14-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - યોગબળ થી વિકારો રુપી રાવણ પર વિજય પ્રાપ્ત કરવા સાચ્ચો - સાચ્ચો દશેરા મનાવો

પ્રશ્ન :-
રામાયણ અને મહાભારત નું પરસ્પર શું કનેક્શન (સંબંધ) છે? દશેરા કઈ વાત ને સિદ્ધ કરે છે?

ઉત્તર :-
દશેરા થવો એટલે રાવણ ખતમ થવો અને સીતાઓ ને છુટકારો મળવો. પરંતુ દશેરા મનાવવાથી તો રાવણ થી છુટકારો મળતો નથી. જ્યારે મહાભારત થાય છે ત્યારે બધી સીતાઓ ને છુટકારો મળી જાય છે. મહાભારત લડાઈ થી રાવણ રાજય ખતમ થાય છે તો રામાયણ, મહાભારત અને ગીતા નો પરસ્પર બહુજ ગાઢ સંબંધ છે.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા.

ઓમ શાંતિ!
બાપ ફરમાવે છે કે તમે છો બ્રાહ્મણ સંપ્રદાય, તમને હમણાં દૈવી સંપ્રદાય ન કહી શકાય. તમે હમણાં છો બ્રાહ્મણ સંપ્રદાય, પછી દૈવી સંપ્રદાય બનવા વાળા છો. આ જે રામાયણ છે, આજે (દશેરા પર) જેમ કે આમનું રામાયણ પૂરું થવાનું છે, પરંતુ પૂરું થતું નથી. જો રાવણ મરે છે તો રામાયણ ની કથા પૂરી થવી જોઈએ, પરતું થતી નથી. છુટકારો થાય છે મહાભારત થી. હવે આ પણ સમજવાની વાત છે. રામાયણ શું છે અને મહાભારત શું છે? દુનિયા તો આ વાતો ને જાણતી નથી. રામાયણ અને મહાભારત બંને નો સંબંધ છે. મહાભારત લડાઈ થી રાવણરાજ્ય ખતમ થાય છે. પછી આ દશેરા વગેરે મનાવવાનું જ નથી. ગીતા અથવા મહાભારત પણ છે રાવણરાજ્ય ને ખતમ કરવા વાળા. હમણાં તો સમય છે, તૈયારી પણ થઈ રહી છે - તે છે હિંસક, તમારી છે અહિંસક. તમારી છે ગીતા, તમે ગીતા નું જ્ઞાન સાંભળો છો. એનાથી શું થવાનું છે? રાવણરાજ્ય ખલાસ થવાનું છે. તે ભલે રાવણ ને મારે છે પરંતુ રામરાજ્ય તો થતું નથી. હમણાં રામાયણ અને મહાભારત છે ને. તો મહાભારત છે રાવણને ખલાસ કરવાના માટે. આ ખૂબ ગુહ્ય સમજવાની વાતો છે, આમાં વિશાળ બુદ્ધિ જોઈએ. બાપ સમજાવે છે મહાભારત લડાઈ થી રાવણરાજ્ય ખતમ થાય છે. એવું નથી કે ફક્ત રાવણ ને મારવાથી રાવણરાજય ખતમ થઈ જાય છે. એનાં માટે તો સંગમ જોઈએ. હમણાં સંગમ છે. હમણાં તમે તૈયારી કરી રહ્યાં છો, રાવણ પર વિજય પામવાની. એમાં જ્ઞાન નાં અસ્ત્ર-શસ્ત્ર જોઈએ. તે નથી. જેમ બતાવે છે રાવણ અને રામ નું યુદ્ધ થયું. આ શાસ્ત્ર બધાં છે ભક્તિમાર્ગ નાં. હમણાં તમે રાવણ રાજ્ય પર વિજય પામો છો યોગબળ થી. આ થઈ ગઈ ગુપ્ત વાત. ૫ વિકારો રુપી રાવણ પર તમારી વિજય થાય છે. કોનાથી? ગીતા થી. બાબા તમને ગીતા સંભળાવી રહ્યાં છે. ભાગવત તો છે નહીં. ભાગવત માં બતાવે છે કૃષ્ણ ચરિત્ર. કૃષ્ણ નાં ચરિત્ર તો કાંઈ છે નહીં. તમે જાણો છો