13-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બાપે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે - તમે બ્રાહ્મણ આ યજ્ઞની સંભાળ કરવા વાળા છો એટલે તમારે પવિત્ર જરુર રહેવાનું છે

પ્રશ્ન :-
અંત સમયમાં બાપ કયાં બાળકો ને સહાયતા (મદદ) આપે છે?

ઉત્તર :-
જે સારી રીતે સર્વિસ (સેવા) કરે છે એમને અંતમાં જ્યારે ખૂબ આફતો આવશે તે સમયે સહાયતા મળશે. જરુર જે બાપનાં મદદગાર બન્યાં, બાપ એમને મદદ કરશે.

પ્રશ્ન :-
વન્ડરફુલ (અદ્દભુત) મુખડું (મુખ) કયું છે? એમનું યાદગાર કયાં રુપમાં છે?

ઉત્તર :-
શિવબાબા જેમને પોતાનું મુખડું નથી, એ જ્યારે આ મુખડા નો આધાર લે છે તો આ થઈ જાય છે વન્ડરફુલ મુખડું એટલે આપ બાળકો સન્મુખ મુખડું જોવા માટે આવો છો. આમનું યાદગાર રુંડ માળા માં મુખડું દેખાડે છે.

ગીત :-
કિતના મીઠા કિતના પ્યારા.

