13-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાબા ૨૧ જન્મો માટે તમારું દિલ એવું બહેલાવે છે જે તમારે દિલ બહેલાવવા માટે મેળા - મલાખડા વગેરે માં જવાની જરુર નથી”

પ્રશ્ન :-
જે બાળકો હમણાં બાપ નાં મદદગાર બને છે એમનાં માટે કઈ ગેરંટી છે?

ઉત્તર :-
શ્રીમત પર રાજધાની સ્થાપન કરવામાં મદદગાર બનવા વાળા બાળકો માટે ગેરેન્ટી છે કે એમને ક્યારેય કાળ ખાઈ નથી થઈ શકતો. સતયુગી રાજધાની માં ક્યારેય અકાળે મૃત્યુ નથી થઈ શકતું. મદદગાર બાળકોને બાપ દ્વારા એવું ઈનામ મળી જાય છે જે ૨૧ પેઢી સુધી અમર બની જાય છે.

ઓમ શાંતિ!
પૂર્વ-નિર્ધારિત સૃષ્ટિ ચક્ર અનુસાર કલ્પ પહેલાં ની જેમ શિવ ભગવાનુવાચ. હવે પોતાનો પરિચય તો બાળકોને મળી ગયો. બાપ નો પણ પરિચય મળી ગયો. બેહદનાં બાપ ને તો જાણી લીધાં અને બેહદ ની સૃષ્ટિનાં આદિ મધ્ય અંત ને પણ જાણી લીધું. નંબરવાર પુરુષાર્થ અનુસાર કોઈ સારી રીતે જાણી જાય છે જે પછી સમજાવી પણ શકે છે. કોઈ અધૂરું, કોઈ ઓછું. જેવી રીતે લડાઈ માં પણ કોઈ કમાન્ડર ચીફ, કોઈ કેપ્ટન, કોઈ શું બને છે? રાજાઈ ની માળામાં પણ કોઈ સાહૂકાર પ્રજા, કોઈ ગરીબ પ્રજા, નંબરવાર છે. બાળકો જાણે છે બરોબર આપણે પોતે શ્રીમત પર સૃષ્ટિ પર શ્રેષ્ઠ રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. જેટલી-જેટલી જે મહેનત કરે છે એટલું-એટલું બાપ પાસે થી ઈનામ મળે છે. આજકાલ શાંતિ માટે સલાહ આપવા વાળાને પણ ઈનામ મળે છે. આપ બાળકોને પણ ઈનામ મળે છે. તે તેમને નથી મળી શકતું. તેમને દરેક વસ્તુ અલ્પકાળ માટે મળે છે. તમે બાપની શ્રીમત પર પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો. તે પણ ૨૧ જન્મ, ૨૧ પેઢી માટે ગેરેન્ટી છે. ત્યાં બાળપણ અથવા જુવાની માં કાળ ખાતો નથી. આ પણ જાણો છો ન મન, ન ચિત્ત હતું, આપણે એવા સ્થાન પર આવીને બેઠાં છીએ, જ્યાં તમારું યાદગાર પણ ઊભું છે. જ્યાં ૫ હજાર વર્ષ પહેલાં પણ સર્વિસ કરી હતી. દેલવાડા મંદિર, અચલ ઘર, ગુરુ શિખર છે. સદ્દગુરુ પણ ઊંચામાં ઊંચા તમને મળ્યા છે, એમનું યાદગાર બનાવેલું છે. અચલઘર નું પણ રહસ્ય તમે સમજી ગયા છો. તે થઈ ઘર ની મહિમા. તમે ઊંચામાં ઊંચું પદ મેળવો છો પોતાનાં પુરુષાર્થ થી. આ છે વન્ડરફુલ તમારું જડ યાદગાર. ત્યાં જ તમે ચૈતન્ય માં આવીને બેઠાં છો. આ બધો છે રુહાની કારોબાર, જે કલ્પ પહેલાં ચાલ્યો હતો. એનું પૂરું યાદગાર અહીં છે. નંબરવન યાદગાર છે. જેવી રીતે કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો એમને અંદર ખુશી, રોનક આવી જાય છે. ફર્નિચર, પહેરવેશ કેટલું સારું રાખે છે. તમે તો વિશ્વનાં માલિક બનો છો. તમારી સાથે કોઈ સરખામણી કરી નથી શકતું. આ પણ સ્કૂલ છે. ભણાવવા વાળાને પણ તમે જાણી ગયા છો. ભગવાનુવાચ, ભક્તિમાર્ગ માં જેમને યાદ કરો છો, પૂજા કરો છો, કંઈ પણ ખબર નથી પડતી. બાપ જ સન્મુખ આવીને બધાં રહસ્ય સમજાવે છે કારણ કે આ યાદગાર બધાં તમારી અંત ની અવસ્થા નાં છે. હજી રિઝલ્ટ નથી નીકળ્યું. જ્યારે તમારી અવસ્થા સંપૂર્ણ બની જાય છે, એનું પછી ભક્તિમાર્ગ માં યાદગાર બને છે. જેવી રીતે રક્ષાબંધન નું યાદગાર હોય છે. જ્યારે પૂરી પાક્કી રાખડી બાંધી આપણે પોતાનું રાજ્ય ભાગ્ય લઈ લઈએ છીએ, ત્યારે પછી યાદગાર નથી મનાવતાં. આ સમયે તમને બધાં મંત્રો નો અર્થ સમજાવ્યો છે. ઓમ્ નો અર્થ સમજાવ્યો છે. ઓમ્ નો અર્થ કોઈ લાંબો નથી. ઓમ્ નો અર્થ છે અહમ્ આત્મા, મમ શરીર (હું આત્મા, મારું શરીર). અજ્ઞાન કાળ માં પણ તમે દેહ-અભિમાન માં રહો છો તો પોતાને શરીર સમજો છો. દિવસે-દિવસે ભક્તિમાર્ગ નીચે ઉતરતો જાય છે. તમોપ્રધાન બનતા જાય છે. દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન હોય છે. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન હતી. જ્યારે એક સત્ય બાબા ને યાદ કરતા હતાં. હતાં પણ ખૂબ થોડા. દિવસે-દિવસે વૃદ્ધિ ખૂબ થવાની છે. વિદેશ માં વધારે બાળકોને જન્મ આપે છે તો એમને ઈનામ મળે છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. સૃષ્ટિ ની ખૂબ વૃદ્ધિ થઈ ગઈ છે, હવે પવિત્ર બનો.

