14-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.03.99    બાપદાદા મધુબન


“ કર્માતીત અવસ્થા સુધી પહોંચવા માટે કંટ્રોલિંગ પાવર વધારો , સ્વરાજ્ય અધિકારી બનો”


આજે બાપદાદા ચારેય તરફ નાં પોતાના રાજદુલારા પરમાત્મ-પ્રિય બાળકોને જોઈ રહ્યા છે. આ પરમાત્મ-દુલાર અથવા પરમાત્મ-પ્રેમ ખૂબ થોડા બાળકોને પ્રાપ્ત થાય છે. ખૂબ થોડા એવાં ભાગ્યનાં અધિકારી બને છે. એવાં ભાગ્યવાન બાળકોને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. રાજદુલારા અર્થાત્ રાજા બાળકો. તો પોતાને રાજા સમજો છો? નામ જ છે રાજયોગી. તો રાજયોગી અર્થાત્ રાજા બાળકો. વર્તમાન સમય પણ રાજા છો અને ભવિષ્ય માં પણ રાજા છો. પોતાનું ડબલ રાજ્ય પદ અનુભવ કરો છો ને? પોતે પોતાને જુઓ કે હું રાજા છું? સ્વરાજ્ય અધિકારી છું? દરેક રાજ્ય-કારોબારી તમારા ઓર્ડર માં કાર્ય કરી રહ્યા છે? રાજા ની વિશેષતા શું હોય છે, તે તો જાણો છો ને? રુલિંગ પાવર અને કંટ્રોલિંગ પાવર બંને પાવર તમારી પાસે છે? પોતે પોતાને પૂછો કે રાજ્ય કારોબારી સદા કંટ્રોલ માં ચાલી રહ્યા છે?

બાપદાદા આજે બાળકોનો કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર ચેક કરી રહ્યા હતાં, તો બતાવો શું જોયું હશે? દરેક જાણે તો છે. બાપદાદાએ જોયું કે હમણાં પણ અખંડ રાજ્ય અધિકાર બધાનો નથી. અખંડ, વચ્ચે-વચ્ચે ખંડિત થાય છે. કેમ? સદા સ્વરાજ્ય ની બદલે પર-રાજ્ય પણ ખંડિત કરી દે છે. પર-રાજ્ય ની નિશાની છે - એ કર્મેન્દ્રિયો પર-અધિન થઈ જાય છે. માયા નાં રાજ્યનો પ્રભાવ અર્થાત્ પર-અધિન બનવું. વર્તમાન સમય માઈનોરીટી (ઓછા માં ઓછા) તો ઠીક છે પરંતુ મેજોરીટી (વધારે થી વધારે) માયા નાં વર્તમાન સમય નાં વિશેષ પ્રભાવ માં આવી જાય છે. જે આદિ, અનાદિ સંસ્કાર છે એની વચ્ચે-વચ્ચે મધ્ય નાં અર્થાત્ દ્વાપર થી હમણાનાં અંત સુધીનાં સંસ્કાર નાં પ્રભાવ માં આવી જાય છે. સ્વ નાં સંસ્કાર જ સ્વરાજ્ય ને ખંડિત કરી દે છે. એમાં પણ વિશેષ સંસ્કાર વ્યર્થ વિચારવું, વ્યર્થ સમય ગુમાવવો અને વ્યર્થ બોલ-ચાલ માં આવવું, ભલે સાંભળવું, કે સંભળાવવું. એક તરફ વ્યર્થ નાં સંસ્કાર, બીજી તરફ અલબેલાપણા નાં સંસ્કાર ભિન્ન-ભિન્ન રોયલ રુપ માં સ્વરાજ્ય ને ખંડિત કરી દે છે. ઘણાં બાળકો કહે છે કે સમય સમીપ આવી રહ્યો છે પરંતુ જે સંસ્કાર શરુઆત માં ઈમર્જ નહોતા, તે હમણાં ક્યાંક-ક્યાંક ઈમર્જ થઈ રહ્યા છે. વાયુમંડળ માં સંસ્કાર વધારે ઈમર્જ થઈ રહ્યા છે, આનું કારણ શું? આ માયા નાં વાર નું એક સાધન છે. માયા એનાંથી પોતાનાં બનાવીને પરમાત્મ માર્ગ થી દિલશિકસ્ત બનાવી દે છે. વિચારે છે કે હજી સુધી એવું જ છે તો ખબર નથી સમાનતા ની સફળતા મળશે કે નહીં મળે? કોઈને કોઈ વાત માં જ્યાં કમજોરી હશે, એ જ કમજોરી નાં રુપમાં માયા દિલશિકસ્ત બનાવવાની કોશિશ કરે છે. ખૂબ સારા ચાલતાં-ચાલતાં કોઈ ન કોઈ વાત માં માયા સંસ્કાર પર અટેક કરી, જૂનાં સંસ્કાર ઈમર્જ કરવાનું રુપ રાખીને દિલશિકસ્ત કરવાની કોશિશ કરે છે. લાસ્ટ માં બધાં સંસ્કાર સમાપ્ત થવાનાં છે એટલે ક્યારેક-ક્યારેક રહેલા સંસ્કાર ઈમર્જ થઈ જાય છે. પરંતુ બાપદાદા આપ સર્વ ભાગ્યવાન બાળકોને ઈશારો આપી રહ્યા છે-ગભરાઓ નહીં, માયાની ચાલ ને સમજી જાઓ. આળસ અને વ્યર્થ-એમાં નેગેટિવ પણ આવી જાય છે-આ બંને વાતો પર પણ વિશેષ અટેન્શન રાખો. સમજી જાઓ કે આ માયા નું વર્તમાન સમયે વાર કરવાનું સાધન છે.

