13-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે બાપની પાસે આવ્યાં છો પોતાની સૂતેલી તકદીર જગાડવાં , તકદીર જાગવી અર્થાત્ વિશ્વનાં માલિક બનવું

પ્રશ્ન :-
કયો ખોરાક આપ બાળકોને બાપ સમાન બુદ્ધિવાન બનાવી દે છે?

ઉત્તર :-
આ ભણતર છે આપ બાળકોની બુદ્ધિ નો ખોરાક. જે રોજ ભણતર ભણે છે અર્થાત્ આ ખોરાક ને લે છે તેમની બુદ્ધિ પારસ બની જાય છે. પારસનાથ બાપ જે બુદ્ધિવાનો ની બુદ્ધિ છે એ તમને આપસમાન પારસબુદ્ધિ બનાવે છે.

ગીત :-
તકદીર જગાકર આઈ હું

ઓમ શાંતિ!
ગીત ની લાઇન સાંભળીને પણ મીઠા-મીઠા બાળકોનાં રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ. છે તો સાધારણ ગીત પરંતુ આનો સાર બીજા કોઈ નથી જાણતાં. બાપ જ આવીને ગીત, શાસ્ત્ર વગેરે નો અર્થ સમજાવે છે. મીઠા-મીઠા બાળકો આ પણ જાણે છે કે કળયુગ માં બધાની તકદીર સૂતેલી છે. સતયુગ માં બધાની તકદીર જાગેલી છે, સૂતેલી તકદીરને જગાડવા વાળા અને શ્રીમત આપવા વાળા અથવા તકદીર બનાવવા વાળા એક જ બાપ છે. એ જ બેસી બાળકોની તકદીર જગાડે છે. જેમ બાળક જન્મે છે અને તકદીર જાગી જાય છે. બાળક જન્મ્યો અને તેને આ ખબર પડી જાય છે કે હું વારિસ છું. હૂબહૂ આ પછી બેહદ ની વાત છે. બાળકો જાણે છે - કલ્પ-કલ્પ અમારી તકદીર જાગે છે પછી સુઈ જાય છે. પાવન બનીએ છીએ તો તકદીર જાગે છે. પાવન ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. આશ્રમ અક્ષર પવિત્ર હોય છે. પવિત્ર ગૃહસ્થ આશ્રમ, તેનાં વિરુદ્ધ પછી છે અપવિત્ર પતિત ગૃહસ્થ ધર્મ. આશ્રમ નહીં કહેશું. ગૃહસ્થ ધર્મ તો બધાનો છે જ. જાનવરો માં પણ છે. બાળકો તો બધાં પૈદા કરે જ છે. જાનવરો ને પણ કહેશું ગૃહસ્થ ધર્મ માં છે. હવે બાળકો જાણે છે - અમે સ્વર્ગ માં પવિત્ર ગૃહસ્થ આશ્રમ માં હતાં, દેવી-દેવતા હતાં. તેમની મહિમા પણ ગાએ છે સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ.. તમે પોતે પણ ગાતાં હતાં. હવે સમજો છો અમે મનુષ્ય થી દેવતા ફરીથી બની રહ્યાં છીએ. ગાયન પણ છે મનુષ્ય થી દેવતા. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહે છે. બ્રહ્મા દેવતાય નમઃ પછી કહે છે શિવ પરમાત્માય નમઃ. હવે તેનો અર્થ પણ તમે જાણો છો. તેઓ તો અંધશ્રદ્ધા થી ફક્ત કહી દે છે. હવે શંકર દેવતાય નમઃ કહેશે. શિવ ને માટે કહેશે શિવ પરમાત્માય નમઃ તો ફરક થયો ને. તે દેવતા થઈ ગયાં, એ પરમાત્મા થઈ ગયાં. શિવ અને શંકર ને એક કહી નથી શકાતું. તમે જાણો છો આપણે બરાબર પથ્થરબુદ્ધિ હતાં, હવે પારસબુદ્ધિ બની રહ્યાં છીએ. દેવતાઓ ને તો પથ્થરબુદ્ધિ નહીં કહેશું. ફરી ડ્રામા અનુસાર રાવણ રાજ્ય માં સીડી ઉતરવાની છે. પારસબુદ્ધિ થી પથ્થર બુદ્ધિ બનવાનું છે. સૌથી બુદ્ધિવાન તો એક જ બાપ છે. હમણાં તમારી બુદ્ધિ માં દમ નથી રહ્યો. બાપ તેને બેસી પારસબુદ્ધિ બનાવે છે. તમે અહીંયા આવો છો પારસબુદ્ધિ બનવાં. પારસનાથ નાં પણ મંદિર છે. ત્યાં મેળા લાગે છે. પરંતુ આ કોઈને ખબર નથી કે પારસનાથ કોણ છે. હકીકત માં પારસ બનાવવા વાળા તો બાપ જ છે. એ છે બુદ્ધિવાનો ની બુદ્ધિ. આ જ્ઞાન છે આપ બાળકોની બુદ્ધિનાં માટે ખોરાક, આનાથી બુદ્ધિ કેટલી બદલાય છે. આ દુનિયા છે કાંટાઓનું જંગલ. કેટલું એક-બીજા ને દુઃખ આપે છે. હમણાં છે જ તમોપ્રધાન રૌરવ નર્ક. ગરુડ પુરાણ માં પણ ખુબ રોચક વાતો લખી દીધી છે.

