સ્ટ્રા ભાગ્ય ઓછું નથી! આ વર્ષનું, મધુબન ધરણી નું અને પોતાનાં પુરુષાર્થ નું - ત્રણેય વરદાન વિશેષ આપ નવાં બાળકોને મળેલાં છે. તો કેટલાં લકી થયાં! આટલાં અવિનાશી ભાગ્ય નો નશો સાથે રાખજો. ફક્ત અહીં સુધી નશો ન રહે, પરતું અવિનાશી બાપ છે, અવિનાશી આપ શ્રેષ્ઠ આત્માઓ છો, તો ભાગ્ય પણ અવિનાશી છે. અવિનાશી ભાગ્ય ને અવિનાશી રાખજો. આ ફકત સહજ અટેન્શન (ધ્યાન) આપવાની વાત છે. ટેન્શન (ચિંતા) વાળું અટેન્શન નહીં. સહજ અટેન્શન હોય, બાકી મુશ્કેલ છે પણ શું? મારા બાબા જાણી લીધું, માની લીધું. તો જે જાણી લીધું, માની લીધું, અનુભવ કરી લીધો, અધિકાર પ્રાપ્ત થઈ ગયો પછી મુશ્કેલ શું છે? ફક્ત એક જ મારા બાબા - આ અનુભવ થતો રહે. આ જ પૂરું જ્ઞાન છે.

એક બાબા શબ્દ માં બધું આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સમાયેલું છે કારણ કે બીજ છે ને. બીજ માં તો આખું ઝાડ સમાયેલું હોય છે ને. વિસ્તાર ભૂલી શકાય છે પરંતુ સાર એક બાબા શબ્દ - આ યાદ રહેવું મુશ્કેલ નથી. સદા સહજ છે ને! ક્યારેક સહજ, ક્યારેક મુશ્કેલ નથી. સદા બાબા મારા છે, કે ક્યારેક-ક્યારેક મારા છે? જ્યારે સદા બાબા મારા છે તો યાદ પણ સદા સહજ છે. કોઈ મુશ્કેલ વાત નથી. ભગવાને કહ્યું તમે મારા અને તમે કહ્યું તમે મારા. પછી શું મુશ્કેલ છે? તેથી વિશેષ નવાં બાળકો વધારે આગળ વધો. હમણાં પણ આગળ વધવાની તક છે. હજી ફાઈનલ (અંતિમ) સમાપ્તિ નું બિગુલ નથી વાગ્યું. તેથી ઉડો અને બીજાઓને પણ ઉડાવતાં ચાલો. આની વિધિ છે વેસ્ટ અર્થાત્ વ્યર્થ ને બચાવો. બચત નું ખાતું, જમા નું ખાતું વધારતાં ચાલો કારણ કે ૬૩ જન્મ થી બચત નથી કરી પરંતુ ગુમાવ્યું છે. બધાં ખાતાઓ વ્યર્થ ગુમાવીને ખતમ કરી દીધાં છે. શ્વાસ નો ખજાનો પણ ગુમાવ્યો, સંકલ્પ નો ખજાનો પણ ગુમાવ્યો, સમય નો ખજાનો પણ ગુમાવ્યો, ગુણો નો ખજાનો પણ ગુમાવ્યો, શક્તિઓનો ખજાનો પણ ગુમાવ્યો, જ્ઞાન નો ખજાનો પણ ગુમાવ્યો. કેટલાં ખાતા ખાલી થઈ ગયાં! હવે આ બધાં ખાતાઓ ને જમા કરવાનાં છે. જમા થવાનો સમય પણ હમણાં છે અને જમા કરવાની વિધિ પણ બાપ દ્વારા સહજ મળી રહી છે. વિનાશી ખજાના ખર્ચ કરવાથી ઓછા થાય છે, ખૂટે છે અને આ બધાં ખજાના જેટલાં સ્વ પ્રતિ, બીજા બધાં પ્રતિ શુભ વૃત્તિ થી કાર્ય માં લગાવશો, એટલાં જમા થતાં જશે, વધતાં જશે. અહીં ખજાના ને કાર્ય માં લગાવવાં, આ જમા ની વિધિ છે. ત્યાં રાખવા જમા કરવાની વિધિ છે અને અહીં લગાવવા જમા કરવાની વિધિ છે. ફરક છે. સમય ને સ્વયં પ્રતિ અથવા બીજાઓ પ્રતિ શુભ કાર્ય માં લગાવો તો જમા થતો જશે. જ્ઞાન ને કાર્ય માં લગાવો. એવી રીતે ગુણો ને, શક્તિઓ ને જેટલાં લગાવશો એટલાં વધશે. એવું નહીં વિચારતાં - જેમ તેઓ લોકર માં રાખી દે છે અને સમજે છે બહુ જમા છે, એમ તમે પણ વિચારો મારી બુદ્ધિ માં જ્ઞાન ખૂબ છે, ગુણ પણ મારામાં બહુ છે, શક્તિઓ પણ ખૂબજ છે. લોકપ (બંધ) કરીને નહીં રાખો, યુઝ (ઉપયોગ) કરો. સમજ્યાં. જમા કરવાની વિધિ શું છે? કાર્ય માં લગાવવું. સ્વ પ્રતિ પણ યુઝ કરો, નહીં તો લૂઝ થઈ જશો. ઘણાં બાળકો કહે છે કે સર્વ ખજાનાઓ મારા અંદર બહુજ સમાયેલાં છે. પરંતુ સમાયેલા ની નિશાની શું છે? સમાયેલાં છે અર્થાત્ જમા છે. તો એની નિશાની છે - સ્વ પ્રતિ અથવા બીજાનાં પ્રતિ સમય પર કામ માં આવે. કામમાં આવે જ નહીં અને કહે બહુજ જમા છે, બહુજ જમા છે. તો આને યથાર્થ જમા ની વિધિ નહીં કહેવાશે એટલે જો યથાર્થ વિધિ નહીં હોય તો સમય પર સંપૂર્ણતા ની સિદ્ધિ નહીં મળે. દગો મળી જશે. સિદ્ધિ નહીં મળે.

ગુણો ને, શક્તિઓ ને કાર્યમાં લગાવો તો વધતાં જશે. તો બચત ની વિધિ, જમા કરવાની વિધિ અપનાવો. પછી વ્યર્થ નું ખાતું સ્વતઃ જ પરિવર્તન થઈ સફળ થઈ જશે. જેમ ભક્તિમાર્ગ માં આ નિયમ છે કે જેટલું પણ તમારી પાસે સ્થૂળ ધન છે તો તેનાં માટે કહે છે - દાન કરો, સફળ કરો તો વધતું જશે. સફળ કરવા માટે કેટલો ઉમંગ-ઉત્સાહ વધારે છે, ભક્તિ માં પણ. તો તમે પણ તપસ્યા વર્ષ માં ફક્ત એ ચેક નહીં કરો કે વ્યર્થ કેટલું ગુમાવ્યું? વ્યર્થ ગુમાવ્યું, તે અલગ વાત છે. પરંતુ એ ચેક કરો કે સફળ કેટલું કર્યુ? જે બધાં ખજાના સંભળાવ્યાં. ગુણ પણ છે બાપ ની દેણ. મારો આ ગુણ છે, મારી શક્તિ છે - આ સપના માં પણ ભૂલ નહીં કરતાં. આ બાપ ની દેણ છે તો પ્રભુ દેણ, પરમાત્મ દેણ ને મારી માનવી - આ મહાપાપ છે. ઘણીવાર ઘણાં બાળકો સાધારણ ભાષા માં વિચારે પણ છે અને બોલે પણ છે કે મારા આ ગુણ ને યુઝ નથી કરાતાં, મારા માં આ શક્તિ છે, મારી બુદ્ધિ ખુબ સારી છે, આને યુઝ નથી કરાતી. મારી ક્યાંથી આવી? મારી કહ્યું અને મેલી થઈ. ભક્તિ માં પણ આ શિક્ષા ૬૩ જન્મો થી આપતાં રહ્યાં છે કે મારું નહીં માનો, તારું માનો. પરંતુ તો પણ માન્યું નહીં. તો જ્ઞાન માર્ગ માં પણ કહેવું તારું અને માનવું મારું - આ ઠગી અહીં નથી ચાલતી, તેથી પ્રભુ પ્રસાદ ને પોતાનો માનવો - આ અભિમાન અને અપમાન કરવું છે. બાબા - બાબા શબ્દ ક્યાંય પણ ભૂલો નહીં. બાબાએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે, બાબા નું કાર્ય છે, બાબા નું સેન્ટર (સેવાકેન્દ્ર) છે, બાબા ની બધી વસ્તુઓ છે. એવું નહીં સમજો - મારું સેન્ટર છે, અમે બનાવ્યું છે, અમારો અધિકાર છે. અમારો શબ્દ ક્યાંથી આવ્યો? તમારું છે શું? ગઠરી સંભાળીને રાખી છે શું? ઘણાં બાળકો એવો નશો દેખાડે છે - અમે સેન્ટર નું મકાન બનાવ્યું છે તો અમારો અધિકાર છે. પરતું બનાવ્યું કોનું સેન્ટર? બાબા નું સેન્ટર છે ને! તો જ્યારે બાબા ને અર્પણ કરી દીધું તો પછી તમારું ક્યાંથી આવ્યું? મારું ક્યાંથી આવ્યું? જ્યારે બુદ્ધિ બદલાય છે તો કહે છે - મારું છે. મારા-મારાએ જ મેલું કર્યુ ફરી મેલું થવું છે? જ્યારે બ્રાહ્મણ બન્યાં તો બ્રાહ્મણ જીવન નો બાપ થી પહેલો વાયદો કયો છે? નવાઓએ વાયદો કર્યો છે, કે જૂનાઓએ કર્યો છે? નવાં પણ હમણાં તો જૂનાં થઈને આવ્યાં છો ને? નિશ્ચયબુદ્ધિ નું ફોર્મ ભરીને આવ્યાં છો ને? તો બધાંનો પહેલો-પહેલો વાયદો છે - તન મન-ધન અને બુધ્ધિ બધું તારું. આ વાયદો બધાએ કર્યો છે?

હમણાં વાયદો કરવાનાં છો તો હાથ ઉઠાવો. જે સમજે છે કે આઈવેલ (કટોકટી નાં સમય) માટે કાંઈક તો રાખવું પડશે. બધુંજ બાપ ને કેવી રીતે આપી દઈએ? થોડો તો કિનારો રાખવો પડશે. જે સમજે છે કે આ સમજદારી નું કામ છે, તે હાથ ઉઠાવો. થોડું કિનારે રાખ્યું છે? જોજો, પછી એમ નહીં કહેતાં કે અમને કોણે જોયાં? આટલી ભીડ માં કોણે જોયાં? બાપ પાસે તો ટી.વી. બહુજ ક્લિયર છે. એનાંથી છુપાઈ નહીં શકો, એટલે વિચારી, સમજીને થોડું રાખવું હોય, ભલે રાખો. પાંડવ શું સમજો છો? થોડું રાખવું જોઈએ? સારી રીતે વિચારો. જેમને રાખવું છે તે હમણાં હાથ ઉઠાવી લે, બચી જશે. નહીં તો આ સમય, આ સભા, આ તમારી ગરદન હલાવવી - આ બધું દેખાશે. ક્યારેય પણ મારાપણું નહીં રાખો. બાપ કહ્યું અને પાપ ગયું. બાપ નથી કહેતાં તો પાપ થઈ જાય છે. પાપ નાં વશ થવાથી, પછી બુદ્ધિ કામ નથી કરતી. કેટલું પણ સમજાવો, કહેશે નહીં, આ તો સાચ્ચું છે. આ તો થવાનું જ છે. આ તો કરવાનું જ છે. બાપ ને પણ રહેમ આવે છે કારણ કે એ સમયે પાપ નાં વશ હોય છે. બાપ ભૂલાઈ જાય છે તો પાપ આવી જાય છે. અને પાપ નાં વશ હોવાનાં કારણે જે બોલે છે, જે કરે છે તે સ્વયં પણ નથી સમજતાં કે અમે શું કરી રહ્યાં છીએ, કારણ કે પરવશ હોય છે. તો સદા જ્ઞાન નાં હોશ માં રહો. પાપ નાં જોશ માં નહી આવો. વચ્ચે-વચ્ચે આ માયા ની લહેર આવે છે. તમે નવાં આ વાતો થી બચીને રહેજો. મારા-મારા માં નહીં જતાં. થોડા જૂનાં થઈ જાય છે તો પછી આ મારા-મારા ની માયા ખૂબ આવે છે. મારો વિચાર, મારી બુદ્ધિ જ નથી તો મારો વિચાર ક્યાંથી આવ્યો? તો સમજ્યાં, જમા કરવાની વિધિ શું છે? કાર્ય માં લગાવવું. સફળ કરો, પોતાનાં ઈશ્વરીય સંસ્કારો ને પણ સફળ કરો તો વ્યર્થ સંસ્કાર સ્વતઃ જ ચાલ્યાં જશે. ઈશ્વરીય સંસ્કારો ને કાર્ય માં નથી લગાવતાં તો તે લોકર માં રહે અને જૂનાં કામ કરતા રહે છે. ઘણાંઓની આ આદત હોય છે - બેન્ક માં કે કબાટો માં રાખવાની. બહુજ સારા કપડા હશે, પૈસા હશે, વસ્તુઓ હશે, પરતું યુઝ તો પણ જૂનાં કરશે. જૂની વસ્તુ થી એમને પ્રેમ હોય છે અને કબાટ ની વસ્તુ કબાટ માં જ રહી જશે અને તે જૂનાં થી જ ચાલ્યાં જશે. તો એવું નહીં કરતાં - જૂનાં સંસ્કાર યુઝ કરતાં રહો અને ઈશ્વરીય સંસ્કાર બુદ્ધિ નાં લોકર માં રાખો. નહીં, કાર્ય માં લગાવો, સફળ કરો. તો એ ચાર્ટ રાખો કે સફળ કેટલું કર્યુ? સફળ કરવું એટલે બચાવવું અથવા વધારવું. મન્સા થી સફળ કરો, વાણી થી સફળ કરો. સંબંઘ-સંપર્ક થી, કર્મ થી, પોતાનાં શ્રેષ્ઠ સંગ થી, પોતાની અતિ શક્તિશાળી વૃત્તિ થી સફળ કરો. એવું નહીં કે મારી વૃત્તિ તો સારી હોય છે. પરંતુ સફળ કેટલું કર્યુ? મારા સંસ્કાર તો છે જ શાંત પરંતુ સફળ કેટલાં કર્યા? કાર્ય માં લગાવ્યાં? તો આ વિધિ અપનાવવાથી સંપૂર્ણતા ની સિદ્ધિ સહજ અનુભવ કરતાં રહેશો. સફળ કરવું જ સફળતાની ચાવી છે. સમજ્યાં શું કરવાનું છે? ફક્ત પોતાનામાં જ ખુશ નહીં થતાં રહો - હું તો બહુજ સારી ગુણવાન છું, હું બહું સારું ભાષણ કરી શકું છું, હું ખૂબ સારો જ્ઞાની છું, યોગ પણ મારો બહુ સારો છે. પરતું સારું છે તો યુઝ કરો ને. તેને સફળ કરો. સહજ વિધિ છે - કાર્ય માં લગાવો અને વધારો. વગર મહેનતે વધતું જશે અને ૨૧ જન્મ આરામ થી ખાજો. ત્યાં મહેનત નહીં કરવી પડે.

વિશાળ મહેફિલ છે (ઓમ્ શાંતિ ભવન નો હોલ એકદમ પૂરેપૂરો ભરાઈ ગયો ઘણાં ને નીચે મેડિટેશન હોલ, નાનાં હોલ માં બેસવું પડ્યું , હોલ નાનો પડી ગયો). શાસ્ત્રો માં આ તમારું જે યાદગાર છે, એમાં પણ ગાયન છે - પહેલાં ગ્લાસ માં પાણી નાખ્યું, પછી એનાંથી ઘડા માં નાખ્યું, પછી ઘડા થી તળાવ માં નાખ્યું, તળાવ થી નદી માં નાખ્યું. અંતે ક્યાં ગયું? સાગર માં. તો આ મહેફિલ પહેલાં હિસ્ટ્રી હોલમાં લાગી, પછી મેડિટેશન હોલ માં લાગી, હમણાં ઓમ્ શાંતિ ભવન માં લાગી રહી છે. હવે પછી ક્યાં લાગશે? પરંતુ એનો અર્થ એ નથી કે સાકાર મિલન વગર અવ્યક્ત મિલન નહીં મનાવી શકો. અવ્યક્ત મિલન મનાવવાનો અભ્યાસ સમય પ્રમાણે વધવાનો જ છે અને વધારવાનો જ છે. આ તો દાદીઓએ રહેમદિલ થઈને તમારા બધાંની ઉપર વિશેષ રહેમ કર્યો છે, નવાં નાં ઉપર. પરતું અવ્યક્ત અનુભવ ને વધારવો - આ જ સમય પર કાર્ય માં આવશે. જુઓ, નવાં-નવાં બાળકો માટે જ બાપદાદા વિશેષ આ સાકાર માં મિલન નો પાર્ટ હજી સુધી ભજવી રહ્યાં છે. પરંતુ આ પણ ક્યાં સુધી?

બધાં ખુશરાજી છો, સંતુષ્ટ છો? બહાર રહેવામાં પણ સંતુષ્ટ છો? આ પણ ડ્રામા માં પાર્ટ છે. જ્યારે કહો છો આખું આબુ અમારું હશે, તો તે કેવી રીતે થશે? પહેલાં તમે ચરણ તો રાખો. પછી હમણાં જે ધર્મશાળા નામ છે તે પોતાનું થઈ જશે. જુઓ, વિદેશ માં હવે એવું થવા લાગ્યું છે. ચર્ચ એટલાં નથી ચાલતાં તો બી. કે. ને આપી દીધાં છે. તો એવાં મોટાં-મોટાં સ્થાન છે, ચાલતાં નથી તો ઓફર કરે (પ્રસ્તાવ રાખે) છે ને. તો બ્રાહ્મણો નાં ચરણ પડી રહ્યાં છે જગ્યા-જગ્યા પર, એમાં પણ રહસ્ય છે. બ્રાહ્મણો ને રહેવાનો ડ્રામા માં પાર્ટ મળેલો છે. તો બધુંજ આપણું જ્યારે થઈ જશે પછી શું કરશે? પોતેજ ઓફર કરશે તમે સંભાળો. અમને પણ સંભાળો, આશ્રમ પણ સંભાળો. જે સમયે જે પાર્ટ મળે છે, એમાં રાજી રહીને પાર્ટ ભજવો. અચ્છા!

ચારેય તરફનાં સર્વ મિલન મનાવવાનાં, જ્ઞાન રતન ધારણ કરવાનાં ચાત્રક આત્માઓ ને આકાર રુપ માં અથવા સાકાર રુપ માં મિલન મેળો મનાવવા વાળા શ્રેષ્ઠ આત્માઓ, સદા સર્વ ખજાનાઓ ને સફળ કરી સફળતા સ્વરુપ બનવા વાળા આત્માઓ ને, સદા મારા બાબા અને કોઈ હદ નું મારાપણુ અંશ માત્ર પણ ન રાખવા વાળા એવાં બેહદ નાં વૈરાગી આત્માઓ ને સદા દરેક સમયે વિધિ દ્વારા સંપૂર્ણતા ની સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીઓ થી :- સદૈવ કોઈ નવું દૃશ્ય હોવું જોઈએ ને. આ પણ ડ્રામા માં નવું દૃશ્ય હતું જે રીપિટ (ફરીવાર) થયું. એ વિચાર્યુ હતું કે આ હોલ પણ નાનો થઈ જશે? સદા એક દૃશ્ય તો સારું ન લાગે. ક્યારેક-ક્યારેક નું દૃશ્ય સારું લાગે છે. આ પણ એક રુહાની રોનક છે ને! આ સર્વ આત્માઓ નો સંકલ્પ પૂરો થવાનો હતો, તેથી આ દૃશ્ય થઈ ગયું. અહીં થી રજા આપી દીધી - ભલે આવો. તો શું કરશો? હવે તો નવાં હજી વધવાનાં છે. અને જૂનાં તો જૂનાં થઈ ગયાં. જેવાં ઉમંગ થી આવ્યાં છો તેવાં પોતાને સેટ (સ્થિત) કર્યા છે, આ સારું કર્યુ છે. વિશાળ તો થવાનું જ છે. ઓછું થવાનું છે જ નહીં. જ્યારે વિશ્વ કલ્યાણકારી નું ટાઈટલ (શિર્ષક) છે તો વિશ્વ ની આગળ તો આ કાંઈ પણ નથી. વૃદ્ધિ પણ થવાની છે વિધિ પણ નવા માં નવી થવાની છે. કાંઈ ને કાંઈ તો વિધિ થતી રહે છે. હવે વૃત્તિ પાવરફુલ (શક્તિશાળી) થશે. તપસ્યા દ્વારા વૃતિ પાવરફુલ થઈ જશે તો સ્વતઃજ વૃત્તિ દ્વારા આત્માઓ ની પણ વૃત્તિ પરિવર્તન થશે. અચ્છા, તમે બધાં સેવા કરતા થાકતાં તો નથી ને. મોજ માં આવી રહ્યાં છો. મોજ જ મોજ છે. અચ્છા.

વરદાન :-
શ્રેષ્ઠ કર્મ દ્વારા દુવાઓનો સ્ટોક ( ખજાનો ) જમા કરવા વાળા ચૈતન્ય દર્શનીય મૂર્ત ભવ

જે પણ કર્મ કરો એમાં દુવાઓ લો અને દુવાઓ આપો. શ્રેષ્ઠ કર્મ કરવાથી બધાંની દુવાઓ સ્વતઃ મળે છે. બધાનાં મુખ થી નીકળે છે કે આ તો ખૂબજ સારા છે. વાહ! એમનાં કર્મ જ યાદગાર બની જાય છે. ભલે કોઈ પણ કામ કરો પરતું ખુશી લો અને ખુશી આપો, દુવાઓ લો, દુવાઓ આપો. જ્યારે હમણાં સંગમ પર દુવાઓ લેશો અને આપશો ત્યારે તમારા જડ ચિત્રો દ્વારા પણ દુવા મળતી રહેશે અને વર્તમાન માં પણ ચૈતન્ય દર્શનીય મૂર્ત બની જશો.

સ્લોગન :-
સદા ઉમંગ-ઉલ્લાસ માં રહો તો આળસ ખતમ થઈ જશે.