12-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - મહાવીર બનો , માયા નાં તોફાનો થી લડવાનાં બદલે અચળ - અડોલ બનો

પ્રશ્ન :-
બ્રહ્મા બાબા નાં સામે અનેક હંગામા થવાં છતાં પણ ક્યારેય રંજ (દુઃખી) નહીં થયાં - શા માટે?

ઉત્તર :-
કારણ કે બાબાને નશો હતો કે મારે બાપ થી વારસો લેવો છે. આ તો બધું કલ્પ પહેલાં માફક થઈ રહ્યું છે નથિંગ ન્યુ (નવું કાંઈ નથી). ગાળો તો સૌથી વધારે બાપને મળી. પછી કૃષ્ણ ને પણ ગાળો આપે છે. જો મારે પણ ગાળો ખાવી પડે તો શું મોટી વાત. દુનિયા આપણી વાતો ને જાણતી જ નથી તો જરુર ગાળો આપશે એટલે કોઈ પણ વાત માં રંજ નહીં થયાં. એવી રીતે જ ફોલો ફાધર. (પિતા નું અનુસરણ કરો).

ગીત :-
ભોલેનાથ સે નિરાલા.

ઓમ શાંતિ!
આ ભક્તિમાર્ગ વાળાઓનું ગીત છે. જ્ઞાનમાર્ગ માં ગીત વગેરે નથી ગવાતું, ન બનાવાય છે, ન જરુરત છે કારણ કે ગવાયેલું છે - બાપ થી સેકન્ડ માં જીવનમુક્તિ નો વારસો મળે છે. એમાં ગીત વગેરેની કોઈ વાત જ નથી. તમે જાણો છો આપણને બેહદનાં બાપ થી બેહદ નો વારસો મળે છે. જે ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ છે, તે આમાં નથી આવી શકતાં. બાળકો કવિતા વગેરે બનાવે છે તે પણ બીજાને સંભળાવવા માટે. તે પણ જ્યાં સુધી તમે નહીં સમજાવો ત્યાં સુધી કોઈ સમજી ન શકે. હમણાં આપ બાળકોને બાપ મળ્યાં છે તો ખુશી નો પારો ચઢવો જોઈએ. બાપે ૮૪ જન્મો નાં ચક્ર નું જ્ઞાન પણ સંભળાવ્યું છે. ખુશી થવી જોઈએ કે હમણાં આપણે સ્વદર્શન ચક્રધારી બન્યાં છીએ. બાપ થી વિષ્ણુપુરી નાં માલિક બની રહ્યાં છીએ. નિશ્ચયબુદ્ધિ જ વિજયંતી. જેને નિશ્ચય થાય તે સતયુગ માં જશે જ. તો બાળકો ને સદૈવ ખુશી રહેવી જોઈએ, ફોલો ફાધર. બાળકો જાણે છે નિરાકાર બાબા જ્યાર થી આ તન માં પ્રવેશ થયાં છે, તો એમની પાસે પણ બહુજ હંગામા થયાં. ભાઈઓ નાં ઝગડા, શહેર નાં ઝગડા, આખાં સિંધ નાં ઝઘડા ચાલ્યાં. બાળકો મોટાં થઈ કહેશે, જલ્દી લગન કરો. લગન વગર કામ કેવી રીતે ચાલશે. ગીતા વાંચવાનું મિસ (છોડતાં) નહોતાં કરતાં, જ્યારે ખબર પડી ગઈ કે ગીતા નાં ભગવાન શિવ છે તો તે ગીતા વાંચવાનું છૂટી ગયું. પછી નશો ચઢી ગયો કે હું તો વિશ્વ નો માલિક બનું છું. આ તો શિવ ભગવાનુવાચ છે તો એ ગીતાને છોડી દીધી અને પછી પવિત્રતા પર બહુજ હંગામો થયો. ભાઈ, કાકા, મામા વગેરે કેટલાં હતાં. એમાં બહાદુરી જોઈએ ને. તમે છો જ મહાવીર મહાવીરની. સિવાય એક નાં બીજા કોઈની પરવા નથી. પુરુષ છે રચતા. રચતા પોતે પાવન બને છે તો રચના ને પણ પાવન બનાવે છે. પવિત્ર હંસ અને અપવિત્ર બગલા, સાથે કેવી રીતે રહી શકે છે. ક્રિયેટર (રચયિતા) તો ઝટ હુકમ કરશે અમારી મત પર ચાલવું હોય તો ચાલો, નહીં તો નીકળી જાઓ. તમને ખબર છે લૌકિક બાળકી લગન કરેલી હતી. એમને મળ્યું જ્ઞાન, તો બોલ્યાં વાહ! બાપ કહે છે પવિત્ર બનો તો આપણે કેમ નહીં બનશું. જવાબ આપી દીધો પતિ ને કે હું વિષ નહીં આપીશ. બસ આ વાત પર જ અનેકોનાં ઝઘડા ચાલ્યાં. મોટાં-મોટાં ઘરો થી બાળકીઓ નીકળી આવી, કોઈ પણ પરવા નહીં કરી. જેની તકદીર માં