આપ બાળકો સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને હવે બાપ દ્વારા જાણી ગયા છો. સતયુગ માં ભક્તિનું નામ-નિશાન નથી. હમણાં તો કેટલી ધામ-ધૂમ છે, મેળા-મલાખડા ખૂબ લગાવે છે, જે મનુષ્ય જઈને દિલ ને બહેલાવે. તમારું દિલ તો બાપ આવીને બહેલાવે છે ૨૧ જન્મો માટે. જે તમે સદૈવ બહેલતા રહો છો. તમને ક્યારેય મેળા વગેરેમાં જવાનો વિચાર પણ નહીં આવે. ક્યાંય પણ મનુષ્ય જાય છે સુખ માટે. તમને ક્યાંય પહાડો પર જવાની જરુર નથી. અહીં જુઓ, કેવી રીતે મનુષ્ય મરે છે? મનુષ્ય તો સતયુગ-કળિયુગ, સ્વર્ગ-નર્ક ને પણ નથી જાણતાં. આપ બાળકોને તો પૂરું જ્ઞાન મળ્યું છે. બાપ નથી કહેતા કે મારી સાથે તમારે રહેવાનું છે. તમારે ઘરબાર પણ સંભાળવાનાં છે. બાળકો જુદા ત્યારે થાય છે જ્યારે કોઈ ખિટપિટ થાય છે. છતાં પણ તમે બાપ ની સાથે રહી નથી શકતાં. બધાં સતોપ્રધાન બની નથી શકતાં. કોઈ સતો, કોઈ રજો, કોઈ તમો અવસ્થા માં પણ છે. બધાં સાથે રહી નહીં શકે. આ રાજધાની બની રહી છે. જે જેટલું-જેટલું બાપ ને યાદ કરશે, એ અનુસાર રાજધાની માં પદ મેળવશે. મુખ્ય વાત છે જ બાપ ને યાદ કરવાની. બાપ સ્વયં બેસી ડ્રિલ શીખવાડે છે. આ છે ડેડ સાઈલેન્સ. તમે અહીં જે કંઈ જુઓ છો, એને જોવાનું નથી. દેહ સહિત બધાનો ત્યાગ કરવાનો છે. તમે શું જુઓ છો? એક તો પોતાનાં ઘર ને અને ભણતર અનુસાર જે પદ મેળવો છો, એ સતયુગી રાજાઈ ને પણ તમે જ જાણો છો, જ્યારે સતયુગ છે તો ત્રેતા નથી, ત્રેતા છે તો દ્વાપર નથી, દ્વાપર છે તો કળિયુગ નથી. હમણાં કળિયુગ પણ છે, સંગમયુગ પણ છે. ભલે તમે બેઠાં જૂની દુનિયામાં છો પરંતુ બુદ્ધિ થી સમજો છો અમે સંગમયુગી છીએ. સંગમયુગ કોને કહેવાય છે-આ પણ તમે જાણો છો. પુરુષોત્તમ વર્ષ, પુરુષોત્તમ મહિનો, પુરુષોત્તમ દિવસ પણ આ પુરુષોત્તમ સંગમ પર જ હોય છે. પુરુષોત્તમ બનવાની ઘડી પણ આ પુરુષોત્તમ યુગ માં જ છે. આ ખૂબ નાનો લિપ યુગ છે. તમે લોકો બાજોલી રમો છો, જેનાથી તમે સ્વર્ગમાં જાઓ છો. બાબાએ જોયું છે કેવી રીતે સાધુ લોકો અથવા કોઈ-કોઈ બાજોલી રમતા-રમતા યાત્રા પર જાય છે. ખૂબ મુશ્કેલીઓ ઉઠાવે છે. હવે આમાં મુશ્કેલી ની વાત નથી. આ છે યોગબળ ની વાતો. શું યાદની યાત્રા આપ બાળકોને મુશ્કેલ લાગે છે? નામ તો ખૂબ સહજ રાખ્યું છે. ક્યાંક સાંભળીને ડરી ન જાય. કહે છે બાબા, અમે યોગ માં રહી નથી શકતાં. બાબા પછી હળવા કરી દે છે. આ છે બાપની યાદ. યાદ તો બધી વસ્તુને કરાય છે. બાપ કહે છે પોતાને આત્મા સમજો. તમે બાળકો છો ને? આ તમારા બાપ પણ છે, માશૂક પણ છે. બધાં આશિક એમને યાદ કરે છે, એક બાપ શબ્દ પણ કાફી (પર્યાપ્ત) છે. ભક્તિમાર્ગ માં તમે મિત્ર-સંબંધીઓને યાદ કરો છો, છતાં પણ હે પ્રભુ, હે ઈશ્વર જરુર કહો છો. ફક્ત ખબર નથી કે એ શું વસ્તુ છે. આત્માઓનાં બાપ તો પરમાત્મા છે. આ શરીરનાં બાપ તો દેહધારી છે. આત્માઓનાં બાપ અશરીરી છે. એ ક્યારેય પુનર્જન્મ માં નથી આવતાં. બીજા બધાં પુનર્જન્મ માં આવે છે, એટલે બાપ ને જ યાદ કરે છે. જરુર ક્યારેક સુખ આપ્યું છે. એમને કહેવાય છે દુઃખહર્તા, સુખકર્તા, પરંતુ એમનાં નામ, રુપ, દેશ, કાળ ને નથી જાણતાં. જેટલાં મનુષ્ય એટલી વાતો. અનેક મત થઈ ગઈ છે.

