13-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - આ પાઠશાળા છે નર થી નારાયણ બનવાની , ભણાવવા વાળા સ્વયં સત્ય બાપ , સત શિક્ષક અને સતગુરુ છે , તમારે આ નિશ્ચય માં પાક્કા રહેવાનું છે

પ્રશ્ન :-
આપ બાળકોને કઈ વાતની જરા પણ ફિકર (ચિંતા) ન થવી જોઈએ, કેમ?

ઉત્તર :-
જો કોઈ ચાલતાં-ચાલતાં હાર્ટફેલ થઈ જાય, શરીર છોડી દે તો તમને ફિકર ન થવી જોઈએ કારણ કે તમે જાણો છો દરેકને પોતાની એક્ટ કરવાની (પોતાનું કાર્ય કરવાનું) છે. તમને ખુશી થવી જોઈએ કે આત્મા, જ્ઞાન અને યોગ નાં સંસ્કાર લઈને ગયો તો વધારે જ ભારત ની સારી સેવા કરશે. ફિકર ની વાત નથી. આ તો ડ્રામા ની ભાવી છે.

ગીત :-
તુમ્હીં હો માતા

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે, બાળકો જાણે છે બાબા પણ બાળક કહી બોલાવે છે અને આ બાપદાદા બંને કમ્બાઈન્ડ (સંયુક્ત) છે. પહેલાં બાપદાદા પછી બાળકો છે, આ નવી રચના થઈ ને અને બાપ રાજયોગ પણ શિખવાડી રહ્યાં છે. હૂબહૂ (બરાબર) ૫ હજાર વર્ષ પહેલાં માફક ફરીથી આપણને રાજયોગ શિખવાડી રહ્યાં છે. ભક્તિમાર્ગ માં પછી એનાં પુસ્તકો બનાવી એને ગીતા કહી દીધી છે. પરંતુ આ સમયે તો ગીતા ની કોઈ વાત નથી. આ પછીથી શાસ્ત્ર બનાવ્યાં એને કહી દીધું છે શ્રીમદ્ભગવત ગીતા, સહજ રાજયોગ નું પુસ્તક. ભક્તિમાર્ગ માં પુસ્તક વાંચવાથી ફાયદો નહીં થાય. એમજ ફક્ત શિવ ને યાદ કરવાથી કોઈ વારસો નથી મળી શકતો. વારસો ફક્ત હમણાં સંગમ પર જ મળી શકે છે. બાપ છે જ બેહદ નો વારસો આપવા વાળા અને વારસો પણ આપશે સંગમ પર. બાપ રાજયોગ શિખવાડે છે. બીજા પણ જે સંન્યાસી વગેરે શિખવાડે છે એમનાં શિખવાડવામાં અને આમાં રાત-દિવસ નો ફર્ક છે. એમની બુદ્ધિ માં ગીતા હોય છે અને સમજે છે કૃષ્ણએ ગીતા સંભળાવી. વ્યાસે લખી. પરંતુ ગીતા તો ન કૃષ્ણ એ સંભળાવી હતી, ન તે સમય હતો. ન કૃષ્ણનું રુપ હોઈ શકે છે. બાપ બધી વાતો ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે અને કહે છે હવે જજ (નિર્ણય) કરો. એમનું નામ પણ પ્રસિદ્ધ છે. સત્ય બતાવવા વાળા જ નર થી નારાયણ બનાવી શકે છે. આપ બાળકો જાણો છો આપણે નર થી નારાયણ બનવા માટે આ પાઠશાળા અથવા રુદ્ર યજ્ઞ માં બેઠાં છીએ. શિવબાબા અક્ષર સારો લાગે છે. બરાબર બાપ અને દાદા જરુર છે. આ નિશ્ચય થી તમે આવ્યાં છો. બાપ બ્રહ્મા દ્વારા બધાં વેદો શાસ્ત્રો નો સાર સમજાવે છે અને સમજાવી રહ્યાં છે હું તમને ત્રિકાળદર્શી બનાવી રહ્યો છું. એવું નહીં કે તમે