14-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - હમણાં તમારી કાયા ‌બિલકુલ જૂની થઈ ગઈ છે , બાપ આવ્યાં છે તમારી કાયા કલ્પવૃક્ષ સમાન બનાવવાં , તમે અડધાકલ્પ માટે અમર બનો છો

પ્રશ્ન :-
આ વન્ડરફુલ (અદ્દભુત) નાટક માં કઈ વાત ખુબજ સમજવાની છે?

ઉત્તર :-
આ નાટક માં જે પણ એક્ટર્સ (પાર્ટધારી) છે એમનું ચિત્ર કેવળ એક વાર જ જોઈ શકો છો પછી તે જ ચિત્ર ૫ હજાર વર્ષ પછી જોશો. ૮૪ જન્મો નાં ૮૪ ચિત્ર બનશે અને બધાં ભિન્ન-ભિન્ન હશે. કર્મ પણ કોઈની સાથે મળી નથી શકતાં. જેમણે જે કર્મ કર્યા એ પછી ૫ હજાર વર્ષ પછી તે જ કર્મ કરશે, આ ખૂબજ સમજવાની વાત છે. આપ બાળકોની બુદ્ધિ નું તાળું હવે ખુલ્યું છે. તમે આ રહસ્ય બધાંને સમજાવી શકો છો.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા..

ઓમ શાંતિ!
ભોળાનાથ સદૈવ શિવબાબા ને કહેવાય છે. શંકર ને નથી કહેવાતાં. તે તો વિનાશ કરે છે અને શિવબાબા સ્થાપના કરે છે. આ તો જરુર છે સ્થાપના સ્વર્ગ ની અને વિનાશ નર્ક નો કરશે. તો જ્ઞાન સાગર ભોળાનાથ શિવ ને જ કહીશું. હવે તમે બાળકો તો અનુભવી છો. જરુર કલ્પ પહેલાં પણ શિવબાબા આવ્યાં હશે અને હમણાં આવ્યાં છે જરુર. એમને આવવાનું જરુર છે કારણ કે નવી મનુષ્ય સૃષ્ટિને રચવાની છે. આ ડ્રામા નાં આદિ મધ્ય અંત નું રહસ્ય બતાવવાનું છે એટલે જરુર અહીં આવવાનું છે. સૂક્ષ્મવતન માં તો નહીં બતાવશે. સુક્ષ્મવતન ની ભાષા અલગ છે, મૂળવતન માં તો ભાષા જ નથી. અહીં છે ટોકી (વાચા). શિવબાબા જ બગડેલા ને બનાવવા વાળા છે. જ્યારે સૃષ્ટિ તમોપ્રધાન થઈ જાય છે તો બધાંને સદ્દગતિ આપવા વાળા ભગવાન કહે છે કે મારે આવવું પડે છે. યાદગાર પણ અહીં છે. આ નાટક માં જે-જે મનુષ્ય નાં ચિત્ર છે તે એક જ વાર જોઈ શકો છો. એવું નથી કે લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર (ચહેરા) સતયુગ સિવાય ક્યારેય પણ ક્યાંય જોઈ શકાય છે. તેઓ પુનર્જનમ લેશે તો નામ રુપ ભિન્ન થઈ જશે. એ જ લક્ષ્મી-નારાયણ નું રુપ એક વાર જોયું પછી ૫ હજાર વર્ષ પછી જ દેખાશે. જેમ ગાંધી નું હૂબહૂ ચિત્ર ફરી ૫ હજાર વર્ષ પછી જોશો. અથાહ મનુષ્ય છે જે પણ મનુષ્યોનાં ચિત્ર હમણાં જોયા છે તે ફરી ૫ હજાર વર્ષ પછી જોશો. ૮૪ જન્મો માટે ૮૪ ચિત્ર બનશે. અને બધાં ભિન્ન-ભિન્ન હશે. કર્મ પણ કોઈની સાથે નથી મળી શકતાં. જેમણે જે કર્મ કર્યા, એ જ કર્મ ૫ હજાર વર્ષ પછી ફરી કરશે. આ ખુબજ સમજવાની વાતો છે. બાબાનું પણ ચિત્ર છે. આપણે સમજીએ છીએ જરુર પહેલાં-પહેલાં સૃષ્ટિ રચવા એ આવ્યાં હશે. તમારી બુદ્ધિનું તાળું હમણાં ખુલ્યું છે ત્યારે તમે સમજો છો. હવે પછી બીજાઓનું પણ એવી રીતે તાળું ખોલવાનું છે. નિરાકાર બાપ જરુર પરમધામ માં રહેતા હશે. જેમ તમે પણ બધાં મારી સાથે રહો છો. પહેલાં જ્યારે હું આવું છું તો મારી સાથે બ્રહ્મા, વિષ્ણુ, શંકર હોય છે. મનુષ્ય સૃષ્ટિ તો પહેલાં થી જ છે પછી તે કેવી રીતે પલટાય છે, રીપીટ કેવી રીતે થાય છે. પહેલાં-પહેલાં જરુર સૂક્ષ્મવતન રચવું પડે પછી સ્થૂળવતન માં આવવું પડે કારણ કે મનુષ્ય જે દેવતા હતાં, તે હમણાં શુદ્ર બન્યાં છે. એમને પછી બ્રાહ્મણ થી દેવતા બનાવવાં પડે. તો જે કલ્પ પહેલાં મેં જ્ઞાન આપ્યું હતું પછી તે જ રીપીટ કરીશ. આ સમયે બેસી રાજયોગ શીખવાડું છું. પછી અડધાકલ્પ પછી ભક્તિ આરંભ થાય છે. બાપ સ્વયં બેસી સમજાવે છે કે જૂની સૃષ્ટિ પછી નવી કેવી રીતે બને છે. અંત થી પછી આદિ કેવી રીતે થાય છે. મનુષ્ય સમજે છે પરમાત્મા આવ્યાં હતાં પરંતુ ક્યારે, કેવી રીતે આવ્યાં. આદિ-મધ્ય-અંત નું રહસ્ય કેવી રીતે ખુલ્યું, આ નથી જાણતાં.

