12-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 22.03.96
બાપદાદા મધુબન
“ બ્રાહ્મણ જીવનની
પર્સનાલિટી - સર્વ પ્રશ્નો થી પાર સદા પ્રસન્નચિત્ત રહેવું”
આજે સર્વ પ્રાપ્તિ
દાતા, બાપદાદા પોતાનાં સર્વ પ્રાપ્તિ સ્વરુપ બાળકોને જોઈ રહ્યા છે. બાપદાદા દ્વારા
પ્રાપ્તિઓ તો ખૂબ થઈ છે, જેનું જો વર્ણન કરો તો બહુજ છે પરંતુ લાંબુ લિસ્ટ બતાવવાનાં
બદલે આ જ વર્ણન કરો છો કે ‘અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ આ બ્રાહ્મણ જીવન માં.’ તો બાપદાદા
જોઈ રહ્યા છે કે પ્રાપ્તિઓ તો ખૂબ છે, લાંબુ લિસ્ટ છે ને? તો જેમને સર્વ પ્રાપ્તિઓ
છે એમની નિશાની પ્રત્યક્ષ જીવન માં શું દેખાશે - તે જાણો છો ને? સર્વ પ્રાપ્તિઓની
નિશાની છે - સદા એમનાં ચહેરા અને ચલન માં પ્રસન્નતાની પર્સનાલિટી દેખાશે .
પર્સનાલિટી જ કોઈને પણ આકર્ષિત કરે છે. તો સર્વ પ્રાપ્તિઓની નિશાની-પ્રસન્નતા ની
પર્સનાલિટી છે, જેને સંતુષ્ટતા પણ કહે છે. પરંતુ આજકાલ ચહેરા પર જે સદા પ્રસન્નતા
ની ઝલક જોવામાં આવે, તે દેખાતી જ નથી. ક્યારેક પ્રસન્નચિત્ત અને ક્યારેક
પ્રશ્નચિત્ત. બે પ્રકારનાં છે, એક છે-જરાક પરિસ્થિતિ આવી તો પ્રશ્નચિત્ત-કેમ, શું,
કેવી રીતે, ક્યારે… આ પ્રશ્નચિત્ત અને પ્રાપ્તિ સ્વરુપ સદા પ્રસન્નચિત્ત હશે. એમને
ક્યારેય પણ કોઈ પણ વાત માં ક્વેશ્ચન (પ્રશ્ન) નહીં થશે કારણ કે સર્વ પ્રાપ્તિઓથી
સંપન્ન છે. તો આ કેમ, શું, જે છે તે હલચલ છે, જે સંપન્ન હોય છે એમનામાં હલચલ નથી
હોતી. જે ખાલી હોય છે, એમાં હલચલ હોય છે. તો સ્વયં પોતાને પૂછો કે હું સદા
પ્રસન્નચિત્ત રહું છું? ક્યારેક-ક્યારેક નહીં સદા? ૧૦ વર્ષ વાળા તો સદા હશે કે નથી?
હા, નથી કરતાં, વિચારી રહ્યા છે? પ્રસન્નતા જો ઓછી થાય છે તો એનું કારણ પ્રાપ્તિ ઓછી
અને ઓછી પ્રાપ્તિ નું કારણ, કોઈ ને કોઈ ઈચ્છા છે. ઈચ્છા નું ફાઉન્ડેશન ઈર્ષા અને
અપ્રાપ્તિ છે. બહુજ સૂક્ષ્મ ઈચ્છાઓ અપ્રાપ્તિ તરફ ખેંચી લે છે, પછી રોયલ રુપ માં આ
જ કહે છે કે મારી ઈચ્છા નથી, પરંતુ થઈ જાય તો સારું છે. પરંતુ જ્યાં અલ્પકાળ ની
ઈચ્છા છે, ત્યાં સારું થઈ નથી શકતું. તો ચેક કરો ભલે જ્ઞાનનાં જીવનમાં, જ્ઞાનનાં
રોયલ રુપ ની ઈચ્છાઓ, કે મોટા રુપની ઈચ્છાઓ, હમણાં જોવાય છે અથવા મોટા રુપની ઈચ્છાઓ
સમાપ્ત થઈ છે પરંતુ રોયલ ઈચ્છાઓ જ્ઞાન ની સૂક્ષ્મ રુપ માં રહેલી છે, તે ચેક કરો
કારણ કે બાપદાદા હમણાં બધાં બાળકોને બાપ સમાન સંપન્ન, સંપૂર્ણ બનાવવા ઈચ્છે છે. જેની
સાથે પ્રેમ હોય છે, એનાં સમાન બનવું કોઈ મુશ્કેલ વાત હોતી નથી.
