13-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમારી સાચ્ચી - સાચ્ચી દિવાળી તો નવી દુનિયામાં થશે , એટલે આ જૂની દુનિયાનાં જુઠ્ઠા ઉત્સવ વગેરે જોવાનું દિલ ( મન ) તમને નથી થઈ શકતું

પ્રશ્ન :-
તમે હોલીહંસ છો, તમારું કર્તવ્ય શું છે?

ઉત્તર :-
આપણું અમારું મુખ્ય કર્તવ્ય છે એક બાપની યાદમાં રહેવું અને બધાનો બુદ્ધિયોગ એક બાપ સાથે જોડાવવો. આપણે પવિત્ર બનીએ છીએ અને બધાને બનાવીએ છીએ. આપણે મનુષ્ય ને દેવતા બનાવવાનાં કર્તવ્ય માં સદા તત્પર રહેવાનું છે. બધાને દુઃખો થી લિબ્રેટ (મુક્ત) કરી, ગાઈડ બની મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને જહાં પા લિયા હૈ

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો કહે છે અમે સ્વર્ગની રાજાઈ નો વારસો મેળવીએ છીએ. તેને ક્યારેય કોઈ બાળી ન શકે, કોઈ છીનવી ન શકે, તે વારસો અમારી પાસેથી કોઈ જીતી ન શકે. આત્માને બાપ પાસેથી વારસો મળે છે અને એવા બાપ ને બરોબર માતા-પિતા પણ કહે છે. માતા-પિતા ને ઓળખવા વાળા જ આ સંસ્થા માં આવી શકે છે. બાપ પણ કહે છે હું બાળકોની સન્મુખ પ્રત્યક્ષ થઈ ભણાવું છું, રાજયોગ શીખવાડું છું. બાળકો આવીને બેહદનાં બાપ ને પોતાનાં બનાવે છે, જીવતા જ. ધર્મ નાં બાળકો જીવતા જ લેવાય છે. તમે મારા છો, હું તમારો છું. તમે મારા કેમ બન્યા છો? કહો છો - બાબા, તમારી પાસેથી સ્વર્ગનો વારસો લેવા અમે તમારા બન્યા છીએ. સારું બાળકો, આવા બાપ ને ક્યારેય ફારકતી નહીં આપતાં. નહીં તો પરિણામ શું થશે? સ્વર્ગની રાજાઈ નો પૂરો વારસો તમે મેળવી નહીં શકો. બાબા-મમ્મા મહારાજા-મહારાણી બને છે ને? તો પુરુષાર્થ કરી એટલો વારસો મેળવવાનો છે. પરંતુ બાળકો પુરુષાર્થ કરતા-કરતા પછી ફારકતી આપી દે છે. પછી જઈને વિકારો માં ફસાય છે અથવા નર્ક માં પડી જાય છે. હેલ નર્ક ને, હેવન સ્વર્ગ ને કહેવાય છે. કહે છે અમે સદા સ્વર્ગનાં માલિક બનવા માટે બાપ ને પોતાનાં બનાવીએ છીએ કારણ કે હમણાં અમે નર્ક માં છીએ. હેવનલી ગોડફાધર જે સ્વર્ગનાં રચયિતા છે એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ હેવન જઈ ન શકે. એમનું નામ જ છે હેવનલી ગોડફાધર. આ પણ તમે હમણાં જાણો છો. બાપ કહી રહ્યા છે - બાળકો, તમે સમજો છો, બરોબર બાપ પાસે થી વારસો મેળવવા માટે આપણે બાપની પાસે આવ્યા છીએ, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. પરંતુ છતાં પણ ચાલતાં-ચાલતાં માયા નાં તોફાન એકદમ બરબાદ કરી દે છે. પછી ભણતર ને છોડી દે છે, એટલે મરી ગયાં. ઈશ્વરનાં બનીને પછી જો હાથ છોડી દીધો તો નવી દુનિયાથી મરીને જૂની દુનિયામાં ચાલ્યા ગયાં. હેવનલી ગોડફાધર જ નર્ક નાં દુઃખ થી લિબ્રેટ કરી પછી ગાઈડ બની સ્વીટ સાઈલેન્સ હોમ માં (શાંતિધામ) લઈ જાય છે, જ્યાંથી આપણે આત્માઓ આવ્યા છીએ. પછી સ્વીટ હેવન ની રાજાઈ આપે છે. બે વસ્તુ આપવા બાપ આવ્યા છે - ગતિ અને સદ્દગતિ. સતયુગ છે સુખધામ, કળિયુગ છે દુ:ખધામ અને જ્યાંથી આપણે આત્માઓ આવીએ છીએ તે છે શાંતિધામ. આ બાપ છે જ શાંતિદાતા, સુખદાતા ફોર ફ્યુચર (ભવિષ્ય માટે). આ અશાંત દેશ માંથી પહેલાં શાંત દેશ માં જઈશું. એને સ્વીટ સાઈલેન્સ હોમ કહેવાય છે, આપણે રહીએ જ ત્યાં છીએ. આ આત્મા કહે છે કે આપણું સ્વીટહોમ એ છે પછી આપણે જે આ સમયે નોલેજ ભણીએ છીએ, એનાથી આપણને સ્વર્ગની રાજધાની મળશે. બાપ નું નામ જ છે હેવનલી ગોડફાધર, લિબ્રેટર, ગાઈડ, નોલેજફુલ, બ્લીસફુલ, જ્ઞાનનાં સાગર. રહેમદિલ પણ છે. બધાં પર રહેમ કરે છે. તત્વો પર પણ રહેમ કરે છે. બધાં દુઃખ થી છૂટી જાય છે. દુઃખ તો જાનવર વગેરે બધાને હોય છે ને? કોઈને મારો તો દુઃખ થશે ને? બાપ કહે છે મનુષ્યમાત્ર તો શું, બધાને દુઃખ થી લિબ્રેટ કરું છું. પરંતુ જાનવરો ને તો નહીં લઈ જઈશ. આ મનુષ્યો ની વાત છે. આવાં બેહદ નાં બાપ એક જ છે બાકી તો બધાં દુર્ગતિ માં લઈ જાય છે. આપ બાળકો જાણો છો બેહદ નાં બાપ જ સ્વર્ગની અથવા મુક્તિધામ ની ગિફ્ટ આપવા વાળા છે. વારસો આપે છે ને? ઊંચા માં ઊંચા એક બાપ છે. બધાં ભક્ત એ ભગવાન બાપ ને યાદ કરે છે. ક્રિશ્ચન પણ ગોડ ને યાદ કરે છે. હેવનલી ગોડફાધર છે શિવ. એ જ નોલેજફુલ, બ્લિસફુલ છે. આનો અર્થ પણ આપ બાળકો જાણો છો. તમારામાં પણ નંબરવાર છે. કોઈ તો બિલકુલ એવા છે જે કેટલો પણ જ્ઞાન નો શૃંગાર કરો છતાં પણ વિકારો માં પડશે, ગંદી દુનિયા જોશે.