નથી તો સમજી પણ ન શકે. પવિત્ર રહેવું છે તો રહો, નહીં તો જઈને પોતાનો પ્રબંધ કરો. આટલી હિંમત પણ તો જોઈએ ને. બાપની સામે કેટલાં હંગામા થયાં. બાબા ને ક્યારેય રંજ (દુઃખ) થયો જોયું! અમેરિકા સુધી સમાચાર માં નીકળી ગયું. નથિંગ ન્યુ . આ તો કલ્પ પહેલાં માફક થાય છે, એમાં ડર ની વાત શું છે. આપણે તો પોતાનાં બાપ થી વારસો લેવાનો છે. પોતાની રચનાને બચાવવાની છે. બાપ જાણે છે બધી રચના આ સમયે પતિત છે. મારે જ બધાંને પાવન બનાવવાનાં છે. બાપ ને જ બધાં કહે છે હેં પતિત-પાવન, લિબરેટર (મુક્તિ દાતા) આવો. તો એમને જ તરસ આવે છે. રહેમદિલ છે ને. તો બાપ સમજાવે છે કે બાળકો કોઈ પણ વાત માં ડરો નહીં. ડરવાથી એટલું ઊંચ પદ પામી નહીં શકશો. અત્યાચાર, માતાઓ પર જ થાય છે. આ પણ નિશાની છે. દ્રૌપદી ને નંગન કરે છે. બાપ ૨૧ જન્મો નાં માટે નંગન થવાથી બચાવે છે. દુનિયા આ વાતો ને નથી જાણતી. સદ્દગતિ દાતા તો હું છું ને. જ્યાં સુધી મનુષ્ય દુર્ગતિ ને ન પામે ત્યાં સુધી હું કેવી રીતે આવીને સદ્દગતિ આપું. પતિત તમોપ્રધાન સૃષ્ટિ પણ બનવાની છે. દરેક વસ્તુ નવી થી જૂની જરુર થાય છે. જૂનાં ઘર ને છોડવું જ પડે છે. નવી દુનિયા ગોલ્ડન એજ (સતયુગ), જૂની દુનિયા આયરન એજ (કળયુગ). સદૈવ નવી તો રહી ન શકે. આપ બાળકો જાણો છો આ સૃષ્ટિ નું ચક્ર છે. દેવી દેવતાઓનું રાજ્ય ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. બાપ કહે છે ફરીથી તમને ગીતા જ્ઞાન સંભળાવું છું. અહીંયા રાવણ રાજ્ય માં દુઃખ છે. રામરાજ્ય કોને કહેવાય છે, આ પણ કોઈને ખબર નથી અને સમજતાં પણ નથી. બાપ કહે છે હું સ્વર્ગ અથવા રામરાજ્ય ની સ્થાપના કરવા આવ્યો છું. આપ બાળકોએ અનેકવાર રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે. આ બધાંની બુદ્ધિ માં છે. ૨૧ જન્મ સતયુગ માં રહે છે, આને કહેવાય છે ૨૧ પેઢી અર્થાત્ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર છોડે છે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. હમણાં તમે જેમકે ત્રિકાળદર્શી બની ગયાં છો. હમણાં તમે જાણો છો આપણે જન્મ-જન્માંતર ભક્તિ કરીએ છીએ. રાવણ રાજ્ય માં પણ ભપકો જુઓ કેટલો છે. આ છે અંતનો ભપકો. રામરાજ્ય સતયુગ માં હશે-ત્યાં આ વિમાન વગેરે બધું હતું પછી આ બધું ગુમ થઈ ગયું. પછી આ સમયે આ બધું નીકળે છે. હમણાં આ બધું શિખી રહ્યાં છે. જે શિખવા વાળા છે તે સંસ્કાર લઈ જશે. પછી આવીને ત્યાં વિમાન બનાવશે. આ તમને ભવિષ્યમાં સુખ આપવા વાળા છે. આ વિમાન વગેરે ભારત વાસી પણ બનાવી શકે છે. કોઈ નવી વાત નથી. અક્કલમંદ (બુધ્ધીશાળી) તો છે ને. આ સાયન્સ (વિજ્ઞાન) તમને પછી કામ આવશે. હમણાં આ સાયન્સ દુઃખ નાં માટે છે પછી ત્યાં સુખ નાં માટે હશે. ત્યાં તો દરેક વસ્તુ નવી હશે. હમણાં તો નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બાપ જ નવી દુનિયા ની રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. તો બાળકોએ મહાવીર બનવાનું છે. દુનિયામાં આ કોઈ થોડી જ જાણે છે કે ભગવાન આવેલાં છે.

બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. એમાં ડરવાની વાત નથી, કરી ને ગાળો આપશે. ગાળો આમને પણ બહુજ આપી છે. કૃષ્ણએ ગાળો ખાધી, એવું દેખાડે છે. હમણાં કૃષ્ણ તો ગાળો ખાઈ ન શકે. ગાળો તો કળયુગ માં ખાએ છે. તમારું રુપ જે હમણાં છે ફરી કલ્પ પછી આ સમયે હશે. વચમાં હોઈ ન શકે. જન્મ પછી જન્મ ફીચર્સ (વિશેષતા) બદલાતાં જાય છે. એક આત્માને ૮૪ જન્મો નાં માટે એક જેવાં ફીચર્સ મળી ન શકે. સતો રજો તમો માં આવતાં જાય છે, ફીચર્સ બદલાતાં જાય છે. આ ડ્રામા બનેલો છે. ૮૪ જન્મો માં જે ફીચર્સ વાળા જન્મ લીધાં છે, તે જ લેશો. હમણાં તમે જાણો છો આમનાં ફીચર્સ બદલાઈ બીજા જન્મ માં લક્ષ્મી-નારાયણ થઈ જશે. તમારી બુદ્ધિનું તાળું હમણાં ખુલ્યું છે. હવે આ છે નવી વાત. બાબા પણ નવાં, વાતો પણ નવી. આ વાતો કોઈની સમજમાં જલ્દી નહીં આવશે. જ્યારે તકદીર માં હોય ત્યારે કાંઈક સમજે. મહાવીર કોઈ તોફાન થી ડરશે નહીં. તે અવસ્થા પાછળ માં થવાની છે એટલે ગવાયેલું છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપીઓથી પૂછો. બાપ આવ્યાં જ છે આપ બાળકોને સ્વર્ગ નાં લાયક બનાવવાં. કલ્પ પહેલાં માફક નર્ક નો વિનાશ તો થવાનો જ છે. સતયુગ માં તો એક જ ધર્મ હશે. ઈચ્છે પણ છે વનનેસ (એકધર્મ) હોય. એક ધર્મ હોવો જોઈએ. આ પણ કોઈને ખબર નથી કે રામરાજ્ય, રાવણરાજ્ય અલગ-અલગ છે. અહીંયા વિકાર વગર જન્મ થઈ ન શકે. મૂત પલીતી છે ને. હમણાં બાપ માં નિશ્ચય છે તો શ્રીમત પર પૂરી રીતે ચાલવું પડે ને. દરેકની નબજ (નસ) પણ જોવાય છે. એ અનુસાર સલાહ પણ અપાય છે. બાબાએ પણ બાળકોને કહ્યું કે જો લગન કરવાં છે તો જઈને કરો. ઘણાં મિત્ર-સંબંધી વગેરે બેઠાં છે, એમને લગન કરાવી દેશે. તો દરેકની નસ જોવાય છે. પૂછે છે બાબા; આ હાલત માં છીએ, અમે પવિત્ર રહેવા ઈચ્છીએ છે, અમારા સંબંધી અમને ઘરે થી નીકાળવા ઈચ્છે છે. હવે શું કરવાનું છે? આ પૂછો છો; પવિત્ર રહેવાનું છે. જો નથી રહી શકતાં તો જઈને લગન કરો. સારું સમજો કોઈની સગાઈ થઈ છે. રાજી કરવા છે, વાંધો થોડી છે. હથિયાલો જ્યારે બાંધે છે તો પણ કહે છે - આ તમારા પતિ ગુરુ છે. સારું એ સમયે તમે એમનાથી લખાવતાં જાઓ. માનો છો હું તમારો ગુરુ ઈશ્વર છું, લખો. સારું હમણાં હું તમને હુકમ (આજ્ઞા) આપું છું, પવિત્ર રહેવાનું છે. હિંમત જોઈએ ને. મંઝિલ બહુજ ભારે છે. બંને સાથે કેવી રીતે રહે છે, આ બધાંને દેખાડવાનું છે. પ્રાપ્તિ બહુ જબરજસ્ત છે. આગ ત્યારે લાગે છે જ્યારે પ્રાપ્તિ ની ખબર નથી. બાપ કહે છે - આટલી મોટી પ્રાપ્તિ થાય છે તો એક જન્મ પવિત્ર રહો, તો શું મોટી વાત છે. હું તમારો પતિ ઈશ્વર છું. મારી આજ્ઞા પર પવિત્ર રહેવું પડશે. બાપ યુક્તિઓ બતાવી દે છે. ભારતમાં આ કાયદો છે, સ્ત્રી ને કહે છે તમારો પતિ ઈશ્વર છે, એમની આજ્ઞા પર ચાલવાનું છે. પતિ નાં પગ દબાવવાનાં છે કારણ કે સમજે છે લક્ષ્મીએ નારાયણ નાં પગ દબાવ્યા હતાં. આ આદત ક્યાંથી નીકળી? આ ખોટાં ચિત્રો થી. સતયુગ માં તો એવી વાતો હોતી નથી. નારાયણ ક્યારેય થાકે છે શું જે લક્ષ્મી બેસી પગ દબાવશે? થાકવાની વાત હોઈ ન શકે. આ તો દુઃખની વાત થઈ જાય છે. ત્યાં દુઃખ ક્યાંથી આવ્યું. તો કેટલી ખોટી વાતો લખી દીધી છે. બાબા ને નાનપણ થી જ વૈરાગ્ય રહેતું હતું, એટલે ભક્તિ કરતાં હતાં.

