13-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - અહીંયા તમારે સુખ - દુઃખ , માન - અપમાન બધું સહન કરવાનું છે , જૂની દુનિયાનાં સુખો થી બુદ્ધિ હટાવી દેવાની છે , પોતાની મત પર નથી ચાલવાનું

પ્રશ્ન :-
દેવતાઈ જન્મ કરતાં પણ આ જન્મ ખૂબ સારો છે, કેવી રીતે?

ઉત્તર :-
આ જન્મમાં આપ બાળકો શિવબાબા નાં ભંડારા થી ખાઓ છો. અહીં તમે અથાહ કમાણી કરો છો, તમે બાપની શરણ લીધી છે. આ જન્મમાં જ તમે પોતાનો લોક-પરલોક સુખી કરો છો. સુદામા ની જેમ બે મુઠ્ઠી આપી ૨૧ જન્મ ની બાદશાહી લો છો.

ગીત :-
ચાહે પાસ હો ચાહે દૂર હો.

ઓમ શાંતિ!
ગીત નો કેટલો સારો અર્થ છે. બાપ બાળકોને સમજાવે છે - ભલે હું આ તન થી નજીક છું અથવા દૂર છું કારણ કે સન્મુખ યોગની શિક્ષા આપી રહ્યો છું. પ્રેરણા થી તો નહીં આપીશ ને. ભલે હું નજીક છું, કે દૂર છું - યાદ તો મને જ કરવાનું છે. ભગવાન ની પાસે જવા માટે જ તો ભક્તિ કરે છે. બાપ બેસી સમજાવે છે કે હે જીવ નાં આત્માઓ, આ શરીરમાં નિવાસ કરવાવાળા આત્માઓ, આત્માઓ સાથે પરમપિતા પરમાત્મા બેસી વાત કરે છે. પરમાત્માએ આત્માઓને મળવાનું છે જરુર, એટલે જીવ આત્માઓ ભગવાન ને યાદ કરે છે કારણ કે દુઃખી છે. સતયુગમાં તો કોઈ યાદ નથી કરતાં. હમણાં આપ બાળકો જાણો છો આપણે ખૂબ જૂનાં ભક્ત છીએ. જ્યારથી આપણને માયાએ પકડ્યાં છે, ત્યાર થી ભગવાન ની, શિવની યાદ શરું થઈ છે કારણ કે શિવબાબાએ આપણને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં, તો એમની યાદગાર બનાવીને ભક્તિ કરીએ છીએ. હવે તમે જાણો છો બાપ સન્મુખ આવ્યાં છે લેવા માટે, કારણ કે હવે બાપની પાસે જવાનું છે. જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી જૂનાં શરીર ને, જૂની દુનિયાને બુદ્ધિ થી ભૂલવાનાં છે અને યોગમાં રહેવાનું છે. તો આ યોગ અગ્નિ થી પાપ ભસ્મ થશે. આમાં મહેનત લાગે છે. પદ પણ તો જબરજસ્ત છે. વિશ્વનાં માલિક બનવાનું છે. મનુષ્ય કહે છે કે વિશ્વના માલિક તો શિવબાબા છે. પરંતુ નાં, વિશ્વનાં માલિક મનુષ્ય જ બને છે. બાપ બાળકોને વિશ્વનાં માલિક બનાવે છે. કહે છે તમે જ વિશ્વનાં માલિક હતાં, પછી ૮૪ જન્મ લેતા-લેતા હવે કોડી નાં પણ માલિક નથી રહ્યાં. પહેલાં નંબર નો જન્મ અને હમણાં નો અંતિમ જન્મ જુઓ કેટલો રાત-દિવસ નો ફરક છે. કોઈને પણ યાદ નથી આવી શકતું, જ્યાં સુધી બાપ આવીને સાક્ષાત્કાર ન કરાવે. જ્ઞાન