13-09-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  22.03.86    બાપદાદા મધુબન


સુખ , શાંતી અને ખુશી નો આધાર - પવિત્રતા
 


આજે બાપદાદા પોતાનાં ચારે બાજુનાં સર્વ હોલીનેસ (પવિત્ર) અને હેપ્પીનેસ (હર્ષિત) બાળકો ને જોઈ રહ્યાં છે. આટલાં મોટા સંગઠિત રુપમાં આવાં હોલી અને હેપ્પી બંને વિશેષતાં વાળા, આ આખાં ડ્રામા ની અંદર બીજી કોઈ આટલી મોટી સભા કે આટલી મોટી સંખ્યાં હોઈ જ નથી શકતી. આજકાલ કોઈને ભલે હાઈનેસ (શ્રેષ્ઠ) કે હોલીનેસ (પવિત્રતા) નું ટાઈટલ આપે પણ છે પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ રુપમાં જુઓ તો તે પવિત્રતા, મહાનતા દેખાશે નહિં. બાપદાદા જોઈ રહ્યા હતાં આટલી મહાન પવિત્ર આત્માઓનું સંગઠન ક્યાંય હોઈ શકે છે. દરેક બાળક ની અંદર આ દૃઢ સંકલ્પ છે કે ન ફક્ત કર્મ થી પરંતુ મન-વાણી-કર્મ ત્રણેય થી પવિત્ર બનવાનું જ છે. તો આ પવિત્ર બનવાનો શ્રેષ્ઠ દૃઢ સંકલ્પ બીજે ક્યાંય પણ રહી નથી શકતો. અવિનાશી થઇ નથી શકતો, સહજ થઇ નથી શકતો. અને આપ સર્વ પવિત્રતાને ધારણ કરવી કેટલું સહજ સમજો છો કારણ કે બાપદાદા દ્વારા નોલેજ મળ્યું અને નોલેજ ની શક્તિ થી જાણી લીધું કે મુજ આત્માનું અનાદિ અને આદિ સ્વરુપ છે જ પવિત્ર. જ્યારે આદિ-અનાદિ સ્વરુપ ની સ્મૃતિ આવી ગઈ તો આ સ્મૃતિ સમર્થ બનાવી સહજ અનુભવ કરાવી રહી છે. જાણી લીધું કે અમારું વાસ્તવિક સ્વરુપ પવિત્ર છે. આ સંગ-દોષ નું સ્વરુપ અપવિત્ર છે. તો વાસ્તવિક ને અપનાવવું સહજ થઈ ગયું ને.

