14-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પોતાનો સાચ્ચો - સાચ્ચો ચાર્ટ રાખો તો અવસ્થા સારી રહેશે , ચાર્ટ રાખવાથી કલ્યાણ થતું રહેશે

પ્રશ્ન :-
કઈ સ્મૃતિ જૂની દુનિયાથી સહજ જ કિનારો કરાવી દે છે?

ઉત્તર :-
જો એ સ્મૃતિ રહે કે આપણે કલ્પ-કલ્પ બાપ થી બેહદ નો વારસો લઈએ છીએ. હમણાં ફરીથી આપણે શિવબાબા ની ગોદ લીધી (ખોળો લીધો) છે - વારસો લેવાનાં માટે. બાબાએ આપણ ને એડોપ્ટ (દત્તક લીધાં) કર્યાં છે, આપણે સાચાં-સાચાં બ્રાહ્મણ બન્યાં છીએ. શિવબાબા આપણ ને ગીતા સંભળાવી રહ્યાં છે. આ જ સ્મૃતિ જૂની દુનિયા થી કિનારો કરાવી દેશે.

ઓમ શાંતિ!
આપ બાળકો અહીંયા બેઠાં તો શિવબાબા ની યાદ માં, તો તમે જાણો છો એ આપણને સુખધામ નાં માલિક ફરીથી બનાવી રહ્યાં છે. બાળકોની બુદ્ધિ માં અંદર કેટલી ખુશી હોવી જોઈએ, અહીંયા બેસી બાળકોને ખજાનો મળે છે ને. અનેક પ્રકાર ની કોલેજો માં, યુનિવર્સિટીઝ માં કોઈની પણ બુદ્ધિમાં આ વાતો નથી રહેતી. તમે જ જાણો છો કે બાબા આપણને સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છે. આ ખુશી રહેવી જોઈએ ને. આ સમયે બીજા બધાં ખ્યાલ નીકાળીને એક બાપ ને જ યાદ કરવાનાં છે. અહીંયા જ્યારે બેસો છો તો બુદ્ધિ માં નશો રહેવો જોઈએ કે આપણે હમણાં સુખધામ નાં માલિક બની રહ્યાં છીએ. સુખ અને શાંતિનો વારસો આપણે કલ્પ-કલ્પ લઈએ છીએ. મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. કલ્પ પહેલાં પણ ઘણાં મનુષ્ય અજ્ઞાન નાં અંધારા માં કુંભકરણ ની નિંદર માં સૂતાં ખતમ થઈ ગયાં હતાં. ફરી પણ આવું જ થશે. બાળકો સમજે છે આપણને બાપે એડોપ્ટ (અપનાવ્યા) કર્યા છે અથવા આપણે શિવબાબા ની ધર્મ ગોદ લીધી (ખોળો લીધો) છે. જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. હમણાં આપણે બ્રાહ્મણ છીએ. આપણે સાચ્ચો-સાચ્ચો ગીતાનો પાઠ સાંભળી રહ્યાં છીએ. આપણે બાબા થી ફરીથી રાજયોગ અને જ્ઞાનબળ થી વારસો લઈએ છીએ. એવા-એવા ખ્યાલ અંદર માં આવવા જોઈએ ને. બાપ પણ આવીને ખુશીની વાતો બતાવે છે ને. બાપ જાણે છે બાળકો કામ-ચિતા પર બેસી કાળા ભસ્મીભૂત થઈ ગયાં છે એટલે અમરલોક થી મૃત્યુલોક માં આવું છું. તમે પછી કહો છો કે અમે મૃત્યુલોક થી અમરલોક જઈએ છીએ. બાપ કહે છે - હું મૃત્યુલોક માં જાઉં છું, જ્યાં બધાંની મૃત્યુ થઈ ગઈ છે, એમને ફરીથી અમરલોક માં લઈ જાઉં છું. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે. એ સર્વશક્તિમાન્ છે, જે ઈચ્છે તે કરી શકે છે. પરંતુ બાળકો જાણે છે, એમને બોલાવાય જ છે હેં પતિત-પાવન બાબા આવો, અમને આવીને પતિત થી પાવન બનાવો. દુઃખ હરીને સુખ આપો, એમાં જાદૂની કોઈ વાત નથી. બાપ આવે જ છે કાંટા થી ફૂલ બનાવવાં.