બાપ કહે છે કે ફરી હું સન્મુખ આવ્યો છું - બધાંને સદ્દગતિ આપવાં. માયા રાવણે બધાંની કિસ્મત બગાડી દીધી છે તો બગડેલી ને બનાવવા વાળા જરુર કોઈ જોઈએ. બાપ કહે છે ૫ હજાર વર્ષ પહેલાં પણ બ્રહ્મા તન માં આવ્યાં હતાં. મનુષ્ય સૃષ્ટિ જરુર અહીંયા જ રચી છે. અહીં આવીને સૃષ્ટિને પલટાવી કાયા કલ્પવૃક્ષ સમાન બનાવે છે. હમણાં તમારી કાયા બિલકુલ જૂની થઈ ગઈ છે, આને ફરી એવી બનાવે છે જે અડધાકલ્પ માટે તમે અમર બની જાઓ છો. ભલે શરીર બદલો છો પરંતુ ખુશી થી. જેવી રીતે જૂનું શરીર છોડી નવું લે છે. ત્યાં એવું નહીં કહેશે કે ફલાણા મરી ગયાં, એને મરવાનું નથી કહેવાતું. જેવી રીતે તમારું જીતે જી (જીવતા જ) મરવાનું છે તો તમે મર્યા થોડી છો? તમે તો શિવબાબા નાં બન્યાં છો. બાબા કહે છે તમે મારા નૂરે રતન, સિકીલધા બાળકો છો. શિવબાબા પણ કહે છે તો બ્રહ્મા બાબા પણ કહે છે. એ નિરાકારી બાપ, આ સાકારી બાપ. હમણાં તમે કહો છો બાબા તમે પણ એ જ છો ને. અમે પણ એ જ છીએ, જે ફરી આવીને મળ્યાં છીએ. બાપ કહે છે હું આવીને સ્વર્ગ સ્થાપન કરું છું. રાજાઈ તો જરુર જોઈએ તેથી રાજયોગ શીખવાડું છું. પછી તો તમને રાજાઈ મળી જશે પછી આ જ્ઞાન ની દરકાર જ નથી રહેતી. પછી આ શાસ્ત્ર વગેરે બધું ભક્તિ માં કામ આવે છે, વાંચતા રહે છે. જેવી રીતે કોઈ મોટાં વ્યક્તિ હિસ્ટ્રી-જોગ્રાફી લખીને જાય છે, તે પાછળ થી વાંચતા રહે છે. અથાહ પુસ્તકો છે. મનુષ્ય વાંચતા જ રહે છે. સ્વર્ગ માં તો કાંઈ પણ નહીં હોય. ત્યાં તો ભાષા જ એક હશે. તો બાબા કહે છે કે હવે હું આવ્યો છું સૃષ્ટિ ને નવી બનાવવાં. પહેલાં નવી હતી, હવે જૂની થઈ ગઈ છે. મારા બધાં પુત્રો ને (બાળકો ને) માયાએ બાળીને રાખ કરી દીધાં હતાં. તેઓ દેખાડે છે સાગર નાં બાળકો.જ્ઞાન સાગર તો બરાબર છે, એમનાં તમે બાળકો છો. ભલે બાળકો તો હકીકત માં બધાં છે પરંતુ આપ બાળકો હમણાં પ્રેક્ટિકલ માં ગાવામા આવો છો. તમારા કારણે જ બાપ આવે છે. કહે છે કે હું આવ્યો છું ફરીથી તમને બાળકોને સુરજીત (સજાગ) કરવાં. જે બિલકુલ કાળા, પથ્થરબુદ્ધિ થઈ ગયાં છે એમને ફરીથી આવીને પારસ બુદ્ધિ બનાવું છું. તમે જાણો છો આ જ્ઞાન થી આપણે પારસબુદ્ધિ કેવી રીતે બનીએ છીએ. જ્યારે તમે પારસબુદ્ધિ બની જશો ત્યારે આ દુનિયા પણ પથ્થરપુરી થી બદલાઈ પારસપુરી બની જશે, જેનાં માટે બાબા પુરુષાર્થ કરાવતા રહે છે. તો બાબા ને જરુર મનુષ્ય સૃષ્ટિ રચવા માટે અહીં જ આવવું પડશે ને. જેમનાં તનમાં આવે છે, એમનાં દ્વારા મુખ વંશાવલી બનાવે છે. તો આ થઈ ગઈ માતા. કેટલી ગુહ્ય વાત છે. છે તો આ મેલ (પુરુષ), આમનામાં બાબા આવે છે તો આ માતા કેવી રીતે થઈ, એમાં મૂંઝાશે જરુર.