ઘણાં બાળકો દિવાળી જોવા જાય છે. હકીકતમાં મારા બાળકો આ જુઠ્ઠી દિવાળી જોઈ નથી શકતાં. પરંતુ જ્ઞાન નથી તો દિલ થશે. તમારી દિવાળી તો છે સતયુગ માં, જ્યારે તમે પવિત્ર બની જાઓ છો. આપ બાળકોએ સમજાવવાનું છે કે બાપ આવે જ છે સ્વીટહોમ તથા સ્વીટ હેવન માં લઈ જવાં. જે સારી રીતે ભણશે, ધારણા કરશે, એ જ સ્વર્ગની રાજધાની માં આવશે. પરંતુ તકદીર પણ જોઈએ ને? શ્રીમત પર નહીં ચાલશે તો શ્રેષ્ઠ નહીં બનશે. આ છે શ્રી શિવ ભગવાનુવાચ. જ્યાં સુધી મનુષ્યો ને બાપ નો પરિચય નથી મળ્યો ત્યાં સુધી ભક્તિ કરતા રહેશે. જ્યારે નિશ્ચય પાક્કો થઈ જશે તો પછી ભક્તિ જાતેજ છોડશે. તમે છો હોલીનેસ. ગોડફાધર નાં ડાયરેક્શન અનુસાર બધાને પવિત્ર બનાવો છો. તે તો ફક્ત હિન્દુઓ ને અથવા મુસલમાનો ને ક્રિશ્ચન બનાવશે. તમે તો આસુરી મનુષ્યો ને પવિત્ર બનાવો છો. જ્યારે પવિત્ર બને ત્યારે હેવન અથવા સ્વીટ હોમમાં જઈ શકે. નન બટ વન, તમે એક બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરતાં. એક બાપ પાસે થી જ વારસો મળવાનો છે તો જરુર એ બાપ ને જ યાદ કરશો. તમે પવિત્ર બની બીજાઓને પવિત્ર બનાવવાની મદદ કરો છો. તે નન્સ કોઈ પવિત્ર નથી બનાવતા, નથી આપ સમાન નન્સ બનાવતા. ફક્ત હિન્દુ થી ક્રિશ્ચન બનાવે છે. તમે હોલી નન્સ પવિત્ર પણ બનાવો છો અને સર્વ આત્માઓનો એક ગોડફાધર સાથે બુદ્ધિયોગ જોડાવો છો. ગીતા માં પણ છે ને - દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. પછી નોલેજ ને ધારણ કરવાથી જ રાજાઈ મળશે. બાપની યાદ થી જ એવરહેલ્દી બનશો અને નોલેજ થી એવરવેલ્દી બનશો. બાપ તો છે જ જ્ઞાન સાગર. બધાં વેદો-શાસ્ત્રો નો સાર બતાવે છે. બ્રહ્માનાં હાથ માં શાસ્ત્ર દેખાડે છે ને? તો આ બ્રહ્મા છે. શિવબાબા આમના દ્વારા બધાં વેદો-શાસ્ત્રો નો સાર સમજાવે છે. એ છે જ્ઞાન નાં સાગર. આમના દ્વારા તમને નોલેજ મળતી રહે છે. તમારા દ્વારા પછી બીજાઓને મળતી રહે છે.

