14-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ શરીરની વેલ્યુ ( કિંમત ) ત્યારે છે જ્યારે આમાં આત્મા પ્રવેશ કરે , પરંતુ સજાવટ શરીરની થાય , આત્માની નહીં

પ્રશ્ન :-
આપ બાળકોની ફરજ શું છે? તમારે કઈ સેવા કરવાની છે?

ઉત્તર :-
તમારી ફરજ છે-પોતાના હમજીન્સ ને નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાની યુક્તિ બતાવવી. તમારે હવે ભારતની સાચ્ચી રુહાની સેવા કરવાની છે. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો તમારી બુદ્ધિ અને ચલન ખૂબ રિફાઇન (શુદ્ધ) હોવી જોઈએ. કોઇ માં મોહ જરા પણ ન હોય.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ

ઓમ શાંતિ!
ડબલ શાંતિ. આપ બાળકોએ રેસપોન્ડ (પ્રતિઉત્તર) કરવો જોઈએ ઓમ શાંતિ. આપણો સ્વધર્મ છે શાંતિ. તમે હવે શાંતિનાં માટે થોડી ક્યાંય જશો. મનુષ્ય મનની શાંતિનાં માટે સાધુ-સંતો ની પાસે પણ જાય છે ને. હવે મન-બુદ્ધિ તો છે આત્માનાં ઓર્ગન્સ (અવયવો). જેમ આ શરીરનાં ઓર્ગન્સ છે તેમ મન, બુદ્ધિ અને ચક્ષુ. હવે ચક્ષુ જેમ આ નયન છે, તેમ તે નથી. કહે છે-હેં પ્રભુ, નયનહીન ને રાહ બતાવો. હવે પ્રભુ કે ઈશ્વર કહેવાથી તે બાપ નો લવ (પ્રેમ) નથી આવતો. બાપ થી તો બાળકોને વારસો મળે છે. અહીંયા તમે બાપની સામે બેઠા છો. ભણો પણ છો. તમને કોણ ભણાવે છે? તમે એવું નહીં કહેશો કે પરમાત્મા કે પ્રભુ ભણાવે છે. તમે કહેશો શિવબાબા ભણાવે છે. બાબા અક્ષર તો બિલકુલ સિમ્પલ (સહેલો) છે. છે પણ બાપદાદા. આત્માને આત્મા જ કહેવાય છે, તેમ એ પરમ આત્મા છે. એ કહે છે હું પરમ આત્મા એટલે પરમાત્મા તમારો બાપ છું. પછી મુજ પરમ આત્મા નું ડ્રામા અનુસાર નામ રાખેલું છે શિવ. ડ્રામા માં બધાનું નામ પણ જોઈએ ને. શિવ નું મંદિર પણ છે. ભક્તિમાર્ગ વાળાઓએ તો એકના બદલે અનેક નામ રાખી દીધાં છે. અને પછી અનેકાઅનેક મંદિર બનાવતાં રહે છે. વસ્તુ એક જ છે. સોમનાથ નું મંદિર કેટલું મોટું છે, કેટલું સજાવે છે. મહેલો વગેરે ની પણ કેટલી સજાવટ રાખે છે. આત્માની તો કોઈ સજાવટ નથી, તેમ પરમ આત્મા ની પણ સજાવટ નથી. એ તો બિંદી છે. બાકી જે પણ સજાવટ છે, તે શરીરો ની છે. બાપ કહે છે-ન મારી સજાવટ છે, ન આત્માઓની સજાવટ છે. આત્મા છે જ બિંદી. આટલી નાની બિંદી તો કાંઈ પાર્ટ ભજવી ન શકે. તે નાની એવી આત્મા શરીરમાં પ્રવેશ કરે છે તો શરીરની કેટલાં પ્રકાર ની સજાવટ થાય છે. મનુષ્યોનાં કેટલાં નામ છે. કિંગ ક્વીન (રાજા-રાણી) ની સજાવટ કેવી થાય છે, આત્મા તો સિમ્પલ બિંદી છે. હમણાં આપ બાળકોને આ પણ સમજ્યું છે. આત્મા જ જ્ઞાન ધારણ કરે છે. બાપ કહે છે મારામાં પણ જ્ઞાન છે ને. શરીરમાં થોડી જ્ઞાન હોય છે. મારી આત્મામાં જ્ઞાન છે, મારે આ શરીર લેવું પડે છે તમને સંભળાવવા માટે. શરીર વગર તો તમે સાંભળી ન શકો. હવે આ ગીત બનાવ્યું છે, નયનહીન ને રાહ બતાવો.શું શરીરને રાહ બતાવાની છે? ના. આત્માને. આત્મા જ પોકારે છે. શરીરને તો બે નેત્ર છે. ત્રણ તો હોઈ ન શકે. ત્રીજા નેત્ર ને અહીંયા (મસ્તક માં) તિલક પણ કરે છે. કોઈ ફક્ત બિંદી માફક કરે છે, કોઈ લીટી દોરે છે. બિંદી તો છે આત્મા. બાકી જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. આત્માને પહેલાં આ જ્ઞાનનું ત્રીજું નેત્ર નહોતું. કોઈ પણ મનુષ્ય માત્રને આ જ્ઞાન નથી, એટલે જ્ઞાન નેત્રહીન કહેવાય છે. બાકી આ આંખો તો બધાને છે. આખી દુનિયામાં કોઈને આ ત્રીજું નેત્ર નથી. તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળ નાં. તમે જાણો છો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં કેટલો ફરક છે. તમે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણીને ચક્રવર્તી રાજા બનો છો. જેમ આઈ.સી.એસ. વાળા પણ ખુબ ઊંચું પદ પામે છે. પરંતુ અહીંયા કોઈ ભણતર થી એમ.પી .વગેરે નથી બનતાં. અહીંયા તો ચુંટણી થાય છે, વોટ્સ પર એમ.પી. વગેરે બને છે. હમણાં આપ આત્માઓને બાપની શ્રીમત મળે છે. બીજા કોઈ પણ એવું નહીં કહેશે કે અમે આત્માને મત આપીએ છીએ. તે તો બધાં છે દેહ-અભિમાની. બાપ જ આવીને દેહી-અભિમાની બનવાનું શીખવાડે છે. બધાં છે દેહ-અભિમાની. મનુષ્ય શરીર નો કેટલો ભપકો રાખે છે. અહીંયા તો બાપ આત્માઓને જ જુએ છે. શરીર તો વિનાશી, વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. જનાવરોની તો છતાં પણ ખાલ (ચામડી) વગેરે વેચાય છે. મનુષ્ય નું શરીર તો કોઈ કામમાં નથી આવતું. હવે બાપ આવીને વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનાવે છે.