બાપ નાં સાથ નો અનુભવ, કમ્બાઈન્ડપણા નો અનુભવ ઈમર્જ કરો. એવું નથી કે બાપ તો છે જ મારા, સાથે છે જ છે. સાથ નો પ્રેક્ટિકલ અનુભવ ઈમર્જ થાય. તો આ માયા નો વાર, વાર નહીં હશે, માયા હાર ખાઈ લેશે. આ માયાની હાર છે, વાર નથી. ફક્ત ગભરાઓ નહીં, શું થઈ ગયું? કેમ થઈ ગયું? હિંમત રાખો, બાપ નાં સાથ ને સ્મૃતિ માં રાખો. ચેક કરો કે બાપ નો સાથ છે? સાથ નો અનુભવ મર્જ રુપ માં તો નથી? નોલેજ છે કે બાપ સાથે છે, નોલેજ ની સાથે-સાથે બાપ નો પાવર શું છે? ઓલમાઈટી ઓથોરિટી છે તો સર્વ શક્તિઓ નો પાવર ઈમર્જ રુપ માં અનુભવ કરો. આને કહેવાય છે બાપ નાં સાથ નો અનુભવ થવો. અલબેલા ન બની જાઓ-બાપ નાં સિવાય બીજું છે જ કોણ? બાપ જ તો છે. જ્યારે બાપ જ છે તો તે પાવર છે? જેવી રીતે દુનિયા વાળાઓ ને કહો છો જો પરમાત્મા વ્યાપક છે તો પરમાત્મ-ગુણ અનુભવ થવા જોઈએ, દેખાવું જોઈએ. તો બાપદાદા પણ તમને પૂછે છે કે જો બાપ સાથે છે, કમ્બાઈન્ડ છે તો તે પાવર દરેક કર્મ માં અનુભવ થાય છે? બીજાઓ ને પણ અનુભવ થાય છે? શું સમજો છો? ડબલ ફોરેનર્સ શું સમજો છો? પાવર છે? સદા છે? પહેલાં ક્વેશ્ચન માં તો બધાં હા કરી દે છે. પછી જ્યારે બીજો ક્વેશ્ચન આવે છે, સદા છે? તો વિચારમાં પડી જાય છે. તો અખંડ તો ન થયો ને? તમે ચેલેન્જ શું કરો છો? અખંડ રાજ્ય સ્થાપન કરી રહ્યા છો કે ખંડિત રાજ્ય સ્થાપન કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? અખંડ છે ને? ટીચર્સ બોલો અખંડ છે? તો હવે ચેક કરો અખંડ સ્વરાજ્ય છે? રાજ્ય અર્થાત્ પ્રારબ્ધ સદા ની લેવાની છે કે વચ્ચે-વચ્ચે ઓછું થઈ જાય તો કંઈ વાંધો નથી? એવું ઈચ્છો છો? લેવામાં તો સદા જોઈએ અને પુરુષાર્થ માં ક્યારેક-ક્યારેક ચાલે છે, એવું? ફોરેનર્સ ને કહ્યું હતું ને કે પોતાનાં જીવનની ડીક્ષનેરી માંથી સમટાઈમ અને સમથિંગ શબ્દ કાઢી નાખો. હવે સમટાઈમ ખતમ થયો? જયંતિ, બોલો. રીઝલ્ટ આપશો ને? તો સમટાઈમ ખતમ છે? જે સમજે છે, સમટાઈમ શબ્દ સદા માટે સમાપ્ત થઈ ગયો, તે હાથ ઉઠાવો. ખતમ થઈ ગયો કે ખતમ થશે? લાંબો હાથ ઉઠાવો. વતન નાં ટી.વી. માં તો તમારો હાથ આવી ગયો, અહીં નાં ટીવીમાં બધાનાં નથી આવતાં. આ કળિયુગી ટી.વી. છે ને, ત્યાં જાદુ નું ટી.વી. છે એટલે આવી જાય છે. ખૂબ સારું, તો પણ ઘણાઓએ ઉઠાવ્યો છે, એમને સદાકાળ ની મુબારક છે. અચ્છા. હવે ભારતવાસી જેમનું પ્રેક્ટિકલ સદાકાળ સ્વરાજ્ય છે, સર્વ કર્મેન્દ્રિયો કાયદા અને ઓર્ડર માં છે, તે હાથ ઉઠાવો. પાક્કો હાથ ઉઠાવજો, કાચ્ચો નહીં. સદા યાદ રાખજો કે સભા માં હાથ ઉઠાવ્યો છે. પછી બાપદાદા ને વાતો બહુ જ મીઠી-મીઠી બતાવે છે. કહે છે બાબા, તમે તો જાણો છો ને ક્યારેક-ક્યારેક માયા આવી જાય છે ને? તો પોતાનાં હાથ ની લાજ રાખજો. સારું છે. તો પણ હિંમત રાખી છે તો હિંમત નહીં હારતાં. હિંમત પર બાપદાદા ની મદદ છે જ છે.

