13-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બ્લડ કનેક્શન ( લોહી નાં સંબંધ ) માં જ દુઃખ છે , તમારે તેનો ત્યાગ કરી પરસ્પર આત્મિક લવ ( પ્રેમ ) રાખવાનો છે , આ જ સુખ અને આનંદ નો આધાર છે

પ્રશ્ન :-
વિજય માળામાં આવવા માટે વિશેષ કયો પુરુષાર્થ જોઈએ?

ઉત્તર :-
વિજય માળા માં આવવું છે તો વિશેષ હોલી (પવિત્ર) બનવાનો પુરુષાર્થ કરો. જયારે પાક્કા સંન્યાસી અર્થાત્ નિર્વિકારી બનશો ત્યારે વિજય માળા નાં દાણા બનશો. કોઈ પણ કર્મબંધન નો હિસાબ-કિતાબ છે, તો વારિસ નહીં બની શકશો, પ્રજા માં ચાલ્યાં જશો.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા પરવાનો કે લિયે

ઓમ શાંતિ!
જુઓ આપણે મહિમા જ કરીએ છીએ આપણા બાપની. અહમ્ (આપણે) આત્મા જરુર પોતાનાં ફાધર નો શો (પિતાને પ્રત્યક્ષ) કરીશું ને. સન શોઝ ફાધર. તો અહમ્ આત્મા, તમે પણ કહેશો અમે આત્માઓ, આપણા બધાનાં ફાધર એક પરમાત્મા છે જે સર્વનાં પિતા છે. આ તો બધાં માનશે. એવું નહીં કહેશે કે આપણી આત્માઓનાં ફાધર કોઈ અલગ-અલગ છે. ફાધર સર્વનાં એક છે. હવે આપણે એમનાં બાળકો હોવાનાં કારણે એમનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને જાણીએ છીએ. આપણે એવું ન કહી શકીએ કે પરમાત્મા સર્વવ્યાપી છે. પછી તો બધામાં પરમાત્મા થઈ જાય. ફાધર ને યાદ કરી બાળકો ખુશ થાય છે કારણ કે જે કાંઈ ફાધર ની પાસે હોય છે તેમનો વારસો બાળકોને મળે છે. હવે આપણે છીએ પરમાત્મા નાં વારિસ, એમની પાસે શું છે? એ આનંદ નાં સાગર છે, જ્ઞાન નાં સાગર છે, પ્રેમ નાં સાગર છે. આપણને ખબર છે ત્યારે આપણે એમની મહિમા કરીએ છીએ. બીજા એ નહીં કહેશે. કરીને કોઈ કહે પણ છે પરંતુ એ કેવાં છે, આ તો ખબર જ નથી. બાકી તો બધાં કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. પરંતુ આપણે એમનાં બાળકો છીએ તો પોતાનાં નિરાકાર ઈમોર્ટલ (અવિનાશી) બાપની મહિમા વર્ણન કરીએ છીએ કે એ આનંદ નાં સાગર, જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં ભંડાર છે. પરંતુ કોઈ પ્રશ્ન ઉઠાવશે કે તમે કહો છો કે ત્યાં ઈનકારપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા) માં તો દુઃખ સુખ થી ન્યારી અવસ્થા રહે છે. ત્યાં સુખ અથવા આનંદ અથવા પ્રેમ ક્યાંથી આવ્યો? હવે આ સમજવાની વાતો છે. આ જે આનંદ, સુખ અથવા પ્રેમ કહે છે, આ તો થઈ સુખની અવસ્થા પરંતુ ત્યાં શાંતિદેશ માં આનંદ, પ્રેમ અથવા જ્ઞાન ક્યાંથી આવ્યું? એ સુખ નાં સાગર જ્યારે આ સાકારી સૃષ્ટિમાં આવે છે ત્યારે આવીને સુખ આપે છે. ત્યાં તો દુઃખ સુખ થી ન્યારી અવસ્થા માં રહીએ છીએ કારણ કે તમને સમજાવ્યું છે કે એક છે દુઃખ સુખ થી ન્યારી દુનિયા, જેને નિરાકારી દુનિયા કહે છે. બીજી પછી છે સુખ ની દુનિયા, જ્યાં સદા સુખ, આનંદ રહે છે, જેને સ્વર્ગ કહે છે અને આ છે દુઃખ ની દુનિયા જેને નર્ક અથવા આયરન એજડ વર્લ્ડ (કળયુગી દુનિયા) કહે છે. હવે આ આયરન એજડ વર્લ્ડ ને પરમપિતા પરમાત્મા જે સુખ નાં સાગર છે, એ આવીને આને બદલીને આનંદ, સુખ નાં, પ્રેમ નાં ભંડાર બનાવે છે. જ્યાં સુખ જ સુખ છે. પ્રેમ જ પ્રેમ છે. જ્યાં જાનવરો માં પણ ખૂબ પ્રેમ રહે છે. સિંહ-ગાય પણ સાથે પાણી પીવે છે, એટલો તેમનામાં પ્રેમ રહે છે. તો પરમાત્મા આવીને જે આપણી રાજધાની સ્થાપન કરે છે, તેમાં સુખ અને આનંદ છે. બાકી નિરાકારી દુનિયામાં તો સુખ આનંદ ની વાત જ નથી, પ્રેમ ની વાત જ નથી. તે તો છે નિરાકારી આત્માઓનું નિવાસસ્થાન. તે છે બધાંની રિટાયર લાઈફ (નિવૃત જીવન) અથવા નિર્વાણ અવસ્થા. જ્યાં દુઃખ સુખ ની કોઈ ફિલીંગ (અનુભૂતિ) નથી રહેતી. તે દુઃખ સુખ નો પાર્ટ તો આ કારપોરિયલ વર્લ્ડ (સાકારી દુનિયા) માં ચાલે છે. આ જ સૃષ્ટિ પર જ્યારે સ્વર્ગ છે તો આંતરીક આત્મિક પ્રેમ રહે છે કારણ કે દુઃખ છે બ્લડ કનેક્શન માં. સંન્યાસીઓ માં પણ બ્લડ કનેક્શન નથી રહેતું એટલે તેમાં પણ દુઃખ ની કોઈ વાત નથી રહેતી. તેઓ તો કહે છે હું સત્ ચિત્ આનંદ સ્વરુપ છું કારણ કે બ્લડ કનેક્શન ને ત્યાગી દે છે. એવી રીતે અહીંયા પણ તમારું કોઈ બ્લડ કનેક્શન નથી. અહીંયા આપણો બધાનો આત્મિક પ્રેમ છે, જે પરમાત્મા શિખવાડે છે.