બુદ્ધિ થી પણ સાક્ષાત્કાર થાય છે. જે સયાના (સમજદાર) બાળકો છે, નિત્ય બાપ ને યાદ કરે છે, એમને ખૂબ મજા આવશે. અહીં તમે બધી નવી વાતો સાંભળો છો. મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. તેઓ તો ગપ્પા લગાવતા રહે અને દર-દર ધક્કા ખાતા રહે છે. તમને તો ભટકવાથી છોડાવાય છે. બાપ કહે છે તમે આત્મા છો, મુજ બાપને યાદ કરતાં રહો. બુદ્ધિમાં આ જ વિચાર રહે કે આપણે આત્માઓએ બાબાની પાસે જવાનું છે, આ સૃષ્ટિ જેમકે આપણા માટે નથી. આ જૂની સૃષ્ટિ તો ખતમ થઈ જશે. પછી આપણે સ્વર્ગમાં આવીને નવાં મહેલ બનાવીશું. દિવસ-રાત બુદ્ધિમાં આ ચાલવું જોઈએ. બાપ પોતાનો અનુભવ સંભળાવે છે. રાત્રે સૂવું છું, તો આ જ ખ્યાલાત ચાલે છે. આ નાટક હવે પૂરું થાય છે, આ જૂનો ચોલો છોડવાનો (શરીર છોડવાનું) છે. હા વિકર્મ નો બોજો ખૂબ છે, એટલે નિરંતર બાબા ને યાદ કરવાનાં છે. પોતાની અવસ્થા ને દર્પણ માં જોવાની છે - મારી બુદ્ધિ બધાંથી હટેલી છે? ધંધા વગેરેમાં રહેતા પણ બુદ્ધિથી કામ લઈ શકો છો. બાબાની ઉપર કેટલી ચિંતા છે. કેટલાં અસંખ્ય બાળકો છે. એમનો ખ્યાલ રાખવો પડે છે. બાળકોને પનાહ (શરણ) આપવાની છે. દુઃખી તો ઘણાં છે ને! હંગામા માં (તોફાન માં) કેટલાં દુઃખી થઈ મરે છે. આ સમય ખૂબ ખરાબ છે. તો બાળકો ને શરણ આપવા માટે આ મકાન બની રહ્યાં છે. અહીં તો બધાં પોતાનાં બાળકો જ હોય છે. કોઈ ડર નથી અને પછી યોગબળ પણ હોય છે. બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે, જે બાપ ને સારી રીતે યાદ કરે છે તો બાપ એમની રક્ષા પણ કરે છે. દુશ્મન ને ભયંકર રુપ દેખાડી ભગાવી દે છે. તમને જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી યોગ માં રહેવાનું છે. નહીં તો સજાઓ ખાવી પડશે. મોટા વ્યક્તિનું બાળક સજા ખાય છે તો એનાં ગરદન નીચે થઈ જાય છે. તમારે પણ ગરદન નીચે કરવી પડશે. બાળકો માટે તો વધારે કઠોર સજાઓ છે. કોઈ એવાં પણ છે જે કહે છે હમણાં તો માયા નું સુખ લઈ લઈએ, જે થશે તે જોયું જશે. ઘણાઓને આ જૂની દુનિયાનું સુખ મીઠું લાગે છે. અહીં તો સુખ-દુઃખ, માન-અપમાન બધું સહન કરવું પડે છે. ઊંચી પ્રાપ્તિ જો ઈચ્છો છો તો ફોલો કરવું (અનુસરવું) જોઈએ, મા-બાપ નાં ફરમાન (આજ્ઞા) પર ચાલવું જોઈએ. પોતાની મત એટલે રાવણ ની મત. તે તો તકદીર ને લકીર લગાવવાની જ થશે. બાપ ને પૂછશો તો બાબા ઝટ કહેશે - આ આસુરી મત છે. શ્રીમત