હમણાં આપ બાળકોની બુદ્ધિ ને ખોરાક મળી રહ્યો છે. બેહદનાં બાપ ખોરાક આપી રહ્યાં છે. આ છે ભણતર. આને જ્ઞાન અમૃત પણ કહી દે છે. કોઈ જળ વગેરે છે નહીં. આજકાલ બધી વસ્તુ ને અમૃત કહી દે છે. ગંગાજળ ને પણ અમૃત કહે છે. દેવતાઓનાં પગ ધોઈને પાણી રાખે છે, તેને અમૃત કહી દે છે. હવે આ પણ બુદ્ધિથી સમજવાની વાત છે ને. આ અંચલી અમૃત છે કે પતિત-પાવની ગંગા નું પાણી અમૃત છે? અંચલી જે આપે છે તે એવું નથી કહેતાં કે આ પતિતો ને પાવન બનાવવા વાળું છે, ગંગાજળ માટે કહે છે પતિત-પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગાજળ મુખ માં હોય. દેખાડે છે અર્જુને બાણ માર્યા પછી અમૃત જળ પીવડાવ્યું. આપ બાળકોએ કોઈ બાણ વગેરે નથી ચલાવ્યાં. એક ગામડું છે જ્યાં બાણો થી લડે છે. ત્યાંનાં રાજા ને ઈશ્વરનો અવતાર કહે છે. હવે ઈશ્વર નો અવતાર તો કોઈ હોઈ ન શકે. હકીકત માં સાચાં-સાચાં સદ્દગુરુ તો એક જ છે, જે સર્વનાં સદ્દગતિ દાતા છે. જે બધી આત્માઓને સાથે લઈ જાય છે. બાપનાં સિવાય પાછું કોઈ પણ લઇ જઇ નથી શકતું. બ્રહ્મ માં લીન થઇ જવાની પણ વાત નથી. આ નાટક બનેલું છે. સૃષ્ટિનું ચક્ર અનાદિ ફરતું જ રહે છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપિટ થાય છે, આ હમણાં તમે જાણો છો બીજું કોઈ નથી જાણતું. મનુષ્ય અર્થાત્ આત્માઓ પોતાનાં બાપ રચયિતા ને પણ નથી જાણતી, જેમને યાદ પણ કરે છે ઓ ગોડ ફાધર. હદ નાં બાપ ને ક્યારેય ગોડફાધર નહીં કહેશે. ગોડફાધર અક્ષર ખુબ આદર થી કહે છે. એમનાં માટે જ ગાએ છે પતિત-પાવન, દુઃખહર્તા સુખકર્તા છે. એક તરફ કહે છે એ દુઃખહર્તા સુખકર્તા છે અને જ્યારે કોઈ દુઃખ હોય છે કે બાળક વગેરે મરી જાય છે તો કહી દે ઈશ્વર જ દુઃખ-સુખ આપે છે. ઈશ્વરે અમારું બાળક લઇ લીધું. આ શું કર્યું? હવે મહિમા એક ગાએ છે અને પછી કંઈ થાય છે તો ઈશ્વર ને ગાળો આપે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે, પછી જો એને પાછું લઈ લીધું તો તમે રડો છો કેમ? ઈશ્વર ની પાસે ગયું ને. સતયુગ માં ક્યારેય કોઈ રડતાં નથી. બાપ સમજાવે છે રડવાની તો કોઈ દરકાર નથી. આત્માએ પોતાનાં હિસાબ-કિતાબ અનુસાર જઈ બીજો પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન ન હોવાનાં કારણે મનુષ્ય કેટલાં રડે છે, જેમકે પાગલ થઈ જાય છે. અહીંયા તો બાપ સમજાવે છે - અમ્મા મરે તો પણ હલવો ખાવો. નષ્ટોમોહા થવાનું છે. અમારા તો એક જ બેહદનાં બાપ છે, બીજું ન કોઈ. એવી અવસ્થા બાળકોની હોવી જોઈએ. મોહજીત રાજાની કથા પણ સાંભળી છે ને. આ છે બધી દંત કથાઓ. સતયુગ માં ક્યારેય દુઃખ ની વાત હોતી નથી. ન ક્યારેય અકાળે મૃત્યુ થાય છે. બાળકો જાણે છે અમે કાળ પર જીત પામીએ છીએ, બાપ ને મહાકાળ પણ કહે છે. કાળો નાં કાળ તમને કાળ પર જીત પહેરાવે છે અર્થાત્ કાળ ક્યારેય ખાતો નથી. કાળ આત્મા ને તો નથી ખાઈ શકતો. આત્મા એક શરીર છોડી બીજું લે છે, તેને કહે છે કાળ ખાઈ ગયો. બાકી કાળ કોઈ વસ્તુ છે નહીં. મનુષ્ય મહિમા ગાતાં રહે, સમજતાં કાંઈ પણ નથી. ગાય છે અચતમ્ કેશવમ્. અર્થ કાંઈ નથી સમજતાં. બિલકુલ જ મનુષ્ય સમજની બહાર થઈ ગયાં છે. બાપ સમજાવે છે આ ૫ વિકાર તમારી બુદ્ધિ ને કેટલાં ખરાબ કરી દે છે. કેટલાં મનુષ્ય બદ્રીનાથ વગેરે પર જાય છે. આજે બે લાખ ગયાં, ૪ લાખ ગયાં...મોટા-મોટા ઓફિસર્સ (અધિકારીઓ) પણ જાય છે તીર્થ કરવાં. તમે તો જતાં નથી તો તે કહેશે આ બી.કે. તો નાસ્તિક છે કારણ કે ભક્તિ નથી કરતાં. તમે પછી કહો છો જે ભગવાન ને જાણતાં નથી તે નાસ્તિક છે. બાપ ને તો કોઈ નથી જાણતાં એટલે ઓરફન (અનાથ) ની દુનિયા કહેવાય છે. કેટલાં આપસ માં લડતા-ઝઘડતા રહે છે. આ આખી દુનિયા બાબાનું ઘર છે ને. બાપ આખી દુનિયાનાં બાળકોને પતિત થી પાવન બનાવવા આવે છે. અડધોકલ્પ બરાબર પાવન દુનિયા હતી ને. ગાએ પણ છે રામ રાજા, રામ પ્રજા, રામ સાહૂકાર છે... ત્યાં પછી અધર્મ ની વાત કેવી રીતે હોઈ શકે. કહે પણ છે ત્યાં સિંહ-બકરી સાથે પાણી પીવે છે પછી ત્યાં રાવણ વગેરે ક્યાંથી આવ્યાં? સમજતાં નથી. બહારવાળા તો આવી વાતો સાંભળીને હસે છે.

આપ બાળકો જાણો છો - હમણાં જ્ઞાનનાં સાગર બાપ આવીને આપણ ને જ્ઞાન આપે છે. આ પતિત દુનિયા છે ને. હવે પ્રેરણા થી પતિતો ને પાવન બનાવશે શું? બોલાવે છે હેં પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો તો જરુર ભારતમાં જ આવ્યાં હતાં. હમણાં પણ કહે છે હું જ્ઞાન નો સાગર આવ્યો છું. આપ બાળકો જાણો છો શિવબાબા માં જ આખું જ્ઞાન છે, એ જ બાપ બેસી બાળકો ને આ બધી વાતો સમજાવે છે. શાસ્ત્રોમાં બધી છે દંત કથાઓ. નામ રાખી દીધું છે - વ્યાસ ભગવાને શાસ્ત્ર બનાવ્યાં. હવે તે વ્યાસ હતાં ભક્તિમાર્ગ નાં. આ છે વ્યાસ દેવ, એમનાં બાળકો તમે સુખ દેવ છો. હવે તમે સુખનાં દેવતા બનો છો. સુખ નો વારસો લઈ રહ્યાં છો વ્યાસ થી, શિવાચાર્ય થી. વ્યાસ નાં બાળકો તમે છો. પરંતુ મનુષ્ય મૂંઝાઈ ન જાય એટલે કહેવાય છે શિવ નાં બાળકો. એનું અસલ નામ છે જ શિવ. તો હવે બાપ કહે છે - કોઈ દેહધારી ને નહીં જુવો. જ્યારે કે શિવબાબા સમ્મુખ બેઠાં છે. આત્મા ને જાણી શકાય છે, પરમાત્મા ને પણ જાણી શકાય છે. એ પરમપિતા પરમાત્મા શિવ. એ જ આવીને પતિત થી પાવન બનવાનો રસ્તો બતાવે છે. કહે છે હું આપ આત્માઓ નો બાપ છું. આત્માને રીયલાઈજ (અનુભવ) કરાય છે, જોવાતી નથી. બાપ પૂછે છે હવે તમે પોતાની આત્માને રીયલાઈજ કરી? આટલી નાની આત્મા માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. જેમકે એક રેકોર્ડ છે.

તમે જાણો છો આપણે આત્મા જ શરીર ધારણ કરીએ છીએ. પહેલાં તમે દેહ-અભિમાની હતાં, હવે દેહી-અભિમાની છો. તમે જાણો છો આપણે આત્મા ૮૪ જન્મ લઈએ છીએ. તેનો એન્ડ (અંત) નથી થતો. કોઈ-કોઈ પૂછે છે આ ડ્રામા ક્યારથી શરું થયો? પરંતુ આ તો અનાદિ છે, ક્યારેય વિનાશ નથી થતો. આને કહેવાય છે બન્યો-બનેલ અવિનાશી વર્લ્ડ ડ્રામા. તો બાપ બેસી બાળકો ને સમજાવે છે. જેમ અભણ બાળકોને ભણતર અપાય છે. આત્મા જ શરીર માં રહે છે. આ છે પથ્થરબુદ્ધિ નાં માટે ફૂડ (ભોજન), બુદ્ધિ ને સમજ મળે છે. આપ બાળકોનાં માટે બાબાએ ચિત્ર બનાવડાવ્યાં છે. ખુબ સહજ છે. આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. હવે બ્રહ્માને પણ ત્રિમૂર્તિ કેમ કહે છે? દેવ-દેવ મહાદેવ. એક-બીજા ને ઉપર રાખે છે. અર્થ કાંઈ પણ નથી જાણતાં. હવે બ્રહ્મા દેવતા કેવી રીતે હોઈ શકે. પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા હોવાં જોઈએ. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બાપ કહે છે હું આ શરીરમાં પ્રવેશ કરી આમનાં દ્વારા તમને સમજાવું છું. આમને પોતાનાં બનાવું છું. આમનાં ઘણાં જન્મોનાં અંતમાં આવું છું. આ પણ ૫ વિકારો નો સન્યાસ કરે છે. સન્યાસ કરાવવા વાળાને યોગી, ઋષિ કહેવાય છે. હમણાં તમે રાજઋષિ બન્યાં છો. ૫ વિકારો નો સન્યાસ તમે કર્યો તો નામ બદલાય છે. તમે તો રાજયોગી બનો છો. તમે પ્રતિજ્ઞા કરો છો. તે સન્યાસી લોકો તો ઘરબાર છોડી ચાલ્યાં જાય છે. અહીંયા તો સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પ્રતિજ્ઞા કરે છે અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું. મૂળ વાત જ છે વિકાર ની.

આપ બાળકો જાણો છો શિવબાબા રચયિતા છે. એ નવી રચના રચે છે. એ બીજરુપ, સત્ ચિત્ આનંદ નાં સાગર, જ્ઞાન નાં સાગર છે. સ્થાપના, વિનાશ, પાલના કેવી રીતે કરે છે - આ બાપ જાણે છે, મનુષ્ય નથી જાણતાં. ફટ થી કહી દે છે તમે બી.કે. તો દુનિયાનો વિનાશ કરશો. અચ્છા, તમારા મુખ માં ગુલાબ. કહે છે આ તો વિનાશનાં માટે નિમિત્ત બન્યાં છે. ન શાસ્ત્રો ને, ન ભક્તિ ને, ન ગુરુઓ ને માને છે, ફક્ત પોતાનાં દાદા ને માને છે. પરંતુ બાપ તો પોતે કહે છે આ પતિત શરીર છે, મેં આમના માં પ્રવેશ કર્યો છે. પતિત દુનિયામાં તો કોઈ પાવન હોતાં નથી. મનુષ્ય તો જે સાંભળેલી-સંભળાવેલી વાતો સાંભળે છે તે બોલી દે છે. એવી સાંભળેલી-સંભળાવેલી વાતોથી તો ભારત દુર્ગતિ ને પામ્યું છે, ત્યારે બાપ આવીને સત્ય સંભળાવી બધાની સદ્દગતિ કરે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી સુખ નો વારસો લઈને સુખનાં દેવતા બનવાનું છે. બધાને સુખ આપવાનું છે. રાજઋષિ બનવાનાં માટે સર્વ વિકારો નો સન્યાસ કરવાનો છે.

2. ભણતર જ સાચો ખોરાક છે. સદ્દગતિનાં માટે સાંભળેલી-સંભળાવેલી વાતોને છોડી શ્રીમત પર ચાલવાનું છે. એક બાપ થી જ સાંભળવાનું છે. મોહજીત બનવાનું છે.

વરદાન :-
સદા સ્વમાન માં સ્થિત રહી નિર્માણ સ્થિતિ દ્વારા સર્વ ને સમ્માન આપવા વાળા માનનીય , પૂજનીય ભવ

જે બાપની મહિમા છે એ જ તમારું સ્વમાન છે, સ્વમાન માં સ્થિત રહો તો નિર્માણ બની જશો, પછી સર્વ દ્વારા સ્વતઃ જ માન મળતું રહેશે. માન માંગવાથી નથી મળતું પરંતુ સમ્માન આપવાથી, સ્વમાન માં સ્થિત થવાથી, માન નો ત્યાગ કરવાથી સર્વનાં માનનીય કે પૂજનીય બનવાનું ભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે કારણ કે સમ્માન આપવું, આપવું નથી લેવું છે.

સ્લોગન :-
જાનનહાર ની સાથે કરનહાર બની અસમર્થ આત્માઓ ને અનુભૂતિ નો પ્રસાદ આપતાં ચાલો.