12-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  19.03.88    બાપદાદા મધુબન


યાદ માં રમણીકતા લાવવા ની યુક્તિઓ
 


આજે વિધાતા, વરદાતા બાપદાદા પોતાનાં માસ્ટર વિધાતા, વરદાતા બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક બાળક વિધાતા પણ બન્યાં છો તો વરદાતા પણ બન્યાં છો. સાથે-સાથે બાપદાદા જોઈ રહ્યાં હતાં કે બાળકોનું પદ કેટલું મહાન છે, આ સંગમયુગ નાં બ્રાહ્મણ જીવન નું કેટલું મહત્વ છે! વિધાતા, વરદાતા ની સાથે વિધિ-વિધાતા પણ આપ બ્રાહ્મણ છો. તમારી દરેક વિધિ સતયુગ માં કેવી રીતે પરિવર્તિત થાય છે - તે પહેલાં સંભળાવ્યું છે. આ સમયનાં દરેક કર્મ ની વિધિ ભવિષ્ય માં ચાલે જ છે પરતું દ્વાપર નાં પછી પણ ભક્તિમાર્ગ માં આ સમય નાં શ્રેષ્ઠ કર્મોની વિધિ ભક્તિમાર્ગ ની વિધિ બની જાય છે. તો પૂજ્ય રુપ માં પણ આ સમય ની વિધિ જીવન નાં શ્રેષ્ઠ વિધાન નાં રુપ માં ચાલે છે અને પૂજારી માર્ગ અર્થાત્ ભક્તિમાર્ગ માં પણ તમારી દરેક વિધિ નીતિ કે રીતિ માં ચાલતી આવે છે. તો વિધાતા, વરદાતા અને વિધિ-વિધાતા પણ છો.

તમારા મૂળ સિદ્ધાંત, સિદ્ધિ પ્રાપ્ત થવાનું સાધન બની જાય છે. જેમ મૂળ સિધ્ધાંત - બાપ એક છે. ધર્મ આત્માઓ, મહાન આત્માઓ અનેક છે પરંતુ પરમ આત્મા એક છે. આ જ મૂળ સિદ્ધાંત દ્વારા અડધોકલ્પ આપ શ્રેષ્ઠ આત્માઓને એક બાપ નાં દ્વારા પ્રાપ્ત થયેલો વારસો સિદ્ધિ નાં રુપ માં પ્રાપ્ત થાય છે. પ્રાલબ્ધ મળવી અર્થાત્ સિદ્ધિ સ્વરુપ બનવું કારણ કે એક બાપ છે, બાકી મહાન આત્માઓ કે ધર્મ આત્માઓ છે, બાપ નથી, ભાઈ-ભાઈ છે. વારસો બાપ થી મળે છે, ભાઈ થી નથી મળતો. તો આ મૂળ સિદ્ધાંત દ્વારા અડધોકલ્પ તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભક્તિ માં પણ ગોડ ઈઝ વન (ભગવાન એક છે) - આ જ સિદ્ધાંત સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આધાર બને છે. ભક્તિ નો આદિ આધાર પણ એક બાપ નાં શિવલિંગ રુપ થી આરંભ થાય છે જેને કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. તો ભક્તિમાર્ગ માં પણ આ જ એક સિદ્ધાંત દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે બાપ એક છે. આમ જે પણ તમારા મૂળ સિદ્ધાંત છે, એ એક-એક સિદ્ધાંત દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થતી રહે છે. જેવી રીતે આ જીવન નો મૂળ સિદ્ધાંત પવિત્રતા છે. આ પવિત્રતા નાં સિદ્ધાંત દ્વારા આપ આત્માઓ ને ભવિષ્ય માં સિદ્ધિ સ્વરુપ નાં રુપ માં લાઈટ નો તાજ સદા પ્રાપ્ત છે, જેનું યાદગાર-રુપ ડબલ તાજ બતાવે છે અને ભક્તિ માં પણ જ્યારે પણ યથાર્થ અને દિલ થી ભક્તિ કરશે તો પવિત્રતા નાં સિદ્ધાંત ને મૂળ આધાર સમજશે અને સમજે છે કે સિવાય પવિત્રતા નાં ભક્તિ ની સિદ્ધિ પ્રાપ્ત ન થઈ શકે. ભલે અલ્પકાળ નાં માટે, જેટલો સમય ભક્તિ કરે છે, એટલો સમય જ પવિત્રતા ને અપનાવે પરંતુ પવિત્રતા જ સિદ્ધિનું સાધન છે - આ સિદ્ધાંત ને અપનાવે અવશ્ય છે. એ જ પ્રકારે દરેક જ્ઞાન નો સિદ્ધાંત કે ધારણા નો મૂળ સિદ્ધાંત બુદ્ધિ થી વિચારો કે દરેક સિદ્ધાંત સિદ્ધિ નું સાધન કેવી રીતે બને છે? આ મનન કરવાનું કામ આપી રહ્યાં છે. જેમ દૃષ્ટાંત સંભળાવ્યું, એ જ પ્રકાર થી વિચારજો.