ત્રિલોકીનાથ બનો છો. નહીં, તમે નાથ તો બનો છો ફક્ત એક શિવપુરી નાં. એને લોક ન કહેવાય. લોક મનુષ્ય સૃષ્ટિને કહેવાય છે. મનુષ્ય લોક ચૈતન્ય લોક છે, તે છે નિરાકારી લોક. તમને ફક્ત ત્રિલોકી નું જ્ઞાન સંભળાવે છે, ત્રિલોકી નાં નાથ નથી બનાવતાં. ત્રણેય લોકો નું જ્ઞાન મળ્યું છે એટલે ત્રિકાળદર્શી કહેવાય છે. લક્ષ્મી-નારાયણ ને પણ ત્રિલોકીનાથ નહીં કહેશું. વિષ્ણુ ને પણ ત્રિલોકનાથ નહીં કહેશું. એમને તો ત્રણેય લોકોનું જ્ઞાન જ નથી. લક્ષ્મી-નારાયણ જે બાળપણ માં રાધા-કૃષ્ણ છે, એમને ત્રિલોકી નું જ્ઞાન નથી. તમારે ત્રિકાળદર્શી બનવાનું છે. જ્ઞાન લેવાનું છે. બાકી કૃષ્ણ માટે કહે છે - ત્રિલોકીનાથ હતાં, પરંતુ નહીં. ત્રણેય લોકો નાં નાથ તો એમને કહેશે જે રાજ્ય કરે. એ તો ફક્ત વૈકુંઠનાથ બને છે, સતયુગ ને વૈકુંઠ કહેવાય છે. ત્રેતા ને વૈકુંઠ નહીં કહેશે. આ લોક નાં પણ આપણે નાથ નથી બની શકતાં. બાબા પણ ફક્ત બ્રહ્મ મહતત્વ નાં નાથ છે. બ્રહ્માંડ, જેમાં આપણે આત્માઓ ઈંડા માફક રહીએ છીએ, એનાં જ માલિક છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર સૂક્ષ્મવતન માં રહેવા વાળા છે તો તે ત્યાંના નાથ કહેવાશે. તમે બનો છો વૈકુંઠ નાથ. તે સૂક્ષ્મવતન ની વાત, એ મૂળવતન ની વાત. ફક્ત તમે જ ત્રિકાળદર્શી બની શકો છો. તમારું ત્રીજું નેત્ર ખુલ્યું છે. દેખાડે પણ છે ભ્રકુટી ની વચ્ચે ત્રીજું નેત્ર છે, એટલે ત્રિનેત્રી કહે છે. પરંતુ આ નિશાની દેવતાઓને આપે છે કારણ કે તમારી જ્યારે કર્માતીત અવસ્થા થઈ જાય છે ત્યારે તમે ત્રિનેત્રી બનો છો, તે તો આ સમયની વાત છે. બાકી તેઓ તો જ્ઞાન નો શંખ નથી વગાડતાં. એમણે પછી તે સ્થૂળ શંખ લખી દીધો છે. આ મુખ ની વાત છે. એનાંથી તમે જ્ઞાન શંખ વગાડો છો. જ્ઞાન લઈ રહ્યાં છો. જેમ મોટી યુનિવર્સિટી (વિદ્યાલય) માં જ્ઞાન લે છે. આ છે પતિત-પાવન ગોડફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). કેટલી મોટી યુનિવર્સિટી નાં તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો. સાથે-સાથે તમે એ પણ જાણો છો કે આપણા બાબા, બાબા છે, શિક્ષક છે, સતગુરુ છે. બધુંજ છે. આ માતા-પિતા દરેક હાલત માં સુખ આપવા વાળા છે એટલે કહે છે તમે માતા-પિતા આ છે સેક્રીન, ખૂબ મીઠાં છે. દેવતાઓ જેવાં મીઠાં ક્યારેય કોઈ હોઈ ન શકે. બાળકો જાણે છે ભારત ખૂબ સુખી, એવરહેલ્દી (સદા તંદુરસ્ત) એવરવેલ્દી (સદા સંપન્ન) હતું. બિલકુલ પવિત્ર હતું. કહેવાય જ છે વાઈસલેસ (નિર્વિકારી) ભારત. હમણાં તો નહીં કહે. હમણાં તો વિશશ પતિત કહેશે. બાપ કેટલું સહજ કરી સમજાવી રહ્યાં છે. બાપ અને વારસા ને જાણી જાઓ છો. બાબા કેટલાં મીઠાં બનાવે છે. તમે પણ ફીલ (અનુભવ) કરો છો આપણે શ્રીમત પર ભણવાનું અને ભણાવવાનું છે. આ જ ધંધો છે. બાકી કર્મભોગ તો જન્મ-જન્માંતર નો ખુબ છે ને. સમજો કોઈ બીમાર પડે છે, કાલે હાર્ટફેલ થઈ જાય છે તો સમજાય છે ભાવી ડ્રામા ની. એમને કદાચ બીજો પાર્ટ ભજવવાનો હશે, એટલે દુઃખ ની વાત નથી રહેતી. ડ્રામા અટલ છે. એમને બીજો પાર્ટ ભજવવાનો છે, ફિકરની શું વાત છે. વધારે જ ભારતની સારી સેવા કરશે કારણ કે સંસ્કાર જ એવાં લઈ જાય છે, કોઈનાં કલ્યાણ અર્થ. તો ખુશ થવું જોઈએ ને. સમજાવતાં રહે છે અમ્મા મરે તો હલવો ખાજો. આમાં સમજ જોઈએ. તમે જાણો છો આપણે એક્ટર્સ (પાર્ટધારી) છીએ. દરેકે પોતાની એક્ટ કરવાની (પોતાનું કર્મ કરવાનું) છે. ડ્રામા માં નોંધ છે. એક શરીર છોડી બીજો પાર્ટ ભજવવાનો છે. અહીંથી જે સંસ્કારો સાથે જશે ત્યાં ગુપ્ત પણ સર્વિસ (સેવા) જ કરશે. આત્મા માં સંસ્કાર તો રહે છે ને. જે સર્વિસેબલ (સેવાધારી) બાળકો છે મુખ્ય, માન પણ એમનું છે. સર્વિસ કરવા વાળા, ભારત નું કલ્યાણ કરવા વાળા ફક્ત આપ બાળકો છો. બાકી બીજા બધાં અકલ્યાણ જ કરે છે. પતિત બનાવે છે. સમજો કોઈ ફર્સ્ટક્લાસ સંન્યાસી મરે છે, તે એવી રીતે બેસી જાય છે, અમે શરીર છોડી બ્રહ્મ માં જઈને લીન થઈ જઈશું. તો તે જઈને કોઈનું કલ્યાણ નથી કરી શકતાં કારણ કે તે કોઈ કલ્યાણકારી બાપ નાં સંતાન થોડા છે. તમે કલ્યાણકારી નાં સંતાન છો. તમે કોઈનું અકલ્યાણ કરી નથી શકતાં. તમે તો જશો કલ્યાણ અર્થ. આ છે પતિત દુનિયા. બાપ નું ઓર્ડીનેન્સ નીકળ્યો (આદેશ) છે કે હવે આ ભોગબળ ની રચના નથી જોઈતી. એ તમોપ્રધાન છે. અડધાકલ્પ થી તમે એકબીજાને કામ કટારી થી દુઃખ આપતાં આવ્યાં છો. આ રાવણ નાં ૫ ભૂત છે જે તમને દુઃખ આપે છે. આ તમારા મોટાં દુશ્મન છે. બાકી કોઈ સોનાની લંકા વગેરે હતી નહીં. આ બધી વાતો બનાવી છે. બાપ કહે છે આ તો બેહદ ની વાત છે. આખી મનુષ્ય સૃષ્ટિ આ સમયે રાવણ ની જંજીરો (માયાજાળ) માં બંધાયેલી છે. મેગેઝીન માં પણ ચિત્ર સારા નીકળ્યાં છે - બધાં રાવણ નાં પીંજરા માં પડ્યાં છે, બધાં શોક વાટિકા માં છે. અશોક વાટિકા માં નથી. અશોકા હોટલ નથી. આ તો બધી શોક ની હોટલો છે, ખૂબ ગંદુ કરે છે. આપ બાળકો જાણો છો સ્વચ્છ કોણ છે, ગંદા કોણ છે? હવે તમે ફૂલ બની રહ્યાં છો.