તો બાપદાદા સાથે બધાનો
ખૂબ પ્રેમ છે કે પ્રેમ છે? (ખૂબ પ્રેમ) પાક્કું? તો પ્રેમની પાછળ ત્યાગ કરવો અથવા
પરિવર્તન કરવું શું મોટી વાત છે? (ના). તો પૂરો ત્યાગ કર્યો છે? જે બાપ કહે છે, જે
બાપ ઈચ્છે છે તે કર્યુ છે? સદા કર્યુ છે? ક્યારેક-ક્યારેક થી કામ નહીં ચાલશે. સદા
નું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરવું છે કે ક્યારેક-ક્યારેક નું? સદા નું જોઈએ ને? તો સદા
પ્રસન્નતા, બીજો કોઈ પણ ભાવ ચહેરા પર તથા ચલન માં ન દેખાય. ક્યારેક-ક્યારેક કહે છે
ને આજે બહેનજી કે ભાઈજી નો મૂડ અલગ છે. તમે પણ કહો છો આજે મારો મૂડ અલગ છે. તો આને
શું કહેવાશે? સદા પ્રસન્નતા થઈ? ઘણાં બાળકો પ્રશંસા નાં આધાર પર પ્રસન્નતા અનુભવ કરે
છે પરંતુ તે પ્રસન્નતા અલ્પકાળ ની છે. આજે છે થોડા સમય પછી સમાપ્ત થઈ જશે. તો આ પણ
ચેક કરો કે મારી પ્રસન્નતા પ્રશંસા નાં આધાર પર તો નથી? જેવી રીતે આજકાલ મકાન બનાવે
છે ને તો સિમેન્ટ ની સાથે રેતી ની માત્રા વધારે નાખી દે છે, મિક્સ કરે છે. તો આ પણ
એવું જ છે જે ફાઉન્ડેશન મિક્સ છે. યથાર્થ નથી. તો જરા પણ પરિસ્થિતિનું તોફાન આવે છે
અથવા કોઈ પણ પ્રકારની હલચલ થાય છે તો પ્રસન્નતા ને સમાપ્ત કરી દે છે. તો એવું
ફાઉન્ડેશન તો નથી?
બાપદાદાએ પહેલાં પણ
સંભળાવ્યું છે, હમણાં ફરીથી અન્ડરલાઈન કરી રહ્યા છે કે રોયલ રુપની ઈચ્છાનું સ્વરુપ
નામ, માન અને શાન છે. આધાર સર્વિસ નો (સેવા નો) લે છે, સર્વિસ માં નામ થાય. પરંતુ
જે નામ ની પાછળ સેવા કરે છે, એનું નામ અલ્પકાળ માટે તો થઈ જાય છે કે ખૂબ સારા
સેવાધારી છે, ખૂબ સારું આકર્ષણ કરવા વાળા છે પરંતુ નામ નાં આધાર પર સેવા કરવા વાળા
નું ઊંચ પદ માં નામ પાછળ થઈ જાય છે કારણ કે કાચ્ચું ફળ ખાઈ લીધું, પાક્યું જ નથી.
