13-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - શાંતિ જોઈએ તો અશરીરી બનો , આ દેહ - ભાનમાં આવવાથી જ અશાંતિ થાય છે , એટલે સ્વયંનાં સ્વધર્મ માં સ્થિત રહો

પ્રશ્ન :-
યથાર્થ યાદ શું છે? યાદનાં સમયે કઈ વાતનું વિશેષ ધ્યાન જોઈએ?

ઉત્તર :-
સ્વયંને આ દેહથી ન્યારી આત્મા સમજી બાપને યાદ કરવાં - આ યથાર્થ યાદ છે. કોઈ પણ દેહ યાદ ન આવે, આ ધ્યાન રાખવું જરુરી છે. યાદમાં રહેવાં માટે જ્ઞાનનો નશો ચઢેલો હોય, બુદ્ધિ માં રહે બાબા આપણને આખાં વિશ્વનાં માલિક બનાવે છે, આપણે આખાં સમુદ્ર, આખી ધરતીનાં માલિક બનીએ છીએં.

ગીત :-
તુમ્હેં પાકે હમને...

ઓમ શાંતિ!
ઓમ્ નો અર્થ જ છે અહમ્, હું આત્મા. મનુષ્ય પછી સમજે ઓમ્ એટલે ભગવાન, પરંતુ એવું છે નહીં. ઓમ્ એટલે હું આત્મા, મારું આ શરીર છે. કહે છે ને - ઓમ્ શાંતિ. અહમ્ આત્માનો સ્વધર્મ છે શાંત. આત્મા પોતાનો પરિચય આપે છે. મનુષ્ય ભલે ઓમ્ શાંતિ કહે છે પરંતુ ઓમ્ નો અર્થ કોઈ પણ નથી સમજતું. ઓમ્ શાંતિ અક્ષર સારો છે. આપણે આત્મા છીએ, આપણો સ્વધર્મ શાંત છે. આપણે આત્મા શાંતિધામ ની રહેવા વાળી છીએં. કેટલો સરળ અર્થ છે. લાંબા-પોહળા કોઈ ગપોડા નથી. આ સમયનાં મનુષ્ય માત્ર તો આ પણ નથી જાણતાં કે હમણાં નવી દુનિયા છે કે જૂની દુનિયા છે. નવી દુનિયા પછી જૂની ક્યારે થાય છે, જૂનાં થી ફરી નવી દુનિયા ક્યારે થાય છે-આ કોઈપણ નથી જાણતું. કોઈથી પણ પૂછવામાં આવે દુનિયા નવી ક્યારે હોય છે અને પછી જૂની કેવી રીતે થાય છે? તો કોઈ પણ બતાવી નહીં શકશે. હમણાં તો કળયુગ જૂની દુનિયા છે. નવી દુનિયા સતયુગને કહેવાય છે. અચ્છા, નવી ને પછી જૂની થવામાં કેટલાં વર્ષ લાગે છે? આ પણ કોઈ નથી જાણતું. મનુષ્ય થઈને આ નથી જાણતાં એટલે તેમને કહેવાય છે જાનવર થી પણ બદતર. જાનવર તો પોતાને કાંઈ કહેતાં નથી, મનુષ્ય કહે છે અમે પતિત છીએ, હેં પતિત-પાવન આવો. પરંતુ એમને જાણતાં બિલકુલ જ નથી. પાવન અક્ષર કેટલો સરસ છે. પાવન દુનિયા સ્વર્ગ નવી દુનિયા જ હશે. ચિત્ર પણ દેવતાઓનાં છે પરંતુ કોઈ પણ સમજતાં નથી, આ લક્ષ્મી-નારાયણ નવી પાવન દુનિયાનાં માલિક છે. આ બધી વાતો બેહદનાં બાપ જ બેસી બાળકોને સમજાવે છે. નવી દુનિયા સ્વર્ગને કહેવાય છે. દેવતાઓને કહેશે સ્વર્ગવાસી. હમણાં તો છે જૂની દુનિયા નર્ક. અહીંયા મનુષ્ય છે નર્કવાસી. કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયાં તો એટલે અહીંયા નર્કવાસી છે ને. હિસાબથી કહી પણ દેશે. બરાબર આ નર્ક થયું પરંતુ બોલો તમે નર્કવાસી છો તો બગડી જશે. બાપ સમજાવે છે જોવામાં તો ભલે મનુષ્ય છે, ચહેરો મનુષ્યનો છે પરંતુ ચલન વાંદરા જેવી છે. આ પણ ગાયેલું છે ને. સ્વયં પણ મંદિરોમાં જઈને દેવતાઓની આગળ ગાએ છે-આપ સર્વગુણ સંપન્ન... પોતાનાં માટે શું કહેશે? અમે પાપી નીચ છીએં. પરંતુ સીધું કહો કે તમે વિકારી છો તો બગડી જશે એટલે બાપ ફક્ત બાળકોથી જ વાત કરે છે, સમજાવે છે. બહારવાળા થી વાત નથી કરતાં કારણકે કળયુગી મનુષ્ય છે નર્કવાસી. હમણાં તમે છો સંગમયુગ વાસી. તમે પવિત્ર બની રહ્યાં છો. જાણો છો આપણને બ્રાહ્મણોને શિવબાબા