આજે બાપદાદાએ જોયું કે વર્તમાન સમય અનુસાર પોતાની ઉપર, દરેક કર્મેન્દ્રિયો ઉપર અર્થાત્ સ્વયં પ્રતિ જે કંટ્રોલિંગ પાવર હોવો જોઈએ તે ઓછો છે, તે હજી વધારે જોઈએ. બાપદાદા બાળકોની રુહ-રિહાન સાંભળીને હસી રહ્યા હતાં, બાળકો કહે છે કે પાવરફુલ યાદ નાં ચાર કલાક થતા નથી. બાપદાદાએ આઠ કલાક થી ચાર કલાક કર્યા ને બાળકો કહે છે બે કલાક ઠીક છે. તો બતાવો, કંટ્રોલિંગ પાવર થયો? અને હમણાં થી જો આ અભ્યાસ નહીં હશે તો સમય પર પાસ વિથ ઓનર, રાજ્ય અધિકારી કેવી રીતે બની શકશો? બનવાનું તો છે ને? બાળકો હસે છે. આજે બાપદાદાએ બાળકોની વાતો ખૂબ સાંભળી છે. બાપદાદા ને હસાવે પણ છે, કહે છે ટ્રાફિક કંટ્રોલ ત્રણ મિનિટ નથી થતું, શરીરનું કંટ્રોલ થઈ જાય છે, ઉભા થઈ જઈએ છીએ, નામ છે મન નાં કંટ્રોલ નું પરંતુ મન નો કંટ્રોલ ક્યારેક થાય, ક્યારેક નથી પણ થતો. કારણ શું છે? કંટ્રોલિંગ પાવર ઓછો. એને હજી વધારે વધારવાનો છે. ઓર્ડર કરો, જેવી રીતે હાથ ને ઉપર ઉઠાવવા ઈચ્છો છો તો ઉઠાવી લો છો. ક્રેક નથી તો ઉઠાવી લો છો ને? એવી રીતે મન, આ સૂક્ષ્મ શક્તિ કંટ્રોલ માં આવવાની છે. લાવવાની જ છે. ઓર્ડર કરો - સ્ટોપ તો સ્ટોપ થઈ જાય. સેવા નું વિચારો, સેવા માં લાગી જાય. પરમધામ માં ચાલો, તો પરમધામ માં ચાલ્યું જાય. સૂક્ષ્મવતન માં ચાલો, તો સેકન્ડ માં ચાલ્યું જાય. જે વિચારો તે ઓર્ડર માં થાય. હવે આ શક્તિને વધારો. નાનાં-નાનાં સંસ્કારો માં, યુદ્ધ માં સમય નહીં ગુમાવો, આજે આ સંસ્કાર ને ભગાવ્યો, કાલે આને ભગાવ્યો. કંટ્રોલિંગ પાવર ધારણ કરો તો અલગ-અલગ સંસ્કાર પર સમય નહીં લગાવવો પડશે. નથી વિચારવાનું, નથી કરવાનું, નથી બોલવાનું. સ્ટોપ. તો સ્ટોપ થઈ જાય. આ છે કર્માતીત અવસ્થા સુધી પહોંચવાની વિધિ. તો કર્માતીત બનવું છે ને? બાપદાદા પણ કહે છે તમારે જ બનવાનું છે. બીજા કોઈ નહીં આવશે, તમે જ છો. તમને જ સાથે લઈ જઈશ પરંતુ કર્માતીત ને લઈ જઈશ ને? સાથે ચાલશો કે પાછળ-પાછળ આવશો? (સાથે ચાલીશું) આ તો ખૂબ સારું બોલ્યાં. સાથે ચાલશો, હિસાબ ચુક્તુ કરશો? એમાં હા-જી ન બોલ્યાં. કર્માતીત બનીને સાથે ચાલશો ને? સાથે ચાલવું અર્થાત્ સાથી બનીને ચાલવું. જોડી તો સારી જોઈએ કે લાંબી અને ટૂંકી? સમાન જોઈએ ને? તો કર્માતીત બનવું જ છે. તો શું કરશો? હમણાં પોતાનું રાજ્ય સારી રીતે સંભાળો. રોજ પોતાનો દરબાર લગાવો. રાજ્ય અધિકારી છો ને? તો પોતાનો દરબાર લગાવો, કર્મચારીઓને હાલ-ચાલ પૂછો. ચેક કરો ઓર્ડર માં છે? બ્રહ્મા બાપે પણ રોજ દરબાર લગાવ્યો છે. ડાયરી છે ને? આમને બતાવજો, દેખાડજો. બ્રહ્મા બાપે પણ મહેનત કરી, રોજ દરબાર લગાવ્યો, ત્યારે કર્માતીત બન્યાં. તો હવે કેટલો સમય જોઈએ? કે એવરરેડી છો? એ અવસ્થા થી સેવા પણ ફાસ્ટ થશે. કેમ? એક જ સમય પર મન્સા શક્તિશાળી, વાચા શક્તિશાળી, સંબંધ-સંપર્ક માં ચાલ અને ચહેરો શક્તિશાળી. એક જ સમય પર ત્રણેય સેવા ખૂબ ફાસ્ટ રિઝલ્ટ નીકળશે. એવું નહીં સમજો કે આ સાધના માં સેવા ઓછી થશે, ના. સફળતા સહજ અનુભવ થશે. બીજા બધાં જે પણ સેવા નાં નિમિત્ત છે જો સંગઠિત રુપ માં એવી સ્ટેજ (સ્થિતિ) બનાવે છે તો મહેનત ઓછી અને સફળતા વધારે થશે. તો વિશેષ અટેન્શન કંટ્રોલિંગ પાવર વધારો. સંકલ્પ, સમય, સંસ્કાર, બધાં પર કંટ્રોલ હોય. ઘણીવાર બાપદાદાએ કહ્યું છે તમે બધાં રાજા છો. જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો, જ્યાં ઈચ્છો, જેટલો સમય ઈચ્છો, એવાં મન, બુદ્ધિ લૉ (કાયદા) અને ઓર્ડર માં હોય. તમે કહો નથી કરવાનું, અને પછી પણ થઈ રહ્યું છે, કરી રહ્યા છો તો આ લૉ અને ઓર્ડર નથી. તો સ્વરાજ્ય અધિકારી પોતાનાં રાજ્ય ને સદા પ્રત્યક્ષ સ્વરુપ માં લાવો. લાવવાનું છે ને? લાવી પણ રહ્યા છે પરંતુ બાપદાદાએ કહ્યું ને ‘સદા’ શબ્દ ઉમેરો. બાપદાદા હવે લાસ્ટ માં આવશે, હમણાં એક ટર્ન છે. એક ટર્ન માં રીઝલ્ટ પૂછશે? ૧૫ દિવસ હોય છે ને? તો ૧૫ દિવસ માં કંઈક તો દેખાડશો કે નહીં? ટીચર્સ બોલો, ૧૫ દિવસ માં રીઝલ્ટ થશે?