બાપ કહે છે યૂ આર માય બીલવેડ સન્સ (તમે મારા સૌથી પ્રેમાળ દિકરાઓ). મારો આનંદ, પ્રેમ, સુખ તમારું છે કારણ કે તમે તે દુનિયા છોડીને મારી આવીને ગોદ (ખોળો) લીધી છે. આ પણ તમે પ્રેક્ટિકલ લાઈફ માં આવીને ગોદ માં બેઠાં છો. એવું નહીં જેમ તે ગુરુઓની ગોદ લઈ ચાલ્યાં જાય છે ઘર માં. તેમને બીલવેડ સન્સ નહીં કહેશું. તેમની પણ તે જેમકે પ્રજા છે. બાકી જે સંન્યાસ કરી તેમની ગોદ લે છે તે જ બીલવેડ સન બને છે કારણ કે તે જ ગુરુ ની પાછળ ગાદી પર બેસે છે. બાળકો અને પ્રજા માં રાત દિવસ નો ફરક રહે છે. તે વારિસ બની વારસો લે છે. જેવી રીતે તમે તેમનાથી બ્લડ કનેક્શન તોડી આ નિરાકારી તથા સાકાર ની ગોદ લીધી છે તો વારિસ બની ગયાં છો. આમાં પણ પછી જેટલું જ્ઞાન લેશો તે છે બ્લીસ (આનંદ). એજ્યુકેશન (શિક્ષણ) ને બ્લીસ કહેવાય છે. તો જેટલું તે ઉઠાવશે, એટલું તે રાજધાની માં પ્રજા માં સુખ લેશે. આ ગોડલી એજ્યુકેશન બ્લીસ (ઈશ્વરીય શિક્ષણ આનંદ) છે ને, જેનાથી સુપ્રીમ પીસ એન્ડ હેપીનેસ (પરમ શાંતિ અને ખુશી) મળે છે. આ અટલ અખંડ સુખ શાંતિમય સ્વરાજ્ય છે ગોડ ની પ્રોપર્ટી (ભગવાન ની મિલકત), જે બાળકોને મળે છે. પછી જેટલું-જેટલું જે જ્ઞાન ઉઠાવશે, એટલો બાપનો વારસો મળી જશે. જેવી રીતે તમારી પાસે આટલાં જીજ્ઞાસુ આવે છે તે છે, તમારી બીલવેડ પ્રજા. બાળકો નથી કારણ કે આવતાં જતાં રહે છે, બાળકો પણ હોઈ શકે છે કારણ કે પ્રજા થી કોઈ વારિસ પણ તો બની જાય છે. જ્યારે જ્ઞાન લેતાં-લેતાં જુએ છે અહીંયા તો અથાહ સુખ અને શાંતિ છે, તે દુનિયામાં તો દુઃખ છે તો આવીને ગોદ (ખોળો) લઈ લે છે. તરત તો કોઈ બાળક નથી બની જતાં. તમે પણ પહેલાં આવતાં જતાં હતાં પછી સાંભળતાં-સાંભળતાં બેસી ગયાં, તો વારિસ બની ગયાં. સંન્યાસીઓ ની પાસે પણ એવું થાય છે. સાંભળતાં-સાંભળતાં જ્યારે સમજે છે સંન્યાસ માં તો શાંતિ સુખ છે તો સંન્યાસ કરી લે છે. અહીંયા પણ જ્યારે ટેસ્ટ (સ્વાદ) આવી જાય છે તો બીલવેડ સન બની જાય છે તો જન્મ જન્માંતર નાં માટે વારસો મળી જાય છે. તે પછી દેવી સિઝરા (વંશજ) માં આવતાં રહે છે. પ્રજા તો સાથે નથી રહેતી તે ક્યાંક-ક્યાંક કર્મબંધન માં ચાલ્યાં જાય છે.

