13-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - અમૃતવેલા પોતાનાં બીજા બધાં સંકલ્પો ને લોકપ ( બંધ ) કરી એક બાપ ને પ્રેમ થી યાદ કરો , બાપ થી મીઠી - મીઠી રુહરિહાન કરો

પ્રશ્ન :-
આપ બાળકોની દરેક વાત માં અર્થ છે, અર્થ સહિત શબ્દ કોણ બોલી શકે છે?

ઉત્તર :-
જે દેહી-અભિમાની છે, તે દરેક બોલ અર્થ સહિત બોલી શકે છે. બાપ તમને સંગમ પર જે પણ શીખવાડે છે, તે અર્થ સહિત છે. દેહ-અભિમાન માં આવીને મનુષ્ય જે કંઈ બોલે છે તે બધું અર્થ નાં વગર અનર્થ છે. તેમાં કોઈ ફળ નથી નીકળતું, ફાયદો નથી થતો .

ગીત :-
નૈન હીન કો રાહ દિખાઓ પ્રભુ .

ઓમ શાંતિ!
આ બધાં ગીત વગેરે છે ભક્તિમાર્ગનાં. તમારાં માટે ગીતોની દરકાર નથી. કોઈ તકલીફ ની વાત નથી. ભક્તિમાર્ગમાં તો તકલીફ ખુબ છે. કેટલાં રીત-રિવાજ ચાલે છે - બ્રાહ્મણ જમાડવાં, આ કરવું, તીર્થો વગેરે પણ બહુજ કંઈ કરવાનું હોય છે. અહીંયા આવીને બધી તકલીફો થી છોડાવી દે છે. આમાં કાંઈ પણ કરવાનું નથી. મુખ થી શિવ-શિવ નથી બોલવાનું. આ કાયદા મુજબ નથી, આનાથી કોઈ ફળ નહીં મળે. બાપ કહે છે - આ અંદરમાં સમજવાનું છે હું આત્મા છું. બાપએ કહ્યું છે મને યાદ કરો, અંતર્મુખી થઈ બાપને જ યાદ કરવાનાં છે, તો બાપ પ્રતિજ્ઞા કરે છે તમારાં પાપ ભસ્મ થઈ જશે. આ છે યોગ અગ્નિ, જેનાથી તમારા વિકર્મ વિનાશ થઇ જશે પછી તમે પાછાં ચાલ્યાં જશો. હિસ્ટ્રી રીપીટ થાય છે. આ બધી પોતાની સાથે વાતો કરવાની યુક્તિઓ છે. પોતાની સાથે રુહરિહાન કરતાં રહો. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ તમને આ યુક્તિ બતાવું છું. આ પણ જાણે છે ધીરે-ધીરે આ ઝાડ વૃદ્ધિને પામશે. માયાનું તોફાન પણ આ સમયે છે જ્યારે કે હું આવીને આપ બાળકોને માયાનાં બંધનથી છોડાવું છું. સતયુગમાં કોઈ બંધન હોતું નથી. આ પુરુષોત્તમ યુગ પણ હમણાં તમને અર્થ સહિત બુદ્ધિમાં છે. અહીંયા દરેક વાત અર્થ સહિત જ છે. દેહ-અભિમાની જે વાત કરશે તે અનર્થ. દેહી-અભિમાની જે વાત કરશે અર્થ સહિત. તેમાથી ફળ નીકળશે. હવે ભક્તિમાર્ગમાં કેટલી ડિફિકલ્ટી (મુશ્કેલી) હોય છે. સમજે છે કે તીર્થયાત્રા કરવી, આ કરવું, આ બધું ભગવાનની પાસે પહોંચવાનો રસ્તો છે. પરંતુ બાળકોએ હવે સમજ્યું છે પાછું કોઈ એક પણ જઈ નથી શકતું. પહેલાં નંબરમાં જે વિશ્વનાં માલિક લક્ષ્મી-નારાયણ હતાં, તેમનાં જ ૮૪ જન્મ બતાવી દે છે. તો પછી બીજા કોઈ છૂટી કેવી રીતે શકે. બધાં ચક્ર માં આવે છે તો કૃષ્ણ માટે કેવી રીતે કહેશું કે તે સદેવ કાયમ છે જ છે. હાં, કૃષ્ણ નું નામ-રુપ તો ચાલ્યું ગયું, બાકી આત્મા તો છે જ કોઈને કોઈ રુપમાં. આ બધી વાતો બાળકોને બાપે આવીને સમજાવી છે. આ ભણતર છે. સ્ટૂડન્ટ લાઇફ (વિદ્યાર્થી જીવન) માં ધ્યાન આપવાનું છે. રોજનો સમય નક્કી કરી દો પોતાનો ચાર્ટ લખવાનો. વ્યાપારી લોકોને બહુજ બંધન રહે છે. નોકરી કરવા વાળા પર બંધન નથી રહેતું. તે તો પોતાનું કામ પૂરું કર્યું ખલાસ. વ્યાપારીઓની પાસે તો ક્યારેય ગ્રાહક આવે તો સપ્લાય (આપૂર્તિ) કરવું પડે. બુદ્ધિયોગ બહાર ચાલ્યો જાય છે. તો કોશિશ કરી સમય નીકાળવો જોઈએ. અમૃતવેલા નો સમય સારો છે. તે સમયે બહારનાં વિચારો ને લોકપ (બંધ) કરી દેવાં જોઈએ, કોઈ પણ વિચાર ન આવે. બાપ ની યાદ રહે. બાપની મહિમા માં લખી દેવું જોઈએ - બાબા જ્ઞાનનાં સાગર, પતિત-પાવન છે. બાબા આપણને વિશ્વનાં માલિક બનાવે છે, એમની શ્રીમત પર ચાલવાનું છે. સૌથી સારી મત મળે છે મનમનાભવ. બીજું કોઈ બોલી ન શકે. કલ્પ-કલ્પ આ મત મળે છે-તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની. બાપ ફક્ત કહે છે મામેકમ યાદ કરો. આને કહેવાય છે - વશીકરણ મંત્ર, અર્થ સહિત યાદ કરવાથી જ ખુશી થશે.