તમે જાણો છો આપણે જ સુખધામ નાં દેવતા હતાં, સતોપ્રધાન હતાં. દરેકે સતોપ્રધાન થી તમોપ્રધાન માં આવવાનું જ છે. બાળકોને અહીંયા બેસતાં સમયે તો વધારે જ મજા આવવી જોઈએ. યાદ આવવું જોઈએ. બાપ ને જ આખી દુનિયા યાદ કરે છે. હેં લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક), હેં પતિત-પાવન આવો. બોલાવે ત્યારે છે જ્યારે કે રાવણ રાજ્ય માં છે. સતયુગ માં થોડી બોલાવે, આ વાતો બહુજ સહજ સમજવાની છે. આ કોણે સંભળાવી છે? બાપની પણ મહિમા કરશે, શિક્ષક, સદ્દગુરુ ની પણ મહિમા કરશે - ત્રણેય એક જ છે. આ તમારી બુદ્ધિ માં છે. આ બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે. શિવબાબા નો ધંધો જ છે પતિતો ને પાવન બનાવવાનો. પતિત જરુર દુઃખી હશે. સતોપ્રધાન સુખી, તમોપ્રધાન દુઃખી હોય છે. આ દેવતાઓનો કેટલો સતોગુણી સ્વભાવ છે. અહીંયા મનુષ્યો નો કળયુગી તમોગુણી સ્વભાવ છે. બાકી હાં, મનુષ્ય નંબરવાર સારા કે ખરાબ હોય છે. સતયુગ માં એવું ક્યારેય નહીં કહેશે કે આ ખરાબ છે. આ આવાં છે. ત્યાં ખરાબ લક્ષણ કોઈ હોતાં નથી. તે છે જ દૈવી સંપ્રદાય. હાં, સાહૂકાર અને ગરીબ હોય શકે છે. બાકી સારા અને ખરાબ ગુણો ની ભેંટ (તુલના) ત્યાં થતી નથી, બધાં સુખી રહે છે. દુઃખ ની વાત નથી, નામ જ છે સુખધામ. તો બાળકોએ બાપ થી પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનું ચિત્ર અને લક્ષ્મી-નારાયણ નું ચિત્ર પણ રાખી શકો છો. કહેશે કોઈ તો આમને શીખવાડવા વાળા હશે. આ તો ભગવાનુવાચ છે ને. ભગવાન ને પોતાનું શરીર નથી. તે આવીને લોન (આધાર) લે છે. ગવાયેલું પણ છે ભાગીરથ, તો જરુર રથ પર વિરાજમાન છે. બળદ પર થોડી આવશે. શિવ અને શંકર સાથે કરી દીધાં છે, ત્યારે બળદ આપી દીધો છે. તો બાપ કહે છે-તમારે કેટલું ખુશ થવું જોઈએ, અમે બાપનાં બન્યાં છીએ. બાપ પણ કહે છે-તમે મારા છો. બાપ ને પદ પામવાની ખુશી નથી. શિક્ષક તો શિક્ષક છે, એમણે ભણાવવાનું છે. બાપ કહે છે - બાળકો, હું સુખ નો સાગર છું. હવે તમને અતિન્દ્રિય સુખ ભાસે છે, જ્યારે મેં તમને એડોપ્ટ કર્યાં છે. એડોપ્શન (દતક) તો અલગ-અલગ પ્રકારની હોય છે. પુરુષ પણ કન્યા ને એડોપ્ટ કરે છે. તે સમજે છે આ મારા પતિ છે, હમણાં તમે સમજો છો-શિવબાબાએ આપણને એડોપ્ટ કર્યાં છે. દુનિયામાં આ વાતો ને નથી સમજતાં. એમની તે એડોપ્શન છે - એક-બીજા પર કામ-કટારી ચલાવવાની. સમજો કોઈ રાજા બાળક ને ગોદ માં (દત્તક) લે છે, એડોપ્ટ કરે છે સુખ નાં માટે, પરંતુ તે છે અલ્પકાળ નું સુખ. સંન્યાસી પણ એડોપ્ટ કરે છે ને. તે કહેશે આ અમારા ગુરુ છે, તે કહેશે આ અમારા ફોલોઅર્સ (અનુયાયીઓ) છે. કેટલી એડોપ્શન છે. બાપ બાળકો ને એડોપ્ટ કરે છે ને. એમને સુખ તો આપે છે પછી લગ્ન કરાવવાથી જેમ દુઃખ નો વારસો આપી દે છે. ગુરુ ની એડોપ્શન કેટલી ફર્સ્ટક્લાસ છે. આ પછી છે ઈશ્વરની એડોપ્શન, આત્માઓને પોતાનાં બનાવવાની. હવે આપ બાળકોએ બધાનાં એડોપ્શન ને જોઈ લીધું છે. સંન્યાસીઓનાં હોવાં છતાં પણ ગાતાં રહે છે - હેં પતિત-પાવન આવો, આવીને અમને એડોપ્ટ કરી પાવન બનાવો. બધાં ભાઈઓ છે. પરંતુ જ્યારે કે આવીને પોતાનાં બનાવે ને. કહે છે બાબા અમે દુ:ખી થઈ ગયાં છીએ. રાવણ રાજ્ય નો પણ અર્થ નથી સમજતાં. એફીજી (પુતળું) બનાવીને બાળતા રહે છે. જેમ કોઈ દુઃખ આપે છે તો સમજે છે આમનાં પર કેસ ચલાવવો જોઈએ. પરંતુ આ ક્યાર થી દુશ્મન બન્યો છે? અંત માં આ દુશ્મન મરશે કે નહીં? આ દુશ્મન ની તમને જ ખબર છે, એનાં પર જીત મેળવવા માટે તમને એડોપ્ટ કરવામાં આવે છે. આ પણ આપ બાળકો જાણો છો, વિનાશ થવાનો છે, એટોમિક બોમ્બસ પણ બનેલાં છે. આ જ્ઞાન યજ્ઞ થી જ વિનાશ જ્વાળા નીકળે છે. હવે તમે જાણો છો રાવણ પર વિજય પામીને પછી નવી સૃષ્ટિ પર રાજ્ય કરીશું. બાકી તો બધી ગુડ્ડીઓ ની રમત છે. રાવણની ગુડ્ડી તો બહુ જ ખર્ચા કરાવે છે. મનુષ્ય બહુ જ પૈસા ફાલતું ગુમાવે છે. કેટલો રાત-દિવસનો ફરક છે. તે ભટકતાં દુઃખી થતાં, ધક્કા ખાતાં રહે છે. અને આપણે હમણાં શ્રીમત પર શ્રેષ્ઠાચારી, સતયુગી સ્વરાજ્ય પામી રહ્યાં છીએ. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ સતયુગ સ્થાપન કરવા વાળા શિવબાબા આપણ ને શ્રેષ્ઠ દેવતા વિશ્વનાં માલિક બનાવે છે. શ્રી શ્રી શિવબાબા આપણને શ્રી બનાવે છે. શ્રી શ્રી ફક્ત એક ને જ કહેવાય છે. દેવતાઓ ને શ્રી કહેવાય છે કારણ કે તે પુનર્જન્મમાં આવે છે ને. હકીકત માં શ્રી વિકારી રાજાઓને પણ ન કહી શકાય.

