13-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બાબા આવ્યાં છે તમને ઘરનો રસ્તો બતાવવાં , તમે આત્મ - અભિમાની થઈને રહો તો આ રસ્તો સહજ જોવામાં આવશે

પ્રશ્ન :-
સંગમ પર કયું એવું નોલેજ મળે છે જેનાથી સતયુગી દેવતાઓ મોહજીત કહેવાયાં?

ઉત્તર :-
સંગમ પર તમને બાપે અમરકથા સંભળાવી, અમર આત્માનું નોલેજ આપ્યું. જ્ઞાન મળ્યું-આ અવિનાશી બન્યો-બનેલ ડ્રામા છે, દરેક આત્મા પોત-પોતાનો પાર્ટ ભજવે છે. તે એક શરીર છોડી બીજું લે છે, આમાં રડવાની વાત નથી. આ જ નોલેજ થી સતયુગી દેવતાઓને મોહજીત કહેવાય. ત્યાં મૃત્યુ નું નામ નથી. ખુશી થી જૂનું શરીર છોડી નવું લે છે.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ કહે છે કે રસ્તો તો બતાવું છું પરંતુ પહેલાં સ્વયં ને આત્મા નિશ્ચય કરી બેસો. દેહી-અભિમાની થઈને બેસો તો પછી તમને રસ્તો ખુબ સહજ જ જોવામાં આવશે. ભક્તિમાર્ગ માં અડધોકલ્પ ઠોકરો ખાધી છે. ભક્તિમાર્ગ ની અથાહ સામગ્રી છે. હવે બાપે સમજાવ્યું છે બેહદનાં બાપ એક જ છે. બાપ કહે છે તમને રસ્તો બતાવી રહ્યો છું. દુનિયાને આ પણ ખબર નથી કયો રસ્તો બતાવે છે! મુક્તિ-જીવનમુક્તિ, ગતિ-સદ્દગતિ નો. મુક્તિ કહેવાય છે શાંતિધામ ને. આત્મા શરીર વગર કંઈ પણ બોલી નથી શકતી. કર્મેન્દ્રિયો દ્વારા જ અવાજ થાય છે, મુખ થી અવાજ થાય છે. મુખ ન હોય તો અવાજ ક્યાંથી આવશે. આત્માને આ કર્મેન્દ્રિઓ મળી છે કર્મ કરવાનાં માટે. રાવણ રાજ્ય માં તમે વિકર્મ કરો છો. આ વિકર્મ છી-છી કર્મ થઈ જાય છે. સતયુગ માં રાવણ જ નથી તો કર્મ અકર્મ થઈ જાય છે. ત્યાં ૫ વિકાર હોતાં નથી. તેને કહેવાય છે - સ્વર્ગ. ભારતવાસી સ્વર્ગવાસી હતાં, હવે પછી કહેશું નર્કવાસી. વિષય વૈતરણી નદી માં ગોતા ખાતાં રહે છે. બધાં એક-બીજાને દુઃખ આપતાં રહે છે. હવે કહે છે બાબા એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં દુઃખ નું નામ ન હોય. તે તો ભારત જ્યારે સ્વર્ગ હતું ત્યારે દુઃખ નું નામ નહોતું. સ્વર્ગ થી નર્કમાં આવ્યાં છે, હવે ફરી સ્વર્ગમાં જવાનું છે. આ ખેલ છે. બાપ જ બાળકો ને બેસી સમજાવે છે. સાચો-સાચો સતસંગ આ છે. તમે અહીંયા સત બાપ ને યાદ કરો છો એ જ ઊંચે થી ઊંચા ભગવાન છે. એ છે રચતા, એમનાથી વારસો મળે છે. બાપ જ બાળકોને વારસો આપશે. હદનાં બાપ હોવા છતાં પણ પછી યાદ કરે છે - હેં ભગવાન્, હેં પરમપિતા પરમાત્મા રહેમ કરો. ભક્તિમાર્ગ માં ધક્કા ખાતા-ખાતા હેરાન થઈ ગયાં છીએ. કહે છે - હેં બાબા, અમને સુખ શાંતિ નો વારસો આપો. એ તો બાપ જ આપી શકે છે તે પણ ૨૧ જન્મનાં માટે. હિસાબ કરવો જોઈએ. સતયુગ માં જ્યારે આમનું રાજ્ય હતું તો જરુર થોડાં મનુષ્ય હશે. એક ધર્મ હતો, એક જ રાજાઈ હતી. તેને કહેવાય છે સ્વર્ગ, સુખધામ. નવી દુનિયાને કહેવાય છે સતોપ્રધાન, જૂની ને તમોપ્રધાન કહેશે. દરેક ચીજ પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો માં આવે છે. નાનાં બાળકોને સતોપ્રધાન