નથી. કદમ-કદમ પર શ્રીમત જોઈએ. જોવાનું છે ક્યાંય ઉલ્ટું કામ કરી બાપની નિંદા તો નથી કરાવતાં? દેવી-દેવતા ત્યારે બનશો જ્યારે એવાં લક્ષણ હશે. એવું નથી ત્યાં ઓટોમેટીકલી (આપમેળે) લક્ષણ આવી જશે. અહીં ખૂબ મીઠી ચલન જોઈએ. જો સમજો શિવબાબાએ નહીં, બ્રહ્મા બાબાએ કહ્યું તો પણ જવાબદાર એ રહેશે ને! જો કાંઈ નુકસાન પણ થયું તો વાંધો નહીં. આ ડ્રામા માં હતું તો તમારા પર કોઈ દોષ નથી. અવસ્થા ખૂબ સારી જોઈએ. ભલે તમે અહીં બેઠા છો, બુદ્ધિમાં આ જ રહે કે અમે બ્રહ્માંડ નાં માલિક ત્યાંના રહેવાવાળા છીએ. આ રીતે ઘર માં રહેતાં, ધંધો કરતાં, ઉપરામ થતાં જશો. જેમ સંન્યાસી ગૃહસ્થ થી ઉપરામ થતા જાય છે. તમે તો આખી જૂની દુનિયાથી ઉપરામ થાઓ છો. તે હઠયોગ સંન્યાસ અને આ સંન્યાસ માં રાત-દિવસ નો ફરક છે. આ રાજયોગ બાપ શીખવાડે છે. સંન્યાસી શીખવાડી ન શકે કારણ કે મુક્તિ-જીવનમુક્તિ દાતા છે જ એક. બધાંની મુક્તિ હવે થવાની છે કારણ કે બધાં પાછાં જવાનાં છે. સાધુ લોકો સાધના કરે છે અમે પાછાં જઈએ. અહીં દુઃખી છીએ. કોઈ પછી કહે છે અમે જ્યોતિ-જ્યોત માં સમાઈએ. અનેક મત છે.

બાબાએ સમજાવ્યું છે કે કોઈ-કોઈ બાળકો છે જેમને જૂનાં સંબંધી પણ યાદ આવે છે. આ દુનિયાનાં સુખો ની આશા થઈ અને એ મર્યા. પછી એમનાં પગ અહીં રહી ન શકે. માયા ખૂબ લાલચ આપે છે. એ કહેવત છે ભગવાન ને યાદ કરો નહીં તો બાજ આવી જશે આ માયા પણ બાજ ની જેમ વાર કરે છે. હવે જ્યારે બાપ આવ્યાં છે તો હમણાં પણ પુરુષાર્થ કરી ઊંચ પદ નહીં મેળવ્યું તો કલ્પ-કલ્પાંતર પણ નહીં મેળવશો. અહીં બાપની પાસે તો તમને કોઈ દુઃખ નથી, તો જૂની દુઃખની દુનિયાને ભૂલવી જોઈએ ને. આખાં દિવસ નો પોતામેલ જોવો જોઈએ. કેટલો સમય બાપ ને યાદ કર્યા? કોઈને જીવનદાન આપ્યું? બાપે તમને પણ જીવનદાન આપ્યું છે ને. સતયુગ ત્રેતા સુધી તમે અમર રહો છો. અહીં કોઈ મરે છે તો કેટલાં રડે-પીટે છે. સ્વર્ગમાં દુઃખનું નામ નથી. સમજશે જૂની ખાલ (શરીર) છોડી નવી લઈએ છીએ. આ દૃષ્ટાંત પણ તમને લાગે છે બીજા કોઈ આ દૃષ્ટાંત આપી ન શકે. તેઓ થોડી જૂની ખાલ ને ભૂલે છે. તેઓ તો પૈસા ભેગા કરતાં રહે છે. અહીં તમે જે બાપને આપો છો તે બાપ સ્વયં થોડી ખાય છે કે પોતાની પાસે રાખે છે? એનાંથી બાળકોની જ પરવરીશ કરે છે એટલે આ સાચ્ચો-સાચ્ચો શિવબાબા નો ભંડારો છે, આ ભંડારા થી ખાવાવાળા અહીં પણ સુખી તો જન્મ-જન્માંતર સુખી રહે છે.