બાબા બાળકોને યુક્તિ ખૂબ સારી બતાવે છે. કોઈ બાળકો ને સંબંધી હેરાન કરે છે, સારું લગન કરી લો. સ્ત્રી તમારી થઈ ગઈ. પછી કોઈ કાંઈ કરી ન શકે. પરસ્પર મળી પવિત્ર રહો, કમ્પેનિયન (સાથી) થઈ ગયાં. વિદેશ માં વૃદ્ધ થાય છે તો સંભાળ માટે કમ્પેનિયન રાખી દે છે. સિવિલ મેરેજ કરે છે. વિકાર માં નહીં જશે. હવે તમે જાણો છો આપણે એક બાપ નાં બાળકો છીએ, પરસ્પર ભાઈ-બહેન થઈ ગયાં. દાદા થી વારસો લઈએ છીએ. બાપ ને બોલાવે પણ પતિત દુનિયામાં છે. હેં પતિત-પાવન, બધી સીતાઓનાં રામ. મનુષ્ય રામ-રામ જપે છે તો સીતા ને થોડી યાદ કરે છે. એમનાથી મોટી તો લક્ષ્મી છે. પરતું યાદ તો એક બાપ ને કરે છે. લક્ષ્મી-નારાયણ ને તો પણ જાણે છે, શિવ ને તો કોઈ જાણતું નથી. આત્મા બિંદુ છે તો આત્માઓનાં બાપ પણ બિંદુ હશે ને. આત્મા માં બધું જ્ઞાન છે. એમને કહેવાય છે જ્ઞાન નાં સાગર. તમે આત્મા પણ જ્ઞાન સાગર બનો છો. જ્ઞાન સાગર બેસી આપ આત્માઓ ને સમજાવે છે. આત્મા ચૈતન્ય છે. તમારી આત્મા જ્ઞાન નો સાગર બની રહી છે. આખી સૃષ્ટિ નાં આદિ મધ્ય અંત નું જ્ઞાન તમને છે. મીઠા બાળકોએ હિંમત રાખવી જોઈએ. આપણે બાબા ની શ્રીમત પર ચાલવું જોઈએ ને. બેહદ નાં બાપ બેહદ નાં બાળકોને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો બાપ કહે છે તમે પણ પોતાની રચના ને હાથમાં રાખો. જો બાળક તમારી આજ્ઞા નથી માનતાં તો બાળક, બાળક નથી. તે તો કપૂત થયો. આજ્ઞાકારી, ફરમાનબરદાર બાળક હોય તો વારસા નો હકદાર બની શકે. બેહદનાં બાપ પણ કહે છે મારી શ્રીમત પર ચાલશો તો તમે એવાં શ્રેષ્ઠ બનશો. નહીં તો પ્રજામાં ચાલ્યાં જશો. બાપ તમને નર થી નારાયણ બનાવવા આવ્યાં છે. આ છે સાચ્ચી સત્ય નારાયણ ની કથા. તમે રાજાઈ પ્રાપ્ત કરવા આવ્યાં છો. હમણાં મમ્મા બાબા રાજા રાણી બને છે તો તમે પણ હિંમત કરો. બાપ તો જરુર આપ સમાન બનાવશે. પ્રજા બનવામાં જ રાજી ન થવું જોઈએ. પુરુષાર્થ કરવાનો છે-અમે બાપ થી પૂરો વારસો લઈશું, વારી (ન્યોચ્છાવર) જઈશું. તમે એમને પોતાનાં વારિસ બનાવશો તો એ તમને ૨૧ જન્મો નાં માટે વારસો આપશે. બાપ બાળકો પર વારી જાય છે. બાળક કહે છે બાબા આ તન-મન-ધન બધું તમારું છે. તમે બાપ પણ છો તો બાળક પણ છો. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. એક બાપની મહિમા કેટલી મોટી (બધી) છે. દુનિયામાં આ વાતોને કોઈ નથી જાણતું. ભારતની જ આખી વાત છે. આપ બાળકો જાણો છો આ તે જ ૫ હજાર વર્ષ પહેલાં વાળી લડાઈ છે. હમણાં સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ સદૈવ ખૂબ ખુશી માં રહેવું જોઈએ. ભગવાને તમને એડોપ્ટ કર્યાં (અપનાવ્યા) છે તો તમને ખુશી થવી જોઈએ. પછી આપ બાળકોનો બાપ શૃંગાર કરી રહ્યાં છે. ભણાવે પણ છે - બેહદનાં બાપ, જ્ઞાન નાં સાગર છે. આપણને આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. જે બાપ ને જ નથી જાણતાં, તે છે નાસ્તિક. તમે બાપ અને રચના ને જાણો છો, તમે છો આસ્તિક. લક્ષ્મી-નારાયણ આસ્તિક છે કે નાસ્તિક? તમે શું કહેશો? તમે પોતે કહો છો સતયુગમાં પરમાત્માને કોઈ યાદ નથી કરતું. ત્યાં છે સુખ, તો સુખ માં પરમાત્મા નું સુમિરણ કરતાં નથી કારણ કે પરમાત્મા ને જાણતાં નથી. આ સમયે તમે આસ્તિક બનીને વારસો પામી રહ્યાં છો. પછી ત્યાં યાદ જ નથી કરતાં. અહીંયા યાદ કરે છે પરંતુ એમને જાણતાં નથી એટલે નાસ્તિક કહેવાય છે. ત્યાં જાણતાં પણ નથી તો યાદ પણ નથી કરતાં. એમને આ પણ ખબર નહીં હશે કે આ વારસો અમને શિવબાબા થી મળ્યો છે. પરતું એમને નાસ્તિક નહીં કહેશું કારણ કે પાવન છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર ચાલવાની પૂરે-પૂરી હિમ્મત રાખવાની છે. કોઈ પણ વાત માં ડરવાનું કે રંજ (દુઃખી) નથી થવાનું.