સારું, મધુબન વાળા ૧૫ દિવસ માં રીઝલ્ટ બતાવશે. હવે કહો હા કે ના? હવે હાથ ઉઠાવો. (બધાએ હાથ ઉઠાવ્યો) પોતાનાં હાથ ની લાજ રાખજો. જે સમજે છે કોશિશ કરીશું, એવાં કોશિશ વાળા હાથ ઉઠાવો. જ્ઞાન સરોવર, શાંતિવન વાળા ઉઠો. (બાપદાદાએ મધુબન, જ્ઞાન સરોવર શાંતિવન નાં મુખ્ય નિમિત્ત ભાઈ-બહેનો ને સામે બોલાવ્યા)

બાપદાદાએ તો તમારાં બધાને સાક્ષાત્કાર કરાવવા માટે બોલાવ્યા છે. તમને લોકોને જોઈને બધાં ખુશ થાય છે. હવે બાપદાદા શું ઈચ્છે છે, તે બતાવી રહ્યા છે. ભલે પાંડવ ભવન, ભલે શાંતિવન કે જ્ઞાન સરોવર, અથવા હોસ્પિટલ ચારધામ તો છે. પાંચ મું નાનું છે. ચારેય માં જ બાપદાદા ની એક આશા છે-બાપદાદા ત્રણ મહિના માટે ચારેય ધામ માં અખંડ, નિર્વિઘ્ન, અટલ સ્વરાજ્યધારી, રાજાઓનું રીઝલ્ટ જોવા ઈચ્છે છે. ત્રણ મહિના આમ-તેમ થી કોઈ પણ બીજી વાતો સાંભળવામાં ન આવે. બધાં સ્વરાજ્ય અધિકારી નંબરવન, શું ત્રણ મહિનાનું એવું રીઝલ્ટ હોઈ શકે છે? (નિર્વેરભાઈ સાથે)-પાંડવો ની તરફ થી તમે છો. થઈ શકે છે? દાદી તો છે પરંતુ સાથે આ જે સામે બેઠાં છે, બધાં છે. તો થઈ શકે છે? (દાદી કહે છે થઈ શકે છે) જે પાંડવભવન વાળા બેઠાં છે તે હાથ ઉઠાવો, થઈ શકે છે? અચ્છા, સમજો કોઈ કમજોર છે, એનું કંઈ થઈ જાય છે પછી તમે શું કરશો? તમે સમજો છો કે સાથ વાળાઓને પણ સાથ આપતા રીઝલ્ટ કાઢશું, એટલી હિંમત રાખો છો? થઈ શકે છે કે ફક્ત પોતાની હિંમત છે? બીજાઓની વાત ને પણ સમાવી શકો છો? એમની ભૂલ સમાવી શકો છો? વાયુમંડળ માં ફેલાવો નહીં, સમાવી દો, આટલું કરી શકો છો? જોર થી બોલો હા-જી. મુબારક છે. ૩ મહિના પછી રિપોર્ટ જોશે. કોઈ પણ સ્થાને થી કોઈ પણ રિપોર્ટ ન નીકળવો જોઈએ. એક-બીજા ને વાયબ્રેશન આપી સમાવી દેજો અને પ્રેમ થી વાયબ્રેશન આપજો. ઝઘડા ન થાય.