જેવી રીતે ગીત માં કહે છે મહેફિલ મેં જલ ઉઠી શમા પરવાનો કે લિયે. તો પરવાના પણ શમા પર ડાન્સ (નૃત્ય) કરતાં-કરતાં મરી જાય છે. કોઈ ચક્કર લગાવી ચાલ્યાં જાય છે. આ તન પણ એક શમા છે જેમાં ઓલમાઈટી (સર્વોચ્ચ) બાબા નો પ્રવેશ છે. તમે પરવાના બની આવતાં-જતાં, અંતે જ્યારે રહસ્ય સમજી લીધું તો બેસી ગયાં. આવે તો હજારો લાખો છે, તમારા દ્વારા પણ સાંભળતાં રહે છે. તે તો જેટલું સાંભળશે એટલું પીસ અને બ્લીસ નું વરદાન લેતાં જશે કારણ કે ઈમોર્ટલ (અવિનાશી) ફાધર ની શિક્ષા તો વિનાશ નથી થતી. આને કહેવાય છે અવિનાશી જ્ઞાન ધન. તેનો વિનાશ નથી થતો. તો જે થોડું ઘણું પણ સાંભળે છે તે પ્રજા માં આવશે જરુર. ત્યાં તો પ્રજા પણ ખૂબ-ખૂબ સુખી છે. આંતરીક આનંદ છે કારણ કે ત્યાં બધાં સોલ કોન્સિયસ (આત્મ અભિમાની) રહે છે. અહીંયા બોડી કોન્સિયસ (દેહ અભિમાની) થઈ ગયાં છે એટલે દુઃખી છે. ત્યાં તો છે જ સ્વર્ગ, ત્યાં દુઃખ નું નામ નિશાન નથી. જાનવર જ કેટલાં સુખ શાંતિ માં રહે છે તો પ્રજા માં કેટલો પ્રેમ અને સુખ હશે. આ તો જરુર છે બધાં તો વારિસ નથી બનતાં. અહીંયા તો ૧૦૮ પાક્કા સંન્યાસી વિજય માળા નાં દાણા બનવા વાળા છે. એ પણ હજી બન્યાં નથી, બની રહ્યાં છે. સાથે-સાથે પ્રજા પણ બની રહી છે. તે પણ બહાર રહીને સાંભળતી રહે છે. ઘરે બેસી યોગ લગાવી રહ્યાં છે. યોગ લગાવતાં-લગાવતાં કોઈ પછી અંદર આવી જાય તો પ્રજા થી વારિસ બની જાય છે. તે જ્યાં સુધી કર્મબંધન નો હિસાબ છે કાંઈક ત્યાં સુધી બહાર રહી યોગ લગાવે, નિર્વિકારી રહેતાં આવે છે. તો ઘરમાં રહી જે નિર્વિકારી રહે છે તો ઘર માં ઝઘડા જરુર થશે કારણ કે કામેશુ ક્રોધેશુ. કામ મહાશત્રુ પર જ્યારે તમે જીત પામો છો, વિષ આપવાનું બંધ કરો છો તો ઝઘડો થાય છે.