2. પોતાની રચના પોતાનાં હાથમાં રાખવાની છે. એમને વિકારો થી બચાવવાનાં છે. પાવન બનવાની સલાહ આપવાની છે.

વરદાન :-
શરીરને ઈશ્વરીય સેવા નાં માટે અમાનત સમજીને કાર્ય માં લગાવવા વાળા નષ્ટોમોહા ભવ

જેમ કોઈની અમાનત હોય છે તો અમાનત માં પોતાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી. તો આ શરીર પણ ઈશ્વરીય સેવા નાં માટે એક અમાનત છે. આ અમાનત રુહાની બાપે આપી છે તો જરુર રુહાની બાપની યાદ રહેશે. અમાનત સમજવાથી રુહાનિયત આવશે, પોતાપણા ની મમતા નહીં રહેશે. આ જ સહજ ઉપાય છે નિરંતર યોગી, નષ્ટોમોહા બનવાનો. તો હવે રુહાનિયત ની સ્થિતિ ને પ્રત્યક્ષ કરો.

સ્લોગન :-
વાનપ્રસ્થ સ્થિતિમાં જવું છે તો દૃષ્ટિ-વૃત્તિ માં પણ પવિત્રતા ને અન્ડરલાઈન કરો (ખાસ ધ્યાન આપો).