ઘણાં બાળકો કહે છે - બાબા, અમે આ રુહાની હોસ્પિટલ ખોલીએ છીએ, જ્યાં રોગી મનુષ્ય આવીને નિરોગી બનશે અને સ્વર્ગનો વારસો લેશે, પોતાનું જીવન સફળ કરશે, ખૂબ સુખ મેળવશે. તો આટલાં બધાનાં આશીર્વાદ જરુર એમને મળશે. બાબાએ એ દિવસે પણ સમજાવ્યું હતું કે ગીતા, ભાગવત, વેદ, ઉપનિષદ વગેરે બધાં જે પણ ભારતનાં શાસ્ત્ર છે, આ શાસ્ત્ર નું અધ્યયન કરવું, યજ્ઞ, તપ, વ્રત, નેમ, તીર્થ વગેરે કરવું આ બધી ભક્તિમાર્ગ ની સામગ્રી રુપી છાશ છે. એક જ શ્રીમત ભગવદ્ ગીતાનાં ભગવાન થી ભારત ને માખણ મળે છે. શ્રીમત ભગવદ્ ગીતા ને પણ ખંડન કરેલી છે, જે જ્ઞાન સાગર પતિત-પાવન નિરાકાર પરમપિતા પરમાત્મા ની બદલે શ્રીકૃષ્ણનું નામ નાખવાથી છાશ બનાવી દીધી છે. એક જ કેટલી મોટી ભારી ભૂલ છે. હમણાં આપ બાળકોને જ્ઞાનસાગર ડાયરેક્ટ જ્ઞાન આપી રહ્યા છે. હમણાં તમે જાણો છો કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? આ સૃષ્ટિ રુપી ઝાડ ની વૃદ્ધિ કેવી રીતે થાય છે? તમે બ્રાહ્મણ છો ચોટલી, શિવબાબા છે બ્રાહ્મણોનાં બાપ. પછી બ્રાહ્મણ થી દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીશું. આ થઈ ગઈ બાજોલી. આને ૮૪ જન્મોનું ચક્ર કહેવાય છે. વેદ સંમેલન કરવાવાળાઓને પણ તમે સમજાવી શકો છો. ભક્તિ છે છાશ, જ્ઞાન છે માખણ. જેનાથી મુક્તિ-જીવનમુક્તિ મળે છે. હવે જો તમને વિસ્તાર થી જ્ઞાન સમજવું છે તો ધૈર્યવત્ થઈને સાંભળો. બ્રહ્માકુમારીઓ તમને સમજાવી શકે છે. શાસ્ત્રોમાં પણ લખેલું છે ભીષ્મ પિતામહ, અશ્વસ્થામા વગેરે ને અંતમાં આ બાળકીઓએ જ્ઞાન આપ્યું છે. અંતમાં આ બધાં સમજી જશે કે આ તો ઠીક કહે છે, અંત માં આવશે જરુર. તમે પ્રદર્શનો કરો છો, કેટલાં હજાર મનુષ્ય આવે છે પરંતુ નિશ્ચયબુદ્ધિ બધાં થોડી બની જાય છે? કોટોમાં કોઈ જ નીકળે છે જે સારી રીતે સમજીને નિશ્ચય કરે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા લક્કી જ્ઞાન સિતારાઓ પ્રતિ, માત-પિતા બાપદાદા નાં નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્ર બની આપ સમાન પવિત્ર બનાવવાનાં છે. એક બાપ સિવાય કોઈ ને પણ યાદ નથી કરવાનાં.