કહેશું. નાનાં બાળકને મહાત્મા થી પણ ઉંચ કહેવાય છે. મહાત્મા ઓ તો જન્મ લે છે પછી મોટા થઈ ને વિકારો નો અનુભવ કરીને ઘરબાર છોડી ભાગે છે. નાનાં બાળક ને તો વિકારો ની ખબર નથી. બિલકુલ ઈનોસેંટ (નિર્દોષ) છે એટલે મહાત્મા થી પણ ઉંચ કહેવાય છે. દેવતાઓની મહિમા ગાએ છે - સર્વગુણ સંપન્ન.. સાધુઓની આ મહિમા ક્યારેય નહીં કરશે. બાપે હિંસા અને અહિંસા નો અર્થ સમજાવ્યો છે. કોઈ ને મારવું આને હિંસા કહેવાય છે. સૌથી મોટી હિંસા છે કામ કટારી ચલાવવી. દેવતાઓ હિંસક નથી હોતાં. કામ કટારી નથી ચલાવતાં. બાપ કહે છે હવે હું આવ્યો છું તમને મનુષ્ય થી દેવતા બનાવવાં. દેવતા હોય છે સતયુગ માં. અહીંયા કોઈ પણ પોતાને દેવતા નથી કહી શકતાં. સમજે છે અમે નીંચ પાપી વિકારી છીએ. પછી પોતાને દેવતા કેવી રીતે કહેશે એટલે હિંદુ ધર્મ કહી દીધો છે. હકીકત માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. હિન્દુ તો હિન્દુસ્તાન થી નીકાળ્યું છે. તેમણે પછી હિંદુ ધર્મ કહી દીધો છે. તમે કહેશો - અમે દેવતા ધર્મનાં છીએ તો પણ હિન્દુ માં લગાવી દેશે. કહેશે અમારી પાસે કૉલમ (ખાનું) જ હિંદુ ધર્મની છે. પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી નથી શકતાં.

હવે તમે જાણો છો - આપણે પૂજ્ય દેવતા હતાં, હવે પૂજારી બન્યાં છીએ. પૂજા પણ પહેલાં ફક્ત શિવ ની કરે છે પછી વ્યભિચારી પુજારી બન્યાં. બાપ એક છે એમનાથી વારસો મળે છે. બાકી તો અનેક પ્રકારની દેવીઓ વગેરે છે. તેમનાથી કોઈ વારસો નથી મળતો. આ બ્રહ્મા થી પણ તમને વારસો નથી મળતો. એક છે નિરાકારી બાપ, બીજા છે સાકારી બાપ. સાકારી બાપ હોવા છતાં પણ હેં ભગવાન, હેં પરમપિતા કહેતાં રહે છે. લૌકિક બાપ ને એવી રીતે નહીં કહેશે. તો વારસો બાપ થી મળે છે. પતિ અને પત્ની હાફપાર્ટનર (જીવનસાથી) હોય છે તો તેમને અડધો ભાગ મળવો જોઈએ. પહેલાં અડધો તેમનો નીકાળી બાકીનો અડધો બાળકો ને આપવો જોઈએ. પરંતુ આજકાલ તો બાળકોને જ બધું ધન આપી દે છે. કોઈ-કોઈ નો મોહ ખુબ હોય છે, સમજે છે અમારા મર્યા પછી બાળક જ હકદાર રહેશે. આજકાલ નાં બાળકો તો બાપ નાં ચાલ્યાં જવા પર માં ને પૂછતાં પણ નથી. કોઈ-કોઈ માતૃ સ્નેહી હોય છે. કોઈ પછી માતૃ-દ્રોહી હોય છે. આજકાલ વધારે કરીને માતૃ દ્રોહી હોય છે. બધાં પૈસા ઉડાવી દે છે. ધર્મનાં બાળકો પણ કોઈ-કોઈ એવાં નીકળી પડે છે જે ખુબ હેરાન કરે છે. હવે બાળકો એ ગીત સાંભળ્યું, કહે છે બાબા અમને સુખનો રસ્તો બતાવો - જ્યાં ચેન (સુખ-શાંતિ) હોય. રાવણ રાજ્ય માં તો સુખ હોઈ ન શકે. ભક્તિમાર્ગ માં તો એટલું પણ નથી સમજતાં કે શિવ અલગ છે, શંકર અલગ છે. બસ માથું ટેકતાં રહો, શાસ્ત્ર વાંચતા રહો. સારું, આનાથી શું મળશે, કંઈ પણ ખબર નથી. સર્વ ની શાંતિનાં, સુખ નાં દાતા તો એક જ બાપ છે. સતયુગ માં સુખ પણ છે તો શાંતિ પણ છે. ભારત માં સુખ-શાંતિ હતી, હવે નથી એટલે ભક્તિ કરતાં દર-દર ધક્કા ખાતાં રહે છે. હવે તમે જાણો છો