બાપ કહે છે અવ્યભિચારી યાદ જોઈએ. જેમ ભક્તિમાં એક શિવની પૂજા અવ્યભિચારી છે પછી વ્યભિચારી થવાથી અનેકોની ભક્તિ કરે છે. પહેલાં હતી અદ્વૈત ભક્તિ, એક ની ભક્તિ કરતાં હતાં. જ્ઞાન પણ એ એકનું જ સાંભળવાનું છે. આપ બાળકો જેમની ભક્તિ કરતા હતાં, એ સ્વયં તમને સમજાવી રહ્યાં છે - મીઠા-મીઠા બાળકો હમણાં હું આવ્યો છું, આ ભક્તિ કલ્ટ (સંપ્રદાય) હવે પૂરું થયું. તમે જ પહેલાં-પહેલાં એક શિવબાબા નું મંદિર બનાવ્યું. તે સમયે તમે અવ્યભિચારી ભક્ત હતાં, એટલે બહુજ સુખી હતાં પછી વ્યભિચારી ભક્ત બનવાથી દ્વૈત માં આવી ગયાં ત્યારે થોડું દુઃખ થાય છે. એક બાપ તો બધાને સુખ આપવા વાળા છે ને. બાપ કહે છે હું આવીને આપ બાળકોને મંત્ર આપું છું. મંત્ર પણ એકનો જ સાંભળો, અહીં દેહધારી કોઈ પણ નથી. અહીંયા તમે આવો જ છો બાપદાદા ની પાસે. શિવબાબા થી ઊંચુ કોઈ છે નહીં. યાદ પણ બધાં એમને કરે છે. ભારત જ સ્વર્ગ હતું, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. તેમને એવાં કોણે બનાવ્યાં? જેમની તમે પછી પૂજા કરો છો. કોઈને ખબર નથી મહાલક્ષ્મી કોણ છે! મહાલક્ષ્મી ની પહેલાનો જન્મ કયો હતો? આપ બાળકો જાણો છો તે છે જગતઅંબા. તમે બધી માતાઓ છો, વંદે માતરમ. આખાં જગત પર જ તમે પોતાનો દાવ જમાવો છો. ભારતમાતા કોઈ એકનું નામ નથી. તમે બધાં શિવ થી શક્તિ લો છો યોગબળ થી. શક્તિ લેવામાં માયા ઇન્ટરફેયર (દખલ) કરે છે. યુદ્ધમાં કોઈ આંગળી લગાવે છે તો બહાદુર થઈને લડવું જોઈએ. એવું નહીં કોઇએ આંગળી લગાવી અને તમે ફસાઈ જાઓ, આ છે જ માયાનું યુદ્ધ. બાકી કોઈ કૌરવ અને પાંડવોનું યુદ્ધ છે નહીં, તેમનું તો આપસમાં યુદ્ધ છે. મનુષ્ય જ્યારે લડે છે, તો એક-બે ગજ જમીન માટે ગળું કાપી દે છે. બાપ આવી ને સમજાવે છે - આ બધો ડ્રામા બનેલો છે. રામરાજ્ય, રાવણરાજ્ય, હમણાં આપ બાળકોને આ જ્ઞાન છે કે આપણે રામરાજ્ય માં જઈશું, ત્યાં અથાહ સુખ છે. નામ જ છે સુખધામ, ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી હોતું. હવે જ્યારે કે બાપ આવ્યાં છે, આવી રાજાઈ આપવા તો બાળકોએ કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. ઘડી-ઘડી કહું છું બાળકો થાકો નહીં. શિવબાબા ને યાદ કરતા રહો. એ પણ બિંદુ છે, આપણે આત્મા પણ બિંદુ છીએ, અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છીએ, હવે પાર્ટ પૂરો થયો છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. વિકર્મ આત્મા પર જ ચઢે છે ને. શરીર તો અહીંયા ખતમ થઇ જશે. ઘણાં મનુષ્ય કોઈ પાપ કર્મ કરે છે તો પોતાનાં શરીરને જ ખતમ કરી દે છે. પરંતુ તેનાથી કોઈ પાપ ઉતરતું નથી. પાપ આત્મા કહેવાય છે. સાધુ-સંત વગેરે તો કહી દે છે આત્મા નિર્લેપ છે, આત્મા સો પરમાત્મા, અનેક મતો છે. હમણાં તમને એક શ્રીમત મળે છે. બાપે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે. આત્મા જ બધું જાણે છે. પહેલાં ઈશ્વરનાં વિષય માં કંઈ જાણતા નહોતાં. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આત્મા કેટલી નાની છે, પહેલાં-પહેલાં આત્માનું રીયલાઈજેશન (અનુભવ) કરાવે છે. આત્મા ખુબજ સૂક્ષ્મ છે, તેનો સાક્ષાત્કાર થાય છે, તે બધી છે ભક્તિમાર્ગની વાતો. જ્ઞાનની વાતો બાપ જ સમજાવે છે. તે પણ ભ્રકુટી ની મધ્યમાં આવીને બેસે છે બાજુમાં. આ પણ ઝટ સમજી લે છે. આ બધી છે નવી વાતો જે બાપ જ બેસી ને સમજાવે છે. આ પાક્કું યાદ કરી લો, ભૂલો નહીં. બાપને જેટલું યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. વિકર્મ વિનાશ થવા પર જ આધાર છે તમારા ભવિષ્યનો. આપ બાળકોની સાથે-સાથે ભારતખંડ પણ સૌથી સૌભાગ્યશાળી છે, આનાં જેવો સૌભાગ્યશાળી બીજો કોઈ ખંડ નથી. અહીંયા બાપ આવે છે, ભારત જ હેવન હતું, જેને ગાર્ડન ઓફ અલ્લાહ કહે છે. તમે જાણો છો બાપ ફરીથી ભારતને ફૂલોનો બગીચો બનાવી રહ્યાં છે, આપણે ભણીએ જ છીએ ત્યાં જવા માટે. સાક્ષાત્કાર પણ કરીએ છીએ, આ પણ જાણીએ છીએ કે આ એ જ મહાભારત લડાઈ છે, પછી આવી લડાઈ ક્યારેય લાગતી નથી. આપ બાળકોનાં માટે નવી દુનિયા પણ જરુર જોઈએ. નવી દુનિયા હતી ને, ભારત સ્વર્ગ હતું. ૫ હજાર વર્ષ થયાં, લાખો વર્ષની તો વાત જ નથી. લાખો વર્ષ હોત તો મનુષ્ય અગણિત થઈ જાય. આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું કે આટલું થઈ કેવી રીતે શકે જ્યારે કે આટલી આદમસુમારી (જનસંખ્યા) નથી.

હમણાં તમે સમજો છો - આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આપણે વિશ્વ પર રાજ્ય કરતા હતાં, બીજા ખંડ નહોતાં, તે હોય છે પાછળથી. આપ બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે, બીજા કોઈની બુદ્ધિમાં બિલકુલ નથી. થોડો પણ ઇશારો આપો તો સમજી જાય. વાત તો બરાબર છે, અમારા પહેલાં જરુર કોઈ ધર્મ હતો. હમણાં તમે સમજાવી શકો છો કે એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તે પ્રાયઃ લોપ થઈ ગયો છે. કોઇ પોતાને દેવતા ધર્મનાં કહી નથી શકતાં. સમજતા જ નથી કે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં પછી તે ધર્મ ક્યાં ગયો? હિંદુ ધર્મ ક્યાંથી આવ્યો? કોઈનું પણ આ વાતોમાં ચિંતન નથી ચાલતું. આપ બાળકો સમજાવી શકો છો - બાપ તો છે જ્ઞાનનાં સાગર, જ્ઞાનની ઓથોરિટી (સત્તા). તો જરુર આવીને જ્ઞાન સંભળાવ્યું હશે. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે, આમાં પ્રેરણાની વાત નથી. બાપ કહે છે જેમ હમણાં આવ્યો છું, તેમ કલ્પ-કલ્પ આવું છું. કલ્પ બાદ પણ આવીને ફરી બધાં બાળકો થી મળશે. તમે પણ આમ ચક્ર લગાવો છો. રાજ્ય લો છો પછી ગુમાવો છો. આ બેહદ નું નાટક છે, તમે બધાં એક્ટર્સ છો. આત્મા એક્ટર થઈને ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર ને ન જાણે તો પછી શું કામની. આપ બાળકો જાણો છો કેવી રીતે આત્મા શરીર ધારણ કરે છે અને પાર્ટ ભજવે છે. હવે ફરી પાછાં જવાનું છે. હવે આ જૂની દુનિયાનો અંત છે. કેટલી સહજ વાત છે. આપ બાળકો જ જાણો છો - બાપ કેવી રીતે ગુપ્ત બેઠાં છે. ગોદડીમાં કરતાર જોયા. હવે જોયાં કહે કે જાણ્યા કહે - વાત એક જ છે. આત્માને જોઈ શકે છે, પરંતુ તેનાથી કોઇ ફાયદો નથી. કોઈને સમજમાં આવી ન શકે. નૌધા ભક્તિમાં ખુબ સાક્ષાત્કાર કરે છે, આગળ આપ આત્માઓ પણ કેટલાં સાક્ષાત્કાર કરતાં હતાં, ખુબ પ્રોગ્રામ આવતાં હતાં ફરી અંતમાં આ ખેલપાલ તમે જોશો. હવે તો બાપ કહે છે ભણીને હોશિયાર થઈ જાઓ. જો નહિં ભણશો તો પછી જ્યારે રીઝલ્ટ (પરિણામ) નીકળશે તો મોઢું નીચે થઇ જશે, પછી સમજશો અમે કેટલો સમય વેસ્ટ કર્યો. જેટલાં-જેટલાં બાપ ની યાદ માં રહેશો, યાદ નાં બળ થી પાપ મટી જશે. જેટલાં બાપ ની યાદ માં રહેશો એટલો ખુશી નો પારો ચઢશે.

મનુષ્યને આ ખબર નથી કે ભગવાનને કેમ યાદ કરાય છે! કહે પણ છે તુમ માત-પિતા.અર્થ નથી જાણતાં. હમણાં તમે જાણો છો, શિવનાં ચિત્ર પર સમજાવી શકો છો - આ જ્ઞાનનાં સાગર, પતિત-પાવન છે, એમને યાદ કરવાનાં છે. બાળકો જાણે છે એ જ બાપ આવ્યાં છે સુખ ઘનેરા નો રસ્તો બતાવવાં. આ ભણતર છે. આમાં જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઉચ્ચ પદ પામશે. આ કોઈ સાધુ-સંત વગેરે નથી, જેમની ગાદી ચાલી આવી હોય. આ તો શિવબાબા ની ગાદી છે. એવું નથી આ જશે તો બીજું કોઈ ગાદી પર બેસશે. બાપ તો બધાને સાથે લઇ જશે. ઘણાં બાળકો વ્યર્થ વિચારોમાં પોતાનો સમય વેસ્ટ કરે છે. વિચારે છે ખુબ ધન ભેગું કરીએ, પુત્ર પૌત્ર ખાશે, પછી કામ આવશે, બેંક લોકર માં જમા કરીએ, બાળ-બચ્ચાઓ ખાતાં રહેશે. પરંતુ કોઈને પણ ગવર્મેન્ટ છોડશે નહીં એટલે તેનો વધારે વિચાર ન કરી પોતાની ભવિષ્ય કમાણીમાં લાગી જવું જોઈએ. હવે બાળકોએ પુરુષાર્થ કરવાનો છે. એવું નહીં હે ડ્રામામાં હશે તો કરશું. પુરુષાર્થ વગર ખાવાનું પણ નથી મળતું પરંતુ કોઈની તકદીરમાં નથી તો પછી એવાં-એવાં વિચાર આવી જાય છે. તકદીરમાં જ નથી તો પછી ઈશ્વરીય તદબીર પણ શું કરશે. જેમની તકદીરમાં છે, તે સારી રીતે ધારણ કરે અને કરાવે છે. બાપ તમારા શિક્ષક પણ છે, ગુરુ પણ છે તો એમને યાદ કરવાં જોઈએ. સૌથી પ્રિય બાપ, શિક્ષક અને ગુરુ જ હોય છે. એમને તો યાદ કરવાં જોઈએ. બાબા યુક્તિઓ તો ઘણી બતાવે છે. તમે સાધુ-સંત વગેરેને પણ નિમંત્રણ આપી શકો છો. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પુરુષાર્થ કરી પોતાની ભવિષ્ય કમાણીમાં લાગી જવાનું છે, ડ્રામામાં હશે તો કરી લઈશું, આ કહીને પુરુષાર્થ હીન નથી બનવાનું.

