13-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તત્વો સહિત બધાં મનુષ્ય માત્ર ને બદલવા વાળી યુનિવર્સિટી ( વિદ્યાલય ) ફક્ત એક જ છે , અહીંયાથી જ સર્વ ની સદ્દગતિ થાય છે

પ્રશ્ન :-
બાપ માં નિશ્ચય થતાં જ કઈ સલાહ તરત અમલ માં લાવવી જોઈએ?

ઉત્તર :-
૧. જ્યારે નિશ્ચય થયો કે બાપ આવ્યાં છે તો બાપ ની પહેલી-પહેલી સલાહ એ છે કે આ આંખો થી જે કાંઈ જુઓ છો તેને ભૂલી જાઓ. એક મારી મત પર ચાલો. આ સલાહ ને તરત અમલ માં લાવવી જોઈએ. ૨. જ્યારે તમે બેહદનાં બાપનાં બન્યાં છો તો પતિતો ની સાથે તમારી લેણ-દેણ ન હોવી જોઈએ. નિશ્ચય બુદ્ધિ બાળકોને ક્યારેય કોઈ વાત માં સંશય ન આવી શકે.

ઓમ શાંતિ!
આ ઘર નું ઘર પણ છે અને યુનિવર્સિટી (વિદ્યાલય) પણ છે. આને જ ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય) કહેવાય છે કારણ કે આખી દુનિયાનાં મનુષ્ય માત્રની સદ્દગતિ થાય છે. રીયલ વર્લ્ડ યુનિવર્સિટી (સાચ્ચી વિશ્વ વિદ્યાલય) આ છે. ઘર નું ઘર પણ છે. માત-પિતા નાં સન્મુખ બેઠાં છો પછી યુનિવર્સિટી પણ છે. સ્પ્રીચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા) બેઠેલાં છે. આ રુહાની નોલેજ છે જે રુહાની બાપ દ્વારા મળે છે. સ્પ્રીચ્યુઅલ નોલેજ સિવાય સ્પ્રીચ્યુઅલ ફાધર નાં બીજું કોઈ મનુષ્ય આપી ન શકે. એમને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે અને જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે એટલે જ્ઞાન સાગર, સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ જ છે. બાપ દ્વારા સર્વ યુનિવર્સ (વિશ્વ) નાં મનુષ્ય તો શું પરંતુ દરેક વસ્તુ ૫ તત્વ પણ સતોપ્રધાન બની જાય છે. સર્વ ની સદ્દગતિ થાય છે. આ વાતો ખૂબ જ સમજવાની છે. હવે સર્વ ની સદ્દગતિ થવાની છે. જૂની દુનિયા અને દુનિયામાં રહેવા વાળા બધાં જ ચેન્જ (પરિવર્તન) થઈ જશે. જે કાંઈ અહીંયા જુઓ છો તે બધું બદલાઈને નવું થવાનું છે. ગવાય પણ છે - અહીંયા છે જુઠ્ઠી માયા, જુઠ્ઠી કાયા. આ જુઠ્ઠખંડ બની જાય છે. ભારત સચખંડ હતો, હમણાં જુઠ્ઠ ખંડ છે. રચયિતા અને રચના નાં વિશે જે મનુષ્ય કહેશે તે જુઠ્ઠું. હવે તમે બાપ દ્વારા જાણો છો - ભગવાનુવાચ. ભગવાન એક બાપ છે ને. એ છે નિરાકાર, અસલ માં તો બધી આત્માઓ નિરાકાર છે પછી અહીંયા સાકાર રુપ લે છે. ત્યાં આકાર નથી. આત્માઓ મૂળવતન કે બ્રહ્મ મહતત્વ માં નિવાસ કરે છે. તે છે આપણી આત્માઓનું ઘર, બ્રહ્મ મહતત્વ. આ આકાશ તત્વ છે, જ્યાં સાકારી પાર્ટ ચાલે છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. આનો અર્થ પણ સમજતાં નથી, કહે છે રિપીટ થાય છે. ગોલ્ડન એજ (સતયુગ), સિલ્વર (ત્રેતાયુગ). પછી શું? પછી ગોલ્ડન એજ જરુર આવશે. સંગમયુગ એક જ હોય છે. સતયુગ, ત્રેતા કે ત્રેતા અને દ્વાપર નો સંગમ ન કહેવાય, તે ખોટું થઈ જાય છે. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું. મને બોલાવે જ ત્યારે છે જ્યારે પતિત બને છે. કહે છે તમે પાવન બનાવવા આવો. પાવન હોય જ છે સતયુગ માં. હમણાં છે સંગમ, આને કલ્યાણકારી સંગમયુગ કહેવાય છે. આત્મા અને પરમાત્મા નાં મિલન નો સંગમ, આને કુંભ પણ કહેવાય છે. તે પછી દેખાડે છે નદીઓ નો મેળો. બે નદીઓ તો છે, ત્રીજી પછી ગુપ્ત નદી કહે છે. આ પણ ખોટું. ગુપ્ત નદી કોઈ હોઈ શકે છે શું? સાયન્સ (વિજ્ઞાન) વાળા પણ નહીં માનશે કે કોઈ ગુપ્ત નદી હોઈ શકે છે. તીર માર્યું ગંગા નીકળી આવી, આ બધું છે ખોટું. ગવાયેલું છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. આ અક્ષર પકડી લીધો છે પરંતુ અર્થ નથી સમજતાં. પહેલાં-પહેલાં છે જ્ઞાન-દિવસ સુખ, પછી છે ભક્તિ-રાત દુઃખ. બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. હવે એક ની તો હોઈ ન શકે, ઘણાં હશે ને. દિવસ હોય છે અડધાકલ્પ નો, પછી રાત પણ હોય છે અડધાકલ્પ ની. પછી થાય છે આખી જૂની દુનિયા થી વૈરાગ્ય.