જ્યારે વિનાશ થશે, મહાભારે લડાઈ લાગશે, એનાથી જ રાવણરાજ્ય ખતમ થઈ જશે. સીડીમાં પણ બતાવ્યું છે. જ્યાર થી રાવણરાજ્ય શરું થયું છે ત્યાર થી ભક્તિમાર્ગ થયો છે. આ તમે જ જાણો છો. ગીતા નું કનેક્શન મહાભારત લડાઈ થી છે. તમે ગીતા સાંભળીને રાજ્ય પામો છો અને લડાઈ લાગે છે સફાઈ નાં માટે. બાકી ભાગવત માં ચરિત્ર વગેરે ફાલતું છે. શિવ પુરાણ માં કાંઈ પણ નથી. નહીં તો ગીતા નું નામ હોવું જોઈએ શિવ પુરાણ. શિવબાબા બેસી જ્ઞાન આપે છે - સૌથી ઊંચી છે ગીતા. ગીતા બધાં શાસ્ત્રો થી નાની છે બીજા બધાં પુસ્તકો બહુજ મોટાં બનાવ્યાં છે. મનુષ્યો ની જીવન કહાની પણ બહુજ મોટી-મોટી બનાવી છે. નહેરુએ શરીર છોડ્યું, એમનાં કેટલાં મોટાં વોલ્યુમ (સંખ્યા) બનાવે છે. આ ગીતા શિવબાબા નાં વોલ્યુમસ ની કેટલી મોટી હોવી જોઈએ. પરતું ગીતા કેટલી નાની છે કારણ કે બાપ સંભળાવે જ એક વાત છે કે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ચક્ર ને સમજો. બસ, એટલે ગીતા નાની બનાવી દીધી છે. આ જ્ઞાન છે કંઠ (મોઢે) કરવાનું. તમને ખબર છે ગીતા નું લોકેટ બનાવે છે. એમાં નાનાં અક્ષર હોય છે. હવે બાબા પણ તમારા ગળા માં લોકેટ પહેરાવે છે - ત્રિમૂર્તિ અને રાજાઈ નું. બાબા કહે છે ગીતા છે બે અક્ષર - અલ્ફ અને બે. આ છે ગુપ્ત મંત્ર નું લોકેટ મનમનાભવ. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમારું કામ છે યોગબળ થી વિજય પામવી, પછી તમારા માટે સફાઈ પણ જોઈએ. બાપ સમજાવે છે કે તમારા યોગબળ થી જ રાવણરાજ્ય નો વિનાશ થાય છે. રાવણ રાજ્ય ક્યારે શરું થયું છે, આ પણ જાણતાં નથી. આ જ્ઞાન બહુજ સહજ છે. સેકન્ડ ની વાત છે ને. ૮૪ જન્મો ની સીડીમાં પણ આટલાં-આટલાં જન્મ લીધાં છે. કેટલું સહજ છે. બાપ છે જ્ઞાન નાં સાગર. જ્ઞાન સંભળાવતાં જ આવે છે. તમે બધાં મુરલી નાં કાગળો ભેગા કરો તો અનેક થઈ જાય. બાપ ડિટેલ (વિસ્તાર) માં સમજાવે છે. નટશેલ (સાર) માં તો કહે છે - અલ્ફ ને યાદ કરો. બસ બાકી સમય શેમાં લગાવે છે? તમારા માથા પર પાપો નો બોજો બહુજ છે. તે યાદ થી જ ઉતરવાનો છે, એમાં મહેનત લાગે છે. ઘડી-ઘડી તમે ભૂલી જાઓ છો. તમે બાબા ને યાદ કરતાં રહો તો ક્યારેય વિઘ્ન નહીં પડશે. દેહ-અભિમાની બનવાથી વિઘ્ન પડે છે. દેહી-અભિમાની બનો છો અંત માં. પછી અડધોકલ્પ કોઈ વિઘ્ન નથી પડતાં. આ કેટલી ગુહ્ય વાતો છે સમજવાની. શરુંઆત થી લઈને કેટલું સંભળાવતાં આવ્યાં છે તો પણ કહે છે ફક્ત અલ્ફ-બે ને યાદ કરો. બસ. ઝાડ નો છે વિસ્તાર. બીજ તો નાના માં નાનું હોય છે. ઝાડ કેટલું મોટું નીકળે છે.