આપ બાળકો સમજો છો આત્મા નાં રેકોર્ડ માં કેટલો મોટો પાર્ટ નોંધાયેલો છે. આ ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. આ નાના એવાં આત્મા માં અવિનાશી પાર્ટ ૮૪ જન્મો નો ભરેલો છે. કહે પણ છે અમે પતિત તમોપ્રધાન છીએ. હવે છે અંત. ખૂને નાહક ખેલ છે ને. એક બોમ થી કેટલાં મરી પડે છે. તમે જાણો છો હવે જૂની દુનિયા રહેવાની નથી. આ જૂનું શરીર, જૂની દુનિયા છે. આપણને નવી દુનિયામાં નવું શરીર મળવાનું છે, એટલે પુરુષાર્થ કરી રહ્યાં છીએ શ્રીમત પર. જરુર આ બધાં બાળકો એમનાં મદદગાર છે. શ્રી શ્રી ની શ્રીમત પર આપણે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ બનીએ છીએ. વાઇસપ્રેસિડન્ટ (ઉપરાષ્ટ્રપતિ) ને પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) થોડી કહેશે. આ તો થઈ જ ન શકે. પથ્થર-ભિત્તર માં ભગવાન અવતાર કેવી રીતે લેશે. એમનાં માટે ગાય છે યદા યદાહિ જ્યારે-જ્યારે બિલકુલ પતિત બની જાય છે, કળિયુગ નો અંત સમીપ આવી જાય છે ત્યારે મારે આવવું પડે છે. હવે આપ બાળકો મુજ બાપ ને યાદ કરો. બાબા પૂછે છે - બાબાની યાદ રહે છે? કહે છે બાબા ઘડી-ઘડી ભુલાઈ જાય છે. કેમ? લૌકિક બાપ ને તો કયારેય ભૂલતાં નથી. આ વાત બિલકુલ નવી છે. બાપ નિરાકાર એક બિંદુ છે. આ પ્રેક્ટિસ (અભ્યાસ) નથી. કહે છે ને - અમે ન તો ક્યારેય આવું સાંભળ્યું, ન એમને એવી રીતે યાદ કર્યા. દેવતાઓને પણ આ જ્ઞાન નથી રહેતું. આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. એમને સ્વદર્શન ચક્રધારી પણ નહીં કહેવાય. ભલે કહે છે વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ બને છે. પ્રવૃત્તિ માર્ગ માટે બે રુપ દેખાડે છે. બ્રહ્મા-સરસ્વતી, શંકર-પાર્વતી, લક્ષ્મી-નારાયણ. ઊંચા માં ઊંચા છે એક, પછી છે સેકન્ડ (બીજાં), થર્ડ (ત્રીજા) હવે બાપ કહે છે બાળકો દેહ સહિત દેહ નાં બધાં ધર્મ છોડો, પોતાને આત્મા સમજો. હું આત્મા બાપ નો બાળક છું. હું સંન્યાસી નથી. બાપ ને યાદ કરો, આ દેહ નાં ધર્મ ને ભૂલી જાઓ. ખૂબ સહજ છે. હમણાં બાપ સાથે બેઠાં છો. બાબા બ્રહ્મા દ્વારા બતાવે છે. બાપદાદા બંને કમ્બાઈન્ડ છે. જેમ બે બાળકો સાથે જન્મે છે ને, આ પણ બંને નો પાર્ટ સાથે ચાલી રહ્યો છે. બાળકોને સમજાવ્યું છે અંત મતી સો ગતિ. જ્યારે શરીર છોડે છે, તે સમયે બુદ્ધિ ક્યાંક ચાલી ગઈ તો ત્યાં જઈને જન્મ લેવો પડશે. અંતકાળે પતિ નું મોઢું જુએ છે તો બુદ્ધિ ત્યાં ચાલી જાય છે. અંતકાળે જે જેવી સ્મૃતિ માં રહે છે, તે સમય ની ખૂબ અસર રહે છે. જો એ સમયની સ્મૃતિ રહે કે કૃષ્ણ જેવો બાળક બનું, તો વાત નહીં પૂછો. ખૂબ સુંદર બાળક બની જન્મ લે છે. હવે તો અંત મતી એક જ લગન રાખવાની છે ને. આ સમયે તમે શું કરી રહ્યાં છો? જાણો છો આપણે શિવબાબા ને યાદ કરીએ છીએ. બધાંને સાક્ષાત્કાર તો થવાનો જ છે. મુગટધારી તો કૃષ્ણ પણ છે, રાધા પણ છે. પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) તો હશે પરંતુ ક્યારે? સતયુગ માં કે ત્રેતા માં? તે પછી પુરુષાર્થ પર છે. જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો. તમે કહો છો અમે તો ૨૧ જન્મો માટે રાજાઈ લઈશું. મમ્મા-બાબા લે છે તો કેમ નહીં અમે ફોલો (અનુસરણ) કરીએ. નોલેજ ને ધારણ કરી પછી કરાવવાનું છે, એટલી સર્વિસ કરવાની છે ત્યારે ૨૧ જન્મો માટે પ્રારબ્ધ મળશે. સ્કૂલ માં જે સારી રીતે પુરુષાર્થ નથી કરતાં તે ઓછા માર્ક્સ લે છે. તમે હમણાં ૫ વિકાર રુપી માયા રાવણ પર વિજય મેળવો છો. તમારું છે અહિંસક યુદ્ધ. જો રામ ને નિશાની ન આપે તો સૂર્યવંશી, ચંદ્રવંશી કેવી રીતે કહેવાય. તો બાપ કહે છે તમે જેટલો પુરુષાર્થ કરશો તો અંત મતી સો ગતિ થશે. દેહ નો પણ ખ્યાલ ન હોય, બધાંને ભૂલવાનાં છે. બાપ કહે છે તમે અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી જવાનું છે. તમે આટલું નાનું બિંદુ આ કાનો થી સાંભળો છો, મુખ દ્વારા બોલો છો. આપણે આત્મા એક શરીર છોડી પછી બીજા માં જઈએ છીએ. હવે આપણે આત્માઓ ઘરે જઈ રહ્યાં છીએ. બાબા ખૂબ શૃંગાર કરાવે છે, જેનાંથી મનુષ્ય થી દેવતા બની જઈએ છીએ. તમે જાણો છો શિવબાબા ને યાદ કરવાથી આપણે એવાં બનીએ છીએ. ગીતા માં પણ છે મને યાદ કરો અને વારસા ને યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. બિલકુલ સહજ છે. સમજે પણ છે - બરાબર અમે કલ્પ-કલ્પ તમારા થી બ્રહ્મા દ્વારા વારસો મેળવીએ છીએ. ગાય પણ છે ને - બ્રહ્મા દ્વારા સ્થાપના દેવતા ધર્મ ની. નપાસ થવાથી પછી ત્રેતા કે ક્ષત્રિય ધર્મ માં ચાલ્યાં જાય છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય. ધર્મ ની સ્થાપના થાય છે. સતયુગ માં બીજાં કોઈ ધર્મ હોતાં નથી, બીજાં બધાં પછીથી આવે છે. એનાંથી આપણું કોઈ કનેક્શન (સંબંધ) નથી. ભારતવાસી ભૂલી ગયાં છે કે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છીએ. આ પણ ડ્રામા નો પાર્ટ એવો બનેલો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર ભણવાનો અને ભણાવવાનો ધંધો કરવાનો છે. ડ્રામા ની ભાવી પર અટલ રહેવાનું છે. કોઈ પણ વાત ની ફિકર નથી કરવાની.