સ્વધર્મ, સ્વદેશ, સ્વ નાં પિતાં અને સ્વ સ્વરુપ, સ્વ કર્મ બધાનું નોલેજ મળ્યું છે. તો નોલેજ ની શક્તિ થી મુશ્કેલ અતિ સહજ થઈ ગયું. જે વાત ને આજકાલની મહાન આત્માઓ કહેવડાવવા વાળા પણ અસંભવ સમજે છે, અનનેચરલ (અસાધારણ) સમજે છે પરંતુ આપ પવિત્ર આત્માઓએ તે અસંભવ ને કેટલું સહજ અનુભવ કરી લીધું. પવિત્રતા ને અપનાવવી સહજ છે કે મુશ્કેલ છે? આખાં વિશ્વ ની આગળ ચેલેન્જ (પડકાર) થી કહી શકો છો કે પવિત્રતા તો અમારું સ્વ-સ્વરુપ છે. પવિત્રતા ની શક્તિ નાં કારણે જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ અને શાંતિ સ્વત:જ છે. પવિત્રતા ફાઉન્ડેશન (પાયો) છે. પવિત્રતાં ને માતા કહે છે. અને સુખ-શાંતિ તેનાં બાળકો છે. તો જ્યાં પવિત્રતાં છે ત્યાં સુખ શાંતિ સ્વતઃ જ છે એટલે હેપ્પી (ખુશ) પણ છો. ક્યારેય ઉદાસ થઇ ન શકો. સદા ખુશ રહેવા વાળા. જ્યાં હોલી (પવિત્રતા) છે ત્યાં હેપ્પી પણ જરુર છે. પવિત્ર આત્માઓ ની નિશાની સદા ખુશી છે. તો બાપદાદા જોઈ રહ્યાં છે કે કેટલી નિશ્ચયબુદ્ધિ પાવન આત્માઓ બેઠી છે. દુનિયાવાળા સુખ-શાંતિ નાં પાછળ ભાગદોડ કરે છે. પરંતુ સુખ-શાંતિ નું ફાઉન્ડેશન જ પવિત્રતા છે. તે ફાઉન્ડેશન ને નથી જાણતાં એટલે પવિત્રતા નું ફાઉન્ડેશન મજબૂત ન હોવાનાં કારણે અલ્પકાળ નાં માટે સુખ અથવા શાંતિ પ્રાપ્ત થાય પણ છે પરંતુ હમણાં-હમણાં છે હમણાં-હમણાં નથી. સદાકાળ ની સુખ-શાંતિ ની પ્રાપ્તિ પવિત્રતાનાં સિવાય અસંભવ છે. આપ સૌએ ફાઉન્ડેશન ને અપનાવી લીધું છે એટલે સુખ-શાંતિ નાં માટે ભાગદોડ નથી કરવી પડતી. સુખ-શાંતિ, પવિત્ર-આત્માઓની પાસે સ્વયં સ્વતઃ જ આવે છે. જેમ બાળકો માઁ ની પાસે સ્વતઃ જ જાય છે ને. કેટલાં પણ અલગ કરો છતાં પણ માઁ ની પાસે જરુર જશે. તો સુખ-શાંતિ ની માતા છે પવિત્રતા. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ શાંતિ, ખુશી સ્વતઃ જ આવે છે. તો શું બની ગયાં? બેગમપુર નાં બાદશાહ. આ જૂની દુનિયાનાં બાદશાહ નહીં, પરંતુ બેગમપુર નાં બાદશાહ. આ બ્રાહ્મણ પરિવાર બેગમપુર અર્થાત્ સુખ નો સંસાર છે. તો આ સુખ નાં સંસાર બેગમપુર નાં બાદશાહ બની ગયાં. હિઝ હોલીનેસ (પરમ પવિત્ર) પણ છો ને. તાજ પણ છે, તખ્ત પણ છે. બાકી શું કમી છે! કેટલો સુંદર તાજ છે, લાઈટ (પ્રકાશ) નો તાજ પવિત્રતા ની નિશાની છે. અને બાપદાદા નાં દિલતખ્તનશીન છો. તો બેગમપુર નાં બાદશાહો નો તાજ પણ ન્યારો અને તખ્ત પણ ન્યારું છે. બાદશાહી પણ ન્યારી તો બાદશાહ પણ ન્યારા છો.