આપ બાળકો જાણો છો કે હમણાં હમ સો દેવતા બની રહ્યાં છીએ તો આ નશો ચઢ્યો રહેવો જોઈએ. પરંતુ આ નશો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. ધન નો પણ નશો હોય છે ને. હમણાં આપ બાળકો ખુબ ધનવાન બનો છો. તમારી ખુબ કમાણી થઈ રહી છે. તમારી મહિમા પણ અનેક પ્રકારની છે. તમે ફૂલોનો બગીચો બનાવો છો. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલોનો બગીચો). એનું સેપલિંગ (કલમ) ક્યારે લાગે છે-આ પણ કોઈને ખબર નથી. તમને બાપ સમજાવે છે. બોલાવે પણ છે-હેં બાગવાન આવો. એમને માળી નહીં કહેશું. માળી આપ બાળકો છો જે સેવાકેન્દ્ર સંભાળો છો. માળી અનેક પ્રકાર નાં હોય છે. બાગવાન એક જ છે. મુગલ ગાર્ડનના માળી ને પગાર પણ એટલો વધારે મળતો હશે ને. બગીચો એવો સુંદર બનાવે છે જે બધાં જોવા આવે છે. મુગલ લોકો ખુબ શોખીન હોતાં હતાં, તેમની સ્ત્રી મરી તો તાજમહેલ બનાવ્યો. તેમનું નામ ચાલ્યું આવે છે. કેટલાં સારા-સારા યાદગાર બનાવ્યાં છે. તો બાપ સમજાવે છે, મનુષ્યની કેટલી મહિમા થાય છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. લડાઈ માં અસંખ્ય મનુષ્ય મરે છે પછી શું કરે છે. ઘાસલેટ, પેટ્રોલ નાખી ખલાસ કરી દે છે. કોઈ તો એમ જ પડયાં રહે છે. દાટે થોડી છે. કંઈ પણ માન નથી. તો હવે આપ બાળકોને કેટલો નારાયણી નશો ચઢવો જોઇએ. આ છે વિશ્વનાં માલિકપણા નો નશો. સત્યનારાયણ ની કથા છે તો જરુર નારાયણ જ બનશે. આત્માને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. આપવા વાળા છે બાપ. તીજરી ની કથા પણ છે. આ બધાનો અર્થ બાપ બેસી સમજાવે છે. કથા સાંભળવા વાળા કાંઈ પણ નથી જાણતાં. અમરકથા પણ સંભળાવે છે. હવે અમરનાથ પર ક્યાં દૂર-દૂર જાય છે.બાપ તો અહીંયા આવીને સંભળાવે છે. ઉપર તો સંભળાવતા નથી. ત્યાં થોડી પાર્વતીને બેસી અમરકથા સંભળાવી. આ કથાઓ વગેરે જે બનાવી છે-આ પણ ડ્રામા માં નોંધ છે. ફરી પણ થશે. બાપ બેસી આપ બાળકોને ભક્તિ અને જ્ઞાનનો કોન્ટ્રાસ્ટ (તફાવત) બતાવે છે. હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. કહે છે ને-હેં પ્રભુ, આંધળાઓ ને રાહ બતાવો. ભક્તિમાર્ગ માં પોકારે છે. બાપ આવીને ત્રીજું નેત્ર આપે છે જેની કોઈને ખબર નથી સિવાય તમારા. જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી તો કહેશે ચુંચા, ધુન્ધકારી. આંખો પણ કોઈની કેવી, કોઈની કેવી હોય છે ને. કોઈની ખુબ સુંદર આંખો હોય છે. પછી તેનાં પર ઇનામ પણ મળે છે પછી નામ રાખે છે મિસ ઈન્ડિયા, મિસ ફલાણી. આપ બાળકોને હવે બાપ શું થી શું બનાવે છે. ત્યાં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) રહે છે. કૃષ્ણની આટલી મહિમા કેમ છે? કારણ કે સૌથી વધારે બ્યુટીફુલ (સુંદર) બને છે. નંબરવન માં કર્માતીત અવસ્થાને પામે છે, એટલે નંબરવન માં ગાયન છે. આ પણ બાપ બેસી સમજાવે છે. બાપ ઘડી-ઘડી કહે છે-બાળકો, મનમનાભવ. હેં આત્માઓ પોતાનાં બાપ ને યાદ કરો. બાળકોમાં પણ નંબરવાર તો છે ને. લૌકિક બાપને પણ સમજો ૫ બાળકો છે, એમાં જે ખુબ સમજું હશે એને નંબરવન રાખશે. માળા નો દાણો થયો ને. કહેશે આ બીજો નંબર છે, આ ત્રીજો નંબર છે. એક જેવાં ક્યારેય નથી હોતાં. બાપ નો પ્રેમ પણ નંબરવાર હોય છે. તે છે હદ ની વાત. આ છે બેહદ ની વાત.

જે બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તેમની બુદ્ધિ અને ચલન વગેરે ખુબ રિફાઇન (શુદ્ધ) હોય છે. એક કિંગ ઓફ ફ્લાવર (ફૂલોનો રાજા) હોય છે તો આ બ્રહ્મા અને સરસ્વતી કિંગ ક્વીન ફ્લાવર થયાં. જ્ઞાન અને યાદ બંનેમાં આગળ છે. તમે જાણો છો આપણે દેવતા બનીએ છીએ. મુખ્ય ૮ રત્ન બને છે. પહેલાં-પહેલાં છે ફૂલ. પછી યુગલ દાણા બ્રહ્મા-સરસ્વતી. માળા સિમરે (યાદ કરે) છે ને. વાસ્તવમાં તમારું પૂજન નથી સિમરણ છે. તમારી ઉપર ફૂલ નથી ચઢી શકતાં. ફૂલ ત્યારે ચઢે જ્યારે શરીર પણ પવિત્ર હોય. અહીંયા કોઈનું પણ શરીર પવિત્ર નથી. બધાં વિષ થી પેદા થાય છે, એટલે વિકારી કહેવાય છે. આ લક્ષ્મી-નારાયણ ને કહે જ છે સંપૂર્ણ નિર્વિકારી. બાળકો તો પેદા થતા હશે ને. એવું તો નથી કોઈ ટ્યુબ થી બાળક પેદા થઈ જાય. આ પણ બધી સમજવાની વાતો છે. આપ બાળકો ને અહીંયા ૭ દિવસ ભઠ્ઠીમાં બેસાડાય છે. ભઠ્ઠીમાં ઈંટો કોઈ તો પૂરી પાકી જાય છે, કોઈ કાચ્ચી રહી જાય છે. ભઠ્ઠીનું દૃષ્ટાંત આપે છે. હવે ઇંટની ભઠ્ઠી નું થોડી શાસ્ત્ર માં વર્ણન થઈ શકે છે. પછી તેમાં બિલાડી ની વાત પણ છે. ગુલબકાવલી ની વાર્તા માં પણ બિલાડી નું નામ દેખાડ્યું છે. દીવા (દિપક) ને બુઝાવી દેતી હતી. તમારી પણ આ હાલત થાય છે ને. માયા બિલાડી વિઘ્ન નાખી દે છે. તમારી અવસ્થા ને જ પાડી દે છે. દેહ- અભિમાન છે પહેલો નંબર પછી બીજા વિકાર આવે છે. મોહ પણ ખુબ હોય છે. બાળકી કહે છે હું ભારતને સ્વર્ગ બનાવવાની રુહાની સેવા કરીશ, મોહ વશ મા-બાપ કહે અમે અલાઉ (પરવાનગી) નહિં કરીશું. આ પણ કેટલો મોહ છે. તમારે મોહ ની બિલાડી અથવા બિલાડો નથી બનવાનું. તમારું લક્ષ અને હેતુ જ આ છે. બાપ આવીને મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનાવે છે. તમારી પણ ફરજ છે પોતાના હમજીન્સ ની સેવા કરવી, ભારત ની સર્વિસ કરવી. તમે જાણો છો આપણે શું હતાં, શું બની ગયાં છીએ. હવે ફરી પુરુષાર્થ કરો રાજાઓનાં રાજા બનવા માટે. તમે જાણો છો આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરીએ છીએ. કોઈ તકલીફ ની વાત નથી. વિનાશનાં માટે પણ ડ્રામા માં યુક્તિ રચાયેલી છે. પહેલાં પણ મુશળો થી લડાઈ થઇ હતી. જ્યારે તમારી પૂરી તૈયારી થઈ જશે, બધાં ફૂલ બની જશે ત્યારે વિનાશ થશે. કોઈ કિંગ ઓફ ફ્લાવર છે, કોઈ ગુલાબ, કોઈ મોતિયો છે. દરેક પોતાને સારી રીતે સમજી શકે છે કે અમે અક છીએ કે ફૂલ છીએ? ઘણાં છે જેમને જ્ઞાનની કંઈ ધારણા નથી હોતી. નંબરવાર તો બનશે ને. અથવા તો બિલકુલ હાઈએસ્ટ, અથવા તો બિલકુલ લોએસ્ટ. રાજધાની અહીંયા જ બને છે. શાસ્ત્રોમાં તો દેખાડ્યું છે પાંડવ ગળી મર્યા પછી શું થયું, કાંઈ પણ ખબર નથી. કથાઓ તો ખુબ બનાવી છે, એવી કોઈ વાત છે નહીં. હમણાં આપ બાળકો કેટલાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. બાબા તમને અનેક પ્રકાર થી સમજાવતા રહે છે. કેટલું સહજ છે. ફક્ત બાપને અને વારસાને યાદ કરવાનું છે. બાપ કહે છે હું જ પતિત-પાવન છું. તમારી આત્મા અને શરીર બંને પતિત છે. હવે પાવન બનવાનું છે. આત્મા પવિત્ર બને છે તો શરીર પણ પવિત્ર બને છે. હમણાં તમારે ખુબ મહેનત કરવાની છે. બાપ કહે છે-બાળકો ખુબ કમજોર છે. યાદ ભુલાઈ જાય છે. બાબા પોતે પોતાનો અનુભવ બતાવે છે. ભોજન પર યાદ કરું છું-શિવબાબા અમને ખવડાવે છે પછી ભૂલી જાઉ છું. ફરી સ્મૃતિમાં આવે છે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. કોઈ તો બંધનમુક્ત હોવા છતાં પણ પછી ફસાઈ જાય છે. ધર્મનાં પણ બાળકો બનાવી દે છે. હમણાં આપ બાળકો ને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપવા વાળા બાપ મળેલાં છે-તેને પછી નામ આપ્યું છે તીજરી ની કથા અર્થાત્ ત્રીજું નેત્ર મળવા ની કથા. હવે તમે નાસ્તિક થી આસ્તિક બનો છો. બાળકો જાણે છે બાપ બિંદી છે. જ્ઞાનનાં સાગર છે. તેઓ તો કહી દે છે નામ-રુપ થી ન્યારા છે. અરે, જ્ઞાનનાં સાગર તો જરુર જ્ઞાન સંભળાવવા વાળા હશે ને. એમનું રુપ પણ લિંગ દેખાડે છે પછી એમને નામ-રુપ થી ન્યારા કેવી રીતે કહે! સેંકડો નામ રાખી દીધાં છે. બાળકોની બુદ્ધિ માં આ બધું જ્ઞાન સારી રીતે રહેવું જોઈએ. કહે પણ છે પરમાત્મા જ્ઞાનનાં સાગર છે. આખા જંગલ ને કલમ બનાવો તો પણ અંત નથી થઈ શકતો. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં આપણે બાપ દ્વારા વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બન્યાં છીએ, હમ સો દેવતા બનવા વાળા છીએ, આ જ નારાયણી નશા માં રહેવાનું છે, બંધન-મુક્ત બની સેવા કરવાની છે. બંધનોમાં ફસાવાનું નથી.

2. જ્ઞાન-યોગ માં હોશિયાર બની માત-પિતા સમાન કિંગ ઓફ ફ્લાવર (ફૂલોનાં રાજા) બનવાનું છે અને પોતાના હમજીન્સ ની પણ સેવા કરવાની છે.

વરદાન :-
કેમ , શું નાં પ્રશ્ન ની જાળ થી સદા મુક્ત રહેવા વાળા વિશ્વ સેવાધારી ચક્રવર્તી ભવ

જ્યારે સ્વદર્શન ચક્ર રાઈટ (સત્યની) તરફ ચાલવાને બદલે રોંગ (અસત્ય) તરફ ચાલી જાય છે ત્યારે માયાજીત બનવાનાં બદલે પર નાં દર્શનના ગૂંચવણનાં ચક્રમાં આવી જાઓ છો જેનાથી કેમ અને શું નાં પ્રશ્ન ની જાળ બની જાય છે જે સ્વયં જ રચે અને પછી સ્વયં જ ફસાઈ જાય એટલે નોલેજફુલ બની સ્વદર્શન ચક્ર ફરાવતા રહો તો કેમ, શું નાં પ્રશ્ન ની જાળ થી મુક્ત થઇ યોગયુક્ત, જીવનમુક્ત, ચક્રવર્તી બની બાપની સાથે વિશ્વ કલ્યાણની સેવા માં ચક્કર લગાવતા રહેશો. વિશ્વ સેવાધારી ચક્રવર્તી રાજા બની જશો.

સ્લોગન :-
પ્લેન બુદ્ધિથી પ્લાન ને પ્રેકટીકલમાં લાવો તો સફળતા સમાયેલી છે.