તો પાક્કું ફળ ક્યાં ખાશે, કાચ્ચું ખાઈ લીધું. હમણાં-હમણાં સેવા કરી, હમણાં-હમણાં
નામ થયું તો આ કાચ્ચું ફળ છે, અથવા ઈચ્છા રાખી કે સેવા તો મેં બહુજ કરી, સૌથી વધારે
સેવા નાં નિમિત્ત હું છું, એ નામ નાં આધાર પર સેવા થઈ - એને કહેવાશે કાચ્ચું ફળ ખાવા
વાળા. તો કાચ્ચા ફળમાં તાકાત હોય છે શું? અથવા સેવા કરી, તો સેવાનાં રિઝલ્ટમાં મને
માન મળવું જોઈએ. આ માન નથી પરંતુ અભિમાન છે. જ્યાં અભિમાન છે ત્યાં પ્રસન્નતા રહી
નથી શકતી . સૌથી મોટી શાન બાપદાદા નાં દિલમાં શાન પ્રાપ્ત કરો. આત્માઓનાં દિલ માં
જો શાન મળી પણ ગઈ તો આત્મા સ્વયં જ લેવા વાળો છે, માસ્ટર દાતા છે, દાતા નથી. તો શાન
જોઈએ તો સદા બાપદાદા નાં દિલમાં પોતાની શાન પ્રાપ્ત કરો. આ બધી રોયલ ઈચ્છાઓ પ્રાપ્તિ
સ્વરુપ બનવા નથી દેતી, એટલે પ્રસન્નતા ની પર્સનાલિટી સદા ચહેરા અને ચલન માં નથી
દેખાતી. કોઈ પણ પરિસ્થિતિ માં પ્રસન્નતા નો મૂડ પરિવર્તન થાય છે તો સદાકાળ ની
પ્રસન્નતા નહીં કહેવાશે. બ્રાહ્મણ જીવન નો મૂડ સદા ચિયરફુલ ( આનંદિત ) અને કેયરફુલ
( સાવચેત ). મૂડ બદલાવો ન જોઈએ. પછી રોયલ રુપમાં કહે છે કે આજે મને બહુ એકાંત જોઈએ.
કેમ જોઈએ? કારણ કે સેવા તથા પરિવારથી કિનારો કરવા ઈચ્છે છે, બીજું કહે છે શાંતિ
જોઈએ, એકાંત જોઈએ. આજે મૂડ મારો એવો છે. તો મૂડ ન બદલાવો. કારણ કંઈ પણ હોય, પરંતુ
તમે કારણનું નિવારણ કરવા વાળા છો, કે કારણમાં આવવા વાળા છો? નિવારણ કરવા વાળા. ઠેકો
શું લીધો છે? કોન્ટ્રાક્ટર છો ને? તો શું કોન્ટ્રાક્ટ લીધો છે? કે પ્રકૃત્તિ નો મૂડ
પણ ચેન્જ કરીશું. પ્રકૃતિને પણ પરિવર્તન કરવાની છે ને? તો પ્રકૃતિને પરિવર્તન કરવા
વાળા પોતાનાં મૂડને પરિવર્તન નથી કરી શકતાં? મૂડ ચેન્જ થાય છે કે નહીં?
ક્યારેક-ક્યારેક થાય છે? પછી કહેશે સાગર નાં કિનારા પર જઈને બેસીએ છીએ, જ્ઞાન સાગર
નહીં, સ્થૂળ સાગર. વિદેશીઓ એવું કરે છે ને? અથવા કહેશે આજે ખબર નથી એકલું, એકલું
લાગે છે. તો બાપનું કંબાઇન્ડ રુપ ક્યાં ગયું? અલગ કરી દીધું? કમ્બાઇન્ડ થી એકલા થઈ
ગયા, શું આને પ્રેમ કહેવાય છે? તો કોઈ પણ પ્રકારનો મૂડ, એક હોય છે- મૂડ ઓફ, તે છે
મોટી વાત, પરંતુ મૂડ પરિવર્તન થવો આ પણ ઠીક નથી. મૂડ ઓફ વાળા તો ભિન્ન-ભિન્ન
પ્રકારનાં ખેલ દેખાડે છે, બાપદાદા જુએ છે, મોટાઓને ખૂબ ખેલ દેખાડે છે અથવા પોતાનાં
સાથિયોને ખૂબ ખેલ દેખાડે છે. એવો ખેલ ન કરો કારણ કે બાપદાદા ને બધાં બાળકો સાથે
પ્રેમ છે. બાપદાદા એવું નથી ઈચ્છતા કે જે વિશેષ નિમિત્ત છે, તે બાપ સમાન બની જાય અને
બાકી બને કે ન બને, ના. બધાને સમાન બનાવવાનાં જ છે, આ જ બાપદાદા નો પ્રેમ છે. તો
પ્રેમનો રિસ્પોન્ડ (પ્રત્યુતર) આપતા આવડે છે કે નાઝ-નખરા થી રિટર્ન કરો છો? ક્યારેક
નાઝ-નખરા દેખાડે અને ક્યારેક સમાન બનીને દેખાડે છે. હવે તે સમય સમાપ્ત થયો.
હમણાં ડાયમંડ જ્યુબિલી
મનાવી રહ્યા છો ને? તો ૬૦ વર્ષ પછી એમ પણ વાનપ્રસ્થ શરુ થાય છે. તો હવે નાના બાળકો
નથી, હવે વાનપ્રસ્થ અર્થાત્ બધુંજ જાણવા વાળા, અનુભવી આત્માઓ છો, નોલેજફુલ છો,
પાવરફુલ છો, સક્સેસફુલ છો. જેવી રીતે સદા નોલેજફુલ છો એવી રીતે પાવરફુલ અને
સક્સેસફુલ પણ છો ને? ક્યારેક-ક્યારેક સક્સેસફુલ કેમ નથી થતા, એનું કારણ શું છે? આમ
તો સફળતા તમારા બધાનો જન્મ સિધ્ધ અધિકાર છે. કહો છો ને? ફક્ત કહો છો કે માનો પણ છો?
શું સફળતા નથી થતી, કારણ શું છે? જ્યારે પોતાનો જન્મ સિદ્ધ અધિકાર છે, તો અધિકાર
પ્રાપ્ત થવામાં, અનુભવ થવામાં કમી કેમ? કારણ શું? બાપદાદાએ જોયું છે-મેજોરીટી પોતાનાં
કમજોર સંકલ્પ પહેલે થી જ ઈમર્જ કરે છે, ખબર નથી થશે કે નહીં! તો આ પોતાનાં જ કમજોર
સંકલ્પ પ્રસન્નચિત્ત નહીં પરંતુ પ્રશ્ન ચિત્ત બનાવે છે. થશે, નહીં થશે? શું થશે?
ખબર નથી…. આ સંકલ્પ દીવાલ બની જાય છે અને સફળતા એ દીવાલની અંદર છૂપાઈ જાય છે.
નિશ્ચયબુદ્ધિ વિજયી-આ તમારું સ્લોગન છે ને? જ્યારે આ સ્લોગન હમણાં નું છે, ભવિષ્યનું
નથી, વર્તમાનનું છે તો સદા પ્રસન્નચિત્ત રહેવું જોઈએ કે પ્રશ્નચિત્ત? તો માયા પોતાનાં
જ કમજોર સંકલ્પની જાળ ફેલાવી લે છે અને પોતાની જ જાળ માં ફસાઈ જાઓ છો. વિજયી છીએ જ-એનાથી
આ કમજોર જાળ ને સમાપ્ત કરો. ફસાઓ નહીં, પરંતુ સમાપ્ત કરો. સમાપ્ત કરવાની શક્તિ છે?
ધીરે-ધીરે નહીં કરો, ઝટ થી સેકન્ડમાં, આ જાળ ને વધવા નહીં દો. જો એકવાર પણ આ જાળ
માં ફસાઈ ગયા ને તો નીકળવું બહુજ મુશ્કેલ છે. વિજય મારો જન્મસિદ્ધ અધિકાર છે, સફળતા
મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ જન્મસિદ્ધ અધિકાર, પરમાત્મ જન્મસિદ્ધ અધિકાર છે, એને
કોઈ છીનવી નથી શકતું - એવા નિશ્ચયબુદ્ધિ, સદા પ્રસન્નચિત્ત સહજ અને સ્વતઃ રહેશે.
મહેનત કરવાની પણ જરુર નથી.
અસફળતાનું બીજું કારણ
શું છે? તમે લોકો બીજાઓને પણ કહો છો કે સમય, સંકલ્પ, સંપત્તિ બધું સફળ કરો. તો સફળ
કરવું અર્થાત્ સફળતા મેળવવી. સફળ કરવું જ સફળતા નો આધાર છે . જો સફળતા નથી મળતી તો
જરુર કોઈને કોઈ ખજાના ને સફળ નથી કર્યો, ત્યારે સફળતા નથી મળી. ખજાનાઓનું લીસ્ટ તો
જાણો છો ને? તો ચેક કરો - કયો ખજાનો સફળ નથી કર્યો, વ્યર્થ ગુમાવ્યો? તો સ્વત: જ
સફળતા પ્રાપ્ત થઈ જશે. આ વારસો પણ છે તો વરદાન પણ છે- સફળ કરો અને સફળતા મેળવો . તો
સફળ કરતા આવડે છે કે નહીં? તો સફળતા મળે છે? સફળ કરવું છે બીજ અને સફળતા છે ફળ. જો
બીજ સારું છે તો ફળ ન મળે એ થઈ નથી શકતું. સફળ કરવાનાં બીજ માં કંઈક કમી છે ત્યારે
સફળતા નું ફળ નથી મળતું. તો શું કરવાનું છે? સદા પ્રસન્નતા ની પર્સનાલિટી માં રહો.