ઓમ શાંતિ!
બેહદ નાં બાપ કહે છે હું એક જ વાર ૫ હજાર વર્ષ પછી બાળકો નું મુખડું જોઉં છું. બાપ ને પોતાનું મુખડું તો છે નહીં. શિવબાબા પણ જૂનાં શરીર ની લોન (આધાર) લે છે. તો તમે બાપદાદા બંને નું મુખડું જુઓ છો. ત્યારે કહે છે બાપદાદા નાં યાદપ્યાર સ્વીકાર થાય. હવે રુંડ માળા બાળકોએ જોઈ છે, તેમાં મુખડું દેખાડે છે. રુંડ માળા બનાવાય છે તો શિવબાબા નું પણ એવું મુખડું જોશે. આ કોઈને ખબર નથી કે શિવબાબા પણ આવીને શરીર ની લોન લે છે. શિવબાબા આ બ્રહ્મા મુખ થી બોલે છે. તો આ એમનું મુખ થઈ ગયું ને. આ સમયે એક જ વાર બાપ આવીને બાળકોનું મુખડું જુએ છે. બાળકો જાણે છે શિવબાબાએ આ મુખડું ભાડા પર લોન લીધેલું છે. એવાં બાપ ને પોતાનું મકાન ભાડા પર આપવાથી કેટલો ફાયદો થાય છે. પહેલાં-પહેલાં આમનાં કાન સાંભળે છે. ભલે ફટ થી તમે સાંભળો છો પરંતુ તો પણ સૌથી નજીક આમનાં કાન છે. તમારી આત્મા તો દૂર બેઠી છે ને. આત્મા કાન દ્વારા સાંભળશે તો થોડો ફર્ક રહે છે. આપ બાળકો અહીં આવો છો સન્મુખ મુખડું જોવાં. આ છે વન્ડરફુલ મુખડું. શિવરાત્રી મનાવે છે તો જરુર શિવબાબા જે નિરાકાર છે એ અહીંયા આવીને પ્રવેશ કરે છે તો એમનો પણ આ ભારત દેશ થયો. ભારત છે અવિનાશી પરમપિતા પરમાત્મા ની જન્મભૂમિ. પરંતુ એમનો જન્મ અન્ય મનુષ્યો સદૃશ્ય (માફક) નથી. સ્વયં કહે છે હું આવીને આમનામાં પ્રવેશ કરું છું અને પછી બાળકોને જ્ઞાન સંભળાવું છું બીજાં સર્વ આત્માઓને પોત-પોતાનું શરીર છે. મારું કોઈ શરીર નથી. શિવ નું હંમેશા લિંગ રુપ દેખાડ છે. રુદ્ર યજ્ઞ જ્યારે રચે છે તો માટી નાં ગોળ-ગોળ લિંગ બનાવે છે. સાલિગ્રામ નાનાં-નાનાં બનાવે છે, શિવલિંગ મોટું બનાવે છે. હકીકત માં નાનાં-મોટાં છે નહીં. ફક્ત દેખાડવા માટે કે આ બાપ છે, તે બાળક છે. પૂજા પણ બન્ને ની અલગ-અલગ કરે છે. સમજે પણ છે એ શિવ છે, એ સાલિગ્રામ છે. એવું તો નહીં કહે બધાં શિવ જ શિવ છે. નહીં, શિવલિંગ મોટું બનાવે છે અને સાલિગ્રામ નાનાં-નાનાં બનાવે છે. આ બધાં બાળકો છે એમની સાથે. બાબાએ સમજાવ્યું છે આ સાલિગ્રામો ની પૂજા કેમ કરે છે? કારણ કે તમે સર્વ આત્માઓ છો ને. તમે આ શરીર ની સાથે ભારત ને શ્રેષ્ઠાચારી બનાવી રહ્યાં છો. શિવબાબા ની શ્રીમત સાલિગ્રામ લઈ રહ્યાં છે. આ પણ જ્ઞાન યજ્ઞ રચાયેલો છે - રુદ્ર શિવબાબા નો. શિવબાબા બોલે છે, સાલિગ્રામ પણ બોલે છે. આ અમરકથા, સત્ય નારાયણ ની કથા છે. મનુષ્ય ને નર થી નારાયણ બનાવે છે. સૌથી ઊંચી પૂજા એમની થઈને. આત્મા કોઈ ખૂબ મોટો નથી. બિલકુલ બિંદુ માફક છે. એનામાં કેટલું જ્ઞાન છે, કેટલો પાર્ટ ભરેલો છે. આટલો નાનો એવો આત્મા કહે છે હું શરીરમાં પ્રવેશ કરી પાર્ટ ભજવું છું. શરીર કેટલું મોટું છે. શરીર માં આત્મા પ્રવેશ થવાથી નાનપણ થી જ પાર્ટ ભજવવા લાગી જાય છે. અનાદિ અવિનાશી પાર્ટ મળેલો છે. શરીર તો જડ છે. એમાં જ્યારે ચૈતન્ય આત્મા પ્રવેશ કરે છે, એનાં પછી ગર્ભ માં સજાઓ ખાવા લાગે છે. સજાઓ પણ કેવી રીતે ખાય છે. અલગ-અલગ શરીર ધારણ કરી, જેને-જેને જે રુપ થી દુઃખ આપ્યું છે તો એ સાક્ષાત્કાર કરતા જાય છે. દંડ મળતો જાય છે. ત્રાહી-ત્રાહી કરે છે, એટલે ગર્ભ જેલ કહેવાય છે. ડ્રામા કેવો સારો બનેલો છે. કેટલો પાર્ટ ભજવે છે. આત્મા અંજામ (વાયદો) કરે છે હું ક્યારેય પાપ નહીં કરું. આટલાં નાનાં આત્મા ને કેટલો અવિનાશી પાર્ટ મળેલો છે. ૮૪ જન્મો નો પાર્ટ ભજવીને પછી રિપીટ (પુનરાવર્તિત) કરે છે. વન્ડર છે ને. આ બાપ સમજાવે છે. બાળકો પણ સમજે છે - આ તો યથાર્થ વાત છે. આટલાં નાનાં બિંદુ માં કેટલો પાર્ટ છે. આત્માને અનેકોનો સાક્ષાત્કાર થાય છે. ગાય પણ છે આત્મા સ્ટાર (સિતારો) છે જે આ ભ્રકુટી ની વચ્ચે રહે છે. કેટલો પાર્ટ ભજવે છે, આને કહેવાય છે કુદરત. તમે તો જાણો છો આપણે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ. કેટલો