14-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - શરીર નિર્વાહ અર્થ કર્મ ભલે કરો પરતું ઓછા માં ઓછા ૮ કલાક બાપ ને યાદ કરી આખાં વિશ્વ ને શાંતિ નું દાન આપો , આપસમાન બનાવવાની સેવા કરો

પ્રશ્ન :-
સૂર્યવંશી ઘરાના (વંશજ) માં ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ શું છે?

ઉત્તર :-
સૂર્યવંશી ઘરાના માં ઊંચ પદ મેળવવું છે તો બાપ ને યાદ કરો અને બીજા ને કરાવો. જેટલાં-જેટલાં સ્વદર્શન ચક્રધારી બનશો અને બનાવશો એટલું ઊંચ પદ મેળવશો. ૨ - પુરુષાર્થ કરી પાસ વિથ ઓનર (સમ્માન સાથે પાસ) બનો. એવું કોઈ કર્મ ન થાય જે સજા ખાવી પડે. સજા ખાવા વાળાઓ નું પદ ભ્રષ્ટ થઈ જાય છે.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે.

ઓમ શાંતિ!
આ છે બાળકો ની પ્રાર્થના. કયાં બાળકો ની? જેમણે હજી સુધી નથી જાણ્યું. આપ બાળકો જાણી ગયાં છો કે આ પાપ ની દુનિયાથી બાબા આપણને પુણ્ય ની દુનિયામાં લઈ જઈ રહ્યાં છે. ત્યાં સદૈવ આરામ જ આરામ છે. દુઃખ નું નામ નથી. હવે પોતાનાં દિલ થી પ્રશ્ન પૂછાય છે કે અમે એ સુખધામ થી પછી આ દુઃખધામ માં કેવી રીતે આવી ગયાં. આ તો બધાં જાણે છે કે ભારત પ્રાચીન દેશ છે. ભારત જ સુખધામ હતું. એક જ ભગવાન-ભગવતી નું રાજ્ય હતું. ગોડ કૃષ્ણ, ગોડેઝ રાધા અથવા ગોડ નારાયણ, ગોડેઝ લક્ષ્મી રાજ્ય કરતા હતાં. બધાં જાણે છે હવે પછી ભારતવાસી જ પોતાને પતિત ભ્રષ્ટાચારી કેમ કહે છે? જાણે પણ છે ભારત સોના ની ચકલી હતું, પારસનાથ પારસનાથીણી નું રાજ્ય હતું પછી આ ભ્રષ્ટાચારી અવસ્થા કેવી રીતે થઈ? બાબા સમજાવે છે - મારો પણ અહીં જ જન્મ છે. પરંતુ મારો જન્મ દિવ્ય છે. તમે જાણો છો અમે શિવવંશી છીએ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી કુમારીઓ છીએ એટલે બાબાએ સમજાવ્યું છે પહેલાં-પહેલાં એ પૂછો - ગોડ ફાધર ને (પરમપિતા પરમાત્મા ને) જાણો છો? કહેશે ફાધર છે ને પછી સંબંધ કેમ પૂછો છો? પિતા તો થઈ જ ગયાં. શિવવંશી તો સર્વ આત્માઓ છે તો બધાં ભાઈઓ છે. પછી સાકાર પ્રજાપિતા બ્રહ્મા થી શું સંબંધ છે? તો બધાં કહેશે પિતા છે ને. જેમને આદિ દેવ પણ કહે છે. શિવ થઈ ગયાં નિરાકાર બાપ, તે ઈમોર્ટલ (અવિનાશી) થયાં. આત્માઓ પણ ઈમોર્ટલ છે. બાકી સાકાર એક શરીર છોડી બીજું લે છે. નિરાકાર શિવવંશી છે. એમાં પછી કુમાર-કુમારીઓ નહીં કહેવાય. આત્માઓમાં કુમાર-કુમારીપણું નથી હોતું. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો છે તો એમાં કુમાર-કુમારીઓ છે. શિવવંશી તો પહેલે થી જ છે. શિવબાબા પુનર્જન્મ માં નથી આવતાં. આપણે આત્માઓ પુનર્જન્મ માં આવીએ છીએ. સારું, તમે જે પુણ્યાત્માઓ હતાં પછી પાપ આત્માઓ કેવી રીતે બન્યાં? બાપ કહે છે તમે ભારતવાસીઓએ પોતે પોતાને ચમાટ લગાવી છે. કહો પણ છો પરમપિતા પછી એમને સર્વવ્યાપી કહી દો છો. પુણ્ય આત્મા બનાવવા વાળા બાપ ને તમે