તમારો આ જન્મ બહુજ દુર્લભ છે. દેવતાઈ જન્મ થી પણ તમે અહીં સુખી છો કારણ કે બાપની શરણ માં છો. અહીંથી જ તમે અથાહ કમાણી કરો છો જે પછી જન્મ-જન્માંતર ભોગવશો. સુદામા ને પણ બે મુઠ્ઠી નાં બદલે ૨૧ જન્મો માટે મહેલ મળી ગયાં. આ લોક પણ સુખી તો પરલોક પણ સુખી, જન્મ-જન્માન્તર માટે એટલે આ જન્મ ખૂબ સારો છે. કોઈ કહે છે જલ્દી વિનાશ થાય તો અમે સ્વર્ગમાં જઈએ. પરંતુ હમણાં તો ખૂબ ખજાનો બાપ પાસે થી લેવાનો છે. હજું રાજધાની ક્યાં બની છે? પછી જલ્દી વિનાશ કેવી રીતે કરાવશે? બાળકો હમણાં લાયક ક્યાં બન્યાં છે? હમણાં તો બાપ ભણાવવા માટે આવતાં રહે છે. બાબાની સર્વિસ (સેવા) તો અપરમઅપાર છે. એ બાપની મહિમા પણ અપરમઅપાર છે. જેટલો ઊંચો છું, સર્વિસ પણ એટલી ઊંચી કરું છું, ત્યારે તો મારી યાદગાર છે. ઊંચા માં ઊંચા બાબાની ગાદી છે જે જેટલો પુરુષાર્થ કરે છે, તે પોતાનું ભાગ્ય બનાવે છે. આ છે અવિનાશી જ્ઞાન રતનો ની કમાણી, જે ત્યાં અથાહ ધન બની જાય છે. તો બાળકોએ પુરુષાર્થ ખૂબ સારો કરવાનો છે. બાપ ને અહીં પણ યાદ કરો તો ત્યાં પણ યાદ કરો. સીડી તો છે ને. દિલ દર્પણમાં જોવાનું છે કે હું કેટલો બાપ નો સપૂત બાળક છું. આંધળાઓને રસ્તો બતાવું છું. પોતાની સાથે વાતો કરવામાં ખુશી થાય છે. જેમ બાબા અનુભવ બતાવે છે - સૂવું છું તો પણ વાતો કરું છું. બાબા તમારી તો કમાલ છે. ભક્તિમાર્ગ માં પછી અમે તમને ભૂલી જ જઈશું. આટલો વારસો તમારી પાસે થી મેળવીએ છીએ પછી સતયુગ માં આ ભૂલી જઈશું. પછી ભક્તિમાર્ગ માં તમારું યાદગાર બનાવીશું. પરંતુ તમારું કર્તવ્ય બિલકુલ ભૂલી જઈએ છીએ. જેમ બુધ્ધુ, અજ્ઞાની બની જઈએ છીએ. હમણાં બાપે કેટલાં જ્ઞાની બનાવ્યાં છે. રાત-દિવસ નો ફરક છે. ઈશ્વર સર્વવ્યાપી છે, આ કોઈ જ્ઞાન થોડી છે. જ્ઞાન તો સૃષ્ટિ ચક્ર નું જોઈએ. હવે આપણે ૮૪ નું ચક્ર પૂરું કરી પાછાં જઈએ છીએ પછી આપણે જીવનમુક્તિ માં આવવાનું છે. ડ્રામાની બહાર થોડા નીકળી શકીએ છીએ. આપણે છીએ જ જીવનમુક્તિ નાં રાહી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ - ૧૬ - ૧૨ - ૬૮