આજકાલ ની મનુષ્ય આત્માઓને આટલી ભાગ-દોડ કરતાં જોઈ બાપદાદા ને પણ બાળકો પર તરસ આવે છે. કેટલો પ્રયત્ન કરતાં રહે છે. પ્રયત્ન અર્થાત્ ભાગ-દોડ, મહેનત પણ વધારે કરે છે પરંતુ પ્રાપ્તિ શું? સુખ પણ હશે તો સુખ ની સાથે કોઈ ને કોઈ દુઃખ તો મળેલું હશે. બીજું કાંઇ નહીં તો અલ્પકાળ નાં સુખની સાથે ચિંતા અને ભય આ બે વસ્તુ તો છે જ છે. તો જ્યાં ચિંતા છે ત્યાં ચેન નથી હોઈ શકતું. જ્યાં ભય છે ત્યાં શાંતિ નથી હોઈ શકતી. તો સુખ ની સાથે આ દુઃખ અશાંતિ નાં કારણ છે જ છે અને આપ સૌને દુઃખ નું કારણ અને નિવારણ મળી ગયું. હવે તમે સમસ્યાઓનું સમાધાન કરવાવાળા સમાધાન સ્વરુપ બની ગયાં છો ને. સમસ્યાઓ આપ સૌથી રમવા માટે રમકડાં બનીને આવે છે. રમત રમવા માટે આવે છે ન કે ડરાવવા માટે. ગભરાવવા વાળા તો નથી છો ને. જ્યાં સર્વ શક્તિઓનો ખજાનો જન્મ-સિદ્ધ અધિકાર થઈ ગયો તો બાકી કમી શું રહી, ભરપૂર છો ને. માસ્ટર સર્વશક્તિવાન ની આગળ સમસ્યા કાંઈ નથી. હાથી નાં પગ નીચે જો કીડી આવી જાય તો દેખાશે? તો આ સમસ્યાઓ પણ આપ મહારથીઓની આગળ કીડી સમાન છે. રમત સમજવાથી ખુશી રહે, કેટલી પણ મોટી વાત નાની થઈ જાય છે. જેમ આજકાલ બાળકો ને કઈ રમત કરાવે છે, બુદ્ધિ ની. આમ બાળકોને હિસાબ (ગણિત) કરવા આપો તો હેરાન થઈ જશે. પરંતુ રમત ની રીતે હિસાબ ખુશી-ખુશી થી કરશે. તો આપ સૌ માટે પણ સમસ્યા કીડી સમાન છે ને. જ્યાં પવિત્રતા, સુખ શાંતિ ની શક્તિ છે ત્યાં સ્વપ્ન માં પણ દુઃખ અશાંતિ ની લહેર આવી નથી શકતી. શક્તિશાળી આત્માઓની આગળ આ દુઃખ અને અશાંતિ હિમ્મત ન રાખી સકે આગળ આવવાની. પવિત્ર આત્માઓ સદા હર્ષિત રહેવાવાળી આત્માઓ છે, આ સદા સ્મૃતિ માં રાખો. અનેક પ્રકારની મૂંઝવણો થી ભટકવાથી દુઃખ અશાંતિ ની જાળ થી નીકળી આવ્યાં કારણ કે ફક્ત એક દુઃખ નથી આવતું. પરંતુ એક દુઃખ પણ વંશાવલી ની સાથે આવે છે. તો તે જાળ થી નીકળી આવ્યાં. એવાં પોતાને ભાગ્યવાન સમજો છો ને!