શાંતિધામ, સુખધામ માં લઈ જવા વાળા એક જ બાપ છે. બાબા અમે ફક્ત તમને જ યાદ કરીશું, તમારા થી જ વારસો લઈશું. બાપ કહે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધોને ભૂલી જવાનું છે. એક બાપને યાદ કરવાનાં છે. આત્માએ અહીંયા જ પવિત્ર બનવાનું છે. યાદ નહીં કરશો તો પછી સજાઓ ખાવી પડશે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે એટલે બાપ કહે છે યાદની મહેનત કરો. આત્માઓ ને સમજાવે છે. બીજા કોઈ પણ સતસંગ વગેરે આવાં નહીં હશે જ્યાં એવું કહે - હેં રુહાની બાળકો. આ છે રુહાની જ્ઞાન, જે રુહાની બાપ થી જ બાળકોને મળે છે. રુહ અર્થાત્ નિરાકાર. શિવ પણ નિરાકાર છે ને. તમારી આત્મા પણ બિંદી છે, ખુબ નાની. તેને કોઇ જોઇ ન શકે, સિવાય દિવ્ય દૃષ્ટિ થી. દિવ્ય દૃષ્ટિ બાપ જ આપે છે. ભગત બેસી હનુમાન, ગણેશ વગેરે ની પૂજા કરે છે હવે તેમનો સાક્ષાત્કાર કેવી રીતે થાય. બાપ કહે છે દિવ્ય દૃષ્ટિ દાતા તો હું જ છું. જે ખુબ ભક્તિ કરે છે તો પછી હું જ તેમને સાક્ષાત્કાર કરાવું છું. પરંતુ એનાથી ફાયદો કાંઈ પણ નથી. ફક્ત ખુશ થઈ જાય છે. પાપ તો છતાં પણ કરે છે, મળતું કાંઈ પણ નથી. ભણતર વગર કાંઈ બની થોડી શકશે. દેવતાઓ સર્વગુણ સંપન્ન છે. તમે પણ એવાં બનો ને. બાકી તો તે છે બધો ભક્તિમાર્ગ નો સાક્ષાત્કાર. સાચે જ છે કૃષ્ણ સાથે ઝૂલો, સ્વર્ગમાં તેમની સાથે રહો. તે તો ભણતર પર છે. જેટલું શ્રીમત પર ચાલશો એટલું ઉંચ પદ પામશો. શ્રીમત ભગવાન ની ગવાયેલ છે. કૃષ્ણ ની શ્રીમત નહીં કહેશું. પરમપિતા પરમાત્માની શ્રીમત થી કૃષ્ણની આત્માએ આ પદ પામ્યું છે. તમારી આત્મા પણ દેવતા ધર્મમાં હતી અર્થાત્ કૃષ્ણનાં કુળમાં હતી. ભારતવાસીઓ ને આ ખબર નથી કે રાધે-કૃષ્ણ પરસ્પર માં શું થતાં હતાં. બંનેવ અલગ-અલગ રાજધાની નાં હતાં. પછી સ્વયંવર બાદ લક્ષ્મી-નારાયણ બને છે. આ બધી વાતો બાપ જ આવીને સમજાવે છે. હવે તમે ભણો જ છો સ્વર્ગનાં પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનવા માટે. પ્રિન્સ-પ્રિન્સેઝ નો જ્યારે સ્વયંવર થાય છે ત્યારે પછી નામ બદલાય છે. તો બાપ બાળકોને એવાં દેવતા બનાવે છે. જો બાપની શ્રીમત પર ચાલશો તો. તમે છો મુખ વંશાવલી, તે છે કુખ વંશાવલી. તે બ્રાહ્મણ લોકો હથિયાલું બાંધે છે કામ ચિતા પર બેસાડવાનું. હવે તમે સાચી-સાચી બ્રાહ્મણીઓ કામ ચિતા થી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવા હથિયાલું બાંધો છો. તો તે છોડવું પડે. અહીંયા નાં બાળકો તો લડે-ઝઘડે પૈસા પણ પૂરા બરબાદ કરે છે. આજકાલ દુનિયામાં ખુબ ગન્દ છે. સૌથી ગંદી બીમારી છે સિનેમા. સારા બાળકો પણ સિનેમા માં જવાથી ખરાબ થઈ જાય છે એટલે બી.કે. ને સિનેમા માં જવાની મનાઈ છે. હાં, જે મજબૂત છે, તેમને બાબા કહે છે ત્યાં પણ તમે સર્વિસ કરો. તેમને સમજાવો આ તો છે એ હદનો સિનેમા. એક બેહદ નો સિનેમા પણ છે. બેહદનાં સિનેમા થી જ પછી આ હદ નાં જુઠ્ઠા સિનેમા નીકળ્યાં છે.