બાપ કેટલું પ્રેમ થી ભણાવે છે! એ છે ઈશ્વર, શાંતિ આપવા વાળા. કેટલું એમનાથી સુખ મળે છે. એક જ ગીતા સાંભળીને પાવન બનાવી દે છે. પ્રવૃત્તિ માર્ગ પણ જોઈએ ને? મનુષ્યોએ કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે, પછી તો અસંખ્ય મનુષ્ય થઈ જાય. કેટલી ભૂલ કરી છે? આ નોલેજ તમને હમણાં મળે છે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. ચિત્ર તો છે, જેની પૂજા થાય છે. પરંતુ પોતાને દેવતા ધર્મ નાં સમજતા નથી. જે જેમની પૂજા કરે છે એ તે ધર્મ નાં છે ને? એ સમજી નથી શકતાં કે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છીએ. એમની જ વંશાવલી છીએ. આ બાપ જ સમજાવે છે. બાપ કહે છે તમે પાવન હતાં, પછી તમોપ્રધાન બની ગયાં છો, હવે પાવન સતોપ્રધાન બનવાનું છે. શું ગંગા સ્નાન થી બનશો? પતિત-પાવન તો બાપ છે. એ જ્યારે આવીને રસ્તો બતાવે ત્યારે તો પાવન બને. પોકારતા રહે છે પરંતુ જાણતા કંઈ પણ નથી. આત્મા પોકારે છે ઓર્ગન્સ દ્વારા કે હે પતિત-પાવન બાબા અમને આવીને પાવન બનાવો. બધાં પતિત છે, કામ ચિતા પર બળતા રહે છે. આ ખેલ જ એવો બનેલો છે. પછી બાપ આવીને બધાને પાવન બનાવી દે છે. આ બાપ સંગમ પર જ સમજાવે છે. સતયુગ માં હોય છે એક ધર્મ, બાકી બધાં પાછા ચાલ્યા જાય છે. તમે ડ્રામા ને સમજી ગયા છો, જે બીજા કોઈ નથી જાણતાં. આ રચના નાં આદિ-મધ્ય-અંત શું છે? ડ્યુરેશન કેટલું છે? આ તમે જે જાણો છો. તે બધાં છે શુદ્ર, તમે છો બ્રાહ્મણ. તમે પણ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ ભૂલ કરે છે તો એનાં રજીસ્ટર થી દેખાય છે કે ભણતર ઓછું ભણ્યાં છે. કેરેક્ટર્સ નું રજીસ્ટર હોય છે. અહીં પણ રજીસ્ટર હોવું જોઈએ. આ છે યાદની યાત્રા, જેની કોઈને પણ ખબર નથી. સૌથી મુખ્ય સબ્જેક્ટ છે યાદ ની યાત્રા. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. આત્મા મુખ થી કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. આ બધી વાતો આ બ્રહ્મા બાબા નથી સમજાવતાં. પરંતુ જ્ઞાન-સાગર પરમપિતા પરમાત્મા આ રથ માં બેસીને સંભળાવે છે. કહેવાય છે ગૌમુખ. મંદિર પણ અહીં બનેલું છે, જ્યાં તમે બેઠાં છો. જેવી રીતે તમારી સીડી છે, તેવી રીતે ત્યાં પણ સીડી છે. તમને ચઢવામાં થાક નથી લાગતો.