તમે સિદ્ધ કરી બતાવો છો કે આ માત-પિતા, બ્રહ્મા-સરસ્વતી બંને કલ્પવૃક્ષ ની નીચે બેઠા છે, રાજયોગ શીખી રહ્યાં છે તો જરુર એમનાં ગુરુ જોઈએ. બ્રહ્મા સરસ્વતી અને બાળકો બધાંને રાજઋષિ કહેવાય છે. રાજાઈ માટે યોગ લગાવે છે. બાપ આવીને રાજયોગ અને જ્ઞાન શીખવાડે છે જે બીજું કોઈ પણ શીખવાડી ન શકે. ન કોઈનો રાજયોગ છે. તેઓ તો ફક્ત કહેશે યોગ શીખો. હઠયોગ તો અનેક પ્રકારનાં હોય છે. રાજયોગ કોઈ પણ શીખવાડી ન શકે. ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો હતો. કહે છે મારે કલ્પ-કલ્પ ફરી આવવું પડે છે જ્યારે મનુષ્ય સૃષ્ટિ નવી રચવાની છે. પ્રલય તો થતો નથી. જો પ્રલય થઈ જાય તો પછી હું આવું કોનામાં? નિરાકાર શું આવીને કરશે? બાપ સમજાવે છે સૃષ્ટિ તો પહેલાં થી જ છે. ભક્ત પણ છે, ભગવાન ને બોલાવે પણ છે, એનાંથી સિધ્ધ છે કે ભક્ત છે. ભગવાન ને આવવાનું જ ત્યારે છે જ્યારે ભક્ત બહુજ દુઃખી છે, કળિયુગ નો અંત છે. રાવણ રાજ્ય ખતમ થવાનું છે, ત્યારે જ મારે આવવું પડે છે. બરાબર આ સમયે બધાં દુઃખી છે. મહાભારી લડાઈ સામે ઉભી છે.