બાપ કહે છે - દેહ સહિત જે કાંઈ પણ તમે આ આંખો થી જુઓ છો તેને જ્ઞાન થી ભૂલવાનું છે. ધંધો વગેરે બધું કરવાનું છે. બાળકોને સંભાળવાનાં છે. પરંતુ બુદ્ધિ નો યોગ એક થી લગાવવાનો છે. અડધોકલ્પ તમે રાવણ ની મત પર ચાલો છો. હવે બાપનાં બન્યાં છો તો જે કાંઈ કરો તે બાપની સલાહ થી કરો. તમારી લેણ-દેણ આટલો સમય પતિતો થી ચાલી આવી છે, તેનું પરિણામ શું થયું છે. દિવસે-પ્રતિદિવસે પતિત જ બનતાં આવ્યાં છો કારણ કે ભક્તિમાર્ગ છે જ ઉતરતી કળા નો માર્ગ. સતોપ્રધાન, સતો રજો તમો માં આવવાનું હોય છે. ઉતરવાનું જ છે જરુર. એનાથી કોઈ છોડાવી ન શકે. લક્ષ્મી-નારાયણ નાં પણ ૮૪ જન્મ બતાવ્યાં છે ને. અંગ્રેજી નાં અક્ષર ખૂબ સારા છે. ગોલ્ડન એજ, સિલ્વર એજ. એવી રીતે ખાદ પડતી જાય છે. આ સમયે આવીને આયરન એજેડ (કળયુગી) બન્યાં છે. ગોલ્ડન એજ માં નવી દુનિયા હતી, નવું ભારત હતું. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. કાલ ની વાત છે. શાસ્ત્રોમાં લખી દીધું છે લાખો વર્ષ. હવે બાપ કહે છે તમારા શાસ્ત્ર રાઈટ (સાચાં) છે કે હું રાઈટ છું? બાપને કહેવાય છે - વર્લ્ડ આલમાઈટી ઓથોરિટી (વિશ્વની સર્વોચ્ચ સત્તા). જે વેદ શાસ્ત્ર બહુજ વાંચે છે તેમને ઓથોરિટી કહેવાય છે. બાપ કહે છે - આ બધી ભક્તિમાર્ગ ની ઓથોરિટી છે. જ્ઞાન નાં માટે તો મારું ગાયન કરે છે - તમે જ્ઞાન નાં સાગર છો, અમે નથી. મનુષ્ય બધાં ભક્તિ નાં સાગર માં ડૂબેલાં છે. સતયુગ માં કોઈ વિકાર માં જતાં નથી. કળયુગ માં તો મનુષ્ય આદિ-મધ્ય-અંત દુઃખી થતાં રહે છે. બાપે કલ્પ પહેલાં પણ એવી રીતે સમજાવ્યું હતું, હવે ફરી સમજાવી રહ્યાં છે. બાળકો સમજે છે કલ્પ પહેલાં પણ બેહદનાં બાપ થી વારસો લીધો હતો, હવે ફરી ભણીને પામી રહ્યાં છીએ. સમય ખૂબ થોડો છે. આ તો વિનાશ થઈ જશે એટલે બેહદનાં બાપ થી પૂરો વારસો લેવો જોઈએ. એ બાપ, શિક્ષક, ગુરુ પણ છે. સુપ્રીમ ફાધર (પરમપિતા), સુપ્રીમ ટીચર (પરમ શિક્ષક) પણ છે. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે, બધું નોલેજ આપે છે. આ બીજું કોઈ સમજાવી ન શકે. હમણાં બાળકો સમજે છે ૫ હજાર વર્ષ પહેલાં માફક એ જ ગીતા નાં ભગવાન છે, શ્રીકૃષ્ણ નથી. મનુષ્ય ને ભગવાન ન કહેવાય. ભગવાન તો છે જ પુનર્જન્મ રહિત. આને દિવ્ય જન્મ કહે છે. નહીં તો હું નિરાકાર બોલું કેવી રીતે. મારે તો જરુર આવી ને પાવન બનાવવાનાં છે તો યુક્તિ બતાવવી પડે. તમે જાણો છો આપણે આત્મા અમર છીએ. રાવણ રાજ્ય માં તમે બધાં દેહ-અભિમાની બની ગયાં છો. સતયુગમાં દેહી-અભિમાની હોય છે. બાકી પરમાત્મા રચતા અને તેમની રચના ને ત્યાં પણ કોઈ નથી જાણતું. જો ત્યાં પણ ખબર હોય કે અમારે ફરી આવી રીતે નીચે ઉતરવાનું છે તો રાજાઈ ની ખુશી જ ન રહે એટલે બાપ કહે છે - આ નોલેજ ત્યાં પ્રાયઃલોપ થઈ જાય છે, જ્યારે કે તમારી સદ્દગતિ થઈ જાય છે પછી જ્ઞાન ની દરકાર જ નથી. જ્ઞાનની દરકાર જ દુર્ગતિ માં હોય છે. આ સમયે બધાં દુર્ગતિ માં છે, બધાં કામ-ચિતા પર બેસી બળી મર્યા છે. બાપ કહે છે મારા બાળકો, આત્માઓ જે શરીર દ્વારા આવીને પાર્ટ ભજવે છે, તે કામ-ચિતા પર બેસી તમોપ્રધાન બની ગઈ છે. બોલાવે પણ છે કે અમે પતિત બની ગયાં છીએ. પતિત બને જ છે કામ-ચિતા થી. ક્રોધ કે લોભ થી પતિત નથી બનતાં. સાધુ-સંત વગેરે પાવન છે, દેવતાઓ પાવન છે તો પતિત મનુષ્ય જઈને માથું ટેકવે છે. ગાએ પણ છે આપ નિર્વિકારી, અમે વિકારી છીએ. વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) ગવાય છે ને. ભારત જ વાઈસલેસ વર્લ્ડ હતું. હવે વિશશ છે. ભારતની સાથે આખી દુનિયા જ વિશશ છે. નિર્વિકારી દુનિયામાં આજ થી ૫ હજાર વર્ષ પહેલાં એક જ ધર્મ હતો, પવિત્રતા હતી તો પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃદ્ધિ) ત્રણેય હતાં. પવિત્રતા છે પ્રથમ. હમણાં પવિત્રતા નથી તો શાંતિ સમૃદ્ધિ પણ નથી.

જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર, પ્રેમ નાં સાગર એક જ બાપ છે. તમને પણ એવાં પ્રેમાળ બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની માં બધાં પ્રેમાળ છે. મનુષ્ય માત્ર જનાવર વગેરે બધાં પ્રેમાળ છે. સિંહ બકરી સાથે પાણી પીવે છે. આ એક ઉદાહરણ છે. ત્યાં એવી વસ્તુ ગંદકી કરવા વાળી હોતી નથી. અહીંયા બીમારીઓ, મચ્છર વગેરે ખુબ છે. ત્યાં એવી વસ્તુ હોતી નથી. સાહૂકાર વ્યક્તિઓની પાસે ફર્નિચર પણ ફર્સ્ટ ક્લાસ (ખૂબ સુંદર) હોય છે. ગરીબો નું ફર્નિચર પણ સાધારણ. ભારત હમણાં ગરીબ છે, કેટલો કિચડો થયેલો છે. સતયુગ માં કેટલી સફાઈ હોય છે. સોનાનાં મહેલ વગેરે કેટલાં ફર્સ્ટ ક્લાસ હશે. વૈકુંઠ ની ગાયો પણ જુઓ કેટલી ફર્સ્ટ ક્લાસ હોય છે. કૃષ્ણ ની કેટલી સરસ ગાયો દેખાડે છે. કૃષ્ણપુરી માં ગાયો તો હશે ને. ત્યાં વસ્તુઓ કેટલી ફર્સ્ટ ક્લાસ હોય છે. હેવન (સ્વર્ગ) તો પછી શું! આ જૂની છી-છી દુનિયામાં તો બહુ કિચડો છે. આ બધું આ જ્ઞાન યજ્ઞ માં સ્વાહા થઈ જશે. કેવાં-કેવાં બોમ્બસ બનાવતાં રહે છે. બોમ્બ ફેંકે તો આગ નીકળી આવે. આજકાલ તો એવાં જીવાણું પણ નાંખે છે, એવો વિનાશ કરે છે, જે બેહદ માં ખતમ થઈ જાય. હોસ્પિટલ વગેરે તો રહેશે નહીં, જે દવાઓ વગેરે કરી શકે. બાપ કહે છે - બાળકોને કોઈ તકલીફ ન થવી જોઈએ એટલે ગવાયેલું છે નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ), મુશળધાર વરસાદ. બાળકોએ વિનાશ નો સાક્ષાત્કાર પણ કર્યો છે. બુદ્ધિ પણ કહે છે વિનાશ તો જરુર થવાનો છે. કોઈ કહે વિનાશ નો સાક્ષાત્કાર થાય ત્યારે માનીએ, સારું નહીં માનો, તમારી મરજી. કોઈ કહે અમે આત્માનો સાક્ષાત્કાર કરીએ ત્યારે અમે માનીએ. સારું આત્મા તો બિંદી છે. જોઈ લીધી તો શું થયું! શું આનાથી સદ્દગતિ થશે? કહે છે - પરમાત્મા અખંડ જ્યોતિ સ્વરુપ, હજારો સૂર્ય થી તેજોમય છે. પરંતુ એવું છે નહીં. ગીતા માં લખેલું છે - અર્જુને કહ્યું બસ કરો, હું સહન નથી કરી શકતો. એવી વાત નથી. બાપ ને બાળકો જુએ અને કહે અમે સહન નથી કરી શકતાં, એવું કંઈ પણ છે નહીં. જેવી આત્મા છે તેવાં પરમપિતા પરમાત્મા બાપ છે. ફક્ત એ જ્ઞાનનાં સાગર છે. તમારા માં પણ જ્ઞાન છે. બાપ જ આવી ને ભણાવે છે બીજી કોઈ વાત જ નથી, જે-જે જે ભાવના થી યાદ કરે છે, તે ભાવના પૂરી કરી દઉં છું. તે પણ ડ્રામા માં નોંધ છે. બાકી ભગવાન કોઈને મળી ન શકે. મીરા સાક્ષાત્કાર માં કેટલી ખુશ થતી હતી. બીજા જન્મ માં પણ ભક્તણ બની હશે. વૈકુંઠ માં તો જઈ ન શકે. હમણાં આપ બાળકો વૈકુંઠ માં જવાની તૈયારી કરી રહ્યાં છો. જાણો છો