આજે ઓસ્ટ્રેલિયા વાળા બેઠાં છે. ઓસ્ટ્રેલિયા વાળા ની બાપદાદા સદા જ તપસ્યા અને મહાદાની-પણા ની વિશેષતા વર્ણન કરે છે. સદા સેવાની લગન ની તપસ્યા અનેક આત્માઓને અને આપ તપસ્વી આત્માઓને ફળ આપી રહી છે. ધરણી નાં પ્રમાણે વિધિ અને વૃદ્ધિ બંને ને જોઈ બાપદાદા એક્સ્ટ્રા ખુશ છે. ઓસ્ટ્રેલિયા છે જ એક્સ્ટ્રા ઓર્ડિનરી (અદ્ભુત). ત્યાગ ની ભાવના, સેવા માટે બધામાં ખુબ જ જલ્દી આવે છે એટલે તો આટલાં સેવાકેન્દ્ર ખોલે છે. જેમ અમને ભાગ્ય મળ્યું છે એમ બીજાઓ નું ભાગ્ય બનાવવાનું છે. દૃઢ સંકલ્પ કરવો આ તપસ્યા છે. તો ત્યાગ અને તપસ્યા ની વિધિ થી વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. સેવા-ભાવ અનેક હદનાં ભાવ સમાપ્ત કરી દે છે. આ જ ત્યાગ અને તપસ્યા સફળતા નો આધાર બન્યો છે, સમજ્યાં. સંગઠન ની શક્તિ છે. એકે કહ્યું અને બીજા એ કર્યુ. એવું નહીં એકે કહ્યું અને બીજું કહે આ તો થઇ ન શકે. આમાં સંગઠન તૂટે છે. એકે કહ્યું, બીજાએ ઉમંગ થી સહયોગી બની પ્રેક્ટિકલ માં લાવ્યું, આ છે સંગઠન ની શક્તિ. પાંડવો નું પણ સંગઠન છે, ક્યારેય તું, હું નહીં. બસ બાબા-બાબા કહ્યું તો બધી વાતો સમાપ્ત થઈ જાય છે. ખિટ-ખિટ થાય જ છે તું-હું, મારાં-તારાં માં. બાપને સામે રાખશે તો કોઈ પણ સમસ્યા આવી નથી શકતી. અને સદા નિર્વિઘ્ન આત્માઓ તીવ્ર પુરુષાર્થ થી ઉડતી-કળા નો અનુભવ કરે છે. લાંબાકાળ ની નિર્વિઘ્ન સ્થિતિ, મજબૂત સ્થિતિ થાય છે. વારંવાર વિઘ્નો નાં વશ જે થાય તેમનું ફાઉન્ડેશન કાચું થઈ જાય છે અને લાંબાકાળ ની નિર્વિઘ્ન આત્માઓ ફાઉન્ડેશન પાકું હોવાનાં કારણે સ્વયં પણ શક્તિશાળી, બીજાઓને પણ શક્તિશાળી બનાવે છે. કોઈ પણ વસ્તુ તૂટેલી ને જોડવાથી કમજોર થઈ જાય છે. લાંબાકાળ ની શક્તિશાળી આત્મા, નિર્વિઘ્ન આત્મા અંત માં પણ નિર્વિઘ્ન બની પાસ વિથ ઓનર બની જાય છે અથવા ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં આવી જાય છે. તો સદા આ જ લક્ષ્ય રાખો કે લાંબાકાળ ની નિર્વિઘ્ન સ્થિતિનો અનુભવ અવશ્ય કરવાનો છે. એવું નહીં સમજો વિઘ્ન આવ્યું, પાર તો કર્યુ ને. કાંઈ વાંધો નહીં. પરંતુ વારંવાર વિઘ્ન આવવું અને પાર કરવું આમાં સમય વ્યર્થ જાય છે. એનર્જી (શક્તિ) વ્યર્થ જાય છે. તે સમય અને એનર્જી સેવામાં લગાડો તો એક નું પદમ જમા થઈ જશે. એટલે લાંબાકાળ ની નિર્વિઘ્ન આત્માઓ, વિઘ્ન-વિનાશક રુપ થી પૂજાય છે. વિઘ્ન-વિનાશક ટાઈટલ પૂજ્ય આત્માઓનું છે. હું વિઘ્ન-વિનાશક પૂજ્ય આત્મા છું આ સ્મૃતિ થી સદા નિર્વિઘ્ન બની આગળ ઉડતી કળા દ્વારા ઉડતાં ચાલો અને ઉડાવતાં ચાલો. સમજ્યાં. પોતાનાં વિઘ્ન વિનાશ તો કર્યા પરંતુ બીજાઓનાં માટે વિઘ્ન-વિનાશક બનવાનું છે. જુઓ, આપ સૌને નિમિત્ત આત્મા પણ એવી મળી છે (નિર્મલા ડોક્ટર) જે શરું થી લઈને કોઈ પણ વિઘ્ન માં નથી આવી. સદા ન્યારી અને પ્યારી રહી છે. થોડું સ્ટ્રીકટ (કડક) રહી. આ પણ જરુરી છે. જો આવી સ્ટ્રીકટ ટીચર ન મળત તો આટલી વૃદ્ધિ ન થાત. આ આવશ્યક પણ હોય છે. જેમ કડવી દવા બિમારી માટે જરુરી હોય છે ને. તો ડ્રામા અનુસાર નિમિત્ત આત્માઓનો પણ સંગ તો લાગે જ છે અને જેમ સ્વયં આવવાથી જ સેવાનાં નિમિત્ત બની ગઈ, તો ઑસ્ટ્રેલિયામાં પણ આવવાથી જ સેવાકેન્દ્ર ખોલવાની સેવામાં લાગી જાય છે. આ ત્યાગની ભાવના નાં વાયબ્રેશન આખું ઑસ્ટ્રેલિયા અને જે પણ સંપર્ક વાળા સ્થાન છે એમાં એ જ રુપ થી વૃદ્ધિ થઈ રહી છે. તપસ્યા અને ત્યાગ જેમાં છે, એ જ શ્રેષ્ઠ આત્મા છે. તીવ્ર પુરુષાર્થી તો બધી આત્માઓ છે પરંતુ પુરુષાર્થી હોવા છતાં પણ વિશેષતાઓ પોતાનો પ્રભાવ જરુર નાખે છે. સંપન્ન તો હમણાં બધાં બની રહ્યાં છે ને. સંપન્ન બની ગયાં, આ સર્ટિફિકેટ કોઈ ને પણ મળ્યું નથી. પરંતુ સંપન્નતા ની સમીપ પહોંચી ગયાં છે, આમાં નંબરવાર છે. કોઈ ખુબ જ સમીપ પહોંચ્યાં છે, કોઈ નંબરવાર આગળ પાછળ છે. ઑસ્ટ્રેલિયા વાળા લકી (ભાગ્યશાળી) છે. ત્યાગ નું બીજ ભાગ્ય પ્રાપ્ત કરાવી રહ્યું છે. શક્તિ સેના પણ બાપદાદા ને અતિ પ્રિય છે કારણ કે હિમ્મત-વાળી છે. જ્યાં હિમ્મત છે ત્યાં બાપદાદાની મદદ સદા જ સાથે છે. સદા સંતુષ્ટ રહેવા વાળા છો ને. સંતુષ્ટતા, સફળતા નો આધાર છે. આપ સર્વ સંતુષ્ટ આત્માઓ છો તો સફળતા તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. સમજ્યાં. તો ઑસ્ટ્રેલિયા વાળા નિયરેસ્ટ (સમીપ) અને ડિયરેસ્ટ (પ્રિય) છે એટલે એક્સ્ટ્રા હુજ્જત છે. અચ્છા.