2. આખાં દિવસમાં જે પણ પાપ થાય છે કે કોઈને દુઃખ આપો છો તે નોંધ કરવાનું છે. સચ્ચાઈ થી બાપને સંભળાવાનું છે, સાફ દિલ બની એક બાપ ની યાદ થી બધાં હિસાબ ચૂકતું કરવાનાં છે.

વરદાન :-
દરેક સંકલ્પ કે કર્મ ને શ્રેષ્ઠ અને સફળ બનાવવા વાળા જ્ઞાન સ્વરુપ સમજદાર ભવ

જે જ્ઞાન સ્વરુપ, સમજદાર બનીને કોઈ પણ સંકલ્પ કે કર્મ કરે છે, તે સફળતા મૂર્ત બને છે. એનું જ યાદગાર ભક્તિમાર્ગ માં કાર્ય પ્રારંભ કરતાં સમયે સ્વસ્તિકા બનાવે છે કે ગણેશ ને નમન કરે છે. આ સ્વસ્તિકા, સ્વ સ્થિતિમાં સ્થિત થવું અને ગણેશ નોલેજફુલ સ્થિતિ નું સૂચક છે. આપ બાળકો જ્યારે સ્વયં નોલેજફુલ બની દરેક સંકલ્પ અથવા કર્મ કરો છો તો સહજ સફળતા નો અનુભવ થાય છે.

સ્લોગન :-
બ્રાહ્મણ જીવનની વિશેષતા છે ખુશી, એટલે ખુશી નું દાન કરતાં ચાલો.