આ પાઠશાળા છે. અહીં મુખ્ય લક્ષ છે. તમે જાણો છો સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી સિંગલ તાજ વાળા નું રાજ્ય થયું પછી બીજા-બીજા ધર્મ ની વૃધ્ધિ થઈ છે પછી રાજાઈ વગેરે વધારવા માટે યુદ્ધ વગેરે થયાં. તમે જાણો છો જે પાસ્ટ (પહેલાં) થઈ ગયું, તે પાછું રીપીટ થશે. પછી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય આરંભ થશે. બાબા વર્લ્ડની (દુનિયાની) હિસ્ટ્રી-જોગ્રોફી નું રહસ્ય પૂરું સમજાવે છે. વિસ્તાર માં જવાની જરુર નથી. જાણે છે કે અમે સૂર્યવંશી છીએ તો જરુર પુનર્જન્મ પણ સૂર્યવંશી માં જ લેતાં હશે. નામ રુપ તો બદલાતાં હશે. મા-બાપ પણ બીજા મળશે, આ આખો ડ્રામા બુદ્ધિમાં રાખવાનો છે. બાપ કેવી રીતે આવે છે તે પણ સમજી લીધું. મનુષ્યો ની બુદ્ધિમાં તે જ ગીતાનું જ્ઞાન છે. પહેલાં આપણી બુદ્ધિમાં પણ તે જ જૂનું ગીતાનું જ્ઞાન હતું. હવે બાપ ગુહ્ય વાતો સંભળાવે છે જે સાંભળતાં-સાંભળતાં બધાં રહસ્ય સમજી ગયાં છો. મનુષ્ય પણ કહે છે આગળ તમારું જ્ઞાન બીજું હતું, હવે બહુજ સારું છે. હવે સમજી ગયાં છે કે કેવી રીતે ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળફૂલ સમાન બનવાનું છે. આ બધાંનો અંતિમ જન્મ છે. મરવાનું પણ બધાંને છે. સ્વયં બેહદનાં બાપ કહે છે કે તમે પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરો તો ૨૧ જન્મ માટે સ્વર્ગનાં માલિક બનશો. અહીં તો કોઈ પદમપતી છે તો પણ દુઃખી છે. કાયા કલ્પતરુ હોતી નથી. તમારી કાયા કલ્પતરુ થાય છે. તમે ૨૧ જન્મ મરતાં નથી. બાપ કહે છે અહીં આવશે પણ એ જ જે સૂર્યવંશી, ચંદ્રવંશી કામ ચિતા પર બેસી સાવરા (શ્યામ) થઈ ગયાં છે તેથી રાધા કૃષ્ણ, શ્રી નારાયણ બધાંને શ્યામ દેખાડે છે. હમણાં તો બધાં શ્યામ છે. કામ ચિતા પર બેસવાથી શ્યામ થઈ ગયાં છે. હવે તમારે કામ ચિતા થી ઉતરીને જ્ઞાન-ચિતા પર બેસવાનું છે. વિષ નો હથિયાલો કેન્સલ (પ્રતિજ્ઞા રદ્દ) કરી જ્ઞાન અમૃત નો હથિયાલો બાંધવાનો છે. સમજાવવાનું એવી રીતે છે જે તેઓ કહે કે તમે તો શુભ કાર્ય કરી રહ્યાં છો. જ્યાં સુધી કુમાર-કુમારી છે તો એમને મૂતપલીતી નહીં કહેવાશે. બાપ કહે છે તમારે ગંદા ક્યારેય નથી બનવાનું. આગળ ચાલીને અનેક આવશે, કહેશે આ બહુજ સારું છે-જ્ઞાન ચિતા પર બેસવાથી તો આપણે સ્વર્ગનાં માલિક બનીશું. ખાસ કરીને બ્રાહ્મણ જ સગાઈ કરાવે છે. રાજાઓની પાસે પણ બ્રાહ્મણ રહે છે, એમને રાજગુરુ કહે છે. આજકાલ તો સંન્યાસી પણ હથિયાલો બાંધે છે. તમે જ્યારે આ જ્ઞાનની વાતો સંભળાવો છો તો લોકો બહુજ ખુશ થાય છે. ઝટ રાખડી પણ બંધાવી લે છે. પછી ઘર માં ઝઘડા પણ થાય છે. થોડું સહન તો જરુર કરવું પડે.

તમે છો ગુપ્ત શિવ શક્તિ સેના. તમારી પાસે કોઈ હથિયાર નથી, દેવીઓને બહુજ હથિયાર દેખાડે છે. આ બધી છે જ્ઞાન ની વાતો. અહીં છે જ યોગબળ ની વાતો. તમે યોગબળ થી વિશ્વની બાદશાહી લો છો. બાહુબળ થી હદની રાજાઈ મળે છે. બેહદની રાજાઈ તો બેહદનાં માલિક જ આપશે. લડાઈ ની કોઈ વાત નથી. બાપ કહે છે કે હું કેવી રીતે લડાવીશ? હું તો લડાઈ ઝઘડા ખતમ કરવા માટે આવ્યો છું પછી આનું નામ-નિશાન પણ નથી રહેતું, ત્યારે તો પરમાત્મા ને બધાં યાદ કરે છે. કહે છે મારી લાજ રાખો તો પણ એક માં નિશ્ચય નથી તો બીજા-બીજા ને પકડતા રહે છે. કહે છે અમારામાં પણ ઈશ્વર છે પછી પોતાનામાં પણ વિશ્વાસ નથી રાખતાં, ગુરુ કરે છે. જ્યારે તમારામાં ભગવાન છે તો ગુરુ કેમ કરો છો? અહીં તો વાત જ ન્યારી છે. બાપ કહે છે કલ્પ પહેલાં પણ હું આમ જ આવ્યો હતો જેમ હમણાં આવ્યો છું. હમણાં તમે જાણો છો કે રચયિતા બાપ કેવી રીતે રચના કરે છે, આ પણ ડ્રામા છે. જ્યાં સુધી આ ચક્ર ને નથી જાણ્યું ત્યાં સુધી કેવી રીતે જાણે કે આગળ શું થવાનું છે. કહે છે, આ કર્મક્ષેત્ર છે. આપણે નિરાકારી દુનિયાથી પાર્ટ ભજવવા આવ્યાં છીએ. તો તમને આખાં ડ્રામા નાં ક્રિએટર (રચયિતા), ડાયરેક્ટર (નિર્માતા) ની ખબર હોવી જોઈએ. આપણે બધાં એક્ટર્સ (પાર્ટધારી) તો જાણી ગયાં છીએ કે આ ડ્રામા કેવી રીતે બનેલો છે, આ સૃષ્ટિ ની કેવી રીતે વૃધ્ધિ થાય છે, જ્યારે કે હમણાં કળિયુગ નો અંત છે તો જરુર સતયુગ સ્થાપન થવો જોઈએ. આ ચક્રની સમજણ બિલકુલ ઠીક છે જે બ્રાહ્મણ કુળનાં હશે તે સમજી જશે. તો પણ આ પ્રજાપિતા છે તો પોતાનું કુળ વધતું જ જશે. વધવાનું તો છે જ. કલ્પ પહેલાં માફક બધાં પુરુષાર્થ કરતા જ રહે છે. આપણે સાક્ષી થઈને જોઈએ છીએ. દરેકે પોતાનું મોઢું દર્પણ માં જોતા રહેવાનું છે - ક્યાં સુધી અમે લાયક બન્યાં છીએ - સતયુગ માં રાજધાની લેવા માટે? આ કલ્પ-કલ્પની બાજી (રમત) છે, જે જેટલી સર્વિસ (સેવા) કરશે, તમે છો બેહદનાં રુહાની સોશિયલ વર્કસ (સમાજસેવક). તમે સુપ્રીમ (પરમ) રુહાની મત પર ચાલો છો. એવાં સારા-સારા પોઈન્ટ ધારણ કરવાનાં છે. બાપ આવીને કાળ નાં પંજા માંથી છોડાવે છે. ત્યાં મૃત્યુનું નામ નથી, આ છે મૃત્યુલોક, તે છે અમરલોક. અહીં આદિ-મધ્ય-અંત દુઃખ છે, ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અમે નિરાકારી અને સાકારી બંને બાપ નાં સિકીલધાં નૂરે રતન છીએ, અમે શિવબાબા નાં જીતે જી વારિસ બન્યાં છીએ, એ નશામાં રહેવાનું છે.

2. યોગબળ થી વિશ્વની રાજાઈ લેવાની છે, પવિત્રતા ની રાખડી બાંધી છે તો સહન પણ કરવાનું છે. પતિત ક્યારેય નથી બનવાનું.

વરદાન :-
સુખ નાં સાગર બાપ ની સ્મૃતિ દ્વારા દુઃખ ની દુનિયામાં રહેતા પણ સુખ સ્વરુપ ભવ

સદા સુખ નાં સાગર બાપની સ્મૃતિ માં રહો તો સુખ સ્વરુપ બની જશો. ભલે દુનિયામાં કેટલો પણ દુઃખ અશાંતિ નો પ્રભાવ હોય પરંતુ તમે ન્યારા અને પ્યારા છો, સુખ નાં સાગર ની સાથે છો એટલે સદા સુખી, સદા સુખો નાં ઝૂલામાં ઝૂલવાવાળા છો. માસ્ટર સુખનાં સાગર નાં બાળકો ને દુઃખ નો સંકલ્પ પણ નથી આવી શકતો કારણ કે દુઃખની દુનિયાથી કિનારો કરી સંગમ પર પહોંચી ગયાં. બધી રસ્સીઓ (બધાં બંધન) તૂટી ગઈ તો સુખનાં સાગર માં લહેરાતા રહો.

સ્લોગન :-
મન અને બુદ્ધિ ને એક જ પાવરફુલ (શક્તિશાળી) સ્થિતિ માં સ્થિત કરવા જ એકાંતવાસી બનવું છે.