પાર્ટ ભજવીએ છીએ. આપણને બાબા આવીને સમજાવે છે. કેટલું ઊંચું જ્ઞાન છે. દુનિયામાં કોઈને આ જ્ઞાન નથી. આ (બ્રહ્મા) પણ તો મનુષ્ય હતાં ને, આમાં હવે બાબાએ પ્રવેશ કર્યો છે. એવું નથી કે ગુરુ ગોસાઈ નાં ચેલા (શિષ્ય) હશે. એનાંથી રિદ્ધિ-સિદ્ધિ શિખ્યાં છે. કોઈ-કોઈ સમજે છે ગુરુ નું વરદાન અથવા ગુરુ ની શક્તિ મળેલી છે. આ તો વાતો જ ન્યારી છે. સન્મુખ સાંભળવાથી તમને ખૂબ મજા આવે છે. જાણો છો અમને બાબા સન્મુખ સમજાવી રહ્યાં છે. બાબા પણ એટલાં નાનાં છે, જેટલાં આપણે આત્મા નાનાં છીએ. એમને કહેવાય છે - પરમપિતા પરમાત્મા, પરમ એટલે સુપ્રીમ. પરે તે પરે પરમધામ માં રહેવા વાળા. પરે તે પરે આપ બાળકો પણ રહો છો. બાપ કેટલી મહીન (સુક્ષ્મ) વાતો સંભળાવે છે. શરુઆત માં થોડી સમજાવતાં હતાં. દિવસે-દિવસે આપ બાળકો ને કેટલું ગંભીર જ્ઞાન મળતું રહે છે. કોણ આપે છે? ઊંચા માં ઊંચા ભગવાન. એ આવીને કહે છે બાળકો. આત્મા કેવી રીતે કર્મેન્દ્રિયો દ્વારા વાત કરે છે. કહે પણ છે એ ભ્રકુટી ની વચ્ચે ચમકે છે. પરંતુ ફક્ત કહેવા માત્ર કહે છે, કોઈની બુદ્ધિ માં નથી આવતું. કોઈને આ જ્ઞાન છે નહીં જે સમજાવે. તમારામાં પણ આ વાતો ઘણાં ઓછા સમજે છે. જે સમજે છે તે સારી રીતે ફરી ધારણ કરે છે અને પછી ધારણ કરાવે છે અર્થાત્ વર્ણન કરે છે. પરમપિતા પરમાત્મા કહો છો તો પિતા થી જરુર વારસો મળવો જોઈએ ને. સ્વર્ગ નાં માલિક હોવાં જોઈએ. એમને જરુર બાપ થી સ્વર્ગ નો વારસો મળેલો હશે. ક્યાં વારસો આપ્યો? શું સતયુગ માં આપ્યો? જરુર પાસ્ટ (પહેલાં) નાં કર્મ છે. હમણાં તમે કર્મો ની થિયરી ને (ગતિ ને) સમજો છો. તમને બાબા એવાં કર્મ શિખવાડે છે જેનાંથી તમે એવાં બની શકો છો. જ્યારે તમે બ્રહ્મા મુખ વંશાવલી બન્યાં છો ત્યારે શિવાબાબા બ્રહ્મા મુખ થી તમને આ જ્ઞાન સંભળાવે છે. કેટલો રાત-દિવસ નો ફર્ક છે. કેટલું ઘોર અંધારું થઈ ગયું છે. કોઈપણ બાપ ને જાણતાં નથી, જેનાંથી રોશની મળે. કહે છે અમે એક્ટર્સ (કલાકાર) પાર્ટ ભજવવા આવ્યાં છીએ, આ કર્મક્ષેત્ર પર. પરંતુ અમે કોણ છીએ, અમારા બાબા કોણ છે - કાંઈ પણ ખબર નથી. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, કાંઈ પણ નથી જાણતાં. ગવાયેલું પણ છે અહિલ્યાઓ, કુબ્જાઓ, ગણિકાઓ જે છે એમને આવીને ભણાવે છે. પ્રદર્શની માં ઘણાં મોટાં-મોટાં વ્યક્તિઓ પણ આવે છે. પરંતુ એમની તકદીર માં છે નહીં. બાપ છે જ ગરીબ નિવાઝ. ૧૦૦ માંથી મુશ્કેલ કોઈ એક સાહૂકાર નીકળશે. તેમાં પણ ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કોઈ વિરલા જ કરે છે. તમે છો ગરીબ. માતાઓની પાસે બહુ પૈસા વગેરે થોડી હોય છે. કન્યાઓની પાસે ક્યાંથી આવે. તેઓ (માતાઓ) તો છતાં પણ હાફ પાર્ટનર (અર્ધાંગિની) છે. કન્યાને તો કાંઈ પણ મળતું નથી. તે ત્યાં ચાલી જાય છે, હાફ પાર્ટનર બને છે તો વારસો નથી લઈ શકતી. બાળકો તો ફુલ (પૂરેપૂરાં) માલિક હોય છે. તો એવી કન્યાઓને જ પહેલાં-પહેલાં બાપ પોતાની બનાવે છે. એક તો ભણતર નું બ્રહ્મચારી જીવન છે, ગરીબ છે, પવિત્ર છે, એમની જ પૂજા થાય છે. છે બધી આ સમય ની વાતો. આ સમયે તમારી એક્ટ (તમારા કર્મ) ચાલે છે જે પછી પૂજાય છે. શિવ જયંતી વગર કૃષ્ણ જયંતી થઈ ન શકે. તમે જાણો છો શિવ જયંતી પછી કૃષ્ણ ની, રામ ની જયંતી. શિવ જયંતી થી જગત અંબા, જગત પિતા નો પણ જન્મ થાય છે. તો જરુર જગત નો જ વારસો મળશે. આખાં જગત નાં માલિક તમે બનો છો. જગત માતા છે જગત ની માલિક. જગત અંબા નાં મેળા લાગે છે. બ્રહ્મા ને એટલું નથી પૂજતાં. તો બાપ માતાઓ ને આગળ રાખે છે. શિવ શક્તિઓ માતાઓ ને બધાંએ ઠોકરો મારી છે, ખાસ પતિઓએ. આ તો પતિઓનાં પતિ છે. કન્યાઓ ને સમજાવે છે, આ જગત અંબા ની બાળકીઓ માસ્ટર જગત અંબા થઈ ને. આ બાળકીઓ પણ મા જેવું કાર્ય કરી રહી છે.