કુતરા, બિલાડી, પથ્થર-ઠીક્કર બધામાં ઠોકી દીધાં છે. એ બેહદ નાં બાપ છે જેને તમે યાદ કરો છો. એ જ પ્રજાપિતા બ્રહ્માનાં મુખ દ્વારા બ્રાહ્મણ રચે છે. તમે બ્રાહ્મણ પછી દેવતા બનો છો. પતિત થી પાવન બનાવવા વાળા એક જ બાપ થયાં. એમને સૌથી વધારે તમે ડિફેમ (બદનામ) કર્યા છે એટલે તમારા પર ધર્મરાજ દ્વારા કેસ ચાલશે. તમારો સૌથી મોટો દુશ્મન છે - ૫ વિકારો રુપી રાવણ. તમારી છે રામ બુદ્ધિ, બાકી બધાંની છે રાવણ બુદ્ધિ. રામરાજ્ય માં તમે કેટલાં સુખી હતાં. રાવણ રાજ્ય માં તમે કેટલાં દુઃખી છો. ત્યાં છે પાવન ડિનાયસ્ટી (રાજધાની). અહીં છે પતિત ડિનાયસ્ટી. હવે કોની મત પર ચાલવાનું છે? પતિત-પાવન તો એક જ નિરાકાર છે. ઈશ્વર સર્વવ્યાપી છે, ઈશ્વર હાજરા-હાજર છે, કસમ પણ એવાં ઉઠાવડાવે છે. આ ફક્ત આપ બાળકો જાણો છો કે બાપ આ સમયે હાજરા-હાજર છે. અમે આંખો થી જોઈએ છીએ. આત્માને ખબર પડી છે પરમપિતા પરમાત્મા આ શરીર માં આવેલાં છે. અમે જાણીએ છીએ, ઓળખીએ છીએ. શિવબાબા ફરીથી બ્રહ્મા માં પ્રવેશ થઈ અમને વેદો શાસ્ત્રો નો સાર અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બતાવી ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે. સ્વદર્શન ચક્રધારી ને જ ત્રિકાળદર્શી કહેવાય છે. વિષ્ણુ ને આ ચક્ર આપે છે. તમે બ્રાહ્મણ જ પછી દેવતા બનો છો. દેવતાઓનો આત્મા અને શરીર બંને પવિત્ર છે. તમારું શરીર તો વિકાર થી બનેલું છે ને. ભલે તમારો આત્મા અંત માં પવિત્ર થઈ જાય છે, પરતું શરીર તો પતિત છે ને એટલે તમને સ્વદર્શન ચક્ર નથી આપી શકાતું. તમે સંપૂર્ણ બનો છો પછી વિષ્ણુ ની વિજય માળા બનો છો. રુદ્ર માળા અને પછી વિષ્ણુની માળા. રુદ્ર માળા છે નિરાકારી અને તેઓ જ્યારે સાકાર માં રાજ્ય કરે છે તો માળા બની જાય છે. તો આ બધી વાતો ને તમે હમણાં જાણો છો, ગાય પણ છે - પતિત-પાવન આવો તો જરુર એક થયાં ને. સર્વ પતિતો ને પાવન બનાવવા વાળા એક જ બાપ છે, તો પતિત-પાવન, મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) ઈનકોરપોરિયલ (નિરાકાર) ગોડ ફાધર થયાં. એ છે મોટાં બાબુલ (પિતા). નાનાં બાબા ને તો બધાં બાબા-બાબા કહેતાં રહે છે. જ્યારે દુઃખ થાય (આવે) છે ત્યારે પરમપિતા પરમાત્મા ને યાદ કરે છે. આ ખુબ સમજવાની વાતો છે. પહેલાં-પહેલાં આ વાત સમજાવવાની છે. પરમપિતા પરમાત્મા સાથે તમારો શું સંબંધ છે? શિવ જયંતી તો મનાવે છે. નિરાકાર પરમપિતા પરમાત્મા ની મહિમા બહુજ ભારે છે. જેટલી મોટી પરીક્ષા એટલું મોટું શિર્ષક મળે છે ને. બાબા નું શિર્ષક તો ખૂબ મોટું છે. દેવતાઓની મહિમા તો કોમન (સામાન્ય) છે. સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ. મોટી હિંસા છે કામ કટારી ચલાવી એક-બીજા ને આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. આ છે બહુજ ભારે હિંસા. હવે તમારે ડબલ અહિંસક બનવાનું છે.

ભગવાનુવાચ - હે બાળકો તમે આત્માઓ છો, હું પરમાત્મા છું. તમે ૬૩ જન્મ વિષય સાગર માં રહો છો. હવે હું તમને ક્ષીર સાગર માં લઈ જાઉં છું. બાકી અંત નો થોડો સમય તમે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરો. આ તો સારી મત છે ને. કહે પણ છે અમને પાવન બનાવો. પાવન આત્માઓ મુક્તિ માં રહે છે. સતયુગ માં છે જીવનમુક્તિ. બાપ કહે છે જો સૂર્યવંશી બનવું છે તો પૂરો પુરુષાર્થ કરો. મને યાદ કરો અને બીજાઓને પણ યાદ કરાવો. જેટલાં-જેટલાં સ્વદર્શન ચક્રધારી બનશો અને બનાવશો એટલું ઊંચ પદ મેળવશો. હવે જુઓ આ પ્રેમ બાળકી દહેરાદૂન માં રહે છે. આટલાં બધાં દહેરાદૂન નિવાસી સ્વદર્શન ચક્રધારી તો નહોતાં. એ કેવી રીતે બન્યાં? પ્રેમ બાળકીએ આપ સમાન બનાવ્યાં. આમ આપ સમાન બનાવતાં-બનાવતાં દૈવી ઝાડ ની વૃદ્ધિ થાય છે. આંધળાઓ ને જાગૃત બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે ને. ૮ કલાક તો તમને છૂટ છે. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે કરવાનો છે. જ્યાં પણ જાઓ કોશિશ કરીને મને યાદ કરો. જેટલું તમે બાબા ને યાદ કરો છો એટલું તમે શાંતિ નું દાન આખી સૃષ્ટિ ને આપો છો. યોગ થી શાંતિ નું દાન આપવું, કોઈ ડીફીકલ્ટ (મુશ્કેલ) નથી. હા કયારેક-કયારેક યોગ માં બેસાડાય પણ છે કારણ કે સંગઠન નું બળ ભેગું થઈ જાય છે. બાબાએ સમજાવ્યું છે - શિવબાબા ને યાદ કરી એમને કહો - બાબા આ અમારા કુળ વાળા છે, એમની બુદ્ધિ નું તાળું ખોલો. આ પણ યાદ કરવાની યુક્તિ છે. પોતાની પ્રેક્ટિસ (અભ્યાસ) તો આ રાખવાની છે, ચાલતાં-ફરતાં શિવબાબા ની યાદ રહે. બાબા આમનાં પર દુવા કરો. દુવા કરવા વાળા રહેમદિલ તો એક જ બાબા છે. હે ભગવાન આનાં પર રહેમ કરો. ભગવાન ને જ કહેશે ને. એ જ મર્સીફુલ (રહેમદિલ), નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), બ્લિસ્ફુલ (આનંદ નાં સાગર) છે. પવિત્રતા માં પણ ફુલ (ભરપૂર) છે, પ્રેમ માં પણ ફુલ છે. તો બ્રાહ્મણ કુળભૂષણ નો પણ પરસ્પર કેટલો પ્રેમ હોવો જોઈએ. કોઈને પણ દુઃખ નથી આપવાનું. ત્યાં જાનવર વગેરે પણ કોઈ ને દુઃખ નથી આપતાં. આપ બાળકો ઘર માં રહેતાં ભાઈ-ભાઈ પરસ્પર લડી પડો છો થોડી-થોડી વાત માં. ત્યાં તો જાનવર વગેરે પણ નથી લડતાં. તમારે પણ શિખવાનું છે. નહીં શિખો તો બાપ કહે છે તમે ખુબ સજાઓ ખાશો. પદ ભ્રષ્ટ થઈ જશે. સજા લાયક આપણે કેમ બનીએ! પાસ વિથ ઓનર થવું જોઈએ ને. આગળ ચાલીને બાબા બધાં સાક્ષાત્કાર કરાવતાં રહેશે. હમણાં થોડો સમય છે એટલે જલ્દી કરતાં રહો. બિમારી માં પણ બધાંને કહે છે ને રામ-રામ કહો. અંદર થી પણ કહે છે. અંત માં પણ કોઈ-કોઈ બહુ આગળ જાય છે. મહેનત કરી આગળ વધતાં જાય છે. તમે ખૂબજ વન્ડર્સ (અજાયબીઓ) જોતાં રહેશો. નાટક નાં અંત માં વન્ડરફુલ પાર્ટ હોય છે ને. અંતમાં જ વાહ-વાહ થાય છે, તે સમયે તો ખૂબજ ખુશી માં રહેશો. જેનામાં જ્ઞાન નથી તે તો ત્યાંજ બેહોશ (બેભાન) થઈ જશે. ઓપરેશન નાં સમયે ડોક્ટર લોકો કમજોર ને ઉભાં નથી રાખતાં. પાર્ટીશન (વિભાજન) માં શું થયું, બધાએ જોયું ને! આ તો બહુજ દર્દનાક સમય છે. આને ખૂને નાહક કહેવાય છે. આને જોવાં માટે ખૂબજ હિંમત જોઈએ. તમારી છે ૮૪ જન્મો ની કહાની. આપણે જ દેવી-દેવતા રાજ્ય કરતા હતાં. પછી માયા નાં વશ થઈ વામ માર્ગ માં ગયાં, ફરી હવે દેવતા બનીએ છીએ. આ સિમરણ (યાદ) કરતાં રહો તો પણ બેડો પાર છે. આ જ સ્વદર્શન ચક્ર છે ને. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન સર્વ ગુણો માં ફુલ બનવાનું છે. પરસ્પર ખુબ પ્રેમ થી રહેવાનું છે. ક્યારેય કોઈને પણ દુઃખ નથી આપવાનું.

2. ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. યાદ માં રહી આખાં વિશ્વ ને શાંતિ નું દાન આપવાનું છે.

વરદાન :-
જ્ઞાન નાં રહસ્યો ને સમજી સદા અચળ રહેવા વાળા નિશ્ચયબુદ્ધિ , વિઘ્ન - વિનાશક ભવ

વિઘ્ન-વિનાશક સ્થિતિ માં સ્થિત રહેવાથી કેટલું પણ મોટું વિઘ્ન ખેલ (રમત) અનુભવ થશે. ખેલ સમજવાનાં કારણે વિઘ્નો થી ક્યારેય ગભરાશો નહીં પરંતુ ખુશી-ખુશી થી વિજયી બનશો અને ડબલ લાઈટ (હળવા) રહેશો. ડ્રામા નાં જ્ઞાન ની સ્મૃતિ થી દરેક વિઘ્ન નથિંગ ન્યુ લાગે છે. નવી વાત નહીં લાગે, બહુ જૂની વાત છે. અનેકવાર વિજયી બન્યાં છીએ - એવાં નિશ્ચયબુદ્ધિ, જ્ઞાન નાં રહસ્ય ને સમજવા વાળા બાળકોનું જ યાદગાર અચળઘર છે.

સ્લોગન :-
દૃઢતા ની શક્તિ સાથે છે તો સફળતા ગળા નો હાર બની જશે.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય

આપણે જે પણ સારા કે ખરાબ કર્મ કરીએ છીએ એનું ફળ અવશ્ય મળે છે. જેવી રીતે કોઈ દાન-પુણ્ય કરે છે, યજ્ઞ-હવન કરે છે, પૂજા-પાઠ કરે છે તો તેઓ સમજે છે કે અમે ઈશ્વર અર્થ જે પણ દાન કર્યુ તે પરમાત્મા નાં દરબાર માં દાખલ થઈ જાય છે. જ્યારે અમે મરીશું તો તે ફળ અવશ્ય મળશે અને અમારી મુક્તિ થઈ જશે, પરંતુ આ તો આપણે જાણી ચૂક્યાં છીએ કે આ કરવાથી કોઈ સદાકાળ માટે ફાયદો નથી થતો. આ તો જેવાં કર્મ આપણે કરીશું એનાંથી અલ્પકાળ ક્ષણભંગુર સુખ ની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પરંતુ જ્યાં સુધી આ પ્રેક્ટિકલ (વ્યાવહારિક) જીવન સદા સુખી નથી બન્યું ત્યાં સુધી તેનું રિટર્ન (ફળ) નથી મળી શકતું. ભલે આપણે કોઈને પણ પૂછીશું આ જે પણ તમે કરતા આવ્યાં છો, તે કરવાથી તમને પૂરો લાભ મળ્યો છે? તો એમની પાસે આનો કોઈ જવાબ નથી હોતો. હવે પરમાત્મા ની પાસે દાખલ થયું કે નથી થયું, એ આપણને શું ખબર? જ્યાં સુધી પોતાનાં પ્રેક્ટિકલ જીવન માં કર્મ શ્રેષ્ઠ નથી બન્યાં ત્યાં સુધી કેટલી પણ મહેનત કરશે તો પણ મુક્તિ જીવનમુક્તિ પ્રાપ્ત નહીં થાય. અચ્છા, દાન પુણ્ય કર્યુ પરંતુ એ કરવાથી કોઈ વિકર્મ તો ભસ્મ ન થયાં, પછી મુક્તિ જીવનમુક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે. ભલે આટલાં સંત-મહાત્માઓ છે, જ્યાં સુધી એમને કર્મો નું જ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મ અકર્મ નથી થઈ શકતાં, ન તેઓ મુક્તિ જીવન મુક્તિ પ્રાપ્ત કરશે. એમને પણ આ ખબર નથી કે સત-ધર્મ શું છે અને સત-કર્મ શું છે, ફકત મુખ થી રામ રામ કહેવું, એનાંથી કોઈ મુક્તિ નહીં થાય. બાકી એવું સમજી બેસવું કે મર્યા પછી અમારી મુક્તિ થશે. એમને એ ખબર જ નથી કે મર્યા પછી શું ફાયદો મળશે? કાંઈ પણ નહીં. બાકી તો મનુષ્ય પોતાનાં જીવન માં ભલે ખરાબ કર્મ કરે, ભલે સારા કર્મ કરે તે પણ આ જ જીવન માં ભોગવવાનું છે. હમણાં આ બધું જ્ઞાન આપણને પરમાત્મા શિક્ષક દ્વારા મળી રહ્યું છે કે કેવી રીતે શુદ્ધ કર્મ કરીને પોતાનું પ્રેક્ટિકલ જીવન બનાવવાનું છે. અચ્છા. ઓમ્ શાંતિ.