બાપ કહે છે બાળકો, મોત સામે છે. આખી દુનિયા વિનાશ થવાની છે. જેવી રીતે વૃધ્ધો ને કહે છે મોત સામે છે, પરમાત્મા ને યાદ કરો. બાપ પણ કહેશે બાળકો નિર્વિકારી બની જાઓ. પરમાત્મા ને યાદ કરો. જેવી રીતે તીર્થ પર જાય છે તો કામ ક્રોધ બધું બંધ કરી દે છે. રસ્તા માં કામ ચેષ્ટા થોડી કરશે. તે તો આખો રસ્તો અમરનાથ ની જય, જય કરતાં જાય પરંતુ પાછા આવે તો ફરી તે જ વિકારો માં ગોથા ખાતાં રહે છે, તમારે તો પાછું આવવાનું નથી. કામ, ક્રોધ માં આવવાનું નથી. વિકારો માં જશો તો પદ ભ્રષ્ટ થઈ જશે. હોલીનેસ (પવિત્ર) નહીં બનશો. જે હોલી (પવિત્ર) બનશે તે જ માળા માં આવશે. જે ફેલ (નપાસ) થશે તે ચંદ્રવંશી ઘરાના માં ચાલ્યાં જશે.

આ તમને બધાંને પરમપિતા પરમાત્મા બેસી ભણાવે છે. એ જ જ્ઞાન નાં સાગર છે ને. ત્યાં નિરાકારી દુનિયામાં તો આત્માઓ ને બેસી જ્ઞાન નહીં સંભળાવશે. અહીંયા આવીને તમને જ્ઞાન સંભળાવે છે. કહે છે તમે મારા બાળકો છો. જેવી રીતે હું પ્યોર (પવિત્ર) છું તેવી રીતે તમે પણ પ્યોર બનો. તો તમે સતયુગ માં સુખમય, પ્રેમમય રાજ્ય કરશો, જેને વૈકુંઠ કહે છે. હવે આ દુનિયા બદલાઈ રહી છે કારણ કે આયરન એજ (કળયુગ) થી ગોલ્ડન એજ (સતયુગ) બની રહી છે. પછી ગોલ્ડન એજ થી સિલ્વર એજ (ત્રેતાયુગ) માં બદલાશે. સિલ્વર એજ થી કોપર એજ (દ્વાપરયુગ), પછી કોપર એજ થી આયરન એજ માં બદલાતાં જશે. આવી રીતે દુનિયા બદલાતી રહે છે. તો હવે આ દુનિયા બદલાઈ રહી છે. કોણ બદલી રહ્યું છે? ગોડ હિમસેલ્ફ (ઈશ્વર પોતે), જેનાં તમે બીલવેડ બાળકો બન્યાં છો. પ્રજા પણ બની રહી છે પરંતુ બાળકો, બાળકો છે, પ્રજા પ્રજા છે. જે સંન્યાસ કરે તે વારિસ બની જાય છે. તેમને રોયલ ઘરાના માં અવશ્ય લઈ જવાનાં છે. પરંતુ જો જ્ઞાન એટલું નથી ઉઠાવ્યું તો પદ નહીં પામશે. જે ભણશે તે નવાબ બનશે. જે આવે જાય છે તે પછી પ્રજા માં આવશે. પછી જેટલાં હોલી બનશે એટલું સુખ મળશે. બીલવેડ તો તે પણ બનશે પરંતુ ફુલ બીલવેડ ત્યારે બને છે જ્યારે બાળક બને છે. સમજ્યાં.