આજે દશેરા છે ને. હમણાં બાબા સમજાવે છે - રામાયણ નો મહાભારત થી શું સંબંધ છે. રામાયણ તો ભક્તિમાર્ગ નું છે. અડધાકલ્પ થી ચાલતું આવે છે. એટલે હમણાં રાવણરાજ્ય ચાલી રહ્યું છે. પછી મહાભારત આવશે તો રાવણરાજ્ય ખતમ થઈ રામરાજ્ય શરું થઈ જશે. રામાયણ અને મહાભારત માં શું ફરક છે? રામરાજ્ય ની સ્થાપના અને રાવણરાજ્ય નો વિનાશ થવાનો છે. ગીતા સાંભળીને તમે વિશ્વ નાં માલિક બનવા લાયક બનો છો. ગીતા અને મહાભારત પણ છે હમણાનાં માટે. રાવણરાજ્ય ખતમ થવાના માટે. બાકી એમણે જે લડાઈ બતાવી છે તે ખોટી છે. લડાઈ છે પાંચ વિકારો પર જીત પામવાની. તમને બાપ ગીતા નાં બે અક્ષર સંભળાવે છે મનમનાભવ-મઘ્યાજી ભવ. ગીતા નાં શરું માં અને અંત માં આ બે અક્ષર આવે છે. બાળકો સમજે છે - બરાબર ગીતા નો એપિસોડ (અધ્યાય) ચાલી રહ્યો છે. પરતું કોઈને કહેશો તો કહેશે કૃષ્ણ ક્યાં છે? બાબા નું સમજાવવામાં અને ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો માં કેટલો અંતર છે. આ કોઈ નથી જાણતું - કે આ રામાયણ શું છે? મહાભારત શું છે? મહાભારત લડાઈ નાં પછી જ સ્વર્ગનાં દ્વાર ખુલે છે. પરંતુ મનુષ્ય આ સમજશે નહીં, એટલે તમે પરિચય જ બાપ નો આપો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. આ બાપ આખી દુનિયાનાં માટે કહે છે. એક ગીતા ને જ ખંડન કરી છે. ગીતા નો બધી ભાષાઓમાં પ્રચાર છે. તમારા રાજ્ય માં ભાષા જ એક હશે. ત્યાં કોઈ શાસ્ત્ર પુસ્તક વગેરે નહીં હશે. ત્યાં ભક્તિમાર્ગ ની કોઈ વાત નથી રહેતી. ભારત નો સંબંધ છે જ રામાયણ, મહાભારત અને ગીતા થી. ભગવાન તો બાળકો ને ગીતા સંભળાવે છે, જેનાથી તમે સ્વર્ગ નાં માલિક બનો છો. મહાભારત લડાઈ જરુર લાગવી જોઈએ, જે પતિત દુનિયા ખતમ થઈ જાય. ગીતા થી તમે પાવન બનો છો. પતિત-પાવન ભગવાન આવે જ અંત માં છે. કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર વિજય પામવાની છે. કામ વિકાર થી ક્યારેય હાર નથી ખાવાની, એનાથી બહુજ નુકસાન થાય છે. વિકારો નાં પાછળ મોટાં-મોટાં નામીગ્રામી, મિનિસ્ટર વગેરે પણ પોતાનું નામ બદનામ કરે છે. કામ નાં પાછળ બહુજ ખરાબ થાય છે એટલે બાપ સમજાવે છે - બાબા નાં પાસે જુવાન-જુવાન બાળકો આવે છે. એવાં બહુજ છે જે બ્રહ્મચર્ય માં રહે છે. પૂરી ઉંમર (આખું જીવન) લગન નથી કરતાં. સ્ત્રીઓ પણ હોય છે. નન્સ ક્યારેય વિકારમાં નથી જતી. પરંતુ એમાં કોઈ પ્રાપ્તિ નથી. અહીંયા તો વાત છે પવિત્ર બની જન્મ-જન્માંતર સ્વર્ગ નાં માલિક બનવાની. જન્મ-જન્માંતર નાં પાપો નો બોજો માથા પર છે. તે જ્યારે કપાય ત્યારે સ્વર્ગ માં ચાલો. અહીંયા મનુષ્ય પાપ કરતાં રહે છે. કરીને એક જન્મ કોઈ સંન્યાસી બને છે, જન્મ તો વિકાર થી લે છે. રાવણરાજ્ય માં વિકાર વગર જન્મ થતો નથી. પૂછે છે, ત્યાં જન્મ કેવી રીતે થશે? યોગબળ કોને કહેવાય છે? આ પૂછવાની દરકાર નથી. છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. રાવણ રાજ્ય જ નથી તો પ્રશ્ન ઉઠી ન શકે. બધાં સાક્ષાત્કાર થશે. જ્યારે વૃદ્ધ થાય છે તો આ સાક્ષાત્કાર થાય છે કે જઈને બાળક બનીશ. માતા નાં ગર્ભમાં જઈશ. એ નથી ખબર રહેતી કે ફલાણા ઘર માં જઈશ. ફકત હવે નાનું બાળક બનવાનું છે, મોર અને ઢેલ નું દૃષ્ટાંત છે. આંખો નાં આંસુ થી ગર્ભ થાય છે. પપૈયા નાં ઝાડ માં પણ એક પુરુષ, એક સ્ત્રી નું ઝાડ હોય છે. એક-બીજા નાં બાજુ માં હોવાથી ફળ આપે છે. આ પણ વંડર (અદ્દભુત) છે ને. જ્યારે જડ વસ્તુ માં પણ આવું છે તો ચૈતન્ય માં સતયુગ માં શું ન થઈ શકે. આ બધો વિસ્તાર આગળ ચાલીને સમજમાં આવી જશે. મુખ્ય વાત છે તમે બાપ ને યાદ કરી તમોપ્રધાન થી સતોપ્રધાન બની વારસો તો લઈ લો. પછી ત્યાનાં રિવાજ જે હશે તે જોશું. તમે યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો, તો બાળકો કેમ ન પેદા થઈ શકે. એવાં-એવાં પ્રશ્ન ખૂબ પૂછે છે પછી કોઈ વાત માં જવાબ પૂરો નથી મળતો તો પડી જાય છે. થોડી વાત પર પણ સંશય આવી જાય છે. શાસ્ત્રો માં આવી કોઈ વાત છે નહીં. શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નાં. પરમપિતા પરમાત્મા આવીને બ્રાહ્મણ ધર્મ, સૂર્યવંશી ચંદ્રવંશી ધર્મ ની સ્થાપના કરે છે. બ્રાહ્મણ છે સંગમયુગી. બાબાને સંગમયુગ પર આવવું પડે છે. પોકારે પણ છે હેં પતિત-પાવન આવો. એ તરફ વાળા કહે છે હેં લિબરેટર (મુક્તિદાતા), દુ:ખ થી લિબરેટ (મુક્ત) કરો. દુઃખ આપે કોણ છે - એ પણ તેમને ખબર નથી. તમે જાણો છો રાવણરાજ્ય ખતમ થાય છે. તમને બાબા રાજ્યોગ શિખવાડે છે. જ્યારે ભણતર પૂરું થાય છે ત્યારે વિનાશ થાય છે, જેનું નામ મહાભારત રાખ્યું છે. મહાભારત માં રાવણરાજ્ય ખતમ થાય છે. દશેરા માં એક રાવણ ને ખતમ કરે છે. તે છે હદ ની વાતો. આ છે બેહદ ની વાતો. આ આખી દુનિયા ખતમ થઈ જશે. તો આટલી નાની-નાની બાળકીઓ નોલેજ કેટલું ઊંચું લઈ રહી છે. તે શારીરિક નોલેજ જેમ ઘાસલેટ (કેરોસીન) છે, આ છે સાચ્ચું ઘી. તો રાત-દિવસ નો ફરક છે ને. રાવણરાજ્ય માં તમારે ઘાસલેટ ખાવું પડે છે. આગળ એટલું સસ્તું સાચ્ચું ઘી મળતું હતું, પછી મોંઘુ થઈ ગયું તો ઘાસલેટ (તેલ) ખાવું પડ્યું. આ ગેસ, વીજળી વગેરે પહેલાં કાંઈ પણ નહોતું. થોડા જ વર્ષો માં કેટલો ફરક પડ્યો છે. હમણાં તમે જાણો છો બધું ખતમ થવાનું છે. શિવબાબા આપણને લક્ષ્મી-નારાયણ જેવાં બનવાના માટે ભણાવી રહ્યાં છે. આ નશો આ બાબાને તો બહુજ રહે છે. બાળકો ને માયા ભુલાવી દે છે. જ્યારે કહે છે કે અમે બાબા થી વારસો લેવા આવ્યાં છીએ તો તે નશો કેમ નથી ચઢતો! સ્વીટ હોમ, સ્વીટ રાજધાની ભુલાઈ જાય છે. બાબા જાણે છે જે જે હડ્ડી (અથક) સેવા કરે છે તે જ મહા-રાજકુમાર બનશે. તમને આ નશો કેમ નથી રહેતો? કારણ કે યાદ માં નથી રહેતાં. સેવામાં પૂરા તત્પર નથી રહેતાં. ક્યારેક તો સર્વિસ (સેવા) માં ઉછળી પડે, ક્યારેક ઠંડા થઈ જાય. આ દરેક પોતાનાથી પૂછો-આવું થાય છે ને. ક્યારેક-ક્યારેક ભૂલ પણ થઈ જાય છે, એટલે બાબા સમજાવે છે. વાણી બહુ મીઠી જોઈએ, બધાંને રાજી કરવાનાં છે. કોઈને આવેશ ન આવે. બાપ કેટલાં પ્રેમ નાં સાગર છે. હમણાં ગાય કોસ (કતલ) બંધ કરવાનાં માટે કેટલું માથું મારે છે. બાબા કહે છે સૌથી મોટું કતલ છે કામ કટારી ચલાવવી. પહેલાં તો તે બંધ કરો. બાકી તે કોઈ બંધ થવાનાં નથી, કેટલું માથું મારે છે. આ કામ કટારી બંનેવે ન ચલાવવી જોઈએ. ક્યાં મનુષ્યોની વાત, ક્યાં બાપ ની વાત. જે કામ વિકાર ને જીતશે તે જ પવિત્ર દુનિયાનાં માલિક બનશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન પ્રેમ નાં સાગર બનવાનું છે. ક્યારેય પણ આવેશ માં નથી આવવાનું. પોતાની વાણી બહુજ મીઠી રાખવાની છે. બધાંને રાજી કરવાનાં છે.

2. હડ્ડી સેવા કરવાની છે. નશા માં રહેવાનું છે કે હવે આ જૂનું શરીર છોડી જઈને પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનીશું.

વરદાન :-
સેવા ની લગન દ્વારા લૌકિક ને અલૌકિક પ્રવૃત્તિ માં પરિવર્તન કરવા વાળા નિરંતર સેવાધારી ભવ

સેવાધારી નું કર્તવ્ય છે નિરંતર સેવા માં રહેવું - ભલે મન્સા સેવા હોય, ભલે વાચા અથવા કર્મણા સેવા હોય. સેવાધારી ક્યારેય પણ સેવા ને પોતાનાથી અલગ નથી સમજતાં. જેમની બુદ્ધિ માં સદા સેવાની લગન રહે છે એમની લૌકિક પ્રવૃત્તિ બદલાઈને ઈશ્વરીય પ્રવૃત્તિ થઈ જાય છે. સેવાધારી ઘર ને ઘર નથી સમજતાં પરંતુ સેવાસ્થાન સમજીને ચાલે છે. સેવાધારી નો મુખ્ય ગુણ છે ત્યાગ. ત્યાગ વૃત્તિ વાળા પ્રવૃત્તિ માં તપસ્વી મૂર્ત થઈને રહે છે જેનાથી સેવા સ્વતઃ થાય છે.

સ્લોગન :-
પોતાનાં સંસ્કારો ને દિવ્ય બનાવવા છે તો મન-બુદ્ધિ ને બાપ નાં આગળ સમર્પિત કરી દો.