તમે અહીં આવ્યા છો બાપ પાસેથી ભણીને રિફ્રેશ થવા માટે. ત્યાં ગોરખધંધા ખૂબ હોય છે. શાંતિ થી સાંભળી પણ નથી શકતાં. સંકલ્પ ચાલતાં રહેશે-કોઈ જોઈ ન લે, જલ્દી ઘરે જાઉં. કેટલી ચિંતા રહે છે. અહીં કોઈ પણ ચિંતા નથી, જેવી રીતે હોસ્પિટલ માં હોય છે. અહીં ઈશ્વરીય પરિવાર છે. શાંતિધામ માં ભાઈ-ભાઈ રહે છે. અહીં છે ભાઈ-બહેન કારણ કે અહીં પાર્ટ ભજવવાનો છે તો ભાઈ-બહેન જોઈએ. સતયુગ માં પણ તમે જ પરસ્પર ભાઈ-બહેન હતાં એને કહેવાય છે અદ્વેત રાજધાની. ત્યાં લડાઈ-ઝઘડા કાંઈ પણ નથી હોતું. આપ બાળકોને પૂરી નોલેજ મળી છે કે આપણે ૮૪ જન્મ લઈએ છીએ. જેમણે વધારે ભક્તિ કરી છે, એનો હિસાબ પણ બાપે બતાવ્યો છે. તમે જ શિવ ની અવ્યભિચારી ભક્તિ કરવાનું શરુ કરો છો. પછી વૃદ્ધિ થતી જાય છે. તે છે બધી ભક્તિ. જ્ઞાન તો એક જ હોય છે. તમે જાણો છો આપણને શિવબાબા ભણાવે છે. આ બ્રહ્મા તો કંઈ પણ નહોતા જાણતાં. જે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર હતાં એ આ સમયે આ બન્યા છે પછી માલિક બને છે, તત્ ત્વમ્. એક તો માલિક નહીં બનશે ને? તમે પણ પુરુષાર્થ કરો છો. આ છે બેહદની સ્કૂલ. આની બ્રાન્ચિઝ અનેક હશે. ગલી-ગલી, ઘર-ઘર માં થઈ જશે. કહે છે અમે પોતાનાં ઘર માં ચિત્ર રાખ્યા છે, મિત્ર-સંબંધી વગેરે આવે છે તો એમને સમજાવીએ છીએ. જે આ ઝાડ નાં પાન હશે તે આવી જશે. એમનાં કલ્યાણ માટે તમે કરો છો. ચિત્રો પર સમજાવવાનું સહજ થશે. શાસ્ત્રો તો અસંખ્ય વાંચ્યા છે, હવે બધું ભૂલવાનું છે. બાપ છે ભણાવવા વાળા, એ જ સાચ્ચુ જ્ઞાન સંભળાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ડેડ સાઈલેન્સ ની ડ્રિલ કરવા માટે અહીં જે કંઈ આ આંખો થી દેખાય છે, એને નથી જોવાનું. દેહ સહિત બુદ્ધિ થી બધાનો ત્યાગ કરી પોતાનાં ઘર અને રાજ્ય ની સ્મૃતિ માં રહેવાનું છે.