અવ્યક્ત મુરલીઓ થી પસંદ કરેલ મહાવાક્ય ( પ્રશ્ન - ઉત્તર )

પ્રશ્ન :- શક્તિ સેના નું નામ આખાં વિશ્વ માં ક્યારે રોશન થશે?

ઉત્તર :- જ્યારે સંગઠિત રુપમાં એકરસ સ્થિતિ કે એક શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાનો અભ્યાસ હશે. સંગઠન માં કોઇ એક નો પણ બીજો કોઈ સંકલ્પ ન હોય. બધાં એક જ લગન, એક જ અશરીરી બનવાના શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાનાં અભ્યાસી બને ત્યારે આખાં વિશ્વની અંદર શક્તિ સેના નું નામ રોશન થશે.

પ્રશ્ન :- સ્થૂળ સૈનિક યુદ્ધનાં મેદાન માં વિજયી કયાં આધાર પર થાય છે? તમારા વિજય નાં નગારાં ક્યારે વાગશે?

ઉત્તર :- સ્થૂળ સૈનિક જ્યારે યુદ્ધનાં મેદાન માં જાય છે તો એક જ ઓર્ડર (આદેશ) થી ચારે બાજુ પોતાની ગોળી ચલાવવાનું શરું કરી દે છે. એક જ સમયે, એક જ ઓર્ડર થી ચારે બાજુ ઘેરાવ નાખે છે ત્યારે વિજયી બને છે. એમ જ રુહાની સેના, સંગઠિત રુપ માં, એક જ ઇશારા થી અને એક જ સેકન્ડ માં, બધાં એક-રસ સ્થિતિ માં સ્થિત થઈ જશે, ત્યારે જ વિજય નાં નગારાં વાગશે.

પ્રશ્ન :- બાપ નાં કયાં ઓર્ડર ને પ્રેક્ટિકલ માં લાવવા માટે એવરરેડી બનો તો આ કળયુગી પર્વત ઉઠી જશે?

ઉત્તર :- બાપ આ જ ઓર્ડર કરશે કે એક સેકન્ડમાં બધાં એકરસ આ સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. જ્યારે બધાનાં સર્વ-સંકલ્પ એક સંકલ્પ માં સમાઈ જશે ત્યારે આ કળયુગી પર્વત ઉઠશે. તે એક સેકન્ડ સદાકાળ ની સેકન્ડ હોય છે. એવું નહીં કે એક સેકન્ડ સ્થિતિ થઇ પછી નીચે આવી જાઓ.

પ્રશ્ન :- દરેક બ્રાહ્મણ બાળક ની જવાબદારી કઈ છે?