પ્રસન્નચિત્ત રહેવાથી ખૂબ સારા અનુભવ કરશો. આમ પણ કોઈને પ્રસન્નચિત્ત જુઓ છો તો
કેટલું ગમે છે! એમનાં સંગ માં રહેવું, એમની સાથે વાત કરવી, બેસવું કેટલું ગમે છે?
અને કોઈ પ્રશ્નચિત્ત વાળા આવી જાય તો તંગ થઈ જશો. તો આ લક્ષ રાખો-શું બનવું છે?
પ્રશ્નચિત્ત નહીં, પ્રસન્નચિત્ત.
આ સીઝન નો અંતિમ દિવસ
છે, તો અંત માં શું કરાય છે? કોઈ યજ્ઞ પણ રચે છે તો અંત માં શું કરે છે? સ્વાહા કરે
છે, તો તમે શું કરશો? પ્રશ્નચિત્ત ને સ્વાહા કરો. આ કેમ થાય છે? આ શું થાય છે?...
ના. નોલેજફુલ છો ને તો કેમ, શું નહીં. તો આજ થી આ વ્યર્થ પ્રશ્ન સ્વાહા. તમારો પણ
સમય બચશે અને બીજાનો પણ સમય બચશે. દાદીઓનો પણ સમય એમાં જાય છે, આ કેમ, આ શું, આ કેવી
રીતે? તો આ સમય બચાવો, પોતાનો પણ અને બીજાઓનો પણ. બચતનું ખાતું જમા કરો. પછી ૨૧
જન્મ આરામ થી ખાઓ, પીઓ, મોજ કરો, ત્યાં જમા નહીં કરવું પડે. તો સ્વાહા કર્યુ કે
વિચારશો? વિચારવું છે, ભલે વિચારી લો. પોતાને પૂછી લો આ કેવી રીતે થશે, આ કરી શકીશું
કે નહીં? આ એક મિનિટમાં વિચારી લો, પાક્કું કામ કરી લો. પોતાને જેટલાં પણ પ્રશ્ન
પૂછવા હોય તે એક મિનિટ માં પૂછી લો. પૂછી લીધાં? સ્વાહા પણ કરી લીધાં કે ફક્ત
પ્રશ્ન પૂછી લીધાં? આગળ માટે પ્રશ્ન ખતમ. (એક મિનિટ સાઇલેન્સ પછી) ખતમ કર્યા? (હા
જી) એમ જ નહીં હા કરી લેતાં. જ્યારે લાંબાકાળ નો અનુભવ છે કે પ્રશ્નચિત્ત અર્થાત્
પરેશાન થવું અને પરેશાન કરવું. સારી રીતે અનુભવ છે ને? તો પોતાનાં નિશ્ચય અને
જન્મસિદ્ધ અધિકાર ની શાન માં રહો તો પરેશાન નહીં થશો. જ્યારે આ શાન થી પરે થાઓ છો,
ત્યારે પરેશાન થાઓ છો. સમજ્યા! સારી રીતે સમજ્યા કે હમણાં કહેશો-હા, સમજ્યા અને
વિદેશ માં જશો તો કહેશો મુશ્કેલ છે? એવું તો નથી? અચ્છા.
એક સેકન્ડ માં અશરીરી
બનવું-આ પાઠ પાક્કો છે? હમણાં-હમણાં વિસ્તાર, હમણાં-હમણાં સાર માં સમાઈ જાઓ. (બાપદાદા
એ ડ્રીલ કરાવી) અચ્છા - આ અભ્યાસ ને સદા સાથે રાખજો.