એવી રીતે જ ડબલ વિદેશી પણ રિઝલ્ટ આપશે ને? બધાને બનવાનું છે ને? ડબલ વિદેશી જે સમજે છે પોતાનાં સેન્ટર પર, સાથીઓની સાથે ત્રણ મહિનાનું રિઝલ્ટ કાઢીશું, તે હાથ ઉઠાવો. જે સમજે છે કોશિશ કરીશું, કહી નથી શકતાં, તે કોઈ છે તો હાથ ઉઠાવી લો. સાફ દિલ છે, સાફ દિલવાળા ને મદદ મળે છે. અચ્છા. (પછી બાપદાદાએ બધાં ઝોન નાં ભાઈ-બહેનો ને પણ હાથ ઉઠાવડાવ્યા તથા પોતાનાં સ્થાન પર ઉભા કર્યા.) પહેલાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક નાં ભાઈ-બહેનો ને ઉભા કર્યા અને વાયદો કરાવ્યો. પછી યુ.પી. વાળા ને સેવાની મુબારક આપી. અચ્છા!

ચારેય તરફનાં સર્વ સ્વરાજ્ય અધિકારી આત્માઓ ને, સદા અખંડ રાજ્ય નાં પાત્ર આત્માઓ ને, સદા બાપ સમાન કર્માતીત સ્થિતિ માં પહોંચવા વાળા, બાપ ને ફોલો કરવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને, સદા એક-બીજા ને શુભભાવના, શુભકામના નો સહયોગ આપવા વાળા શુભચિંતક બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
વિઘ્નકારી આત્મા ને શિક્ષક સમજી એમની પાસે થી પાઠ ભણવા વાળા અનુભવી મૂર્ત ભવ

જે આત્માઓ વિઘ્ન નાખવાનાં નિમિત્ત બને છે એમને વિઘ્નકારી આત્મા નહીં જુઓ, એમને સદા પાઠ ભણાવવા વાળા, આગળ વધારવા વાળા નિમિત્ત આત્મા સમજો. અનુભવી બનાવવા વાળા શિક્ષક સમજો. જ્યારે કહો છો નિંદા કરવા વાળા મિત્ર છે, તો વિઘ્નો ને પાસ કરાવીને અનુભવી બનાવવા વાળા શિક્ષક સમજો, એટલે વિઘ્નકારી આત્મા ને એ દૃષ્ટિ થી જોવાને બદલે સદા માટે વિઘ્નો થી પાર કરાવવાનાં નિમિત્ત, અચલ બનાવવાનાં નિમિત્ત, સમજો, એનાથી હજી પણ અનુભવો ની ઓથોરિટી વધતી જશે.

સ્લોગન :-
કમ્પલેન ની ફાઈલ ખતમ કરી ફાઈન અને રિફાઈન બનો.