હમણાં તમારી કેટલી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. તમે જાણો છો કે આપણે આ ભણતર થી ડબલ તાજધારી બનીએ છીએ. આપણે જ ડબલ તાજધારી હતાં, હમણાં તો સિંગલ તાજ પણ નથી. પતિત છીએ ને. અહીંયા લાઈટ નો તાજ કોઈને લગાવી ન શકાય. આ ચિત્રોમાં જ્યાં તમે તપસ્યા માં બેઠાં છો ત્યાં લાઈટ નો તાજ ન આપવો જોઈએ. તમારે ડબલ તાજધારી ભવિષ્ય માં બનવાનું છે. આપ બાળકો જાણો છો કે આપણે બાબા થી ડબલ તાજ્ધારી મહારાજા-મહારાણી બનવાનાં માટે આવ્યાં છીએ. આ ખુશી હોવી જોઈએ. શિવબાબા ને યાદ કરવા જોઈએ તો પતિત થી પાવન બની સ્વર્ગ નાં માલિક બની જશો, એમાં કોઈ તકલીફ ની વાત નથી. અહીંયા તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) બેઠાં છો. ત્યાં બહાર મિત્ર-સંબંધીઓ વગેરે ની પાસે જવાથી સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) ભૂલાઈ જાય છે. પછી મિત્ર સંબંધી યાદ આવી જાય છે. માયા નો ફોર્સ (દબાણ) છે ને. હોસ્ટેલ માં રહેવાથી ભણે સારું છે. બહાર આવવા-જવાથી સંગદોષ માં ખરાબ થાય છે. અહીંયા થી બહાર જાય છે તો પછી સ્ટુડન્ટ લાઈફ નો નશો ગુમ થઈ જાય છે. ભણાવવા વાળી બ્રાહ્મણીઓ ને પણ ત્યાં બહાર એટલો નશો નહીં રહેશે, જેટલો અહીંયા રહેશે. આ હેડ ઓફિસ મધુબન છે. વિદ્યાર્થી શિક્ષક નાં સામે હોય છે. ગોરખધંધો કોઈ નથી. રાત દિવસ નો ફરક છે. કોઈ તો આખાં દિવસ માં શિવબાબા ને યાદ પણ નથી કરતાં. શિવબાબા નાં મદદગાર નથી બનતાં. શિવબાબા નાં બાળકો બન્યાં છો તો સર્વિસ (સેવા) કરો. જો સર્વિસ નથી કરતાં તો, એટલે તે કપૂત બાળકો છે. બાબા તો સમજે છે ને. એમની ફરજ છે કહેવું-મને યાદ કરો. ફોલો (અનુકરણ) કરો તો ખૂબ-ખૂબ કલ્યાણ છે. વિકારી સંબંધ તો ભ્રષ્ટાચારી છે. એમને છોડતાં જાઓ, એમનો સંગ નહીં રાખો. બાપ તો સમજાવે છે પરંતુ કોઈની તકદીર માં પણ હોય ને. બાપ કહે છે-ચાર્ટ રાખવાનો છે, એનાથી પણ ખુબ કલ્યાણ થશે. કોઈ કલાક પણ મુશ્કેલ યાદ માં રહેતાં હશે. ૮ કલાક તો અંતમાં પહોંચવાનું છે. કર્મયોગી તો છો ને. કોઈ-કોઈ ને ઉમંગ ક્યારેક-ક્યારેક આવે છે તો ચાર્ટ રાખે છે. આ સારું છે. જેટલા બાપ ને યાદ કરશો ફાયદો જ છે. ગવાયેલું છે - અંતકાળે જે હરિ ને સિમરે (યાદ કરે)...વલ-વલ નો અર્થ શું છે? જે સારી રીતે યાદ નથી કરતાં, તો જન્મ-જન્માંતર નો બોજો જે છે, તે વલ-વલ (વારંવાર) જન્મ આપીને સાક્ષાત્કાર કરાવે પછી સજા આપે છે. જેમ કાશી કલવટ ખાય છે તો ઝટ પાપો નો સાક્ષાત્કાર થાય છે. મહેસૂસ (અનુભવ) કરે છે અમે પાપો ની સજા ખાઈએ છીએ. બહુજ મોચરા (સજાઓ) ખાવા વાળા છે. બાબા ની સેવામાં જે વિઘ્ન નાખે છે, તે સજાઓ ને લાયક છે. બાપ ની સેવા માં બાધા પાડે છે, જેનો રાઈટ હેન્ડ ધર્મરાજ છે. બાપ કહે છે-પોતાની સાથે પ્રતિજ્ઞા કરો કારણ કે બાપની યાદ થી જ તમે પાવન બનશો. નહીં તો નહીં. બાપ પ્રતિજ્ઞા કરાવે છે, કરો