કોઈને બાબા બાળકી કહે છે, કોઈને મા કહે છે; જરુર કાંઈક ફરક હશે. કોઈની સર્વિસ થી સુગંધ આવે છે, કોઈ તો જાણે આકડા નાં ફૂલ છે. આ તો બાપે સમજાવ્યું છે તમે જેમકે મારી સાથે આવ્યાં છો. ઉપરથી બાપ પણ આવ્યાં છે વિશ્વ ને પાવન બનાવવાં. તમારું પણ આ કર્તવ્ય છે. ત્યાંથી જે પહેલાં આવે છે તે છે પવિત્ર. નવાં આવે છે તે જરુર સુગંધ આપતાં હશે. બગીચા સાથે પણ ભેટ (તુલના) કરે છે. જેવી સર્વિસ તેવાં સુગંધિત ફૂલ. વિવેક કહે છે શિવબાબા નાં બાળક કહેવાયા અને હકદાર બન્યાં. તો તે સુગંધ આવવી જોઈએ. હકદાર છે ત્યારે તો બધાંને નમસ્તે કરે છે. તમે વિશ્વનાં માલિક બેશક રહો છો, પરંતુ ભણતર માં ફરક તો ઘણો રહે છે. આ થવાનું પણ છે જરુર. બાળકોને નિશ્ચય થઈ જાય છે આ બાબા છે, અને ચક્ર પણ બુદ્ધિમાં છે. તો બાપ કહે છે વધારે બીજું કેમ બતાવું. બાપ વગર સ્વદર્શન ચક્રધારી કોઈ બનાવી ન શકે. બને છે ઈશારા થી. જે કલ્પ પહેલાં બન્યાં છે એ જ બને છે. અસંખ્ય નાં અસંખ્ય બાળકો આવે છે. પવિત્રતા ઉપર કેટલાં અત્યાચાર થાય છે! જેનાં દ્વારા બાપ ગીતા સંભળાવે છે એમને કેટલી ગાળો આપે છે. શિવબાબા ને પણ ગાળો આપે છે. કચ્છ, મચ્છ અવતાર કહેવું પણ ગાળ છે ને. ન જાણવાને કારણે બાપ પર, તમારા પર કેટલાં કલંક લગાવે છે! બાળકો કેટલું માથું મારે છે. ભણતર થી કોઈ તો ખૂબ સાહૂકાર થઈ જાય છે, કેટલું કમાય છે. એક-એક ઓપરેશન નાં બે હજાર, ૪ હજાર મળી જાય છે. કોઈ તો કુટુંબની પાલના પણ નથી કરી શકતાં. ફરક છે ને. કોઈ જન્મ-જન્માંતર બાદશાહી લે છે. કોઈ જન્મ-જન્માંતર માટે ગરીબ બને છે. બાપ કહે છે તમને સમજદાર બનાવું છું. હમણાં તમે બધી વાતો માં કહેશો ડ્રામા છે. બધાંનો પાર્ટ છે. જે પાસ્ટ થયું (વીતી ગયું) તે ડ્રામા. થાય તે જ છે જે ડ્રામા માં છે. ડ્રામા અનુસાર જે કાંઈ થાય છે ઠીક છે. તમે કેટલું પણ સમજાવો, સમજતાં જ નથી, આમાં મેનર્સ (શિષ્ટાચાર) પણ સારા જોઈએ. દરેક પોતાની અંદર જુએ કોઈ ખામી તો નથી? માયા ખૂબ કઠોર છે. એને કોઈ પણ રીતે કાઢવાની છે. બધી ખામીઓ કાઢવાની છે. બાપ કહે છે બાંધેલીઓ સૌથી વધારે યાદ માં રહે છે. એ જ સારું પદ મેળવે છે. જેટલો વધારે માર ખાય છે એટલી વધારે યાદ માં રહે છે. હાય શિવબાબા નીકળશે. જ્ઞાન થી શિવબાબા ને યાદ કરે છે. એમનો ચાર્ટ સારો રહે છે. આમ જે માર ખાઈને આવે છે તે સર્વિસ માં પણ સારા લાગી જાય છે. પોતાનું જીવન ઊંચ બનાવવા માટે સારી સર્વિસ કરે છે. સર્વિસ ન કરે તો દિલ ખાય છે. દિલ ટપકે છે અમે જઈએ સર્વિસ પર. ભલે સમજે છે સેન્ટર છોડીને જવું પડે છે, પરંતુ પ્રદર્શની માં સર્વિસ ખૂબ છે તો સેન્ટર ની પણ પરવાહ ન કરી ભાગવું જોઈએ. જેટલું આપણે