2. અંતકાળ માં એક બાપ સિવાય બીજાં કોઈ પણ યાદ ન આવે, એટલે આ દેહ ને પણ ભૂલવાનો અભ્યાસ કરવાનો છે. અશરીરી બનવાનું છે.

વરદાન :-
મન - બુદ્ધિ થી કોઈપણ બુરાઈ ( ખરાબી ) ને ટચ ( સ્પર્શ ) ન કરવા વાળા સંપૂર્ણ વૈષ્ણવ કે સફળ તપસ્વી ભવ

પવિત્રતા ની પર્સનાલિટી કે રોયલ્ટી વાળા મન-બુદ્ધિ થી કોઈ પણ બુરાઈ ને ટચ નથી કરતાં. જેમ બ્રાહ્મણ જીવનમાં શારીરિક આકર્ષણ તથા શારીરિક ટચિંગ અપવિત્રતા છે, એમ મન-બુદ્ધિ માં કોઈ વિકાર નાં સંકલ્પ માત્ર નું આકર્ષણ અથવા ટચિંગ અપવિત્રતા છે. તો કોઈપણ બુરાઈ ને સંકલ્પ માં પણ ટચ ન કરવી - આ જ સંપૂર્ણ વૈષ્ણવ કે સફળ તપસ્વી ની નિશાની છે.

સ્લોગન :-
મન ની ઉલઝનો (મૂંઝવણો) ને સમાપ્ત કરી વર્તમાન અને ભવિષ્ય ને ઉજ્જવળ બનાવો.