ન કરો, તમારી મરજી. જે કરશે તે પામશે. ઘણાં છે જે પ્રતિજ્ઞા કરે છે, તો પણ ખરાબ કામ કરતાં રહે છે. ભક્તિમાર્ગ માં ગાતાં રહે છે - મેરા તો એક, દૂસરા ન કોઈ (મારાં તો એક બીજું ન કોઈ). પરંતુ તે વાત હમણાં બુદ્ધિ માં આવે છે કે આત્મા કેમ આમ ગાતી આવી છે. આખો દિવસ ગાતાં રહે છે મારા તો એક ગિરધર ગોપાળ. આ તો સંગમ પર બાપ આવે ત્યારે પોતાનાં ઘરે લઈ જાય, કૃષ્ણપુરી માં જવાનાં માટે તમે ભણો છો ને. પ્રિન્સેઝ કોલેજ હોય છે, જ્યાં રાજકુમાર-રાજકુમારી ભણે છે. એ તો છે હદ ની વાત. ક્યારેક બીમાર પડે, ક્યારેક મરી પણ જાય. આ તો છે રાજકુમાર-રાજકુમારી બનવાની ગોડ ફાધરલી યુનિવર્સીટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). રાજયોગ છે ને. તમે નર થી નારાયણ બનો છો. તમે બાપ થી વારસો લઈ સતયુગ નાં રાજકુમાર-રાજકુમારી બનો છો. બાપ કેટલી મજાની વાતો બેસી સંભળાવે છે. યાદ રહેવું જોઈએ ને. કોઈ તો અહીંયાથી બહાર નીકળે તો ફસાઈ જાય છે. બાપ ને યાદ પણ નંબરવાર કરે છે. જે વધારે યાદ કરતાં હશે તે બીજાઓને પણ યાદ કરાવતાં હશે. બુદ્ધિમાં આ જ રહેવું જોઈએ કે કેવી રીતે અનેકોનું કલ્યાણ કરીએ. બહાર વાળા પ્રજા માં દાસ-દાસી, અહીંયા વાળા પછી રાજાઓમાં દાસ-દાસી બનશે. આગળ ચાલી બધાં સાક્ષાત્કાર થતાં જશે. તમે પણ અનુભવ કરશો બરાબર મેં પૂરો પુરુષાર્થ નથી કર્યો, બહુજ ચમત્કાર જોશો. જે સારી રીતે ભણશે તે જ નવાબ બનશે. બાપ કેટલું કહેતાં રહે છે - સેવાકેન્દ્ર ને પ્રદર્શની આપું છું તો બાળકો ને શીખવાડીને હોશિયાર બનાવો. ત્યારે બાબા સમજશે બી.કે. સર્વિસ કરવાનું જાણે છે. સર્વિસ કરશો તો ઊંચ પદ પામશો, એટલે બાબા પ્રદર્શની બનાવવા પર જોર આપી રહ્યાં છે. આ ચિત્ર બનાવવા તો ખુબ સામાન્ય વસ્તુ છે. હિમ્મત કરી પ્રદર્શની નાં ચિત્ર બનાવવામાં મદદ કરવી જોઈએ તો સમજાવવામાં બાળકોને સહજ થશે. બાબા સમજે છે-ટીચર્સ, મેનેજર્સ ઠંડા છે. કોઈ-કોઈ બ્રાહ્મણીઓ મેનેજર બને છે તો દેહ-અભિમાન આવી જાય છે. સ્વયંને મિયા મીઠ્ઠું સમજે છે. હું બહુજ સારું ચાલું છું. બીજા થી પૂછો તો ૧૦ વાતો સંભળાવશે. માયા મોટાં ચક્કર માં નાખે છે. બાળકોને તો સર્વિસ અને સર્વિસ માં રહેવું જોઈએ. બાપ રહેમદિલ, દુ:ખહર્તા, સુખકર્તા છે તો બાળકોએ પણ બનવાનું છે, ફક્ત બાપ નો પરિચય આપવાનો છે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો નર્કવાસી થી સ્વર્ગવાસી બની જશો. કેટલું સહજ છે. બાપ કહે છે - મને યાદ કરો તો પતિત થી પાવન બની તમે શાંતિધામ, સુખધામ માં આવી જશો. નિશ્ચય છે તો પછી એકદમ લખાવી લેવું જોઈએ. લખે પણ છે બરાબર બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા થી વારસો લે છે, તો સમજશે આવાં બાપ નાં તો જરુર બનવું જોઈએ. શરણે પડવું જોઈએ. તમે બાપ નાં શરણે પડ્યાં છો ને અર્થાત્ ગોદમાં (ખોળામાં) આવ્યાં છો. અચ્છા !