આપણે વૈકુંઠ કૃષ્ણપુરી નાં માલિક બની રહ્યાં છીએ. અહીંયા તો બધાં નર્ક નાં માલિક છે. હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. બાળકો જાણે છે અમે પોતાનું રાજ્ય ભાગ્ય ફરી થી લઈ રહ્યાં છીએ. આ છે રાજ્યોગ બળ. બાહુબળ ની લડાઈઓ તો અનેકવાર, અનેક જન્મ ચાલી છે. યોગબળ થી તમારી ચઢતી કળા છે. જાણો છો બરાબર સ્વર્ગની રાજધાની સ્થાપન થઈ રહી છે. જેમણે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો હશે તેવી રીતે જ કરશે. તમને હાર્ટફેલ ન થવું જોઈએ. જે પાક્કા નિશ્ચયબુદ્ધિ છે, તેમને ક્યારેય સંશય ન આવી શકે. સંશયબુદ્ધિ પણ હોય જરુર છે. બાબાએ કહ્યું છે આશ્ચર્યવત સુનન્તી, કથન્તી, ભાગન્તી. અહો માયા તું આનાં પર જીત પામી લે છે. માયા ખૂબ બળવાન છે. સારા-સારા ફર્સ્ટ ક્લાસ સર્વિસ કરવા વાળા, સેવાકેન્દ્ર ચલાવવા વાળા ને પણ માયા થપ્પડ (ચમાટ) મારી દે છે. લખે છે બાબા લગ્ન કરી મોઢું કાળું કરી દીધું. કામ-કટારી થી અમે હાર ખાઈ લીધી. હવે તો બાબા તમારી સામે આવવાનાં લાયક નથી રહ્યાં. પછી લખે છે બાબા સન્મુખ આવીએ. બાબા લખે છે કાળું મોઢું કર્યું હવે અહીંયા ન આવી શકો. અહીંયા આવીને શું કરશો. છતાં પણ ત્યાં રહીને પુરુષાર્થ કરો. એકવાર પડ્યાં તો પડ્યાં. એવું નહીં રાજાઈ પદ પામી શકશો. કહેવાય છે ને - ચઢે તો ચાખે વૈકુંઠ રસ, ગિરે તો એકદમ ચંડાલ. હાડકે-હાડકાં તૂટી જાય છે. ૫ મંઝિલ (માળા) થી પડે છે પછી કોઈ-કોઈ સાચું લખે છે. કોઈ તો સંભળાવતાં જ નથી. ઈન્દ્રપ્રસ્થ ની પરીઓનું પણ ઉદાહરણ છે ને. આ છે બધી જ્ઞાનની વાત. આ સભામાં કોઈ પતિત ને બેસવાનો, હુકમ નથી. પરંતુ કોઈ હાલત માં બેસાડવા પડે છે. પતિત જ તો આવશે ને. હમણાં તો જુઓ કેટલી દ્રૌપદીઓ પોકારે છે, કહે છે બાબા અમને નંગન કરવાથી બચાઓ. બાંધેલીઓ નો પણ પાર્ટ ચાલે છે. કામેશુ, ક્રોધેશુ હોય છે ને. ખૂબ ખિટપિટ થાય છે. બાબા ની પાસે સમાચાર આવે છે. બેહદ નાં બાપ કહે છે બાળકો આનાં પર જીત પહેરો. હવે પવિત્ર રહો, મને યાદ કરો તો ગેરંટી (ખાતરી) છે વિશ્વનાં માલિક બનશો. સમાચાર પત્રોમાં પણ પોતે નાખે છે કે કોઈ પ્રેરક છે જે અમને આ બોમ્બસ વગેરે બનાવડાવે છે, આનાથી પોતાનાં જ કુળ નો નાશ થશે. પરંતુ શું કરે ડ્રામામાં નોંધ છે, દિવસે-પ્રતિદિવસે બનાવતાં જાય છે, સમયે વધારે તો નથી ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સતયુગી પ્રેમ ની રાજધાની માં ચાલવાનાં માટે ખૂબ-ખૂબ પ્રેમાળ બનવાનું છે. રાજાઈ પદ માટે પાવન જરુર બનવાનું છે. પવિત્રતા ફર્સ્ટ (પ્રથમ) છે એટલે કામ મહાશત્રુ પર વિજય પામવાની છે.