દાન કરીશું એટલું બળ પણ ભરાતું રહેશે. દાન પણ જરુર કરવાનું છે ને. આ છે અવિનાશી જ્ઞાન રતન, જેમની પાસે હશે તે જ દાન કરશે. બાળકોને હવે આખી સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન યાદ આવી જવું જોઈએ. આખું ચક્ર ફરવું જોઈએ. બાપ પણ આ સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત ને જાણવા વાળા છે. જરુર જ્ઞાન નાં સાગર છે. સૃષ્ટિનાં ચક્રને જાણવા વાળા છે. આ દુનિયા માટે બિલકુલ નવું જ્ઞાન છે, જે ક્યારેય જૂનું થતું જ નથી. વન્ડરફુલ (અદ્દભુત) જ્ઞાન છે ને જે બાપ જ બતાવે છે. કોઈ કેટલાં પણ સાધુ-મહાત્મા હોય સીડી ચઢીને ઉપર તો જતાં જ નથી. સિવાય બાપ નાં મનુષ્ય ગતિ-સદ્દગતિ આપી ન શકે. નથી મનુષ્ય, નથી દેવતા આપી શકતાં. ફક્ત એક બાપ જ આપી શકે છે. દિવસે-દિવસે વૃધ્ધિ થવાની જ છે. બાબાએ કહ્યું હતું પ્રભાત-ફેરી માં આ લક્ષ્મી-નારાયણનું ચિત્ર, સીડી ટ્રાન્સલાઈટ નું પણ હોવું જોઈએ. વીજળી ની એવી કોઈ વસ્તુ હોય જેનાંથી ચમક આવતી રહે. સ્લોગન પણ બોલતાં જાઓ. રાજયોગ પરમપિતા પરમાત્મા જ શીખવાડી રહ્યાં છે ભાગીરથ દ્વારા. બીજા કોઈ પણ આ રાજયોગ શીખવાડી ન શકે, એવો-એવો અવાજ ખૂબ સાંભળશે. અચ્છા! મીઠાં-મીઠાં બાળકો ને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ નાટક હવે પૂરું થઈ રહ્યું છે એટલે આ જૂની દુનિયાથી ઉપરામ રહેવાનું છે. શ્રીમત પર પોતાની તકદીર ઉંચી બનાવવાની છે. ક્યારેય કોઈ ઉલ્ટું કર્મ નથી કરવાનું.

2. અવિનાશી જ્ઞાન રતનો ની કમાણી કરવાની અને કરાવવાની છે. એક બાપ ની યાદમાં રહી સપૂત બાળક બની અનેકોને રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
ત્યાગ અને તપસ્યા નાં વાતાવરણ દ્વારા વિઘ્ન - વિનાશક બનવા વાળા સાચ્ચા સેવાધારી ભવ

જેવી રીતે બાપ નું સૌથી મોટા માં મોટું ટાઈટલ (શિર્ષક) છે વિશ્વ સેવાધારી. એવી રીતે બાળકો પણ વિશ્વ સેવાધારી અર્થાત્ સેવાધારી છે. સેવાધારી અર્થાત્ ત્યાગી અને તપસ્વી. જ્યાં ત્યાગ અને તપસ્યા છે ત્યાં ભાગ્ય તો એમની આગળ દાસી સમાન આવે જ છે. સેવાધારી આપવા વાળા હોય છે, લેવાવાળા નહીં એટલે સદા નિર્વિઘ્ન રહે છે. તો સેવાધારી સમજીને ત્યાગ અને તપસ્યાનું વાતાવરણ બનાવવા થી સદા વિઘ્ન-વિનાશક રહેશો.

સ્લોગન :-
કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવાનું સાધન છે સ્વ-સ્થિતિ ની શક્તિ