2. પોતાનાં કેરેક્ટર્સ નું રજીસ્ટર રાખવાનું છે. ભણતર માં કોઈ ભૂલ નથી કરવાની. આ પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનું અને બનાવવાનું છે.

વરદાન :-
સદા સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર રહેવાવાળા હર્ષિતમુખ , હર્ષિતચિત્ત ભવ

જ્યારે પણ કોઈ દેવી અથવા દેવતાની મૂર્તિ બનાવે છે તો એમનો ચહેરો સદા હર્ષિત દેખાડે છે. તો તમારું આ સમય નું હર્ષિતમુખ રહેવાનું યાદગાર ચિત્રો માં પણ દેખાડે છે. હર્ષિતમુખ અર્થાત્ સદા સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર. જે ભરપૂર હોય છે તે જ હર્ષિત રહી શકે છે. જો કોઈ પણ અપ્રાપ્તિ હશે તો હર્ષિત નહીં રહેશે. કોઈ કેટલાં પણ હર્ષિત રહેવાની કોશિશ કરે, બહાર થી હસશે પરંતુ દિલ થી નહીં. તમે તો દિલ થી મુસ્કુરાઓ (હસો) છો કારણ કે સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર હર્ષિત ચિત્ત છો.

સ્લોગન :-
પાસ વિથ ઓનર બનવું છે તો દરેક ખજાના નું જમા નું ખાતુ ભરપૂર હોય.