મમ્મા માફક તમે પણ ત્રિકાળદર્શી છો. પુરુષ સ્ત્રી બંને છે. પ્રવૃત્તિ માર્ગ છે ને. મેજોરીટી (અધિકાંશ સંખ્યા) માતાઓની છે. નામ પણ એમનું પ્રસિદ્ધ છે. બ્રહ્મા નું એટલું પ્રસિદ્ધ નથી. સારસિદ્ધ બ્રાહ્મણ બ્રહ્મા ને પૂજે છે. બે પ્રકાર નાં બ્રાહ્મણ હોય છે - સારસિદ્ધ અને પુશ્કરણી. શાસ્ત્ર સંભળાવવા વાળા અલગ હોય છે. આ બધી વાતો બાપ સમજાવે છે. કેવી રીતે આ ચક્ર ફરે છે. કેવી રીતે હું આવું છું. વાયદો તો છે ને કે હું ફરીથી ૫ હજાર વર્ષ પછી જ્ઞાન સંભળાવીશ. ગીતામાં પણ છે ને જે પહેલાં થઈ જાય છે તે ફરી ભક્તિમાર્ગ માં ગવાય છે. આ તો અનાદિ ડ્રામા છે. ક્યારેય શૂટ નથી થતો, આનું કોઈ આદિ-મધ્ય-અંત નથી. ચાલતો જ આવે છે. બાપ આવીને સમજાવે છે - આ ડ્રામા કેવી રીતે ચાલે છે. ૮૪ જન્મ તમારે જ ભોગવવા પડે છે. તમે જ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય વગેરે વર્ણ માં આવો છો. શિવબાબા અને બ્રાહ્મણ બંને ને ગુમ કરી દીધાં છે. બ્રહ્મા દ્વારા તમે બ્રાહ્મણ બનો છો. બ્રાહ્મણ જ યજ્ઞ સંભાળે છે. પતિત તો યજ્ઞ ની સંભાળ કરી ન શકે. યજ્ઞ જ્યારે રચે છે તો વિકાર માં નથી જતાં. યાત્રા પર પણ વિકાર માં નથી જતાં. તમે છો રુહાની યાત્રા પર, તો વિકાર માં જઈ ન શકો. નહીં તો વિધ્ન પડી જશે. તમારી છે રુહાની યાત્રા. બાબા કહે છે હું આવું છું આપ બાળકોને લઈ જવાં. મચ્છરો સદૃશ્ય લઈ જઈશ. ત્યાં આપણે આત્માઓ રહીએ છીએ. એ છે પરમધામ, જ્યાં આત્માઓ નિવાસ કરે છે. પછી આપણે આવીએ છીએ દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીએ છીએ. હમણાં ફરી બ્રાહ્મણ બન્યાં છીએ. જે બ્રાહ્મણ બનશે તે જ સ્વર્ગમાં જશે. ત્યાં પણ ઝૂલા માં ઝૂલે છે ને. ત્યાં તો તમે રતન-જડિત ઝુલા માં ઝૂલશો. શ્રીકૃષ્ણ નો ઝૂલો કેટલો સારો શણગારે છે. એની સાથે બધાંનો પ્રેમ છે. ગાય છે ને - ભજ રાધે ગોવિંદ ચાલો વૃંદાવન હવે તમે પ્રેક્ટિકલ (હકીકત) માં ત્યાં જવા માટે તૈયાર થઈ રહ્યાં છો. જાણો છો અમારી મનોકામનાઓ પૂરી થાય છે. હવે તમે ઈશ્વરીય પુરી માં ચાલો (જાઓ) છો. જાણો છો બાબા બધાંને કેવી રીતે લઈ જાય છે. માખણ માંથી વાળ. બાપ તમને કોઈપણ તકલીફ નથી આપતાં. કેવી રીતે સહજ બાદશાહી આપે છે. બાપ કહે છે જ્યાં જવાનું છે તે પોતાની કૃષ્ણપુરી ને યાદ કરો. પહેલાં-પહેલાં જરુર બાબા તમને ઘરે લઈ જશે. પછી ત્યાંથી મોકલી દેશે સ્વર્ગ માં. હવે તમે શ્રીકૃષ્ણ પુરી માં જઈ રહ્યાં છો વાયા શાંતિધામ (શાંતિધામ થઈને). જેમ વાયા દિલ્હી જવાનું હોય છે. હવે સમજો છો પાછા જઈએ છીએ, પછી આવીશું કૃષ્ણપુરી માં. આપણે શ્રીમત પર ચાલી રહ્યાં છીએ તો બાપ ને યાદ કરવાનાં છે, પવિત્ર બનવાનું છે. યાત્રા પર હંમેશા પવિત્ર રહે છે. ભણતર પણ બ્રહ્મચર્ય માં ભણે છે. પવિત્રતા જરુર જોઈએ. બાપ છતાં પણ બાળકો ને પુરુષાર્થ કરાવે છે. આ સમય નો પુરુષાર્થ તમારો કલ્પ-કલ્પ નો બની જશે. પુરુષાર્થ તો કરવો જોઈએ ને. આ સ્કૂલ છે ખૂબ મોટી તો જરુર ભણવું જોઈએ. ભગવાન સ્વયં ભણાવે છે. એક દિવસ પણ મિસ ન કરવું (ન છૂટવું) જોઈએ. મોસ્ટ વેલ્યુએબલ (સૌથી કિંમતી) ભણતર છે. આ બાબા ક્યારેય પણ મિસ નહીં કરશે (નથી કરતાં). અહીં આપ બાળકો સન્મુખ ખજાના થી ઝોલી ભરી શકો છો. જેટલું ભણશો એટલો નશો ચઢશે. બંધન નથી તો પછી રહી શકે છે. પરંતુ માયા એવી છે જે બંધન માં બાંધી દે છે. ઘણાં છે જેમને રજા પણ મળે છે. બાબા કહે છે પૂરાં રિફ્રેશ થઈ જાઓ. બહાર જવાથી પછી તે નશો નથી રહેતો. ઘણાઓને ફક્ત મુરલી વાંચવાથી પણ નશો ચઢી જાય છે. ખૂબ આફતો આવવાની છે. મદદ એમને મળશે જે મદદગાર બનશે, સારી રીતે સર્વિસ કરશે. તો એમને અંત માં સહાયતા પણ તો મળે છે ને. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર મોસ્ટ વેલ્યુએબલ છે. સ્વયં ભગવાન ભણાવે છે એટલે એક દિવસ પણ મિસ નથી કરવાનું. જ્ઞાન ખજાના થી રોજ ઝોલી ભરવાની છે.