સંન્યાસી પણ અનેક પ્રકારનાં હોય છે. એક હોય છે જે ઘરબાર છોડી જાય છે, બીજા પછી એવાં પણ હોય છે જે ગૃહસ્થ માં રહેતાં વિકાર માં નથી જતાં. તે ફોલોઅર્સ (અનુયાયીઓ) ને બેસી શાસ્ત્ર વગેરે સંભળાવે છે. આત્મા નું જ્ઞાન આપે છે, તેમનાં પણ શિષ્ય હોય છે. પરંતુ તેમનાં શિષ્ય તેમનાં બીલવેડ સન ન બની શકે કારણ કે તે તો ઘરબાર, બાળકો વાળા હોય છે. તો તે પોતાની પાસે તો બેસાડી ન શકે. ન પોતે સંન્યાસ કર્યો છે, ન બીજાઓને સંન્યાસ કરાવી શકે છે. તેમનાં શિષ્ય પણ ગૃહસ્થ માં રહે છે તેમની પાસે આવતાં-જતાં રહે છે. તે ફક્ત તેમને જ્ઞાન આપતાં રહેશે અથવા મંત્ર આપી દે છે. બસ. હવે તેમનાં વારિસ તો બન્યાં નથી તો તેમની વૃદ્ધિ કેવી રીતે થશે. બસ જ્ઞાન આપતાં-આપતાં શરીર છોડી ચાલ્યાં જાય છે.

જુઓ, એક માળા છે ૧૦૮ ની, બીજી પછી તેનાથી મોટી ૧૬,૧૦૮ ની માળા હોય છે. તે છે ચંદ્રવંશી ઘરાના નાં રોયલ પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) ની માળા. તો અહીંયા જે એટલું જ્ઞાન નથી ઉઠાવી શકતાં, પ્યોરીફાય નથી બનતાં તો સજાઓ ખાઈને ચંદ્રવંશી ઘરાના ની માળા માં આવી જશે. પ્રિન્સ-પ્રિન્સેઝ તો બહુજ હોય છે.

આ રહસ્ય પણ તમે હમણાં સાંભળો છો, જાણો છો. ત્યાં આ જ્ઞાનની વાતો નથી રહેતી. આ જ્ઞાન તો ફક્ત હમણાં સંગમ પર મળે છે જ્યારે દૈવી ધર્મની સ્થાપના થઈ રહી છે. તો સંભળાવ્યું જે પૂરા કર્મેન્દ્રિયોં ને નહીં જીતશે તે ચંદ્રવંશી ઘરાના ની માળા માં ચાલ્યાં જશે. જે જીતશે તે સૂર્યવંશી ઘરાના માં આવશે. તેમનામાં પણ તો નંબરવાર બને છે જરુર. શરીર પણ અવસ્થા અનુસાર મળે છે. જુઓ, બધાંથી મમ્મા આગળ ગઈ છે તો તેમને સ્કોલરશિપ મળી ગઈ છે. મોનિટર બની ગઈ. તેમને આખો જ્ઞાન નો કળશ આપી દીધો, તેમને હું પણ માતા કહીશ કારણ કે મેં પણ બધું તન-મન-ધન તેમનાં ચરણો માં સ્વાહા કરી દીધું, લૌકિક બાળકો ને નથી આપ્યું કારણ કે તે તો બ્લડ કનેક્શન (લોહી નો સંબંધ) થઈ ગયું. આ તો આત્મિક બાળકો બને છે, બધાં સંન્યાસ કરી આવે છે તો તેમનાં પર પ્રેમ વધારે હોય છે. આત્મિક પ્રેમ સૌથી આગળ હોય છે. સંન્યાસી તો એકલા ઘરબાર છોડી ભાગી જાય છે. અહીંયા તો બધું લઈ આવીને સ્વાહા કર્યું છે. પરમાત્મા પોતે પ્રેક્ટિકલ માં એક્ટ (કર્મ) કરી બતાવે છે.