ભણાવે છે. એ પતિત-પાવન છે. આપણને બધી આત્માઓને લઈ જવાનાં માટે બાપ આવ્યાં છે. કેટલી સરળ વાતો છે. બાપ કહે છે- બાળકો, આપ આત્માઓ શાંતિધામથી આવો છો પાર્ટ ભજવવાં. આ દુઃખધામ માં બધાં દુઃખી છે એટલે કહે છે મનને શાંતિ કેવી રીતે થાય? એવું નથી કહેતાં-આત્માને શાંતિ કેવી રીતે થાય? અરે તમે કહો છો ને ઓમ્ શાંતિ. મારો સ્વધર્મ છે શાંતિ. પછી શાંતિ માંગો છો કેમ? સ્વયંને આત્મા ભૂલી દેહ-અભિમાનમાં આવી જાઓ છો. આત્માઓ તો શાંતિધામની રહેવાવાળી છે. અહીંયા પછી શાંતિ ક્યાંથી મળશે? અશરીરી થવાથી જ શાંતિ મળશે. શરીરની સાથે આત્મા છે, તો તેને બોલવું, ચાલવું તો જરુર પડે છે. આપણે આત્મા શાંતિધામથી અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છીએં. આ પણ કોઈ નથી સમજતું કે રાવણ જ આપણો દુશ્મન છે. ક્યારથી આ રાવણ દુશ્મન બન્યો છે? આ પણ કોઈ નથી જાણતું. મોટાં-મોટાં વિદ્વાન, પંડિત વગેરે એક પણ નથી જાણતાં કે રાવણ છે કોણ, જેની આપણે એફીજી (પુતળું) બનાવીને બાળીએ છીએ. જન્મ-જન્માંતર બાળતાં આવ્યાં છીએ, કાંઈ પણ ખબર નથી. કોઈથી પણ પૂછો-રાવણ કોણ છે? કહી દેશે આ બધી તો કલ્પના છે. જાણતા જ નથી તો બીજો શું રિસ્પોન્સ (જવાબ) આપશે. શાસ્ત્રોમાં પણ છે ને-હેં રામ જી સંસાર બન્યો જ નથી. આ બધી કલ્પના છે. એવું ઘણાં કહે છે. હવે કલ્પનાનો અર્થ શું છે? કહે છે આ સંકલ્પોની દુનિયા છે. જે જેવો સંકલ્પ કરે છે તે થઈ જાય છે, અર્થ નથી સમજતાં. બાપ બાળકોને બેસી સમજાવે છે. કોઈ તો સારી રીતે સમજી જાય છે, કોઈ સમજતા જ નથી. જો સારી રીતે સમજે છે તેમને સગા કહેશું અને જે નથી સમજતા તે સાવકા અર્થાત્ સોતેલાં થયાં. હવે સોતેલાં વારસ થોડી બનશે. બાબાની પાસે માતેલાં પણ છે તો સોતલાં પણ છે. માતેલાં બાળકો તો બાપની શ્રીમત પર પૂરા ચાલે છે. સોતેલાં નહીં ચાલશે. બાપ કહી દે છે આ મારી મત પર નથી ચાલતાં, રાવણની મત પર છે. રામ અને રાવણ બે અક્ષર છે. રામરાજ્ય અને રાવણરાજ્ય. હમણાં છે સંગમ. બાપ સમજાવે છે-આ બધાં બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ શિવબાબાથી વારસો લઇ રહ્યાં છે, તમે લેશો? શ્રીમત પર ચાલશો? તો કહે છે કઈ મત? બાપ શ્રીમત આપે છે કે પવિત્ર બનો. કહે છે અમે પવિત્ર રહીએ પછી પતિ ન માને તો હું કોનું માનું? તે તો અમારા પતિ પરમેશ્વર છે કારણ કે ભારતમાં આ શીખવાડાય છે કે પતિ તમારો ગુરુ, ઈશ્વર વગેરે બધું છે. પરંતુ એવું કોઈ સમજતાં નથી. તે સમયે હાં કરી દે છે, માનતાં કાંઈ પણ નથી. છતાં પણ ગુરુઓની પાસે મંદિરમાં જતા રહે છે. પતિ કહે છે તું બહાર નહીં જા, હું રામની મૂર્તિ તને ઘરમાં રાખીને આપુ છુ પછી તું અયોધ્યા વગેરેમાં કેમ ભટકે છે? તો માનતી નથી. આ છે ભક્તિમાર્ગનાં ધક્કા. તે જરુર ખાશે, ક્યારેય માનશે નહીં. સમજે છે તે તો તેમનું મંદિર છે. અરે તમારે યાદ રામને કરવાનાં છે કે મંદિરને? પરંતુ સમજતાં નથી. તો બાપ સમજાવે છે ભક્તિમાર્ગમાં કહો પણ છો હેં ભગવાન આવીને અમારી સદ્દગતિ કરો કારણ કે એ એક જ સર્વનાં સદ્દગતિ દાતા છે. સારુ તે ક્યારે આવે છે-આ પણ કોઈ નથી જાણતું.

બાપ સમજાવે છે રાવણ જ તમારો દુશ્મન છે. રાવણનું તો વન્ડર છે, જે બાળતા જ આવ્યાં છીએ પરંતુ મરતો જ નથી. રાવણ શું ચીજ છે, આ કોઈ પણ નથી જાણતું. હમણાં આપ બાળકો જાણો છો આપણને બેહદનાં બાપથી વારસો મળે છે. શિવજયંતી પણ મનાવે છે પરંતુ શિવને કોઈ પણ જાણતું નથી. ગવર્મેન્ટ (સરકાર) ને પણ તમે સમજાવો છો. શિવ તો ભગવાન છે એજ કલ્પ-કલ્પ આવીને ભારતને નર્કવાસી થી સ્વર્ગવાસી, બેગર થી પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર) બનાવે છે. પતિત ને પાવન બનાવે છે. એજ સર્વનાં સદ્દગતિ દાતા છે. આ સમયે બધાં મનુષ્ય માત્ર અહીંયા છે. ક્રાઈસ્ટની આત્મા પણ કોઈનાં કોઈ જન્મમાં અહીંયા જ છે. પાછાં કોઈ પણ જઈ નથી શકતાં. આ બધાંની સદ્દગતિ કરવાવાળા એક જ મોટા બાપ છે. એ આવે પણ ભારતમાં છે. હકીકતમાં ભક્તિ પણ એમની કરવી જોઈએ જે સદ્દગતિ આપે છે. એ નિરાકાર બાપ અહીંયા તો છે નહીં. એમને હંમેશા ઉપર સમજીને યાદ કરે છે. કૃષ્ણને ઉપર નહી સમજશે. બીજા બધાંને અહીંયા નીચે યાદ કરશે. કૃષ્ણને પણ અહીં યાદ કરશે. આપ બાળકોની છે યથાર્થ યાદ. તમે સ્વયંને આ દેહથી ન્યારી, આત્મા સમજીને બાપને યાદ કરો છો. બાપ કહે છે તમને કોઈ પણ દેહ યાદ ન આવવું જોઈએ. આ ધ્યાન જરુરી છે. આપ સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. બાબા આપણને આખાં વિશ્વનાં માલિક બનાવે છે. આખો સમુદ્ર, આખી ધરતી, આખાં આકાશનાં માલિક બનાવે છે. હમણાં તો કેટલાં ટુકડાં-ટુકડાં છે. એક-બીજાની હદમાં આવવા નથી દેતાં. ત્યાં આ વાતો હોતી નથી. ભગવાન તો એક બાપ જ છે. એવું નહિ કે બધાં બાપ જ બાપ છે. કહે પણ છે હિન્દુ-ચીની ભાઈ-ભાઈ, હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ પરંતુ અર્થ નથી સમજતાં. એવું ક્યારેય નહીં કહેશે હિંદુ-મુસ્લિમ બહેન-ભાઈ. નહિ, આત્માઓ પરસ્પર બધાં ભાઈ-ભાઈ છે. પરંતુ આ વાતને જાણતાં નથી. શાસ્ત્ર વગેરે સાંભળતાં સત-સત કરતાં રહે છે, અર્થ કાંઈ નથી. હકીકતમાં છે અસત્ય, જુઠ્ઠ. સચખંડમાં સાચું જ સાચું બોલે છે. અહીંયા જુઠ્ઠ જ જુઠ્ઠ છે. કોઈને બોલો કે તમે જુઠ્ઠું બોલ્યાં તો બગડી જશે. તમે સાચું બતાવો છો તો પણ કોઈ તો ગાળ આપવા લાગી જશે. હવે બાપને તો તમે બ્રાહ્મણ જ જાણો છો. આપ બાળકો હમણાં દૈવી ગુણ ધારણ કરો છો. તમે જાણો છો હમણાં ૫ તત્વ પણ તમોપ્રધાન છે. આજકાલ મનુષ્ય ભૂતોની પૂજા પણ કરે છે. ભૂતોની જ યાદ રહે છે. બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. ભૂતોને નહિ યાદ કરો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બુદ્ધિનો યોગ બાપની સાથે લગાવો. હવે દેહી-અભિમાની બનવાનું છે. જેટલું બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને મળે છે.

હવે તમારે વિકર્માજીત બનવાનું છે. તે છે વિકર્માજીત સવંત. આ છે વિકર્મી સવંત. તમે યોગબળથી વિકર્મો પર જીત પામો છો. ભારતનો યોગ તો પ્રસિદ્ધ છે. મનુષ્ય જાણતાં નથી. સન્યાસી લોકો બહાર જઈને કહે છે કે અમે ભારતનો યોગ શીખવાડવાં આવ્યાં છીએ, તેમને તો ખબર જ નથી આ તો હઠયોગી છે. તે રાજયોગ શીખવાડી ન શકે. તમે રાજઋષિ છો. તે છે હદનાં સન્યાસી, તમે છો બેહદનાં સંન્યાસી. રાત-દિવસ નો ફરક છે. આપ બ્રાહ્મણોનાં સિવાય બીજું કોઈ પણ રાજયોગ શીખવાડી ન શકે. આ છે નવી વાતો. નવું કોઈ સમજી ન શકે, એટલે નવાં ને ક્યારે પરવાનગી નથી અપાતી. આ ઇન્દ્રસભા છે ને. આ સમયે છે બધાં પથ્થરબુદ્ધિ. સતયુગમાં તમે બનો છો પારસબુદ્ધિ. હમણાં છે સંગમ. પથ્થર થી પારસ સિવાય બાપનાં વગર કોઈ બનાવી ન શકે. તમે અહીંયા આવ્યાં છો પારસબુદ્ધિ બનવાનાં માટે. બરાબર ભારત સોનાની ચીડીયા હતું ને. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતાં ને. આ ક્યારે રાજ્ય કરતાં હતાં, આ પણ કોઈને ખબર થોડી છે. આજથી ૫ હજાર વર્ષ પહેલાં તેમનું રાજ્ય હતું. પછી આ ક્યાં ગયાં. તમે બતાવી શકો છો ૮૪ જન્મ ભોગવ્યાં. હમણાં તમોપ્રધાન છે ફરી બાપ દ્વારા સતોપ્રધાન બની રહ્યાં છે, તતત્વમ્. આ નોલેજ સિવાય બાપનાં સાધુ-સંત વગેરે કોઈ પણ આપી ન શકે. તે છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. આપ બાળકોની પાસે જે સારા-સારા ગીત છે તેને સાંભળો તો તમારાં રોમાંચ ઊભા થઈ જશે. ખુશી નો પારો એકદમ ચઢી જશે. પછી તે નશો સ્થાઈ પણ રહેવો જોઈએ. આ છે જ્ઞાન અમૃત. તેઓ દારુ પીવે છે તો નશો ચઢી જાય છે. અહીંયા આ તો છે જ્ઞાન અમૃત. તમારો નશો ઉતરવો ન જોઈએ, સદેવ ચઢ્યો રહેવો જોઈએ. તમે આ લક્ષ્મી-નારાયણને જોઈ કેટલાં ખુશ થાઓ છો. જાણો છો આપણે શ્રીમત થી ફરી શ્રેષ્ઠાચારી બની રહ્યાં છીએ. અહીંયા જોવાં છતાં પણ બુદ્ધિયોગ બાપ અને વારસામાં લાગેલો રહે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકર્માજીત બનવાનાં માટે યોગબળ થી વિકર્મો પર જીત પ્રાપ્ત કરવાની છે. અહીંયા જોવાં છતાં બુદ્ધિયોગ બાપ અને વારસામાં લાગેલો રહે.

2. બાપનાં વારસાનો પૂરો અધિકાર પ્રાપ્ત કરવાનાં માટે માતેલા બનવાનું છે. એક બાપની જ શ્રીમત પર ચાલવાનું છે. બાપ જે સમજાવે છે તે સમજીને બીજાને સમજાવવાનું છે.

વરદાન :-
સંપૂર્ણતા ની રોશની દ્વારા અજ્ઞાન નો પડદો હટાવવા વાળા સર્ચ લાઈટ ભવ

હમણાં પ્રત્યક્ષતા નો સમય સમીપ આવી રહ્યો છે એટલે અંતર્મુખી બની ગુહ્ય અનુભવોનાં રત્નોથી સ્વયંને ભરપૂર બનાવો, એવાં સર્ચલાઈટ બનો જે તમારી સંપૂર્ણતાની રોશની થી અજ્ઞાન નો પડદો હટી જાય. કારણ કે તમે ધરતીનાં તારાઓ આ વિશ્વને હલચલ થી બચાવી સુખી સંસાર, સ્વર્ણિમ સંસાર બનાવવાવાળા છો. આપ પુરુષોત્તમ આત્માઓ વિશ્વને સુખ-શાંતિનો શ્વાસ આપવાનાં નિમિત્ત છો.

સ્લોગન :-
માયા અને પ્રકૃતિ ની આકર્ષણ થી દુર રહો તો સદા હર્ષિત રહેશો.