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન રહેમદિલ, દુ:ખહર્તા સુખકર્તા બનવાનું છે.

2. સંગદોષ થી પોતાની ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે. એક બાપ ને જ ફોલો કરવાનાં છે. અનેકોનાં કલ્યાણ ની સર્વિસ કરવાની છે. ક્યારેય અહંકાર માં આવીને મિયા મીઠ્ઠું નથી બનાવવાનું.

વરદાન :-
સંકલ્પ નાં ઈશારાઓ થી બધો કારોબાર ચલાવવા વાળા સદા લાઈટ નાં તાજધારી ભવ

જે બાળકો સદા લાઈટ (હલકા) રહે છે એમનો સંકલ્પ કે સમય ક્યારેય વ્યર્થ નથી જતો. તે જ સંકલ્પ ઉઠે છે જે થવાનું છે. જેમ બોલવાથી વાત સ્પષ્ટ થાય છે તેવી રીતે જ સંકલ્પ થી બધો કારોબાર ચાલે છે. જ્યારે એવી વિધિ અપનાવો ત્યારે આ સાકાર વતન સૂક્ષ્મ વતન બને. તેનાં માટે શાંતિ ની શક્તિ જમા કરો અને લાઈટ નાં તાજધારી રહો.

સ્લોગન :-
આ દુઃખધામ થી કિનારો કરી લો તો ક્યારેય દુઃખ ની લહેર આવી ન શકે.