તમને કોઈ પણ પ્રશ્ન નો જવાબ અહીંયા મળી શકે છે. એ પરમાત્મા પોતે પણ આવીને બતાવી શકે છે. એ તો જાદુગર છે. એમનો આ જાદુગરી નો પાર્ટ હમણાં ચાલી રહ્યો છે. તમે તો ખૂબ પ્રિય બાળકો છો, તમને બાપ ક્યારેય ખફા (નારાજ) ન કરી શકે. ખફા કરે તો બાળકો પણ ગુસ્સો કરવાનું શીખી જાય. અહીંયા તો બધાનો આંતરિક પ્રેમ છે. સ્વર્ગ માં પણ કેટલો પ્રેમ હોય છે. ત્યાં તો સતોપ્રધાન રહે છે.

અહીંયા જે વિઝિટર્સ (પર્યટક) આવે છે તેમની પણ ખૂબ સેવા થાય છે કારણ કે તેમનાં પર પણ પીસ અને હેપીનેસ ની વર્ષા થાય છે. તેઓ બીલવેડ પ્રજા બનવા વાળા છે. મા-બાપ બાળકો બધાં તેમની સર્વિસ (સેવા) માં લાગી જાય છે. ભલે દેવી-દેવતા બની રહ્યાં છે પરંતુ અહીંયા તે પદ નો અહંકાર નથી રહેતો. બધાં ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવાધારી) બની સર્વિસ માં હાજર થઈ જાય છે. ગોડ પણ ઓબીડિયન્ટ સર્વન્ટ બની પોતાનાં બીલવેડ સન્સ અને પ્રજા ની સર્વિસ કરે છે. એમની બાળકોનાં ઉપર જ બ્લીસ રહે છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા નૂરે રતન, કલ્પ-કલ્પ નાં વિખૂટા પડેલાં બાળકો જે ફરીથી આવીને મળ્યાં છે, એવાં બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં દિલ વ જાન, સિક વ પ્રેમ થી યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવી રીતે બાપદાદા બાળકો ને ક્યારેય ખફા (નારાજ) નથી કરતાં, એવી રીતે આપ બાળકોએ પણ કોઈને નારાજ નથી કરવાનાં, પરસ્પર આંતરિક પ્રેમ થી રહેવાનું છે. ક્યારેય ગુસ્સો નથી કરવાનો.

2. પીસ અને બ્લીસ નું વરદાન લેવાનાં માટે શમા પર પૂરું ફીદા થવાનું છે. ભણતર થી સુપ્રીમ પીસ અને હેપીનેસ નો ગોડલી (ઈશ્વરીય) અધિકાર લેવાનો છે.

વરદાન :-
સંગઠન માં સહયોગ ની શક્તિ દ્વારા વિજયી બનવા વાળા સર્વ નાં શુભચિંતક ભવ

જો સંગઠન માં દરેક, એકબીજા ને મદદગાર, શુભચિંતક બનીને રહે તો સહયોગ ની શક્તિ નો ઘેરાવ ખૂબ કમાલ કરી શકે છે. પરસ્પર એકબીજાનાં શુભચિંતક સહયોગી બનીને રહો તો માયા ની હિંમત નથી જે આ ઘેરાવ ની અંદર આવી શકે. પરંતુ સંગઠન માં સહયોગ ની શક્તિ ત્યારે આવશે જ્યારે આ દૃઢ સંકલ્પ કરશો કે ભલે કેટલી પણ વાતો સહન કરવી પડે પરંતુ સામનો કરીને બતાવીશું, વિજયી બનીને બતાવીશું.

સ્લોગન :-
કોઈ પણ ઈચ્છા, અચ્છા (સારા) બનવા નથી દેતી, એટલે ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનો.