14-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - ૨૧ જન્મો ની પૂરી પ્રારબ્ધ લેવાં માટે બાપ પર પૂરે - પૂરાં બલી ચઢો , અધૂરા નહીં , બલી ચઢવું અર્થાત્ બાપ નાં બની જવું

પ્રશ્ન :-
કઈ ગુહ્ય વાત ને સમજવા માટે બેહદ ની બુદ્ધિ જોઈએ?

ઉત્તર :-
આ બેહદનો બન્યો-બનેલ ડ્રામા છે, જે પાસ્ટ (પહેલાં) થયું તે ડ્રામા. હવે આ ડ્રામા પૂરો થાય છે, આપણે ઘરે જઈશું, પછી નવેસર થી પાર્ટ શરું થશે આ ગુહ્ય વાતો સમજવા માટે બેહદ ની બુદ્ધિ જોઈએ. બેહદ રચના નું જ્ઞાન બેહદ નાં બાપ જ આપે છે.

પ્રશ્ન :-
મનુષ્ય કઈ વાત માં હાય-હાય કરી રડીઓ મારે છે અને આપ બાળકો ખુશ થાઓ છો?

ઉત્તર :-
અજ્ઞાની મનુષ્ય થોડી એવી બીમારી આવવા પર રડીઓ મારે, આપ બાળકો ખુશ થાઓ કારણ કે સમજો છો આ પણ જૂનો હિસાબ-કિતાબ ચૂક્તું થઈ રહ્યો છે.

ગીત:-
તૂને રાત ગવાઈ સોકે

ઓમ શાંતિ!
હકીકત માં ઓમ્ શાંતિ કહેવાની પણ જરુર નથી. પરંતુ કાંઈ ને કાંઈ બાળકોને સમજાવવાનું હોય છે, પરિચય આપવાનો હોય છે. આજકાલ ઘણાં છે જે ઓમ્ શાંતિ - ઓમ્ શાંતિ જપતાં રહે છે. અર્થ તો સમજતાં નથી. ઓમ્ શાંતિ, મુજ આત્માનો સ્વધર્મ શાંત છે. આ તો ઠીક છે પરંતુ પછી ઓમ્ શિવોહમ્ પણ કહી દીધું છે, તે પછી ખોટું થઈ ગયું. હકીકત માં આ ગીતો વગેરેની પણ જરુર નથી. દુનિયામાં આજકાલ કનરસ ખુબ છે. આ બધાં કનરસ માં ફાયદો કાંઈ નથી. મનરસ તો હમણાં જ આવે છે એક વાત નો. બાપ બાળકોને સન્મુખ બેસી સમજાવે છે, કહે છે તમે ભક્તિ તો ખુબ કરી, હવે ભક્તિની રાત પૂરી થઈ પ્રભાત થઈ રહ્યું છે. પ્રભાત નું ખૂબજ મહત્વ છે. પ્રભાત નાં સમયે બાપને યાદ કરવાનાં છે. પ્રભાત નાં સમયે ભક્તિ પણ ખુબ કરે છે. માળા પણ જપે છે. આ ભક્તિમાર્ગ ની રસમ (રીત) ચાલી આવે છે. બાપ કહે છે બાળકો આ નાટક પૂરું થાય છે, પછી ચક્ર રીપીટ (પુનરાવર્તિત) થાય છે. ત્યાં તો ભક્તિ ની જરુર નથી. પોતે જ કહે છે ભક્તિ નાં પછી ભગવાન મળે છે. ભગવાન ને યાદ કરે છે કારણ કે દુઃખી છે. જ્યારે કોઈ આફત (મૂશ્કેલી) આવે છે અથવા બીમાર પડે છે તો ભગવાન ને યાદ કરે છે, ભક્ત જ ભગવાન ને યાદ કરે છે. સતયુગ ત્રેતા માં ભક્તિ થતી નથી. નહીં તો બધું ભક્તિ કલ્ટ થઈ જાય. ભક્તિ, જ્ઞાન અને પછી છે વૈરાગ્ય. ભક્તિ પછી છે દિવસ. દિવસ કહેવાય છે નવી દુનિયા ને. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અક્ષર ઠીક છે. વૈરાગ્ય શેનો? જૂની દુનિયા, જૂનાં સંબંધ વગેરે થી વૈરાગ્ય. ઈચ્છે છે અમે મુક્તિધામ માં બાબાની પાસે જઈએ. ભક્તિ પછી આપણને ભગવાન જરુર મળવાનાં છે. ભક્તો ને જ ભગવાન બાપ મળે છે. ભક્તો ને સદ્દગતિ આપવી ભગવાન નું જ કામ છે. બીજું કાંઈ કરવાનું નથી ફક્ત બાપ ને ઓળખવાનાં છે. બાપ છે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ નાં બીજ, એને ઉલ્ટું ઝાડ કહે છે. બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે, આ તો ખૂબ સહજ છે. હમણાં તમે જાણો છો - આ વેદ શાસ્ત્ર, ગ્રંથ વગેરે વાંચવું, જપ-તપ કરવું આ બધું ભક્તિ માર્ગ છે. આ કોઈ ભગવાન ને મેળવવાનો સાચ્ચો માર્ગ નથી. સાચ્ચો માર્ગ તો ભગવાન જ દેખાડે છે - મુક્તિ જીવનમુક્તિ નો. તમે જાણો છો હવે ડ્રામા પૂરો થાય છે, જે પાસ્ટ થયું તે ડ્રામા. આ સમજવામાં બહુ બેહદ ની બુદ્ધિ જોઈએ. બેહદ નાં માલિક જ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું, બેહદ નું જ્ઞાન આપે છે. આને કહેવાય છે જ્ઞાનેશ્વર, રચયિતા. જ્ઞાનેશ્વર અર્થાત્ ઈશ્વર માં જ્ઞાન છે, આને કહેવાય છે રુહાની સ્પ્રિચ્યુલ (આધ્યાત્મિક) જ્ઞાન. ગોડફાધરલી જ્ઞાન. તમે પણ ગોડફાધરલી સ્ટુડન્ટ બન્યાં છો. બરાબર ભગવાનુવાચ - તમને રાજયોગ શિખવાડું છું તો ભગવાન શિક્ષક પણ થયાં. તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ છો, બાળકો પણ છો. બાળકો ને દાદા થી વારસો મળે છે. આ તો ખુબ સહજ વાત છે. બાળક જો લાયક નથી તો બાપ લાત મારીને કાઢી દે (મૂકે) છે, ધંધા વગેરે માં જે સારા મદદગાર હોય છે એમનો જ ભાગ લાગે છે. તો આપ બાળકો નો પણ દાદા ની મિલકત પર હક છે. એ છે નિરાકાર. બાળકો જાણે છે અમે અમારા દાદા થી વારસો લઈ રહ્યાં છીએ. એ જ સ્વર્ગની સ્થાપના કરે છે. જ્ઞાનસાગર છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પતિત-પાવન નહીં કહે. તેઓ તો દેવતાઓ છે. એમને સદ્દગતિ દાતા નહીં કહે. એ એક જ છે. યાદ પણ બધાં એક ને જ કરે છે. બાપ ની ખબર ન હોવાનાં કારણે કહી દે છે કે બધામાં પરમાત્મા છે. જો કોઈને સાક્ષાત્કાર થઈ જાય છે તો સમજે છે કે હનુમાન નાં દર્શન કરાવ્યાં. ભગવાન તો સર્વવ્યાપી છે. કોઈ પણ વસ્તુ માં ભાવના રાખો તો સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં તો ભણવાની વાત છે. બાપ કહે છે હું બાળકો ને આવીને ભણાવું છું. તમે જુઓ પણ છો કેવી રીતે ભણાવે છે, જેમ બીજાં શિક્ષક હોય છે, બિલકુલ સાધારણ રીતે ભણાવે છે. બેરિસ્ટર (વકીલ) હશે તો આપ સમાન બેરિસ્ટર બનાવશે. એ તો તમે જાણો છો કે આ ભારત ને સ્વર્ગ કોણે બનાવ્યું? અને ભારત માં રહેવા વાળા સૂર્યવંશી દેવી-દેવતાઓ ક્યાંથી આવ્યાં? મનુષ્યો ને બિલકુલ ખબર નથી. હમણાં છે સંગમ. તમે સંગમ પર ઉભાં છો, બીજાં કોઈ સંગમ પર નથી. આ સંગમ નો મેળો જુઓ કેવો છે. બાળકો આવ્યાં છે બાપ ને મળવાં. આ મેળો જ કલ્યાણકારી છે. બાકી બીજાં જે પણ કુંભ નાં મેળા વગેરે લાગે છે, એનાંથી કોઈ પ્રાપ્તિ નથી. સાચ્ચો-સાચ્ચો કુંભનો મેળો કહેવાય છે સંગમ નો. ગાય છે આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ પછી સુંદર સુખદ મેળો કરી દીધો છે. આ સમય કેટલો સારો છે. આ સંગમ નો સમય કેટલો કલ્યાણકારી છે કારણ કે આ સમયે જ સૌનું કલ્યાણ થાય છે. બાપ આવીને બધાંને ભણાવે છે, એ છે નિરાકાર, સ્ટાર (સિતારો). લિંગ રુપ રાખ્યું છે સમજાવવા માટે. બિંદુ રાખવાથી કાંઈ સમજી ન શકે. તમે સમજાવી શકો છો આત્મા એક સ્ટાર છે. બાપ પણ સ્ટાર છે. જેમ આત્મા તેમ પરમપિતા પરમાત્મા. ફર્ક નથી. તમારી આત્માઓ પણ નંબરવાર છે. કોઈની બુદ્ધિ માં કેટલું જ્ઞાન ભરેલું છે, કોઈની બુદ્ધિ માં કેટલું. હવે તમે સમજો છો આપણે આત્માઓ કેવી રીતે ૮૪ જન્મ ભોગવીએ છીએ. દરેકે પોતાનો હિસાબ-કિતાબ ભોગવવો જ પડશે. કોઈ બિમાર પડે છે, હિસાબ ચૂક્તું કરવાનો છે. એવું નથી ઈશ્વરીય સંતાન ને આ ભોગના કેમ થાય છે! બાપે સમજાવ્યું છે બાળકો જન્મ-જન્માંતર નાં પાપ છે. ભલે કુમારી છે, કુમારી થી શું પાપ થયું હશે? પરંતુ આ તો અનેક જન્મો નો હિસાબ-કિતાબ ચૂક્તું થવાનો છે ને. બાબાએ સમજાવ્યું છે આ જન્મ માં પણ કરેલાં પાપ જો સંભળાવશો નહીં તો અંદર વૃદ્ધિ પામતાં રહેશે. બતાવવાથી ફરી તે વૃદ્ધિ નહીં થાય. સૌથી નંબરવન ભારત પાવન હતું, હમણાં ભારત સૌથી પતિત છે. તો એમને મહેનત પણ વધારે કરવી પડે છે. જે સર્વિસ (સેવા) ખૂબ કરે છે, સમજી શકે છે હું ઊંચા નંબર માં જઈશ. થોડો હિસાબ-કિતાબ રહી ગયો હશે તો ભોગવવો પડશે. તે ભોગના પણ ખુશી થી ભોગવાય છે. અજ્ઞાની મનુષ્ય ને તો કાંઈ થાય છે તો એકદમ હાય-હાય કરી રડીઓ મારવા લાગી પડે છે. અહીં તો ખુશી થી ભોગવવાનું છે. આપણે જ પાવન હતાં પછી આપણે જ સૌથી પતિત બનીએ છીએ. આ શરીર પાર્ટ ભજવવા માટે આપણને એવું મળ્યું છે. હમણાં બુદ્ધિ માં આવ્યું છે, આપણે સૌથી વધારે પતિત બન્યાં છીએ. બહુ મહેનત કરવી પડે છે. આશ્ચર્ય ન થવું જોઈએ કે ફલાણાં ને આ બીમારી કેમ! અરે જુઓ કૃષ્ણ નું પણ નામ ગવાયેલું છે સાવરા (શ્યામ), ગોરા. ચિત્ર બનાવવા વાળા તો સમજતાં નથી. તેઓ તો રાધા ને ગોરી કૃષ્ણ ને શ્યામ દેખાડે છે. સમજે છે રાધા કુમારી છે તો એનું માન રાખે છે. સમજે છે તે કેવી રીતે કાળી હોય. આ વાતો ને તમે સમજો છો. જે દેવતા કુળ નાં હતાં તે હમણાં પોતાને હિન્દુ ધર્મ નાં સમજી રહ્યાં છે.

તમે શ્રીમત પર પોતાનાં કુળ નો ઉદ્ધાર કરો છો. આખાં કુળ ને પાવન બનાવવાનો છે, સૈલવેજ (ઉધ્ધાર) કરી ઉપર લઈ આવવાનાં છે. તમે સૈલવેશન આર્મી છો ને. બાપ જ દુર્ગતિ થી કાઢીને સદ્દગતિ કરે છે, એ જ ક્રિયેટર (રચયિતા), ડાયરેકટર (માર્ગદર્શક), મુખ્ય એક્ટર ગવાયેલાં છે. એક્ટર કેવી રીતે છે, પતિત-પાવન બાપ આવીને પતિત દુનિયામાં બધાંને પાવન બનાવે છે, તો મુખ્ય થયાં ને. બ્રહ્મા વિષ્ણુ શંકર ને કોઈ કરનકરાવનહાર નહીં કહે. હમણાં તમે અનુભવ થી કહી શકો છો - બાબા જેને કરનકરાવનહાર કહે છે એ આ સમયે પાર્ટ ભજવે છે. એ પાર્ટ ભજવશે પણ સંગમ પર. એમને કોઈ જાણતું નથી. મનુષ્ય ૧૬ કળા થી પછી નીચે ઉતરે છે. ધીરે-ધીરે કળા ઓછી થતી જાય છે. દરેક જન્મ માં થોડી-થોડી કળા ઓછી થતી જાય છે. સતયુગ માં ૮ જન્મ લેવાં પડે છે. એક-એક જન્મ માં ડ્રામા અનુસાર થોડી-થોડી કળા ઓછી થાય છે. હમણાં છે ચઢવાની વારી. જ્યારે પૂરાં ચઢી જશો પછી ધીરે-ધીરે ઉતરશો. બાળકો જાણે છે હવે આ રાજધાની સ્થાપન થઈ રહી છે. રાજધાની માં તો દરેક પ્રકાર નાં જોઈએ. જે સારી રીતે શ્રીમત પર ચાલે છે તે ઊંચુ પદ પામે છે, તે પણ જ્યારે પૂછે ને! બાબા ને પોતાનો પૂરો પોતામેલ પણ મોકલે, ત્યારે બાબા સલાહ આપી શકે. એવું નથી બાબા તો બધુંજ જાણે છે. એ તો આખી દુનિયાનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એક-એક નાં દિલ ને તો નહીં જાણશે, એ જ્ઞાન-સાગર છે. બાબા કહે છે હું આદિ-મધ્ય-અંત ને જાણું છું, ત્યારે તો બતાવું છું કે તમે આવી-આવી રીતે પડો (નીચે ઉતરો) છો. પછી આવી રીતે ચઢો છો. આ પાર્ટ ભારત નો છે. ભક્તિ તો બધાં કરે છે. જે સૌથી વધારે ભક્તિ કરે છે એમને પહેલાં સદ્દગતિ મળવી જોઈએ. પૂજ્ય હતાં પછી ૮૪ જન્મ પણ એમણે લીધાં. ભક્તિ પણ એમણે જ કરી છે નંબરવાર. ભલે આ સમયે જન્મ મળ્યો છે પરતું આગળ નાં જન્મ નાં પાપ તો છે ને. તે કપાય છે યાદ નાં બળ થી. યાદ જ મુશ્કેલ છે. તમારા માટે બાબા કહે છે તમે યાદ માં બેસો તો નિરોગી બનશો. બાબા થી વારસો મળે છે - સુખ, શાંતિ, પવિત્રતા નો. નિરોગી કાયા તથા લાંબુ આયુષ્ય પણ મળે છે ફક્ત યાદ થી. જ્ઞાન થી તમે ત્રિકાળદર્શી બનો છો. ત્રિકાળદર્શી નો અર્થ પણ કોઈ નથી જાણતું. રિદ્ધિ-સિદ્ધિ વાળા પણ ઘણાં હોય છે. અહીં બેઠાં પણ લન્ડન ની પાર્લામેંટ (લોકસભા) વગેરે જોતાં રહેશે. પરતું આ રિધ્ધિ-સિદ્ધી થી ફાયદો કાંઈ પણ નથી. દીદાર (સાક્ષાત્કાર) પણ થાય છે દિવ્ય દૃષ્ટિ થી, આ નયનો થી નહીં. આ સમયે બધાં સાવરાં છે. તમે બલી ચઢો છો અર્થાત્ બાપ નાં બનો છો. બાબા પણ બલી ચઢ્યાં પૂરાં, જે અધૂરા બલી ચઢે છે તો મળે પણ અધૂરું છે. બાબા પણ બલી ચઢ્યાં ને. જે કાંઈ હતું બલી ચઢાવી દીધું. જે આટલાં બધાં બલી ચઢે છે, એમને ૨૧ જન્મો માટે પ્રાપ્તિ થાય છે, એમાં જીવઘાત ની વાત નથી. જીવઘાતી ને મહાપાપી કહેવાય છે. આત્મા પોતાનાં શરીરનો ઘાત કરે, આ તો સારું નથી. મનુષ્ય બીજાનાં ગળા કાપી લે છે, એ પોતાનું કાપી લે છે એટલે જીવઘાતી, મહાપાપી કહેવાય છે.

બાપ મીઠાં-મીઠાં બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે. તમે જાણો છો કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આ કુંભ નાં મેળા માં આવે છે. આ એ જ માત-પિતા છે. કહે છે બાબા તમે જ અમારા સર્વસ્વ છો. બાબા પણ કહે છે હે બાળકો આપ આત્માઓ મારા છો. આપ બાળકો જાણો છો શિવબાબા આવેલાં છે કલ્પ પહેલાં માફક. જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે એમને શૃંગાર કરી રહ્યાં છે. તમારી આત્મા જાણે છે બાબા જ્ઞાન-સાગર પતિત-પાવન છે. એ આપણને હમણાં બધું જ્ઞાન આપે છે. એ જ જ્ઞાન નાં સાગર છે, એમાં શાસ્ત્રો ની કોઈ વાત નથી. અહીં તો દેહ સહિત બધુંજ ભૂલી પોતાને આત્મા સમજવાનું છે. એક બાપનાં બન્યાં છો તો બીજું બધું ભૂલી જવાનું છે. બીજાં સંગ બુદ્ધિયોગ તોડી એક સંગ જોડવાનો છે. ગાય પણ છે અમે તમારો સંગ જ જોડીશું. બાબા અમે પૂરાં બલિહાર જઈશું. બાપ પણ કહે છે હું તમારા પર બલિહાર જાઉં છું. મીઠાં બાળકો આખાં વિશ્વની રાજાઈ નાં તમને માલિક બનાવું છું, હું તો નિષ્કામી છું. મનુષ્ય ભલે કહે છે નિષ્કામ સેવા કરે છે પરંતુ ફળ તો મળે છે ને. બાપ નિષ્કામ સેવા કરે છે, આ પણ તમે જાણો છો. આત્મા જે કહે છે અમે નિષ્કામ સેવા કરીએ છીએ, આ ક્યાંથી શિખે છે! તમે જાણો છો નિષ્કામ સેવા બાબા જ કરે છે. આવે જ કલ્પ નાં સંગમયુગ પર છે. હમણાં પણ તમારા સન્મુખ બેઠાં છે. બાપ પોતે કહે છે હું તો છું નિરાકાર. હું તમને આ વારસો કેવી રીતે આપું? સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કેવી રીતે સંભળાવું? એમાં પ્રેરણા ની વાત જ નથી. શિવ જયંતી મનાવે છે તો જરુર આવું છું ને. હું આવું છું ભારત માં. ભારત ની મહિમા સંભળાવે છે. ભારત તો બિલકુલ મહાન પવિત્ર હતો, હવે ફરીથી બની રહ્યો છે. બાપ નો કેટલો બાળકો પર પ્રેમ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર પોતાનાં કુળનો ઉદ્ધાર કરવાનો છે. આખા કુળ ને પાવન બનાવવાનો છે. બાપ ને પોતાનો સાચ્ચો-સાચ્ચો પોતામેલ આપવાનો છે.

2. યાદ નાં બળ થી પોતાની કાયા ને નિરોગી બનાવવાની છે. બાપ પર પૂરાં-પૂરાં બલિહાર જવાનું છે. બુદ્ધિયોગ બીજાં સંગ તોડી એક સંગ જોડવાનો છે.

વરદાન :-
એક બાપ બીજું ન કોઈ આ સ્મૃતિ થી નિમિત્ત બનીને સેવા કરવા વાળા સર્વ લગાવમુક્ત ભવ

જે બાળકો સદા એક બાપ બીજું ન કોઈ - આ સ્મૃતિ માં રહે છે એમનાં મન-બુધ્ધિ સહજ એકાગ્ર થઈ જાય છે. તેઓ સેવા પણ નિમિત્ત બનીને કરે છે તેથી એમાં એમનો લગાવ નથી રહેતો. લગાવ ની નિશાની છે - જ્યાં લગાવ હશે ત્યાં બુદ્ધિ જશે, મન ભાગશે એટલે બધી જવાબદારીઓ બાપ ને અર્પણ કરી ટ્રસ્ટી અથવા નિમિત્ત બનીને સંભાળો તો લગાવ મુક્ત બની જશો.

સ્લોગન :-
વિઘ્ન જ આત્માને બળવાન બનાવે છે, તેથી વિઘ્નો થી ડરો નહીં.