2. આ ભણતર નો સમય છે, યાત્રા પર ચાલી રહ્યાં છો. રુદ્ર યજ્ઞ ની સંભાળ કરવાની છે, એટલે પવિત્ર જરુર રહેવાનું છે. કોઈ પણ વિકાર નાં વશ થઈ વિઘ્ન નથી નાખવાનું.

વરદાન :-
ભાગ્યવિધાતા બાપ દ્વારા મળેલા ભાગ્ય ને વહેંચવા અને વધારવા વાળા ખુશનસીબ ભવ

સૌથી મોટી ખુશનસીબી એ છે - જે ભાગ્યવિધાતા બાપે પોતાનાં બનાવી લીધાં! દુનિયા વાળા તડપે છે કે ભગવાન ની એક સેકન્ડ પણ નજર પડી જાય અને તમે સદા નયનો માં સમાયેલાં છો. આને કહેવાય છે ખુશનસીબ. ભાગ્ય તમારો વારસો છે. આખાં કલ્પ માં એવું ભાગ્ય હમણાં જ મળે છે. તો ભાગ્ય ને વધારતાં ચાલો. વધારવાનું સાધન છે વહેંચવું. જેટલું બીજાઓને વહેંચશો અર્થાત્ ભાગ્યવાન બનાવશો એટલું ભાગ્ય વધતું જશે.

સ્લોગન :-
નિર્વિધ્ન અને એકરસ સ્થિતિ નો અનુભવ કરવો છે તો એકાગ્રતા નો અભ્યાસ વધારો.