હવે આપ બાળકોને બાપે સમજાવ્યું છે - મૂળવતન જ્યાં બધી આત્માઓ રહે છે પછી વચ માં છે સૂક્ષ્મવતન. આ છે - સાકાર વતન. ખેલ પૂરો અહીંયા ચાલે છે. આ ચક્ર ફરતું જ રહે છે. આપ બ્રાહ્મણ બાળકોએ જ સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. દેવતાઓએ નહીં. પરંતુ બ્રાહ્મણોને આ અલંકાર નથી આપતાં કારણ કે પુરુષાર્થી છે. આજે સારા ચાલી રહ્યાં છે, કાલે પડી જાય છે એટલે દેવતાઓને આપી દે છે. કૃષ્ણનાં માટે દેખાડે છે સ્વદર્શન ચક્ર થી અકાસુર-બકાસુર વગેરે ને માર્યા. હવે તેમને તો અહિંસા પરમોધર્મ કહેવાય છે પછી હિંસા કેવી રીતે કરશે! આ બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. જ્યાં જાઓ શિવ નું લિંગ જ હશે. ફક્ત નામ કેટલાં અલગ-અલગ રાખી દીધાં છે. માટી ની દેવીઓ કેટલી બનાવે છે. શ્રુંગાર કરે છે, હજારો રુપિયા ખર્ચ કરે છે. ઉત્પત્તિ કરી પછી પૂજા કરશે, પાલના કરી પછી જઈને ડુબાડે છે. કેટલો ખર્ચો કરે છે, ગુડિયાની પૂજામાં. મળતું કાંઈ પણ નથી. બાપ સમજાવે છે આ બધું પૈસા બરબાદ કરવાની ભક્તિ છે, સીડી ઉતરતાં જ આવ્યાં છે. બાપ આવે છે તો બધાની ચઢતી કળા થાય છે. બધાને શાંતિધામ-સુખધામ માં લઈ જાય છે. પૈસા બરબાદ કરવાની વાત નથી. પછી ભક્તિમાર્ગ માં તમે પૈસા બરબાદ કરતાં-કરતાં ઇનસાલવેન્ટ (કંગાળ) બની ગયાં છો. સાલવેન્ટ (ભરપુર), ઇનસાલવેન્ટ બનવાની કથા બાપે બેસી સમજાવી છે. તમે આ લક્ષ્મી-નારાયણની રાજધાની નાં હતાં ને. હવે તમને નર થી નારાયણ બનવાની શિક્ષા બાપ આપે છે. તે લોકો તીજરી ની કથા, અમરકથા સંભળાવે છે. છે બધું જુઠ્ઠું. તીજરી ની કથા તો આ છે, જેનાથી આત્માનું જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલે છે. આખું ચક્ર બુદ્ધિમાં આવી જાય છે. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી રહ્યું છે, અમરકથા પણ સાંભળી રહ્યાં છો. અમર બાબા તમને કથા સંભળાવી રહ્યાં છે - અમરપુરી નાં માલિક બનાવે છે. ત્યાં તમે ક્યારેય મૃત્યુ ને નથી પામતાં. અહીંયા તો કાળ નો મનુષ્યને કેટલો ડર રહે છે. ત્યાં ડરવાની, રડવાની વાત નથી. ખુશી થી જૂનું શરીર છોડી નવું લઈ લે છે. અહીંયા કેટલું મનુષ્ય રડે છે. આ છે જ રડવાની દુનિયા. બાપ કહે છે આ તો બન્યો-બનેલ ડ્રામા છે. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવતાં રહે છે. આ દેવતાઓ મોહજીત છે ને. અહીંયા તો દુનિયામાં અનેક ગુરુ છે જેમની અનેક મતો મળે છે. દરેક ની મત પોતાની. એક સંતોષી દેવી પણ છે જેમની પૂજા થાય છે. હવે સંતોષી દેવીઓ તો સતયુગમાં હોઈ શકે છે, અહીંયા કેવી રીતે હોઈ શકે. સતયુગ માં દેવતાઓ સદૈવ સંતુષ્ટ હોય છે. અહીંયા તો કંઈ ને કંઈ આશ રહે છે. ત્યાં કોઈ આશ નથી હોતી. બાપ બધાને સંતુષ્ટ કરી દે છે. તમે પદમપતિ બની જાઓ છો. કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેની પ્રાપ્તિની ચિંતા હોય. ત્યાં ચિંતા હોતી જ નથી. બાપ કહે છે સર્વ નો સદ્દગતિ દાતા તો હું જ છું. આપ બાળકોને ૨૧ જન્મનાં માટે ખુશી જ ખુશી આપે છે. આવાં બાપ ને યાદ પણ કરવાં જોઇએ. યાદ થી તમારા પાપ ભસ્મ થશે અને તમે સતોપ્રધાન બની જશો. આ સમજવાની વાતો છે. જેટલું બીજાઓને વધારે સમજાવશો એટલી પ્રજા બનતી જશે અને ઉંચ પદ પામશો. આ કોઈ સાધુ વગેરે ની કથા નથી. ભગવાન બેસી આમનાં મુખ દ્વારા સમજાવે છે. હવે તમે સંતુષ્ટ દેવી-દેવતા બની રહ્યાં છો. હવે તમારે વ્રત પણ રાખવું જોઈએ - સદૈવ પવિત્ર રહેવાનું કારણ કે પાવન દુનિયામાં જવાનું છે તો પતિત નથી બનવાનું. બાપે આ વ્રત શીખવાડ્યું છે. મનુષ્યોએ પછી અનેક પ્રકાર નાં વ્રત બનાવ્યાં છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપની મત પર ચાલી સદા સંતુષ્ટ રહી સંતોષી દેવી બનવાનું છે. અહીંયા કોઈ પણ આશ નથી રાખવાની. બાપ થી સર્વ પ્રાપ્તિઓ કરી પદમપતિ બનવાનું છે.

2. સૌથી ગંદુ બનાવવા વાળો બાયસ્કોપ (સિનેમા) છે. તમને સિનેમા જોવાની મનાઈ છે. તમે બહાદુર છો તો હદ અને બેહદ નાં બાયસ્કોપ નું રહસ્ય સમજી બીજાઓને સમજાવો. સર્વિસ (સેવા) કરો.

વરદાન :-
ફુલસ્ટોપ ( પૂર્ણવિરામ ) ની સ્ટેજ ( અવસ્થા ) દ્વારા પ્રકૃતિની હલચલ ને સ્ટોપ કરવાવાળા પ્રકૃતિપતિ ભવ

વર્તમાન સમય હલચલ વધવાનો સમય છે. ફાઇનલ (અંતિમ) પેપર માં એક તરફ પ્રકૃતિનું અને બીજી તરફ પાંચ વિકારોનું વિકરાળ રુપ હશે. તમોગુણી આત્માઓનો વાર અને જુના સંસ્કાર. બધાં છેલ્લાં સમય પર પોતાનો ચાન્સ (તક) લેશે. એવાં સમય પર સમેટવાની શક્તિ દ્વારા હમણાં-હમણાં સાકારી, હમણાં-હમણાં આકારી અને હમણાં-હમણાં નિરાકાર સ્થિતિ માં સ્થિત થવાનો અભ્યાસ જોઈએ. જોવા છતાં પણ ન જુઓ, સાંભળવા છતાં પણ ન સાંભળો. જ્યારે એવી ફુલસ્ટોપ ની સ્ટેજ હોય ત્યારે પ્રકૃતિપતિ બની પ્રકૃતિની હલચલ ને સ્ટોપ કરી શકશો.

સ્લોગન :-
નિર્વિઘ્ન રાજ્ય અધિકારી બનવાનાં માટે નિર્વિઘ્ન સેવાધારી બનો.