2. આ જૂની દુનિયાથી બેહદ નાં વૈરાગી બનવાનાં માટે આ આંખો થી દેહ સહિત જે કાંઈ દેખાય છે, તેને જોતાં પણ નથી જોવાનું. દરેક કદમ પર બાપ થી સલાહ લઈને ચાલવાનું છે.

વરદાન :-
સમસ્યાઓ ને ચઢતી કળા નું સાધન અનુભવ કરી સદા સંતુષ્ટ રહેવા વાળા શક્તિશાળી ભવ

જે શક્તિશાળી આત્માઓ છે તે સમસ્યાઓ ને એવી રીતે પાર કરી લે છે જેવી રીતે કોઈ સીધો રસ્તો સહજ જ પાર કરી લે છે. સમસ્યાઓ તેમનાં માટે ચઢતી કળા નું સાધન બની જાય છે. દરેક સમસ્યાઓ જાણેલી-જોયેલી અનુભવ થાય છે. તે ક્યારેય પણ આશ્ચર્યવત નથી થતાં પરંતુ સદા સંતુષ્ટ રહે છે. મુખ થી ક્યારેય કારણ શબ્દ નથી નીકળતો પરંતુ તે જ સમયે કારણ ને નિવારણ માં બદલી દે છે.

સ્લોગન :-
સ્વ-સ્થિતિ માં સ્થિત રહીને સર્વ પરિસ્થિતિઓ ને પાર કરવી જ શ્રેષ્ઠતા છે.