2. અનેક આત્માઓનાં આશીર્વાદ લેવા માટે રુહાની હોસ્પિટલ ખોલવાની છે. બધાને ગતિ-સદ્દગતિ નો રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
બ્રહ્મા બાપને ફોલો કરી ફર્સ્ટ ગ્રેડ માં આવવા વાળા સમાન ભવ

બધાં બાળકોનો બ્રહ્મા બાપ સાથે ખૂબ પ્રેમ છે, પ્રેમની નિશાની છે સમાન બનવું. આમાં સદા આ જ લક્ષ રાખો કે પહેલાં હું, ઈર્ષા વશ પહેલાં હું નહીં, તે નુકસાન કરે છે. પરંતુ ફોલો ફાધર કરવામાં પહેલાં હું કહ્યું અને કર્યુ તો ફર્સ્ટ ની સાથે તમે પણ ફર્સ્ટ થઈ જશો. જેવી રીતે બ્રહ્મા બાપ નંબરવન બન્યા એવી રીતે ફોલો કરવાવાળા પણ નંબરવન નું લક્ષ રાખો. ઓટે સો અવ્વલ અર્જુન, બધાને ફર્સ્ટ માં આવવાનો ચાન્સ છે. ફર્સ્ટ ગ્રેડ બેહદમાં છે કમ (હદ માં) નથી.

સ્લોગન :-
સફળતામૂર્ત બનવું છે તો સ્વ સેવા અને બીજાઓની સેવા સાથે-સાથે કરો.

માતેશ્વરીજી નાં મહાવાક્ય

આ ઈશ્વરીય સત્સંગ કોમન સત્સંગ નથી

આપણો આ જે ઈશ્વરીય સત્સંગ છે, કોમન (સાધારણ) સત્સંગ નથી. આ છે ઈશ્વરીય સ્કૂલ, કોલેજ. જે કોલેજ માં આપણે રેગ્યુલર સ્ટડી કરવાની છે, બાકી તો ફક્ત સત્સંગ કરવો થોડા સમય ત્યાં સાંભળ્યું પછી તો જેવા છે તેવા જ બની જાય છે કારણ કે ત્યાં કોઈ રેગ્યુલર ભણતર નથી મળતું, જ્યાંથી કોઈ પ્રારબ્ધ બને એટલે આપણો સત્સંગ કોઈ કોમન સત્સંગ નથી. આપણી તો ઈશ્વરીય કોલેજ છે, જ્યાં પરમાત્મા બેસી આપણને ભણાવે છે અને આપણે એ ભણતર ને પૂરું ધારણ કરી ઊંચ પદ પ્રાપ્ત કરીએ છીએ. જેવી રીતે દરરોજ સ્કૂલ માં માસ્ટર ભણાવીને ડિગ્રી આપે છે તેવી રીતે અહીં પણ સ્વયં પરમાત્મા ગુરુ, પિતા, શિક્ષક નાં રુપ માં આપણને ભણાવી સર્વોત્તમ દેવી-દેવતા પદ પ્રાપ્ત કરાવે છે એટલે આ સ્કૂલ માં જોઈન્ટ થવું જરુરી છે. અહીં આવવા વાળા ને આ નોલેજ સમજવાની જરુર છે, અહીં કઈ શિક્ષા મળે છે? આ શિક્ષા લેવાથી અમને શું પ્રાપ્તિ થશે? આપણે તો જાણી ચૂક્યા છીએ કે આપણને સ્વયં પરમાત્મા આવીને ડિગ્રી પાસ કરાવે છે અને પછી એક જ જન્મમાં આખો કોર્સ પૂરો કરવાનો છે. તો જે શરુ થી લઈને અંત સુધી આ જ્ઞાન નાં કોર્સને પૂરી રીતે ઉઠાવે છે તે ફુલ પાસ થશે, બાકી જે કોર્સની વચ્ચે આવશે તે તો એટલી નોલેજ ને ઉઠાવશે નહીં, એમને શું ખબર આગળ નો કોર્સ શું ચાલ્યો? એટલે અહીં રેગ્યુલર ભણવાનું છે, આ નોલેજ ને જાણવાથી જ આગળ વધીશું એટલે રેગ્યુલર સ્ટડી કરવાની છે.