ચારેય તરફ નાં સર્વ
પ્રશ્નચિત્ત થી પરિવર્તન થવા વાળા, સદા પ્રસન્નચિત્ત ની પર્સનાલિટી વાળા શ્રેષ્ઠ
આત્માઓ, સદા પોતાનાં વિજય અને જન્મસિદ્ધ અધિકારની સ્મૃતિમાં રહેવા વાળા, સ્મૃતિ
સ્વરુપ વિશેષ આત્માઓ, સદા સફળ કરવાથી સહજ સફળતાનો અનુભવ કરવા વાળા, બાપનાં સમીપ
આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. જે ડબલ વિદેશનાં ચારેય તરફનાં ૧૦ વર્ષ
વાળા બાળકો છે એમને વિશેષ મુબારક અને યાદ-પ્યાર.
દાદીઓ સાથે :-
બાપદાદા ને આપ પરિવાર નાં સિરતાજ નિમિત્ત આત્માઓ માટે “સદા જીવતા રહો, ઉડતાં રહો અને
ઉડાવતાં રહો” - આ સંકલ્પ સદા રહે છે. પોતાનાં યોગ ની તપસ્યા ની શક્તિથી શરીરો ને
ચલાવી તો રહ્યા છો પરંતુ તમારા કરતાં વધારે બાપદાદા ને ફિકર હોય છે એટલે સમય પ્રમાણે
ફાસ્ટ ચક્કર ન લગાવો. આરામ થી જાઓ અને આવો કારણ કે દુનિયાની પરિસ્થિતિઓ પણ ફાસ્ટ
બદલાઈ રહી છે એટલે સેવાની બાપદાદા મનાઈ નથી કરતા, પરંતુ બેલેન્સ. બધાનાં પ્રાણ તમારા
શરીરો માં છે, તન ઠીક છે તો સેવા પણ સારી થતી જશે એટલે સેવા ખૂબ કરો પરંતુ વધારે
ધક્કા ન લગાવો, થોડા ધક્કા લગાવો. વધારે ધક્કા લગાવવાથી શું થાય છે? બેટરી સ્લો થઈ
જાય છે એટલે બેલેન્સ હમણાંથી રાખવું આવશ્યક છે. એવું ન વિચારો કે આ વર્ષે તો કરી
લઈએ, બીજા વર્ષે ખબર નહીં શું છે? ના. જીવવાનું છે અને ઉડાવવાના છે. હજી તો તમારો
પાર્ટ છે ને? તો પોતાનાં પાર્ટ ને સમજીને ધક્કો લગાવો પરંતુ બેલેન્સ માં ધક્કો લગાવો.
ઠીક છે? ફાસ્ટ ન બનાવો, બે દિવસ અહીંયા છો તો ત્રીજા દિવસે ત્યાં છો, ના. હમણાં તે
સમય નથી, જ્યારે એવો સમય આવશે તો એક દિવસમાં ચાર-ચાર સ્થાન પર પણ જવું પડશે પરંતુ
હમણાં નહીં. અચ્છા.
વરદાન :-
દિવ્ય ગુણો
નાં આહવાન દ્વારા સર્વ અવગુણો ની આહુતિ આપવા વાળા સંતુષ્ટ આત્મા ભવ
જેવી રીતે દિવાળી પર
વિશેષ સફાઈ અને કમાણી નું ધ્યાન રાખે છે. એવી રીતે તમે પણ બધાં પ્રકાર ની સફાઈ અને
કમાણી નું લક્ષ રાખી સંતુષ્ટ આત્મા બનો. સંતુષ્ટતા દ્વારા જ સર્વ દિવ્ય ગુણો નું
આહવાન કરી શકશો પછી અવગુણો ની આહુતિ સ્વત: થઈ જશે. અંદર જે કમજોરીઓ, કમીઓ, નિર્બળતા,
કોમળતા રહેલી છે, એને સમાપ્ત કરી હવે નવું ખાતું શરુ કરો અને નવા સંસ્કારો નાં નવા
વસ્ત્ર ધારણ કરી સાચ્ચી દિવાળી મનાવો.
સ્લોગન :-
બાપનાં
આજ્ઞાકારી થઈને રહો તો ગુપ્ત દુવાઓ સમય પર મદદ કરતી રહેશે.