ઉત્તર :- આખાં સંગઠનને એકરસ સ્થિતિમાં સ્થિત કરાવવા માટે સહયોગી બનવું-આ દરેક બ્રાહ્મણ ની જવાબદારી છે. જેમ અજ્ઞાની આત્માઓને જ્ઞાનનો પ્રકાશ આપવા માટે સદૈવ શુભભાવના કે કલ્યાણની ભાવના રાખતાં પ્રયત્ન કરતાં રહો છો. તેમ જ પોતાનાં આ દૈવી સંગઠન ને પણ એકરસ સ્થિતિ માં સ્થિત કરવા અને સંગઠન ની શક્તિ ને વધારવા માટે એક-બીજા નાં પ્રતિ ભિન્ન-ભિન્ન રુપ થી પ્રયત્ન કરો. આનાં પ્લાન (યોજના) બનાવો. એમ જ નહીં ખુશ થઈ જતાં કે હું પોતાનાં રુપ થી ઠીક જ છું.

પ્રશ્ન :- પરમાત્મ જ્ઞાન ની વિશેષતા શું છે?

ઉત્તર :- સંગઠન ની શક્તિ જ આ પરમાત્મ જ્ઞાન ની વિશેષતા છે. આ બ્રાહ્મણ સંગઠન ની વિશેષતા દેવતા રુપ માં પ્રેક્ટિકલ એક ધર્મ, એક રાજ્ય, એક મત નાં રુપ માં ચાલે છે.

પ્રશ્ન :- કઈ એક વાત નું સંપૂર્ણ પરિવર્તન જ સંપૂર્ણતા નાં સમીપ લાવશે?

ઉત્તર :- દરેક માં જે દેહ-અભિમાન વાળા મૂળ સંસ્કાર છે, જેમને તમે લોકો નેચર (સ્વભાવ) કહો છો, તે સંસ્કાર અંશ-માત્ર માં પણ ન રહે. પોતાનાં આ સંસ્કારો ને પરિવર્તન કરી બાપદાદા નાં સંસ્કારો ને ધારણ કરવાં - આ જ અંતિમ પુરુષાર્થ છે.

પ્રશ્ન :- બાપદાદા ની પ્રત્યક્ષતા કયાં આધાર પર થશે?

ઉત્તર :- જ્યારે એક-એકમાં બાપદાદા નાં સંસ્કાર દેખાશે. બાપદાદા નાં સંસ્કારો ને કોપી (નકલ) કરી, તેમનાં સમાન બનો તો સમય અને શક્તિઓ બચી જશે અને આખાં વિશ્વમાં બાપદાદા ને સહજ પ્રત્યક્ષ કરી શકશો. ભક્તિમાર્ગ માં તો ફક્ત કહેવત છે કે જ્યાં જોવું છું ત્યાં તું જ તું છે પરંતુ અહીંયાં પ્રેક્ટિકલ માં જ્યાં જુઓ, જેમને જુઓ ત્યાં બાપદાદા નાં સંસ્કાર જ દેખાઈ આવે.

વરદાન :-
રોબ ( જુસ્સા ) નાં અંશ નો પણ ત્યાગ કરવા વાળા સ્વમાનધારી પુણ્ય આત્મા ભવ

સ્વમાનધારી બાળકો બધાને માન આપવા વાળા દાતા હોય છે. દાતા અર્થાત્ રહેમદિલ. તેમનામાં ક્યારેય કોઈ પણ આત્માનાં પ્રતિ સંકલ્પ માત્ર પણ રોબ નથી રહેતો. આ આવું કેમ? આવું ન કરવું જોઈએ, થવું ન જોઈએ, જ્ઞાન આ કહે છે શું... આ પણ સૂક્ષ્મ રોબ નો અંશ છે. પરંતુ સ્વમાનધારી પુણ્ય આત્માઓ પડેલા ને ઉઠાવશે, સહયોગી બનાવશે તે ક્યારેય આ સંકલ્પ પણ નથી કરી સકતી કે આ તો પોતાનાં કર્મો નું ફળ ભોગવી રહ્યાં છે, કરશે તો જરુર પામશે... આમને પડવું જ જોઈએ... આવાં સંકલ્પ આપ બાળકોનાં ન હોઈ શકે.

સ્લોગન :-
સંતુષ્ટતા અને પ્રસન્નતા ની વિશેષતા જ ઉડતી કળા નો અનુભવ કરાવે છે.