પરમાત્મા નાં સાચાં બાળક બનીને કોઈ સંશય માં ન આવવું જોઈએ

જ્યારે પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ પર ઉતર્યા છે, તો એ પરમાત્મા ને આપણે પાક્કો હાથ દેવાનો છે પરંતુ પાક્કો સાચ્ચો બાળક જ બાબાને હાથ આપી શકે છે. આ બાપનો હાથ ક્યારેય નહીં છોડતા, જો છોડશો તો પછી નિધન નાં બની ક્યાં જશો? જ્યારે પરમાત્મા નો હાથ પકડી લીધો છે તો પછી સૂક્ષ્મ માં પણ આ સંકલ્પ ન જોઈએ કે હું છોડી દઉં અથવા સંશય ન હોવો જોઈએ. ખબર નહિં અમે પાર કરીશું કે નહીં, ઘણાં એવા પણ બાળકો હોય છે જે પિતા ને ન ઓળખવાના કારણે પિતા ની પણ સામે થાય છે અને એવું પણ કહી દે છે કે અમને કોઈની પરવા નથી. જો આવો ખ્યાલ આવ્યો તો એવા ન-લાયક બાળકોની સંભાળ પિતા કેવી રીતે કરશે? પછી તો સમજો પડ્યા કે પડ્યા કારણ કે માયા તો પાડવાની ખૂબ કોશિશ કરે છે કારણ કે પરીક્ષા તો અવશ્ય લેશે કે કેટલાં સુધી યોદ્ધા, રુસ્તમ, પહેલવાન છે! હવે આ પણ જરુરી છે, જેટલાં-જેટલાં આપણે પ્રભુ ની સાથે રુસ્તમ બનતા જઈશું એટલી માયા પણ રુસ્તમ બની આપણને પાડવાની કોશિશ કરશે. જોડી પૂરી બનશે જેટલાં પ્રભુ બળવાન છે તો માયા પણ એટલી બહાદુરી દેખાડશે, પરંતુ આપણને તો પાક્કો નિશ્ચય છે છેવટે પણ પરમાત્મા મહાન બળવાન છે, અંતે એમની જીત છે. શ્વાંસો શ્વાંસ આ વિશ્વાસ માં સ્થિત થવાનું છે, માયાને પોતાની બળવાની દેખાડવાની છે, તે પ્રભુની આગળ પોતાની કમજોરી નહીં દેખાડશે, બસ એકવાર પણ કમજોર બન્યા તો ખલાસ થયા એટલે ભલે માયા પોતાનો ફોર્સ દેખાડે, પરંતુ આપણે માયાપતિ નો હાથ નથી છોડવાનો, તે હાથ પૂરો પકડ્યો તો સમજો એમનો વિજય છે, જ્યારે પરમાત્મા આપણા માલિક છે તો હાથ છોડવાનો સંકલ્પ ન આવવો જોઈએ. પરમાત્મા કહે છે, બાળકો જ્યારે હું સ્વયં સમર્થ છું, તો મારી સાથે રહેતા તમે પણ સમર્થ અવશ્ય બનશો. સમજ્યાં બાળકો!