તો આપ વિધિ-વિધાતા પણ બનો છો, સિદ્ધિ-દાતા પણ બનો છો એટલે આજ સુધી પણ જે ભક્તોએ જે-જે સિદ્ધિ ઈચ્છી છે, તે ભિન્ન-ભિન્ન દેવતાઓ દ્વારા ભિન્ન-ભિન્ન સિદ્ધિ પ્રાપ્ત કરવાનાં માટે, તે જ દેવતાની પૂજા કરે છે. તો સિદ્ધિ-દાતા બાપ દ્વારા આપ પણ સિદ્ધિ-દાતા બનો છો - એવાં પોતાને સમજો છો ને. જેમને સ્વયં સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત છે, તે જ બીજાઓને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવવાનાં નિમિત્ત બની શકે છે. સિદ્ધિ ખરાબ વસ્તુ નથી કારણ કે તમારી રિદ્ધિ-સિદ્ધિ નથી. રિધ્ધિ-સિદ્ધિ જે હોય છે તે અલ્પકાળ નાં માટે પ્રભાવશાળી હોય છે. પરતું તમારી યથાર્થ વિધિ દ્વારા સિદ્ધિ છે. ઈશ્વરીય વિધિ દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે સિદ્ધિ પણ ઈશ્વરીય સિદ્ધિ છે. જેમ ઈશ્વર અવિનાશી છે, તો ઈશ્વરીય વિધિ અને સિદ્ધિ પણ અવિનાશી છે. રિધ્ધિ-સિદ્ધિ દેખાડવા વાળા સ્વયં પણ અલ્પજ્ઞ આત્મા છે, એમની સિદ્ધિ પણ અલ્પકાળ ની છે. પરંતુ તમારી સિદ્ધિ, સિદ્ધાંત ની વિધિ દ્વારા સિદ્ધિ છે એટલે અડધોકલ્પ સ્વયં સિદ્ધિ-સ્વરુપ બનો છો અને અડધોકલ્પ તમારા સિદ્ધાંત દ્વારા ભક્ત આત્માઓ યથા-શક્તિ તથા-ફળ ની પ્રાપ્તિ અથવા સિદ્ધિ ની પ્રાપ્તિ કરતાં આવે છે કારણ કે ભક્તિ ની શક્તિ પણ સમય પ્રમાણે ઓછી થતી જાય છે. સતોપ્રધાન ભક્તિ ની શક્તિ, ભક્ત આત્માઓ ને સિદ્ધિ ની અનુભૂતિ આજકાલ નાં ભક્તો થી વધારે કરાવે છે. આ સમય ની ભક્તિ તમોપ્રધાન ભક્તિ હોવાનાં કારણે ન યથાર્થ સિદ્ધાંત રહ્યાં છે, ન સિધ્ધિ રહી છે.

તો એટલો નશો રહે છે કે અમે કોણ છીએ! સદા આ શ્રેષ્ઠ સ્વમાન ની સ્થિતિ ની સીટ પર સેટ રહો છો? કેટલી ઊંચી સીટ છે! જ્યારે આ સ્થિતિ ની સીટ પર સેટ (સ્થિર) રહો છો તો વારંવાર અપસેટ (અસ્થિર) નહીં થશો. આ પોઝિશન (પદ) છે ને. કેટલું મોટું પદ છે - વિધિ-વિધાન, સિદ્ધિ-દાતા! તો જ્યારે આ પોઝિશન માં સ્થિત હશો તો માયા ઓપોઝિશન (વિરોધ) નહીં કરશે. સદા સેફ (સુરક્ષિત) રહેશો. અપસેટ થવાનું કારણ જ આ છે કે પોતાની શ્રેષ્ઠ સ્થિતિ ની સીટ થી સાધારણ સ્થિતિ માં આવી જાઓ છો. યાદ માં રહેવું કે સેવા કરવી એક સાધારણ દિનચર્યા બની જાય છે. પરંતુ યાદ માં પણ બેસો છો તો પોતાનાં કોઈ ને કોઈ શ્રેષ્ઠ સ્વમાન ની સીટ પર બેસો. ફક્ત એવું નહીં કે યાદ નાં સ્થાન પર, ભલે યોગ નાં રુમ માં, ભલે બાબા નાં રુમ માં, બેડ (પથારી) થી ઉઠી ને બેસી ગયાં કે આખાં દિવસ માં જઈને બેસી ગયાં પરંતુ જેવી રીતે શરીર ને યોગ્ય સ્થાન આપો છો, તેવી રીતે પહેલાં બુદ્ધિ ને સ્થિતિ નું સ્થાન આપો. પહેલાં આ ચેક કરો કે બુદ્ધિ ને સ્થાન ઠીક આપ્યું? તો ઈશ્વરીય નશો સીટ થી સ્વતઃ જ આવે છે. આજકાલ પણ ખુરશી નો નશો કહે છે ને! તમારું તો શ્રેષ્ઠ સ્થિતિ નું આસન છે. ક્યારેક માસ્ટર બીજ રુપ ની સ્થિતિ નાં આસન પર, સીટ પર સેટ થાઓ, ક્યારેક અવ્યક્ત ફરિશ્તા ની સીટ પર સેટ થાઓ, ક્યારેક વિશ્વ કલ્યાણકારી સ્થિતિ ની સીટ પર સેટ થાઓ - એવી રીતે દરરોજ ભિન્ન-ભિન્ન સ્થિતિ નાં આસન પર અથવા સીટ પર સેટ થઈને બેસો.

જો કોઈ ની પણ સીટ સેટ નથી હોતી તો હલચલ કરે છે ને-ક્યારેક આમ કરશે, ક્યારેક તેમ કરશે! તો આ બુદ્ધિ પણ હલચલ માં ત્યારે આવે છે જ્યારે સીટ પર સેટ નથી હોતી. જાણે તો બધાં છે કે અમે આ-આ છીએ. જો હમણાં આ પૂછે કે તમે કોણ છો, તો લાંબુ લીસ્ટ (યાદી) સારું નિકળી આવશે. પરંતુ દરેક સમયે જે જાણો છો, તે પોતાને માનો. ફક્ત જાણો નહીં, માનો. કારણ કે જાણવાથી સૂક્ષ્મ માં ખુશી તો રહે છે - હાં, હું આ છું. પરંતુ માનવાથી શક્તિ આવે છે અને માનીને ચાલવાથી નશો રહે છે. જેમ કોઈ પણ પોઝિશન વાળા જ્યારે સીટ પર સેટ હોય છે તો ખુશી હશે પરંતુ શકિત નહીં હશે. તો જાણો છો પરંતુ માનીને ચાલો અને વારંવાર પોતાને પૂછો, ચેક કરો કે સીટ પર સેટ છું કે સાધારણ સ્થિતિ માં નીચે આવી ગયો? જે બીજાને સિદ્ધિ આપવા વાળા છે, તે સ્વયં દરેક સંકલ્પ માં, દરેક કર્મ માં સિદ્ધિ સ્વરુપ અવશ્ય હશે, દાતા હશે. સિદ્ધિ-દાતા ક્યારેય આ વિચારી પણ ન શકે કે જેટલો પુરુષાર્થ કરીએ છીએ કે મહેનત કરીએ છીએ, એટલી સિદ્ધિ દેખાતી નથી અથવા જેટલો યાદ માં અભ્યાસ કરીએ છીએ, એટલી સિદ્ધિ નથી અનુભવ થતી. એનાથી સિદ્ધ છે કે સીટ પર સેટ થવાની વિધિ યથાર્થ નથી.

રમણીક જ્ઞાન છે. રમણીક અનુભવ સ્વતઃ જ સુસ્તી ને ભગાવી દે છે. આ તો ઘણાં કહે છે ને - આમ નિંદર નહીં આવશે પરંતુ યોગમાં નિંદર અવશ્ય આવશે. આ શું થાય છે? એવી વાત નથી કે થાક છે પરંતુ રમણીક રીત થી અને નેચરલ (સ્વાભાવિક) રુપ થી બુદ્ધિ ને સીટ પર સેટ નથી કરતાં. તો ફક્ત એક રુપ થી નહીં પરંતુ વેરાઈટી (વિવિધ) રુપ થી સેટ કરો. એ જ વસ્તુ જો વિવિધ રુપ થી પરિવર્તન કરી ઉપયોગ કરો છો તો દિલ ખુશ થાય છે. ભલે સુંદર વસ્તુ હોય પરંતુ જો એક જ વસ્તુ વારંવાર ખાતાં રહો, જોતાં રહો તો શું થશે? એમ, બીજરુપ બનો પરંતુ ક્યારેક લાઈટ-હાઉસ નાં રુપ માં, ક્યારેક માઈટ-હાઉસ નાં રુપ માં, ક્યારેક વૃક્ષની ઉપર બીજ નાં રુપ માં, ક્યારેક સૃષ્ટિ-ચક્ર નાં ઉપર ટોપ પર ઉભાં થઈને બધાંને શક્તિ આપો. જે ભિન્ન-ભિન્ન શીર્ષક મળે છે, તે રોજ ભિન્ન-ભિન્ન શીર્ષક અનુભવ કરો. ક્યારેક નૂરે રત્ન બની બાપ નાં નયનો માં સમાયો છું - આ સ્વરુપ ની અનુભૂતિ કરો. ક્યારેક મસ્તક મણી બનો, ક્યારેક તખ્તનશીન બનો ભિન્ન-ભિન્ન સ્વરુપો નાં અનુભવ કરો. વિવિધતા કરો તો રમણીકતા આવશે. બાપદાદા રોજ મુરલી માં ભિન્ન-ભિન્ન શીર્ષક આપે છે, શું કામ આપે છે? એ જ સીટ પર સેટ થઈ જાઓ અને ફક્ત વચ્ચે-વચ્ચે ચેક કરો. પહેલાં પણ સંભળાવ્યું હતું કે આ ભૂલી જાઓ છો. ૬ કલાક, ૮ કલાક વીતી જાય છે, પછી વિચારો છો એટલે ઉદાસ થઈ જાઓ છો કે અડધો દિવસ તો ચાલ્યો ગયો! નેચરલ અભ્યાસ થઈ જાય, ત્યારે જ વિધિ-વિધાતા અથવા સિદ્ધિ-દાતા બની વિશ્વ ની આત્માઓનું કલ્યાણ કરી શકશો. સમજ્યાં! અચ્છા.

આજે મધુબન વાળાઓનો દિવસ છે. ડબલ વિદેશી પોતાનાં સમય નો ચાન્સ (તક) આપી રહ્યાં છે કારણ કે મધુબન નિવાસીઓને જોઈને ખુશ થાય છે. મધુબન વાળા કહે છે મહિમા નહીં કરો, મહિમા બહુજ સાંભળી છે. મહિમા સાંભળતાં જ મહાન બની રહ્યાં છીએ કારણ કે આ મહિમા જ ઢાલ બની જાય છે. જેવી રીતે યુદ્ધમાં સેફટી નું સાધન ઢાલ હોય છે ને. તો આ મહિમા પણ સ્મૃતિ અપાવે છે કે અમે કેટલાં મહાન છીએ! મધુબન, ફક્ત મધુબન નથી પરંતુ મધુબન છે વિશ્વ નું સ્ટેજ. મધુબન માં રહેવું અર્થાત્ વિશ્વ નાં સ્ટેજ પર રહેવું. તો જે સ્ટેજ પર રહે છે, તે કેટલાં અટેન્શન (ધ્યાન) થી રહે છે! સાધારણ રીતે થી કોઈ, કોઇ પણ સ્થાન પર રહે છે તો એટલું અટેન્શન નથી રહેતું પરંતુ જ્યારે સ્ટેજ પર આવશે તો દરેક સમયે, દરેક કર્મ પર એટલું જ અટેન્શન હશે. તો મધુબન વિશ્વ નું સ્ટેજ છે. ચારેય બાજુ ની નજર મધુબન નાં ઉપર જ છે. આમ પણ બધાનું અટેન્શન સ્ટેજ નાં તરફ જાય છે ને! તો મધુબન નિવાસી સદા વિશ્વ નાં સ્ટેજ પર સ્થિત છે.

સાથે-સાથે મધુબન એક વિચિત્ર ગુંબજ છે અને ગુંબજ જે હોય છે એનો અવાજ પોતાનાં સુધી આવે છે પરંતુ મધુબન એવું વિચિત્ર ગુંબજ છે જે મધુબન નો થોડોક અવાજ વિશ્વ સુધી ચાલ્યો જાય છે. જેવી રીતે આજકાલ નાં જૂનાં જમાના નાં ઘણાં એવાં સ્થાન નિશાની-માત્ર છે જે એક દીવાલ ને જો આમ હાથ લગાવશે અથવા અવાજ કરશે તો ૧૦ દિવાલો માં તે અવાજ આવશે અને એવી રીતે જ સંભળાશે જેવી રીતે આ દીવાલ ને કોઈ હલાવી રહ્યું છે કે અવાજ કરી રહ્યું છે. તો મધુબન એવું વિચિત્ર ગુંબજ છે જે મધુબન નો અવાજ ફક્ત મધુબન સુધી નથી રહેતો પરંતુ ચારેય બાજું ફેલાઈ જાય છે. એવો ફેલાય છે જે મધુબન માં રહેવા વાળા ને ખબર પણ નહીં હશે. પરંતુ વિચિત્રતા છે ને, એટલે બહાર પહોંચી જાય છે એટલે એવું નહીં સમજો કે અહીંયા જોયું કે અહીંયા બોલ્યાં. પરંતુ વિશ્વ સુધી અવાજ હવાની રફતાર (ગતિ) થી પહોંચી જાય છે કારણ કે બધાંની નજરો માં, બુદ્ધિ માં સદા મધુબન અને મધુબન નાં બાપદાદા જ રહે છે. તો જ્યારે મધુબન નાં બાપ નજરો માં રહે છે તો મધુબન પણ આવશે ને! મધુબન નાં બાબા છે તો મધુબન તો આવશે ને અને મધુબન માં ફક્ત બાબા તો નથી, બાળકો પણ છે. તો મધુબન-વાસી સ્વતઃ જ બધાની નજરો માં આવી જાય છે! કોઈ પણ બ્રાહ્મણ થી પૂછો, ભલે કેટલાં પણ દૂર રહેતાં હોય પરંતુ શું યાદ રહે છે? મધુબન અને મધુબન નાં બાબા. તો આટલું મહત્વ છે મધુબનવાસીઓનું. સમજ્યાં? અચ્છા!

ચારેય બાજું નાં સર્વ સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં રહેવા વાળા, સદા એક બાપ નાં સ્નેહ માં સમાયેલાં, સદા દરેક કર્મ માં શ્રેષ્ઠ વિધિ દ્વારા સિદ્ધિ નો અનુભવ કરવા વાળા, સદા સ્વયં ને વિશ્વ નાં કલ્યાણકારી અનુભવ કરી દરેક સંકલ્પ થી, બોલ થી શ્રેષ્ઠ કલ્યાણ ની ભાવના અને શ્રેષ્ઠ કામના થી સેવા માં વ્યસ્ત રહેવા વાળા, એવાં બાપ સમાન સદા અથક સેવાધારી બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.

પર્સનલ ( વ્યક્તિગત ) મુલાકાત :-

૧. સ્વયં ને કર્મયોગી શ્રેષ્ઠ આત્મા અનુભવ કરો છો? કર્મયોગી આત્મા સદા કર્મનું પ્રત્યક્ષ ફળ સ્વતઃ જ અનુભવ કરે છે. પ્રત્યક્ષફળ - ખુશી અને શક્તિ. તો કર્મયોગી આત્મા અર્થાત્ પ્રત્યક્ષફળ ખુશી અને શક્તિ અનુભવ કરવા વાળી. બાપ સદા બાળકો ને પ્રત્યક્ષફળ પ્રાપ્ત કરાવવા વાળા છે. હમણાં-હમણાં કર્મ કર્યું, કર્મ કરતાં ખુશી અને શક્તિ નો અનુભવ કર્યો! તો એવી કર્મયોગી આત્મા છું - એવી સ્મૃતિ થી આગળ વધતાં રહો.

૨. બેહદ ની સેવા કરવાથી બેહદની ખુશી નો સ્વતઃ જ અનુભવ થાય છે ને! બેહદનાં બાપ બેહદ નાં અધિકારી બનાવે છે. બેહદ સેવા નું ફળ બેહદ નું રાજ્ય ભાગ્ય સ્વતઃ જ પ્રાપ્ત થાય છે. જ્યારે બેહદ ની સ્થિતિ માં સ્થિત થઈને સેવા કરો છો તો જે આત્માઓનાં નિમિત્ત બનો છો, એમની દુવાઓ સ્વતઃ જ આત્મા માં શક્તિ અને ખુશી ની અનુભૂતિ કરાવે છે. એક સ્થાન પર બેસી પણ બેહદ સેવાનું ફળ મળી રહ્યું છે - આ બેહદ નાં નશા થી બેહદ નું ખાતું જમા કરતાં આગળ વધતાં રહો.

વરદાન :-
સેકન્ડમાં દેહ રુપી વસ્ત્ર થી ન્યારા બની કર્મભોગ પર વિજય પ્રાપ્ત કરવા વાળા સર્વ શક્તિ સંપન્ન ભવ

જ્યારે કર્મભોગનું જોર હોય છે, કર્મેન્દ્રિયો કર્મભોગ નાં વશ પોતાની તરફ આકર્ષિત કરે છે અર્થાત્ જે સમયે બહુજ દર્દ થઈ રહ્યું હોય, એવાં સમય પર કર્મભોગ ને કર્મયોગ માં પરિવર્તન કરવા વાળા, સાક્ષી થઈ કર્મેન્દ્રિયો થી ભોગવાવવા વાળા જ સર્વ શક્તિ સંપન્ન અષ્ટ રતન વિજયી કહેવાય છે. એનાં માટે બહુજ સમયનો દેહ રુપી વસ્ત્ર થી ન્યારા બનવાનો અભ્યાસ હોય. આ વસ્ત્ર, દુનિયા ની અથવા માયા ની આકર્ષણ માં ટાઈટ અર્થાત ખેંચાયેલું ન હોય ત્યારે સહજ ઉતરશે.

સ્લોગન :-
સર્વનું માન પ્રાપ્ત કરવાનાં માટે નિર્માનચિત બનો - નિર્માનતા મહાનતા ની નિશાની છે.